________________
૯૨ ].
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા જે આરૂઢ થાય છે, તે જૈન કહેવાય છે. જેનપણામાં એકાંશ ન્યૂન હોય તેને સમભિરૂઢનય જૈન કહે છે. “એવભૂતનય” જૈન એવા શબ્દવડે સંપૂર્ણ અર્થક્રિયાકારિત્વ જેનામાં હેય, પરિપૂર્ણ જેનપણું, સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રાદિ ગુણે જેનામાં હોય, તેને એવંભૂતનય જેન કહે છે. એ રીતે સર્વ નાની અપેક્ષાએ જૈન માની શકાય.
નૈગમનયની અપેક્ષાએ દુનિયામાં ઘણું જેને હોઈ શકે, સત્તાએ જેનપણું માનનાર સંગ્રહનયની અપેક્ષાએ દુનિયામાં ઘણા જેને હોઈ શકે, વ્યવહારનયની અપેક્ષાએ દુનિયામાં ઘણ જેને હોઈ શકે, પણ નિગમ અને સંગ્રહ નય કરતાં વ્યવહારનયવડે પહેલા બે નયની અપેક્ષાએ થડા જૈને હોઈ શકે. પૂર્વાચાર્યો સામાન્ય જીવ આગળ ત્રણ નય ઉતારવાની ભલામણ કરે છે. વર્તમાનમાં નૈગમ તથા વ્યવહારનયની અપેક્ષાએ ચતુવિધ સંઘની માન્યતા વા જેનની માન્યતા સ્વીકારીને જૈનશાસનની સેવામાં પ્રવૃત્ત થઈ શકાય. નૈયગમન તથા વ્યવહારનયથી જૈનોને ઓળખી શકાય અને જેન તરીકે સ્થાપી શકાય. જુસૂત્ર વિગેરે ઉપર ઉપરના નાની અપેક્ષાએ ન્યૂન, ન્યૂનતર અને ન્યૂનતમ જૈન હોઈ શકે અને તેવા જૈનેને કેવળજ્ઞાની વિગેરે વિશિષ્ટ જ્ઞાની ઓળખી શકે, છમસ્થ અનુમાનથી ઓળખી શકે. શ્રી તીર્થંકરદેવે વ્યવહારનયની મુખ્યતાએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, માટે વ્યવહારનય જૈન તરીકે કરાતા વ્યવહારમાં બળવાન છે. સર્વનની માન્યતાએ-- અપેક્ષાએ જૈનો માનવા ગ્ય છે. નૈગમનવડે સર્વને આદ્યમાં જેનપણું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org