________________
૮૦ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા આદરે તેમાં નવાઈ નથી. આવા જી અધ્યાત્મની પ્રથમ ભૂમિકાળવાળા મિત્રાદષ્ટિાન “અપુનબંધક” હોય છે, એટલે કે-જે અવસ્થા દરમિયાન મિથ્યાત્વને ઉકૃષ્ટ બંધ અટકી જાય એવી અવસ્થાએ તેઓ પહોંચેલા હોય છે. જો, કે એવા આત્માઓની આધ્યાત્મિક દૃષ્ટિ સર્વથા આત્મોન્મુખ ન હેવાના કારણે વસ્તુતઃ મિથ્યાષ્ટિ, વિપરીતદષ્ટિ વા અસદૃષ્ટિ કહેવાય છે, તે પણ તે સદ્દષ્ટિની સમીપ લઈ જવાવાળી હોવાના કારણે શાસ્ત્રકારે ઉપાદેય માનેલી છે.
ધ, વીર્ય અને ચારિત્રની તરતમભાવની અપેક્ષાએ આ અસત્ દષ્ટિના પણ ચાર ભેદ કરીને મિથ્યાષ્ટિ ગુણસ્થાનની અન્તિમ અવસ્થાનો શાસ્ત્રમાં વિશદ ઉલ્લેખ કરેલ છે. આ ચાર દષ્ટિએમાં જે વતમાન હોય છે, તેને સદ્દષ્ટિને લાભ પ્રાપ્ત કરવામાં વાર લાગતી નથી.
સાધ, સદ્દવીર્ય અને સચ્ચારિત્રની તરતમભાવની અપેક્ષાએ સદ્દષ્ટિના પણ ચાર વિભાગ કરેલા છે, જેમાં મિથ્યાષ્ટિને ત્યાગ કરી અથવા મેહની એક યા બે શક્તિએને છતી આગળ વધેલા વિકસિત આત્માઓને સમાવેશ થઈ જાય છે અથવા બીજી રીતે કહીએ તે જેમાં આત્માનું સ્વરૂપ ભાસિત હોય અને એની પ્રાપ્તિ માટે મુખ્ય પ્રવૃત્તિ હોય તે સદ્દષ્ટિ. એનાથી વિપરીત જેમાં આરબાનું સ્વરૂપ ન તે યથાવત ભાસિત હોય અને ન તે તેની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ હોય, તે અસષ્ટિ .
બેધ, વિર્ય અને ચારિત્રના તરતમભાવને લક્ષ્યમાં રાખી શાસ્ત્રમાં બન્ને દૃષ્ટિના ચાર ચાર વિભાગ પાડેલા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org