________________
રાપથપ્રવાસ
૪૦ ]
શ્રી જી. એ. જેન ચન્થમાલા સાગરોપમ મોહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી એક કેડાકેડીમાં આવી યથાપ્રવૃત્તિકરણ સુધી પહોંચ્યા પછી, પૂર્વે અનેક ભવમાં અવ્યક્તપણે પણ સેવેલાં સદ્ગુરુની ઉપાસનાથી અંતરમાં જે જે સંસ્કારો પડયા હોય તે દઢિભૂત થઈને પરમાર્થમાર્ગ પામવાની સાચી–પ્રબળ ઈચ્છા-જિજ્ઞાસા થાય. સંસારના અનંત મેહવર્ધક સાધનામાં શરીર, ધન, સ્ત્રી, કુટુંબ–એ ચાર સર્વોત્કૃષ્ટ મુખ્ય સાધન છે. તેને મેળવવામાં, સાચવવામાં અને ભેળવવામાં જે પ્રીતિ છે, તેના કરતાં પ્રબળ પ્રીતિ પરમાને પામવામાં થાય. આવી પરમાર્થ પામવાની સાચી અને પ્રબળ જિજ્ઞાસા થાય, તે સરળતા, સજજનતા પ્રમાણિક્તા અને નિઃસ્વાર્થતાદિ ગુણે પ્રગટે. આવી નિર્મળ જિજ્ઞાસા અર્થાત્ પૂર્વસંસ્કારની પ્રબળ જાગૃતિ થવાથી પરમાર્થની તીવ્ર ઈચ્છા (મુમુક્ષુ દશા) તે “નૈગમનય”ની દષ્ટિ કહી શકાય.
૨. પરમાર્થમાગ પામવાની તીવ્ર જિજ્ઞાસા થયા પછી કષાયની મંદતા થતાં પગલિક ભાવ તરફ ઉદાસીનતા થવાથી, અંતરાત્માની નિર્મળતા થતાં સદ્દગુરુની શોધ કરતાં અંતરદષ્ટિ જાગૃત થવાથી પુરુષને અંતરદષ્ટિથી વાસ્તવિકપણે ઓળખીને, શ્રદ્ધાથી તેની ઉપાસના કરતાં ન્યાય, પ્રમાણિક્તા, ઉદાસીનતા, સહિષ્ણુતા, સેવાભક્તિ, સરળતા, નિષ્પક્ષપાતવૃત્તિ, સશાસ્ત્રવાંચન-વિચાર વિગેરે આત્મિક ગુણેને સંગ્રહ કરતે જાય તે “સંગ્રહ નયની દષ્ટિ કહી શકાય.
૩. મતાગ્રહથી મુક્ત થઈને સદ્ગુણપ્રેમી બની સદ્ગુરુની આજ્ઞાએ સત સાધનો દ્વારા સન્માની ઉપાસના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org