________________
૮૨ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
કે-આત્મશુદ્ધિ પ્રાપ્ત કર્યેથી આત્મા દર્શનમાહ પર વિજયલાભ પ્રાપ્ત કર્યાં સિવાય રહેતા નથી અર્થાત્ તે પાછા હઠતા નથી. ઉક્ત ત્રણ પ્રકારની આત્મશુદ્ધિમાં બીજી અર્થાત્ ‘અપૂર્વકરણ' નામની શુદ્ધિ જ અત્યંત દુર્લભ છે, કારણ કે-રાગદ્વેષના તીવ્રતમ વેગને રોકવાનું અત્યંત કઠિન કાર્ય એના દ્વારા થઇ શકે છે, જે સહજ નથી. જો એક વાર આ કાર્ય માં સફલતા પ્રાપ્ત થઈ જાય, તેા ફેર ચાહે વિકાસગામી આત્મા ઉપરની કોઈ ભૂમિકાથી ગબડી પડે તે પણ ફરી કાઈ ને કાઈ વાર પેાતાના લક્ષ્યને--આધ્યાત્મિક પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ આધ્યાત્મિક પરિસ્થિતિનું સ્વરૂપ અનુભવગત વ્યવહારિક દૃષ્ટાન્તદ્વારા કહેવાય છે.
જેમ કાઈ એક એવું વસ્ત્ર છે, કે જેમાં મેલથી અતિરિક્ત ચિકણાપણું પણ લાગેલું છે. તે વજ્રના મેલ ઉપર ઉપરથી દૂર કરવા એટલેા કઠિન અને શ્રમસાધ્ય નથી, તેટલા ચિકાશ દૂર કરવામાં છે. અર્થાત્ મેલ કરતાં ચિકાશ કરવી એ કષ્ટસાધ્ય છે. જો એક વાર ચિકાશપણું દૂર થઈ જાય તા બાકીના મેલ દૂર કરવામાં કિવા કારણવશ ફ્રી લાગેલા મેલને દૂર કરવામાં વિશેષ શ્રમ પડતા નથી અને વસ્ત્રને અસલી સ્વરૂપમાં સહજમાં લાવી શકાય છે. ઉપર ઉપરના મેલ દૂર કરવામાં જે અળ વપરાય છે એની સદેશ યથાપ્રવૃત્તિકરણ ’ છે, ચિકાશપણું દૂર કરવામાં વિશેષ મળ તથા શ્રમની સમાન ‘અપૂર્ણાંકરણ ’ છે, કે જે ચિકાશની સરખી રાગદ્વેષની તીવ્રતમ ગ્રન્થિને શિથિલ કરે છે. ખાકી અચેલા મલ કિવા ચિકાશ દૂર થયા ખાદ ટ્રીને લાગેલા
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org