________________
એ છે કે
તા તેને
અડી દૂર કરો
૮૬ ].
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા આવ્યા કરે ત્યાં સુધી ચક્કરે ચઢેલો વાંસ કદી પણ સ્થિરપણને પામતે નથી. એને ખેંચવામાં તેમ ઢીલ કરવામાં– બન્ને પ્રકારે બળ ખર્ચવું પડે છે, છતાં વાંસ તે સ્થિર થતું જ નથી. તેમ અજ્ઞાન અને મૂઢતાપૂર્વક વસ્તુને ગ્રહણ કરવામાં તેમ તેને ત્યાગ કરવામાં એમ બન્ને પ્રકારે આત્મવીર્ય ખર્ચવું પડે છે, છતાં આત્મપરિણામ કદી સ્થિર કે શાંત થતા નથી. ખરી વાત એ છે કે જે તે વાંસને સ્થિર કરે હોય તે તેને બાંધેલી બને છેડાવાળી રસીને છોડી દૂર કરવામાં આવે અને તે જ તે વાંસ સ્થિર થાય, તેમ જીવ જેટલી એ પરવસ્તુના ગ્રહણ-ત્યાગની સાવધાનતા રાખે છે, તેટલી પિતે રસપૂર્વક ગ્રહણ કરી રાખેલા રાગદ્વેષમય વિકલ્પોના ત્યાગની સાવધાનતા રાખે તે સહેજે આત્મપરિણામ સ્થિર અને શાંત થાય.
રાગ-દ્વેષની માત્રા આત્મામાં જ્યાં સુધી બની રહે છે, ત્યાં સુધી કર્મબંધન છૂટવાના અવસરે પણ રાગદ્વેષ વશીભૂત થઈ તે બંધાયા જ કરે છે અર્થાત્ કર્મબંધન છૂટવા માત્રમાં વાસ્તવિક કલ્યાણ નથી; કારણ કે-બંધનું મૂળ કારણ રાગદ્વેષ મોજૂદ છે. એક બંધનની નિવૃત્તિ ટાણે બીજા ચિત્રવિચિત્ર બંધને તુરત તેને જકડી લે છે, તેથી બંધનની ચિરશૃંખલા કદી તૂટતી જ નથી. એમ છૂટવું એ કર્મબંધથી વાસ્તવિક છૂટકારો નથી. જે કર્મબંધનથી વાસ્તવિક છૂટવું હોય, તે તિસ્તતઃ આત્મપરિણામનું ભ્રમણ છે તેના કારણરૂપ રાગદ્વેષને સમ્યક્ પ્રકારે રોકવામાં આવે તે જ કર્મબંધન સર્વથા રોકાઈ જાય. અને તેને સર્વથી પ્રબળ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org