________________
[૯૯
પારમાર્થિક લેખસંગ્રહ
૮. “એવંભૂત દષ્ટિથી વ્યવહાર વિનિવૃત્તિ કર.'
એવંભૂત-નિશ્ચયરૂપ શુદ્ધ સ્વરૂપદષ્ટિ લક્ષમાં રાખી વ્યવહાર વિનિવૃત્તિ કર! એવી ઉત્તરોત્તર ચઢતી આત્મદશા ઉત્પન્ન કરતે જા, કે જેથી પછી વ્યવહાર-સાધનની વિનિવૃત્તિ થાય, અપેક્ષા ન રહે. (કારણ કે-સમસ્ત વ્યવહાર નિશ્ચયની સિદ્ધિ માટે છે. તેની સિદ્ધિ થતી જાય છે, તેમ તેમ વ્યવહારની નિવૃત્તિ થાય છે.)
૯. “શબ્દદષ્ટિથી એવંભૂત પ્રત્યે જા.' શબ્દષ્ટિથી એટલે આત્મા શબ્દના ખરેખરા અર્થમાં એવભૂત-શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જા ! દાખલા તરીકે-જ્ઞાન-દર્શનચારિત્ર પ્રત્યે ગમન-પરિણમન કરે તે આત્મા. એમ “આત્મા શબ્દનો અર્થ છે. આ શબ્દના યથાર્થ અર્થરૂપ દષ્ટિ લક્ષમાં રાખી એવંભૂત પ્રત્યે જા! શુદ્ધ આત્મસ્વરૂપને પામ !
૧૦. “એવભૂતદષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર.'
એવંભૂત-શુદ્ધ સ્વરૂપલક્ષી દૃષ્ટિથી શબ્દનેયથાર્થ અર્થરૂપ “આત્મા” નામધારી શબ્દને નિવિક૯પ કર ! અર્થાત આત્મા” સિવાય જ્યાં બીજે કાંઈ પણ વિકલ્પ વર્તતે નથી એ કર! નિવિકલ્પ આત્મધ્યાનને-શુકલધ્યાનને પામ!.
૧૧. “સમરૂિઢદષ્ટિથી એવંભૂત અવલોક.”
સમભિરૂઢ-નિશ્ચયસ્વરૂપની સાધનામાં સમ્યક્ષણે અભિરૂઢ–અતિ ઉંચે ચઢેલ ઉચ્ચ ગુણસ્થાન સ્થિતિને પામેલ એવી દષ્ટિથી, એવભૂત એટલે જેવા પ્રકારે મૂળ શુદ્ધ આત્મસ્વરૂપ છે તે અવલોક! જે! કારણ કે-સમભિરૂઢ સ્થિતિવાળાને પ્રત્યક્ષ પ્રગટ એવંભૂત આત્મદર્શન-કેવલદર્શન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org