________________
૬૦ ]
- શ્રી જી. અ. જૈન
માલા
આવા સ્થિર ગિને જ ગ્રામ અને અરણ્ય સરખું છે.
હવે આપણે નિર્જન-અનિર્જન સ્થાનસેવનના ગુણદેષને વિવેચનમાં દષ્ટાંતપૂર્વક જરા જોઈ લઈએ.
બુદ્ધિમાન સાધક પુરુષ સુખદાયી નિર્જન સ્થાનને સેવે છે. તે ધ્યાનમાં અને સંયમાભ્યાસમાં સાધનરૂપ છે તથા રાગ, દ્વેષ અને મોહને શાન્ત કરનાર છે.
જેને આત્માનું સાધન કરવાનું છે, ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરવાનું છે તથા ધ્યાન કરવાનું છે, તેઓને મનુધ્યાદિ સંસર્ગ વિનાનું સ્થાન ઘણું ઉપગી છે. સંસારપરિભ્રમણ કરવાથી જેઓ થાકયા છે, કંટાળ્યા છે, આત્માનું ભાન ગુરુકૃપાથી મેળવ્યું છે, મનને નિર્મળ તથા સ્થિર કરવાના સાધને જાણું લીધા છે અને તે પ્રમાણે વર્તન કરવા તૈયાર થયેલ છે, તેવા આત્માઓને મનુષ્ય, પશુ, સ્ત્રી, નપુંસકદિ વિનાનું સ્થાન સુખદાયી છે.
- મનુષ્ય ઉપરથી બધી વસ્તુને ત્યાગ કર્યો હોય છે, બ્રહ્મચર્ય પાળવાને તથા ક્રોધાદિ કષા ન કરવાને નિયમ લીધે હોય છે, છતાં સત્તામાં તે તે કર્મો રહેલાં તે હોય છે. કાંઈ નિયમ લેવાથી કર્મો ચાલ્યા જતાં નથી, પણ નિયમ પ્રમાણે વર્તન કરવાથી ધીમે ધીમે તે તે કર્મને થતો ઉદય નિષ્ફલ કરવામાં આવે છે અને તે દ્વારા કમને ક્ષય થાય છે. પરંતુ નિમિત્તો બળવાન છે. નિમિત્તોને લઈને સત્તામાં પડેલા કર્મો ઉદીરણારૂપે થઈને જે મોડા ઉદય આવવાના હોય તે વહેલા બહાર આવે છે. આ વખતે સાધકની જે પૂરેપૂરી તૈયારી ન હોય-ઉદય આવેલ કર્મને નિષ્ફળ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org