________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૪૫
નથી. એકાન્ત ભિન્ન ભિન્ન નચેાથી ઉત્પન્ન થયેલા પરસ્પર વિરુદ્ધ એવા ધર્માંમાંથી પણ સાત નાની અપેક્ષાએ સમ્યજ્ઞાનીને સમ્યક્ષણે સવે બાબતનું જ્ઞાન થાય છે. એકાન્ત નયથી મિથ્યાત્વધના સ્વીકાર કરી મિથ્યાત્વમતિના ોથી એકાન્તવાદી ધમ યુદ્ધો કરીને કમની વૃદ્ધિ કરે છે. સાત નયાની અપેક્ષાએ એકેક નયકથિત સર્વે ધૂમઅંગેના જેમાં સમાવેશ થાય છે, એવું શ્રી જૈનદન જગમાં સ ધર્માંના અંગાનું સાપેક્ષતાએ પ્રતિપાદન કરતું વિજયવંત વર્તે છે.
મહત્પુરૂષાની નિર્ભયતા
જેમ આકાશમાં વિશ્વના પ્રવેશ નથી–સર્વ ભાવની વાસનાથી
આકાશ રહિત જ છે, તેમ સમ્યગ્દષ્ટ પુરૂષાએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન સર્વે પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. જેની ઉત્પત્તિ કાઈ પણ દ્રવ્યથી થતી નથી તેવા આત્માને નાશ પણુ ક્યાંથી હેાય ? અજ્ઞાનથી અને સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની શ્રાન્તિ છે. તે જ ભ્રાન્તિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવપ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈનાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે અને સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા કલેશ સમાધિને પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org