________________
૩૨]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા પ૦-ત્યારે એમ થયું કે-વાક્ય એ નય અને વાક્યસમૂહ તે સ્યાદ્વાદઃ અને જો એમ હોય તે પ્રશ્ન થાય છે કે–એ એકજ વાક્ય સ્યાદ્વાદાત્મક-અનેકાનદ્યોતક હોઈ શકે?
ઉ૦-હોઈ શકે.
પ્રટ-કેવી રીતે? કારણ કે-એક વાક્ય એ કે એક વસ્તુ પરત્વે એક અભિપ્રાયનું સૂચક હોવાથી તેના કેઈ એક અંશને સ્પર્શ કરી શકે, બીજા અંશેને સ્પર્શ ન કરી શકે. તો પછી તે એક વાક્ય સમગ્રગ્રાહી ન થઈ શકવાથી સ્યાદ્વાદયુત કેવી રીતે કહી શકાય?
ઉ૦-અલબત્ત, દેખીતી રીતે એક વાક્ય વસ્તુના અમુક એક અંશનું પ્રતિપાદન કરે છે, પણ જ્યારે વક્તા તે વાક્યવડે એક અંશનું પ્રતિપાદન કરવા છતાં પ્રતિપાદન કરાતાં તે અંશ સિવાયના બીજા અંશને પણ એક જ સાથે પ્રતિપાદન કરવા ઈછે, ત્યારે તે ઇતર અંગેનું પ્રતિપાદનના સૂચક સ્યાત શબ્દને વાક્યમાં પ્રવેગ કરે છે અથવા તે સ્યાત શબ્દો ઉચ્ચાર કર્યા સિવાય પણ જ્યારે વક્તા તે શબ્દના ભાવને મનમાં રાખી વાક્યને ઉચ્ચારે છે, ત્યારે તે વાક્ય સાક્ષાત્ અંશ માત્રગ્રાહી દેખાવા છતાં પણ સ્થાત્ શબ્દ સાથે અથવા સ્યાત્ શબ્દ સિવાય જ ઈતર સમગ્ર અંગેના પ્રતિપાદનના ભાવથી ઉચ્ચારાયેલું હોવાને લીધે સ્યાદ્વાદશત કહેવાય છે.
પ્ર-વક્તા સ્યાત્ શબ્દને પ્રયોગ ન કરે તેમજ તેને ભાવ પણ મનમાં ન રાખે, તે તે જ વાકય કયી કેટિમાં આવે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org