________________
વાટાઘાટ અને વિષ્ટિ
૭૧
આ મુદ્દાઓના સંદર્ભમાં કમિશને હિંદુસ્તાનની મિલોની પરિસ્થિતિની તપાસ કરવાની હતી. તેની વિશેષતા એ હતી કે તેમાં લેંકેશાયરનું પ્રતિનિધિમંડળ પણ રજૂઆત કરવાનું હતું, એટલું જ નહિ, અહીંની મિલોના પ્રતિનિધિઓ જબાની આપે ત્યારે બ્રિટિશ પ્રતિનિધિઓને હાજર રહેવાની પણ છૂટ હતી.
કમિશને પહેલાં મુંબઈ મિલમાલિક મંડળના પ્રતિનિધિઓની રજૂઆત સાંભળી. તેમણે હિંદી ઉદ્યોગના કમિક વિકાસને લક્ષમાં રાખીને આયાત જકાતનો દર નક્કી કરવાનું સૂચવ્યું. જાડા અને મધ્યમ બરના સુતરાઉ તેમ જ રેશમી અને મિશ્રા જાત ઉપરની જકાત યથાવત્ રાખવાની અને ઝીણા સૂતરમાંથી બનાવેલ કાપડ પરની જકાત વધારવાની પણ રજૂઆત કરી હતી.
કમિશને પછી અમદાવાદની મુલાકાત લીધી. તેમના કાર્યક્રમમાં મિલોની વાસ્તવિક પરિસ્થિતિનો યથાર્થ ખ્યાલ મળે તે માટે મિલમાલિક મંડળે અમદાવાદની અમુક મિલોની મુલાકાતો પણ ગોઠવી હતી. તેમાં અરવિંદ મિલનો પણ સમાવેશ થયેલો હતો. કસ્તૂરભાઈએ કમિશન અને લેંકેશાયરનું પ્રતિનિધિમંડળ અરવિંદ મિલની મુલાકાતે અલગ અલગ આવે તે રીતે ગોઠવ્યું હતું. બંને મંડળો અરવિંદ મિલનો વહીવટ, કામગીરી અને વ્યવસ્થા જોઈને પ્રભાવિત થયાં હતાં.
જુબાની આપતી વખતે કસ્તૂરભાઈએ કહેલું કે, ઝીણા કાઉન્ટના કાપડ માટે હિંદી મિલોને પરદેશથી થતી આયાતની સામે રક્ષણ આપવામાં આવે તો જ તે નભી શકે એમ છે. તરત જ સામો પ્રશ્ન પુછાયો: “અરવિંદ જેવી મિલને પણ રક્ષણની જરૂર પડે?” ને
“મારું કહેવાનું એ જ છે કે અરવિંદ જેવી મિલને પણ રક્ષણ વિના ચાલે નહીં એવી અમારી પરિસ્થિતિ છે.” કસ્તૂરભાઈએ તેમની જ દલીલનો તેમની સામે ઉપયોગ કરવાની તક લીધી.
આ વખતે તેઓ લેંકેશાયરના પ્રતિનિધિમંડળના નેતા એંગસ કેમ્પબેલ અને મંત્રી સર રેમન્ડ સ્ટ્રીટના પરિચયમાં આવ્યા. કસ્તૂરભાઈએ એમને મિત્રભાવે સલાહ પણ આપી: “લંકેશાયર સરકારી રાહે મિલ-ઉદ્યોગનો સંપર્ક સાધવા પ્રયત્ન કરશે તેનાથી કોઈ અર્થ સરશે નહીં. જો તમારે આ બાબતમાં ખરેખર આગળ વધવું હોય તો પરશોતમદાસ ઠાકોરદાસ, ઘનશ્યામદાસ બિરલા કે મારા જેવા રાષ્ટ્રીય દૃષ્ટિબિંદુ ધરાવનાર ઉદ્યોગ-સાહસિકોનો સંપર્ક સાધવો જોઈએ.”
Scanned by CamScanner