________________
૧૦૮ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
૬ ક્રિયા બિના જ્ઞાન નાહિ કહું, ક્રિયા જ્ઞાન ભિતુ નાહિ; ક્રિયા જ્ઞાન દાઉ મિલત રહેતુ હે, જ્યુ જલસ જલમાંહિ.”
શિષ્ય-ભગવન્! જો જ્ઞાન-ક્રિયા પ્રત્યેકમાં પ્રાપ્ત કરાવવાની શક્તિ નથી, તે તેના સમુદાયમાં ક્યાંથી હાય ? જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી હાતું તેમ તેના સમુદ્દાચમાં પણ નથી હાતું, તેવી રીતે અહીં પણ પ્રત્યેક જ્ઞાન નેક્રિયામાં પણ મુક્તિપ્રાપક શક્તિ જે નથી, તે બન્નેના સમુદાયમાં પણ ન હેાવી જોઇએ.
ગુરુ-જો સČથા પ્રકારે એ પ્રત્યેકની મુક્તિમાં અનુપકારિતા કહેવામાં આવે તે તું કહે છે તેમ થાય, પરન્તુ તેમ નથી. અહીં પ્રત્યેકની મુક્તિમાં દેશેાપકારિતા છે અને સમુદાય થતાં સંપૂર્ણ ઉપકારતા થાય છે, માટે સમુદ્રિત જ્ઞાનક્રિયા જ મુક્તિનું કારણ છે.
વિવેક
ધર્મ શું છે અને અધર્મ શું છે, પુણ્ય શું છે અને પાપ શું છે, નિત્ય શું છે અને અનિત્ય શું છે, સત્ય શું છે અને અસત્ય શું છે, પવિત્ર શું છે અને અપવિત્ર શું છે, સુખ શું છે અને દુ:ખ શું છેઆ વસ્તુઓના મૂળ સ્વરૂપને જ્યારે બુદ્ધિ સંપૂર્ણ પૃથક્કરણ બાદ યથાર્થ અનુભવ કરાવે, ત્યારે સમજવું –વિવેક જાગ્યા છે. સંક્ષેપમાં જડ-ચેતનનું ભેદજ્ઞાન તે વિવેક. આ બે વસ્તુમાં ઉપરની બધી વસ્તુ આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org