________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૬૩
પોતાના કાર્યની સિદ્ધિ માટે શ્રી શત્રુંજય પર્વતની ગુફામાં શુક રાજા છ મહિના સુધી પરમાત્માના જાપ અને ધ્યાનમાં નિનસ્થાનમાં રહ્યા હતા. શ્રી નેમિનાથ પ્રભુ આત્મધ્યાન માટે ગીરનારજીના પ્રદેશમાં રહ્યા હતા. પ્રભુ શ્રી મહાવીરદેવ પણુ આત્મધ્યાન માટે શૂન્ય ઘરા, સ્મશાના, પહાડા, ગુફાઓ અને નિન પ્રદેશવાળા વનાદિમાં રહ્યા હતા. મહાત્મા અનાથી મુનિ વૃક્ષાની ગીચ ઝાડીમાં ધ્યાનસ્થ રહ્યા હતા. ક્ષત્રિય મુનિ અને ગલાલી મુનિ પણ વનના શાન્ત પ્રદેશમાં ધ્યાનસ્થ રહ્યા હતા. આ શાન્ત પ્રદેશના અભાવે મહાત્મા પ્રસન્નચંદ્ર રાષિએ શ્રેણિક રાજાના સુમુખ અને દુર્મુખ નામના દૂતાના મુખથી પેાતાની પ્રશ'સા અને નિન્દાના વચના સાંભળીને રૌદ્રધ્યાને સાતમી નરકનાં દલીયાં એકઠાં કર્યાં હતાં. એમના ધ્યાનની ધારા ધર્મ અને શુક્લ ધ્યાનને બદલે આર્ત્ત અને રૌદ્રધ્યાનના રૂપમાં બદલાઈ ગઈ હતી. છેવટે પાછી અન્ય નિમિત્તોના ચેાગે તેમની ધ્યાનની ધારા બદલાઈ ત્યારે જ તે કેવળ જ્ઞાન પામ્યા હતા.
ગીરનારજીની ગુફામાં ધ્યાન ધરતાં શ્રી રહેનેમિ મુનિના ધ્યાનની ધારા પણ શ્રી રાજીમતીના નિમિત્તથી અદલાઈ હતી, પરંતુ શ્રી રાજીમતીની આત્મજાગૃતિએ પાછા તેમને સ્થિર કર્યાં હતા.
મહાત્મા શ્રી નંદીષેણુની ધમ ધ્યાનની ધારા વેશ્યાના નિમિત્તે બદલાઈ હતી, મહાત્મા ક્રમસાર મુનિની આત્મધારા બ્રાહ્મણે ગામનાં ઘાની ભીંતાવાળા પાછલે માર્ગ બતાવવાથી ક્રોધના રૂપમાં બદલાઈ હતી.
તપેલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org