________________
૯૮]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા સ્વરૂપ છે તેવા પ્રકારે થા! આ લોકપ્રસિદ્ધ વ્યવહાર આચરીને પણ નિરંતર એવંભૂત- ક્ત આત્મસ્વરૂપ પામવાને જ લક્ષ રાખ!
૪. “એવભૂતદષ્ટિથી નિગમ વિશુદ્ધ કર.'
અને એવભૂતદષ્ટિથી એટલે સાધ્ય એવા શુદ્ધ આત્મસ્વરૂપને નિરંતર લક્ષમાં રાખી નૈગમથી ચિત લક્ષણ આત્માને વિશુદ્ધ કર ! અથવા લેપ્રસિદ્ધ મેક્ષસાધક વ્યવહારને વિશુદ્ધ કર !
૫. “સંગ્રહદષ્ટિથી એવભૂત થા.” સામાન્યગ્રાહિ એવા સંગ્રહનયની દષ્ટિથી એવંભૂત થા! સંગ્રહનયની દૃષ્ટિની અપેક્ષાએ સર્વ જીવ સત્તાથી સિદ્ધ સમાન છે. આ દૃષ્ટિ લક્ષમાં રાખી એવભૂત થા! અર્થાત્ જેમ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિને પામેલો થા! એ સ્વરૂપસ્થ થા!
૬. “એવભૂતદષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર.'
એવંભૂત અર્થાત્ જેવું યથાસ્થિત શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવી દષ્ટિથી તે અપેક્ષા દ્રષ્ટિસન્મુખ રાખી સંગ્રહ અર્થાત્ જે પોતાની સ્વરૂપસત્તા છે તે વિશુદ્ધ કર ! એટલે કે-શુદ્ધ નિશ્ચયસ્વરૂપ લક્ષમાં રાખી તેને અનુકૂળ શુદ્ધ વ્યવહારનું એવું અનુષ્ઠાન કર, કે જેથી કરીને-જે સાધન વડે કરીને તે એવંભૂત આત્મારૂપ સાધ્ય સિદ્ધ થાય.
૭. “વ્યવહારદષ્ટિથી એવભૂત પ્રત્યે જા.'
વ્યવહારદષ્ટિથી એટલે પરમાર્થ સાધક વ્યવહારષ્ટિથી એવંભૂત પ્રત્યે જા! શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જા ! કારણ કે–સર્વ વ્યવહાર-સાધનનું એક જ સાધ્ય સ્વરૂપસિદ્ધિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org