________________
૮૪]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા રહિત હોય છે, જેને જેનશાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિ કિંવા “સમ્યકુત્વકહે છે.
અત્ર ચૌદે ભૂમિકાને-ગુણસ્થાને ને વિચાર નહિ કરતાં ચતુર્થ સમ્યગદષ્ટિ ગુણસ્થાન સુધીનું કથન કર્યું છે. આત્મવિકાસની શરૂઆત આ ભૂમિકા પ્રાપ્ત થયા પછી જ ગણતરીમાં લેખાય છે. આ ચતુર્થ ભૂમિકા પામેલો આત્મા ઉત્ક્રાનિતક્રમમાં આગળ વધતા પંચમ આદિ ગુણસ્થાની પ્રાપ્તિ થતાં ઉત્તરોત્તર વિકાસ અને દૃષ્ટિની શુદ્ધતા અધિકાધિક હોય છે. એ રીતે વિકાસકમમાં આગળ વધતા આધ્યાત્મિક શાન્તિના અનુભવથી વિશેષ બળવાન થઈ,ચારિત્રમેહને નષ્ટ કરી, છેવટે અઘાતિ કર્મને નાશ કરી પૂર્ણ સ્થિરતાસ્વરૂપ છેલ્લી–ચરમ અવસ્થા અર્થાત્ ચૌદમાં ગુણ
સ્થાનને પામી પૂર્ણ શુદ્ધ સ્વરૂપી પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી કૃતકૃત્ય બને છે.
(સદર લેખ હિન્દીના ગૂર્જરાનુવાદરૂપે કેટલાક ફેરફાર તથા વધારો કરી મૂકવામાં આવેલ છે. )
અસંગદશાને હેતુ વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે ક્ષપશમનું નિર્મળપણું થાય છે અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જે જીવમાં અસંગદશા આવે તે આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે અને એ અસંગદશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે, જે ફરી ફરી શ્રી જિનાગમમાં વિસ્તારેલ છે-કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org