________________
વાટાઘાટ અને વિટિ
૭૫
રિઝર્વ બેંકના ગવર્નરને સ્થાને મુકવવામાં કસ્તૂરભાઈનો મુખ્ય પુરુષાર્થ હતો.
૧૯૪૩માં રિઝર્વ બેંકના બોર્ડ ઑફ ડિરેકટર્સની સામાન્ય સભા હતી. માં કસ્તુરભાઈ હાજર રહી શકેલા નહીં. ગવર્નર સર ચિન્તામણ દેશમુખે બેંકના મકાનની ડિઝાઇન તૈયાર કરવા માટે એક બ્રિટિશ પેઢીને નીમવાનો પ્રસ્તાવ મકેલો તે સભાએ મંજૂર કરેલો. પછીની સભામાં કસ્તૂરભાઈએ બી.એમ. બિરલાના ટેકાથી એ મુદો ફરી ઊભો કર્યો અને ભારપૂર્વક રજૂઆત કરી કે ભારતમાં આ કાર્ય માટે શક્તિશાળી સ્થપતિઓ ઉપલબ્ધ હોવા છતાં બ્રિટિશ પેઢીને શા માટે નિયુક્ત કરવામાં આવે છે? લાંબી ચર્ચાને અંતે બોર્ડને આગલી સભામાં કરેલો ? ઠરાવ રદ કરવો પડેલો ને મેસર્સ સાઠે એન્ડ ભૂતાની પેઢીને ડિઝાઇન બનાવવાનું કામ સોંપાયું હતું.”
- રાષ્ટ્રીય હિત જાળવવા માટે તેમનામાં કેટલી સજાગતા હતી અને પરદેશી * શાસકો સમક્ષ તેની રજૂઆત કરવાની કેવી હિંમત હતી તે આ બે પ્રસંગો પરથી જોઈ શકાય છે.
પીઢ ઉદ્યોગપતિ ઉપરાંત વિચક્ષણ વિષ્ટિકાર તરીકે અત્યાર સુધીમાં કસ્તૂરભાઈએ ભારતની પરદેશી સરકાર પર સારો પ્રભાવ પાડ્યો જણાય છે. કારણ કે ઉપરનો પ્રસંગ બન્યો તે અરસામાં જ સરકારે ઇજિપ્ત સાથે રૂના વેપાર અંગે વાટાઘાટ કરવા માટે એક પ્રતિનિધિમંડળ મોલ્યું, તેમાં કસ્તૂરભાઈનો સમાવેશ કર્યો હતો. તેમના ઉપરાંત આ પ્રતિનિધિમંડળમાં પી. સી. ચૌધરી અને એક આઈ. સી. એસ. અધિકારી રામચંદ્રન હતા. - ૧૯૪૨-૪૩માં ભારતે ઇજિપ્ત પાસેથી એક લાખ ગાંસડી રૂ ખરીદ્યું હતું. એ વખતે રૂના ભાવ થોડા વધ્યા હતા. બ્રિટિશ સરકારને આ માફક આવે તેવું નહોતું, એટલે રૂની ખરીદી પર પ્રતિબંધ મૂકવા અને જે માલ ખરીદાયો હોય તેની આયાત અટકાવવા સારુ બ્રિટિશ સરકારે ભારત સરકાર પર દબાણ કર્યું. ભારતના મિલ-ઉદ્યોગે આ અન્યાયી ચેષ્ટા સામે સખત વિરોધ નોંધાવ્યો. આ વાજબી વિરોધને હિંદ સરકારથી નકારી શકાય તેમ નહોતું. એટલે બ્રિટિશ સરકાર સાથે વાટાઘાટો ચલાવીને છેવટે સરકારે એમ નક્કી કર્યું કે બ્રિટિશ અને અમેરિકન પ્રતિનિધિમંડળની સાથે આ બાબત વાટાઘાટો કરવા માટે હિંદી પ્રતિનિધિમંડળને કેરો મોકલવું.
Scanned by CamScanner