________________
૧૮
પરંપરા અને પ્રગતિ
હતા. તે પછી પણ છેક ૧૯૭૭ સુધી આ લાગો તેમને મળ્યા કર્યો હતો.
ખુશાલચંદની માફક તેમના પુત્ર વખતશાહે પણ મુઘલ અને મરાઠા સત્તાઓ સાથે સારો સંબંધ રાખ્યો હતો. ગાયકવાડ અને સૌરાષ્ટ્રના રાજાઓને તે નાણાં ધીરતા. ગાયકવાડની સેના જૈન તીર્થના સંઘને રક્ષણ આપતી. ગાયકવાડ અને પેશ્વા તરફથી તેમને પાલખી અને છત્રીના અધિકાર ઉપરાંત વર્ષાસન મળેલું.
૧૭૮૦માં મરાઠાઓના આંતરકલહનો લાભ લઈને અંગ્રેજોએ અમદાવાદમાં પગપેસારો કર્યો. તે વખતે પેશ્વાઓ સાથે સંઘર્ષ થાય તેમાં કંપની સરકારનું લશ્કર શહેરની પ્રજાને કનડે નહીં, એવું વચન વખતચંદ, તેમના મોટાભાઈ શેઠ નથુશાહ અને શહેરના મહાજને તેમની પાસેથી લીધું હતું.
વખતચંદના પાંચમા પુત્ર હેમાભાઈ નગરશેઠ થયા ત્યારે અમદાવાદમાં અંગ્રેજી અમલ સ્થાપિત થઈ ચૂક્યો હતો. તે ફારસી ભાષાના જાણકાર હતા. ભારતભરમાં તેમની શરાફી પેઢીની શાખાઓ હતી. ગુજરાતમાં તેમની હૂંડીની શાખ ચલણી નોટના જેવી હતી. પરંપરા અનુસાર રાજાઓ અને જાગીરદારોને તેઓ નાણાં ધીરતા.
તેમણે આરબ સેના કમી કરી નાખેલી, પણ રાજાશાહી વૈભવ તો હતો જ. તેમનો પરિવાર વિશાળ હતો. તેમને ત્યાં એકસાથે દોઢસો માણસોની પંગત જમવા બેસતી.
તેમણે શત્રુંજય અને ગિરનારની યાત્રાનો સંઘ કાઢેલો. જૂનાગઢ અને પાલિતાણામાં ધર્મશાળા બંધાવી હતી. સિદ્ધાચળ પર ‘હિમાવતી’ ટૂંક અને તેમનાં બહેનની ઊજમ ફોઈની ટૂંક આજે પણ છે. જૈન સમાજ પર તેમનો પ્રભાવ ઘણો હતો. અનેક ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તેમણે દાન આપ્યાં હતાં.૧૦ હેમાભાઈની હવેલી મહેલ જેટલી વિશાળ હતી. કહે છે કે એક તરફ માણેક્યોથી નાગોરીવાડ સુધી, અને બીજી તરફ રતનપોળથી પીરમશાના રોજા સુધી તેનો વિસ્તાર હતો. હેમાભાઈની પછી તેમના પુત્ર પ્રેમાભાઈ નગરશેઠ બનેલા. તેમણે અમદાવાદમાં દવાખાનાં, શાળાઓ, કોલેજ, પુસ્તકાલય, ધર્મશાળા વગેરે અનેક સાર્વજનિક કાર્યોમાં ઉદાર સખાવતો કરી હતી. સરકારે એમને ‘રાવબહાદુર'નો ખિતાબ આપેલો. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના તેમની રાહબરી નીચે ૧૮૮૦માં થયેલી. તેનું બંધારણ ઘડવામાં પણ તેમનો મુખ્ય
Scanned by CamScanner