________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૩૯ આવીને વ્યવહારનયાભાસ બને છે. શુદ્ધ વ્યવહાર એટલે ઉપાદાનને સર્વ પ્રકારે સહાયક બને છે.
વ્યવહારની પૂર્ણતા થતાં ઉપાદાન સ્વરૂપ સુવર્ણની હાજરી થઈ તે “રાજુસૂત્ર નય.” ત્રાજુ એટલે સરળ અને સૂત્ર એટલે કાર્ય.
કુશળ કારીગર સુંદર સાધનેથી હજારો વર્ષ પર્યત પ્રયત્ન કરે પણ સુવર્ણ વિના કંઠી થાય નહિ, તેમજ શુદ્ધ સુવર્ણ હજાર વર્ષ એરણ ઉપર પડી રહે છતાં કુશળ કારીગર વિના કદિ પણ કંઠી થાય જ નહિ. અર્થાત્ નિમિત્ત કારણ અને ઉપાદાનકારણએ બન્નેનું સમન્વયપણું વા સહકારીપણું થાય ત્યારે જ કાર્યની સિદ્ધિ થાય છે. તેનું ગાળી, ઢાળ પાડી, ઝણું તાર કરી નાના આંકડા બનાવે, ત્યારે જે કાર્ય થવાનું તે શબ્દમાં આવી જાય અથર્ આ કંઠી થાય છે, એમ કાર્યની પ્રત્યક્ષતા થાય તે “શબ્દ નય.
કાર્ય સમ્યક પ્રકારે અભિરૂઢ (પરિણતિ પામે) અર્થાત કાર્યની સંપૂર્ણતા પહેલા થોડુંક આપવા વિગેરે બાકી રહે ત્યારે “સમભિરૂઢ નય થાય અને કાર્ય સંપૂર્ણ પણે આપી પલીશ થઈ કંઠી તૈયાર થાય ત્યારે એવંભૂત નય થાય. જેમ છે તેમ કાર્યની પૂર્ણતા તેને “એવભૂતનય ” કહેવાય.
આ સાતે નયનું સ્વરૂપ દૃષ્ટાંત ઉપર ઘટાવીને હવે મૂળ રૂપમાં તેને ખ્યાલ કરીએ.
આંતર સ્વરૂ૫–૧. અનાદિકાળના સંસાર પરિભ્રમણ કરતાં અવ્યક્તપણે વાઘદષ્ટિએ પણ સદ્દગુરુની ઉપાસના કરતે અને અકામનિજર કરતો કરતે આત્મા જ્યારે ૭૦ કડાકડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org