________________
૭૨ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
આત્માની અનંત શક્તિએ પ્રગટ થાય તેમાં આશ્ચર્ય શું ?
આ પ્રમાણે આત્મા સાથેના કર્મ પુદૂંગલાના સંબધ તૂટી જાય છે અને તે તેાડવા માટે જ ત્યાગ, વૈરાગ્ય, ધમ વિગેરેની જરૂરીયાત મહાન્ સદ્ગુરુએ સ્વીકારી છે.
દ્રવ્યાનુયોગનું ફળ
દ્રવ્યાનુયાગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિશ્ચેન્થ પ્રવચનનું રહસ્ય છે, તેમજ શુક્લધ્યાનનું કારણ છે; અને શુકલધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. દર્શનમેાહના અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરૂષના ચરણુકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયાગ પરણમે છે. જેમ જેમ સંયમ વમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયાગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યગ્દર્શનનું નિલત્વ છે. તેનું કારણ પણુ ‘ દ્રવ્યાનુયાગ ’ થાય છે. દ્રવ્યાનુયાગનું મૂળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org