________________
પારમાર્થિક લેખસ‘ગ્રહ
[ પ
વિકા દૂર કરવા સંગત્યાગની જરૂર છે. મનુષ્ચાની સાખત કાંઈ ને કાંઈ સ્મરણ કરાવ્યા વગર રહેતી નથી. એકી સાથે વળગેલા વીંછીએ જેમ મનુષ્યાને પીડા ઉત્પન્ન કરે છે, તેમ વિષેા આત્માને પીડા કરનારા છે. આ વિકા જ્યાં સુધી હાય ત્યાં સુધી આત્માને શાંતિ ક્યાંથી હાય? જો બાહ્ય સંગના ત્યાગથી આ જીવને આટલું સુખ થાય છે, તેા પછી આત્માના સંગથી ખરું સુખ તેણે શા માટે ન ભગવવું ? અજ્ઞાની જીવા માહ્ય વસ્તુના સંગથી સુખ માને છે, ત્યારે જ્ઞાનીઓ તેના ત્યાગમાં જ સુખ અનુભવે છે.
જે નિર્જન પ્રદેશના સેવનથી વિશેષ પ્રકારે સાધ્ય થતા અધ્યયન અને સ ્ધ્યાનરૂપ અભ્યંતર અને બાહ્ય તપ કરે છે, તે મુમુક્ષુઓને ધન્ય છે ! તે ગુણી છે, વશ્વનીય છે અને વિદ્વાનામાં મુખ્ય છે, કે જેઓ નિર ંતર શુદ્ધ આત્મજ્ઞાનમાં મગ્ન થઈ નિજનપ્રદેશ સેવે છે. જ્ઞાનધ્યાનમાં વિજ્ઞરૂપન ડાય એવા નિર્જનસ્થાનને સત્પુરૂષ અમૃત કહે છે.
તે મહાત્માઓને ધન્ય છે, કે જે ભેાંયરામાં, ગુફાઓમાં, સમુદ્ર યા સરિતાના કિનારે, સ્મશાનમાં, વનમાં અને તેવા જ શાંત પ્રદેશમાં શુદ્ધ આત્મધ્યાનની સિદ્ધિને માટે વસે છે.
આવા શાંત પ્રદેશના અભાવે યાગીઆને મનુષ્યાના સમાગમ થાય છે. તેમને જોવાવડે અને વચનથી બેાલવાવડે મનનું હલનચલન થાય છે. તેમાંથી રાગદ્વેષાદિ પ્રગટે છે, કલેશ થાય છે અને છેવટે વિશુદ્ધિના નાશ થાય છે. વિશુદ્ધિ વિના શુદ્ધ ચિરૂપનું ચિંતન ખરાખર થતું નથી અને
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org