________________
પારમાથિ લેખસંગ્રહ
[ ૧૭
વાદ-પ્રતિવાદના ભેદ–ગભેદ
વાદ, એ વાદી અને પ્રતિવાદી એ બનેથી સંબંધ રાખે છે. વાદી અને પ્રતિવાદી એ બન્નેની વચનપ્રવૃત્તિ પરપક્ષનિરાસ અને સ્વપક્ષસિદ્ધિ માટે હોય છે. આ ઉદ્દેશથી થતી વચનપ્રવૃત્તિને “વાદકહેવામાં આવે છે. વાદનો પ્રારંભ બે પ્રકારની ઈચ્છાથી ઉદ્ભવે છે. એક વિજયલકમીની ઈચ્છાથી અને બીજી તત્ત્વનિશ્ચયની ઈચ્છાથી. આ ઉપરથી વાદીઓમાં કેટલાક વિજયલક્ષ્મીની ઇચ્છાવાળા અને કેટલાક તત્વનિશ્ચયની સ્પૃહાવાળા હોય છે. અને એથી “જિગીષ” તથા “તત્વનીણિનીષ” એમ વાદી–પ્રતિવાદીના બે ભેદ પડે છે. તત્ત્વનિર્ણિનીષ પણ બે વિભાગોમાં વિભક્ત થાય છે. એક સ્વાત્મતત્વનિણિનીષ (સ્વ આત્મામાં તત્ત્વનિર્ણય કરવા ઈચ્છનાર) અને બીજા પરત્વતત્ત્વનિણિનીષ (પ્રતિપક્ષીને તત્ત્વનિર્ણય કરી આપવા ઈચ્છનાર). વળી પરત્વતત્વનિણિનીષ પણ બે ભેદેમાં વહેંચી શકાય છે. એક તે ક્ષાપશમિક જ્ઞાનવાનું અર્થાત્ અસર્વજ્ઞ અને બીજા સર્વજ્ઞ. આ પ્રમાણે ગણત્રી કરતાં વાદી–પ્રતિવાદીના ચાર ભેદ થાય છે. તે આ રીતે–
૧-જિગીષ, ર–સ્વાત્મામાં તસ્વનિર્ણચ્છ, ૩-પરત્વતત્વનિર્ણિનીષ ક્ષાપશમિક જ્ઞાની, અને ૪–પરત્વતત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ.
આ ચાર પ્રકારના વાદી તથા પ્રતિવાદી થયા હવે એક એક વાદી સાથે એક એક પ્રતિવાદીને વાદ માનતા વાદના સેળભેદ પડે છે. તે આ રીતે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org