________________
૯૦
પરંપરા અને પ્રગતિ
સ્વીટ્ઝર્લેન્ડ ખાતે ભારતના રાજદૂત તરીકે ભૂલાભાઈના પુત્ર ધીરુભાઈ હતા. તેમને કસ્તૂરભાઈ સાથે મૈત્રીસંબંધ હતો. તેમણે કસ્તૂરભાઈને કહ્યું કે અમેરિકન સાઈનેમાઈડ કંપનીને હિંદુસ્તાનમાં રંગનો ઉદ્યોગ સ્થાપવામાં રસ છે. અમેરિકન સાઈનેમાઈડ કંપની તરફથી તપાસ આવી ત્યારે મિ. લૉરેન્સે કસ્તૂરભાઈ સાથે ધંધો ગોઠવાય તો ઇષ્ટ છે એવો અભિપ્રાય આપ્યો.”
૧૯૪૬માં કસ્તૂરભાઈ અમેરિકા ગયા ત્યારે અમેરિકન સાઇનેમાઇડ કંપની સાથે રંગો બનાવવાની કંપની ઊભી કરવા માટે વાટાઘાટો ચલાવી. કંપનીના ઉપપ્રમુખ મિ. એસ. સી. મૂડીએ રંગરસાયણના ઉદ્યોગના ઉજજવળ ભાવિ વિશે તેમને વિગતે ખ્યાલ આપ્યો, અને રૉયલ્ટીને ધોરણે “નોહાઉ” આપવાની તૈયારી બતાવી. બંને વચ્ચે પ્રાથમિક સમજૂતી થઈ તેને આધારે કસ્તૂરભાઈએ ભારત સરકારની મંજૂરી મેળવીને એક નવી કંપની રજિસ્ટર કરાવી. તેનું નામ અતુલ પ્રોડકટ્સ લિ. રાખ્યું. પછી અતુલ અને અમેરિકન સાઇનેમાઇડની વચ્ચે કાયદેસર કોલકરાર થયા.
આ વખતે આખી દુનિયામાં રંગ બનાવવાનો ઉદ્યોગ ચાર કે પાંચ કંપનીઓ વચ્ચે વહેંચાયેલો હતો. બ્રિટિશ સામ્રાજ્યમાં ઈમ્પીરિયલ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ (આઈ. સી. આઈ.) એકલી જરંગ બનાવતી હતી. બીજા વિશ્વયુદ્ધના ગાળા સુધી અમેરિકન કંપનીઓને પરદેશી વેપારમાં રસ નહોતો. અમેરિકન સાઈનેમાઇડ કંપની અતુલ પ્રોડકટ્સ લિ.ને સ્વીકૃત પ્રણાલિકા તોડીને મદદ કરવા આગળ આવી, તેનાથી ઔદ્યોગિક સમાજમાં અતુલ પ્રત્યે ઈર્ષ્યામિશ્રિત કુતુહલની લાગણી ઊભી થઈ.
‘આ નવીન સાહસથી પરદેશી કંપનીને ખાસ જોખમ ન હતું, પણ કસ્તૂરભાઈએ તો મોટું જોખમ ખેડ્યું હતું. શરૂઆતનાં વર્ષોમાં ભારત સરકારનું વલણ પણ એવું ન હતું કે અતુલને કોઈ રક્ષણ મળે. રાસાયણિક કંપનીમાં પ્રાથમિક રોકાણ ઘણું મોટું જોઈએ અને નવો પ્લાન્ટ બેસાડી ઉત્પાદન શરૂ થાય તે પછી લાંબે ગાળે તેનું ફળ મળે છે. કસ્તૂરભાઈએ આજ સુધી અમદાવાદની પ્રથા મુજબ નાને પાયે ઉદ્યોગ શરૂ કરીને નાણાં મળતાં જાય તેમ વિસ્તાર કરવાની નીતિ અખત્યાર કરી હતી. એટલે આ ઉદ્યોગમાં તેઓ જરૂરી મોટી રકમ ખરચશે કે કેમ એનું કુતૂહલ પરદેશી કંપનીઓને હતું. ખરચે તો એક મોટી હરીફ કંપની
Scanned by CamScanner