________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૧૧૭
૫. જ્ઞાની-તે જ ઉત્તમ જ્ઞાન છે, કે જેથી આત્મા વારંવાર એક પરબ્રહ્મ-નિર્વાણપદને વિષે તન્મય થાય છે. મેાટા શાસ્ત્રપાઠના કાંઈ આગ્રહ નથી. રાગાદિકવાળું જ્ઞાન તે જ અજ્ઞાન સમજવું. તે જ જ્ઞાન કહેવાય છે, કે જે સ્વ-સ્વભાવલાભના સંસ્કારનું કારણ છે અને તેથી અન્ય બુદ્ધિ અર્થાત્ બીજું રાગાદિકવાળુ જ્ઞાન માત્ર અધ કરનાર છે, એમ મહાત્માઓએ કહ્યું છે.
૬. શમ-વિકલ્પના વિષયને પાર ઉતરેલ સદા સ્વભાવ ગ્રહણવાળા એવા જ્ઞાનના જે પરિપાક, તે ‘શમ’કહેવાય છે. ચેાગારૂઢ થવાને ઇચ્છતા મુનિ બાહ્ય ક્રિયાને પશુ સેવે છે, પરંતુ અન્તક્રિય એવા ચેાગારૂઢ મુનિ શમે કરીને જ સિદ્ધિને પામે છે.
૭. ઇન્દ્રિયજય-જો સસારથી હીતા હૈા અને મેાક્ષપ્રાપ્તિની આકાંક્ષા રાખતા હા, તે ઇન્દ્રિયા પર ય મેળવવાને ઘણું પરાક્રમ ફારવા. હજારા સિરતાથી નહિં પૂરાય એવી સમુદ્રના ઉત્તર સમાન ઇન્દ્રિયાના સમૂહ તૃપ્તિમાન થા નથી, માટે અંતરાત્માએ કરીને તૃપ્ત થા!
૮. ત્યાગ-મમતાના ત્યાગ અને સમતાના સ્વીકાર, તેમજ ખાદ્ય આત્મભાવના ત્યાગ અને અંતર આત્મભાવના સ્વીકાર, તે જ ત્યાગ છે. જ્યાં સુધી આત્મતત્ત્વ પ્રકાશે કરીને પેાતે પેાતાને શિક્ષા આપે એવા ગુરૂને પામતા નથી, ત્યાં સુધી ઉત્તમ ગુરૂની સેવા કરવી,
૯. ક્રિયા-ભગવાન શ્રી જિનેશ્વરદેવના મુખાદિમાંથી નીકળેલા વચનરૂપ જિનાગમ તેને અનુસરીને ક્રિયાનું કરવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org