________________
મજૂર અને માલિક
૧૦૫
ચુકાદા પ્રમાણે વર્તવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
૧૯૩૮ના માર્ચથી નોટિસ આપીને મિલમાલિક મંડળે પંચની પ્રથાનો અંત આણવાનો નિર્ણય કર્યો. ૧૯૩૯માં પંચની પ્રથાનો એમણે છડેચોક ભંગ કર્યો. આનો વિરોધ કરવા તા. ૨૫-૨-૩૯ના રોજ મજૂરોની સભા ભરાઈ. લડતની નોબત વાગી. પણ હિરદાસ અચરતલાલ અને અનસૂયાબહેન વચ્ચે છેલ્લી ઘડીએ સમાધાન થયું. બંને પક્ષે ઔદ્યોગિક અદાલતની લવાદી સ્વીકારી.
૧૯૫૮માં અતુલમાં ત્રણ મહિનાની હડતાળ પડી હતી. મજૂર મહાજન ત્યાં સુધી પહોંચેલું નહોતું. આરંભમાં એક તોફાની માણસને છૂટો કરેલો તેમાંથી મજૂર મહાજનના કાર્યકર્તાઓને વચ્ચે નાખીને સ્થાનિક આગેવાનોએ છૂટા કરેલા માણસને પાછો લેવાના મુદ્દા પર હડતાળ પડાવેલી. કસ્તૂરભાઈ પરદેશ જવાના હતા. તે નીકળ્યા તે વખતે હડતાળના ભણકારા વાગતા હતા. મજુમદારે તેમને પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો ત્યારે કસ્તૂરભાઈએ તેમને કહ્યું :
“કોઈ પણ ઉદ્યોગ પગભર થાય તે પહેલાં તેને આમાંથી એક વાર પસાર થવું પડે છે. દબાણને વશ થવું હોય તો મારી ના નથી.”
મજુમદારને માથે હડતાળનો સામનો કરવાનું આવ્યું. સરકાર પહેલાં વચ્ચે ના પડી. મામલો અદાલતે પહોંચ્યો. કોર્ટે અતુલની તરફેણમાં ચુકાદો આપ્યો. પણ આ લાંબા ગાળા દરમ્યાન ૮૫ ટકાથી ૯૦ ટકા માણસો હડતાળ પર હતા. તેમની જગાએ નવા બસો માણસોને લીધા. ભવિષ્યમાં નવા પ્લાન્ટમાં એમને સમાવી લેવાની ગણતરી હતી.
કસ્તૂરભાઈ પરદેશથી પાછા આવ્યા. મુંબઈ માણસ મોકલીને મજુમદારે તેમને સઘળી હકીકતથી વાકેફ કર્યા. ખંડુભાઈ તેમને મળ્યા. કસ્તૂરભાઈએ હડતાળ બિનશરતે પાછી ખેંચવાનું કહ્યું. ખંડુભાઈએ દરેકેદરેકને પાછા લેવા કહ્યું. કસ્તૂરભાઈએ કહ્યું: “તોફાની તત્ત્વોને લઈ શકાય નહીં.”
ખંડુભાઈએ જેમને કારણે ચિનગારી સળગી હતી તેમને માફી માગવા કહ્યું. તેમ થયું નહીં. નવા માણસો પર વગડામાં હુમલા થયા. તેમાં ત્રણ માણસો મૃત્યુ પામ્યા અને ડઝન જેટલાને ગંભીર ઈજાઓ થઈ. ખૂન થયા પછી જિલ્લાના પોલીસ વડાને ફોન કરવા છતાં આવ્યા નહીં. એટલે મજુમદારે તે વખતના મુંબઈના ખંતપ્રધાન યશવંતરાવ ચવાણ પર અંગત માણસ દ્વારા પત્ર મોકલ્યો.
Scanned by CamScanner