Page #1
--------------------------------------------------------------------------
________________
પરંપરા અને પ્રગતિ
સ્વ. શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનું જીવનચરિત્ર
લેખક
ડૉ. ધીરુભાઈ ઠાકર
વકીલ્સ ફેફર એન્ડ સાયમન્સ લિમિટેડ હેગ બિલ્ડિંગ, ૯, સ્કોટ રોડ, મુંબઈ ૪૦૦ ૦૩૮
Scanned by CamScanner
Page #2
--------------------------------------------------------------------------
________________
Scanned by CamScanner
Page #3
--------------------------------------------------------------------------
________________
પુરોવચન
ભારતનો ઝડપી અને સર્વદેશીય આર્થિક વિકાસ સધાય તે માટે તેની અર્થનીતિમાં ઉદ્યોગસાહસની પ્રવૃત્તિ મોટા પાયા પર દાખલ કરાય તે જરૂરનું છે. સદભાગ્યે, ભારતમાં ઔદ્યોગિક સાહસ માટેની સૂઝબૂઝનો તોટો નથી. ભારતીય સાહસિકો દુનિયાના લગભગ બધા દેશોમાં જઈને વસ્યા છે અને ત્યાં તેમણે ઉદ્યોગો સ્થાપ્યા છે, એટલું જ નહીં, પણ સ્થાનિક પ્રજા સાથે સ્પર્ધા કરતાં કરતાં તે દેશોના અર્થકારણને સમૃદ્ધ બનાવ્યું છે તે આ હકીકતના પુરાવારૂપ છે.
આર્થિક વિકાસને લગતા પડકારોને ઝીલવા માટે આપણે ભારતમાં નવી ઢિીને તૈયાર કરવી પડશે. તેને માટેનો એક સચોટ રસ્તો એ છે કે તેમની સમક્ષ સફળ ઉદ્યોગવીરોનાં જીવનવૃત્તાંત મૂકવાં.
, , ધી એ. ડી. શ્રોફ મેમોરિયલ ટ્રસ્ટનો એક ઉદ્દેશ ભારતીય અર્થનીતિના ઘડવૈયાઓનાં જીવનચરિત્ર પ્રગટ કરવાં તે છે. ગુજરાતના આગેવાન ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈની જીવનક્શા અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરી તે આ પ્રકારનું પહેલું પ્રકાશન હતું. લોકોમાં તેને સારો આવકાર મળેલો છે.
કસ્તૂરભાઈના જીવનની પ્રેરક ક્યા ગુજરાતના બહુજનસમાજને સુલભ થાય તે હેતુથી ટ્રસ્ટ હવે તેમનું ચરિત્ર ગુજરાતી ભાષામાં પ્રગટ કરે છે.
કસ્તૂરભાઈના જીવન વિશેનો આ ગુજરાતી ગ્રંથ અંગ્રેજી પુસ્તકનો અનુવાદ નથી, પરંતુ નવેસર લખેલું સ્વતંત્ર ચરિત્ર છે. તે લખવા માટે
વ
Scanned by CamScanner
Page #4
--------------------------------------------------------------------------
________________
છે.ધીરુભાઈ ઠાકર જેવા સમર્થ વિદ્વાનની સેવાઓ મેળવવા ટ્રસ્ટ ભાગ્યશાળી બન્યું છે. ટ્રસ્ટી મંડળ ડો. ઠાકરનો, અરવિંદ મિલના જનરલ મેનેજર પ્રો. મનુભાઈ શાહનો તેમ જ પુસ્તકપ્રકાશનના કાર્યમાં ટ્રસ્ટને સહાય કરનાર અન્ય સૌનો આભાર માને છે.
કસ્તૂરભાઈ લાલભાઈનું થોડા મહિના પહેલાં જ અવસાન થયું; આ પુસ્તકના પ્રકાશન વખતે તેઓ આપણી વચ્ચે નથી તે ભારે દુઃખની વાત છે. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પણ તેમના જીવન અને કાર્યની આ કથા સૌને માટે પ્રેરણારૂપ બની રહેશે.
૨૮, એપ્રિલ, ૧૯૮૦ ૨૩૫, ડો. દા. ન. રોડ મુંબઈ ૪૦૦ ૦૦૧
નાની પાલખીવાળા
અધ્યક્ષ, ટ્રસ્ટીમંડળ ધી એડી. શ્રોફ મેમોરિયલ ટ્રસ્ટ
Scanned by CamScanner
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક
સ્વ. શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનું આ ચરિત્ર પ્રગટ થાય છે ત્યારે તેના લેખક તરીકે આનંદ અને રંજની મિશ્ર લાગણી અનુભવું છું. આ નિમિત્તે હું ગુજરાતના એ મહાન સપૂતના નિક્ટના પરિચયમાં આવી શક્યો તેનો આનંદ છે. ઉદ્યોગક્ષેત્રે તેમણે કરેલો પ્રચંડ પુરુષાર્થ નવલક્થાનો વિષય બને તેવો છે તેની પ્રતીતિ થઈ. બીજી તરફ રંજ એ વાતની રહી ગઈ કે આ પુસ્તક પ્રગટ થાય તે પહેલાં જ તેમની જીવનલીલા સંકેલાઈ ગઈ. તા. ૨૦ ડિસેંબર ૧૯૭૯ના રોજ તેમને મેં છેલ્લું પ્રકરણ વાંચી સંભળાવ્યું તે વખતે ખબર નહોતી કે છેલ્લું પ્રકરણ તો પછી લખવાનું આવવાનું છે! તે પછી બરાબર એક મહિને તેમનું અવસાન થયું. પુસ્તક છપાતું હતું તે દરમ્યાન જ આ આઘાતજનક ઘટના બની એટલે પુસ્તકમાં કેટલેક સ્થળે તેમને વિશે વર્તમાનકાળની રીતે કરેલા ઉલ્લેખો રહી જવા પામ્યા છે.
આ કાર્ય ઉપાડવાની દરખાસ્ત મારા મિત્ર પ્રો. ચી. ના. પટેલ, પ્રો. સુરેન્દ્ર કાપડિયા અને અરવિંદ મિલના જનરલ મૅનેજર પ્રો. મનુભાઈ શાહે પ્રથમ મારી સમક્ષ મૂકી ત્યારે મેં તે સ્વીકારવાની આનાકાની કરેલી. આ પ્રકારનાં ચરિત્રોને અંગે અમુક અપેક્ષાઓ રખાય છે તે મારાથી સંતોષવાનું બનશે નહીં એમ મેં સ્પષ્ટતા કરી, ત્યારે તેમણે ભારપૂર્વક કહ્યું કે અહીં એવી કોઈ અપેક્ષા નથી. પછી મારા સર્વ પ્રશ્નોના ખુલાસાવાર જવાબ શ્રી કસ્તૂરભાઈ આપશે અને લખાણમાં
Scanned by CamScanner
Page #6
--------------------------------------------------------------------------
________________
કોઈ હસ્તક્ષેપ નહીં થાય એની ખાતરી મળતાં મેં આ કામ સ્વીકાર્યું. ડિસેંબર ૧૯૭૮ થી ડિસેમ્બર ૧૯૭૯ દરમ્યાન દોઢબે ક્લાકની પંદરેક બેઠકો ચરિત્રનાયક સાથે ગોઠવાઈ. તેમણે પોતાને વિશે, કુટુંબ વિશે તેમ જ વેપારઉદ્યોગ અંગે મુક્ત મને ઘણી હકીકત કહી. પ્રત્યેક વિગતની સચ્ચાઈ અંગેની તેમની ચીવટને ચોકસાઈ ધ્યાન ખેંચે તેવી હતી. પરંતુ તેથીયે વિશેષ, મને તેમને માટે માન એ વાતનું થયું કે પોતાને વિશેનાં ટીકાત્મક વિધાનોમાં ફેરફાર કરવાનું કે તેને વિશે નાપસંદગી વ્યક્ત કરવાનું વલણ તેમનામાં જરા પણ દેખાયું નહીં. તેઓ એને વિશે સાવ નિર્લેપ હતા. કસ્તૂરભાઈના મનની આ મોટાઈથી–મહાનુભાવિતાથી હું પ્રભાવિત થયો છું.
આ કાર્યને અંગે મને શ્રી સિદ્ધાર્થભાઈ, શ્રી શ્રેણિકભાઈ, શ્રી બલુભાઈ મજુમદાર, શ્રી રામનારાયણ શેઠ અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી શ્રી નગીનદાસ શાહે પોતાનો અમૂલ્ય સમય કાઢીને કેટલીક મહત્ત્વની માહિતી આપેલી છે તે માટે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારા સ્નેહી શ્રી રતિભાઈ દેસાઈએ આ વિષયને લગતી પોતાની પાસેની સામગ્રીનો છૂટથી ઉપયોગ કરવા દીધો છે તે બદલ તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. પ્રત્યેક પ્રક્રણને અંતે આપેલી ટીપમાં આ પ્રકારનાં આધારસ્થાનોનો ઉલ્લેખ કરેલો છે.
કસ્તૂરભાઈની ડાયરી, તેમનો અંગત પત્રવ્યવહાર, વિવિધ મુલાકાતનો તેમ જ તેમના અવસાન પછી આવેલા સંદેશા વગેરે સાહિત્ય સુલભ કરી આપવા બદલ તેમનાં કુટુંબીજનો તેમ જ આ કાર્યમાં સાયંત સહાયરૂપ થયેલ મારા મિત્ર શ્રી મનુભાઈ શાહનો હું ઋણી છું.
મુંબઈના ધી એ. ડી. શ્રોફમેમોરિયલ ટ્રસ્ટે યુવા પેઢીના ઘડતરના સદુદ્દેશથી પ્રેરાઈને ભારતીય અર્થનીતિના આધારસ્તંભરૂપ ઉદ્યોગવીરોનાં જીવનચરિત્રો પ્રસિદ્ધ કરવાનો ઉપક્રમ રાખેલો છે. તે શ્રેણીમાં ઉચિત રીતે જ કસ્તૂરભાઈનું ચરિત્ર પ્રથમ લીધું છે. તેને નિમિત્તે ગુજરાત અને ભારતના કાપડઉદ્યોગ તથા વેપારના સંદર્ભમાં કસ્તૂરભાઈના વ્યક્તિત્વ તથા કાર્યનો અભ્યાસ કરવાની તક સાંપડી તે બદલ ધી એ. ડી. શ્રોફ મેમોરિયલ ટ્રસ્ટનો તેમ જ તેના માનાર્હમંત્રી તથા ટ્રસ્ટી શ્રી એમ. આર. પાઈનો ખાસ આભાર માનું છું.
Scanned by CamScanner
Page #7
--------------------------------------------------------------------------
________________
''
પુસ્તકપ્રકાશન અંગે ભગવતી મુદ્રણાલયના શ્રી ભીખાભાઈ પટેલનો તેમ જ દીપક પ્રિન્ટરીના શ્રી સુંદરભાઈ રાવતનો, તેમણે બજાવેલી ચીવટભરી કામગીરી બદલ, આભાર માનવો જોઈએ.
આરંભમાં આપેલી સંક્ષેપોની સમજ અને છેલ્લે મૂકેલી મુદ્રણશુદ્ધિ ધ્યાનમાં લઈને પુસ્તક વાંચવા વિનંતી છે.
Епатаж буца
૧૯, શારદા સોસાયટી
અમદાવાદ-૩૮૦૦૦૭ મે ૧, ૧૯૮૦
બીજી આવૃત્તિ વખતે
આ પ્રથમ આવૃત્તિનું પુનર્મુદ્રણ છે. કસ્તૂરભાઈના વ્યક્તિત્વ અને તેમની ઉદ્યોગનીતિનાં ઘોતક તેમનાં પોતાનાં વક્તવ્યો છેવટે પરિશિષ્ટ રૂપે ઉમેર્યાં છે. આશા છે કે વાચકોને તે ગમશે.
રે ર
Scanned by CamScanner
Page #8
--------------------------------------------------------------------------
________________
સંક્ષેપોની સમજ
Ahm=Ahmedabad, A Study in Indian Urban History, Kenneth L. Gillion, University of California Press, Berkeley and Los Angeles; The New Order Book Company, Ahmedabad, 1968. ગુપાઅ=ગુજરાતનું પાટનગર અમદાવાદ, રત્નમણિરાવ ભીમરાવ જોટે, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, ૧૯૨૯.
મા=મહાદેવભાઈની ડાયરી, પુસ્તક ૧૨, ૧૩. સં. ચંદુલાલ ભ. દલાલ, સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ, અમદાવાદ,૧૯૭૨, ૧૯૭૩. AR=Ahmedabad, The Rotary Club of Ahmedabad, 1940. तीसेशा - तीर्थंरक्षक सेठ शान्तिदास, रिषभदास रांका, रांका चेरीटेबल ટ્રસ્ટ, વશ્વ, ૧૧૭૮.
HICTI=History of the Indian Cotton Textile Industry, V. B. Kulkarni, The Millowmers' Association, Bombay, 1979.
શ્રેલા=શ્રેષ્ઠિવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, રતિલાલ દી. દેસાઈ, શેઠશ્રી ક. લા. અમૃત મહોત્સવ સમિતિ, અમદાવાદ, ૧૯૭૦. મુ-શેઠશ્રી કસ્તૂરભાઈની મુલાકાતને આધારે.
Scanned by CamScanner
Page #9
--------------------------------------------------------------------------
________________
KL-Kasturbhai Lalbhai, The A. D. Shroff Memorial Trust,
Bombay, 1978. KD-Kasturbhai's Diary (unpublished). KDII-Kasturbhai's Diary Part II (unpublished). આદશા આશારામ દલીચંદ શાહ અને તેમનો સમય, મૂળચંદ આશારામ
શાહ, ૧૯૩૪. સંચય= સંચય” માસિક, સંપાદક મહેન્દ્ર રાવળ, અમદાવાદ. સપ્ર=સત્યના પ્રયોગો અથવા આત્મકથા, મો. ક. ગાંધી, નવજીવન, ૧૯૪૦. એયુ એક ધર્મયુદ્ધ, મહાદેવ હ. દેસાઈ, નવજીવન. ગાંઅeગાંધીજીનો અક્ષરદેહ, નવજીવન. માજી=મારી જીવનકથા, જવાહરલાલ નેહરુ, અનુ. મહાદેવ હ. દેસાઈ,
નવજીવન, ૧૯૩૭. અસાજી=અનસૂયાબહેન સારાભાઈની જીવનક્યા, શિવશંકર શુક્લ, મજૂર
મહાજન સંઘ, અમદાવાદ, ૧૯૭૩. મમુ-શ્રી બી. કે. મજુમદારની મુલાકાતને આધારે. કઅપ=શ્રી કસ્તૂરભાઈના અંગત પત્રવ્યવહારમાંથી. સવ સરદાર વલ્લભભાઈ, નરહરિ દ્ર. પરીખ, નવજીવન, ૧૯૫૯. અદી=અખંડ દીવો, લીના મંગલદાસ, શ્રેયસ પ્રકાશન, અમદાવાદ, ૧૯૯, રામુ શ્રી રામનારાયણ શેઠની મુલાકાતને આધારે.. સિમુ=શ્રી સિદ્ધાર્થ કસ્તૂરભાઈની મુલાકાતને આધારે શ્રેમુ-શ્રી શ્રેણિક કસ્તૂરભાઈની મુલાકાતને આધારે. નમુ=અમદાવાદ એજ્યુ. સોસા.ના મંત્રી શ્રી નગીનદાસ શાહની મુલાકાતને
આધારે હીવ૫=હીરાને વધુ પત્રો, હસમુખ પારેખ, વોરા ઍન્ડ કં, મુંબઈ, ૧૯૭૬.
Scanned by CamScanner
Page #10
--------------------------------------------------------------------------
________________
૧. અદ્રિતીય અમદાવાદ ૨. કુળપરંપરા ... ૩. વસ-ઉઘોગનો વારસો
૪. ઘડતર
...
૫. શાન્તાનુકૂલ પવનો
૬. કસોટી અને પદાર્થપાઠ
૭. વડી ધારાસભામાં
૮. વિસ્તરતી ક્ષિતિજો ૯. વાટાઘાટ અને વિષ્ટિ... ૧૦. અભિનવ ઉદ્યોગનીર્થ ૧૧. મજૂર અને માલિક ૧૨. રાષ્ટ્રીય રંગપીઠ પર ...
૧૩. સ્વરાજપ્રાપ્તિ પછી
...
...
૧૪. પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ
૧૫. ઉત્તમના અભિલાષી
૧૬. છેલ્લું દર્શન ...
જીવન-રેખા (સાલવારી)
પરિશિષ્ટ ૧
પરિશિષ્ટ ૨
પરિશિષ્ટ ૩
અનુક્રમ
...
...
૧
૧૪
૨૦
૨૮
૩૬
ra
૫૧
૬૦
ટ
૮૬
૧૦૨
૧૦૯
૧૨૦
૧૩૦
૧૫૪
૧૮૨
૧૯૮
૨૦૬
૨૦૯
૨૧૨
Scanned by CamScanner
Page #11
--------------------------------------------------------------------------
________________
- દા
અદ્વિતીય અમદાવાદ
નરપુંગવોની માફક નગરોને પણ આગવું વ્યક્તિત્વ હોય છે. અમદાવાદ સિક્કાદાર વ્યક્તિત્વ ધરાવતું શહેર છે. ભારતનાં બીજાં નગરો કરતાં તે અનેક રીતે અનોખું છે.
મુંબઈ, મદ્રાસ, ક્લકત્તા અને કાનપુર બ્રિટિશ હકૂમતની છત્રછાયામાં ઊછરેલાં શહેરો છે. અમદાવાદ સ્વકીય પુરુષાર્થ અને તળપદી પરંપરાને આધારે ઊભું થયેલું છે. સુરત, ઢાકા કે મુર્શિદાબાદ જેવાં જૂનાં ઉદ્યોગપ્રધાન શહેરો (જેમને રૉબર્ટ ક્લાઈવે ૧૭૫૭માં લંડનનાં સમોવડિયાં ગયાં હતાં) ખૂનખાર યુદ્ધથી પાયમાલ ન થાય તેટલાં વિદેશીઓના ઔદ્યોગિક આક્રમણને કારણે ભાંગી પડ્યાં હતાં તે વખતે, ભારતભરમાં અમદાવાદ જ એક એવું શહેર હતું જે બહારથી ધસમસતા આવતા ઔદ્યોગિક હુમલાઓનો સફળ સામનો કરીને અડીખમ ઊભું હતું. ૧૮૩૦માં કંપની સરકારના એક બ્રિટિશ અધિકારીએ સરકારને રિપોર્ટ મોકલતાં લખેલું કે “આ દેશમાં આપણી સરકાર સામે સામાન્ય ટીકા એ થાય છે કે આપણી હકૂમત નીચે શહેરો હમેશાં ભાંગતાં હોય છે, પરંતુ અમદાવાદ તેમાં એક સુખદ અપવાદ છે.”
આ નોંધમાં ઘણું તથ્ય રહેલું છે. બીજાં શહેરો તૂટતાં હતાં તે વખતે અમદાવાદ તેના વેપાર-હુન્નર અને તેની પ્રજાની આગવી શક્તિ ને સૂઝને પ્રતાપે ટકી રહ્યું હતું.
Scanned by CamScanner
Page #12
--------------------------------------------------------------------------
________________
પરંપરા અને પ્રગતિ
વસ્તીમાં છઠ્ઠું નંબરે આવતું આ શહેર માથાદીઠ આવકમાં ભારતભરમાં ઊંચું સ્થાન ધરાવે છે. તેની આ આબાદીના પાયામાં તેનાં સંતાનોનો ઉદ્યમ પડેલો છે. ભારતવાસીને ખાસ લાગુ ન પડે તેવી કેટલીક ખાસિયતો ગુજરાતીમાં જોવા મળે છે, તેમાં ઉદ્યમ અને વ્યવહારકુશળતા મુખ્ય છે. અમદાવાદનો વણિક આ બાબતમાં સવાઈ ગુજરાતી ગણાય તેમ છે. કરકસર તેને ગળથૂથીમાં મળેલી છે. તે ઉદ્યમી તેટલો જ ખંતીલો અને ધીરજવાન છે. સાદું અને સ્વાાયી જીવન પરંપરાથી તેણે અપનાવેલું છે. તે સરળ અને ઓછાબોલો છે. સ્વભાવે શાંતિપ્રિય પણ વ્યવહારમાં ચાલાક અને બુદ્ધિશાળી છે. છેતરવા કરતાં છેતરાવામાં નાનમ સમજે. કશાથી ઉશ્કેરાય નહીં. ઝઘડો ઊભો થાય તો સમાધાન શોધે, જેથી કામ બગડે નહીં ને આગળ ચાલે. વેપારના સોદામાં કે કરારમાં કોઈને કદી વચન ન આપે, વચન તો શું વિના કારણ તાળી પણ ન આપવી એ અમદાવાદી વિણકની નીતિ. પણ એક વાર વચન આપ્યું તો તે ગમે તે ભોગે પાળવાની પ્રામાણિકતા પણ તેનામાં છે.
ર
કંજૂસાઈની હદે પહોંચે તેવી કરકસર અમદાવાદીની રહેણીકરણીમાં દેખાય. પણ દાન આપવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો તેમાં પાછી પાની ન કરે. ધનની કિંમત અને ઉપયોગિતા બરાબર પિછાને, પણ તેનો દેખાડો ન કરે. ધનનો મદ તેને સામાન્ય રીતે ચડતો નથી; પણ ધનનું આકર્ષણ, બીજા કોઈના કરતાં તેને વિશેષ. સામાન્યપણે ગણતરીબાજ અને ઠંડા સ્વભાવનો ગણાતો આ વણિક ધનના મોહમાં સટ્ટો કરવા લલચાય છે ત્યારે ઘણી વાર ઉડાઉ સ્વભાવથી થાય તેથી વિશેષ આર્થિક નુક્સાન સહન કરે છે.
બીજા ગમે તે કરે, પણ પોતે તો પોતાની અસલ રીતે જ ચાલવાનો આગ્રહ અમદાવાદી રાખે છે. યુરોપિયનો, પારસીઓ અને મારવાડી વગેરે અમદાવાદ આવ્યા પણ ફાવ્યા નહીં તેનું એક કારણ એ કે તેમની રીતભાતની રૂઢિચુસ્ત અમદાવાદી ઉપર ખાસ કશી અસર નહીં થયેલી. “અમારે કોઈના વાદ નહીં” એમ કહીને તે દેખાદેખીથી ઘણુંખરું દૂર રહે છે. અમદાવાદના સ્થાપક અહમદશાહને ઘડીભર ભૂલી જઈને ‘નહીં મદ, નહીં વાદ, તેનું નામ અમદાવાદ' એવી ‘અમદાવાદ’ શબ્દની અશાસ્ત્રીય વ્યુત્પત્તિ કરીએ તો તેમાં અમદાવાદીના અસલ સ્વભાવ પર યથાર્થ પ્રકાશ પડતો જણાશે.
Scanned by CamScanner
Page #13
--------------------------------------------------------------------------
________________
અદ્રિતીય અમદાવાદ
૩
અમદાવાદની રોનક અને જાહોજલાલી બીજાં શહેરોની માફક ગામડાંઓના શોષણથી ઊભી થયેલી નથી, પણ તેના વેપાર-ઉદ્યોગને પ્રતાપે છે. આ વેપારઉદ્યોગ કોઈ રાજા-મહારાજાને આશ્રયે ખીલ્યો નથી, પણ સ્થાનિક કારીગરો, વેપારીઓ અને શરાફોના પેઢી-દર-પેઢી પ્રવર્તેલા સંયુક્ત પુરુષાર્થનું ફળ છે.
વંશપરંપરાથી ચાલતી આવતી શ્રીમંત વણિકોની આર્થિક સત્તા અને સામાજિક પ્રતિષ્ઠા અમદાવાદના વ્યક્તિત્વનું એક મહત્ત્વનું અંગ છે. યુરોપીય શહેરોના જેવી સ્વાયત્તતા ભલે તેણે ભોગવી ન હોય, પરંતુ શાસકોને પ્રજાની ઈચ્છાને અનુકૂળ બનાવી શકે તેટલી વગ અને કુશળતા આ વેપારીવર્ગનાં મહાજન જેવાં સંગઠનો અને તેના મુખરૂપ નગરશેઠોમાં હતી. ઉત્તર ભારત સાથે ચાલતો વેપાર મોટે ભાગે ગુજરાત અને રાજસ્થાનના માર્ગે ચાલતો. તેથી આ બે પ્રદેશના શાસકો આવતા-જતા માલ પર કર નાખતા. તે કારણે પણ વેપારીઓ અને શરાફોનાં મહાજનોનો શાસકો સાથે ઠીક ઠીક ગાઢ સંબંધ રહ્યો હતો. | ગુજરાતનો વેપાર ટકાવીને બહારનાં પરિબળોથી તેનું રક્ષણ કરવાનું કામ તેનાં મહાજનોએ કરેલું છે. છેલ્લાં એક હજાર વર્ષથી અનેક ઝંઝાવાતોની સામે મધ્યમ વર્ગને ટકી રહેવાનું બળ આ સંસ્થા પાસેથી મળ્યું છે. ગુજરાતના જેવું મહાજનનું સંગઠન ભારતમાં ક્યાંય નથી. અને અમદાવાદના જેવું સમર્થ અને સંપૂર્ણ બંધારણવાળું મહાજન ગુજરાતમાં બીજે નથી. કોઈ પ્રકારના આડંબર કે જાહેર ધમાધમ વગર શાંતિથી પોતાનું કામ કર્યું જવું એ આ મહાજનની ખાસિયત છે. કોમી વિખવાદ દબાવવામાં અને રાજસત્તાથી લોકસમૂહને કચડાતો બચાવવામાં તેનો મોટો ફાળો છે.
બધા વ્યવસાયોનાં મહાજન હોય છે. તેમાં શરાફના મહાજનનો મોવડી નગરશેઠ બને છે. કોઈ પણ ધંધાનો બિનનોકરિયાત માણસ મહાજનનું મતું રાખી શકે. મોટામાં મોટો મહાજનનો શેઠ ગણાય. નીચલા ધંધાનો શેઠ પટેલ કહેવાય. શેઠાઈ સામાન્ય રીતે વંશપરંપરાની હોય છે, પણ લાયકાતથી પણ તે મળી શકે છે. તેથી કહેવત પડી છે કે:
લખતાં લહિયો નીપજે, ભણતાં પંડિત હોય,
લડતાં શેડિયો નીપજે, એનું કુળ ન પૂછે કોય. મતું જાય તો વેપારના હક ને રક્ષણ જાય.
Scanned by CamScanner
Page #14
--------------------------------------------------------------------------
________________
પરંપરા અને પ્રગતિ
આ મહાજનનું બળ એટલે સંપ અને એકતાનું બળ. તેનાથી એ રાજસત્તાના અન્યાય સામે લડેલ છે. તેનાથી નાનામોટા હુન્નરો જૂના વખતથી સચવાઈ રહ્યા છે. પરદેશી સત્તા સામે ધંધાદારીને તેનાથી રક્ષણ મળ્યું છે. અમદાવાદનું મહાજન આ બાબતમાં સૌથી વધુ શક્તિશાળી હતું. આ મહાજને એક વાર પોતાનું ચલણ પણ ચાલુ કર્યું હતું.
અદાલતો અને અમલદારો પર પણ મહાજનનો પ્રભાવ પડતો. આપખુદ અધિકારીઓ મહાજન દ્વારા જ પોતાનું કામ કરાવી શકતા. બારોબાર કોઈ કારીગર પાસે વેઠ કરાવી શકતા નહીં. મહાજન વેઠ કરનારને પોતાના ભંડોળમાંથી વેતન આપતું. બ્રિટિશ રાજ્યમાં પણ કસબવેરા ઉઘરાવીને મહાજન તે સરકારને ભરતું.
અંદરઅંદરની હરીફાઈથી એકબીજાને નુકસાન કરવાનું વલણ કોઈ ધંધામાં જાગે તો તેને મહાજન અટકાવે. કોઈ ધંધાનું મહાજન ભાવ વધારે તો બીજાં મહાજનો તેનો વ્યવહાર બંધ કરીને અસહકાર કરે. બધાં મહાજનો ઘણુંખરું પરસ્પર સહકારથી વર્તે. અમદાવાદમાં એક વાર બહારથી ઓછા ભાવે કામ કરવા માટે કડિયા આવેલા. તેમને કુંભાર મહાજનના સહકારથી કડિયા મહાજને હાંકી કાઢ્યા હતા.'
બધી જાતના વાંધા મહાજન પતાવે. ન્યાયની અદાલતનું કામ પણ મહાજન કરે. દોષિતને દંડ થાય. દંડની રકમ મહાજનના ભંડોળમાં જાય. મહાજનનો કાંટો ધરમનો કાંટો ગણાય. તોલનો પૈસો આવે તે પાંજરાપોળમાં જાય. જૈન, વૈષ્ણવ અને શૈવ–સૌ આ મહાજનમાં એક થઈને રહે. હિંદુમુસ્લિમનો તેમાં ભેદ નહીં.
મહાજનની પ્રથાથી અંધ સમાનતાવાદ (Bigoted Communism) આવ્યો એમ કેટલાકનું કહેવું છે. મહેનતુ અને આળસુ સૌને સરખા ગણે એટલે વ્યક્તિને સ્વપ્રયત્નથી ધનવાન થવામાં તે અમુક અંશે હરકતરૂપ બને છે. પણ તેનાથી વેપારને મોટું રક્ષણ મળ્યું, તે મોટો ફાયદો ગણાય.
અમદાવાદમાં કપડ (મસ્કતી) બજરનું સૌથી મોટું અને વ્યવસ્થિત મહાજન છે. એવાં જ સૂતર અને શેર બજારનાં મહાજનો છે. મિલમાલિકોનું મહાજન ધારાસભામાં પ્રતિનિધિત્વ મેળવી શકર્યું હતું. મિલ-ઉદ્યોગના વિકાસ
Scanned by CamScanner
Page #15
--------------------------------------------------------------------------
________________
અદિતીય અમદાવાદ
,
સાતે બજાર અને માલિક વચ્ચેના ઝઘડાની પતાવટ માટે ગાંધીજીની પ્રેરણાની મજા મહાજન અપાયું. તેનાથી અમદાવાદમાં ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહી છે. તે મહાજનની જૂની પ્રથાની આધુનિક યુગમાં અસાધારણ શક્તિ ગણાવી ઈિએ,
જૂની પરંપરાને જાળવી રાખવા સાથે નવાં પરિબળોને પોતાની રીતે બીલીને ખીલતી જતી આ નગરી છે. તેની સંસકૃતિમાં જુના અને નવાનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. ભૂતકાળનું વર્તમાનમાં સાત અમદાવાદમાં દેખાય છે તેટલું સ્પષ્ટ ભારતની બીજી કોઈ નગરીમાં ભાગ્યે જ જોવા મળશે.
સાબરમતીને બે કાંઠે વસેલા અને વિસ્તરતા જતા અમદાવાદનો ઇતિહાસ પાંચ-છ સૈકાથી લાંબો નથી. આજના અમદાવાદના સ્થાને અગિયારમી સદીમાં છ લાખ ભીલોના સરદાર આશા ભીલે વસાવેલી આશાપલ્લી નગરી હતી. વેપાર અને સમૃદ્ધિમાં તે પાટણ અને ખંભાત પછી ત્રીજે નંબરે ગણાતી. સિદ્ધરાજના પિતા કર્ણ સોલંકીએ અગિયારમી સદીના છેલ્લા પાદમાં આશા ભીલને હરાવીને આશાપલ્લી જીતી લીધું અને ત્યાં કર્ણાવતી વસાવ્યું. ઉદયન મંત્રીએ પાછળથી કલિકાલસર્વજ્ઞ તરીકે ખ્યાતિ પામેલ હેમચંદ્રાચાર્યને અહીં ઉછેરેલા. બારમી સદીમાં જૈન સાધુઓ અને મંદિરોને કારણે કર્ણાવતી પ્રથમ પંક્તિની સંસ્કારનગરી તરીકે ખ્યાતિ પામેલું. હસ્તકળાના હુન્નરોને કારણે તે વેપારનું પણ મોટું મથક બન્યું હતું. અહીં તૈયાર થયેલ માલની ભરૂચ અને ખંભાત બંદરેથી નિકાસ થતી.
તેરમી સદીના અંતભાગમાં અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાત જીતી લઈને તેને સૂબાઓની હકૂમત નીચે મૂક્યું. એક સૈકો અંધાધૂંધી ચાલી તેમાં પાટણ અને કર્ણાવતીનાં તેજ વિલાઈ ગયાં.
ઈ. સ. ૧૩૯૬માં સૂબા ઝફરખાન મુજફફરશાહ નામ ધારણ કરીને ગુજરાતના સ્વતંત્ર સુલતાન તરીકે પોતાની હકૂમત સ્થાપી. ૧૪૧૦માં તેનો પત્ર અહમદશાહ પાટણની ગાદીએ આવ્યો, ત્યારે પાટણની જાહોજલાલી ફિક્કી પડી ગઈ હતી.
અહમદશાહ બાળપણમાં વારંવાર કર્ણાવતીની મુલાકાતે આવતો. ત્યાંનાં હવાપાણી તેને ખૂબ ગમતાં. સરખેજના સંત શેખ અહમદ ખટુ ગંજબક્ષની
Scanned by CamScanner
Page #16
--------------------------------------------------------------------------
________________
પરંપરા અને પ્રગતિ
પ્રેરણાથી તેણે કર્ણાવતીની લગોલગ નવું શહેર વસાવવાનો નિર્ણય કર્યો. ઈ.સ. ૧૪૧૧ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખે ચાર પાક અહમદોના શુભ હસ્તે સાબરમતીના પૂર્વકિનારે માણેક બુરજ આગળ અમલાવાવનો પાયો નંખાયો” તે દિવસથી જ તેની ઉન્નતિનો સુવર્ણયુગ બેઠો એમ કહી શકાય.
એ વખતે સાબરમતી નદી હાલના માણેક્ચોકમાં માંડવીની પોળ આગળથી વહેતી. તેને તીરે માણેકનાથ બાવાનો આશ્રમ હતો.
નવું શહેર વસાવવા માટે અહમદશાહ પાટણથી એક લાખ પાયદળ, આઠસો હાથી, બત્રીસ હજાર ઊંટ, છસો તોપો, સોળ હજાર પોઠી, સોળસો ગાડાં ને પાંચ કરોડ રૂપિયા લઈને આવ્યો હતો.
પહેલાં ભદ્રનો કિલ્લો બંધાયો અને ત્યાં પાટણમાં હતી તેવી શહેરની રક્ષકદેવી ભદ્રકાલીની સ્થાપના કરી. પછી મહંમદ બેગડાના અમલ દરમ્યાન શહેરની દીવાલ બંધાઈ. તેનો છ માઈલનો ઘેરાવો હતો અને તેમાં બાર દરવાજા હતા. પછીનાં બસો વર્ષ દરમ્યાન સુલતાનોએ અને મોગલ સૂબાઓએ સુંદરતા અને ભવ્યતામાં એક એકથી ચડે તેવી અસંખ્ય ઇમારતો બાંધી. એક વખત એવો હતો, જ્યારે અમદાવાદમાં એકસાથે એક હજાર મિનારા દેખાતા. પરદેશી મુસાફરો તેના મહેલો, મસ્જિદો અને મકબરાની સ્થાપત્યક્લાનાં વખાણ કરતાં થાકતા નહીં. અમદાવાદને કોઈએ ભારતના શ્રેષ્ઠ નગર તરીકે ઓળખાવ્યું, કોઈએ તેને એશિયાના સુંદર અને મોટા શહેર તરીકે વર્ણવ્યું. ‘મિરાતે અહમદી’ના લેખક અલી મહમદ ખાને તેને ‘નગરીઓની રાણી’ અને ‘સામ્રાજ્યના ગૌરવ’નું બિરુદ આપ્યું હતું. ૧°
સલ્તનતના સમયમાં અમદાવાદમાં ૩૬૦થી ૩૮૦ જેટલાં પરાં હતાં, જેમાંનાં કેટલાંક શહેરના કોટની અંદર હતાં. હાલના ઉસ્માનપુરામાં એક હજાર દુકાનો હતી. કારીગરો ને વેપારીઓ ઉપરાંત મુસ્લિમ અધિકારીઓની ત્યાં વસાહત હતી. સુલતાનોના અમલ દરમ્યાન અમદાવાદના રસ્તા એટલા પહોળા હતા કે દસ ગાડીઓ એક્સાથે જઈ શકતી.૧૧
ભારતનાં ચાર શહેરોમાં સોનાની ટંકશાળ હતી. તેમાંનું એક અમદાવાદ હતું. અમદાવાદમાં એ વખતે કુડીબંધ કરોડપતિ હતા.૧૨ અહીં તૈયાર થયેલ જરી, કિનખાબ, સબ, રેશમ અને સુતરાઉ હાથવણાટના કાપડની એ જમાનામાં
Scanned by CamScanner
Page #17
--------------------------------------------------------------------------
________________
અદ્રિતીય અમદાવાદ
૭
ની માગ હતી કે કરોથી પીકિંગ સુધીની બજારોમાં તેનું વેચાણ થતું. રેશમી ૨ સોનેરી ભરતકામની વસ્તુઓમાં તો અમદાવાદ વેનિસ અને સિસિલીની Sખરો કરતું. આફ્રિકાના કિનારા પર આ વસ્તુઓનાં સોગણાં દામ ઊપજતાં. લયાનો ભાએ જ એવો દેશ હશે, જેની સાથે અમદાવાદને વેપારી રાંબંધ ન હોય. સ્થાપત્યો, રસ્તાની બાંધણી, હુન્નર-ઉદ્યોગ, વેપાર તેમ જ સમૃદ્ધિ અને વસ્તીને કારણે અમદાવાદ દેશભરમાં અદ્રિતીય ગણાતું.
૧૪૭૧માં મહંમદ બેગડો જૂનાગઢ જીતવામાં રોકાયેલો હતો, ત્યારે તે જમાલુદ્દીન નામના માણસને મુહાફિઝખાનો ઇલકાબ આપીને અમદાવાદનો
જદાર બનાવ્યો હતો. તેણે ટૂંકા ગાળામાં જ પાંચસો ચોરોને ફાંસી આપેલી. તે સત્તરસો હથિયારબંધ સૈનિકોને સાથે લઈને ફરતો. પાછળથી તે અમદાવાદનો સગો બનેલો. લોકે તેના અમલ દરમ્યાન ખુલ્લે બારણે સૂતા. એનું ઘર ઘીકાંટે હતું ને તેનો મક્ટરો પણ ત્યાં જ છે.૧૩
મહંમદ બેગડાનો પુત્ર મુજફફરશાહ હતીમ દારૂનો વિરોધી હતો. તેણે માદક પીણાં પર પ્રતિબંધ મૂક્યો. એક દિવસ તેનો માનીતો ઘોડો માંદો પડ્યો. તેને કોઈ દવા લાગુ ન પડી, એટલે દારૂ પાયો અને તે સાજો થયો. સુલતાનને આ વાતની જાણ થઈ ત્યારે તે બહુ દુ:ખી થયો. પછી તે એ ઘોડા પર કદી બેઠેલો નહીં એમ કહેવાય છે. ગુજરાતના એ દિવસો દારૂબંધીના હતા એમ જેમ્સ ડગલાસે નોંધ્યું છે.
૧૫૭૩માં અકબરે ગુજરાત જીતી લીધું ત્યારથી મુઘલ હકૂમત શરૂ થઈ. અક્કર બે વખત અમદાવાદ આવીને બબ્બે અઠવાડિયાં રહી ગયેલો. ૧૬૧૭માં જહાંગીરે અમદાવાદની મુલાકાત લીધી ત્યારે તેને ટૂંટિયાનો તાવ લાગુ પડેલો. આથી ચિડાઈને તેણે અમદાવાદને ‘ગર્દાબાદઅને 'જહન્નમાબાદ' જેવાં વિશેષણોથી નવાજવું હતું. છતાં તેને કંકરિયાની હવા પસંદ હતી. કાંકરિયા પર એક સંન્યાસીની મસ્કૂલમાં પ્રવેશીને તેની સાથે તેણે વાર્તાવિનોદ કરેલો. જહાંગીર ભદ્રના કિલ્લેબી નૂરજહાંને બળદગાડીમાં લઈને કોઈ વાર એકલો ફરવા નીકળતો. નૂરજહાંનો ભાઈ અજીમંદખાં અમદાવાદનો હતો. તેની પુત્રી અર્જુમંદબાનુ તે જ પાછળથી ખ્યાતિ પામેલી શાહજહાંની બેગમ મુમતાજ. શાહજહાં અને મુમતાજનું પ્રથમ મિલન અમદાવાદમાં થયેલું.૧૫
Scanned by CamScanner
Page #18
--------------------------------------------------------------------------
________________
૮
પરંપરા અને પ્રગતિ
જહાંગીર અમદાવાદમાં હતી તે અરસામાં બ્રિટિશ એવધી જાય તો રોને તેણે બ્રિટનને ભારતમાં વેપારના હક આપની અને બ્રિટિશ માલની મુક્ત આયાતની મંજૂરી આપતો કરારપત્ર કરી આપ્યો હતો,
૧૬૧૮માં શાહજહાં ગુજરાતનો સૂબો લઈને અમદાવાદ આવ્યો. તેને ૧૯૨૧-૨૨માં શાહીબાગ બનાવ્યો, જેની નામના ગુજરાતમાં જ નહીં, ભારત ભરમાં થઈ હતી. શાહજીએ તાજમહાલ બાવેલો, તેની ડિઝાઇન પાછળ અમદાવાદમાં જોયેલા સ્થાપત્યકલાના સંસ્કાર હતા એ એક મત છે.
ઔરંગજેબ બે વર્ષ અમદાવાદનો સૂબો રહ્યો તે દરમ્યાન બે કોમી હુલડ થયેલીતેના મૃત્યુ બાદ અમદાવાદની પડતી શરૂ થઈ. સૂબાઓ અંદરોઅંદર લડતા. મરાઠાઓ સાથે સતત લડવાનું થતાં શહેરનો વેપાર ઉદ્યોગ ભાંગવા લાગ્યો. લોકો હિજરત કરવા લાગ્યા. ૧૭૧૪માં હિંદુ-મુસ્લિમ હુલ્લડ થઈ. ૧૭૩૩માં મરાઠા લશકર અમદાવાદમાં ધૂ. ૧૭૩૭-૩૮માં શહેર પર બૉમ્બ મારો થયો. ૧૭૪૨માં મુઘલો ને મરાઠા વચ્ચે યુદ્ધ થયું. ૧૭૫૩માં મરાઠા શાસન સ્થપાયું.
અધું અમદાવાદ ગાયકવાડની સત્તા નીચે હનુને અધુ પેશ્વાની હકૂમતમાં. એ પાંચ-છ દાયકા અમદાવાદની પ્રજાને માટે કપરી કસોટીના હતા. મરાઠાઓની હટથી શહેરની સુંદર ઇમારતોની ખાનાખરાબી થઈ ગઈ. ભવ્ય મહેલો ખંડિયેર જેવા થઈ ગયા. હજારો કારીગરો શહેર છોડીને ચાલ્યા ગયા. “વેપારી, કારીગર અને મુસાફરોથી ભરચક રહેલું શહેર આજે દરિદ્ર અને સત્વહીન થઈ ગયેલું દીસે છે.”—એમ જેમ્સ ફોર્બ્સ એ સ્થિતિ જોઈને ઉદ્દગાર કાઢેલા.૮
ગાયકવાડ, પેશ્વા ને બ્રિટિશનાં પરસ્પર સંઘર્ષ ને સમજૂતીને અંતે ૧૮૧૭માં પેશ્વાએ ગાયકવાડને અને ગાયકવાડે દેવા પેટે બ્રિટિશને અમદાવાદ સોપ્યું. ડનલોપ અમદાવાદનો પહેલો કલેકટર હતો. એક સમયે અઢી-ત્રણ લાખે પહોંચેલી અમદાવાદની વસ્તી આ વખતે માત્ર અંશી હજારની હતી. ૧૮૨૬માં ત્યાં બે ગુજરાતી શાળાઓ સ્થપાઈ. ૧૮૩૨માં કોટનું સમારકામ શહેરીઓની સમિતિ દ્વારા અઢી લાખના ખરચે ડનલોપે કરાવ્યું. ૧૮૩૩માં સૌપ્રથમ
મ્યુનિસિપાલિટી સ્થપાઈ. શાંતિ અને વ્યવસ્થા પુનઃ દેખાયાં. ૧૮૭૦ સુધીમાં મિલો, શાળાઓ અને રેલવેની સગવડો આવી. વેપાર-હુન્નર પુન: સજીવન
Scanned by CamScanner
Page #19
--------------------------------------------------------------------------
________________
અદ્રિતીય અમદાવાદ
૯
થયા. મુસ્લિમ અમલ દરમ્યાન ‘શહેર મુજમ' (મહાન નગરી તરીકે ખ્યાતિ પામેલ અમદાવાદનું નૂર વચ્ચેના સેંકમાં ઝાંખું પડેલું, તે પાછું ચમકવા લાગ્યું. અમદાવાદની સ્થાપના અંગેની એક લોકોક્તિ બહુ જાણીતી છે:
જબ કુત્તે પર સસ્સા આયા
અહમદશાહને શહર બસાયા. શિકારી કૂતરા સસલાની પાછળ પડવાને બદલે આ ભૂમિ પર સસલાને શિકારી કૂતરાનો સામનો કરવું જોયું ત્યારે અહમદશાહને થયું હશે કે આ ભૂમિમાં અનોખું દૈવત દેખાય છે, માટે અહીં જ શહેર વસાવીએ.આ દંતકથાને ઇતિહાસનો આધાર નથી, પરંતુ તેના મૂળમાં આ ઐતિહાસિક શહેરના લોકોની અનોખી શક્તિએ ઊભી કરેલી છાપ હશે એમ અનુમાન કરીશું તો ખોટું નહીં ગણાય. મહાજનની મર્યાદામાં રહીને સમૃદ્ધિ પેદા કરવી અને બહારનાં તત્ત્વોને તેમાં પ્રવેશ કરવા ન દેવો પછી ભલે તે ગમે તેવાં બલિષ્ઠ હોય, એવી આ પ્રજાની પ્રકૃતિ છે. શાંતિદાસ ઝવેરીએ ઔરંગજેબ જેવા ધર્મોધ બાદશાહ પાસેથી તીર્થ રક્ષાનું ફરમાન મેળવ્યું; લક્ષ્મીચંદે પિતાની ગાદી મેળવવા બંડ કરનાર મુરાદને હિંમત કરીને મોટી રકમ ધીરી; ખુશાલચંદે સૂબાની સામે બાકરી બાંધી અને મરાઠાઓને અમદાવાદને ઘાલેલો ઘેરો ઉઠાવી લેવા સમજાવ્યા. બેતાળીસની ક્રાન્તિ વખતે ભારતભરમાં અજોડ એવી ત્રણ મહિનાની હડતાળ મિલમાલિક અને મજૂરોની પરસ્પર સંમતિથી સધાય એવી યોજના કસ્તૂરભાઈએ અને ખંડુભાઈએ મળીને કરી; મહાગુજરાતના આંદોલન વખતે જનતા કફનો અભિનવ પ્રયોગ થયો, નેહરુ જેવા નેહરુની સભામાં ભાગ લડ્યા ને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા ફકર નેતાની સભામાં માનવમહેરામણ ઊપડ્યો. આ બધું અમદાવાદમાં જ બની શકે ૨•
શહેરના સ્વમાન આગળ શાસકોને ઝૂકતા કરવાની ઠંડી તાકાત અમદાવાદની પ્રજામાં પહેલેથી રહેલી છે. ગાંધીજી અને સરદારનું પડખું સેવાતાં તેની ગજવેલ ર પાણીદાર બની. સરકારની શેમાં તણાવું નહીં અને તેની મદદ માટે હાથ જોડીને બેસી રહેવું નહીં એ ઘણુંખરું તેની નીતિ બની રહી.
સ્વાશ્રય અને સહકારના છોડને ગાંધીજીની આ તપોભૂમિનાં હવાપાણી સારી પેઠે સદી ગયાં છે તેનું જવલંત દૃષ્ટાંત સહકારી ગૃહમંડળીઓની પ્રવૃત્તિ
Scanned by CamScanner
Page #20
--------------------------------------------------------------------------
________________
પરંપરા અને પ્રગતિ
છે. વેપાર-ઉદ્યોગના વિકાસ સાથે શહેરની વસ્તી વધતી જતી હતી. રહેઠાણની સમસ્યા ઊભી થઈ. તેને હલ કરવા માટે સહકારી ધોરણે ગૃહમંડળીઓ ઊભી કરવામાં આવી. છેલ્લા ચાર દાયકામાં તેની યોજના અમદાવાદમાં એટલા વિસ્તૃત ને વ્યવસ્થિત ધોરણે મૂર્ત રૂપ પામી છે કે દેશભરમાં એનો જોટો જડવો મુશ્કેલ છે.
શહેરની જરૂરિયાતો વધતી ગઈ તેમ તેમ તેના અગ્રણીઓએ અનેક નવીન સાહસરૂપ પ્રવૃત્તિઓનું આયોજન કરવા માંડયું. સમયનાં વહેણ સાથે કદમ મિલાવીને આગળ વધવાનો એ તરીકો હતો. ગુજરાત કૉલેજની ઐતિહાસિક હડતાળમાંથી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીનું વિદ્યાવૃક્ષ ઊભું થયું. અને તેમાંથી ગુજરાત યુનિવર્સિટી માટેનું કૅમ્પસ તૈયાર થયું. જસ્ટિસ એમ. સી. ચાગલા મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા ત્યારે એક વાર અમદાવાદની મુલાકાતે આવેલા. તે વખતે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીનો વિસ્તાર જોઈને તેઓ અહોભાવપૂર્વક એ મતલબનું બોલેલા કે, “યુનિવર્સિટી માટે તમે આટલું વિશાળ કૅમ્પસ અગાઉથી તૈયાર કર્યું છે તેની મને ખબર જ નહોતી. એની જાહેરાત તમે કેમ કોઈ ઠેકાણે કરી નથી?” ત્યારે શેઠ અમૃતલાલ હરગોવનદાસે સાચા અમદાવાદીને શોભે એવો જવાબ આપેલો. તેમણે કહેલું : “સાહેબ, અમે અમદાવાદના લોકો બાંધી મૂઠી લાખની રાખવામાં માનીએ. બહાર દેખાડો કરવાનો સ્વભાવ નહીં.” ભારતભરમાં કદાચ એવું એકે શહેર નહીં હોય જેના અગ્રણીઓએ આપસૂઝથી ભાવિ વિકાસને લક્ષમાં રાખીને યુનિવર્સિટીના વિશાળ કૅમ્પસ માટે લાખ્ખો રૂપિયાનું ભંડોળ એકત્ર કરીને અગાઉથી તૈયારી કરી રાખી હોય !
૧૦
નજીકના ભૂતકાળની વાત કરીએ તો, કોઈ પણ શહેરને ઈર્ષા આવે તેવી, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી આધુનિક સંસ્થાઓ સ્થાપવાનો જશ પણ અમદાવાદે લીધો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન અને ફિઝીકલ રિસર્ચ લૅબોરેટરીની સ્થાપના સરકારના પ્રયત્ન કે આયોજનથી નહીં, પરંતુ અમદાવાદના ભાવિ હિતને નજરમાં રાખીને તેના બૌદ્ધિક અને વિદ્યાકીય વિકાસનું સ્વપ્નું સેવનાર ડૉ. વિક્રમ સારાભાઈ અને કસ્તૂરભાઈ લાલભાઈને પ્રતાપે થઈ શકી છે. આ સંસ્થાઓની અસાધારણ ગુણવત્તાવાળી કામગીરીને કારણે ભારત સરકારે તેને અનુદાન આપવાનું સ્વીકાર્યું
Scanned by CamScanner
Page #21
--------------------------------------------------------------------------
________________
અદ્રિતીય અમદાવાદ
૧૧
છે. પરંતુ તેની સ્થાપના અને સંચાલનની આર્થિક જવાબદારી તો તેના નિયામક મંડળે જ ઉઠાવેલી છે.
“હિમતે મર્દા તો મદદે ખુદા” એ નીતિ અંગત મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા પૂરતી જ નહીં, પણ સાર્વજનિક હિતનાં કાર્યોમાં પણ અમદાવાદના અગ્રણીઓએ અપનાવેલી છે. ખરું જોતાં મહેનત કરીને રોટલો રળતા પ્રત્યેક અમદાવાદીનું એ જીવનસૂત્ર છે. પછી તે હાથલારી ખેંચતો મજૂર હોય, કાપડ બજારનો વાણોતર હોય, સાઈકલ પર યૂશને જતો શિક્ષક હોય કે ખરે બપોરે મિલમાંથી મોટરમાં પાછો ફરતો મિલમાલિક હોય.
કસ્તૂરભાઈમાં અહીં વર્ણવેલી આ મહાન નગરીની શ્રી, સંસ્કૃતિ, પ્રકૃતિ અને પરંપરાનું સાચું પ્રતિનિધિત્વ જોવા મળે છે. આ ઉપરાંત તેમના કુળની પણ એક ઉજજવળ પરંપરા છે. કટોકટીની વેળાએ પ્રજાની પડખે ઊભા રહીને મદદ કરવી, જરૂર પડ્યે સત્તાધારીઓ સમક્ષ પ્રજાનો અવાજ અસરકારક રીતે પહોંચાડવો, ધન કમાવું પણ તેનો સમાજહિતાર્થે સત્કાર્યમાં ઉપયોગ પણ કરવો અને કોઈથી દબાયા વગર કુનેહપૂર્વક મુશ્કેલીમાંથી રસ્તો કાઢવો એ તે પરંપરાનાં મુખ્ય બિંદુઓ છે. શેઠ શાંતિદાસથી કસ્તૂરભાઈ સુધી લગભગ ચાર સૈકા સુધી આ પરંપરા વિસ્તરેલી છે. કસ્તૂરભાઈના જીવનકાર્યની સાથે તેનું સ્વાભાવિક રીતે જ પૂર્વસંધાન થઈ જાય છે. એટલે તે કુળપરંપરાની ઝલક લઈને જ આગળ વધવું ઉચિત ગણાશે.
ટીપ
૧. Ahm, p. 5. ૨. Ahm, p. 5. ૩. ગૃપાએ, પૃ. ૫૪૮. ૪. ગૃપાએ, પૃ. ૫૪૯. ૫. ગૃપાએ, પૃ. ૫૫૩. ૬. ગૂપા, ૫. ૧૪. ૭. ગૃપાએ, પૃ. ૨૪. ૮. ગૂપાઅ,. ૩૩. ૯. ગૃપાએ, પૃ. ૪૨. ૧૦. AR, p. 3. ૧૧. AR, p. 7. ૧૨. AR, p. 9. ૧૩. ગૃપાએ, પૃ. ૬૩. ૧૪. AR, p. 9. ૧૫. AR, p. 12.
૧૬. શહેનશાહ જહાંગીરે ઇંગ્લંડના રાજા જેમ્સ પહેલાને ઉદ્દેશીને જે કરારપત્ર લખી આપેલા તેમાંના એકમાં લખેલા નીચેના શબ્દો ધ્યાનપાત્ર છે:
"Upon which assurance of Your Royal Love, I have given my general command to all the kingdoms and
Scanned by CamScanner
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૨
પરંપરા અને પ્રગતિ
ports of my dominions to receive all merchants of the British nation as subjects of my friend... I have commanded all my Governors and Captains to give them freedom answerable to their own desires to sell, buy and transport into their countries at their pleasure."
વળી, બીજા એક કરારખતમાં જહાંગીર કહે છે:
“Whatever goods come from your kingdom hither unto me of any kind or shall go to you from my kingdom shall receive no hindrance nor impediment but shall pass with honour and friendship.”
(History of Ahmedabad, J. C. Cama, AR, p. 12) ૧૭. જુઓ જેમ્સ ડગ્લાસના નીચેના શબ્દો:
“It is not for nothing that thou (Shah Jehan) art in Ahmedabad. Is it too much to suppose that it was here that the Master Builder drunk in the elements of his taste which was to display such gorgeous results elsewhere? The bud was here, the blossom and fruit to be in Agra. Everything has a beginning, Greece before Rome, Damascus before Cairo, Agra follows Ahmedabad."
(History of Ahmedabad, J. C. Cama, AR, pp. 12-13) ૧૮. AR, p. 17; ગૂપાએ, પૃ. ૧૬૫. ૧૯. ગૃપાએ, પૃ. ૧૬૯.
૨૦. આચાર્ય કૃપાલાનીના ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદાયપ્રસંગે, તા. ૭–૨–૧૯૨૮ના રોજ અંબાલાલ સારાભાઈના પ્રમુખપદે અમદાવાદના શહેરીઓ અને વિદ્યાર્થીઓની એક સભા મળી હતી. તેમાં આચાર્યે કરેલા વ્યાખ્યાનમાં ગુજરાતના ગુણદોષનું સચોટ વિશ્લેષણ જોવા મળે છે, જે વિશેષતા અમદાવાદને લાગુ પડે. તેમના વક્તવ્યના કેટલાક અંશ આ રહ્યા :
“ગુજરાતમાં ઘણા ગુણો છે–તીવ્ર સામાન્ય બુદ્ધિ, ધંધાદારી આવડત,
Scanned by CamScanner
Page #23
--------------------------------------------------------------------------
________________
અદિતીય અમદાવાદ
૧૩
ામ અને કરકરાર. તમારા ચારિશમાં રહેલાં નિશ્ચયબળ અને ૬ના મારી તજ બહાર રહી શક્યાં નહિ, મને શંકા નથી કે ગુજરાતમાં, જો પેટે ચાલવાનો પ્રકમ ફરમાવવામાં આવ્યો હોત તો, દૂબળા-પાતળા અને કુછ દેખાતા વાણિયા પાણી લાક તો એવા નીકળત કે જે, સંગીનની અણી એમની સામે ધરવામાં આવી હોત તો પણ એ હુકમનો અનાદર કરત. સ્વભાવમાં રહેલી આ કિતાએ મને આકર્મો અને તમારી મહાન અહિંસાએ પણ. પશુ, પંખી અને માછલાં, આ છે તેના કરતાં વધુ છૂટથી અને ઓછા ડરથી ફરી શકે એવું દુનિયામાં બીજે કોઈ સ્થળ નથી. ઉપરઉપરથી જોનારને તમે ટાઢા અને લાગણીવિહીન જણાઓ. આનું કારણ એ છે કે તમારામાં, કાંઈ કહી નાખવાની આદત નથી અને લાગણીવેડા નથી . હું જાણતો હતો કે દેખીતી રીતે કઠોર અને અનાકર્ષક એવા બહારના દેખાવની ભીતરમાં સતત વહેતા પ્રેમ ની મીઠાશ હતી .
મને લાગે છે કે, હિંદુસ્તાનના બીજા કેટલાક લોકોમાં દૃષ્ટિની જે વિશાળતા છે તે આપણા ગુજરાતીઓમાં નથી. અહીં બધુ પરિમિત પ્રમાણમાં છે. આપણી પોળો સાંકડી છે, આપણાં ઘર નાનાં છે, બામ્બાં અને બારીઓ નાનાં છે, આપણાં છાપરાં નીચાં છે તેમ જ આપણી નદીઓ વહેળા છે, અને આપણા પર્વતી ટેકરો છે. પુરુષો અને સ્ત્રીઓનાં શરીર પણ નાનાં છે. આપણી બીજી ઊણપ એ છે કે આપણે ટાઢા છીએ. બીજાઓ સાથે ભળતા નથી અને બોલવામાં બુદા છીએ. પરિણામે, લોકો અગર એમનાં જૂથો અભેદ્ય દીવાલોવાળા વાડાઓમાં રહી એકબીજાથી અલગ પડી જાય છે. આપણા સ્વભાવમાંનું બીજું એક દૂષણ એ છે કે આપણે હિંસક નથી, છતાં આપણામાં એક પ્રકારની સૂમ નિર્દયતા રહેલી છે. . આ બધી ઊણપો આપણા વધારેપડતા નવા જમાનાના વેપારીપણાની વધુપડતી પેદાશ તો નહિ હોય? અને એ જ આપણને બીજા પ્રાંતોથી અલગ નહિ પાનું
હોય
મિડ, ૧૨, ૫. પર-પ૩)
Scanned by CamScanner
Page #24
--------------------------------------------------------------------------
________________
કુળપાપા
કસ્તૂરભાઈને વારસામાં મળેલા સંસ્કારોની પરંપરા તેમના દસમી પટી થયેલા પૂર્વજ શેઠ શાંતિદાસથી શરૂ થાય છે. શાંતિદાસના સાતમી પેઢીના પૂર્વજ પસિહ ક્ષત્રિય જાગીરદાર હતા. તેમણે જૈન ધર્મની દીક્ષા લીધી. મુસ્લિમ આક્રમણથી ત્રાસીને શાંતિદાસના પિતા સહસ્ત્રકિરણ રાજસ્થાનમાંની જાગીર છોડીને અમદાવાદ આવીને વસેલા. ત્યાં એક ઝવેરીને ત્યાં નોકરી કરતાં કરતાં આપબળે ઝવેરી બન્યા હતા. શાંતિદાસને પિતાનો વ્યવસાય વારસામાં મળેલ.
તેમની રત્નપરખથી ખુશ થઈને બાદશાહ અકબરે શાંતિદસને પ્રથમ ક્ષાના અમીરની પદવી આપી હતી, અને તેમને અમદાવાદના નગરશેઠનું પદ આપવા માટે સૂબા અજીમખાનને ફરમાન કર્યું હતું.
નગરશેઠ શાંતિદાસે અબરથી રિસાઈને આવેલ બેગમ બાદ અમદાવાદમાં પોતાને ઘેર ઉતારો આપીને બહેન તરીકે અપનાવી હતી. જદંગીર તેમને “ઝવેરી મામા કહેતો. પંદર હજાર માણસોના સંઘ સાથે શત્રુંજયની યાત્રા નીકળ્યા તે વખતે તેમણે સંઘના રક્ષણ માટે બંદોબસ્ત કરવા જહાંગીર પાસે સૂબેદાર પર ફરમાન કઢાવ્યું હતું.
અમદાવાદમાં બીબીપુરા (અત્યારના સરસપુર) ખાતે જૈનમંદિર બાંધવા માટે જહાંગીરે શેઠ શાંતિદાસને રુક્કો આપ્યો હતો. નવ લાખ રૂપિયા ખર્ચીને શાંતિદાસે ત્યાં શ્રી ચિતામણિ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બાંધ્યું હતું અને બે લાખ
Scanned by CamScanner
Page #25
--------------------------------------------------------------------------
________________
બઈપણ ૧
પિ બળીને તેની પ્રતિષ્ઠા કરી હતી, આગજબ ૧૧બી બા બમ ભાગે, તેમ તે મદિર નોડાવીને તેની મજિદ બનાવી તેના વિરોધમાં અમદાવાદ, શહેરમાં નાણા દિવસની હડતાળ પડી હતી. આ વાતની છ ઘાંતિદાય નથી જાણ થતાં શાહજહાંએ તા. ૦૭૧૬૪૮ના રોજ આરબ બની દક્ષિણમાં બદલી કરી અને મજિદ ખાલી કરાવીને શેક ઘાંતિદાસને પાછી શપવા તથા નુકસાન ભરપાઈ કરવા નવા સૂબેદારને ફરમાન કી બુ. જનસમાજની એક ચુસ્તતાને કારણે અપવિત્ર મનાયેલ તે સ્થળે પછી મંદિર થઈ શક્યું નહિ તેનું દુ:ખ છે શાંતિદાસને છેવટ લગી રહ્યું હતું.
૧૬૫દમાં શાહજહાંએ નગરશેઠ શાંતિદાસને પાલિતાણા ઇનામરૂપે આપવાનું ફરમાન કરેલું, જેમાં રૂપિયા બે લાખમાં શક્ય પગારું કામ આપવાનું દર્શાવ્યું હતું. તેણે મયૂરાસન બનાવવા માટે છ કરોડ રૂપિયા ખર્ચલા, તેમાંની મોટી રકમ તેને શેઠ શાંતિદાસે ધરી હતી.
| મુરાદ ગુજરાતનો સૂબો હતો તે વખતે શાંતિદાસના પુત્ર લક્ષ્મીચંદે તેને સાડાપાંચ લાખ રૂપિયા ધીર્યા હતા, પણ ગાદી મેળવવાની લડાઈમાં મુરાદ હાર્યો ને ઔરંગજેબે પિતાની ગાદી પચાવી પાડી. આ સંજોગોમાં લક્ષ્મીચંદે મુરાદને આપેલી રકમ પાછી મળવાની આશા ન હતી. તે વખતે વૃદ્ધ શાંતિદાસે દિલ્હી સુધી જાતે જઈને ઔરંગજેબ પાસેથી કુનેહપૂર્વક એ રકમ પાછી મેળવી. એટલું જ નહીં, એ અસહિષણને ધમધ બાદશાહ પાસેથી જૈન તીર્થ અને તેની સંપત્તિના રક્ષણ માટે પણ ફરમાન મેળવ્યું હતું.'
નગરશેઠ લમીચંદને પણ પિતાના જેવું જ માન મોગલ દરબારમાં મળ્યું હતું. તેમને ત્યાં રાજાશાહી વૈભવ હતો. તેમની હવેલીમાં પાંચસો આરબ ચોકી કરતા. બહાદુરશાહ ઉપર તેમ જ પછીના વખતમાં સૈયદ ભાઈઓ અને તેમની મદદથી ગાદીએ આવનાર હરૂખશાયર પર પણ તેમનો સારો પ્રભાવ હતો.
તેમના પુત્ર ખુશાલચંદમાં તો વાણિયાની બુદ્ધિની સાથે ક્ષત્રિયનું તેજ પ્રગટ કરે તેવી હિંમત અને દૃઢતા હતી, તેના બે પ્રસંગો ઇતિહાસમાં નોંધાયેલા છે.
એક વાર મહાવીર સ્વામીના જન્મ મહોત્સવ પ્રસંગે નીકળનાર વરઘોડા માટે પરવાનગી લેવાનું નગરશેઠ ખુશાલચંદને તે વખતના સૂબા અખત્યારખાંએ કહેવરાવ્યું. ખુશાલચંદે ‘પરવાનો લેવાની જરૂર નથી' કહીને ના પાડી. સૂબાએ
Scanned by CamScanner
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૬
પરંપરા અને પ્રગતિ
તેમને બોલાવ્યા તોપણ પોતે ગયા નહીં. આથી ખિજાઈને સૂબાએ તેમનો દસ હજાર રૂપિયા દંડ કર્યો અને દંડ વસૂલ કરવા માટે પચાસ સૈનિકો સાથે કોટવાલ દિલાવરખાનને મોકલ્યો. મામલો મમતે ચડ્યો. કોટવાલ પચાસ ઘોડેસવારો સાથે ઝવેરીવાડ પહોંચ્યો. પણ નગરશેઠની રજા વિના પ્રવેશ નહીં મળે, એમ આરબ રક્ષકોએ કહ્યું. પાંચસો આરબો પચાસ સૈનિકો સામે બંદૂક ધરીને ઊભા રહ્યા. દિલાવરખાને વધુ સૈનિકોની સહાય માગી. એ વખતે અમદાવાદ શહેરમાં કુલ પાંચસોથી વધુ સૈનિકો ન હતા.
સૂબો આવ્યો. બંને બાજુ લડાઈની તૈયારીઓ થઈ ગઈ. સૂબાની ચાર તોપની સામે નગરશેઠની બે અંગ્રેજી તોપો મંડાઈ. લોકોમાં ગભરાટ ફેલાયો. શહેરની વચ્ચે યુદ્ધ થાય તો આસપાસનાં બજાર, ઘર, હવેલીઓ, મંદિર, મસ્જિદ –બધાને નુકસાન થાય તેમ હતું. '
આથી મહાજને સૂબા પાસે જઈને અરજ કરી: હજૂર, શહેરની વચ્ચે ગોળા છૂટશે તો વસ્તી અને બાળબચ્ચાં મરાશે.”
“હું શું કરું? શાહી ફરમાન ન માનનારને શિક્ષા થવી જ જોઈએ.” સૂબાએ કહ્યું.
“આપને નગરશેઠ સાથે ઝઘડો છે, તેમાં શહેરની નિર્દોષ પ્રજાને શા માટે સહન કરવું પડે? પ્રજા તો વાંકમાં નથી.” મહાજને દલીલ કરી.
સૂબો એકનો બે ન થયો ત્યારે મહાજને શહેર ખાલી કરવા ત્રણ દિવસની મહેતલ માગી.
પછી મહાજન નગરશેઠ પાસે ગયું. નગરશેઠે તેમને માનપૂર્વક બેસાડીને કહ્યું: “હું જાણું છું સૂબો ગુસ્સે છે. પણ એક વાર ઝૂકીશું તો એ સવાર થઈ જશે. એ નાદાન જવાન છે. તેને ફાવે તેમ જુલમ કરવા નહીં દઉં.”
“પણ શાહી ફોજની સામે લડવું ગુનો નહીં ગણાય?” મારા હાથ લાંબા છે. હું ફોડી લઈશ.”
“પણ આપ નગરશેઠ છો. આપની પહેલી ફરજ શહેરને બચાવવાની છે. એને માટે કોઈ રસ્તો કાઢો.”
“શો રસ્તો?” મહાજને તેમને શહેરની બહાર જઈને લડવાની સલાહ આપી. શેઠે પોતાની
Scanned by CamScanner
Page #27
--------------------------------------------------------------------------
________________
કુળપરંપરા ૧૭
વેલીને સૂબો કોઈ નુકસાન ન કરે એવી બાંહેધરી મહાજન દ્વારા સૂબા પાસેથી લીધી. સૂબાએ કહ્યું: “તેના પર મારો કબજો રહેશે, પણ તોડફોડ નહીં કરું.”
મહાજને તે માટે બે મહિનાની મહેતલ લીધી તે દરમ્યાન શેઠે હવેલી ખાલી કરીને આરબ સેનાની સાથે સેંકડો ગાડીઓમાં સામાન ભરીને અમદાવાદની બહાર પેથાપુર નજીક પડાવ નાખ્યો. બીજી બાજુ આખી પરિસ્થિતિ સમજાવતી અરજી સાથે ખુશાલચંદે કાસદને દિલ્હી મોકલ્યો. ફરૂખશાયર તો નામનો બાદશાહ હતો. સૈયદ ભાઈઓ જ કર્તાહર્તા હતા. તેમણે સૂબા અખત્યારખાંને દિલ્હી પાછો બોલાવી લીધો. અને નગરશેઠ ખુશાલચંદની સવારી વાજતેગાજતે અમદાવાદમાં પાછી આવી.
મુઘલ સલ્તનતના અસ્ત સમયે સૈયદ ભાઈઓએ લશ્કરી સહાયના બદલામાં મરાઠાઓને ગુજરાતની ચોથ ઉઘરાવવાનો હક આપ્યો હતો. એક તરફ મરાઠાઓની રંજાડ હતી અને બીજી તરફ સત્તા ટકાવી રાખવા મુઘલ સરદારો અમદાવાદ પર હુમલો કરતા હતા. પણ દરવાજો બંધ કરવાથી બહારનો હુમલો ખાળી શકાતો. સૂબા નિજામુલમુશ્કનો કાકો હમીદખાન મરાઠાઓને અમદાવાદ લૂંટવા લઈ આવ્યો હતો.
નગરશેઠ ખુશાલચંદને ખબર મળ્યા કે મરાઠાઓ અમદાવાદ લૂંટવા ચાહે છે. પોતાની પાસે સેના અને શસ્ત્ર હોવા છતાં ખુશાલચંદ શેઠે રાજનીતિથી કામ લેવાનું વધુ હિતકર ગયું. મરાઠા ફોજ અમદાવાદને ઘેરો ઘાલીને પડી હતી. સાહસ કરીને તે મરાઠાની છાવણીમાં પેઠા. હમીદખાનને મળ્યા. તેના ઉપર એમના ઘણા ઉપકાર હતા. તેને સમજાવ્યો કે, “લૂંટથી પ્રજા હેરાન થશે, તેના કરતાં જોઈએ તેટલું ધન લઈને તમે જાઓ.” છેવટે નગરશેઠે મરાઠાઓને એક લાખ રૂપિયા આપ્યા, એટલે તેઓ ઘેરો ઉઠાવીને ચાલ્યા ગયા.
નગરશેઠના આ હિંમતભર્યા પુરુષાર્થની અમદાવાદની હિંદુ-મુસલમાન પ્રજા પર ઊંડી અસર થઈ. બધાં મહાજનોએ એકત્ર થઈને ઠરાવ કર્યો કે નગરશેઠના શહેર પરના આ મહાન ઉપકારના બદલામાં શહેરના વેપાર પર અને ઉત્પન્ન થતી વસ્તુની કિંમત પર ૫ ટકાનો કર તેમને વંશપરંપરા આપવો. શેઠના કુટુંબને તે કર અંગ્રેજોના અમલ દરમ્યાન પણ મળતો હતો. પ્રિવી કાઉન્સિલના તા. ૩૧-૫-૧૮૬૧ના ઠરાવ અનુસાર દર વર્ષે તેમના વંશજોને રૂપિયા ૨૧૩૩ મળતા
' -
Scanned by CamScanner
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૮
પરંપરા અને પ્રગતિ
હતા. તે પછી પણ છેક ૧૯૭૭ સુધી આ લાગો તેમને મળ્યા કર્યો હતો.
ખુશાલચંદની માફક તેમના પુત્ર વખતશાહે પણ મુઘલ અને મરાઠા સત્તાઓ સાથે સારો સંબંધ રાખ્યો હતો. ગાયકવાડ અને સૌરાષ્ટ્રના રાજાઓને તે નાણાં ધીરતા. ગાયકવાડની સેના જૈન તીર્થના સંઘને રક્ષણ આપતી. ગાયકવાડ અને પેશ્વા તરફથી તેમને પાલખી અને છત્રીના અધિકાર ઉપરાંત વર્ષાસન મળેલું.
૧૭૮૦માં મરાઠાઓના આંતરકલહનો લાભ લઈને અંગ્રેજોએ અમદાવાદમાં પગપેસારો કર્યો. તે વખતે પેશ્વાઓ સાથે સંઘર્ષ થાય તેમાં કંપની સરકારનું લશ્કર શહેરની પ્રજાને કનડે નહીં, એવું વચન વખતચંદ, તેમના મોટાભાઈ શેઠ નથુશાહ અને શહેરના મહાજને તેમની પાસેથી લીધું હતું.
વખતચંદના પાંચમા પુત્ર હેમાભાઈ નગરશેઠ થયા ત્યારે અમદાવાદમાં અંગ્રેજી અમલ સ્થાપિત થઈ ચૂક્યો હતો. તે ફારસી ભાષાના જાણકાર હતા. ભારતભરમાં તેમની શરાફી પેઢીની શાખાઓ હતી. ગુજરાતમાં તેમની હૂંડીની શાખ ચલણી નોટના જેવી હતી. પરંપરા અનુસાર રાજાઓ અને જાગીરદારોને તેઓ નાણાં ધીરતા.
તેમણે આરબ સેના કમી કરી નાખેલી, પણ રાજાશાહી વૈભવ તો હતો જ. તેમનો પરિવાર વિશાળ હતો. તેમને ત્યાં એકસાથે દોઢસો માણસોની પંગત જમવા બેસતી.
તેમણે શત્રુંજય અને ગિરનારની યાત્રાનો સંઘ કાઢેલો. જૂનાગઢ અને પાલિતાણામાં ધર્મશાળા બંધાવી હતી. સિદ્ધાચળ પર ‘હિમાવતી’ ટૂંક અને તેમનાં બહેનની ઊજમ ફોઈની ટૂંક આજે પણ છે. જૈન સમાજ પર તેમનો પ્રભાવ ઘણો હતો. અનેક ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તેમણે દાન આપ્યાં હતાં.૧૦ હેમાભાઈની હવેલી મહેલ જેટલી વિશાળ હતી. કહે છે કે એક તરફ માણેક્યોથી નાગોરીવાડ સુધી, અને બીજી તરફ રતનપોળથી પીરમશાના રોજા સુધી તેનો વિસ્તાર હતો. હેમાભાઈની પછી તેમના પુત્ર પ્રેમાભાઈ નગરશેઠ બનેલા. તેમણે અમદાવાદમાં દવાખાનાં, શાળાઓ, કોલેજ, પુસ્તકાલય, ધર્મશાળા વગેરે અનેક સાર્વજનિક કાર્યોમાં ઉદાર સખાવતો કરી હતી. સરકારે એમને ‘રાવબહાદુર'નો ખિતાબ આપેલો. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના તેમની રાહબરી નીચે ૧૮૮૦માં થયેલી. તેનું બંધારણ ઘડવામાં પણ તેમનો મુખ્ય
Scanned by CamScanner
Page #29
--------------------------------------------------------------------------
________________
કુળ પરંપરા
૧૯
ફાળો હતો.
હેમાભાઈના મોટાભાઈ મોતીચંદના પૌત્ર ભગુભાઈ અને ભગુભાઈના પત્ર લાલભાઈ તે શેઠશ્રી કસ્તૂરભાઈના પિતા થાય. શેઠ શાંતિદાસ અને તેમના પરિવારની શરાફ, ઝવેરી અને નગરશેઠ તરીકે પ્રતિષ્ઠા ગુજરાતમાં જ નહિ, પણ ઉપર જોયું તેમ છેક દિલહી સુધી પહોંચી હતી. એ પરંપરાનાં ધર્મપ્રેમ, તીર્થસેવા, સમાજકલ્યાણ, રાજકર્તા સાથેનો સંબંધ, વેપારી કુનેહ, સાહસ અને દૃઢતા વગેરે લક્ષણો લાલભાઈ શેઠમાં પણ ઊતરેલાં હતાં. પરંપરાને જડ રીતે અનુસરવાને બદલે સમય પારખીને પરંપરાનો ત્યાગ કરવાની સૂઝ અને હિંમત પણ તેમનામાં હતી. કુટુંબમાં આજ સુધી ઝવેરી અને શરાફીનો વ્યવસાય ચાલ્યો આવ્યો હતો. ભવિષ્યમાં આ ધંધામાં બરકત નહીં રહે, એવું તેમને દીર્ઘદૃષ્ટિએ વિચારતાં લાગ્યું એટલે તેમણે મિલ-ઉદ્યોગમાં ઝંપલાવ્યું. અહીંથી એ પરંપરામાં નવો વળાંક આવે છે.
ટીપ * ૧. તા , . . ૨. તીજોરા, . , . ૩. તીજાં, પૃ. ૨૨, ૨૦. ૪. તાશા, ૬. ૨૩. ૫. તાલુ, પૂ. રર. ૬. તારા", પૃ. ૨૬, ૨૭. . ૭. તીજોરી, . ૩૬, ૪૮. ૮. તીલેશા, પૃ. ૪૬. ૯. તીજોરા, પૃ. ૧૦, ગૂપાએ, g. ૨૪૮. ૧૦. તીજોરા, . ૧૫. ૧૧. તીજોરા, ૫. પ.
Scanned by CamScanner
Page #30
--------------------------------------------------------------------------
________________
વસ્ત્ર-ઉદ્યોગનો વારસો
લાલભાઈ શેઠે ૧૮૯૬માં કાપડની સરસપુર મિલ શરૂ કરી, તે પહેલાં ચારેક દાયકાથી અમદાવાદમાં મિલ-ઉદ્યોગ શરૂ થઈ ચૂક્યો હતો. સૂતર, રેશમ અને નિખાબના વણાટનો વ્યવસાય અમદાવાદના લોહીમાં હતો જ. તેનો પરંપરાપ્રાપ્ત કસબ યંત્રયુગમાં કામે લગાડવા માટે સાહસિક ઉદ્યોગવીરોએ જૂના કારીગરોને નવા ઉદ્યોગ ભણી આકર્ષ્યા.
અમદાવાદની આબોહવા સૂકી છે. મુંબઈમાં છે તેવી ત્યાં પાણીની સગવડ નથી. તેની જમીન ખારાપાટવાળી છે. શિયાળો ને ઉનાળો સખત હોય છે. આ બધું મોટા ઉદ્યોગના વિકાસને માટે અવરોધરૂપ ગણાય. છતાં અમદાવાદમાં કાપડઉદ્યોગ આટલો વિકસ્યો તેનું કારણ શું? કસ્તૂરભાઈએ એનું નિદાન કાઢતાં કહ્યું છે કે અમદાવાદના લોકોનો સ્વભાવ કાપડ-ઉદ્યોગને માટે માફક આવે એવો છે. તેમને જીવનસંઘર્ષનો સતત સામનો કરવો પડતો હોવા છતાં જીવન પ્રત્યે કટુતા નથી હોતી. જીવનના પ્રશ્નોની દૃઢ પકડ, દૂર દૂરના ભાવિમાં રહેલ લાભનો તાગ કાઢવાની સૂઝ અને તરંગથી નહીં દોરવાઈ જવાની વાસ્તવપ્રેમી પ્રકૃતિ કાપડ જેવા જૂના ઉદ્યોગને માટે અનુકૂળ ગણાય. આ ઉદ્યોગમાં તાતા કે કૉર્ડના જેવા વિશાળ દૃષ્ટિક્લકની જરૂર નથી એમ કસ્તૂરભાઈનું કહેવું છે. નાના પાયા પર નિશ્ચિત નફો આ વ્યવસાયમાંથી મળ્યા કરશે તેની ખાતરી તેમાં ઝંપલાવનારને હોય છે. એટલે તે ખંત અને ચીવટથી મહેનત કરીને ક્રમશ: આગળ વધવાની ગણતરી
Scanned by CamScanner
Page #31
--------------------------------------------------------------------------
________________
વસ્ત્ર-ઉદ્યોગનો વારસો ૨૧
કરે છે. મિલના કારીગરોની માફક આ સંચાલકો પણ એક એક ડગલું ભરતા ભરતા આગળ વધે છે.?
આ વેપારી વર્ગને યંત્રવિજ્ઞાનની જાણકારી ન હતી. બ્રિટિશ એન્જિનિયરો અને વીવીંગ માસ્તરોની મદદથી મિલો ચાલતી થયેલી. કોન્ટેકટરો મકાન બાંધી આપતા.
અમદાવાદમાં મિલ શરૂ કરનારને મૂડીરોકાણની પણ ખાસ મુશ્કેલી પડે તેમ નહોતી. શરાફીનો વ્યવસાય ધમધોકાર ચાલતો એટલે મૂડીરોકાણ માટે જરૂરી નાણાં મળી રહેતાં. ઓગણીસમી સદીમાં સૂતર, રૂ અને અફીણના વેપારમાંથી સારી કમાણી થયેલી. પછીના વખતમાં અફીણનો વેપાર બંધ થયેલો. રાજા-મહારાજાઓને ધીરવાનું પણ મંદ પડી ગયું હતું અને વિદેશી બૅન્કોનું કામકાજ શરૂ થયું હતું. મોટી રકમનું રોકાણ થઈ શકે તેવો આયાત-નિકાસનો ધંધો વિકસાવી શકે તેવું બંદર અમદાવાદ કે તેની નજીકનું કોઈ સ્થળ બન્યું નહોતું.બંગાળમાં જમીનદારીનું મહત્ત્વ હોવાથી ત્યાંના લોકોનું વલણ જમીનમાં નાણાં રોકવા તરફ વિશેષ હતું તેવું ગુજરાતમાં તે વખતે નહોતું. આ પરિસ્થિતિમાં મૂડીદાર શરાફો નવા ઉદ્યોગપતિઓને જોઈએ તેટલી રકમ ધીરી શકે તેમ હતા. મિલ ઊભી કરનારા ઘણુંખરું પોતાનાં સગાંસંબંધીઓ પાસેથી રકમ લઈને તેમને વ્યાજ ઉપરાંત કમિશનમાં ભાગ આપતા. આ નવા ઉદ્યોગમાં નાણાં ધીરનારને મેનેજિંગ એજન્સીમાં ભાગીદાર બનવાનો લાભ પણ મળતો. નાણાં લેનાર પાર્ટીની સધ્ધરતા પ્રમાણે કમિશનનો દર નક્કી થતો.
આમ, અમદાવાદની પ્રજાની વિશિષ્ટ પ્રકૃતિ, વેપારી પરંપરા અને આર્થિક પરિસ્થિતિએ મિલ-ઉદ્યોગની સ્થાપનામાં અનુકૂળ ભાગ ભજવ્યો એમ કહી શકાય.
વિચિત્ર વસ્તુ એ બની કે અમદાવાદમાં પહેલી મિલ શરૂ કરનાર કોઈ વેપારી કે શરાફ વણિક નહોતો. સાઠોદરા નાગર જ્ઞાતિના એક સરકારી અમલદારે અમદાવાદમાં સૂતરની મિલ નાખવાનો સૌપ્રથમ મનસૂબો કરેલો. તેમનું નામ રણછોડલાલ છોટાલાલ. તે પંચમહાલમાં બ્રિટિશ પોલિટિકલ એજન્ટના મદદનીશ હતા. ૧૮૫૪માં તેમના પર લાંચ લેવાનો આરોપ મુકાયેલો, પણ પુરવાર થયેલો નહીં. છતાં પોલિટિકલ એજન્ટ મેજર વાલેસની ખફા મરજીને કારણે તેમને
Scanned by CamScanner
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૨
પરંપરા અને પ્રગતિ
સરકારી નોકરી છોડવી પડેલી, છેક ૧૮૪૭થી કાપડની મિલ કાઢવાની તેમને હોંશ હતી, એટલે મેજર ફલજેમ્સ જેવા બ્રિટિશ અધિકારીઓ દ્વારા તે અંગેની યંત્રસામગ્રી વગેરેની માહિતી તેમણે એકત્ર કરી રાખી હતી. જેમ્સ લૅન્ડને ભરૂચમાં ધ બ્રોચ કોટન મિલ્સ' સ્થાપી (૧૮૫૫) અને મુંબઈમાં કાવસજી નાનાભાઈ દાવ પહેલી મિલ–ધી બોમ્બે સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલ્સ–શરૂ કરી (૧૮૫૬) તેની પહેલાં છ-સાત વર્ષે (૧૮૪૯) રણછોડલાલે અમદાવાદ સમાચારમાં કાપડમિલની યોજના જાહેર કરીને શેઠિયાઓને તેમાં મૂડીરોકાણ કરવા–શેર ખરીદવા વિનંતી કરી હતી.'
તેલ જોઈએ, તેલની ધાર જોઈએ—ની નીતિવાળા અમદાવાદના શેઠિયાઓ આવા વણખેડાયેલા સાહસ માટે શરૂઆતમાં નાણાં રોકવા તૈયાર થાય તેમ નહોતા. મુંબઈની દાવર મિલની સફળતા જોયા પછી જ તેમણે રણછોડલાલને મદદ કરી; તેને પરિણામે છેક ૧૮૫૭માં એક લાખ રૂપિયાના શેરભંડોળવાળી અમદાવાદ
સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલ રણછોડલાલ સ્થાપી શક્યા. તેની યંત્રસામગ્રી પહેલી વાર પરદેશથી આવતાં દરિયામાં ડૂબી ગયેલી એટલે ફરીથી મંગાવવી પડેલી. રેલવે તે વખતે નહોંતી એટલે ખંભાત બંદરેથી યંત્રસામગ્રી બળદગાડીમાં લાવવી પડેલી. તેનો પહેલો અંગ્રેજ એન્જિનિયર કૉલેરાથી મરણ પામેલો. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં રણછોડલાલે ખંતપૂર્વક મંડ્યા રહીને મિલ શરૂ કરી. ૧૮૬૧થી મિલે ઉત્પાદન શરૂ કર્યું હતું. મિલના શેરહોલ્ડરોમાં નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ, હઠીસિંગ કેસરીસિંગ અને રા.બ. મગનભાઈ કરમચંદ જેવા જૈન અગ્રણીઓ હતા.
૧૮૬૪માં ગુજરાતનું વધારાનું લશ્કર સરકારે વિખેર્યું ત્યારે તેમાંથી છૂટા થયેલા અને પાછળથી ‘લશ્કરી’ તરીકે જાણીતા થયેલા રા.બ. બેચરદાસ અંબાઈદાસે મિલ કાઢવાનો વિચાર કર્યો, તેને પરિણામે ૧૮૬૭માં અમદાવાદમાં બીજી મિલ સ્થપાઈ, તે પણ બિનવણિક સરકારી અધિકારીને હાથે. ૧૮૭૮માં મનસુખભાઈ ભગુભાઈએ “ધી ગુજરાત સ્પીનીંગ ઍન્ડ વીવીંગ મિલ” સ્થાપી તે વખતે જૈન કોમે યંત્રોમાંથી કાચું રૂ પસાર થતાં જંતુઓની હિંસા થાય છે એવો ધાર્મિક વાંધો ઊભો કરેલો. પણ તેની દરકાર કર્યા વિના મનસુખભાઈ અને તેમના પરિવારે બીજી ત્રણ મિલો કાઢી. ૧૮૮૦માં કેલિકો મિલ સ્થપાયેલી. તે તૂટતાં રા.બ.
Scanned by CamScanner
Page #33
--------------------------------------------------------------------------
________________
વસ-ઉધોગનો વારસો ૨૩
મગનભાઈ કરમાં ખરીદીને તેને સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલ તરીકે વિકસાવી. ૧૮૯૫માં કસ્તૂરભાઈ મણિભાઈએ હઠીસિંગ મિલ સ્થાપી. સરદાર લાલભાઈ દલપતભાઈએ સરસપુર મિલની સ્થાપના કરી ત્યાં સુધીમાં મંગળદાસ ગિરધરદાસ અને બાલાભાઈ દામોદરદાસની આર્યોદય, મોતીલાલ હરિલાલની તેલિયા મિલ, ત્રિકમલાલ જમનાદાસની માણેકચોક મિલ, મોતીલાલ ઘેલાભાઈની ગુજરાત કૉટન, લલ્લુભાઈ રાયચંદની અમદાવાદ ન્યૂ સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલ વગેરે મળીને વીસેક મિલો સ્થપાઈ ચૂકી હતી, અને તેમાં સોળ હજાર જેટલા કારીગરો કામ કરતા હતા.
રણછોડલાલની અમદાવાદ સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલે પહેલાં સાત વર્ષ સરેરાશ સાત ટકા ડિવિડન્ડ વહેંચ્યું હતું. “રણછોડલાલ રેંટિયા'ના હુલામણા નામથી ઓળખાતા આ ઉદ્યોગના પિતા, પ્રજા અને રાજ્ય બન્ને તરફથી ઉત્તમ માન પામ્યા હતા. નવી મિલ નાખનારને તેમની હૂંફ અને પ્રેરણા અવશ્ય મળતાં. તેમની પછી મનસુખભાઈ ભગુભાઈ, મંગળદાસ ગિરધરદાસ અને કસ્તૂરભાઈ લાલભાઈ આ ઉદ્યોગના અગ્રણી હિતરક્ષક બન્યા હતા.
અમદાવાદના મિલ-ઉદ્યોગની ઊડીને આંખે વળગે તેવી વિશિષ્ટતા એ છે કે આટલી મોટી સંખ્યામાં મિલો હોવા છતાં તેમની વચ્ચે સ્પર્ધા કે હુંસાતુંસીનું તત્ત્વ નથી. બધા સંચાલકો પરસ્પર સહકારથી કામ કરે છે. આને લીધે બહારની હરીફાઈની સામે તેઓ ટકી શક્યા છે. વળી હાથવણાટ અને સૂતરની બજાર મળી હતી, તે તેમને બહારનાં તત્ત્વોની સામે સંયુક્તપણે ટકી રહેવા માટે પૂરતી હતી.
આ કાપડ-મિલોનો વહીવટ ઘણે અંશે જૂની શરાફી અને વેપારી પેઢીની ઢબે ચાલે છે. સંચાલકો મિલને ઘણું ખરું પરિવારના ટ્રસ્ટ તરીકે ગણે છે. કોર્પોરેટ મેનેજમેન્ટના કરતાં આ પ્રકારના વહીવટની વિશેષતા એ છે કે વહીવટદારો ઉદ્યોગના હિતને પોતાનું હિત સમજીને તેની સાથે એકાત્મતા સાધે છે. વહીવટની આ પ્રથા અમદાવાદના મિલ-ઉદ્યોગને અનોખી ભાત આપે છે. મેનેજિંગ એજન્ટ મિલના ભાગીદાર અને શે-હોલ્ડર ઉપરાંત તેના સેવક તરીકે પણ ફરજ બજાવતા. એજન્ટ પોતે પણ મિલના વહીવટ પર સીધી દેખરેખ રાખતા. જૂની પરંપરાના એજન્ટ કરકસરથી રહેતા. દિવસના પંદર કલાક કામ કરવું પડે તો કરે. મોટા પગારદાર મેનેજર નીમવા પોસાય નહીં એટલે એકાદ-બે સગાને હિસાબ-કિતાબ
Scanned by CamScanner
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૪
પરંપરા અને પ્રગતિ
માટે રાખે અને પોતે મિલની આર્થિક પરિસ્થિતિની ઝીણામાં ઝીણી વીગતથી વાકેફ રહે. એજન્ટને સામાન્ય રીતે ટેકનિકલ બાબતોની જાણકારી ન હોય. છતાં રણછોડલાલ અને કસ્તૂરભાઈ જેવા એજન્ટો એન્જિનિયર સાથે ચર્ચા કરી શકાય તેટલી એની જાણકારી પણ પ્રયત્નથી મેળવી લેતા.
રણછોડલાલ દિવસમાં બે વાર મિલમાં જતા, તેનો દરેક વિભાગ જોતા અને કારીગરો સાથે વાતચીત કરતા. આ પ્રથા આજ સુધી અમદાવાદના ઘણાખરા મિલમાલિકોએ જાળવી રાખી છે. અંગત સંબંધ, ઘરોબો, રખરખાપત અને પરસ્પર મેળ રાખવાનું વલણ આ મિલ-સંચાલકોમાં છે તેવું મુંબઈ, લકત્તા કે અન્ય શહેરોમાં જોવા મળશે નહીં.
અમદાવાદની મિલોનું મોટા ભાગનું કાપડ સ્થાનિક વેપારીઓના મસ્કતી મહાજનને વેચવામાં આવે છે. છેક ૧૮૮થી સૂતરનો અમુક જથ્થો ચીન અને જાપાનનાં બજારોમાં જતો. પરંતુ મોટી ઘરાકી સ્થાનિક વપરાશની જ હતી. જાડું અને બ્લીચ થયા વિનાનું ઓછા કાઉન્ટનું સસ્તું કાપડ નીકળતું તેની ઉત્તર ભારતમાં મોટી માંગ રહેતી. આથી તેં કેશાયરની હરીફાઈને કારણે કે ચીન-જાપાનની માંગ પાછળથી બંધ થઈ તેથી કે પરદેશનાં બજારોની વધઘટને પરિણામે અમદાવાદની મિલોને સહન કરવું પડયું નથી.
અમદાવાદ અને તેની આસપાસનાં ગામોમાં વણકર તથા મુસ્લિમ કોમ જાડું કપડું અને પાણકોરું વણવાનો ધંધો કરતી. મિલો શરૂ થતાં તેમનો આ ધંધો પડી ભાંગ્યો અને આ ગરીબ કોમના લોકો મિલોમાં કામ કરવા સારુ ગામડાં છોડીને અમદાવાદ આવીને વસ્યા. આ રીતે સ્થાયી વસવાટ કરીને રહેનાર મિલમજૂરોનો સમુદાય બીજાં શહેરોને મુકાબલે અમદાવાદમાં ઘણો મોટો હતો.
આજે મિલોમાં કામદારોની જે સ્થિતિ છે તેની તુલનાએ ઓગણીસમી સદીના અંતભાગમાં ઘણી ખરાબ હતી–જોકે ઇંગ્લંડમાં એ વખતે હતી તેટલી ખરાબ ન ગણાય. કારખાનામાં ઉજાસ હતો, પણ ભેજ ઉત્પન્ન કરવા જતાં પુષ્કળ ગંદકી થતી. સને ૧૮૮૧ અને ૧૮૯૧ના ફેકટરી ઍકટ પ્રમાણે સ્ત્રીઓ અને બાળકોના કામના કલાક ઓછા હતા, પણ તેનો અમલ સખ્તાઈથી થતો નહીં. મજૂરોને ગરમીમાં તેર કલાક ને વીસ મિનિટ કામ કરવું પડતું. વચ્ચે અર્ધા કલાકની રિસેસ મળે, અને મહિને ચાર રવિવારની રજાઓ–જોકે રજાને દિવસે મશીનરી
Scanned by CamScanner
Page #35
--------------------------------------------------------------------------
________________
વસ-ઉધોગનો વારસો
૨૫
સાફ કરવા માટે ત્રણ-ચાર કલાક આવવું પડતું. આમ છતાં લેંકેશાયરના મજૂરોના જેટલી કામની ઝડપ આ મજૂરોમાં જોવા મળતી નહિ. વિલાયતનો એક મજૂર અહીંના ત્રણથી ચાર મજૂર જેટલું કામ આપે. અમદાવાદની એક સ્પીનીંગ મિલની મુલાકાતે આવેલો એક અંગ્રેજ, મજૂરોની સંખ્યા જોઈને હબકી ગયેલો: “આટલી સ્પીંડલો માટે આટલા બધા માણસો!” તેનાથી સહજ ઉદ્ગાર નીકળી ગયેલો.” આજે હવે કેટલીક પ્રગતિશીલ મિલોમાં મજૂરોને તાલીમ આપવાની પ્રથા દાખલ થઈ છે એટલે મજૂરોની સરેરાશ આવડત વધી છે.
મુંબઈ જેવા અનેક વ્યવસાયોની તક ધરાવતા શહેરને મુકાબલે અમદાવાદના મજૂરોને ઓછું વેતન મળે તે દેખીતું છે. પણ ખેત-મજૂરોના કરતાં મિલમજૂરોને વધુ મળતું. ૧૮૮૮માં અમદાવાદના મિલમજૂરને મહિને સાતથી દસ રૂપિયા મળતા. તે વખતે મજૂરીનો સામાન્ય દર રોજના ત્રણથી સાડા ત્રણ આના હતો. કામ કરતાં થયેલી ઈજાનું વળતર નહીં જેવું મળતું. દાક્તરી તપાસ અને સારવારની સગવડ નામની જ હતી.૧૧ જૉબરો દ્વારા મજૂરોની ભરતી થતી અને જોબરોનો મજૂરો પર પુષ્કળ દાબ રહેતો. મજૂરોનાં બાળકોને સુવાડવાની કે ભણતરની સગવડ ત્યારે નહોતી. મજૂરો ઝૂંપડપટ્ટીમાં કે ચાલોમાં રહેતા. આજે આ સગવડોમાં સુધારો થયો છે, છતાં હજુ ઘણું કરવાનું બાકી છે એમ તેમના નિવાસો જોતાં લાગે છે.
વીસમી સદીના આરંભથી અમદાવાદ કાપડ ઉદ્યોગના મથક તરીકે વધુ ને વધુ મહત્ત્વ પામતું રહ્યું છે. ૧૯૦૧માં ૨૯ મિલો હતી અને તેમાં ૧૭,૦૦૦ જેટલા કામદારો કામ કરતા. ૧૯૦૧થી ૧૯૦૪ સુધીમાં અમદાવાદની મિલોએ ભારતમાં યંત્રથી ઉત્પન્ન થતા સૂતરના કુલ ઉત્પાદનના ૧૯ ટકા ઉત્પન્ન કરેલ. મુંબઈના આ ગાળાના આંકડા અનુક્રમે ૫૭ ટકા અને ૨૪ ટકા છે. ૧૯૩૭-૩૮માં આ આંકડા અમદાવાદ માટે અનુક્રમે ૧૬ ટકા અને ૨૭ ટકા છે, અને મુંબઈ માટે ૨૮ ટકા અને ૩૪ ટકા છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમદાવાદની સ્થિતિ વિશેપ સંગીન બની અને સમગ્ર દેશના વસ્ત્ર-ઉદ્યોગનું તે શ્રેષ્ઠ કેન્દ્ર બન્યું.
આજે અમદાવાદની વસ્તી પચીસ લાખ માણસોની છે અને તેનો વિસ્તાર આશરે સો ચોરસ કિલોમીટરનો છે. છેલ્લાં સો વર્ષમાં અમદાવાદે આર્થિક વિકાસ સાધ્યો છે, તેમાં તેના મિલ-ઉદ્યોગનો ફાળો નાનોસૂનો નથી. એ ઉઘોગે
Scanned by CamScanner
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૬
પરંપરા અને પ્રગતિ
અમદાવાદને ભારતના માન્ચેસ્ટર'નું બિરુદ કમાવી આપ્યું છે. કસ્તૂરભાઈએ આ સંદર્ભમાં માન્ચેસ્ટરના ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરીના નીચેના શબ્દો ટાંક્યા છે:
"If this is the Manchester of India, then all Manchester (the original) can do is to offer admiring and congratulatory salutations."'? 3 - કસ્તૂરભાઈ લંડન જતા ત્યારે ત્યાંની એરવેઝ મેન્શન હૉટેલમાં ઊતરતા. 'Giant Wizard of India's Manchester-Middal! Hlazz2d1 માન્યાતા અમારે ત્યાં ઊતરે છે–એમ જાહેરાત કરીને એ હોટેલનો મેનેજર ગૌરવ લેતો.૧૪
ટીપ 9. History of Textile Industry in Ahmedabad, Kasturbhai Lalbhai, AR, Pp. 32-33. 2. Ahm. p. 80. 3. HICTI, p. 8. ૪. Ahm. p. 84. ૫. Ahm. p. 83; ગૂપાએ પૃ.૪૯૨. ૬. Ahm. p. 85. 9. Ahm. p. 86. C. Ahm. p. 87-88 Footnote*. ૯. Ahm. p. 102. ૧૦. ગૃપાએ, પૃ. ૫૫૭-૫૫૮. ૧૧. Ahm. p. 103. ૧૨. Ahm. p. 96. ૧૩. AR, p. 37. ૧૪. ઍકલા, પૃ. ૪૮.
* ૧૮૯૧થી ૧૯૨૦ સુધી અમદાવાદમાં મિલો અને કારીગરોની સંખ્યા કેનેથે વર્ષવાર નીચે મુજબ આપેલી છે: વર્ષ મિલોની સંખ્યા
કારીગરોની સંખ્યા ૧૮૯૧
૭,૪૫૧ ૭,૮૨૯ ૮,૧૪૭ ૯૪૪૮ ૧૧,૦૮૪ ૧૨,૦૩૭
$ $ $ $ $ $
અ અ ર ર ર | જ
૧૬,૧૩૪
Scanned by CamScanner
Page #37
--------------------------------------------------------------------------
________________
વસ્ત્ર-ઉદ્યોગનો વારસો
૨૭
વર્ષ
મિલોની સંખ્યા
૧૯૦૦
કારીગરોની સંખ્યા
૧૬,૯૬૪ ૧૫,૯૪૩ ૧૬,૮૮૭ ૧૮,૮૩૧ ૧૯,૧૩૨
ન
જ
છે
?
આ છે
5 શું
૨૧,૫૮૫ ૨૨,૭૩૭ ૨૪૪૭૩ ૨૯૯૯૬ ૩૧,૪૮૭ ૩૦,૦૧૩ ૩૧,૩૧૯ ૩૧,૭૬૦ ૩૨,૭૮૯ ૩૫,૪૧૫
ર
?
૪૧,૧૦૨ ૩૯,૨૯૧ ૩૯,૪૪૦
૪૩,૫૧૫
Scanned by CamScanner
Page #38
--------------------------------------------------------------------------
________________
ઘડતર
કસ્તૂરભાઈના ઉદ્યોગ-સંકુલે આજે દેશભરમાં જે સ્પૃહણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે તેનો જશ, એક રીતે જોઈએ તો, તેમના પિતા લાલભાઈને ફાળે જાય છે. કેમ કે કસ્તૂરભાઈએ વિવિધ રીતે વિસ્તારીને સંગીન સ્થિતિમાં મૂકેલ એ ઉદ્યોગનો પાયો લાલભાઈ શેઠ નાખ્યો હતો. આ સંકુલનાં તમામ ઔદ્યોગિક એકમો આજે ‘લાલભાઈ ગૃપ'નાં અંગરૂપે ઓળખાય છે, તેમાં ઘણું ઔચિત્ય રહેલું છે.
પૂરા પાંચ દાયકાનું (૧૮૬૩-૧૯૧૨) પણ આયુષ નહીં ભોગવી શકેલ લાલભાઈને શ્રીમંતાઈને વળગતા વિલાસવૈભવ ભાગ્યે જ સ્પર્શી શક્યા હતા. તેમના પિતા દલપતભાઈ રૂના ધંધામાં સારું કમાયેલા; તેમ છતાં કુટુંબની સ્થિતિ પિતાના વખતમાં પહેલાંના જેટલી સધ્ધર રહી નહોતી તેથી તેને સુધારવા માટે તેઓ દિનરાત મંડ્યા રહેતા. તેમણે કૉલેજનું શિક્ષણ લીધું હતું–જોકે પિતાની માંદગીને કારણે બી.એ.નો અભ્યાસ પૂરો કરી શકેલા નહીં. પણ તેને પ્રતાપે વ્યાપક દૃષ્ટિએ વિચાર કરીને અવનવી યોજનાઓ ઘડી કાઢવાની બુદ્ધિશક્તિ તેમનામાં ખીલી હતી. ધનોપાર્જનની સાથે સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની સભાનતા તેમનામાં આવી હતી અને માતાની ધર્મપરાયણતાના
ઊંડા સંસ્કાર પણ પડેલા હતા. એટલે જૈન સમાજનાં અને વ્યાપક લોકહિતનાં - સાર્વજનિક કામોમાં તેમનો અગ્રગણ્ય હિરસો રહેતો.
Scanned by CamScanner
Page #39
--------------------------------------------------------------------------
________________
શેઠ લાલભાઈ દલપતભાઈ
(જુઓ પૃ. ૨૯)
Scanned by CamScanner
Page #40
--------------------------------------------------------------------------
________________
ઘડતર
૨૯
વિશાળ સંયુક્ત કુટુંબ પર લાલભાઈ વડલાની માફક છવાઈ ગયેલા હતા. બધા જ સભ્યો પર તેમનો પ્રભાવ રહેતો. ઘરમાં લાલભાઈનો પડ્યો બોલ ઝિલાતો. તેમની ઇચ્છાવિરુદ્ધ પાંદડું પણ હાલી શકે નહીં! બધાં તેમનું માન સાચવે. બાળકો કે મોટેરાંમાંથી કોઈ તેમની સામે શું કે ચાં કરી શકે નહીં. બંને ભાઈઓ, મણિભાઈ અને જગાભાઈ, મોટાભાઈની અદબ જાળવીને, તેમણે દોરી આપેલી કાર્યરેખા અનુસાર મિલોનો વહીવટ કરતા. કુટુંબના મોભા પ્રમાણે લોજમર્યાદાનું પાલન થતું. “પિતાજી બેઠા હોય તે ઓરડામાંથી મારાં કાકીને પસાર થવું હોય તો દીવાલને ઘસાઈને સંકોડાઈને જાય”—એમ પિતાના રુઆબની વાત કરતાં કસ્તૂરભાઈ
| લાલભાઈ શેઠનો દેખાવ જાજરમાન હતો. શરીરનો બાંધો મધ્યમ, ઊંચાઈ ૫-૪", જે એ જમાનામાં સામાન્ય ગણાતી. ગોળ મુખાકૃતિ, પાણીદાર આંખો અને ગુજરાતી પાઘડી. એ દિવસોમાં બ્રિટિશ અધિકારીઓ સાથે મૈત્રીસંબંધ બાંધવો તે શ્રીમંત કુટુંબોનો સામાન્ય શિરસ્તો હતો. લાલભાઈને ઘણા ગોરા અધિકારીઓ સાથે ઘરોબો હતો. દિવાળીના તહેવારોમાં એવા ત્રીસ-ચાળીસ સ્નેહીઓને ત્યાં મીઠાઈના થાળ લાલભાઈ શેઠને ત્યાંથી જતા. તે મિત્રોના સંસર્ગથી અંગ્રેજીમાં છટાદાર વાતચીત કરવાની કુશળતા તેમણે કેળવી હતી.
પૈસાની બાબતમાં તેમનામાં ઘણી ચોકસાઈ હતી. સંતાનોને નિશાળમાં નાસ્તા માટે બે પૈસાથી વધુ રકમ મળતી નહીં. ઘરમાં તેમ જ બહારના વ્યવહારમાં વિનય, વિવેક, વ્યવસ્થા અને શિસ્તપાલનનો તેઓ ખાસ આગ્રહ રાખતા; બીજા પાસે પણ એની અપેક્ષા રાખતા. માતા પ્રત્યે અપાર ભક્તિ. પોતે કામમાં ગમે તેટલા ગળાબૂડ હોય, પણ માતાની આજ્ઞાનું ચીવટપૂર્વક પાલન કરે. રાત્રે માતાને વંદન કરીને તેમના પગ દાળ્યા વગર કદી સૂવા જતા નહીં. બાળકોને ધર્મ, નીતિ અને સદાચારના પાઠ પોતે પ્રત્યક્ષ આચરણ દ્વારા શીખવતા.
દલપતભાઈ શેઠે બાંધેલ પાનકોર નાકાના વંડીના મકાનમાં લાલભાઈ રહેતા. મકાન ભવ્ય હવેલી જેવું હતું. તેમાં બહોળા કુટુંબનો સમાવેશ થતો એટલું જ નહીં, નોકર-ચાકર, રસોઇયા વગેરેનો રસાલો પણ એમાં જ રહેતો. એના વિશાળ ભોજનખંડમાં ચાળીસ માણસો એક પંગતે જમવા બેસતા. એ જમાનામાં બે ઘોડાની બગી શ્રીમંતાઈનું પ્રતીક ગણાતી. લાલભાઈનાં બાળકો તેમાં બેસીને
Scanned by CamScanner
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૦ પરંપરા અને પ્રગતિ નિશાળે જતાં. મહિલાઓ દેવદર્શન કે ખરીદી માટે જતી અને પુરુષવર્ગ ઑદિ જતો. ઘરમાં રમતાં કે તોફાન કરતાં બાળકોને માટે આ ગાડીના આગમનનો અવાજ ઘણી વાર ભયસૂચક સાયરનની ગરજ સારતો. - લાલભાઈ શેઠની એક-બે ખાસિયતો નોંધવા જેવી છે. સામયિકો વાંચવાનો તેમને ખાસ શોખ. પણ સમયને અભાવે ઘણાં સામયિકો વાંચી શકતા નહીં કેટલાકનાં તો ઑપર પણ ખોલેલાં ન હોય. તેઓ બધાં માસિકો કે વર્તમાનપત્રોને એક રૂમમાં સાચવી રાખતા. તેમના અવસાન સમયે, એક ઓરડો આખો તેમણે સંઘરેલાં સામયિકોથી ભરાઈ ગયો હતો. સ્વચ્છ વસ્ત્રો પહેરવાનો તેમને ખાસ શોખ હતો. સારી સારી વાનગીઓ ખાવાનો શોખ પણ ખરો, પણ જમવામાં એવી ઉતાવળ કરે કે જમતાં જમતાં તેમના એકાદ વસ્ત્ર પર એકદ ડાઘ પડ્યા વિના ભાગ્યે જ રહેતો.
તેમને સાત સંતાનો હતાં. ત્રણ પુત્રો અને ચાર પુત્રીઓ. કસ્તૂરભાઈની પહેલાં બે બહેનો, ડાહીબહેન અને માણેકબહેન, અને એક ભાઈ, ચીમનભાઈ, જન્મેલાં. તેમની પછી જન્મેલાં તે નરોત્તમભાઈ, કાન્તાબહેન અને લીલાવતીબહેન. કસ્તૂરભાઈનો જન્મ અમદાવાદમાં વિ. સં. ૧૯૫૧ના માગશર વદિ ૭ ને બુધવાર, તા. ૧૯-૧૨-૧૮૯૪ના રોજ થયો હતો.
ઘટાદાર વૃક્ષની છાયા નીચે વાવેલો છોડ જેમ પૂરો પાંગરી શકતો નથી તેમ પ્રતાપી પિતાના રુઆબ નીચે ઊછરતાં સંતાનો ઘણી વાર પૂર વ્યક્તિત્વ ખીલવી શકતાં નથી. લાલભાઈનાં સંતાનોની બાબતમાં આમ બનત; પરંતુ સદ્ભાગ્યે માતાની હૂંફને કારણે તેઓ આ પરિસ્થિતિમાંથી બચી શક્યાં હતાં. પિતાની ધાક બાળકો પર રહેતી. પણ પિતા ઘણુંખરું બહાર રહેતા એટલે વત્સલ માતાની શીળી છાયામાં બધાં ભાંડનું બાળપણ સમોવડિયાં સાથે આનંદ અને મુક્તતાથી રમતાં જમતાં વીત્યું હતું એમ કહી શકાય.
નાના ભાઈ નરોત્તમ અને કસ્તૂરભાઈ વચ્ચે માત્ર દોઢ વર્ષનો જ તફાવત હોવાથી રમતગમત વગેરેમાં બંને વચ્ચે સારો મેળ રહેતો. મોટા ભાઈ ચીમનલાલ સાથે એટલી છૂટ તેઓ લઈ શકેલ નહીં. બંને ભાઈઓને પતંગ અને ક્રિકેટનો ઘણો શોખ હતો. પતંગ ચગાવતાં દોરીને ઘસારાથી આંગળાં પર કાપા પડી જતા. માતા પ્રેમથી પાટાપિંડી કરતાં, પિતાની ગાડીનો ખડખડાટ સંભળાય કે
Scanned by CamScanner
Page #42
--------------------------------------------------------------------------
________________
કુટુંબની એક ખૂબ પ્રાચીન છબી, જેમાં ડાહીબા તથા માણેકબા અથે કસ્તુરભાઈ તથા નરોત્તમભાઈ નાની ઉંમરનાં બાળકો તરીકે
જુઓ પૃ. ૩૦
Scanned by CamScanner
Page #43
--------------------------------------------------------------------------
________________
Scanned by CamScanner
શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તેમનાં પૂજ્ય માતુશ્રી મોહિનાબા સાથે
જુઓ પૃ. ૩૬
Page #44
--------------------------------------------------------------------------
________________
ઘડતર
૩૧
સૌ ડાહ્યાડમરાં થઈ જાય. કોઈ વાર નાટક જોવાનું મન થાય. તેને માટે પિતાની રજા મળવી મુશ્કેલ. પણ મોહિનાબા બાળકોને છાનામાનાં જવા દે અને પથારીમાં
ઓશીકાં ગોઠવીને બાળકો સૂતાં છે તેવું દેખાડે! સદ્ભાગ્યે આ યુક્તિ એક વાર પકડાયેલી નહીં.
એક વાર કસ્તૂરભાઈએ નવા જોડા ખરીદ્યા. ઘરમાં આવીને તેમણે જોડા બતાવ્યા કે તરત નરુભાઈએ રોવાનું શરૂ કર્યું. કસ્તૂરભાઈએ નાના ભાઈને સમજાવવા માંડ્યું કે તે જોડી પોતાના માપની છે, નરુભાઈના માપની નથી. પરંતુ નરુભાઈ માને નહીં. તેમની ખાસિયત એવી કે એક વાર રોવાનું શરૂ કરે પછી ક્લાકો સુધી બંધ રહે નહીં. જોડાનો કજિયો કર્યો તેનું સાંજ સુધી રુદન ચાલેલું.
નાનપણમાં કસ્તૂરભાઈને દમનો વ્યાધિ હતો. બાર વર્ષની ઉમર થઈ ત્યાં સુધી તેની તકલીફ રહેલી. કોઈ કોઈ વાર આખી રાત ઉધરસ ખાતાં જાગતા રહેવું પડતું. પણ બાર વર્ષ પછી રોગ આપમેળે અદૃશ્ય થઈ ગયો. તે પછી કદી કોઈ મોટો વ્યાધિ તેમને નડ્યો નથી.
ત્રણ દરવાજા પાસેની મ્યુનિસિપલ શાળા નં. ૮માં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. પાંચમા ધોરણ સુધી ત્યાં રહ્યા તે દરમ્યાન ચુનીભાઈ નામના શિક્ષક ઘેર ભણાવવા આવતા. તોફાની શિષ્ય એક વાર ગુરુની પાઘડી બારીની બહાર ફેંકી દીધેલી! તેમની શિક્ષણ પદ્ધતિનાં કસ્તૂરભાઈ આજે પણ વખાણ કરે છે.' માતાપિતાની દેખરેખ અને શિક્ષકની કાળજીને લીધે પહેલાં પાંચ ધોરણમાં તે મહેનત કરીને પહેલો બીજો નંબર રાખતા. પણ ખાડિયાની મિડલ સ્કૂલમાં ગયા પછી રમતમાં જીવ રહેતો એટલે નંબર ઊતરતો ગયો. પછી તો રમવાનો એવો ચસકો લાગેલો કે સાંજે વાળ માટે નોકર બોલાવવા આવે તો તેને ના કહે. એટલું જ નહીં, કાંકરા ઉડાડીને પાછો ભગાડી મૂકે. આર. સી. હાઈસ્કૂલમાં ગયા પછી તેમને અભ્યાસની શિથિલતા સાલી. પિતા ટકોર કરે તે પહેલાં પોતે પોતાની જાતને ચેતવી દીધી. મેટ્રિકયુલેશન પરીક્ષા માટેની તૈયારી, બે શિક્ષકોના માર્ગદર્શન નીચે, પુષ્કળ મહેનત લઈને કરી. તેને લીધે પહેલા જ પ્રયત્ને તે પરીક્ષામાં બીજા વર્ગમાં ઊંચે નંબરે પાસ થયા (૧૯૧૧).૬
આર. સી. હાઈસ્કૂલમાં ભણતા તે વખતે કોન્ટેક્ટર કરીને હેડમાસ્તર
Scanned by CamScanner
Page #45
--------------------------------------------------------------------------
________________
હરપાળ
• કસ્તૂરભાઈ લાલભાઈ પરિવારનું વંશવૃક્ષ કુમાર” માસિકના સૌજન્યથી].
વછાશ
શેષકરણ
શાંતિદાસ
લક્ષ્મીચંદ
ખુશાલચંદ
ઝાભાઈ
તવમલશા (ચાક માતીમાંઈ અપભાઈ
પાનાભાઈ
વખતંશ () રામાભાઈ સરમણ -
મહા (ચાક ) મનસુખભાઈ
સ્નેહભાઈ છોટાભાઈ બાલાભાઈ મેહકભાઈ ભૂરાભાઈ
નગીનદાસ પ્રેમાભાઈ
નેમચંદભાઈ ગોકુળભાઈ ભગુભાઈ ચંદરમલ વાડીલાલ મગનભાઈ
માયાભાઈ
લાલભાઈ
મણિભાઈ
Scanned by CamScanner
દલપતભાઈ
ચમનભાઈ વિમળભાઈ સારાભાઈ
કિસ્તુરભાઈ ઉમાભાઈ
લાલભાઈ= મણિભાઈ= માહિનાબહેન ' મુક્તાબહેન
જગાભાઈ= સુભદ્રાબહેન
Page #46
--------------------------------------------------------------------------
________________
લાલભાઈ= મહિનાબહેન
મણિભાઈ= મુક્તાબહેન
જગાભાઈ= સુભદ્રાબહેન
ચીનુભાઈ= સુશીબહેનઃ અ બાલાલભાઈ= પ્રમિલાબહેન પ્રતાપસિંહ સરોજબહેન
મહેલાલભાઈ
સ્નાબહેન= શશિકાન્ત નાણાવટી
લીલાવતીબહેન
ડાહીબહેન માણેકબહેન ચમનભાઈ પુરુષોત્તમભાઈ ચંદુલાલ ઝવેરી શારદાબહેન હઠીસિંગ
કસ્તુરભાઈ શારદાબહેન
નરોત્તમભાઈ= સુલોચનાબહેન
કાન્તાબહેન= જગાભાઈ નાણાવટી
સિદ્ધાર્થભાઈ- શ્રેણિકભાઈ= નલિનીબહેન નૌતમભાઈ નયનાબહેન= | નીતિનભાઈ વિમળાબહેન પન્નાબહેન | સુરેન્દ્રભાઈ શેઠ ૫ત્નાબહેન કનકભાઈ શેઠ |
નયનભાઈ '
નલિનીકાન્ત= સુનીલ સ્વાતિ તરલ સંજય કલ્પનાં અરવિંદ- નિરંજન પ્રમિલાબહેન
ભાઈ ભાઈ
હંસાબહેન
વિજયસિંહભાઈ ચીનુભાઈ= મનેરમાબહેન અશોકભાઈ= પ્રતિમાબહેન= અજયભાઈ= સવિતાબહેન પ્રભાબહેન સુહદ સારાભાઈ શોભનાબહેન જિતેન્દ્રભાઈ પરીખ અનાબહેન
નરોત્તમભાઈ (હીરાભાઈ)=
સ્નાબહેન
રમેશભાઈ= મનોરમાબહેન
બિપિનભાઈ રિટ્ટાબહેન
Scanned by CamScanner
નોત્તમભાઈ હઠીસિંગ= સુત્તમભાઈ
સુલોચનાબહેન
શ્રીમતીબહેન= ગુણોત્તમભાઈ= સર્વોત્તમભાઈક સરેજિનીબહેન સોયેન્દ્રનાથ ટાગોર કૃષ્ણાબહેન ગુલાબહેન
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૨
પરંપરા અને પ્રગતિ
હતા અને સાક્ષર શ્રી કેશવ હર્ષદ ધ્રુવ સંસ્કૃત તથા અંગ્રેજી શીખવતા. તેમની વિદ્રત્તા અને શિક્ષણ પદ્ધતિનો વિદ્યાર્થીઓ પર પ્રભાવ પડતો. ધ્રુવસાહેબ વાતચીતમાં સાક્ષરી ભાષા વાપરે તેની રમૂજ પણ કેટલાક ટીખળી છોકરા, જમતી વખતે, “મહારાજ, ઉપર ઉષ્ણ રોટલી આપજો”—એમ કહીને કરતા.
અંગ્રેજી ચોથા (હાલના આઠમા) ધોરણમાં હતા ત્યારે બંગભંગની ચળવળ અને સ્વદેશી હિલચાલ શરૂ થયેલી. તે વખતે સ્વ. બલુભાઈ ઠાકોર અને સ્વ. જીવણલાલ દીવાન આર. સી. હાઈસ્કૂલમાં શિક્ષક હતા. બંનેએ સ્વદેશી આંદોલનમાં ભાગ લેવા માટે સરકારી હાઈસ્કૂલમાંથી રાજીનામું આપ્યું હતું. પછી (૧૯૦૮) બંનેએ સાથે મળીને રાષ્ટ્રીય રંગવાળી પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ સ્થાપેલી. સ્વદેશી હિલચાલની અસરથી એ વખતે રાજકીય જાગૃતિનું હવામાન બંધાતું જતું હતું. તેનો પ્રભાવ બીજા વિદ્યાર્થીઓની માફક કિશોર વયના કસ્તૂરભાઈ પર પણ પડ્યા વિના રહ્યો નહીં. આ અરસામાં તેમના અંતરમાં રાષ્ટ્રપ્રેમનાં બીજ વવાયાં એમ કહી શકાય.
કુટુંબમાં ધર્મના સંસ્કાર પરાપૂર્વથી ઊતરેલા એટલે તેનાં વિધિવિધાન અને વ્રતનિયમનું અનુસરણ ચાલતું. મોહિનાના બાળકોને તેમની રુચિશક્તિ મુજબ દેવદર્શન અને પૂજન-કીર્તન ઈત્યાદિમાં જોડતાં. એક વાર આખું કુટુંબ દાદીમા ગંગાબાની સાથે યાત્રાએ નીકળેલું. તે વખતે કસ્તૂરભાઈ દસ વર્ષના હતા. ચાળીસેક માણસોનો કાફલો હતો. રેલવેના ત્રીજા વર્ગમાં મુસાફરી કરવાની હતી. ક્યારેક બળદગાડામાં પણ જવાનું થતું. એવે વખતે કસ્તૂરભાઈ ધૂળથી બચવા માટે પોતાનું ગાડું સૌથી આગળ રાખવા બળદને દોડાવતા. ધર્મશાળામાં પડાવ નંખાતો. એકાદ-બે ઓરડામાં બધાંનો સમાવેશ થતો. રાજસ્થાનમાં એક સ્થળે તો ધર્મશાળાની ઓસરીમાં ઠંડી રોકવા પડદા બાંધીને સૂવું પડેલું અને વાડામાં તાપણું કરીને બળદ બાંધેલા. તે વખતે એક ચિત્તો તેમના પાળેલા કૂતરાને ઉઠાવી ગયેલો.યાત્રા નિમિત્તે આમ ઋણ રહેણીની તાલીમ પણ બાળકોને મળતી હતી.
આબુ, પાલિતાણા અને સમેતશિખર જેટલે દૂર સુધી તીર્થયાત્રાને નિમિત્તે કસ્તૂરભાઈ કુટુંબની સાથે ફરેલા. પરંતુ મોજને ખાતર મુંબઈ જવાનું સત્તર વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી બન્યું નહોતું. ૧૯૧૧માં પંચમ જ્યોર્જના રાજ્યાભિષેક
Scanned by CamScanner
Page #48
--------------------------------------------------------------------------
________________
ઘડતર
૩૩
નિમિત્તે મુંબઈમાં બાદશાહી સમારંભ યોજાયેલો તે જોવા માટે આખું કુટુંબ મુંબઈ ગયું હતું. તે પ્રસંગે જ કસ્તૂરભાઈએ પહેલવહેલું મુંબઈ જોયેલું. વૈભવ હોવા છતાં વિવેકપૂર્વક ધન ખર્ચવાની ટેવ આ શ્રીમંત કુટુંબે પરંપરાથી કેળવેલી હતી. - કસ્તુરભાઈ મૈટ્રિક પાસ થયા ત્યારે તેમના પિતાની કારકિર્દીનો મધ્યાહન તપતો હતો. સરસપુર મિલ સ્થાપી તે પહેલાં તેમણે ધીરધાર અને રૂનો વેપાર કરેલો; સરસપુર મિલ સ્થપાયા પછી તેના વહીવટ અને ઉત્કર્ષ પાછળ તેમણે બધી શક્તિઓ કેન્દ્રિત કરી હતી. પછી નવ વર્ષે (૧૯૦૫) તેમણે સૂતરની રાયપુર મેન્યુફેક્યરિંગ કં. ઊભી કરી હતી. તે વખતે અથાક પરિશ્રમ કરીને તેમણે બંને મિલોને ઠીક ઠીક નફો આપતી કરી હતી. તેમને આ ઉદ્યોગમાં મળેલી સફળતાને પરિણામે રાયપુર મિલના શેર અઢીસો રૂપિયા પ્રીમિયમથી વેચાતા હતા.
નગરશેઠ મયાભાઈના સ્વર્ગવાસ પછી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પ્રમુખપદ લાલભાઈ શેઠને સોંપાયું હતું. આ જવાબદારી તેમણે ઉત્તમ રીતે બજાવી હતી. પેઢીનો હિસાબ વ્યવસ્થિત સ્વરૂપમાં જૈનસમાજ સમક્ષ મૂકવાનો તેમણે આગ્રહ રાખેલો. વળી ગિરનાર અને રાણકપુર તીર્થનો વહીવટ તેમના કાર્યકાળ દરમ્યાન જ પેઢીને હસ્તક આવ્યો હતો.
લૉર્ડ ર્ક્સને માઉન્ટ આબુની મુલાકાત લીધી તે વખતે દેલવાડાનાં જૈન મંદિરોનાં ક્લાપૂર્ણ શિલ્પ સ્થાપત્યથી પ્રભાવિત થઈને તે મંદિરો સરકારી પુરાતત્ત્વ ખાતાને સુરક્ષા માટે સોંપવાનો તેમણે પ્રસ્તાવ મૂકેલો. તેનો લાલભાઈ શેઠે વિરોધ કરેલો અને પેઢી હસ્તક તેની સુરક્ષા સુપેરે ચાલે છે તેની ખાતરી કરાવવા આઠ-દસ વર્ષ સુધી મંદિરોમાં કારીગરોને કામ કરતા બતાવ્યા હતા!૧૦
૧૯૦૮માં સમેતશિખર પર્વત પર ખાનગી બંગલાઓ બાંધવાની મંજૂરી સરકાર તરફથી આપવાની જાહેરાત થતાં પેઢીના પ્રમુખ તરીકે તેમણે તેની સામે વિરોધ નોંધાવીને, જૈન સમાજના અગ્રણીઓની સાથે સરકાર સમક્ષ રજૂઆત કરીને તે મંજૂરી પાછી ખેંચાવી હતી. આ વખતે ત્યાં પગ ખસી જવાથી પડી જતાં તેમના હાથનું હાડકું તૂટી ગયેલું. તેને લીધે તેમને કલકત્તા ખાતે બાબુ માધવલાલ દુગ્ગડને ત્યાં રહીને ત્રણ માસ સુધી સારવાર લેવી પડી હતી.૧૨
સને ૧૯૦૩થી ૧૯૦૮ સુધી તેમણે જૈન શ્વેતાંબર કોન્ફરન્સના મહામંત્રી તરીકે સેવાઓ આપી હતી. પૂરી નિષ્ઠાથી હૃદય રેડીને કામ કરવાની આદત;
Scanned by CamScanner
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૪ પરંપરા અને પ્રગતિ
એટલે જયારે બીજાં કામોની જવાબદારી વધી ત્યારે માત્ર શોભાનું પદ ધારણ કરવાનું ઉચિત નથી એમ માનીને તેમણે કેન્ફરન્સના આ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.
ધર્મકાર્યો અને તીર્થસેવાનાં કામમાં હતો તેટલો જ લોકહિતનાં કામોમાં તેમને સક્રિય રસ હતો. તેઓ ગુજરાત કોલેજના ટ્રસ્ટી હતા. શાળાઓ, પુસ્તકાલયો અને સામાજિક સંસ્થાઓના હિતેચ્છુ દાનવીર તરીકે તેમની સુવાસ ગુજરાતભરમાં ફેલાઈ હતી. તેમણે પિતાના સ્મરણમાં રતનપોળમાં ધર્મશાળા બંધાવી હતી અને માતાની સ્મૃતિમાં ઝવેરીવાડમાં કન્યાશાળા સ્થાપી હતી. તેમની સેવાઓની કદરરૂપે સરકારે તેમને સરદારનો ખિતાબ એનાયત કર્યો હતો.
૧૯૧૧માં ભાઈઓના આગ્રહને કારણે પિતાની મિલકતનું વિભાજન કરવાનો પ્રસંગ ઊભો થયો. તેમાં ભાઈશંકર નાનાભાઈ સોલિસિટર મધ્યસ્થી હતા. સરસપુર મિલ ભાઈઓને મળી ને રાયપુર મિલ લાલભાઈને ભાગે આવી. ઘરની બાબતમાં નારાજી રહી ગઈ. આ ઘટનાએ તેમના દિલ પર ઊંડી ચોટ લગાડી. પરંતુ વજ હૃદય કરીને વેદનાને અંદર ભારી રાખી. આ અરસામાં જ માંદી પુત્રી કાન્તાબહેનને લઈને તેમનાં પત્ની મોહિનાબહેન ડુમસ હવાફેર માટે . ગયાં હતાં. દરમ્યાનમાં તા. ૫ જૂન, ૧૯૧૨ના રોજ એકાએક હૃદય બંધ પડવાથી લાલભાઈ શેઠ અવસાન પામ્યા. આગલે દિવસે તો તેમણે એક ગાર્ડન પાર્ટીમાં હાજરી આપી હતી.'
ઘેરા શોકમાં ડૂબેલાં મોહિનાબાને માથે સાત સંતાનોની સંભાળ રાખવા ઉપરાંત પતિએ ઊભી કરેલી મિલકતના વહીવટ પર દેખરેખ રાખવાની કપરી ફરજ આવી પડી. તે તેમણે ઘણી કુનેહ અને કુશળતાથી બજાવી. તેઓ ધર્મપ્રેમી હતાં તેટલાં જ શાણાં, ઠરેલ અને વ્યવહારદક્ષ સન્નારી હતાં. ઘરનો વહીવટ સુંદર રીતે ચલાવવા ઉપરાંત પતિના મૃત્યુ બાદ વીસ વર્ષ સુધી ઘરખર્ચનો પાઈએ પાઈનો હિસાબ જાતે નોંધી રાખેલો, જે આજે પણ સચવાયેલો છે. પતિએ પાડેલી પ્રણાલિકાને વફાદાર રહીને ઘરનો મોભો અને કુટુંબની પ્રતિષ્ઠા જાળવી રાખવાની કાળજી તેમણે છેવટ લગી રાખી હતી. કસ્તૂરભાઈ અને તેમનાં ભાઈબહેનોને મોહિનાબાએ પિતાની ખોટ સાલવા ન દીધી.
પિતાના અવસાન સમયે કસ્તૂરભાઈ મૅટ્રિક પાસ કરીને તાજા જ ગુજરાત
Scanned by CamScanner
Page #50
--------------------------------------------------------------------------
________________
ઘડતર
૩૫
કૉલેજમાં દાખલ થયા હતા. જુવાનીને ઉંબરે ઊભેલા પુત્રને પિતાની ઝળહળતી
સર કારકિર્દી પ્રત્યે અહોભાવ હતો. પિતા જ પુત્રનો આદર્શ બની ગયા હતા. પિતાનું જાજરમાન વ્યક્તિત્વ પુત્રની નજર આગળથી જાણે ખસનું જ નહોતું. તેમણે સિચેલા સંસ્કારો દીપાવી શકાશે? તેમણે કરેલો જીવનમૂલ્યોનો બોધ પચાવી શકશે? તેમણે સ્થાપેલાં કાર્યશક્તિનાં ધોરણો જાળવી શકાશે? પિતાના જેટલી સિદ્ધિની કક્ષાએ પહોંચી શકાશે ખરું?
- આવા આવા પ્રશ્નો ગંભીર પ્રકૃતિના કોલેજિયન પુત્રને પિતાની વિદાય પછી મૂંઝવી રહ્યા હતા.
ટીપ ૧. એકલા, પૃ. ૬. ૨. કમુ. ૩. એવો એક મૈત્રીસંબંધ તેમને તાલુકદારી સેટલમેન્ટ ઑફિસર મિ. ટપ્પર સાથે હતો. લાલભાઈની વિક્ટોરિયા ગાડીમાં તે દરરોજ સાંજે ફરવા જતા. ભાઈઓ સાથે મઝિયારો વહેંચ્યો ત્યારે લાલભાઈના ભાગમાં પાનકોર નાકા નજીકનો ગોલવર્ડ બંગલો આવેલો. પાનકોર નાકાનો વંડો અને આ બંગલાની વચ્ચે મુસ્લિમ વકફની માલિકીની જગા હતી. વકફને માથે દેવું થઈ ગયેલું એટલે લાલભાઈના અવસાન પછી કસ્તૂરભાઈ અને તેમના ભાઈઓ મિ. ટપ્પરને મળ્યા ને વકફની જગા તેમને વેચી દેવા વિનંતી કરી. ટપ્પર માનશે કે નહીં તેની તેમને ખાતરી નહોતી. એટલે પહેલાં મોટાં બહેનને રજૂઆત કરવા મોકલેલાં. એ જમાનામાં આ અધિકારીઓ વિશાળ સત્તા ભોગવતા. તેમણે આનાકાની વગર વકફની ચાર હજાર ચોરસવાર જગા નવ રૂપિયાના ભાવે લાલભાઈ શેઠના પુત્રોને વેચી દીધી. કસ્તૂરભાઈએ તેમને ચાંદીનો ટી-સેટ ભેટ મોકલ્યો. પણ ટપ્પરે તે લીધો નહીં.લાલભાઈ સાથેની મિત્રતાને નાતે પોતે આ કામ કર્યું હતું એમ કહેલું. KD II, p. 8. ૪. ઍકલા, પૃ. ૮. ૫. કમુ. ૬. એકલા, પૃ. ૯. ૭. કમુ. ૮. KD II, p. 1 (5-10-1964). ૯. તોલેરા, પૃ. ૬. ૧૦. તીલેરા, . ૬૩. ૧૧. તારા, . ૬૦-૬૨. ૧૨. તીજોરા, ૫. ૬. ૧૩. તીલેરા . ૬૨.
Scanned by CamScanner
Page #51
--------------------------------------------------------------------------
________________
શાન્તાનુકૂલ પવનો
કસ્તુરભાઈ ગુજરાત કોલેજમાં દાખલ થયા તે વખતે રોબર્ટસન પ્રિન્સિપાલ હતા અને આનંદશંકર ધ્રુવ, એમ. એસ. કોમીસરિયટ, સાંકળચંદ શાહ અને વીરમિત્ર દિવેટિયા જેવા ખ્યાતનામ પ્રોફેસરો હતા. ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ કોલેજમાં ભણતા, તેમાં ભાગ્યે જ દસ ટકા જેટલી કન્યાઓ હશે. તે દિવસોમાં હાલ જે આર્સ બિલ્ડિંગ છે તેમાં આખી કોલેજ બેસતી.
સત્તર-અઢાર વર્ષનો જુવાન કોલેજમાં પગ માંડે ત્યારે કેટકેટલાં રંગીન સ્વપ્નાં સેવતો આવે છે.કસ્તૂરભાઈએએવાં સ્વપ્નાં ન સેવ્યાં હોય એમ માનવાને કારણ નથી. કોલેજનાં ચાર વર્ષ જ્ઞાન અને ગમ્મતમાં આનંદથી ગાળવાનું ગુલાબી સ્વપ્ન તેમણે સેવ્યું હતું. પરંતુ પિતાના મૃત્યુએ તેમનું તે સ્વપ્ન રોળી નાખ્યું.
મઝિયારું વહેંચાતાં કુટુંબને ભાગે આવેલી રાયપુર મિલનો કારભાર લાલભાઈ જતાં કોઈકે ઉપાડી લેવાની જરૂરિયાત ઊભી થઈ હતી. મોટાભાઈ ચીમનલાલ પિતાની હયાતી દરમ્યાન જ તેમાં જોડાઈ ગયા હતા. પરંતુ તેઓ એક્લા એટલો બહોળો વહીવટ સંભાળી શકે તેમ નહોતું. તેમની પડખે ઘરનું કોઈ માણસ ઊભું રહે તો જ મિલનું કામ વ્યવસ્થિત ચાલી શકે. મોહિનાબાની દૃષ્ટિ કસ્તૂરભાઈ પર પડી. માતાને તેમની શક્તિ ઉપર વિશ્વાસ હતો. તેમણે પુત્રને પાસે બોલાવીને ભારે હેયે કહ્યું:
Scanned by CamScanner
Page #52
--------------------------------------------------------------------------
________________
શાન્તાનુકૂળ પવનો ૩૭
1
“ભાઈ, અભ્યાસ છોડીને મિલના કામમાં જોડાઈ જા"
હજ માંડ છ મહિના કોલેજમાં કાઢયા હતાં એટલામાં તે છોડવાની વાત આવી તે કસ્તૂરભાઈને ગમ્યું નહીં. મનમાં ગડમથલ ચાલી. ભણવાની ઉર ઇચ્છા હતી. બીજી તરફ લાગતું હતું કે મારા TMIK વિજાપાતીલોની આજ્ઞાનું ઉલ્લંઘન શી રીતે થાય? છેવટે માતાની ઇચ્છાનો વિજય નો ૧ દલીલ કર્યા વગર તત્કાળ કોલેજ છોડી દીધી અને ૧૯૧૨ના ઓગસ્ટમાં મિલના વહીવટમાં જોડાઈ ગયા.
મોટાં બહેન ડાહીબહેને જોયું કે મજબૂરીથી ધંધામાં જોડાવાનું આવ્યું એટલે સ્તરભાઈને કોલેજ છોડવી પડી છે. તેમણે ભાઈને શિખામણ આપી:
ભણતર અધૂરું રહ્યું તો ભલે, પણ ભાઈ, અંગ્રેજી શીખવાનું રાખજે, ધંધામાં કામ લાગશે.”
' ભાઈએ બહેનની સોનેરી શિખામણ માથે ચડાવી. ધંધામાં ગળાબૂડ ડૂબેલા હોવા છતાં, ઘેર શિક્ષક રાખીને, મહેનત કરીને, અંગ્રેજીનો અભ્યાસ પાકો કરી લીધો. આને લીધે આગળ જતાં દેશમાં તેમ જ પરદેશમાં વિવિધ વ્યવસાયના માણસો સાથે સીધી વાતચીત કરવામાં તેમને સહેજ પણ મુક્લી પડી નહીં. - થોડે નફે ઝાઝો વેપાર ખેડવાનો એ જમાનો હતો. અમદાવાદમાં ઘણાંખરાં કારખાનાં પાંચ લાખ રૂપિયાની મૂડીથી ઊભાં થયેલાં. પછી લાંબા ગાળાનાં રોકાણો તેમ જ ચાલુ ખર્ચ માટે મૂડી જોઈએ તે થાપણો દ્વારા કે બૅન્કોની નજીવી મદદથી ઊભી થઈ શકતી.
- કસ્તૂરભાઈએ રાયપુર મિલમાં જવાનું શરૂ કર્યું તે વખતે ચારે બાજુમંદીનું વાતાવરણ હતું. મિલ માત્ર સૂતર ઉત્પન્ન કરતી. ૧૯૧૨માં તેનો એકંદર નફો રૂ. ૫૫,૦૦૦ હતો. તેમાંથી ઘસારા ખર જતાં મૂડીના રોકાણના પ્રમાણમાં ખોટ જવા જેવી સ્થિતિ હતી. મિલની આ દશા જોઈને નવા આવેલા કસ્તૂરભાઈને લાગ્યું કે પિતાજી ત્રણ લાખ રૂપિયાના શેર મૂકી ગયા છે, તેને બદલે એટલી રોકડ રકમ મૂકી ગયા હોત તો તેના વ્યાજમાંથી સુખે રહી શકાત.
પરંતુ આ તો ક્ષણિક આવેગમાં આવેલો વિચાર હતો. સાહસિક ઉદ્યોગવીરને માટે તો આ પરિસ્થિતિ પડકારરૂપ ગણાય. એ પડકારને ઝીલવાની કસ્તૂરભાઈમાં શક્તિ હતી, પરંતુ તેની પ્રતીતિ તેમને એ વખતે થયેલી નહીં.
ક
Scanned by CamScanner
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૮
પરંપરા અને પ્રગતિ
પિતાના અવસાન પછી કાકા રાયપુર મિલના વહીવટ પર દેખરેખ રાખવા આવતા. તેમણે કસ્તુરભાઈને ટાઈમકીપરનું કામ સોંપેલું. થોડો વખત એ કામ ર્યા પછી તેમને એનો કંટાળો આવ્યો. માતાને તેની ફરિયાદ પણ કરી. બુદ્ધિ કસવાની ના આવે તેવા યાંત્રિક કામમાં તેમના જેવા શક્તિશાળી જુવાનને શી રીતે રસ પડે? પછી સ્ટોર્સનું કામ સોંપાયું. સ્ટોર્સની ખરીદીમાં ચીવટ અને દીર્ધદૃષ્ટિથી વિચાર કરવાનું વલણ આરંભથી જ તેમનામાં હતું. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું તે અરસામાં તેમણે મિલની અમુક યંત્રસામગ્રી (Healds and Recds) ભવિષ્યમાં કદાચ મળવી મુશ્કેલ બનશે એવી ગણતરીથી મોટા જથ્થામાં ખરીદી. જે એક-બે મહિના ચાલે તેટલી લેવાતી તે તેમણે દસ-બાર મહિના ચાલે તેટલી ખરીદી. જોકે તેમના આ પગલાથી કશું નુકસાન થયું નહોતું તેમ છતાં વ્યવસાયમાં નવા નિશાળિયા કસ્તૂરભાઈને તેમની આ પ્રગભૂતા બદલ કાકાઓનો ઠપકો ખાવો પડ્યો હતો.'
કાપડની ગુણવત્તાનો આધાર કાચા માલની જાત પર રહેતો. એટલે મિલમાં ખરીદ થતા રૂની જાત બરાબર તપાસીને લેવામાં ન આવે તો નુકસાન જાય. રૂના વેપારી જે નમૂનો બતાવે તે મુજબનો માલ આવ્યો છે કે નહીં તેની પરખ મિલમાં આવતી ગાંસડીઓ પરથી થતી. કસ્તૂરભાઈને માથે રૂની પરખની જવાબદારી આવી. સામાન્ય રીતે પરખનું કામ મિલમાં જ થતું, પણ તેમણે રૂની જાતને બરાબર જોઈ-તપાસીને ઓળખવા માટે ગામેગામ ફરવાનું રાખ્યું. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓનાં ગામડાંમાં જઈને તે રૂની પરખ કરવા લાગ્યા. આથી ઘણાને આશ્ચર્ય થતું. શેઠિયાના છોકરા આમ ગામડાંમાં ફરે અને રૂની જાત તપાસી સોદા કરે એ વસ્તુ રૂના વેપારીઓ માટે નવી હતી તેમ મિલમાલિકો માટે પણ નવી હતી. જુવાન કસ્તૂરભાઈને ગામડાંમાં ફરવાની નાનમ નહોતી. સ્થળ પર જ રૂની જાત તપાસવાનો કમ રાખ્યો તેથી તે પરખની કુશળતા જોતજોતામાં એવી સિદ્ધ થઈ શકી કે આજે ગુજરાતમાં બલકે ભારતમાં એ બાબતમાં તેમની બરોબરી કરે તેવું ભાગ્યે જ કોઈ મળશે. જુદા જુદા જિલ્લાઓના પાક વચ્ચેનો તફાવત એ નમૂનો જોતાં જ કહી
આ અનુભવે તેમને કાપડ-ઉદ્યોગની જાણકારી મૂળમાંથી કરાવી. બે જ વર્ષમાં પોતે સ્વતંત્ર રીતે મિલનો વહીવટ સંભાળી શકશે એવી આત્મશ્રદ્ધા
Scanned by CamScanner
Page #54
--------------------------------------------------------------------------
________________
શાન્તાનુકૂલ પવનો ૩૮
ની બીજા શેઠિયાઓની માફક કહેવાતા નિષ્ણાતોની મદદ ઉપર આધાર Aખવાને બદલે તેમણે વહીવટની નાનીમોટી બાબતો જાતે સમજીને શીખવાનો * રાખ્યો. ગમે તેવી અટપટી વસ્તુને ઝડપથી ગ્રહણ કરીને નફાનુકસાનનો
સાબ વાસ્તવિક ધોરણે કાઢીને તત્કાળ નિર્ણય લેવાનું વલણ રાખ્યું. આથી મોટી યોજનાઓને સમજી-તપાસી વ્યવહારુ દૃષ્ટિએ કિંમત કાઢતાં તેમને વાર લાગતી નહીં.
લાલભાઈ શેઠે રાયપુર મિલમાં શાળખાતું નાખવાનું નક્કી કરેલું. કસ્તૂરભાઈએ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે શાળખાતાનું મકાન બંધાતું હતું. વિખ્યાત દાનવીર શેઠ હઠીસિંગ કેસરીસિંગના પત્ર પુરુષોત્તમ હઠીસિંગ કસ્તૂરભાઈના મોટા બનેવી થાય. મિલના વહીવટમાં તેમનું માર્ગદર્શન મળતું. તેમની સૂચનાથી એક ઘણા જ કાબેલ વીવીંગ માસ્તરને શાળખાતાની જવાબદારી સોંપવામાં આવી. પ્રથમ તબક્કે ૩૩૬ શાળ નાખવામાં આવી હતી. કસ્તુરભાઈએ મિલમાંથી ઊંચી ગુણવત્તાવાળું કાપડ ઉત્પન્ન કરવાની ધારણા રાખેલી તે મુજબ પહેલા જ વર્ષથી ઊંચી જાતના કાપડનું ઉત્પાદન થયું.
બરાબર આ જ અરસામાં (૧૯૧૪ના અંતભાગમાં) પ્રથમ વિશ્વયુદ્ધ કાટી નીકળ્યું. તેને લીધે પરદેશથી આયાત થતા કાપડનો મોટો જથ્થો લડાઈ માટે જ વપરાઈ જવા લાગ્યો. લડાઈ પહેલાં લેંકેશાયરથી ભારતમાં ત્રણસો કરોડ વાર કાપડ આયાત થતું તે ઘટીને લડાઈનાં વર્ષોમાં એક્સો ત્રીસ કરોડ વાર થઈ ગયું. એટલે સ્વાભાવિક રીતે જ ભારતમાં મિલના કાપડની માંગ વધી. જેટલું કાપડ ઉત્પન્ન થતું તે તમામ ખપી જવા લાગ્યું. મિલમાલિકોને કાપડના મોંમાગ્યા દામ મળ્યા. ખોટ કરતી મિલ જોતજોતામાં સારો એવો નફો કરતી થઈ.
પ્રથમ પ્રયત્ને મળેલી આ પ્રકારની સફળતાએ કસ્તૂરભાઈને ધંધા પર વિશેષ પકડ જમાવવા પ્રોત્સાહિત કર્યા. આ વખતથી જ તેમણે દીર્ધદૃષ્ટિ રાખીને કેટલાક નીતિવિષયક સિદ્ધાંતો અપનાવ્યા હતા:
(૧) માલની ગુણવત્તા ગમે તે ભોગે ટકાવી રાખવી.
(૨) ટૂંકી દૃષ્ટિએ થતો તત્કાળ લાભ જોવો નહીં, પણ લાંબા ગાળાના લાભનો વિચાર કરીને આયોજન કરવું.
(૩) રૂકે તેના જેવા કાચા માલની હલકી જાત વાપરવી નહીં.
Scanned by CamScanner
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૦
પરંપરા અને પ્રગતિ
(૪) જે તે વિભાગનું સંચાલન નિષ્ણાતને સોંપવું. તેને પોતાની બુદ્ધિશક્તિનો મુક્તતાથી વિનિયોગ કરવાની છૂટ આપવી. - રાયપુર મિલમાં એકધારી ઊંચી ગુણવત્તાવાળું કાપડનું ઉત્પાદન થવા લાગ્યું તેથી તેની નામના દેશભરમાં થઈ.
એકવાર અમુક જાતનું કાપડ વખણાયા પછી તેની ગુણવત્તા સતત જળવાઈ રહેતી નથી. ઊંચી જાતના તાણાની સાથે હલકો વાણો વાપરવાનું વલણ કેટલીક મિલોમાં જોવા મળે છે. ૧૯૧૩થી ૧૯૩૮ સુધીનાં પચીસ વર્ષ દરમ્યાન રાયપુર મિલે એક જ જાતનો તાણો અને વાણો કાંતવા અને વણવાનો નિયમ રાખ્યો હતો. તેને લીધે તેનું કાપડ એટલું બધું વખણાયું ને વેચાયું કે દેશમાં સૌથી વધુ નફો કરનાર મિલોમાં તેની ગણના થઈ. “આથી હું એમ માનતો થયો કે કોઈ પણ ઉદ્યોગપતિએ ઉત્પાદનની કક્ષા ઉપર ખૂબ જ ભાર મૂકવો જોઈએ”—એમ કસ્તૂરભાઈએ પોતાના અનુભવો વર્ણવતાં કહેલું છે.
અનુભવ વધતો ગયો તેમ મિલનો વહીવટ સ્વચ્છ અને કરકસરભર્યો બનતો ગયો. પ્રામાણિકતાને પાયામાં રાખીને આર્થિક વ્યવહાર અને નફાની ગણતરી કરવાની નીતિ તેમણે અપનાવી. શેરહોલ્ડરોના હિતનું પૂરેપૂરું જતન થાય એની તકેદારી તેમણે પહેલેથી જ રાખવા માંડી. શેરહોલ્ડરોની મૂડીનું ટ્રસ્ટની માફક જતન કરીને તેમાંથી વધુમાં વધુ નફો ઉત્પન્ન કરીને તેનો લાભ તેમને કરી આપવો એ પોતાના હિતની વાત છે એમ મિલમાલિક તરીકે તેમણે પહેલેથી વિચાર્યું હતું. તેમની આ ઉદાર અને વ્યવહારુ નીતિના ફળરૂપે રાયપુર મિલના એક હજાર રૂપિયાના શેરના બદલામાં આજ સુધીમાં એક લાખ રૂપિયા કરતાં પણ વધુ વળતર શેરહોલ્ડરોને મળી શક્યું છે.
તેમણે જોયું કે આ વ્યવસાયમાં બીજા નિકટના સાથીદારો તે વેપારીઓ છે, જેમની મારફતે મિલમાં ઉત્પન્ન થયેલો માલ વેચાય છે; આ વેપારીઓ બે પૈસા કમાશે અને સંતુષ્ટ થશે તો તેથી મિલને ફાયદો થશે.માત્ર માગ અને પુરવઠાની સ્થળ ગણતરીથી ચાલવાને બદલે તેમાં તેમણે માનવીય સ્તરનો મનોવૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો. તેને પરિણામે અમદાવાદમાં તેમ જ અન્યત્ર તેમના એજન્ટ તરીકે કામ કરતા વેપારીઓની ચાહના તેઓ કમાઈ શક્યા છે.
૧૯૧૬-૧૭ના ગાળામાં પોતાની મિલનો માલ વેચવા માટે તેમણે બહાર
Scanned by CamScanner
Page #56
--------------------------------------------------------------------------
________________
Scanned by CamScanner
૧૯૪૯માં શ્રી ચિનુભાઈ ચીમનભાઈના શુભ લગ્ન પ્રસંગે કુટુંબીજનો સાથે શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી શારદાબહેન જુઓ પૃ. ૪૨
Scanned by CamScanner
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૧
શાન્તાનુકૂલ પવનો
ગામ રહેતા વેપારીઓનો પ્રત્યક્ષ સંપર્ક સાધ્યો હતો. તે નિમિત્તે તેમણે દક્ષિણ ભારતનો પ્રવાસ ખેડચો હતો. દલાલ ઉપરાંત સાથે એક મદદનીશ રાખેલો જે રસોઈ પણ કરી દેતો. ધર્મશાળામાં ઊતરતા. કાપડની કઈ જાત કયા પ્રદેશમાં વિશેષ ચાલે તેમ છે, તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે કે કેમ, બજારમાં ક્યો માલ સ્પર્ધામાં છે, તેની સામે ટકી રહેવા માટે શું કરવું જોઈએ, માલ લેનાર વેપારીની પેઢીની તેના ગામમાં ને બજારમાં કેવી આબરૂ છે, તેને આપણા માલમાં વિશેષ રસ શી રીતે ઉત્પન્ન થઈ શકે વગેરે અનેક ઝીણી ઝીણી પણ મહત્ત્વની બાબતોનો તેઓ કયાસ કાઢી લેતા. કાપડબજારની રૂખ વિશેની તેમની જાણકારીનો પ્રભાવ સામા માણસ પર પડતો. વિશેષ તો તેમની સાદાઈ ને કરકસરભરી રહેણી તથા સહાનુભૂતિપૂર્ણ પ્રામાણિક વ્યવહારની અસર વેપારી પર એવી પડતી કે ઘણુંખરું તેની સાથે કાયમનો સંબંધ બંધાઈ જતો. આ પ્રવાસ દરમ્યાન વિવિધ પ્રદેશના લોકોની ખાસિયતો, જરૂરિયાતો અને વ્યાવસાયિક વિશિષ્ટતાઓ સમજવાની તેમને તક મળી. આ જુવાન ઉદ્યોગપતિએ ઊછરતી વયમાં દેશના વેપારઉદ્યોગની વાસ્તવિક સ્થિતિનું આ રીતે દર્શન કર્યું, તેણે તેમના ભવિષ્યનાં સાહસોના આયોજનમાં ખાતરનું કામ કર્યું હતું."
બેત્રણ વર્ષમાં જ કસ્તૂરભાઈએ રાયપુર મિલને ભારતના નકશા પર મૂકી દીધી અને પોતે એક બાહોશ અને શક્તિશાળી ઉદ્યોગપતિ તરીકે અમદાવાદમાં આગળ આવ્યા.
આ અરસામાં (૧૯૧૫) તેમનાં લગ્ન લેવાનું નક્કી થયું. એ જમાનો બાળલગ્નનો હતો. ખાનદાન કુટુંબનાં બાળકો તો ઘોડિયામાંથી ઝડપાતાં. કસ્તૂરભાઈનું સગપણ આઠ વર્ષની ઉંમરે અમદાવાદમાં ઝવેરાતનો વ્યવસાય કરતા તેમની જ ઓસવાળ જ્ઞાતિના શ્રી ચમનલાલ વાડીલાલ ઝવેરીનાં પુત્રી શારદાબહેન સાથે થયું હતું. તે વખતે શારદાબહેનની ઉંમર બે વર્ષની હતી.૧° કસ્તૂરભાઈની ઇચ્છા લગ્નની જવાબદારી ‘આટલી વહેલી’ લેવાની ન હતી, જોકે તેમની ઉંમર એકવીસ વર્ષની થઈ હતી તે એક રીતે જોતાં નાની ન ગણાય. પરંતુ ઉદ્યોગનાં નાનાંમોટાં કામ શીખવામાં તેમને આ વખતે એટલો રસ પડ્યો હતો કે બીજા કશાનો વિચાર આવતો જ નહીં. લગ્ન એટલે સંતાનની જવાબદારી. તે માટે તેમની તૈયારી નહોતી. વળી, ૧૯૧૪ના ડિસેમ્બર માસમાં તેમના મોટા બનેવી પુરુષોત્તમ
Scanned by CamScanner
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૨
પરંપરા અને પ્રગતિ
ભાઈ હઠીસિંગનું અવસાન થયેલું. તેનો ઘેરો શોક કુટુંબમાં હતો. આમ, અનેક પ્રતિકૂળતાઓ હતી છતાં તેમનાં રૂઢિચુસ્ત સાસરિયાંના આગ્રહ આગળ માતાને નમતું જોખવું પડ્યું. ૧૯૧૫ના મે મહિનામાં તેમના લગ્નનો પ્રસંગ સાદાઈથી ઊજવવામાં આવ્યો.
શારદાબહેન શાંત, સૌમ્ય અને સ્નેહાળ પ્રકૃતિનાં ગૃહિણી બન્યાં. મોહિનાબાની માફક તેઓ પણ માતૃપક્ષે નગરશેઠ કુટુંબનાં હતાં. વળી સાસુની જેમ ધર્મપરાયણ અને વ્યવહારદક્ષ પણ ખરાં. આ ઉમદા સન્નારી કસ્તૂરભાઈના કુટુંબમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયાં.
કસ્તુરભાઈ આમ વ્યવસાયમાં તેમ સંસારમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે ઉજજવલ ભાવિનો શુભ સંકેત દર્શાવતા સંજોગોના શાતાનુકૂલ પવનનો આફ્લાદક સ્પર્શ અનુભવી રહ્યા હતા.
- ટીપ '૧. તે જમાનામાં આશાસ્પદ ભાવિ ધરાવતા પુત્રો માતાને પ્રસન્ન રાખવા પોતાની કારકિર્દીનો ભોગ આપતાં પણ ખચકાતા નહિ તેનું એક જવલંત દૃષ્ટાંત વિખ્યાત ધારાશાસ્ત્રી લલ્લુભાઈ આશારામનું છે. ૧૮૯૦માં લલ્લુભાઈ એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયેલા અને તેમની ઉંમર એ વખતે માત્ર ઓગણીસ વર્ષની હતી. તેમને સિવિલ સર્વિસની પરીક્ષા માટે વિલાયત મોકલવાનો આર્થિક પ્રબંધ તેમના પિતાશ્રી આશારામભાઈ વિચારતા હતા. પરંતુ તેમનાં માતુશ્રીએ સાફ કહી દીધું કે, “હાનાભાઈને તમે સૌ આટલે બધે આઘે ત્રણ-ત્રણ વર્ષ માટે દેશનિકાલ કરશો ને તો હું સાફ કહી દઉં છું કે એ મારાથી ખાવાનું નથી. ચિંતામાં ને ચિંતામાં મારો દેહ પડી જશે, એ નક્કી.” માતાનાં આ વચનો સાંભળીને લલ્લુભાઈએ એ ઘડીથી જ વિલાયત જવાની અભિલાષાને દેશવટો આપ્યો ને કહ્યું, “માતાને ન ખપે તે શા ખપનું?” (આદશા, પૃ. ૮૦– ૮૩). ૨. શંકલા, પૃ. ૧૨; KD I[, p. 3 તા. ૫-૧૦-૬૪ની ધ૩. એજન; સંચય, પૃ. ૧૩.૪.KD II, p. 3. ૫. KD II, pp. 3–4. ૬. KD II, p. 4. ૭. સંચય, પૃ. ૧૩. ૮. એકલા, પૃ. ૧૫. ૯. KD, p. 21. ૧૦.KD, p. 1.
Scanned by CamScanner
Page #60
--------------------------------------------------------------------------
________________
કસોટી અને પદાર્થપાઠ
કસ્તૂરભાઈ કાપડ-ઉદ્યોગમાં સ્થિર થતા જતા હતા તે અરસામાં જ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફર્યા હતા. ૧૯૧૫ના મેની ૨૫મીએ તેમણે અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. પહેલાં કોચરબમાં બૅરિસ્ટર
જીવણલાલ દીવાનના ભાડે લીધેલા મકાનમાં આશ્રમ ચાલ્યો. બે વર્ષ બાદ સાબરમતીના તીરે જેલની પડોશમાં જમીન ખરીદીને ત્યાં કાયમી નિવાસનો પ્રબંધ કર્યો હતો.
ગુરુ ગોખલેની સલાહ અનુસાર ગાંધીજીએ એક વર્ષ દેશનો પ્રવાસ કરીને પ્રજાજીવનની વાસ્તવિક સ્થિતિનો પ્રત્યક્ષ ખ્યાલ મેળવ્યો હતો. પ્રજાની ગુલામી અને ગરીબીએ તેમના હૃદયના મર્મ વીંધી નાખ્યા હતા. પોતે જે પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં કર્યો હતો તે સત્યાગ્રહના પ્રયોગ માટે સ્વદેશમાં પ્રજાના તમામ
સ્તરે જાગૃતિ લાવીને અનુકૂળ ભૂમિકા તૈયાર કરવા માટે તેમણે મન, વચન અને કર્મથી પુરુષાર્થ આરંભી દીધો હતો.
૧૯૧૫થી ૧૯૧૭ના ગાળામાં અમદાવાદમાં પચાસેક મિલો ચાલતી હતી અને ચાળીસ હજાર જેટલા મજૂરો તેમાં કામ કરતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું. તેનો લાભ મિલોને સારી પેઠે મળતો હતો. તેમનો માલ ધમધોકાર વેચાતો હતો. એટલામાં મરકીનો ઉપદ્રવ શરૂ થયો. માણસો ઉદરની જેમ ટપોટપ મરવા લાગ્યા. ‘મરકીને કોચરબ છોડવાની નોટિસરૂપે ગણીને ગાંધીજીએ આશ્રમ
Scanned by CamScanner
Page #61
--------------------------------------------------------------------------
________________
પરંપરા અને પ્રગતિ
તાબડતોબ સાબરમતી ફેરવ્યો ને તંબૂમાં રહેવા માંડ્યું.
અમદાવાદ શહેરના ઘણા શ્રીમંત અને મધ્યમ વર્ગના લોકો શહેર બહાર તંબૂ તાણીને કે અન્યથા જરૂરી સગવડ ઊભી કરીને રહેવા લાગ્યા. પણ ગરીબ વર્ગ કયાં જાય ? ગામડેથી મજૂરી કરવા આવેલ લોકો આ રોગના ત્રાસથી વતનમાં ભાગી જવા લાગ્યા.
આ પરિસ્થિતિમાં મિલોમાં મજૂરની તંગી ઊભી થઈ. કાપડનું બજાર ગરમાગરમ હતું એટલે માલિકોને મિલ બંધ રહે તે પાલવે તેમ નહોતું. આથી વધુ પગાર આપીને એક મિલમાંથી બીજી મિલમાં મજૂરોને ખેંચવાનો પેંતરો ચાલ્યો. પરિણામે મજૂરોનું વેતન વધતું ગયું. ૧૯૧૭ની આખરે મજૂરોનું વેતન વર્ષની શરૂઆતમાં હતું તેના કરતાં નેવુંÖ ટકા વધી ગયું.
૧૯૧૮ના આરંભમાં માલનો ઉપાડ ઓછો થઈ ગયો. કાપડબજાર ઢીલું થયું. મિલોને લાગ્યું કે મજૂરોના પગારનું ધોરણ નીચું લઈ જવામાં નહિ આવે તો બિલકુલ નફો રહેશે નહિ. એટલે મજૂરોના વેતનમાં કાપ મૂકવાનું નક્કી થયું. અંબાલાલ સારાભાઈએ મિલમાલિકોનું સંગઠન કરીને આગેવાની લીધી. કસ્તૂરભાઈનું મકાન પાનકોર નાકે શહેરની મધ્યમાં હોવાથી મિલમાલિકોની સભા ત્યાં ભરાતી.બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે મજૂરોના પગારમાં વીસ ટકાથી વધુ વધારો આપવો નહિ. મજૂરોએ આ કાપ સ્વીકાર્યો નહીં. અંબાલાલ સારાભાઈનાં બહેન અનસૂયાબહેને મજૂરોની આગેવાની લીધી અને માલિકો આગળ મજૂરોના કેસની રજૂઆત કરી. મજૂરોના પગારના દર મૂળે ઘણા ઓછા હતા એટલે તેમાં થયેલ વધારામાં આટલો મોટો કાપ મૂકવો તે અન્યાય્ય છે એમ તેમણે કહ્યું. પરંતુ માલિકો એકના બે ન થયા.
એ વખતે ગાંધીજી ચંપારણ્યમાં હતા. અનસૂયાબહેને તેમને પત્ર દ્વારા મજૂરોની હકીકત લખી. ગાંધીજી અમદાવાદ આવ્યા. તેમને મજૂરોનો કેસ મજબૂત લાગ્યો. માલિકો સાથે તેમને મીઠો સંબંધ હતો એટલે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે તેમને પાંત્રીસ ટકા વધારો આપવા કહ્યું, અને તે સ્વીકાર્ય ન હોય તો મજૂરોની માગણી વિશે પંચ નીમવા તેમને વીનવ્યા. પણ માલિકોએ પોતાની અને મજૂરોની વચ્ચે ત્રીજા પક્ષની દરમ્યાનગીરી ન જોઈએ એમ ચોખ્ખું સંભળાવી દીધું.
૪
Scanned by CamScanner
Page #62
--------------------------------------------------------------------------
________________
કસોટી અને પદાર્થપાઠ
૪૫
છેવટે ગાંધીજીએ મજૂરોને હડતાળ પાડવાની સલાહ આપી. “પોતાની માગણીનો સ્વીકાર ન થાય, અથવા તેની યોગ્યતા-અયોગ્યતાની તપાસ કરવા પંચ ન નિમાય ત્યાં લગી કામ ઉપર ન જવું”—એવી પ્રતિજ્ઞા તેમણે મજૂરો પાસે લેવરાવી. સાથે સાથે શાંતિ રાખવી, ભિસાન ન ખાવું અને જરૂર પડે તો બીજી મજૂરી કરીને પેટ ભરવું પણ ટેક ન છોડવી એમ તેમણે મજૂરોને શીખ આપી. દરરોજ સાંજે નદીકિનારે એક ઝાડ નીચે સેંકડો મજૂરો એકઠા થતા ને ગાંધીજી તેમને લીધેલી પ્રતિજ્ઞા તાજી કરાવતા. દરમ્યાનમાં તેમણે માલિકોને સમજાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. પણ “અમારે પણ ટેક હોય ના? અમારી ને અમારા મજૂરોની વચ્ચે બાપ-દીકરાનો સંબંધ હોય–તેની વચ્ચે કોઈ આવે તે અમે કેમ સહન કરીએ? તેની વચ્ચે પંચ કેવાં?”—એવા જવાબો મળતા.
હડતાળ એકવીસ દિવસ ચાલી. તેમાં પહેલાં બે અઠવાડિયાં મજૂરોએ સારો જુસ્સો બતાવ્યો. પણ પછી મોળા પડવા લાગ્યા. આર્થિક ભીસે ઘણાની હિંમત તોડી નાખી. માલિકો મક્કમ હતા. તેમની શરત અનુસાર મજૂરો કામ પર ચડવા લાગ્યા. ગાંધીજીને દુ:ખ થયું. તેમણે એક સવારે મજૂરોની સભામાં જાહેર કહ્યું કે, “મજૂરો તેમના પ્રશ્નનો નિકાલ ન થાય ત્યાં લગી હડતાળ નિભાવી ન શકે તો, અને ત્યાં લગી મારે ઉપવાસ કરવો છે.” મજૂરો હેબતાઈ ગયા. વલ્લભભાઈ, શંકરલાલ બેન્કર, અનસૂયાબહેન વગેરેને આઘાત લાગ્યો. શ્રીમતી એની બિસાન્ટ એ વખતે હિંદી રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખ હતાં. તેમણે અંબાલાલ સારાભાઈને તારથી અપીલ કરી કે ગાંધીજીની મહામૂલી જિંદગી આટલા નાના હેતુ માટે હોમાય તે યોગ્ય નથી. અંબાલાલ, કસ્તૂરભાઈ અને તેમના કાકા જગાભાઈ ગાંધીજીને મળવા ગયા. એ વખતે તેઓ અનસૂયાબહેનના મિરજાપુર રોડ પરના નિવાસે હતા.
“આ લડતમાં અમારો વિજય થયો છે. તમે ઉપવાસ કરીને અમારા પર ખોટું દબાણ કરી રહ્યા છો.” માલિકોએ કહ્યું.
મારા ઉપવાસથી તમારે તમારો માર્ગ છોડવાની જરાય જરૂર નથી. મજૂરી અને માલિકના ઝઘડામાં બેમાંથી એકે પક્ષે ન્યાય તોળવા બેસવું નહીં પણ મતભેદના પ્રશ્નો તટસ્થ લવાદને સોંપવા જોઈએ અને તેનો નિર્ણય બંનેને બંધનકર્તા ગણાવો જોઈએ. આ સિદ્ધાંતમાં તમને શ્રદ્ધા ન હોય તો બૂલ થવામાં કાંઈ અર્થ
Scanned by CamScanner
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૬
પરંપરા અને પ્રગતિ
નથી.”૮ ગાંધીજીએ જવાબ આપ્યો.
- ત્રણ ઉપવાસ થઈ ગયા હતા. માલિકો હવે તે વધુ લંબાય તેમ ઇચ્છતા નહોતા એટલે તેમણે ગાંધીજીની દરખાસ્ત સ્વીકારી. આનંદશંકર ધ્રુવને લવાદ તરીકે નીમવામાં આવ્યા. તેમનો ફેંસલો આવે ત્યાં સુધી મિલમાલિકોએ પહેલે દિવસે મજૂરોને ૧૯૧૭ના આરંભમાં જે પગાર હતો તેના પાંત્રીસ ટકા વધુ આપવો; બીજે દિવસે, મિલમાલિકોએ સૂચવ્યું હતું તેમ, વીસ ટકા વધુ આપવો અને ત્રીજા દિવસથી સાડી સત્તાવીસ ટકા વધુ આપવો એમ બંને પક્ષે સમજૂતી થઈ.
તા. ૧૦-૮-૧૮ના રોજ પંચનો ચુકાદો આવ્યો. ત્યાં સુધીમાં ઘણીખરી મિલોમાં ૩૫ ટકાનો વધારો અપાઈ ચૂક્યો હતો અને કેટલીકમાં તો તે ૫૦ ટકા સુધી પણ પહોંચ્યો હતો. એટલે પચે તકરારને લગતા બાકીના વખતને માટે ૩૫ ટકા વધારો આપવાનો આદેશ આપ્યો હતો.
આમ અમદાવાદના મજૂરોની ઐતિહાસિક ગણાય તેવી હડતાળનો અંત આવ્યો. ગાંધીજીએ પોતાના આ ઉપવાસ “દોષમય’ હતા એમ બૂલ કર્યું છે.' મિલમાલિકોને પણ એ પ્રસંગ ઉપવાસ દ્વારા ખોટું દબાણ લાવનારો લાગ્યો હતો. પરંતુ આજે તેમને સમજાય છે કે મજૂર અને માલિક વચ્ચેના સંઘર્ષના અનેક પ્રસંગો તેમણે સ્વીકારેલ લવાદના સિદ્ધાંતને કારણે ટાળી શકાયા છે.
આ પ્રસંગનો સાર તારવતાં કસ્તૂરભાઈ કહે છે: “હડતાળ અને લવાદમાંથી અમે જે એક પદાર્થપાઠ શીખ્યા તે એ કે મિલ બંધ કરવી તે નુકસાનકારક જ છે. મહાત્માજી સાથે સમાધાન કરતી વખતે ઔદ્યોગિક શાંતિના ફળની અમને પૂરી કલ્પના નહોતી. ઈ.સ. ૧૯૨૪ અને ૧૯૨૭ વચ્ચે મુંબઈનો કાપડ-ઉદ્યોગ ઘણા જ કપરા સમયમાંથી પસાર થયો અને કાપડનું ઉત્પાદન-ખર્ચ ઘટાડવા વેતનમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કર્યો તેનાથી હડતાળો પડી અને તે સળંગ છ માસ સુધી ચાલી. મારી માન્યતા પ્રમાણે મુંબઈના કાપડ ઉદ્યોગે આ બધાં વર્ષો દરમ્યાન અમે અમદાવાદમાં કર્યું તે પ્રમાણે એખલાસતાથી મતભેદોની પતાવટ નહીં કરીને ઘણી ભારે કિંમત ચૂકવી છે.”૧૧
હડતાળના દિવસોમાં કસ્તૂરભાઈએ મિલમાલિકોના પ્રતિનિધિ તરીકે મંત્રણાઓ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમની બુદ્ધિપ્રવણતા અને ધીરવૃત્તિએ બંને પક્ષ પર ઊંડી છાપ પાડી હતી. અંબાલાલ સારાભાઈએ
Scanned by CamScanner
Page #64
--------------------------------------------------------------------------
________________
કસોટી અને પદાર્થપાઠ
તેમને મિલમાલિક મંડળની કારોબારી સમિતિમાં લીધા. આ નિમિત્તે ગાંધીજી તેમ જ સરદારના સંપર્કમાં પણ આવવાનું બન્યું.
એજ વર્ષમાં અનાવૃષ્ટિને કારણે ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ. શેઠ અંબાલાલ સારાભાઈએ દુષ્કાળરાહતકાર્ય માટે અમદાવાદમાં એક સંગઠન સમિતિરૂપે ઊભું કર્યું. નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈને તેના પ્રમુખ તરીકે તે સરદાર વલ્લભભાઈ પટેલ, દાદાસાહેબ માવળંકર, ઇન્દુલાલ યાજ્ઞિક, કૃષ્ણલાલ દેસાઈ અને કસ્તૂરભાઈ લાલભાઈને સમિતિના મંત્રીઓ તરીકે નીમ્યા હતા. ૧ર આ સમિતિ રાહત માટે ફાળો ઉઘરાવવા નીકળતી. શરૂઆતમાં અંબાલાલ શેઠે ફાળો ઉઘરાવવા ઘેર ઘેર ફરવાની આનાકારી કરેલી. પરંતુ પછી કસ્તૂરભાઈના આગ્રહને વશ થઈને તેઓ તેમની સાથે ફાળો ઉઘરાવવા નીકળ્યા હતા. સૌના સંયુક્ત પ્રયત્નથી રૂ. ૨,૭૫,૦૦૦ની મોટી રકમ એકત્ર થઈ હતી.૧૩ તેનાથી દુષ્કાળપીડિત પ્રજાને ઠીક ઠીક રાહત પહોંચાડી શકાઈ હતી. કસ્તૂરભાઈના પ્રયત્નથી પંજાબમાંથી ઘઉં અને વલસાડ જિલ્લામાંથી ઘાસનો મોટો જથ્થો મેળવીને વહેંચવામાં આવ્યો હતો. આ વખતે વલ્લભભાઈ ભદ્રમાં રહેતા. કસ્તૂરભાઈ તેમને રોજેરોજ કરેલા કામનો હિસાબ આપવા જતા. સરદાર સાથેનો ગાઢ મૈત્રીસંબંધ આ નિમિત્તે બંધાયો તે જિંદગીભર ટકયો હતો. એ જ રીતે દાદાસાહેબ માવળંકરના નિકટ સંપર્કમાં પણ આ રાહતકાર્યને પ્રસંગે આવવાનું થયું અને તેમની સાથે પણ કાયમનો ઘરોબો સ્થપાઈ ગયો.
૪૭
જાહેર જીવનનો તેમનો આ પ્રથમ અનુભવ હતો. તેમાં સફળતા મળે તે માટે સમય અને શક્તિ ખર્ચવામાં તેમણે બાકી રાખી નહીં. જાહેર સેવાના કાર્યમાં ખંત, નિષ્ઠા, પ્રામાણિકતા, દીર્ઘદૃષ્ટિ અને નિ:સ્વાર્થ ભાવે કામ કરી છૂટવાની તમન્ના આ પ્રસંગથી તેમનામાં બંધાઈ. આ કાર્ય મારા જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે” એમ કસ્તૂરભાઈએ નોંધ્યું છે.૧૪
ઉદ્યોગમાં સ્થિર થયા પછી તેમની ઇચ્છા યુરોપનો પ્રવાસ કરીને ત્યાંનાં કારખાનાં જોવાની અને વિવિધ દેશોના લોકોની રહેણીકરણીની પ્રત્યક્ષ જાણકારી મેળવવાની હતી. નાના ભાઈ નરોત્તમભાઈની સાથે તેમણે ૧૯૨૦માં યુરોપની પ્રથમ મુસાફરી કરી. પી. ઍન્ડ ઓ.ની ‘નરકુંડા’ આગબોટમાં મે મહિનામાં નીકળ્યા. માર્સેલ્સ થઈને લંડન પહોંચ્યા. તેમની પહેલાં શેઠ અંબાલાલ સારાભાઈ
Scanned by CamScanner
Page #65
--------------------------------------------------------------------------
________________
૪. પરંપરા અને પ્રગતિ
ગયેલા. તેમણે એમને માટે મકાન ભાડે લઈ રાખેલું. બંને ભાઈઓ યુરોપ આખું ફર્યા. આઠ માસ પરદેશમાં ગાળ્યા અને નવો જ અનુભવ મેળવ્યો. અનેક નવીન વસ્તુઓ જોઈને ખરીદવાનું મન થાય. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરુ થયાને દોઢેક વરસ જ થયેલું એટલે જર્મની ગયા ત્યારે ત્યાંના લોકોના જીવન પર યુદ્ધની તાજી અસર દેખાતી હતી, માખણનું નામનિશાન ન મળે ને બ્રેડ પણ કાળી મળતી. આ સંજોગોમાં ફ્રેન્ચ અને જર્મન હૂંડિયામણના દર ઘટી ગયા હતા. એટલે પ્રવાસખર્ચ અને ખરીદીમાં મોટી રકમ ખર્ચી હોવા છતાં આગળ જતાં લાભ થશે એ ગણતરીથી પચાસ હજાર રૂપિયા એ ચલણોમાં તેમણે રોકથા. વખત જતાં જર્મન ચલણમાં કરેલું રોકાણ ડૂબી ગયું અને ફ્રેન્ચ ચલણમાં રોકેલી મૂડી પાછી મળી!!' આમ પરદેશી ચલણની વધઘટનો ખ્યાલ આર્થિક ખોટ ખાઈને આ ઊગતા ઉદ્યોગવીરને મળ્યો તે પણ એક નાનકડો પદાર્થપાઠ હતો.
૧૯૨૧માં સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. તેમણે કસ્તૂરભાઈને મ્યુનિસિપલ પ્રાથમિક શાળા માટે દાન આપવા કહ્યું. કસ્તૂરભાઈ અને તેમના ભાઈઓએ રૂપિયા પચાસ હજાર આપ્યા.૧૬ લાલભાઈ પરિવાર તરફથી અમદાવાદમાં દાનનો જે અવિરત પ્રવાહ વિવિધ ક્ષેત્રોમાં આજપર્યંત વહેતો રહ્યો છે, તેના શ્રીગણેશ અહીંથી મંડાયા એમ કહી શકાય.
એ જ વર્ષના ડિસેમ્બરમાં અમદાવાદમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. પંડિત મોતીલાલ નેહરુ એ વખતે કસ્તૂરભાઈના મહેમાન બન્યા હતા. નેહરુ કુટુંબ સાથેનો આ પરિચય વખત જતાં ગાઢ સંબંધરૂપે પરિણમ્યો. જુવાન કસ્તૂરભાઈએ કૉંગ્રેસના અધિવેશનમાં ઉત્સાહપૂર્વક હાજરી આપીને રાષ્ટ્રીય નેતાઓનાં વ્યાખ્યાનો સાંભળ્યાં, એટલું જ નહિ, તેની વ્યવસ્થા આદિમાં સક્રિય કામગીરી પણ બજાવી. રાષ્ટ્રીય નેતાઓ સાથેના સંબંધની સાથે તેમની રાષ્ટ્રભક્તિ પણ દૃઢ થતી જતી હતી.
ઉદ્યોગપતિ તરીકે કસ્તૂરભાઈની એક ખાસિયત સાહસિકતા છે. અલબત્ત, અનુભવ વધતાં નવાં સાહસો પાછળની તેમની ગણતરી ચોકસાઈભરી હોવાથી નિષ્ફળ જવાનું બન્યું નથી. પરંતુ શરૂઆતનાં વર્ષોમાં એટલો અનુભવ નહીં તેથી નવાં આર્થિક સાહસને કારણે મુશ્કેલીમાં મુકાવાનું પણ બન્યું હતું. અશોક મિલની સ્થાપના વખતની ગણતરી એવી પક્વતાનું દૃષ્ટાંત છે.
Scanned by CamScanner
Page #66
--------------------------------------------------------------------------
________________
કસોટી અને પદાર્થપાઠ
૪૯
રાયપુર મિલ ધમધોકાર ચાલતી હતી અને તેમાંથી સારો નફો મળતો હતો. કસ્તુરભાઈએ એની સફળતા પરથી બીજી મિલ શરૂ કરવાનો વિચાર કર્યો. તેમાં ૨૦,૦૦૦ ત્રાકો અને ૫૦૦ શાળો નાખવાની યોજના ઘડી. તેને માટે રૂપિયા બાર લાખની મૂડી ઊભી કરવાનું નક્કી કર્યું. તેનું નામ અશોકમિલ્સ લિમિટેડ રાખ્યું. શેરબજારમાં તેમની આબરૂ એવી બંધાઈ હતી કે અશોકના શેરોની ઘણી મોટી માગ ઊભી થઈ. મુંબઈના એક ભોળાભાઈ દલાલે તો રૂપિયા ત્રણ લાખના શેરોની માગણી કરી. આથી રંગમાં આવી જઈને કસતૂરભાઈએ બાર લાખથી વધારીને શેરમૂડી ચોવીસ લાખની જાહેર કરી અને મિલની ઉત્પાદનશક્તિ પણ ૪૦,૦૦૦ ત્રાકો અને ૧,૦૦૦ શાળોની કરી. ૧૯૨૦માં હૂંડિયામણનો દર રૂપિયે બે શિલિંગ હતો તે ૧૯૨૩માં ઘટીને રૂપિયે એક શિલિંગ અને સાડા ત્રણ પેન્સ થયો. આને પરિણામે તેમણે જે યંત્રસામગ્રીનો અૉર્ડર મૂકેલો તેને માટે ૫૦ ટકા વધુ નાણાંની જોગવાઈ કરવાની આવી. ઑર્ડર મૂકતી વખતે હું ડિયામણની વ્યવસ્થા નહીં કરેલી અને નાણાં ચૂકવતી વખતે દરમાં મોટો ફેરફાર થયો. આ અણધાર્યા સંજોગોને લીધે તેમને ૨૦,૦૦૦ ત્રાકો અને ૫૦૦ શાળોનો ઑર્ડર રદ કરવો પડ્યો. મિલ ચાલતી કરવા માટે મહાપ્રયાસે નાણાં એકઠાં થઈ શક્યાં. આ પરિસ્થિતિને લીધે બજારમાં અશોક મિલના સો રૂપિયાના શેરના ચાળીસ બોલાવા લાગ્યા.૫૭ નાની થાપણ મૂકનારાઓનો વિશ્વાસ ડગવા લાગ્યો. દરેકને ચિંતા એમ થવા લાગી કે આપણી મૂડી ડૂબશે તો? “અશોકે શોકમાં નાખ્યા” એમ વેપારીઓ કહેવા લાગ્યા.
આ કસોટીને વખતે કસ્તૂરભાઈએ હિંમત અને ધીરજ રાખીને સ્વસ્થતાથી મિલ ચાલુ કરવા માટે ગોઠવણ કરી. નાના પાયા પર મિલ શરૂ થવાને કારણે અધ મૂડી શેરહોલ્ડરોને પાછી આપી દીધી. ૧૯૨૨માં મિલ ચાલુ થઈ અને ઉચ્ચ ગુણવત્તાવાળા કાપડનું ઉત્પાદન કરવા લાગી. તેને લીધે સારો નફો થવા લાગ્યો. ૧૯૨૩માં મિલનો એકંદર નફો એક લાખ એકત્રીસ હજાર રૂપિયાનો હતો. પછી થોડાં વર્ષોમાં જ મિલની આર્થિક સ્થિતિ સધ્ધર થઈ ગઈ. બાર લાખ રૂપિયાની મૂડીથી શરૂ થયેલી આ મિલની મૂડી ૧૯૭૮માં ૪.૬૯ કરોડ જેટલી અને કુલ નફો ૧.૭૧ કરોડ જેટલો થયો છે.
અશોક મિલની સ્થાપના પ્રસંગે થયેલી કસોટીએ કસ્તૂરભાઈને ઘણું
Scanned by CamScanner
Page #67
--------------------------------------------------------------------------
________________
૫.
પરંપરા અને પ્રગતિ
શીખવાડ્યું. પ્રત્યેક સાહસની પાછળ બધી બાજુનો પૂરો ખ્યાલ કરીને ચોક્કસ આર્થિક ગણતરી પછી આગળ પગલું ભરવું એવો પદાર્થપાઠ તેમને આ અનુભવથી મળ્યો. તેમણે પોતે પણ કહ્યું છે કે, “મારી કારકિર્દીની શરૂઆતમાં જ મને આ કઠોર પદાર્થપાઠ મળ્યો તે એક રીતે ઘણું જ સારું થયું. અશોક મિલ જે ઘણા જ કટોકટીના સમયમાંથી પસાર થઈ તે ન બન્યું હોત તો કદાચ હું ઘણો જ બેદરકાર રહ્યો હોત.”૧૮
અશોક મિલની અગ્નિપરીક્ષામાંથી અણિશુદ્ધ પાર ઊતર્યા તેને બીજે જે વર્ષે સરસપુર મિલની સમસ્યા ઊભી થઈ હતી. એ મિલનો વહીવટ કસ્તૂરભાઈના કાકાઓ સંભાળતા હતા. તેમણે સટ્ટામાં એવી ખુવારી વહોરી હતી કે મિલને ફડચામાં લઈ જવી પડે તેવી સ્થિતિ આવી. કુટુંબની પ્રતિષ્ઠાને ધોખો પહોંચે તેવી કટોકટી ઊભી થઈ. એ વખતે કુનેહ અને કરકસરભર્યા વહીવટ માટે ઉત્પાદન ક્ષેત્રે કસ્તૂરભાઈની પ્રશંસા થતી. એટલે છેવટે ફડચામાં જતી કાકાની મિલનો વહીવટ અખતરા ખાતર ભત્રીજાને સોંપવાનું લિકિવડેટરે નક્કી કર્યું. કસ્તૂરભાઈની શક્તિ માટે આ મોટા પડકારરૂપ પ્રસંગ હતો. તેમણે મિલનું સુકાન હાથમાં લઈને એવી વ્યવસ્થા ગોઠવી કે બે વર્ષમાં જ ડૂબતી મિલ તરતી થઈ ગઈ! થાપણ મૂકનારાને વ્યાજ મળવા લાગ્યું અને શેરહોલ્ડરોને ડિવિડન્ડ મળે તેવી ગોઠવણ પણ થઈ. આ કસોટીમાંથી પસાર થયા પછી સમગ્ર ઉદ્યોગમાં અને બજારમાં તેમની આંટ એટલી વધી ગઈ કે કસ્તૂરભાઈનો વહીવટ હોય ત્યાં કદી નુક્સાન જાય નહીં એવો વિશ્વાસ ઊભો થયો.૧૦
ટીપ ૧. સપ, પૃ. ૫૩૯. ૨. એધયુમાં આ પ્લેગ બોનસ ૭૦થી ૮૦ ટકા જેટલું વધ્યું હતું એમ કહ્યું છે. જુઓ એધયુ, પૃ. ૫. ૩. સપ્ર, પૃ. ૫૮૦. ૪. સપ્ર, પૃ.૫૮૧. ૫. સપ્ર, પૃ. ૫૮૧. ૬. સપ્ર, પૃ.૫૮૫. ૭. KD, p. 2; &ોકલા, પૃ. ૧૮. ૮. KD p. 2; સપ્ર, પૃ. ૧૮૭. ૯. એધયુ, પૃ. ૧૩૬-૧૩૭. ૧૦. સપ, પૃ. ૫૮૬. ૧૧. સંચય, પૃ. ૧૪. ૧૨. એકલા, પૃ. ૧૭. ૧૩. સંચય, પૃ. ૧૪. ૧૪. એકલા, પૃ. ૧૭; KD, p. ૩. ૧૫. શ્રેકલા, પૃ. ૨; KD, pp. 1011. ૧૬. KD, p. 5. ૧૭. કોકલા, પૃ. ૧૯; KD, p. 5. ૧૮. સંચય, પૃ. ૧૪. ૧૯. એકલા, પૃ. ૨૨. "
Scanned by CamScanner
Page #68
--------------------------------------------------------------------------
________________
| લાલભાઈ પરિવાર : સરદાર વલ્લભભાઈ વગેરે સાથે (પાછળ ઉભેલા ડાબી બાજથી ) ; નિરંજનભાઈ નરોત્તમભાઈ લાલભાઈ, શેણિકભાઈ કનૂરે ભાઈ, નલિનીકાન્ત જગામા ઈ; વિજયસિહ ચીમન ભાઈ, સરોત્તમભાઈ પી. હઠીસિંગ, ચીનુભાઈ ચીમન ભાઈ; નરોત્તમભાઈ પી. હઠીસિંગ; સિદ્વાભાઈ કસ્તૂરભાઈ, રમેશ માઈ ચંદુલાલ મજ૫ માઈ ચીમનભાઈ, સવે રામભાઈ પી, લાઠીસિંગ, નરોત્તમભાઈ ( હીરા ભાઈ ) Riદુલાલ, ગૌતમભાઈ ગાભાઈ( ૧ખુરશીમાં ડાબી બાજુમી ) સવિતાબહેન વિજેસિષ્ઠસુલોચનાબહેન નરોત્તમભાઈ; માણેકબાડેન ચંદુલાલ; ચીમનું ભાઈ લાલભા ઈ; કનૈયાલાલે ( કાનજીભાઈ | દેસાઈ ગુજ/જાતે પ્રાંતિક ( ગ્રેન ) સમિતિના પ્રમ|'ને, કેનર ભાઈ બાળ'મા'); સરદાર વૃક્ષમ ભાઈ પટેલ, મોરાર થજીભાઈ દેસાઈ, કુ, મણિબહેન પટેલ, લીલીબાન ( લાઠી બહેન ) પુરુષોત્તમ ભાઈ હઠીસિંગ, શારદાબાદન ચીમનભાઈ; નરોત્તમ ભાઈ લાલભાઈ, કા•તાબેન જેvણીમાં ઈ; ( ૪૪મીન પર રાખી બાજથી ): શોભના બહેન રોકાઈ; ||ભાબહેન ચીનુ ભાઈ લીલાવતીબહેન લાલજીભાઈ, વર્ષાબહેન વિકસિા , પનાબહેન ચેમિકાભાઈ; પ્રતિમાબહેન જિતેન્દ્રભાઈ પરીખ,
1. ક્લૉક 'કુમાર’ના સૌજન્યથી
Scanned by CamScanner
Page #69
--------------------------------------------------------------------------
________________
વડી ધારાસભામાં
મારા મનને તો છાંટાભાર શક નથી કે ઈશ્વર જેવો કોઈ માલિક જો દુનિયાને માથે હોય તો તેના દરબારમાં ઇંગ્લેન્ડને તેમ જ હિંદુસ્તાનનાં આ બધાં શહેરોમાં વસનારાઓને બેઉને આ ગુનાને માટે–ઇતિહાસમાં કદાચ જેની જોડ ન મળી શકે એવા આ માનવજાતિ સામેના ગુનાને માટે જવાબ દેવો પડશે.”
દરિદ્રનારાયણની કકળતી આંતરડીનો અવાજ હોય તેવા આ શબ્દો ગાંધીજી અમદાવાદની સેશન્સ કોર્ટમાં તા. ૧૮ માર્ચ, ૧૯૨૨ના રોજ તેમની સામે ચાલેલા ઐતિહાસિક મુકદ્દમા વખતે ઉચ્ચારી રહ્યા હતા. નવા ચણાયેલા સરકીટ હાઉસનો ખંડ નિમંત્રિત પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. અંગ્રેજ ન્યાયાધીશ બૂમફીલ્ડ પૂરા ગાંભીર્યને માન સાથે રાજદ્રોહના તહોમતદાર મિ. ગાંધીનું નિવેદન સાંભળી રહ્યો હતો. બ્રિટિશ શાસને રાજદ્વારી તેમ જ આર્થિક દૃષ્ટિએ હિંદને કેટલું બધું લાચાર બનાવી દીધું હતું તેનું હૃદયદ્રાવક ચિત્ર તેમના નિવેદનમાંથી ઊપસતું હતું. શંકરલાલ બેન્કર પણ તેમની સાથે તહોમતદાર હતા. આગલે દિવસે જ કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક અમદાવાદમાં હતી એટલે દેશના અનેક અગ્રણી નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા. જવાહરલાલ નેહરુ આ પ્રસંગનું સ્મરણ કરતાં કહે છે: “કોર્ટ સમક્ષ ગાંધીજીએ કરેલું નિવેદન હૃદય હલાવનારું હતું, તેમનાં જીવંત વાક્યો અને હૃદયહારી લ્પનાઓની છાપ અમારી સ્મૃતિમાં લઈને રોમાંચક અનુભવ સાથે અમે ઘેર આવ્યા.”ર વલ્લભભાઈ,
Scanned by CamScanner
Page #70
--------------------------------------------------------------------------
________________
પર
પરંપરા અને પ્રગતિ
અંબાલાલ સારાભાઈ, અનસૂયાબહેન અને કસ્તૂરભાઈની હાજરી તો હોય જ. ગાંધીજીને છ વર્ષની અને શંકરલાલ બૅન્કરને એક વર્ષની આસાનકેદની સજા કરીને જજ વિદાય થયા. પછી તો કોર્ટના ખંડમાં મોટો મેળો થઈ ગયો. અદાલતના અમલદારો અને સરકારી વકીલ સુધ્ધાં સૌકોઈ ગાંધીજીને પગે લાગ્યા. ગાંધીજી ખૂબ કામ કરવાનું, સંપથી રહેવાનું, રેંટિયો ચલાવવાનું અને ખાદી પહેરવાનું બધાને કહેતા હતા. કસ્તૂરભાઈ અને વલ્લભભાઈએ વંદન કર્યાં. ગાંધીજીએ કસ્તૂરભાઈને કહ્યું, “વલ્લભભાઈની પડખે રહેજો.” અઠ્ઠાવીસ વર્ષના જુવાન કસ્તૂરભાઈને આ વખતે સરદાર વલ્લભભાઈ અને દાદાસાહેબ માવળંકર સાથે દૃઢ સ્નેહસંબંધ બંધાઈ ગયો હતો.
૧૯૨૨ની આખરમાં એક દિવસ વલ્લભભાઈ અશોક મિલમાં આવી ચડે છે. કસ્તૂરભાઈ કારખાનામાં ગયા હોય છે ત્યાંથી બોલાવીને તેમને કહે છે, “તમારે વડી ધારાસભા માટે મિલમાલિક મંડળના પ્રતિનિધિ તરીકે ચૂંટણીમાં ઊભા રહેવાનું છે.”
કસ્તૂરભાઈને આશ્ચર્ય થાય છે. “હજુ મને એવો કોઈ અનુભવ નથી. ત્યાં ધારાસભામાં જઈને શું કરવાનું?” તે જવાબ આપે છે.
66
‘અનુભવ લઈએ ત્યારે આવે ને ? જશો એટલે કરવાનું સૂઝશે.’” વલ્લભભાઈ તેમની લાક્ષણિક ઢબે સમજાવે છે.
દિલ્હીની વડી ધારાસભા માટે મુંબઈ અને અમદાવાદના મિલમાલિક મંડળોની વચ્ચે એક બેઠક ફાળવવામાં આવી હતી. ત્રણ વર્ષની મુદત માટે એક વાર મુંબઈનો પ્રતિનિધિ જાય તો બીજી વાર અમદાવાદનો એવી ગોઠવણ હતી. ૧૯૨૩થી ૧૯૨૬ની મુદત માટે અમદાવાદ મિલમાલિક મંડળનો વારો હતો.
તેને માટે સર્વાનુમતે પ્રતિનિધિ પસંદ થઈ શકે તેમ નહોતું. વયોવૃદ્ધ શેઠ મંગળદાસ ગિરધરદાસની સામે અઠ્ઠાવીસ વર્ષના માણેકલાલ મનસુખભાઈ ઉમેદવારી નોંધાવવા માગતા હતા. મંગળદાસ શેઠનું મિલમાલિકોમાં સારું વર્ચસ્ હતું, પરંતુ તેઓ જુવાન માણસની સામે હારવાનું જોખમ લેવા માગતા ન હતા. એટલે જો કસ્તૂરભાઈ ઊભા રહે તો પોતે તેમને પૂરેપૂરી મદદ કરવા તૈયાર હતા.
વલ્લભભાઈએ કસ્તૂરભાઈને આ પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. કસ્તૂરભાઈએ કહ્યું: “બાને પૂછી જોઉં.” બન્ને મિત્રો ઘેર ગયા. મોહિનાબાને પૂછ્યું.
Scanned by CamScanner
Page #71
--------------------------------------------------------------------------
________________
વડી ધારાસભામાં ૫૩
બાએ કહ્યું: “બે મિલની મોટી જવાબદારી છે. તેમાં આ વધારાનો બોજો ન લો તો સાર.” આ વખતે મોટાં બહેન ડાહીબહેન હાજર હતાં. તેમણે આ નવી તક ઝડપી લેવા ભાઈને પ્રોત્સાહન આપ્યું.૩
સ્તરભાઈએ વિચાર્યું: ‘આપણે આવા પદ કે પ્રતિષ્ઠાની પાછળ જતા નથી. સામેથી આવે છે તો ના ન પાડવી. સહજ મિલા સોદૂધ બરાબર.”
બીજી જ ક્ષણે તેમણે સરદારને કહ્યું: “મંગળદાસ શેઠ મદદ કરતા હોય તો ચૂંટણીમાં ઊભા રહેવામાં વાંધો નથી.”
સરદાર ખુશ થયા.બંને મિત્રો સીધા શેઠ મંગળદાસને બંગલે ગયા. તેમણે કસ્તુરભાઈને બધી રીતે મદદ કરવાનું વચન આપ્યું.
અમદાવાદ મિલમાલિક મંડળના કુલ ૭૩ મતદારો હતા. ચૂંટણી રસાકસીભરી થવાની હતી. કેમ કે માણેક્લાલ પણ તેમના પિતાની વગને કારણે સારો દેખાવ કરી શકે તેમ હતા.
મુંબઈ ધારાસભામાં એક બેઠક મિલમાલિકોની હતી તેની પણ ચૂંટણી એ દિવસોમાં થવાની હતી. તે બેઠક માટે મિલમાલિક મંડળના મંત્રી ગોરધનભાઈ પટેલ અને નરસિંહદાસ જેકિશનદાસ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ગોરધનભાઈએ કસ્તૂરભાઈ સમક્ષ તેમના મતની માગણી કરી:
તમે મને અહીં મત આપો તો હું તમને દિલ્હીની ધારાસભા માટે ટેકો આપી શકું”
મેં નરસિંહદાસને વચન આપ્યું છે એટલે લાચાર છું” કસ્તૂરભાઈએ
કહ્યું.
તે જાણતા હતા કે પોતાની અને માણેકલાલની વચ્ચે ગળાકાપ સ્પર્ધા થવાની છે. એટલે એક મતની કિંમત ઘણી ગણાય. પરંતુ તેનાથી ઊંચું મૂલ્ય તેમને મન પોતે આપેલા વચનનું હતું.' | ચૂંટણી થઈ. તેમાં કસ્તૂરભાઈને આડત્રીસ મત મળ્યા ને માણેકલાલને તેત્રીસ મળ્યા. ગોરધનભાઈનો અને વિક્ટોરિયા આયર્ન વકર્સવાળા પેસ્તનશાનો મત રદ થયો હતો.
વડી ધારાસભામાં ગયા તો ખરા, પણ પોતે જેમના પ્રતિનિધિ હતા તેમને માટે કશું ન કરીએ તો તેમનો દ્રોહ કર્યો ગણાય એવી કશીક લાગણી તેમને થયા
Scanned by CamScanner
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૪
પરંપરા અને પ્રગતિ
કરતી હતી. પહેલાં ધારાસભાના કામકાજની રીતરસમ શીખવાનું નક્કી કર્યું. મનુ સૂબેદાર એ વખતે દિલ્હીમાં હતા. તેમને પુછાવ્યું:
“તમે મને ધારાસભાના કામકાજની પદ્ધતિ શીખવશો?”
મનુ સૂબેદારે સંમતિ દર્શાવતા કહેવરાવ્યું: “ધારાસભામાં પૂછવા માટેના પ્રશ્નો હું તમને ઘડી આપું. મારી ફી હજાર રૂપિયા છે.”
કસ્તૂરભાઈએ જવાબ આપ્યો: “મેં અમુક સવાલો પૂછયા એવું અખબારમાં પ્રસિદ્ધ થાય તેનો મને અભરખો નથી. મારે તો ધારાસભામાં ચાલતા કામકાજની રીતરસમ ને પદ્ધતિ સમજવી છે."
એ વાત ત્યાં જ અટકી. કશું પરિણામ આવ્યું નહિ.
મુંબઈ અને અમદાવાદનાં મિલમાલિક મંડળોમાં વર્ષોથી કાપડ પરની આબકારી જકાતનો પ્રશ્ન ઘોળાતો હતો. માન્ચેસ્ટર અને લેંકેશાયરથી આયાત થતા કાપડને રક્ષણ આપવા માટે વિદેશી સરકારે ભારતની મિલોમાં તૈયાર થતા કાપડ પર છેક ૧૮૯૬થી સાડા ત્રણ ટકાની આબકારી જકાત નાખી હતી. કોંગ્રેસે સરકારની આ નીતિ વખોડી કાઢતાં કહ્યું હતું કે, સરકારે લેંકેશાયરને ફાયદો કરાવવા માટે આ અન્યાયી જકાત ભારતમાં પેદા થતા કાપડ પર નાખી છે. દેશના ઔદ્યોગિક વિકાસ માટે તો સરકારે ભારતમાં ઉત્પન્ન થતા માલને રક્ષણ આપવું જોઈએ એમ દાદાભાઈ નવરોજજી, પંડિત મદનમોહન માલવીય અને બીજા રાષ્ટ્રીય નેતાઓ ગાઈવગાડીને કહેતા હતા.
( રાજકીય અને આર્થિક સ્વાતંત્ર્યની સંયુક્ત માગણી થઈ શકે તે હેતુથી ૧૯૦૫માં કેંગ્રેસની સાથે કામ કરે તેવી ભારતીય ઉદ્યોગપરિષદ (ઇન્ડિયન ઈન્ડસ્ટ્રિયલ કૉન્ફરન્સ) સ્થપાઈ હતી. તેના પ્રથમ પ્રમુખ રમેશચંદ્ર દત્તે મંગલ પ્રવચન કરતાં કહ્યું કે: “દુનિયાના બધા દેશો સ્વદેશીની પ્રવૃત્તિ અપનાવી રહ્યા છે. ફ્રાન્સ, જર્મની, અમેરિકા અને બ્રિટિશ સંસ્થાનો ભારે જકાતની દીવાલ ઊભી કરીને પોતાના દેશના ઉદ્યોગને રક્ષણ આપે છે. આપણી પાસે આપણા અર્થતંત્રને લગતા કાયદા ઘડવાની સત્તા નથી એટલે આપણે પરદેશી માલને તજી જેમ બને તેમ વધુ પ્રમાણમાં દેશી માલ વાપરવાનો ઠરાવ કરીને સ્વદેશીનું આંદોલન જગવવા માગીએ છીએ. આ ઉમદા પ્રયાસમાં સફળ થઈશું તો રક્ષણાત્મક જકાતનો આશ્રય લીધા વિના સ્વદેશી માલ અને ઉદ્યોગને
Scanned by CamScanner
Page #73
--------------------------------------------------------------------------
________________
વડી ધારાસભામાં ૧૫
આ દેશ રક્ષણ આપી શકે છે એવું અભૂતપૂર્વ દૃષ્ટાંત દુનિયાને પૂરું પાડ્યું ડાગાશે. લોકમાન્ય ટિળક અને ગોપાળ કૃષ્ણ ગોખલેએ પણ પોતાની રીતે સ્વદેશી ઉદ્યોગને ઉત્તેજન આપવાની હિમાયત કરી હતી.
એ જ વર્ષમાં ઑર્ડ કર્ઝને બંગાળની પ્રજાની રાષ્ટ્રભક્તિને તોડવા માટે બંગભંગની યોજના જાહેર કરી. તેનાથી સ્વદેશીના આંદોલનને જબરો વેગ મળ્યો. તેના જ ભાગરૂપે વિદેશી માલના બહિષ્કારનું આંદોલન ચાલ્યું. દેશની દોલત દેશમાં રહેવી જોઈએ એટલી સાદી વાત તો અભણ ગામડિયો પણ સમજતો હતો.
આ વાતાવરણ નવા ઉદ્યોગો સ્થાપવા અને જે હતા તેને દૃઢમૂલ કરવા માટે અનુકૂળ હતું. કાપડ ઉપરાંત કટલરી, હોઝિયરી, પેન્સિલ, દીવાસળી, કાચ વગેરે અનેક પ્રકારની ચીજવસ્તુ બનાવવાનાં કારખાનાં નખાયાં. લેંકેશાયરથી આવતા માલના જેવો માલ દેશમાં ઉત્પન્ન કરવા માટે ઉત્સાહ જામ્યો અને તે માટે જરૂરી યંત્રસામગ્રી મિલ સંચાલકોએ પરદેશથી મંગાવવાની વેતરણ પણ કરી.
પરંતુ આ ઉત્સાહ લાંબું ચાલે તેવા સંજોગો રહ્યા નહિ. સરકારની નીતિ અહીં ઉત્પન્ન થતા માલને કોઈ પ્રકારનું રક્ષણ આપવાની નહોતી. ઊલટું, પરદેશથી આવતા માલને અનુકૂળતા કરી આપવાની હતી. રેલવે નૂરના દરમાં એ ધોરણે ભેદભાવ રાખ્યો, જેથી દેશી ઉત્પાદકોને નુકસાન થાય. આને પરિણામે પરદેશથી આયાત થતો માલ અહીંનાં બજારોમાં છૂટથી વેચાતો અને તેની સ્પર્ધામાં દેશી માલ ઊભો રહી શકતો નહીં.
હિંદી સરકારે મિલોમાં ઉત્પન્ન થયેલ કાપડ ઉપર નાખેલી આબકારી જકાત અન્યાયકારી છે એમ બ્રિટિશ પાર્લમેન્ટના અમુક સભ્યો પણ માનતા હતા. પરંતુ લેંકેશાયરની વગને લીધે બોલતા નહોતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતે સરકારને કરેલી મદદની કદર ૧૯૧૭ના માર્ચની આમસભામાં અનેક સભ્યોએ કરી. યુદ્ધ પૂરું થયા પછી આ અળખામણી જકાત નાબૂદ કરવા માટે હિંદી વજીર સર ઑસ્ટિન ચેમ્બરલેન, લોર્ડ વીલીંગ્ટન વગેરેએ પાર્લામેન્ટમાં ભલામણ કરી હતી. વડા પ્રધાન લોઈડ જ્યોર્જે ત્યાં સુધી કહ્યું કે ભારતમાં આ બાબત લોકમત લેવામાં આવે તો આ જકાતને રદ કરવાના પક્ષમાં બહુ મોટો લોકસમુદાય મત આપેઆમ છતાં લેંકેશાયરની લોબી એટલી મજબૂત હતી કે એ વખતે
Scanned by CamScanner
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૬
પરંપરા અને પ્રગતિ
જકાત દૂર થઈ શકી નહીં. મુંબઈ અને અમદાવાદના મિલમાલિક મંડળોએ સર નેસ વાડિયાના નેતૃત્વ નીચે હિંદી સરકાર સમક્ષ રજૂઆત કરીને આ જકાત નાબૂદ કરવા અનુરોધ કર્યો હતો. પ્રજાના જાગ્રત વર્ગમાં આ અન્યાયપૂર્ણ જકાત સામે ભારે નફરત પેદા થઈ હતી.
કસ્તૂરભાઈને આ જકાત નાબૂદ કરવા અંગે વડી ધારાસભામાં ઠરાવ લાવવાનો વિચાર થયો. એ પ્રશ્નનાં તમામ પાસાંનો પોતે ઊંડો અભ્યાસ કર્યો અને તે પરથી ઠરાવનો મુસદ્દો ઘડી કાઢ્યો. તેને માટે દાદાસાહેબ માવળંકરને તેમણે અમદાવાદથી બોલાવ્યા. દાદાસાહેબે દિલ્હીમાં એક અઠવાડિયું રોકાઈને કસ્તૂરભાઈને તેમનું વક્તવ્ય તૈયાર કરવામાં મદદ કરી.૯ બિનસરકારી ઠરાવ હોવાથી ધારાસભામાં ચર્ચા માટે તે લેવાશે કે કેમ એ વિશે શંકા હતી. છતાં બધી તૈયારી કરી રાખી.
૧૯૨૦માં કોંગ્રેસે અહિંસક અસહકારનો કાર્યક્રમ અપનાવવાનો ઠરાવ કર્યો ને દેશના વિશાળ લોકસમુદાયને પહોંચી વળે તેટલું કાપડ તે વખતની મિલો ઉત્પન્ન કરી શકે તેમ ન હોવાથી હાથે કાંતેલ સૂતર અને હાથે વણેલ કાપડ તૈયાર કરવાની જોરદાર અપીલ કરી. એ વખતે દરેક કેંગ્રેસી સભ્ય “ભારતની આર્થિક, રાજકીય અને નૈતિક ઉન્નતિ માટે સ્વદેશી વ્રતને હું આવશ્યક માનું છું” એવી પ્રતિજ્ઞા લેવી પડતી હતી.
ગાંધીજી માનતા હતા કે બ્રિટિશ શાસન નીચે ચાલતી ધારાસભામાં ભાગ લેવાનો કોઈ અર્થ નથી તેમ છતાં કોંગ્રેસીઓને તેમાં જવા માટે તેમણે અનિચ્છાએ સંમતિ આપી હતી. તદનુસાર ચિત્તરંજન દાસ અને મોતીલાલ નેહરુએ સ્વરાજ પક્ષની રચના કરીને ધારાસભામાં પ્રવેશ કર્યો હતો. ૧૯૨૪માં ગાંધીજીએ ધારાસભામાં ગયેલા કોંગ્રેસીઓને સરકારે કાપડની જરૂરિયાત હોય ત્યાં ખાદી જ ખરીદવી અને પરદેશી કાપડની આયાત પર ભારે જકાત લાદવી એ મતલબના ઠરાવ મૂકવાનું સૂચન કર્યું હતું.૧૦
અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશન ભરાયું ત્યારથી કસ્તૂરભાઈને મોતીલાલ નેહરુ સાથે નિકટનો સંબંધ બંધાયો હતો. તેમણે મોતીલાલજીને કાપડ-જકાત નાબૂદ કરવા અંગેના પોતાના ઠરાવની વાત કરી અને તેમના ટેકાની માગણી કરી.
Scanned by CamScanner
Page #75
--------------------------------------------------------------------------
________________
વડી ધારાસભામાં
૫૭
“તમને જરૂર મદદ કરીશ. પરંતુ પક્ષ ચલાવવા માટે અમારે નાણાંની જરૂર છે. તે માટે તમારી મદદ જોઈશે.” મોતીલાલજીએ વળતી દરખાસ્ત કરી. “જરૂર,” કસ્તૂરભાઈએ કહ્યું.
મુંબઈમાં મળવાનું નક્કી કર્યું. એફ. ઈ. દિનશાની ઑફિસમાં સર નેસ વાડિયા અને બીજા બેત્રણ મુંબઈના મિલમાલિકો અને કસ્તૂરભાઈ તથા અંબાલાલ સારાભાઈ અમદાવાદના મિલમાલિકો તરફથી મળ્યા. મોતીલાલજીએ સ્વરાજ પક્ષના ઉદ્દેશ ને કાર્યક્રમ સમજાવ્યાં અને તેને માટે જરૂરી નાણાંની માગણી રજૂ કરી. પાંચ લાખ રૂપિયા એકત્ર કરવાનું નક્કી થયું. મુંબઈના મિલમાલિકોએ સાડા ત્રણ લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું ને બાકીના દોઢ લાખ અમદાવાદમાંથી ઉઘરાવી લેવાનું કસ્તૂરભાઈને સૂચવ્યું.
“અમદાવાદના મિત્રોને હું મળ્યો નથી એટલે એકદમ દોઢ લાખ રૂપિયાનું વચન કેવી રીતે આપી શકું?” કસ્તૂરભ!ઈએ અચકાતાં અચકાતાં કહ્યું.
“તમે તેમના પ્રતિનિધિ છો એટલે તેમની વતી તમારે જવાબદારી સ્વીકારવી જોઈએ.” અંબાલાલ સારાભાઈએ સમજાવ્યું.
કસ્તૂરભાઈએ તે પ્રમાણે જવાબદારી સ્વીકારી. અમદાવાદ ગયા પછી તેમણે મિલમાલિક મંડળ સમક્ષ બધી હકીકત મૂકી. કારોબારીએ તેમનું સૂચન તત્કાળ સ્વીકારીને સ્વરાજ પક્ષ માટે દોઢ લાખ રૂપિયા ભેગા કરી આપ્યા.૧૧
સ્વરાજ પક્ષના ટેકાને કારણે કસ્તૂરભાઈએ રજૂ કરેલો પ્રસ્તાવ ધારાસભામાં ચર્ચા માટે આવી શકયો.
સૌપ્રથમ ૧૯૨૪ના સપ્ટેમ્બરમાં આ ઠરાવ રજૂ થયો. ગરમાગરમ ચર્ચાને અંતે ધારાસભાએ ઠરાવ્યું કે કાપડ પરની આબકારી જકાત લાંબો વખત ચાલુ રાખવી જોઈએ નહીં. તા. ૧૨ માર્ચ, ૧૯૨૫ના રોજ ફરીથી તેની ચર્ચા ઊપડી. તેમાં ભારતીય વેપારી મહામંડળના પ્રતિનિધિ સર પરશોતમદાસ ઠાકોરદાસે સંભળાવ્યું કે: “આ જકાત રદ થાય તો, માન્ચેસ્ટરને બીક છે કે, તેના ભારત સાથેના કાપડના વેપારને હિન પહોંચશે. તે કારણે ભારત સરકાર આ બાબતમાં નિષ્ક્રિય રહેલ છે. ભારતનો કાપડ-ઉદ્યોગ પોતાના પગ પર જ ઊભો રહ્યો છે. આજ સુધી તેને સરકારની કોઈ શુભેચ્છા મળી નથી.”
મુંબઈ શહેરના એક પ્રતિનિધિ શ્રી એન. એમ. ડુમસિયાએ તા. ૧૬
Scanned by CamScanner
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૮
પરંપરા અને પ્રગતિ
સપ્ટેમ્બર, ૧૯૨૫ની સભામાં આ જકાત રદ કરવાની હિમાયત કરતાં કહ્યું કે: “દર્દીનો શ્વાસ બંધ થઈ ગયા પછી ડૉકટરને બોલાવવાનો કોઈ અર્થ નથી. સરકાર
ક્યાં સુધી આ ઉદ્યોગને પીળ્યા કરશે?” છેવટે કસ્તૂરભાઈએ ચર્ચામાં ભાગ લેતાં કહ્યું કે: “સામાન્ય જનસમુદાય તેમ તેના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ અકારી થઈ પડેલી ધૃણાસ્પદ જકાતને દૂર કરવાની માગણી કરેલી છે. છેલ્લાં ત્રણ વર્ષથી કાપડ-ઉદ્યોગમાં મંદી આવેલી છે ને તે મોટું નુકસાન સહન કરી રહેલ છે. પરંતુ સરકારે તેને માટે મોઢાની મીઠાશ બતાવવાથી વિશેષ કશું કર્યું નથી.” આર્થિક કારણસર આ જકાત રદ કરવાનું શક્ય નથી એવી સરકારની દલીલનો જવાબ આપતાં તેમણે ભારતના હિતની પરવા કર્યા વગર સરકાર કેવા લખલૂટ ખર્ચા કરી રહી હતી તેના દાખલા આપીને ‘મન હોય તો માળવે જવાય’ (where there is a will, there is a way) એ કહેવત ટાંકીને સરકારની દાનત વિશે શંકા ઉઠાવી હતી.
કસ્તૂરભાઈએ મૂકેલા ઠરાવ પર મત લેવાયા. મોટી બહુમતીથી તે ઠરાવ પસાર થયો. એટલે છેવટે તા. ૧ ડિસેમ્બરના રોજ વાઇસરૉયે વટહુકમ બહાર પાડીને ભારતની મિલોમાં ઉત્પન્ન થતા કાપડ પરની આબકારી જકાતનો અમલ સ્થગિત કર્યો. તે પછી ૧૯૨૬ના માર્ચની ધારાસભામાં તેને લગતો કાયદો ઘડીને ત્રીસ વર્ષથી ચાલતી આવેલી આ અન્યાયપૂર્ણ જકાત સરકારે વિધિપૂર્વક નાબૂદ કરી.૧૨
આ ઐતિહાસિક નિર્ણયમાં કસ્તૂરભાઈ નિમિત્ત બન્યા એ તેમને માટે તેમ જ તેમના મતદારમંડળને માટે ઓછા ગૌરવની બિના ન ગણાય. ભારતીય મિલ-ઉદ્યોગના ઇતિહાસના આ પ્રકરણ સાથે કસ્તૂરભાઈનું નામ હમેશાં જોડાયેલું રહેશે.
તેમની જાહેર કારકિર્દીના ઘડતરમાં વડી ધારાસભામાં ગાળેલાં આ ત્રણ વર્ષ ઘણાં લાભદાયી નીવડ્યાં હતાં. એ દરમ્યાન તેમને પંડિત મદનમોહન માલવીય, મહમદઅલી ઝીણા, રંગસ્વામી આયંગર, વિઠ્ઠલભાઈ પટેલ વગેરે દેશના અગ્રણીઓના સંપર્કમાં આવવાની તક મળી. સર પરશોતમદાસ અને મુખમ્ ચેટ્ટી સાથે તો મૈત્રીસંબંધ બંધાઈ ગયો હતો. પોતે સ્વરાજ પક્ષના વિધિસર સભ્ય થયા નહોતા, પરંતુ મતદાન વખતે અચૂક સ્વરાજ પક્ષની સાથે રહેતા. મધ્યસ્થ ધારા
Scanned by CamScanner
Page #77
--------------------------------------------------------------------------
________________
વડી ધારાસભામાં ૫૯
સભાના અધ્યક્ષની વરણી થઈ તે વખતે પણ સરકારની પસંદગીના રંગાચારીની સામે સ્વરાજ પક્ષના ઉમેદવાર વિઠ્ઠલભાઈ પટેલને જ તેમણે ટેકો આપ્યો હતો. એ ચૂંટણીમાં વિઠ્ઠલભાઈને ૫૫ અને રંગાચારીને ૩૯ મત મળેલા.) આમ. સ્વરાજ પક્ષની નીતિ અને ભાવના સાથે કસ્તૂરભાઈએ એકાત્મતા સાધી હતી.
હદમાં તેમની મુદત પૂરી થઈ, ત્યારે મોતીલાલજીએ તેમને પ્રમાણપત્ર આપેલું 3. “તમે અમારી સ્વરાજ પાર્ટીના અનેક સભ્યોના કરતાં સવાયા સ્વરજિસ્ટ છો ”૧૩ જાણીતા અખબાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ તે વખતે વડી ધારાસભાની ધર્યવાહીની સમીક્ષા કરતો અગ્રલેખ લખ્યો હતો. તેમાં કસ્તુરભાઈનાં ધારાસભામાંનાં ભાષણોને ‘મુદ્દાસર’ને ‘વિવેકપૂર્ણ કહીને વખાણ્યાં હતાં.
આ ત્રણ વર્ષ દરમ્યાન દેશના આર્થિક અને રાજકીય પ્રશ્નોનો વ્યાપક ભૂમિકા પર ઊંડો અભ્યાસ કરવાની તેમને તક મળી. તેને પરિણામે તેમણે જે કામગીરી બજાવી તેનાથી તેમને એક રાષ્ટ્રપ્રેમી, લોકહિતૈષી ઉદ્યોગપતિ તરીકે દેશભરમાં ખ્યાતિ મળી ગઈ.
૧. ગાંઅ ૨૩, પૃ. ૧૦૯. ૨. માજી, પૃ. ૧૩૮. ૩. KD, p. 6. ૪. KD, p. 7. ૫. KD, p. 7. ૬. HICTI, p. 71. ૭. HICTI, pp. 79–80. ૮. HICTI, pp. 81-82. ૯. KD, p. 8. ૧૦. HICTI, p. 74. ૧૧. KD, pp. 8–9. ૧૨. HICTI, pp. 84–85. ૧૩. KD, p. 10.
Scanned by CamScanner
Page #78
--------------------------------------------------------------------------
________________
વિસ્તરતી ક્ષિતિજો
કાપડ ઉપરની આબકારી જકાત દૂર થયા પછી પણ મિલ-ઉદ્યોગની મુશ્કેલીઓ ઓછી થઈ નહોતી. બ્રિટન અને જાપાનનો માલ મોટા જથ્થામાં ભારતમાં આયાત થતો હતો તેની સરખામણીમાં દેશી મિલનું કાપડ ઊભું રહી શકતું નહોતું. એટલે મિલ-ઉદ્યોગને રક્ષણ આપવા માટે ઉદ્યોગપતિઓ તરફથી સરકાર સમક્ષ વારંવાર રજૂઆત થતી હતી. તેને પરિણામે હિંદી સરકારે તા. ૧૦ જૂન, ૧૯૨૬ના રોજ મિલ-ઉદ્યોગની સ્થિતિની તપાસ માટે સર કૅન્ક નોઈસના અધ્યક્ષપદે ટેરિફ કમિશનની નિમણૂક કરી હતી. તેમાં સુબ્બારાવ અને કૌલ હિંદી સભ્યો હતા. હિંદુસ્તાનમાં આ ઉદ્યોગ લાંબા વખતથી સ્થપાયેલો છે તે જોતાં, તેમ જ વાપરનાર સહિત તમામનાં હિતો લક્ષમાં લેતાં, તેને રક્ષણની જરૂર છે કે કેમ અને હોય તો કેવા સ્વરૂપે અને કેટલા સમય સુધી, એ અંગે કમિશને સરકારને ભલામણ કરવાની હતી.
મુંબઈ તેમ જ અમદાવાદના મિલમાલિક મંડળોએ આ કમિશન સમક્ષ જુબાની આપતાં કાપડ-ઉદ્યોગની અવદશાનાં મુખ્ય ત્રણ કારણો રજૂ કર્યા હતાં: (૧) જાપાનના કાપડને આ દેશની તેમ જ પરદેશની બજારોનો અયોગ્ય લાભ મળ્યો છે. (૨) સરકારે હૂંડિયામણનો દર ૧ શિ.૪૫ થી વધારીને ૧ શિ. ૬ પે. કર્યો તેથી આ ઉદ્યોગને વધારાનો સાડાબાર ટકાનો ફટકો પડયો છે. (૩) સ્થાનિક તેમ જ રાજ્ય સરકારના કરના ભારણને લીધે તેમ જ મજૂરીના દરમાં થયેલ
Scanned by CamScanner
Page #79
--------------------------------------------------------------------------
________________
વિસ્તરતી ક્ષિતિજે ૬૧
વધારાને કએ જપાદનનું ખર્ચ વધી ગયું છે. ઉંચા ઉટના સૂતરના ઉત્પાદન
ટે આ મંડળોએ ખાસ સહાયની તેમ જ આયાત-જલત ૧૧ ટકાથી વધારીને ૧૫ ટક કરવાની માગણી પણ કરી હતી."
- ટેરિફ મિશન સમક્ષ મુંબઈ મિલમાલિક મંડળ તરફથી સર હોમી મોદીના જિત્વ નીચે પ્રતિનિધિમંડળે જુબાની આપી હતી. તે વખતે અમદાવાદ મિલમાવિક મંડળના પ્રમુખ ચમનલાલ ગિરધરલાલ પારેખ હતા. પરંતુ તેના ચાર પ્રતિનિધિબ્રનું મંડળ રજૂઆત કરવા ગયું, તેનું નેતૃત્વ કસ્તૂરભાઈને સોંપ્યું હતું.
ભાઈએ સાથીઓને કી રાખેલું કે, પોતે જુબાની આપતા હોય તે વખતે વચ્ચે બોલીને એ ખવવી નહૈં, પણ છેવટે જે કાંઈ કહેવું હોય તે કહેવું. તેમણે કમિશન સમક્ષ ઉપરના મુદ્દાઓની સ્વસ્થપણે સચોટ રજૂછાત કરી. તેમાં “કaણે તેમની એક ગંભીરરતચૂકથયેલી તેતરછેવટે તેમનું ધ્યાન સાથીઓએ ૌર્યું. શ્રેટ ભોજનના વિરામ બાદ કમિશન ફરીથી મળ્યું તે વખતે પોતે કહેલી ત્રકામાં રહે ગયેલી ચૂક સુધારી. તેમના વર્તન અને વક્તવ્યની કમિશન પર સુંદર હપ પ હતી. મિશનના એક બ્રભ્ય શ્રી સુબ્બારાવે તો તેમને ખાનગીમાં બોલાવીને પણ સુચનો માગ્યાં હતાં.
મિત્રને આ રજૂઆતોને આધારે વિચારક્કા ચલાવી અને જાપાનથી આવતા કપડા પર ચાર ટકા વધુ જકત ત્રણ વર્ષ લગી નાખવાની ને ૧૯૨૧થી
ઘડની મિલોની મશીન તથા અમુક સ્ટર ઉપર સરકારે નાખેલી જકાતમાંથી મિલોને ત્રણ વર્ષ સુધી મુક્તિ આપવાની ભલામણ કરી હતી. ઉપરાંત ઉંચા શ્રીટના સૂતરના ઉત્પાદન માટે વિશેષ પ્રોત્સાહન રૂપે આર્થિક સહાય આપવાની ભલામણ પણ હતી. ચરરે આમાંથી એકે ભલામણનો સ્વીકાર કર્યો નિત.
ભરના મિલમાલિએ સર મી મોદીના અધ્યક્ષપદે મુંબઈમાં સભા ભરીને ચશ્કરના નિર્ણયની ગ્રામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સર હોમીએ ભાષણ
માં કહેલું કે:શવનું વેપાર ઉદ્યોગ ખાનું વેપાર અને ઉદ્યોગ સિવાય બધાંનાં જિના ઋણ માટે છે. સુરકરની આ નીતિ, પ્રગતિ અને સુરાજ્યની હિમાયત
નાશ વર્ગનાં કર ને શુભેચ્છા ગુમાવી બેસશે તેની સરકારને સમજ છે બી” કસ્તૂરબાઈ અને ચમનલાલ પારેખે પણ આ પ્રસંગે વિરોધની તીવ્ર
Scanned by CamScanner
Page #80
--------------------------------------------------------------------------
________________
૬૨
પરંપરા અને પ્રગતિ
લાગણી વ્યક્ત કરી હતી.
સ્તૂરભાઈની પ્રતિષ્ઠા પીઢ અને વિચક્ષણ ઉદ્યોગપતિ તરીકે જામતી જતી હતી. કાપડ-ઉદ્યોગ મુશ્કેલીમાંથી પસાર થતો હતો છતાં અશોક અને રાયપુર મિલ તેમના દૂરંદેશી વહીવટને કારણે સારો નફો કરતી હતી. એટલે તેમણે ૧૯૨૮માં એક નવી મિલ પાંચ લાખ રૂપિયાની શેરમૂડીથી શરૂ કરી. તેમની ભાવના પોતાની ત્રણે બહેનોનાં કુટુંબને એક એક મિલની મૅનેજિંગ એજન્સી આપીને કાપડઉદ્યોગમાં સ્થિર કરવાની હતી. તે અનુસાર તેમણે નવી અરુણ મિલ્સ લિ.ની સ્થાપના કરીને તેનું સુકાન મોટાં બહેન ડાહીબહેનના પુત્રોને સોંપ્યું, જેની પેઢી હઠીસિંગના નામથી પ્રસિદ્ધ છે. એ જ રીતે ૧૯૩૨માં નૂતન મિલ શરૂ કરીને નાનાં બહેન કાન્તાબહેનના પતિ જગાભાઈ નાણાવટીને તેની મૅનેજિંગ એજન્સી આપેલી અને ૧૯૩૭માં ન્યૂ કોટન મિલ્સનો વહીવટ સંભાળીને બીજાં બહેનમાણેકબહેન–ના પુત્રોને તેની એજન્સી સેંપી હતી. આ ત્રણે મિલોની ‘લાલભાઈ ગૃપમાં ગણના થાય છે, પરંતુ તેના શરે પરના ડિવિડન્ડથી વિશેષ આર્થિક લાભ કસ્તૂરભાઈ-પરિવારને તેનાથી થતો નથી. કસ્તૂરભાઈની કુટુબવત્સલતાનું આ એક ઉજજવલ દૃષ્ટાંત ગણાય.
૧૯૨૯માં જિનીવા ખાતે ભરાનાર મજૂર પરિષદમાં મિલમાલિકોના પ્રતિનિધિ તરીકે હાજરી આપવા માટે કસ્તૂરભાઈને નિમંત્રણ મળ્યું હતું. પણમુખમ્ ચેટ્ટી તેમના સલાહકાર તરીકે જવાના હતા. બરાબર એ જ અરસામાં મોહિનાબાનો પગ ખસી જતાં પડી જવાથી સાથળના હાડકાને ઈજા પહોંચી હતી. મુંબઈથી ડો. દેશમુખને બોલાવીને તેમની સારવાર શરૂ કરી હતી. પગને પ્લાસ્ટરમાં મૂક્યો હતો. પરંતુ વેદના અસહ્ય થવાથી ડૉકટરના ગયા પછી પ્લાસ્ટર દૂર કરાવ્યું હતું. તાવ પણ રહેતો હતો. કસ્તૂરભાઈ જિનીવા જવા માટે નીકળ્યા ત્યારે તેમને માતાની તબિયતની ચિંતા હતી એટલે તેમણે નરોત્તમભાઈને કહેલું કે: “બાને તાવ ઊતર્યો કે નહીં તેના સમાચાર મને એડન મળે તે રીતે તાર કરજો.”એડન પહોંચ્યા ત્યાં સુધી તાર મળ્યો નહીં એટલે એડન ઊતરી ગયા ને પોરબંદરના સુપ્રસિદ્ધ શેઠ મેઘજી પેથરાજને ત્યાં રોકાયા. ‘પરિષદમાં જવાનું તો અનેક વાર થશે; પણ મા ચાલ્યાં જશે તો બીજી વાર જોવા નહીં મળે.–આવા આવા વિચાર આવતા હતા. મન રામાચાર જાણવા અધીરું થઈ ગયું હતું. ત્યાં તાર મળ્યો કે: “બાની તબિયત
Scanned by CamScanner
Page #81
--------------------------------------------------------------------------
________________
વિસ્તરતી ક્ષિતિજે ૬૩
સુધરતી જાય છે, તમે જિનીવા જાઓ.” ચિંતા દૂર થઈ. બીજે અઠવાડિયે પી. ઍન્ડ ઓ.ની સ્ટીમર આવી ત્યારે આ માતૃભક્ત પુત્ર જિનીવા જવા રવાના
થયા.
૧૯૩૧માં કસ્તૂરભાઈએ બીજી એક મિલ ઊભી કરવાનો વિચાર કર્યો. તેને માટે પાંચ લાખની નવી મૂડી ઊભી કરવાને બદલે રાયપુર મિલે પાંચ લાખ રૂપિયા રોક્યા અને રાયપુર મિલના એક શેરની સામે નવી અરવિંદ મિલનો એક શેર બોનસ તરીકે રાયપુર મિલના શેરહોલ્ડરને આપવાનું ઠરાવ્યું. એ વખતે મિલની મશીનરીના બજારમાં ઘણી મંદી હતી. તેનો લાભ લેવાના હેતુથી કસ્તૂરભાઈ મુંબઈ ગયા. બ્રિટનના મશીનરીના વેપારી પ્લાન્ટ્સ બ્રધર્સના એજન્ટ તરીકે સર નેસ વાડિયાની પેઢી કામ કરતી હતી. કસ્તૂરભાઈએ તેમને કહ્યું:
મને ૩૩ ટકા કમિશન મળે તો મશીનરીનો મોટો ઑર્ડર મૂકવા તૈયાર છું.”
એવી નાખી દેવાની વાત ન કરો. દસ ટકા વળતરની વાત પણ અમે આજ સુધીમાં કદી સ્વીકારી નથી. ત્યાં તમે ૩૩ ટકા માગો છો!” સર નેસ હસીને બોલ્યા.
એમ હશે. પણ આજના સંજોગો જુદા છે. મંદીનો વખત છે. અને હું બહુ મોટો ઓર્ડર મૂકવા માગું છું” કસ્તૂરભાઈએ કહ્યું.
તમારી ઓફર સ્વીકારાય એમ લાગતું નથી. છતાં હું પ્લાટ્સને કેબલ
કરું છું.”
કસ્તૂરભાઈ જાણતા હતા કે નાનો ઓર્ડર સ્વીકારવાનો નથી. મોટા ઑર્ડર માટે મોટી રકમ જોઈએ. તેની વેતરણ એમણે એવી યુક્તિથી કરી કે ઑર્ડર મોટો લાગે પણ એકસાથે મોટી રકમ કાઢવી ના પડે. તેમણે સર નેસને પોતાની યોજના સમજાવતાં કહ્યું:
“૩૩ ટકા વળતર આપવા માટે પ્લાટ્સ સંમત થાય તો હું એક લાખ ત્રાકશાળનો ઓર્ડર મૂકવા તૈયાર છું. તેમાંથી ૪૦,૦૦૦નો પાકો ઑર્ડર અને બાકીનો ઑર્ડર હું મારી મુનસફીએ બે વર્ષમાં પાકો કરું.”
આનો અર્થ એ થયો કે નાણાંની સગવડ ના થઈ શકે તો પોતે બાકીનો માલ ન પણ લે.
Scanned by CamScanner
Page #82
--------------------------------------------------------------------------
________________
૬૪
પરંપરા અને પ્રગતિ
કસ્તૂરભાઈની ધારણા મુજબ, મંદીના સંજોગો અને મોટો ઓર્ડર જોઈને પ્લાસે તેમની ઑફર સ્વીકારી. સર નેસને ઘણી જ નવાઈ લાગી. તેમણે પણ બોમ્બે ડાઈંગ મિલ માટે એ જ ધોરણે પચાસ હજાર ત્રાકનો ઓર્ડર મૂક્યો! આટલા નીચા ભાવે આ મશીનરી પછી કદી વેચાઈ નથી. એકાદ વર્ષ બાદ કાપડની મિલવાળા લગભગ બધાએ તેમનું અનુકરણ કર્યું પણ તે વખતે ભાવ સારી પેઠે વધી ગયા હતા.
લાલભાઈ ગ્રૂપની બધી મિલોમાં અરવિંદ મિલ શ્રેષ્ઠ ગણાય છે. શરૂઆતથી જ તેને અનુકૂળ સંજોગો, કસ્તૂરભાઈની અનુભવી અને પકવ બુદ્ધિનું માર્ગદર્શન ને કાર્યદક્ષ વહીવટનો લાભ મળ્યો છે. અહીં પણ કસ્તૂરભાઈએ ઊંચી જાતનું રૂ. વાપરવાનો અને ઉત્તમ ગુણવત્તાવાળું કાપડ ઉત્પન્ન કરવાનો આગ્રહ રાખ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ઇજિપ્શિયન રૂની કિંમત ત્રણથી ચારગણી વધી ગઈ હતી છતાં તે વખતે પણ તેમણે રૂની જાતમાં ફેરફાર કર્યો નહીં. આને લીધે અરવિંદ મિલના કાપડની માગ વધતી જ રહી અને દેશની ટોચની મિલોમાં તેને સ્થાન મળ્યું.
ઉદ્યોગપતિ તરીકે તેમનું દૃષ્ટિલક બહોળા સંપર્ક અને વિશાળ અનુભવે વિસ્તરતું જતું હતું. ઔદ્યોગિક સાહસની સફળતાનું રહસ્ય સમજાવતાં અરવિંદ મિલના સંદર્ભમાં જ તેમણે એક વાર કહેલું કે: “ઉદ્યોગ નાખવા કે ચલાવવા પાછળનો આશય માત્ર નફો કરવાનો હોવો જોઈએ નહીં, પરંતુ તેમાં કામે લગાડવામાં આવેલા કામદારોને તેમને મળતા પગારો અને તેમના તરફ રખાતી વર્તણૂકથી સંતોષ થાય તે જોવાવું જોઈએ. ગ્રાહકને તેને મળતા માલની જાતથી સંતોષ મળવો જોઈએ અને વહીવટકર્તાઓનું ધ્યેય દેશના આર્થિક અને રાજકીય જીવનમાં થતા ફેરફારોને સુસંગત રહેવાનું હોવું જોઈએ. જો કોઈ પણ સાહસ આ ઉદેશોને અગ્રસ્થાન આપે તો તેનું સફળતાપૂર્વક સંચાલન કરવું સરળ થઈ પડે.”
અરવિંદ મિલ સ્થપાઈ તેને બીજે જ વર્ષે તેને એક અત્યંત બાહોશ અને કાર્યદક્ષ વહીવટદાર (administrator) મળી ગયા એ પણ એક સુયોગ થયો. ૧૯૩૨માં પંડિત મદનમોહન માલવીય બનારસ હિંદુ યુનિવર્સિટી માટે ફંડ એકઠું કરવા અમદાવાદ આવ્યા હતા. કસ્તુરભાઈએ તેમની સાથે ફરીને સારી રકમ એકઠી કરી આપી હતી. એ વખતે પંડિતજીની સાથે એક પચીસ-છવીસ
Scanned by CamScanner
Page #83
--------------------------------------------------------------------------
________________
વિસ્તરતી ક્ષિતિજે
૫
તો જવાન તેમના અંગત મદદનીશ તરીકે આવેલો. કસ્તૂરભાઈની નજર તેના પર કરી. માલવીયજીએ તેની ઓળખાણ કરાવી:
“આ મિ. બી. કે. મજુમદાર. યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા છે. બી. એચ. યુ.ના એમ. એ. અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સના બી.કોમ. છે. હોનહાર જુવાન છે.”
કસ્તુરભાઈએ બીજે દિવસે બી. કે. મજુમદારને એકવા બોલાવ્યા. “મિલની લાઇનમાં આવવું છે?”
“પ્રયોગ કરી જોઈએ. શું કામ કરવાનું?” મિલના સેક્રેટરીનું.” “અનુભવ નથી.” “શીખી લેવાનું.” “ભલે.”
માસિક અઢીસો રૂપિયાના પગારથી તેમણે બલુભાઈ મજુમદારને સેક્રેટરી તરીકે નીમ્યા. બંને પક્ષે ત્રણ વર્ષનો મૌખિક કરાર હતો. ન ફાવે તો બંને છૂટા. શરૂઆતમાં તેમણે એજન્ટના સેક્રેટરી તરીકે કામ કર્યું. અંગ્રેજીમાં પત્રવ્યવહાર કરવાનું અને હિસાબ અંગ્રેજીમાં લખાયો હોય તેને ગુજરાતીમાં ઉતારવાનું કામ તેમને સોંપાયું. થોડા વખતમાં તેમણે મિલના વહીવટનું કામ એવી સરસ રીતે ઉપાડી લીધું કે કસ્તુરભાઈના પરમ વિશ્વાસને પાત્ર, જમણા હાથ જેવા થઈ પડ્યા. દસકા પછી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની એચ. એલ. કોલેજ ઑફ કૉમર્સના પ્રિન્સિપાલની જગા ખાલી પડી. તે જગા માટે તેમને પૂછવામાં આવેલું. બી. કે.એ કસ્તુરભાઈને પૂછયું ત્યારે જવાબ મળ્યો: “આ લાઈનમાં જ તમારો અભ્યદય છે.”
એક વાર બી. કે. મજુમદારને આ લખનારે પૂછયું: “તમે શિક્ષણનું ક્ષેત્ર છોડીને આ ઉદ્યોગનું ક્ષેત્ર કેમ પસંદ કર્યું?”
“ખરું કહું? એકેડેમિક લાઇનમાં મારું ગજું નથી એમ મને એ વખતે લાગેલું.”
“એમાં તમારી જાતને તમે અન્યાય કર્યો હોય એમ નથી લાગતું?” “હું બી. એચ. યુ.માં જોડાયો ત્યારે ડો. વી. કે. આર. વી. રાવ, ડો. સિદ્ધાંત
Scanned by CamScanner
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૬
પરંપરા અને પ્રગતિ
અને ડો. આઈ. જી. પટેલ જેવા માંધાતાઓ ત્યાં અર્થશાસ્ત્રના અધ્યાપકો હતા. તેમની સ્પર્ધામાં મારા વિષયમાં હું નહીં ટકી શકું એવી લાગણી એ વખતે થયેલી. એટલે આ ક્ષેત્રમાં ઝળકવાની ઈચ્છા જાગી.”
કસ્તૂરભાઈએ કોઠાસૂઝથી આ રત્ન પારખ્યું. મજુમદારે તેમને ચારસાડાચાર દાયકા સુધી ઉત્તમ સેવા આપી. ખાસ કરીને, આગળ જોઈશું તેમ, અતુલની સ્થાપના અને તેના કુશળ સંચાલનનો યશ બલુભાઈને જાય છે. તેમના પુરુષાર્થની પાછળ નિષ્ઠા, બુદ્ધિશક્તિ, હિંમત, નિ:સ્વાર્થતા, સાહસિકતા અને સૌથી વિશેષ દૃષ્ટિમંતતાએ અતુલને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવે તેવી સફળતા હાંસલ કરી આપી છે. તેને કારણે આજે નિવૃત્તિમાં પણ તેઓ સમગ્ર ઉદ્યોગપરિવારના માનના અધિકારી બન્યા છે.
એવા જ બીજા શક્તિશાળી અધિકારી કસ્તૂરભાઈને પ્રાપ્ત થયા તે સ્વ. ચંદ્રપ્રસાદ દેસાઈ. તેઓ પણ શિક્ષક જ હતા. અને એ હેસિયતે જ કસ્તૂરભાઈ સાથે તેમને પરિચય થયેલો. શરૂઆતમાં તેમને રાયપુર મિલમાં મૂકેલા. ત્રણ વર્ષ બાદ અરવિંદ મિલમાં આસિસ્ટંટ સેલ્સમેન તરીકે તેમને નીમ્યા.તે વખતે મજુમદાર તે મિલના સેક્રેટરી હતા. ચંદ્રપ્રસાદ અત્યંત પ્રામાણિક અને તેજસ્વી બુદ્ધિવાળા તરવરિયા જુવાન હતા. કાપડની જાત અને ગુણવત્તાની પરખમાં તેમનો જોટો ન મળે. કાપડ જોઈને તેની કિંમત, વેચાણ વગેરેનો અંદાજ કાઢી આપે. કાપડ પર અંકુશ આવ્યો તે વખતે સરકારે નીમેલી સમિતિના તે અધ્યક્ષ હતા.અંકુશિત કાપડના ભાવ ચંદ્રપ્રસાદ નક્કી કરતા. કારીગરો પ્રત્યે ઉદાર અને પ્રેમભર્યું વર્તન રાખે; તેથી મજૂરોમાં પ્રિય થઈ પડેલા. તેમનો વ્યવહાર સ્વમાનપૂર્ણ અને શિસ્તબદ્ધ હતો. જુનવાણી દલાલો અને વેપારીઓ સાથે કોઈ વાર સંઘર્ષ થતો. આથી મિલમાં ઉત્પાદન અને વેચાણનાં એકમોને એકબીજાથી અલગ રાખ્યાં હતાં. કસ્તૂરભાઈની છાયાની માફક તેમની નીતિ, પદ્ધતિ અને યોજનાઓ સાથે તેઓ એકાત્મતા સાધી શક્યા હતા. એક વાર અમુક કારણે તેમને શેઠ સાથે મનદુ:ખ થયું. રાજીનામું લખીને મોકલી આપ્યું. શેઠે તે ફાડી નાખ્યું અને પગારમાં તેમને ઇચ્છા મુજબ આંકડો મૂકવા કહ્યું. સ્વભાવે તે લહેરી અને “કલબ લાઇફના રસિયા હતા. ૧૯૬૦ના અરસામાં તેમને હૃદયરોગનો હુમલો થયેલો. પછી તા. ૧૯ ફેબ્રુઆરી ૧૯૬૯ના રોજ સવારે કોઈક લગ્ન-સમારંભમાં હાજરી આપીને
Scanned by CamScanner
Page #85
--------------------------------------------------------------------------
________________
વિસ્તી ક્ષિતિજે ૬૦
પાછા ફરતાં બંગલાના કમ્પાઉન્ડમાં જ ગાડી ઊભી રાખી ત્યાં ધોરી નસ તૂટવાથી ગાડીમાં જ કરુણ અવસાન થયેલું.
બી. કે. મજુમદાર અને ચંદ્રપ્રસાદ દેસાઈ ઉદ્યોગપતિ કસ્તુરભાઈના બે મજબૂત બાહુ જેવા હતા. ઉદ્યોગવિકાસની યોજનાઓ ઘડવામાં અને તેનો કાર્યક્ષમ અમલ કરી ધાર્યું પરિણામ લાવવામાં આ બે બાહોશ અધિકારીઓનો મોટો હિસ્સો છે. જાહેર સમારંભોમાં તેમ અન્યત્ર કસ્તુરભાઈ નમ્રભાવે આ બે સાથીઓનું સ્મરણ કરીને તેમના ઋણનો સ્વીકાર કરતા રહ્યા છે.
ટીપ ૧. HICTI, pp. 88–89. ૨. ૧૯૨૬માં જાપાનથી હિંદુસ્તાનમાં ૨૩ કરોડ ૨૮ લાખ વાર કાપડ આવ્યું હતું તે વધીને ૧૯૨૭માં ૩૩ કરોડ ૨૦ લાખ વાર થયું હતું એમ સર હોમી મોદીએ તા. ૧૨-૩-૨૮ના રોજ મુંબઈ મિલમાલિક મંડળની વાર્ષિક સભામાં અધ્યક્ષપદેથી બોલતાં સમજાવ્યું હતું. જુઓ HICTI, p. 93. ૩. HICTI, p. 90. ૪. HICTI, p. 91. ૫. KD, p. 11. ૬. HICTI, pp. 93-94. ૭. KD II, p. 4. ૮. KD, p. 16. ૯. KD, p. 20.
Scanned by CamScanner
Page #86
--------------------------------------------------------------------------
________________
વાટાઘાટ અને વિશિષ્ટ
ગાંધીજીએ વિલાયતી માલના બહિષ્કારનું આંદોલન ઉપાડ્યું હતું તેને પરિણામે લેંકેશાયરથી આયાત થતા કાપડમાં મોટો ઘટાડો થયો હતો. બીજી બાજુ જાપાન રૂનો મોટો જથ્થો હિંદુસ્તાનમાંથી મેળવીને ત્યાં સુતરાઉ કાપડનો જથ્થાબંધ નિકાસ કરતું હતું. બ્રિટન હિંદુસ્તાનમાં વેપારી લાભ મેળવવા ખૂબ આતુર હતું. એટલે તેની ચર્ચા કરવા માટે ૧૯૩૩માં સિમલામાં ત્રિપક્ષી પરિષદ બોલાવવામાં આવી. તેમાં હિંદી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રતિનિધિ તરીકે લાલા શ્રીરામ, દેવીપ્રસાદ મૈતાન અને કસ્તૂરભાઈને પસંદ કરવામાં આવ્યા હતા. સર હોમી મોદી અને એકબે બીજા મુંબઈ મિલમાલિક મંડળ તરફથી આવ્યા હતા.
ચર્ચામાં સર હોમી મોદી અને કસ્તૂરભાઈ સામસામે આવી ગયા. એ વખતે પરદેશી માલની આયાત પર પંદર ટકા જકાત હતી. સર હોમીની ઇચ્છા તેને ઘટાડવાની હતી. કસ્તૂરભાઈ અને તેમના સાથીઓએ કહ્યું કે આ દેશના મિલ-ઉદ્યોગને હાનિ ન પહોંચે એ શરતે આયાત-જકાત ઘટાડવી હોય તો ઘટાડો. સર હોમી મોદીએ દેવીપ્રસાદ સ્વૈતાનને પોતાના પક્ષમાં લેવાની પેરવી કરવા માંડી. લાલા શ્રીરામ અને કસ્તુરભાઈ મૂંઝાયા. લાલાજીએ રસ્તો કાઢ્યો. તેમણે કસ્તૂરભાઈને કહ્યું: “ધનશ્યામદાસ બિરલાને દિલ્હી વાત કરો કે દેવીપ્રસાદ મૈતાન આપણો પક્ષ ન છોડે.”
Scanned by CamScanner
Page #87
--------------------------------------------------------------------------
________________
વાટાઘાટ અને વિષ્ટિ
૬૯
કરભાઈએ બિરલાજીનું દબાણ લાવીને દેવીપ્રસાદને પોતાના પક્ષમાં Aવી રાખ્યા. એટલે હોમી મોદી સમાધાન કરવા તૈયાર થયા. હોટેલ સેસિલમાં તમી મોદીનો મુકામ હતો. ત્યાં ફેંકેશાયરના પ્રતિનિધિ સર વિલિયમ કૉર-લીસ, કસ્તુરભાઈ અને મોદી મંત્રણા માટે મળ્યા.
હું લેકેશાયરને મદદ કરવાની વિરુદ્ધ નથી. પણ તે હિંદુસ્તાનની મિલોને ભોગે ન બનવું જોઈએ.”—કસ્તૂરભાઈએ સર વિલિયમને સ્પષ્ટ કહ્યું.
એ શી રીતે બને?” સર વિલિયમે પૂછ્યું.
“અત્યારે લેકેશાયરના કાપડની આયાત સરેરાશ ૩૫ કરોડ વાર છે. દેશી મિલોના ઉત્પાદન ઉપરાંત ૪૦ કરોડ વાર કાપડ જાપાનથી આવે છે. તમારા કાપડની આયાત ૭૦ કરોડની કરીએ તો અમારી મિલોને તેની વિપરીત અસર ન થાય. પછી આયાત-જકાતમાં વાજબી ઘટાડો કરો તો મને વાંધો નથી.” કસ્તૂરભાઈએ સમજાવ્યું. * સર વિલિયમ લૅર-લીસને આ સમાધાન ગળે ઊતર્યું પણ તેમણે બ્રિટિશ ટ્રેડ કમિશનર સર થોમસ એઈન્સકોનને આ હકીકત કહી ત્યારે તેમણે કહ્યું: હિંદુસ્તાનમાં બ્રિટિશ ઇમ્પોર્ટનો કવોટા નક્કી થાય એને હું મુદ્દલે સ્વીકારું નહીં; છતાં તમારો આગ્રહ હોય તો બોર્ડ ઓફ ટ્રેડના સેક્રેટરી મિ. રેમન્ડ સ્ટ્રીટને કેબલ
આ સંજોગોમાં કસ્તૂરભાઈની દરખાસ્ત સ્વીકારાઈ નહીં પણ તેથી તે નાસીપાસ થયા નહીં. તેમણે મોદીને કહ્યું: “હું બીજી યોજના ઘડી કાઢીશ. આપણે મુંબઈમાં મળીએ ત્યાં સુધી છેવટનો નિર્ણય ન લેશો.” - સિમલાથી દિલ્હી આવ્યા. વાઇસરૉયે જાણેલું કે આ મામલામાં કસ્તૂરભાઈ વિરોધ કરે છે. એટલે પોતાની વગ વાપરવા વાઇસરૉયે તેમને મળવા આવવાનો સંદેશો સેક્રેટરી મારફતે મોકલ્યો. કસ્તૂરભાઈએ સેક્રેટરીને કહ્યું : “નામદાર વાઇસરૉયને મળતાં મને ખૂબ આનંદ થશે. પરંતુ તેઓશ્રી મેં જે દરખાસ્ત રજૂ કરી છે તેની વિચારણા કરે. મારી દરખાસ્ત હિંદ અને લૅ કેશાયર બંનેના હિતમાં છે.”
આ જવાબ પછી મુલાકાત ગોઠવાઈ નહીં. અલ્લાહાબાદ ખાતે કૃષ્ણા અને રાજ હઠીસિંગનાં લગ્નમાં હાજરી આપીને કસ્તૂરભાઈ દિલ્હી આવતા પહેલાં મુંબઈ ગયા. ત્યાં એફ. ઈ. દિનશા અને બીજા બે મુંબઈના મિલમાલિકોને
Scanned by CamScanner
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૦
પરંપરા અને પ્રગતિ
મળીને પોતાની વાત કરી. તેઓ સંમત થયા. તે પરથી લાગતું હતું કે સર હોમીની યોજના સફળ થશે નહીં. પરંતુ છેવટે મુંબઈ મિલમાલિક મંડળના ટેકાથી સર હોમીની દરખાસ્ત પસાર થઈ ગઈ. લંકેશાયરથી આયાત થતા માલના જથ્થામાં ઘટાડો કર્યા વગર જકાતમાં ઘટાડો કરવાનો કરાર નક્કી થયો, જે પાછળથી મોદી-લીસ કરાર તરીકે ઓળખાયો. મધ્યસ્થ ધારાસભામાં આની સામે ઉગ્ર વિરોધ થયો, પરંતુ સરકારે તેની દરકાર કરી નહીં. જોકે આ કરારથી લેંકેશાયરને ધાર્યા પ્રમાણે ફાયદો થયો નહીં. ૧૯૩૩થી ૧૯૩૯ દરમિયાન લેંકેશાયરે હિંદુસ્તાનમાં નિકાસ કરેલ કાપડ સરેરાશ ૩૫ કરોડ વારથી વધ્યું નહોતું.'
આ પ્રસંગથી કસ્તૂરભાઈને રાષ્ટ્રીય હિત જોઈને વિદેશી મંડળો સાથે વિષ્ટિ કરનાર ઉદ્યોગપતિ તરીકે સારી પ્રતિષ્ઠા મળી. ૧૯૩૪-૩૫ના વર્ષ માટે હિંદી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. તે જ વર્ષે
અમદાવાદ મિલમાલિક મંડળના પ્રમુખ તરીકે પણ તેઓ ચૂંટાયા. વળી એ જ વર્ષમાં (૧૯૩૪) જિનીવા ખાતે ભરાનાર લેબર કોન્ફરન્સમાં ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે મોકલવા સારુ તેમને બીજી વાર પસંદ કરવામાં આવ્યા. આ તકનો લાભ લઈને તેમણે કુટુંબ સાથે યુરોપની મુસાફરી ગોઠવી હતી.
૧૯૩૫ની આખરે મોદી-લીસ કરારની મુદત પૂરી થતી હતી. બ્રિટિશ સરકારે જાપાન સાથે હિંદના વેપારના કરાર કરેલા. આ બંને કરારોને ધારાકીય સ્વરૂપ આપવા માટે મધ્યસ્થ ધારાસભામાં સરકાર તરફથી ખરડો રજૂ થયો હતો. તે વખતે વેપારમંત્રી સર જોસેફ ભોરે આ બંને કરારની હિંદના વેપાર પર થતી અસરને લક્ષમાં રાખીને તેમાં સુધારા સૂચવવા માટે બીજું ટેરિફ કમિશન તા. ૧૦ સપ્ટેમ્બર, ૧૯૩૫ના રોજ નીમ્યું હતું. આ કમિશને બ્રિટનમાંથી હિંદુસ્તાનમાં આયાત થતા સુતરાઉ કાપડ, સૂતર, બનાવટી રેશમ અને તેના મિશ્રણથી થયેલ કાપડના વેપારમાં હિંદુસ્તાનના ઉદ્યોગને યોગ્ય રક્ષણ આપવા અંગે ભલામણ કરવાની હતી. અહીં ‘યોગ્ય રક્ષણ'નો અર્થ “હિંદુસ્તાનમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સાથે બ્રિટનથી આયાત થતી તે તે વસ્તુની વેચાણ-કિંમત સરખી રહે તે રીતે જાતનું માળખું ગોઠવવું” એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. કમિશનના અધ્યક્ષપદે સર ઍલેકઝાન્ડર મરે હતા. બીજા બે હિંદી સભ્યો હતા તેમાંના એક સર રામસ્વામી મુદલિયાર હતા.
Scanned by CamScanner
Page #89
--------------------------------------------------------------------------
________________
P
Scanned by CamScanner
૧૯૩૩ની સાલમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની સભામાં
શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વાઇસ પ્રેસિડન્ટ તરીકે
જુઓ પૃ. ૭૦
Page #90
--------------------------------------------------------------------------
________________
Scanned by CamScanner
ઈન્ડસ્ટ્રીયલ કે ડીટ ઍન્ડ ઈન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયામાંથી ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા ત્યારે યોજાયેલા સમારંભમાં શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વિદાયપ્રવચન કરી રહ્યા છે. (ડાબેથી જમણી બાજ) શ્રી ગગનવિહારી મહેતા,
| શ્રી એચ. ટી. પારેખ અને શ્રી જે. આર. ડી. તાતા
Page #91
--------------------------------------------------------------------------
________________
વાટાઘાટ અને વિષ્ટિ
૭૧
આ મુદ્દાઓના સંદર્ભમાં કમિશને હિંદુસ્તાનની મિલોની પરિસ્થિતિની તપાસ કરવાની હતી. તેની વિશેષતા એ હતી કે તેમાં લેંકેશાયરનું પ્રતિનિધિમંડળ પણ રજૂઆત કરવાનું હતું, એટલું જ નહિ, અહીંની મિલોના પ્રતિનિધિઓ જબાની આપે ત્યારે બ્રિટિશ પ્રતિનિધિઓને હાજર રહેવાની પણ છૂટ હતી.
કમિશને પહેલાં મુંબઈ મિલમાલિક મંડળના પ્રતિનિધિઓની રજૂઆત સાંભળી. તેમણે હિંદી ઉદ્યોગના કમિક વિકાસને લક્ષમાં રાખીને આયાત જકાતનો દર નક્કી કરવાનું સૂચવ્યું. જાડા અને મધ્યમ બરના સુતરાઉ તેમ જ રેશમી અને મિશ્રા જાત ઉપરની જકાત યથાવત્ રાખવાની અને ઝીણા સૂતરમાંથી બનાવેલ કાપડ પરની જકાત વધારવાની પણ રજૂઆત કરી હતી.
કમિશને પછી અમદાવાદની મુલાકાત લીધી. તેમના કાર્યક્રમમાં મિલોની વાસ્તવિક પરિસ્થિતિનો યથાર્થ ખ્યાલ મળે તે માટે મિલમાલિક મંડળે અમદાવાદની અમુક મિલોની મુલાકાતો પણ ગોઠવી હતી. તેમાં અરવિંદ મિલનો પણ સમાવેશ થયેલો હતો. કસ્તૂરભાઈએ કમિશન અને લેંકેશાયરનું પ્રતિનિધિમંડળ અરવિંદ મિલની મુલાકાતે અલગ અલગ આવે તે રીતે ગોઠવ્યું હતું. બંને મંડળો અરવિંદ મિલનો વહીવટ, કામગીરી અને વ્યવસ્થા જોઈને પ્રભાવિત થયાં હતાં.
જુબાની આપતી વખતે કસ્તૂરભાઈએ કહેલું કે, ઝીણા કાઉન્ટના કાપડ માટે હિંદી મિલોને પરદેશથી થતી આયાતની સામે રક્ષણ આપવામાં આવે તો જ તે નભી શકે એમ છે. તરત જ સામો પ્રશ્ન પુછાયો: “અરવિંદ જેવી મિલને પણ રક્ષણની જરૂર પડે?” ને
“મારું કહેવાનું એ જ છે કે અરવિંદ જેવી મિલને પણ રક્ષણ વિના ચાલે નહીં એવી અમારી પરિસ્થિતિ છે.” કસ્તૂરભાઈએ તેમની જ દલીલનો તેમની સામે ઉપયોગ કરવાની તક લીધી.
આ વખતે તેઓ લેંકેશાયરના પ્રતિનિધિમંડળના નેતા એંગસ કેમ્પબેલ અને મંત્રી સર રેમન્ડ સ્ટ્રીટના પરિચયમાં આવ્યા. કસ્તૂરભાઈએ એમને મિત્રભાવે સલાહ પણ આપી: “લંકેશાયર સરકારી રાહે મિલ-ઉદ્યોગનો સંપર્ક સાધવા પ્રયત્ન કરશે તેનાથી કોઈ અર્થ સરશે નહીં. જો તમારે આ બાબતમાં ખરેખર આગળ વધવું હોય તો પરશોતમદાસ ઠાકોરદાસ, ઘનશ્યામદાસ બિરલા કે મારા જેવા રાષ્ટ્રીય દૃષ્ટિબિંદુ ધરાવનાર ઉદ્યોગ-સાહસિકોનો સંપર્ક સાધવો જોઈએ.”
Scanned by CamScanner
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૨
પરંપરા અને પ્રગતિ
કસ્તૂરભાઈનું આ સૂચન સમયસરનું હતું. ૧૯૩૬માં જ્યારે હિંદ અને બ્રિટનની વચ્ચે વેપારી સંબંધો અંગે વાટાઘાટો કરવા માટે સાત માણસોની સમિતિ નીમવાનું નક્કી થયું ત્યારે તેમાં તેમણે ગણાવેલ ત્રણે ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
બીજા ટેરિફ કમિશનનો રિપોર્ટ ૨૫ જૂન, ૧૯૩૬ના રોજ પ્રસિદ્ધ થયો, તેમાં બ્રિટનમાંથી આયાત થતા છાપેલા સિવાયના કાપડની પાંચ ટકા જકાત ઘટાડવાની ભલામણ હતી. મુંબઈની મિલોની સ્થિતિ ઘસારો અને વ્યાજને પહોંચી વળે એટલો નફો કરી શકે એવી નથી એ મતલબની નોંધ પણ કમિશને કરેલી. સરકારે તા. ૨-૬-૧૯૩૬ના રોજ એ ભલામણો ફેરફાર વિના સ્વીકારી. મુંબઈ મિલમાલિક મંડળના પ્રમુખ સર વિઠ્ઠલ ચંદાવરકરે ટેરિફ કમિશનના આ નિર્ણય અંગે નાખુશી વ્યક્ત કરતાં મંડળની સામાન્ય સભામાં તા. ૧૦-૩-૩૭ના રોજ કહેલું કે “કાપડ-ઉદ્યોગના મારા બ્રિટિશ મિત્રોને યાદ દેવરાવું કે બ્રિટન હિંદી રૂ ઉપર જેટલું ખર્ચ કરે છે તેનાથી અનેકગણું વધારે હિંદુસ્તાન બ્રિટિશ કાપડ અને સૂતરની આયાત પર ખર્ચ કરે છે." બ્રિટિશ શાસકોની નીતિ આમ દેખીતી રીતે જ વેપારી કરારમાં ભારતના ભોગે બ્રિટનને ફાયદો કરી આપવાની હતી.
૧૯૩૬માં હિંદ સરકારે સર મોહમદ ઝફરલ્લાખાનના અધ્યક્ષપદે ભારત અને બ્રિટન વચ્ચેના વેપાર અંગે ભલામણ કરવા એક સમિતિ નીમી હતી. સર પી. ટી, ઘનશ્યામદાસ બિરલા, લિયાકતઅલી ખાન, સરદાર દાતારસિંગ, સર એડવર્ડ બેન્થોલ, પરાકીમેડીના રાજા અને કસ્તૂરભાઈ એ સમિતિના સભ્યો હતા. સર પી. ટી, બિરલા અને કસ્તૂરભાઈએરાષ્ટ્રીય દૃષ્ટિબિંદુ રજૂ કરીને તે પ્રમાણે ભલામણો કરાવવાનો નિશ્ચય કર્યો હતો. તે પ્રમાણે ત્રણે મિત્રો મળીને સમિતિની નોંધમાં જરૂરી સુધારાઓ સૂચવતા હતા. છ મહિના સુધી સમિતિએ અહીં ચર્ચા કરી; પછી ૧૯૩૭ના મેમાં સમિતિ ઇંગ્લેંડ ગઈ. પરલોકીમેડીના રાજાને બદલે મદ્રાસથી કોઈ વ્યક્તિને મૂકવામાં આવેલી. દાતારસિંગ અને લિયાકતઅલી ખાનને કસ્તુરભાઈ અને તેમના બે મિત્રો પોતાના પક્ષમાં રાખી શક્યા હતા. લેંકેશાયરના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે લોર્ડ ડર્બી હતા. તેમણે પોતાને ઘેર સમિતિના સભ્યોને ખાણા માટે નિમંત્ર્યા હતા. તેમાં ચાર ભૂતપૂર્વ વાઇસરૉયોને પણ
Scanned by CamScanner
Page #93
--------------------------------------------------------------------------
________________
વાટાઘાટ અને વિટિ
૭૩
નિમંત્રેલા. લેંકેશાયરની ઇચ્છા ભારત સાથેના કાપડના વેપારમાં વધુમાં વધુ ટછાટો મેળવવાની હતી. સમિતિ ચાર મહિના સુધી ત્યાં રહી. બ્રિટનના બોર્ડ ઓક ટેડના સભ્યો સાથે લાંબી મસલતો કરી. અને છેવટે ભલામણો કરવાની આવી ત્યારે સભ્યો બે પક્ષમાં સરખે ભાગે વહેંચાઈ ગયા. એક બાજુ સરંપી.ટી, બિરલા, કસ્તૂરભાઈ અને લિયાકતઅલી ખાન અને બીજી બાજુ બાકીના ચાર સભ્યો.૬ સરકારે પોતાનું તમામ વજન સ્વાભાવિક રીતે જ લેંકેશાયરના પલ્લામાં નાખીને આયાત-જકાત ઘટાડીને સાડાબાર ટકાની નક્કી કરતું સુધારેલું ઇન્ડિયન ટેરક બિલ મા અને એપ્રિલની દિલહી ધારાસભામાં ઉદ્યોગમંત્રી સર મોહમદ ઝફરલ્લાખાન પાસે રજૂ કરાવ્યું. બંને વખત ચૂંટાયેલા સભ્યોએ બહુમતીથી નામંજૂર કરતાં સરકારે ઉપલી સભામાં પસાર કરાવીને પોતાની સત્તાથી મે ૧૯૩૯માં તેને કાયદાનું સ્વરૂપ આપ્યું.
આટલું કરવા છતાં ૧૯૨થી ૧૯૩૯ સુધીનાં દસ વર્ષ દરમ્યાન લેંકેશાયરને ભાગ્યે જ કશો ફાયદો થયો હશે. દેશમાં વાતાવરણ વિલાયતી કાપડની વિરુદ્ધ હતું. બ્રિટિશ કાપડની આયાત આ દસ વર્ષમાં ઉત્તરોત્તર ઘટતી ગઈ હતી; તેને મુકાબલે જાપાની કપડની આયાત વધી હતી. પરદેશી કાપડની આયાત દસકાના આરંભમાં હતી તે દસકાને અંતે ઘટીને ત્રીજા ભાગની થઈ ગઈ હતી, જ્યારે દેશી મિલોમાં થતું કાપડનું ઉત્પાદન બમણું થયું હતું.
૧૯૩૮ના ઉનાળામાં કસ્તૂરભાઈ સિમલા હવાફેર માટે ગયા હતા. પાછા વળવાની તૈયારીમાં હતા એવામાં તેમને નરોત્તમભાઈનો તાર મળ્યો: “જલદી આવો; સારાભાઈ ડાહ્યાભાઈએ અશોક મિલના એક કારકુનને ફોડીને હજારો શેરની બનાવટી રસીદો રજૂ કરીને છેતરપિંડી કરી છે.” કસ્તૂરભાઈ અમદાવાદ પહોંચ્યા. દાદાસાહેબ માવળંકરે સમજાવ્યું કે આવા છેતરપિંડીવાળા વ્યવહાર માટે અશોક મિલ કે તેના એજન્ટ જવાબદાર ગણાય નહીં. આમ છતાં બજાર ઉપર તેની અસર થયા વગર રહી નહીં. અશોક મિલ મોટી નુકસાનીમાં ઊતરી પડી છે એવી અફવાઓ જોશમાં ચાલી. એ વખતે કસ્તૂરભાઈના વહીવટમાં સાત મિલો હતી. તેમાં આશરે એક કરોડ ને ચાળીસ લાખ રૂપિયાની થાપણો હતી. અફવાને કારણે થાપણ મૂકનારા ગભરાઈને પાકતી રકમ પાછી લેવા આવવા લાગ્યા. મિલ તરફથી તેની સમયસર ચૂકવણી કરવાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ.
Scanned by CamScanner
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૪
પરંપરા અને પ્રગતિ
ત્રણ મહિના સુધી આ પ્રમાણે ચાલ્યું. પછી લોકોને વિશ્વાસ બેઠો એટલે થાપણ ચાલુ રાખવા પાછા આવવા લાગ્યા.
એ જ સારાભાઈ ડાહ્યાભાઈ અને કસ્તૂરભાઈના બનેવી પ્રતાપસિંગ મોહનલાલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી. સાથે રૂપિયા ૭૫,૦૦૦ની ઠગાઈ કરી હતી. સારાભાઈ ડાહ્યાભાઈ સાથે કસ્તૂરભાઈને મૈત્રીસંબંધ હતો. દાદાસાહેબ માવળંકરે કસ્તૂરભાઈને તે બંનેની સામે ફોજદારી કેસ કરવા સલાહ આપી. પણ તે પહેલાં સારાભાઈએ ઝેર પીને આપઘાત કર્યો. પછી રહ્યા કસ્તૂરભાઈના બનેવી પ્રતાપસિંગ. તેમને માટે ધર્મસંકટ હતું. છતાં જાહેર સંસ્થા પ્રત્યેની પોતાની ફરજને ધ્યાનમાં રાખીને પ્રતાપસિંગની સામે કસ્તૂરભાઈએ ટ્રસ્ટ તરફથી ફરિયાદ નેધાવી. પ્રતાપસિગને એક વર્ષની જેલની સજા થઈ. આને લીધે તેમનાં કાકી કસ્તૂરભાઈ ઉપર ખૂબ ગુસ્સે થયેલાં. પણ એકાદ વર્ષ પછી કસ્તૂરભાઈની શુદ્ધ નિષ્ઠાની ખાતરી થતાં તેમણે ભત્રીજાને માફી બક્ષી હતી.
આ ઘટનામાં કસ્તૂરભાઈની ધીરજ અને હિંમતની કસોટી થઈ. જાહેર હિત જોતાં પોતાના સગાને પણ દોષિત હોય તો સજા કરાવવા જાહેર કાર્યકર્તાએ આગળ આવવાની નૈતિક હિંમત દાખવવી જોઈએ તે કસ્તૂરભાઈએ ઉપર દર્શાવેલ ઠગાઈના કિસ્સામાં પોતાના વર્તનથી સિદ્ધ કરી આપ્યું હતું.
રિઝર્વ બેંકના ડિરેક્ટર તરીકે કસ્તૂરભાઈ ૧૯૩૭માં ચૂંટાયેલા. ૧૯૩૮માં બેંકના ગવર્નર સર જેમ્સ ટેલર ચાર દિવસની ટૂંકી માંદગી ભોગવીને એકાએક મૃત્યુ પામ્યા. તેમની જગાએ ગવર્નરની નિમણૂક કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભા થઈ. તેમાં સર પી. ટી., લાલા શ્રીરામ વગેરે અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત હતા. કસ્તૂરભાઈએ યોગ્ય હિંદીને ગવર્નરપદે નીમવો જોઈએ એવો આગ્રહ દર્શાવ્યો ને કહ્યું: “સરકારને ગવર્નરની નિમણૂક કરવાની સત્તા છે એ કબૂલ; પણ કાયદાની જોગવાઈ મુજબ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સંમતિથી નિયુક્તિ થાય છે. અમારું દૃઢ મંતવ્ય છે કે આ જગા પર હિંદીની નિમણૂક કરવી જોઈએ.” એ વખતે રેઈસમેન નાણાંમંત્રી હતા. તેમની ઇચ્છા સર જેમ્સ ટેલરની જગા પર અંગ્રેજને લાવવાની હતી. કસ્તૂરભાઈએ તેમને મળીને બોર્ડનું દૃષ્ટિબિંદુ સમજાવ્યું. છેવટે તેમણે પોતાની ઇચ્છા જતી કરીને તે વખતના ડેપ્યુટી ગવર્નર સર ચિન્તામણ દેશમુખની ગવર્નરપદે નિયુક્તિ કરી આમ, એક હિંદીને સૌપ્રથમ
Scanned by CamScanner
Page #95
--------------------------------------------------------------------------
________________
Scanned by CamScanner
શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના પ્રથમ હિન્દી ગવર્નર સર ચિતામણ દેશમુખ અને ડિરેકટરો સાથે, જુઓ પૃ. ૭૪
Page #96
--------------------------------------------------------------------------
________________
Scanned by CamScanner
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ તથા ભારતનાં વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે
શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તેમના નિવાસસ્થાને શાહીબાગમાં
Page #97
--------------------------------------------------------------------------
________________
વાટાઘાટ અને વિટિ
૭૫
રિઝર્વ બેંકના ગવર્નરને સ્થાને મુકવવામાં કસ્તૂરભાઈનો મુખ્ય પુરુષાર્થ હતો.
૧૯૪૩માં રિઝર્વ બેંકના બોર્ડ ઑફ ડિરેકટર્સની સામાન્ય સભા હતી. માં કસ્તુરભાઈ હાજર રહી શકેલા નહીં. ગવર્નર સર ચિન્તામણ દેશમુખે બેંકના મકાનની ડિઝાઇન તૈયાર કરવા માટે એક બ્રિટિશ પેઢીને નીમવાનો પ્રસ્તાવ મકેલો તે સભાએ મંજૂર કરેલો. પછીની સભામાં કસ્તૂરભાઈએ બી.એમ. બિરલાના ટેકાથી એ મુદો ફરી ઊભો કર્યો અને ભારપૂર્વક રજૂઆત કરી કે ભારતમાં આ કાર્ય માટે શક્તિશાળી સ્થપતિઓ ઉપલબ્ધ હોવા છતાં બ્રિટિશ પેઢીને શા માટે નિયુક્ત કરવામાં આવે છે? લાંબી ચર્ચાને અંતે બોર્ડને આગલી સભામાં કરેલો ? ઠરાવ રદ કરવો પડેલો ને મેસર્સ સાઠે એન્ડ ભૂતાની પેઢીને ડિઝાઇન બનાવવાનું કામ સોંપાયું હતું.”
- રાષ્ટ્રીય હિત જાળવવા માટે તેમનામાં કેટલી સજાગતા હતી અને પરદેશી * શાસકો સમક્ષ તેની રજૂઆત કરવાની કેવી હિંમત હતી તે આ બે પ્રસંગો પરથી જોઈ શકાય છે.
પીઢ ઉદ્યોગપતિ ઉપરાંત વિચક્ષણ વિષ્ટિકાર તરીકે અત્યાર સુધીમાં કસ્તૂરભાઈએ ભારતની પરદેશી સરકાર પર સારો પ્રભાવ પાડ્યો જણાય છે. કારણ કે ઉપરનો પ્રસંગ બન્યો તે અરસામાં જ સરકારે ઇજિપ્ત સાથે રૂના વેપાર અંગે વાટાઘાટ કરવા માટે એક પ્રતિનિધિમંડળ મોલ્યું, તેમાં કસ્તૂરભાઈનો સમાવેશ કર્યો હતો. તેમના ઉપરાંત આ પ્રતિનિધિમંડળમાં પી. સી. ચૌધરી અને એક આઈ. સી. એસ. અધિકારી રામચંદ્રન હતા. - ૧૯૪૨-૪૩માં ભારતે ઇજિપ્ત પાસેથી એક લાખ ગાંસડી રૂ ખરીદ્યું હતું. એ વખતે રૂના ભાવ થોડા વધ્યા હતા. બ્રિટિશ સરકારને આ માફક આવે તેવું નહોતું, એટલે રૂની ખરીદી પર પ્રતિબંધ મૂકવા અને જે માલ ખરીદાયો હોય તેની આયાત અટકાવવા સારુ બ્રિટિશ સરકારે ભારત સરકાર પર દબાણ કર્યું. ભારતના મિલ-ઉદ્યોગે આ અન્યાયી ચેષ્ટા સામે સખત વિરોધ નોંધાવ્યો. આ વાજબી વિરોધને હિંદ સરકારથી નકારી શકાય તેમ નહોતું. એટલે બ્રિટિશ સરકાર સાથે વાટાઘાટો ચલાવીને છેવટે સરકારે એમ નક્કી કર્યું કે બ્રિટિશ અને અમેરિકન પ્રતિનિધિમંડળની સાથે આ બાબત વાટાઘાટો કરવા માટે હિંદી પ્રતિનિધિમંડળને કેરો મોકલવું.
Scanned by CamScanner
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૬
પરંપરા અને પ્રગતિ
તે નિર્ણય અનુસાર હિંદી પ્રતિનિધિમંડળ ગ્વાલિયરથી બેહરિન, બસરા અને હુબાનિયા થઈને કેરો જવા ઊપડ્યું. કેરો પહોંચતાં બે દિવસ થયા. નાઈલના વિમાની મથકે બ્રિટિશ પ્રતિનિધિ મિ. જહોનસને તેમનું સ્વાગત કર્યું. શેપડ્ઝ હોટેલમાં મુકામ કર્યો. જહોનસનની ઓફિસમાં વાટાઘાટો ચાલી. તેમાં અમેરિકન પ્રતિનિધિ પણ હાજર હતા.
ઇજિપ્તના રૂની ખરીદીમાં શો ફેરફાર કરીએ તો ભાવ વધવા ન પામે?” જહોનસને શરૂઆત કરી.
“આપનો શો ખ્યાલ છે?” કસ્તૂરભાઈએ સામું પૂછયું.
“હું માનું છું કે સીધી ખરીદી કરવાને બદલે તમારા દેશની મિલો રૂની ખરીદી બ્રિટનની મારફતે કરે તો ફાયદો થાય.” જહોનસને કહ્યું.
કોને ફાયદો થાય તે કસ્તૂરભાઈ સારી રીતે જાણતા હતા. પણ તેમણે ચર્ચાને ત્યાં જ અટકાવીને કહી દીધું: “જુઓ, મિ. જહોનસન, જ્યાં સુધી અમે ખરીદેલું એક લાખ ગાંસડી રૂ અમારા દેશમાં રવાના કરવા દેવામાં ન આવે ત્યાં સુધી ભવિષ્યની ખરીદી અંગે કોઈ ચર્ચા કરવા અમે તૈયાર નથી.”
“એ નહીં બની શકે” જહોનસને સખતાઈથી જવાબ આપ્યો. અમેરિકન પ્રતિનિધિએ તેમાં સૂર પુરાવ્યો.
તરત જ કસ્તૂરભાઈ અને તેમના સાથીઓ ઊભા થઈ ગયા અને તેમની હોટેલ પર પાછા ગયા.
પેલા બેએ ધારેલું નહીં કે આ લોકો આ રીતે સભાત્યાગ કરીને ચાલ્યા જશે. બીજે દિવસે સવારે અગિયાર વાગ્યે કસ્તૂરભાઈને મળવા માટે હોનસને સંદેશો મોકલ્યો.
ફરી ચર્ચા ચાલી. છેવટે ભારતે ખરીદેલુંરૂ ઉપાડે તે માટે બંને પ્રતિનિધિઓને સંમત થવું પડ્યું. પછી કસ્તૂરભાઈએ વાત આગળ ચલાવતાં કહ્યું :
તમારી માફક અમે પણ શક્ય તેટલા સસ્તા ભાવે રૂ ખરીદવા માગીએ છીએ. પરંતુ તેને માટે બંને પક્ષે સીધો વ્યવહાર કરવાની છૂટ હોવી જોઈએ. વચ્ચે કોઈ ત્રીજાની દરમ્યાનગીરી ન હોવી જોઈએ.”
“એ કેવી રીતે બને?” “તેને માટે મારી પાસે યોજના છે. ભારત એક અઠવાડિયામાં બે હજાર
Scanned by CamScanner
Page #99
--------------------------------------------------------------------------
________________
વાટાઘાટ અને વિષ્ટિ
ગાંસડીથી વધુ રૂ ઇજિપ્ત પાસેથી ખરીદે નહીં. તેના ભાવ અગાઉથી નક્કી થાય અને તાર સેન્સર થાય છે એટલે બ્રિટન, અમેરિકા અને ભારતે સર્વસંમતિથી ઠરાવેલ ભાવના કરતાં ઊંચા ભાવ ઑફર કરવાની મંજૂરી કોઈ મિલને આપવામાં આવે નહીં.”
60
આ યોજના તેમણે સ્વીકારી એટલે પછીના સોદા અંગે સહીસિક્કા થયા. આમ, એક મહત્ત્વની કામગીરી સફળતાપૂર્વક પતાવીને કસ્તૂરભાઈ અને ચૌધરી ઍલેકઝાન્ડ્રિયા ગયા ને ઇજિપ્શિયન કૉટન ઍસોસિયેશનના પ્રતિનિધિઓને મળ્યા. છ મહિના સુધી સોદાનો માલ ભારતે ઉપાડયો નહીં તેથી તેમને વીમા, વ્યાજ અને જાળવણી અંગે વધારાનો ખર્ચ થયો એવી ઇજિપ્તના પ્રતિનિધિઓએ ફરિયાદ કરી.
“તમારી ફરિયાદ સાચી છે. તમે ગણાવેલું વધારાનું ખર્ચ અમારે આપવું જ જોઈએ; પરંતુ સાથે સાથે છ મહિના દરમ્યાન સ્ટીમરનો માલની હેરફેરનો દર ઘટ્યો છે તે તફાવત તમારે અમને મજરે આપવો પડે.” કસ્તૂરભાઈએ કહ્યું. તેમની વાત ઇજિપ્તના પ્રતિનિધિઓએ સ્વીકારી. સ્ટીમરના માલની હેરફેરના દર એટલા બધા ઘટયા હતા કે વીમો, વ્યાજ વગેરેનું ખર્ચ આપતાંયે સરવાળે રૂ ભારતને સોદાના ભાવ કરતાંયે સસ્તું પડ્યું. કસ્તૂરભાઈએ સૂચવેલી રૂની ખરીદી અંગેની યોજનાનો અમલ બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી પણ વર્ષ-દોઢ વર્ષ સુધી વિના અવરોધે ચાલુ રહ્યો હતો. વિવેક અને સ્વમાનની મર્યાદામાં રમતી મુત્સદ્દીગીરી, વેપારની સૂક્ષ્મ સમજ અને કુનેહભરી સમજાવટને કારણે આ મહત્ત્વની કામગીરી ત્રણે પક્ષને સંતોષ થાય તે રીતે કસ્તૂરભાઈએ
પાર પાડી.
કરોથી પાછા ફરતાં તેમને જિંદગીભર યાદ રહી જાય તેવો અનુભવ થયો. તેમની ત્રિપુટીએ દરિયાઈ વિમાનમાં જ વળતું ઉડ્ડયન કરવાનું હતું. વિમાન સુધી સ્ટીમ લૉન્ચમાં જવાનું હતું. લૉન્ચમાં છેલ્લા ચડે તેણે પહેલાં ઊતરવાનું આવે. એટલે કસ્તૂરભાઈ અને તેમના સાથીઓ લૉન્ચમાં છેલ્લા ચડવા, તેથી વિમાનમાં પહેલાં ચડીને સારામાં સારી બેઠકો પસંદ કરી શક્યા. થોડી વારમાં જ પર્સર આવ્યો. તેણે એ બેઠકો લશ્કરના ઉચ્ચ અધિકારીઓ (generals) માટે છે એમ કહીને ત્રણેને ઉઠાડચા. ત્રણે ઊઠયા ને બીજી ખુરસીઓ હતી તે પર બેઠા.
Scanned by CamScanner
Page #100
--------------------------------------------------------------------------
________________
૭૮
પરંપરા અને પ્રગતિ
લડાઈનો વખત હોવાથી વિમાનમાં બે લાકડાના બાંકડા જેવી વધારાની બેઠકો ગોઠવી હતી. પર્સની ઇચ્છા આ ત્રણે હિંદીઓ બાંકડા પર બેસે અને ખુરસીઓ ધોળી ચામડીવાળા માટે રહે એવી હતી. એટલે પેલી ત્રિપુટી ખુરસી પર બેઠી કે તરત પર્સરે તેમની પાસે આવીને તેમને ત્યાંથી ઊઠવાનું ફરમાન કર્યું. કસ્તૂરભાઈ અને તેમના સાથીઓએ ઊઠવાની ના પાડી એટલે પેલો લાલપીળો થતો કપ્તાન પાસે ગયો ને તેને બધી હકીકત કહી. કપ્તાન ગુસ્સે થતો આવ્યો ને ત્રણેને કહ્યું: “ઊઠો, નહીં તો ત્રણેને બહાર ફેંકી દઈશ. શું સમજો છો?” ત્રણેમાંથી એકે ઊભા થયા નહીં તેમ કશું બોલ્યા નહીં. ધૂવાંવૂવાં થતો તે ચાલ્યો ગયો.
થોડી વાર પછી કસ્તૂરભાઈએ કપ્તાનને બોલાવ્યો અને કહ્યું: “અમે હિંદ સરકાર વતી વાટાઘાટો કરનાર પ્રતિનિધિમંડળના સભ્યો છીએ. અમારી તરફ જે પ્રકારનો વર્તાવ કરવામાં આવ્યો છે તે જરા પણ શોભાસ્પદ નથી. આ બાબત અમે સરકારમાં ઉચ્ચ સ્તરે હાથ પર લેવાના છીએ.”
કપ્તાનને સમજાયું કે આ લોકો તો સરકારના પ્રતિનિધિમંડળના સભ્યો છે એટલે એ ઢીલો થઈ ગયો ને માફી માગવા લાગ્યો.
કેરોથી હુબાનિયા આવ્યા. ત્યાં વિમાન રોકાઈ રહ્યું. કપ્તાને આવીને ખબર આપ્યા કે આંધી ચડેલી છે એટલે કદાચ આપણે રાત અહીં જ રોકાઈ જવું પડશે. કસ્તૂરભાઈને પહેલાં તો લાગ્યું કે આંધી તો વધુમાં વધુ ૧૦૦ કે ૧૫૦ ફૂટ ઊંચે ચડે, પણ આ દરિયાઈ વિમાન તો ૩૦૦૦થી ૪૦૦૦ ફૂટ ઊંચે ઊડનું હોય છે, તેને આધીની શી અસર થવાની હતી? પણ હુબાનિયા રાત રોકાઈને પરોઢિયે ચાર વાગ્યે વિમાન ઉપાડ્યા પછી ચાર કલાકમાં બસરા પહોંચ્યા ત્યાં આંધી જોઈ ત્યારે ખ્યાલ આવ્યો કે આ પ્રદેશમાં આંધી ૨૦૦૦થી ૩૦૦૦ ફૂટ સુધી ઊંચે ચડે છે.
પાછા આવ્યા બાદ રામચંદ્રને પર્સરે તેમના તરફ કરેલા દુર્વર્તાવનો પ્રશ્ન બ્રિટિશ સરકાર સમક્ષ ઉઠાવ્યો. પર્સર દક્ષિણ આફ્રિકાનો બ્રિટિશર હતો. બ્રિટિશ સરકારને એ મામલામાં વચ્ચે પડવું પડ્યું ને છેવટે પર્સરને નોકરીમાંથી છૂટો કરવામાં આવેલો.૧૧ પરાધીન દેશના નાગરિક હોવાનો કડવો અનુભવ એ કદાચ એમને માટે પહેલો ને છેલ્લો હશે તેમ સરકારના સન્માન્ય સભ્યને દુભવવા માટે ગોરા શાસનમાં ગોરાને થયેલી સજા પણ એ કદાચ પહેલી નહીં તો વિરલ
Scanned by CamScanner
Page #101
--------------------------------------------------------------------------
________________
વાટાઘાટ અને વિટિ
૭૯
દાખલાઓમાંની એક હશે.
બ્રિટનને પૂર્વ આફ્રિકાનું રૂ સસ્તા ભાવે મળતું અને એ જ રૂ માટે ભારતને મધ કિમત ચૂકવવી પડતી. આ વિષમતા દૂર કરવા માટે ૧૯૪૪માં ભારત અને બ્રિટનના પ્રતિનિધિઓની પરિષદ બોલાવવામાં આવી હતી. લાંબી મંત્રણાઓને અંતે બંને દેશો વચ્ચે સંતોષકારક સમજૂતી સાધી શકાઈ તેમાં પણ કસ્તૂરભાઈનો અગ્રહિસ્સો હતો.૧૨
૧૯૪૩માં તે વખતના ઉદ્યોગમંત્રી સર રામસ્વામી મુદલિયારે “કાઉન્સિલ ઍક સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ'ની સ્થાપના કરેલી. તેના સભ્ય થવા માટે સર રામસ્વામીએ કસ્તૂરભાઈને નિમંત્રણ મોકલ્યું. પત્નીની ફરિયાદ હતી કે જાહેર પ્રવૃત્તિઓમાં બહુ સમય જાય છે એટલે આ નિમંત્રણનો અસ્વીકાર કરવો. આ સલાહને અનુસરીને કસ્તૂરભાઈએ રામસ્વામીના નિમંત્રણનો સાભાર અસ્વીકાર કર્યો. પરંતુ છેવટે ઉદ્યોગમંત્રીના દબાણને વશ થઈને તેમને “સી.એસ. આઈ.આર.'નું સભ્યપદ સ્વીકારવું પડ્યું. પછી તો છ વખત કાઉન્સિલના સભ્યપદે તેમની નિયુક્તિ થઈ. આઝાદી આવ્યા પછી જવાહરલાલ નેહરુ તે કાઉન્સિલના પ્રમુખ બનેલા. કસ્તૂરભાઈના સૂચનથી કાઉન્સિલની અંતર્ગત એક નાણાં સમિતિ રચવામાં આવેલી, જેના અધ્યક્ષ તરીકે તેમણે પોતે વર્ષો સુધી સેવા આપેલી. તેમની અનિચ્છા છતાં છેક ૧૯૫૯ સુધી જવાહરલાલના આગ્રહને કારણે કસ્તૂરભાઈએ તે સમિતિનું સુકાન સંભાળેલું.
૧૯૪પના એપ્રિલમાં અમેરિકામાં વૉશિંગ્ટન ખાતે સાથી રાજ્યોના પ્રતિનિધિઓની પરિષદ ભરવામાં આવેલી. તેમાં લડાઈ માટે ઉપયોગનું અમુક પ્રકારનું કાપડ ક્યા ક્યા દેશ ઉત્પન્ન કરી આપશે તેની ચર્ચા થવાની હતી. તે પરિષદમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કસ્તુરભાઈએ હાજરી આપી હતી.
- ૧૯૪૬ના સપ્ટેમ્બરમાં કસ્તૂરભાઈ અમેરિકામાં હતા ત્યારે ભારત સરકારે તેમને બ્રિટનના કાપડ મિલનાં યંત્રોના ઉત્પાદકોની સાથે વાટાઘાટો કરીને સમજૂતીના કરાર કરવા માટે લંડન પહોંચવા માટે વિનંતી કરતો તાર મોકલ્યો. ભારત સરકારે કૃષ્ણરાજ ઠાકરશી, ધરમશી ખટાઉ, સર ફેડ સ્ટોન્સ અને સર જહોન ગ્રીઝની ટુકડી મોકલી હતી. કસ્તૂરભાઈ લંડનમાં તેમને મળ્યા. બ્રિટિશ પેઢીએ તેના ઉપાધ્યક્ષને વાટાઘાટો માટે મોકલ્યા હતા. સામા પક્ષ તરફથી મિલ
Scanned by CamScanner
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૦
પરંપરા અને પ્રગતિ
યંત્રોના ઉત્પાદકોને એક કરોડ રૂપિયા ગુડવીલના અને પચાસ લાખ રૂપિયા કુલ્લે રોયલ્ટીના ભારત આપે એવી ઇચ્છા વ્યક્ત થઈ. ભારતીય પ્રતિનિધિઓએ તેની સામે એવી દરખાસ્ત મૂકી કે નવા સાહસમાં ભારત તેમને શેર આપે જેમાંના અમુક શેર તેમને વિનામૂલ્ય મળે ને અમુકમાં તેમનું રોકાણ થાય. બે અભિપ્રાયો વચ્ચે એટલું મોટું અંતર હતું કે સમજૂતી પર આવવાનો સંભવ નહીં જેવો હતો.
શાહી સરકાર તરફથી મહેમાનો માટે મિજબાની ગોઠવવામાં આવી હતી. ત્યાં કસ્તૂરભાઈ સર કેનેથ પ્રિસ્ટનને મળ્યા ને બીજે દિવસે તેમને મળવાની ઈચ્છા બતાવી.
“બંને પક્ષનાં દૃષ્ટિબિંદુઓ વચ્ચે એટલું મોટું અંતર છે કે મળવાનો કોઈ અર્થ દેખાતો નથી.” સર કેનેથે સ્પષ્ટ સંભળાવ્યું.
“સર કેનેથ, આપ એટલું સમજી લો કે અમે પાંચ હજાર માઈલ દૂરથી અહીં આવ્યા છીએ તે ખાલી હાથે પાછા જવા માટે નહીં.” કસ્તૂરભાઈએ પોતાનો નિશ્ચય જણાવ્યો.
- કસ્તૂરભાઈની ગણતરી એવી હતી કે નવા સાહસની શરૂઆતમાં નાની મૂડી રાખવી જેથી તેમને વિનામૂલ્ય આપવાના શેરની કિંમત ઓછી થાય ને પછીથી મૂડી વધતાં રોકડ રકમ ભરીને તેમણે શેર લેવા પડે.
બીજે દિવસે વાટાઘાટો આગળ ચાલી. લાંબી મંત્રણાને અંતે કસ્તૂરભાઈ કાપડયંત્ર-ઉત્પાદકોને છવ્વીસ ટકા જેટલી કિંમતના શેર લેવા સમજાવી શક્યા, જેમાંથી સત્તર ટકા તેમને વિનામૂલ્ય આપવાના હતા ને નવ ટકાની કિંમત લેવાની હતી. દોઢ કરોડનું મૂડીરોકાણ રાખવાની સમજૂતી થઈ. આનો અર્થ એ થયો કે દોઢ કરોડની મૂડીમાં ચાળીસ લાખ જેટલો સામા પક્ષનો ભાગ ગણાય. આમાંથી ૨૫ લાખના શેરે તેમને વિનામૂલ્ય આપવાના હતા, જેના બદલામાં કંપનીના નામ (Textile Machinery Manufacturers) અને તેના સૂત્રનો ‘નો હાલનો–ઉપયોગ ભારતમાં થાય. બાકીના આશરે પંદર લાખ રૂપિયાશેરની કિંમત તરીકે સામા પક્ષે ચૂકવવાનું ઠર્યું.૧૩ દોઢ કરોડ પરથી માત્ર પચીસ લાખ પર સમજૂતી સાધી શકાઈ તેના જેવો લાભકારક કરાર હજુ સુધી ભારતમાં બીજો કોઈ થયો નથી એમ કસ્તૂરબાઈનું માનવું છે. વેપારની બાબતમાં સમજૂતી અને સમજાવટની શક્તિ તેમનામાં કેટલી અસાધારણ છે તે આ અને
Scanned by CamScanner
Page #103
--------------------------------------------------------------------------
________________
વાટાઘાટ અને વિષ્ટિ
૮૧
આના જેવા પરદેશો સાથેની વાટાઘાટોના અન્ય પ્રસંગો પરથી સમજાય છે.
સ્વરાજ આવ્યા પછી પણ રૂની ખરીદી અંગે વાટાઘાટો કરવા માટે ભારત સરકારે તેમના નેતૃત્વ નીચે એક પ્રતિનિધિમંડળ ઇજિપ્ત મોકલ્યું હતું. ૧૯૪૮ના આરંભમાં આ પ્રતિનિધિમંડળ કેરી ગયું ત્યારે ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલતું હતું. ભારતમાં રૂની તંગી હતી. ઇજિપ્ત એવી શરત મૂકી કે રૂના બદલામાં ભારતે તેમને શસ્ત્રો આપવાં. ભારતને આ સ્વીકાર્ય નહોતું એટલે પ્રતિનિધિમંડળ પાછું આવ્યું. આ વખતે કેરોમાં ભારતના એલચી તરીકે સૈયદ હુસેન હતા. તે આખો દિવસ નશો કરીને પડ્યા રહેતા. પ્રથમ સેક્રેટરી હકસરે પ્રતિનિધિમંડળના માનમાં મિજબાની ગોઠવી ત્યારે દારૂના નશામાં ચકચૂર સ્થિતિમાં સૈયદ હુસેન આવેલા અને કસ્તૂરભાઈની સાથે પાર્ટીમાં જ ઝઘડી પડ્યા હતા.૧૪/
૧૯૪૮ની આખરમાં ભારતમાં રૂની તીવ્ર અછત ઊભી થઈ. સરકારે પૂર્વ આફ્રિકામાંથી રૂ ખરીદવા માટે કસ્તૂરભાઈના નેતૃત્વ નીચે બીજું પ્રતિનિધિમંડળ કંપાલા મોકલ્યું. ઊપડતાં પહેલાં સરકાર સાથે પ્રતિનિધિઓએ ભાવની મર્યાદા અંગે ચર્ચા કરી લીધી. કસ્તૂરભાઈએ પાઉન્ડના ત્રીસ પેન્સની મર્યાદા સૂચવી. પરંતુ સરકાર રૂની તંગીથી એવી વાજ આવી ગયેલી કે પાઉન્ડના તેત્રીસ પેન્સ સુધી મળે ત્યાં સુધી ખરીદી લેવાની સૂચના આપી. સર્વશ્રી બરાત, અરુણ રૉય અને ચાતુર સરકાર તરફથી સલાહકાર તરીકે તેમની સાથે ગયા હતા.
૨૧મી ડિસેમ્બરે કાફલો મુંબઈથી કંપાલા જવા ઊપડ્યો. એંજિનની યાંત્રિક ખામીને કારણે વિમાન બે ક્લાક મોડું ઊપડ્યું. કસ્તૂરભાઈ એર ઇન્ડિયા ઈન્ટરનેશનલના ડિરેકટર હતા એટલે વિમાનના પાયલૉટને ઓળખતા હતા. તેમણે કેરોથી આગળ જવા માટે તરત વિમાન પકડી શકાય તે માટે તેને સમયસર કરો પહોંચાડવા માટે વિનંતી કરી. વિમાનીએ કહ્યું: “પ્રયત્ન કરીશ.” પણ બીજે દિવસે સવારે ઊઠ્યા ત્યારે જોયું તો વિમાને ઝડપ વધારીને ગુમાવેલો સમય મેળવી લીધો હોય એમ લાગ્યું નહીં એટલે કેરોથી એલેક્ઝાંડ્રિયા જવા માટે વિમાન મળવાની શક્યતા ઓછી હતી. વિમાની દ્વારા કસ્તૂરભાઈએ ઍર ઇન્ડિયાના કેરી ખાતેના પ્રતિનિધિ નરીમાનને ઍલેકઝાંડ્રિયા જવા માટેનું વિમાન કેરી ખાતે રોકી રાખવા સંદેશો મોકલ્યો. સવારે સાડાદસ વાગ્યે કેરો પહોંચ્યા. કસ્ટમમાંથી
Scanned by CamScanner
Page #104
--------------------------------------------------------------------------
________________
૮૨ પરંપરા અને પ્રગતિ ઝટ ઝટ પસાર થઈને ટેસી કરીને બીજા વિમાનમથકે એલેક્ઝાંડ્રિયા જવા માટે ઝડપથી પહોંચ્યા. પરંતુ તેમને માટે પંદર મિનિટ રાહ જોઈને પાંચ મિનિટ પહેલાં જ વિમાન ઊપડી ગયું હતું. તેમનો કાફલો વિમાનમથકમાં પેઠો તે વખતે જ વિમાન ઊંચે જઈ રહ્યું હતું. ઍર ઇન્ડિયાના વિમાનમાં નાસ્તો મળ્યો નહોતો એટલે બધાને ભૂખ પણ કકડીને લાગી હતી. કસ્તૂરભાઈએ નરીમાનને લકસર પહોંચવા માટે ખાસ વિમાન ચાર્ટર કરવાનું સૂચવ્યું. એ વખતે સરકારી પ્રતિનિધિઓએ તેમનું ધ્યાન દોર્યું કે વિમાન ચાર્ટર કરવાનું ખર્ચ કદાચ સરકાર નહીં મંજૂર કરે.
“સરકાર ના પાડશે તો એ ખર્ચ હું ભોગવી લઈશ.” કસ્તૂરભાઈએ તરત જવાબ આપ્યો.
બીજી જ પળે નરીમાને આવીને કહ્યું: “તમે અબઘડી ઊપડો. ઇજિપ્ત ને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલે છે એટલે ચાર્ટર કરેલ વિમાને પાંચ વાગ્યા પહેલાં કેરી પાછા આવી જવું પડશે.”
બધા તરત વિમાનમાં બેઠા. નરીમાન પણ સાથે ગયા. કસ્તૂરભાઈ પ્રવાસમાં ભાનું અવશ્ય રાખે. તેમની પાસે જે ખાવાનું હતું તે સાથીઓમાં વહેંચીને સૌએ દોઢ વાગ્યે વિમાનમાં નાસ્તો કર્યો. વિમાન ત્રણ વાગ્યે લકસર પહોંચ્યું. બીજે દિવસે પરોઢિયે કંપાલાનું વિમાન ઊપડ્યું. ૨૩મી ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે કસ્તૂરભાઈની મંડળી કંપાલા પહોંચી. દોઢસો જેટલા હિંદીઓ તેમનું સ્વાગત કરવા વિમાનમથકે આવ્યા હતા.
પૂર્વ આફ્રિકાની સરકારના પ્રતિનિધિ કર્નલ રૉબર્ટ પામર પણ તેમના સ્વાગત માટે ઉપસ્થિત હતા. ભારત સરકારના પ્રતિનિધિ શ્રી ચાતુર અને બીજા બે સાથીઓ શિકાર માટે ગયેલા એટલે ૨૪મીએ સાંજે વાટાઘાટો માટે મળવાનું નક્કી થયું.
હોટેલમાં જવા કર્નલ પામર અને કસતૂરભાઈ મોટરમાં નીકળ્યા. “વાટાઘાટો કેટલો સમય લેશે?” કસ્તૂરભાઈએ પૂછયું.
“તમારું વલણ કેટલું વાજબી છે તેના ઉપર તેનો આધાર છે.” કલે જવાબ આપ્યો.
“મારું વલણ તો હમેશાં વાજબી જ હોય છે.” કસ્તૂરભાઈએ કહ્યું. “તો પછી બહુ વાર નહીં લાગે.” કર્નલ બોલ્યા.
Scanned by CamScanner
Page #105
--------------------------------------------------------------------------
________________
વાટાઘાટ અને વિટિ
૮૩
બીજે દિવસે સવારે કંપાલાના હિંદી મિત્રોએ આ મંડળીના માનમાં ભોજન સમારંભ યોજયો હતો. દોઢસો જેટલા આમંત્રિતો હતા. આ સમારંભ ચાલુ હતો એટલામાં સંદેશો મળ્યો કે શ્રી ચાતુર અને બીજા સાથીઓ આવી ગયા છે ને કંપાલાથી વીસ માઈલ પર આવેલ એન્ટબી નામના સ્થળે વાટાઘાટો માટે મળવાનું છે. ભોજન સમારંભ પૂરો થતાં કસ્તૂરભાઈની મંડળી
બી પહોંચી. બરાબર ત્રણ વાગ્યે વાટાઘાટો શરૂ થઈ. ભારત, બ્રિટન અને પૂર્વ આફ્રિકાની સરકારના સત્તર જેટલા પ્રતિનિધિઓ હાજર હતા.
કુલ ત્રણ લાખ ગાંસડી રૂ પૂર્વ આફ્રિકા પાસેથી લેવાનું હતું. બે લાખ ગાંસડી ભારત માટે અને એક લાખ બ્રિટન માટે. પંદરેક મિનિટ ચર્ચા ચાલી. પછી કસ્તૂરભાઈએ ત્રણે સરકારના એક એક પ્રતિનિધિ મળીને ચર્ચા કરે એવું સૂચન મૂક્યું. તેનો બધાએ સ્વીકાર કર્યો.
પછી કસ્તૂરભાઈ, કર્નલ પામર અને બ્રિટિશ પ્રતિનિધિ રહ્યા.
“તમે નસીબદાર છો. એલેકઝાન્ડ્રિયાના ફિચર ચાર સેન્ટ ઊતર્યા છે એટલે કે સાઠ સેન્ટના છપ્પન સેન્ટ થયા છે. કર્નલ પામરે કહ્યું. દિલ્હીમાં છ મહિના પહેલાં વાટાઘાટો થયેલી ત્યારે પૂર્વ આફ્રિકાના રૂની કિંમત ઍલેકઝાન્ડ્રિયાના ફિચર પર આધારિત રહેશે એવું ઠરાવ્યું હતું તેનો ઉલ્લેખ કરીને કર્નલે પૂછયું:
“તમે એ કરારને વળગી રહો છો ને?” કસ્તૂરભાઈએ હા પાડી. પણ બ્રિટિશ પ્રતિનિધિ બોલ્યા:
“તમે હા પાડી તે ઠીક છે, પણ મારે બ્રિટિશ પાર્લમેન્ટને જવાબ આપવાનો છે. ગયે અઠવાડિયે જ મને આ રૂ પચીસ પેન્સના ભાવે ઑફર થયેલું. એ વખતે અમને એ ભાવ ઊંચો લાગેલો. દિલ્હીના કરારને અન્વયે તેની કિંમત પાઉન્ડના સાડા અઠ્ઠાવીસ પેન્સ થાય તે કેમ પાલવે?”
કસ્તૂરભાઈએ બે બ્રિટિશ અધિકારીઓની વચ્ચે સમાધાન કરવાની તક ઝડપી અને સાડા સત્તાવીસ પેન્સ પર સોદો નક્કી કરાવી આપ્યો. વળી કંપાલા અને બુશોગા, બુકડી વગેરે બીજાં સ્થળો વચ્ચેના તફાવતને આગળ ધરીને તેમણે ગણતરી કરીને સાડા સત્તાવીસને ૨૭.૧૦ પેન્સ પર રૂની કિંમત લાવી દીધી અને તે ભાવે ભારત તરફથી બે લાખ ગાંસડીનો સોદો કર્યો. બ્રિટિશ પ્રતિનિધિએ પણ એ જ ભાવે એક લાખ ગાંસડીનો સોદો, એલેકઝાન્ડ્રિયાના ફિચરની
Scanned by CamScanner
Page #106
--------------------------------------------------------------------------
________________
૮૪
પરંપરા અને પ્રગતિ
વધઘટ, લેવીદેવીની શરતે, નક્કી કર્યો. કર્નલ પામરે સંમતિ આપીને એક ક્લાકમાં આશરે અઢાર કરોડ રૂપિયાની કિંમતની ત્રણ લાખ ગાંસડીનો પાકો સોદો થઈ ગયો.
પછી કસ્તૂરભાઈ ચા પીવા ગયાને કર્નલ પામર પૂર્વ આફ્રિકાના ગવર્નરની મંજુરી માટે ગયા. થોડી વારમાં જ તે વિલે મોઢે પાછા આવ્યા. કસ્તૂરભાઈને એક બાજુ બોલાવ્યા ને કહ્યું:
“ભારત સાથેનો સોદો ગવર્નરે મંજૂર કર્યો છે, પણ બ્રિટિશ પ્રતિનિધિઓ ઍલેકઝાન્ડ્રિયાના ફિચરની વધઘટની શરતે સોદો કર્યો છે એટલે તે મંજૂર કર્યો નહીં.”
૧૯૪૪થી કસ્તૂરભાઈએ બ્રિટન સાથે વેપારના સારા સંબંધ જાળવવાની નીતિ અખત્યાર કરી હતી. તેને પરિણામે ભારતને વાજબી ભાવે રૂ મળી શકતું હતું. એટલે આ પ્રસંગે બ્રિટનને છોડીને ભારત માટેનો સોદો સ્વીકારવો તે યોગ્ય નથી એમ તેમને લાગ્યું. ભારત સરકાર રૂની ખરીદી માટે ખૂબ આતુર હતી. વળી સરકારે તેમને જે કિંમત રૂ ખરીદવાની સત્તા આપી હતી તેના કરતાં છ પેન્સ ઓછો ભાવ આપીને આ સોદો કર્યો હતો. તેમની સાથે ભારત સરકારે મોક્લેલા ત્રણ સલાહકારો હતા. પરંતુ આ તબક્કે તેમની સલાહ લેવાનું કસ્તૂરભાઈને ઠીક લાગ્યું નહીં. પૂરી જવાબદારી સાથે તેમણે કર્નલ પામરને સીધું જ સંભળાવી દીધું:
“તમારા ગવર્નરને કહો કે આ એક અખંડ સોદો છે, બ્રિટન અને ભારતનો અલગ અલગ ટુકડારૂપે નથી.”
આ બહુ મોટું જોખમ હતું. પણ સાહસ વિના સિદ્ધિ ક્યાંથી મળે? કર્નલ પામરે કસ્તૂરભાઈની વાત ગવર્નરને પહોંચાડી અને ગવર્નરને છેવટે તે સ્વીકારવી પડી.
કસ્તુરભાઈના આ પગલાનો બ્રિટિશ પ્રતિનિધિઓ પર તેમ જ કર્નલ પામર પર ઊંડો પ્રભાવ પડ્યો. તેમને બંનેને લાગ્યું કે ભારતના પ્રતિનિધિઓ કેવળ સ્વાર્થથી પ્રેરાઈને પોતાનું જ હિત જોનારા નથી.
છેવટે બંને દેશના સોદાનો પાકો કરાર તૈયાર થયો. સહીસિક્કા થયા. રાત્રે દસ વાગ્યે કંપાલા પાછા આવ્યા. ત્યાંથી બીજે દિવસે સવારે દરિયાઈ વિમાન દ્વારા ખારતૂમ જવા ઊપડયા. નાતાલનો દિવસ હોવાથી વિમાનમાં બીજા કોઈ ઉતારુ નહોતા.
સુદાન સરકારના પ્રતિનિધિઓએ ભારતીય પ્રતિનિધિમંડળનું સ્વાગત
Scanned by CamScanner
Page #107
--------------------------------------------------------------------------
________________
વાટાઘાટ અને વિષ્ટિ
૮૫
ક્યું. ગવર્નરે તેમના માનમાં ભોજન સમારંભ યોજ્યો. કસ્તૂરભાઈ શુદ્ધ શાકાહારી હોવાથી બધાને શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું. તેનાથી કસ્તૂરભાઈ પ્રભાવિત થયા પણ સુદાન સરકારે રૂની કિંમત ઘણી જ માગી એટલે ખરીદી થઈ શકી નહીં ૧૫
કેરોથી ભારત રૂ મોકલવાનું થયું, ત્યાં સુધીમાં રૂનો ભાવ પાઉન્ડે ચુમ્માળીસ પેન્સ જેટલો થઈ ગયો હતો. એટલે આ સોદાથી ભારતને આશરે સાત કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. સત્તાવીસમી ડિસેમ્બરે જ ઍલેકઝાન્ડ્રિયાના ફિચરનો ભાવ ચાર સેન્ટ જેટલો વધી ગયો હતો. ચાર સેન્ટ વધે એટલે ભારતને માથે એક કરોડ અને પાંત્રીસ લાખ રૂપિયાનો વધુ બોજો પડયો ગણાય.
સમગ્ર કારકિર્દી દરમ્યાન કસ્તૂરભાઈએ ભારત વતી કરેલા બધા સોદામાં આ સોદો દેશને સૌથી વધુ ફાયદાકારક હતો ને તેથી તેમને માટે પણ તે એક અપૂર્વ સિદ્ધિરૂપ પ્રસંગ હતો.
ટીપ
૧. KD, pp. 23-29. ૨. HICTI, p. 106. ૩. HICTI, p. - 107. ૪. KD, pp. 27-28. ૫. HICTI, p. 107. ૬. KD, pp. 28–29. ૭. HICTI, pp. 121-123. ૮. KD, pp. 29-30. ૯. KD II, pp. 4-5. ૧૦. KD II, p. 5. ૧૧. KD, pp. 34–37. ૧૨.
KD, pp. 37–38. ૧૩. KD, pp. 40–41. ૧૪. KD II, p. 2. - ૧૫. KD II, pp. 3–8. .
Scanned by CamScanner
Page #108
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉધોગતીર્થ
પચીસેક વર્ષ કાપડ ઉદ્યોગમાં આપ્યા પછી કસ્તૂરભાઈની નજર બીજા ઉદ્યોગો તરફ ગઈ. કુટુંબના માણસોનો સમાવેશ કરવાનો પ્રશ્ન પણ હતો. ૧૯૩૭માં તેમને કાંજીના ઉત્પાદનનો ઉદ્યોગ શરૂ કરવાનો વિચાર આવ્યો. તે માટે વ્યવસાયના જાણકારની શોધ શરૂ કરી. ગૅનન ડંકíની બ્રિટિશ પેઢી સાથે તેમને સારો સંબંધ હતો. કસ્તૂરભાઈએ તેમને સ્ટાર્સ ઇન્ડસ્ટ્રી અંગે સલાહ આપે એવો નિષ્ણાત શોધી આપવા વિનંતી કરી. તેમણે એક યહૂદી ઇજનેરને મોકલ્યો. કસ્તૂરભાઈએ તેને ઉચ્ચક પગાર પર રોક્યો. તેણે સ્ટાર્ચના કારખાના માટે જરૂરી યંત્રસામગ્રી અને પ્લાન્ટ ઊભો કરવા માટેના આલેખો વગેરે માટે વિદેશો સાથે વાટાઘાટો કરીને ફ્રાન્સ, ડેનમાર્ક અને જર્મનીના પ્લાન સ્વીકાર્યા. પણ લડાઈ ફાટી નીકળવાને કારણે ત્રણે દેશની પાર્ટીઓ છૂટી પડી. યહૂદી ઇજનેરે જર્મન મશીનરી હાથે માર્ક લગાવીને ભારત મોકલી. કેટલીક મશીનરી આવી ને કેટલીક લડાઈને કારણે ઇટાલીના રાતા સમુદ્રમાંના મસાવા બંદરે પહોંચી ગઈ. પાછા આવીને એ ઇજનેરે કહ્યું: “હું શું કરે? હવે કશું થઈ શકે નહીં.” લડાઈ ચાલતી હતી તેથી યહૂદી હોવાને કારણે તેને અટકમાં લઈ ઓસ્ટ્રેલિયા મોક્લી આપવામાં આવ્યો.
કસ્તૂરભાઈએ ભારત સરકારને વિનંતી કરી કે અટકમાં લીધેલ ઈજનેરની તેમના સ્ટાર્ચના કારખાના માટે જરૂર છે એટલે તેને છોડાવીને અમને સોંપવો
Scanned by CamScanner
Page #109
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉદ્યોગતીર્થ
૮૭
જોઈએ. ભારત સરકારે તેને ઑસ્ટ્રેલિયા ખાતેથી છોડાવીને પાછો બોલાવ્યો. તેણે આવીને જોયું કે મશીનરી ઇટાલીના બંદરે પડી હોવા છતાં કસ્તૂરભાઈએ પોતાની પાસેના આલેખો પરથી પ્લાન્ટ ઊભો કર્યો હતો અને સ્ટાર્ચ ફૅક્ટરી ચાલુ કરી હતી.
પરિવાર હસ્તક ચાલતી મિલોનો મોટો નફો જોઈને ૧૯૪૩-૪૪ના અરસામાં તેમને વિચાર આવ્યો કે એકાદ કારખાનું દેશી રાજ્યમાં નાખીએ તો સરકારને ‘એક્સેસ પ્રૉફિટ ટૅક્સ' ભરવો પડે છે તેમાંથી અમુક રકમ બચાવી શકાય. વડોદરા ખાતે નીલા પ્રોડક્ટ્સ નામની કંપની શરૂ કરી. અનિલ સ્ટાર્ચમાં ઉત્પન્ન થતો સ્ટાર્ચ આ કંપનીને વેચવામાં આવે તો તેણે કરેલા નફા ઉપર ‘એક્સેસ પ્રૉફિટ ટૅસ’ ભરવો ન પડે એવી તેમની ગણતરી હતી. બીજી કંપનીઓની જેમ નીલા પ્રોડકટ્સે તેનાં નાનાં નાનાં પૅકેટ બનાવીને છૂટક વેચવાં એવી ગોઠવણ હતી.
વહીવટ કરનારાઓએ એક ડગલું આગળ જઈને વિચાર્યું કે વડોદરા ખાતે નીલા પ્રોડક્ટ્સ આ પૅકેટો તૈયાર કરે તેને બદલે અનિલ સ્ટાર્ચમાં જ પૅકેટ તૈયાર થાય ને ત્યાંથી જ બારોબાર વેપારીઓ ઉપર મોકલી આપવામાં આવે તો શો ફેર પડવાનો હતો? પણ આ નાનકડી શિથિલતાએ મુશ્કેલી ઊભી કરી. કોઈકે આની બાતમી સત્તાવાળાઓને આપી હશે. એટલે એક દિવસ એકાએક પચાસ પોલીસોની ટુકડીએ અનિલ સ્ટાર્ચ પર દરોડો પાડયો. કસ્તૂરભાઈ બહારગામ હતા. વહીવટદારોને આ બનાવથી ઊંડો આઘાત થયો. પાછળથી માહિતી મળી કે ટેક્સ્ટાઇલ કમિશનરની ઑફિસની સૂચનાથી આ પગલું લેવાયું હતું. કસ્તૂરભાઈ પ્રવાસેથી પાછા આવ્યા કે તરત સ્ટોર વિભાગના વડા સર જ્હૉન ગ્રીવ્ઝને મળ્યા અને બનેલી હકીકતનું વાસ્તવિક બયાન આપ્યું. છેવટે કશા નુકસાન વગર આખો મામલો સમેટી લેવામાં આવ્યો.
૧૯૪૪માં કાપડ પર અંકુશ હતો. બંગાળમાં કાપડના ભાવ આસમાને ચડેલા. એ વખતે ફઝલુલ હકનું પ્રધાનમંડળ સત્તા ઉપર હતું. સુહરાવર્દી પુરવઠા ખાતાના પ્રધાન હતા. લાલભાઈ ગ્રૂપની મિલોના કાપડની એક જૂની ને મુખ્ય વિતરક પેઢી ગિરધારીલાલ રામનારાયણના શ્રી રામનારાયણ શેઠ બંગાળની ટેક્સ્ટાઇલ ઍડવાઇઝરી કમિટીમાં હતા. કમિટીના અધ્યક્ષ એસ. સી. રાય હતા. અંકુશિત કાપડની છૂટક વહેંચણી અંગે વેપારીઓ અને સરકાર વચ્ચે મતભેદ
Scanned by CamScanner
Page #110
--------------------------------------------------------------------------
________________
૮૮
પરંપરા અને પ્રગતિ
હતો. તે વખતે ન્યૂ ઇન્ડિયા વીમા કંપનીના ડિરેક્ટરોની સભામાં હાજરી આપવા માટે કસ્તૂરભાઈ લકત્તા આવેલા. તેમણે વેપારીઓની મુશ્કેલી જાણી. એટલે મોહિની મિલવાળા મોહનભાઈની સાથે તેઓ પુરવઠા પ્રધાન સુહરાવર્દીને મળવા
ગયા. .
સુહરાવર્દીએ કસ્તૂરભાઈને મળતાં જ “કાળા બજારને ઉત્તેજન આપનાર’ તરીકે તેમને સંબોધ્યા અને કહ્યું: “કાપડના વેપારીઓને તમે ઉશ્કેરો છો, ખરુંને?”
આ અણધાર્યા હુમલાથી સહેજ પણ પાછા પડ્યા વિના કસ્તૂરભાઈએ જવાબ આપ્યો:
“તમે કાપડ અંકુશ ધારો ઘડીને વિશાળ સત્તા તમારા અધિકારીઓને આપી છે. કાળાં બજાર કરવા માટે કેટલા જથ્થાબંધ વેપાર કરનારને તમે ગિરફતાર
કર્યા?
“એક પણ નહીં.”
“.............”
“કારણ કે તમારા અધિકારીઓ ભ્રષ્ટાચારી છે. વેપારીઓના જોર પર તો આખો મિલ-ઉદ્યોગ ઊભો રહી શક્યો છે ને જાપાન તથા બ્રિટનની સામે ટકી રહેલ છે. ગ્રાહકોને મુશ્કેલી વેઠવી ન પડે અને વેપારીઓને પરવડે તે રીતે છૂટક વેચાણનો બંદોબસ્ત થવો જોઈએ.”
પણ એવો કોઈ બંદોબસ્ત થાય તે પહેલાં પ્રધાનમંડળ તૂટયું. ગવર્નરનું રાજ્ય આવ્યું. સર અકબર હૈદરી પાસે ઉદ્યોગ ખાતાનો હવાલો હતો. તેમણે બિરલા, કસ્તૂરભાઈ, સર પી. ટી. અને કૃષ્ણરાજ ધરમશીને બોલાવ્યા. ગવર્નરને મળવાનું નક્કી થયેલું, પણ છેલ્લી ઘડીએ સર અકબરે જાહેર કર્યું કે ગવર્નર દિલ્હી જવાના હોવાથી મળી શકશે નહીં.
“તો અમને બોલાવ્યા શા માટે? અમારો સમય ઘણો કીમતી છે. અમે આ ચાલ્યા.” કસ્તૂરભાઈએ ગવર્નરની બેજવાબદાર વર્તણૂક સામે વિરોધ કર્યો અને સાથે આવેલા રામનારાયણ શેઠને ટિકિટ મેળવી આપવા કહ્યું.
પરિણામે ગવર્નરને મુલાકાત આપવી પડી. ઉદ્યોગપતિઓ સાથે વાટાઘાટો ચાલી. કસ્તૂરભાઈએ વેપારમાં ગેરરીતિ થવા ન પામે એવી કાપડના છૂટક
Scanned by CamScanner
Page #111
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉધોગતીર્થ
૮૯
વિતરણની સુંદર યોજના ઘડી કાઢી. બેંગાલ ટેકસટાઇલ ઍસોસિયેશનની સ્થાપના કરવામાં આવી. તેના સભ્યપદ માટે ૧૫,૦૦૦ રૂપિયાનું એક એવા ૬૦૮ યુનિટો બહાર પાડવાં. કોઈ પણ સભ્ય ચારથી વધુ યુનિટો લઈ શકે નહીં એવી મર્યાદા મૂકી, તેના વધુ રે ગુજરાત અને રાજસ્થાનના વેપારીઓ પાસે રહ્યા. ભારત સરકારે ખાસ ધારો પસાર કરીને આ ઍસોસિયેશનને આવકવેરામાંથી મુક્તિ આપી હતી. તેની મારફતે કાપડના છૂટક વેચાણની વ્યવસ્થા થઈ. આ યોજના પૂરેપૂરી સફળ થઈ. પહેલે વર્ષે રૂ. ૧૫,૦૦૦ના યુનિટ પર રૂ. ૯,૦૦૦ નો નફો થયો; બીજે વર્ષે રૂ. ૬,૦૦૦ અને ત્રીજે વર્ષે રૂ. ૪૫૦૦ નો નફો થયેલો. કસ્તૂરભાઈએ આમ ક્લકત્તાના કાપડના વેપારીઓને સરકારની બેજવાબદાર નીતિનો ભોગ બનતા બચાવી લીધા.
૧૯૪૫-૪૬ના અરસામાં વાઇસરોયની કાઉન્સિલના સભ્ય સર અરદેશર દલાલે ભારતના ઉદ્યોગોના વિકાસ માટે સરકારની સંમતિથી વિવિધ સમિતિઓ નીમી હતી, તેમાં રાસાયણિક ઉદ્યોગ માટેનીમેલી સમિતિ પર અમેરિકન સાઈનેમાઈડ કંપનીના મિ. કેસી હતા. તેમણે ગુજરાતના તાતા કેમિકલ્સના પ્લાન્ટ જોયા અને અનિલ સ્ટાર્ચનો સક્યુરીક એસિડનો તેમ જ કૅલિકો મિલનો કોસ્ટિક સોડાનો પ્લાન્ટ જોયો. આ તકનો લાભ લઈને તેમણે અમદાવાદની કાપડની મિલોની પણ મુલાકાત લીધી. તે ઉપરથી તેમને લાગ્યું કે ભારતમાં અમેરિકન ઉદ્યોગપતિઓ અથવા કંપનીઓને ધંધા માટે મોટો અવકાશ છે. તેનો લાભ અમેરિકન સાઈનેમાઈડ કંપનીએ રંગના ક્ષેત્રમાં લેવા જેવો છે એવો અભિપ્રાય કંપનીને મોલતી વખતે એમ પણ કહ્યું કે, રંગના ક્ષેત્રમાં ભારતમાં ઝુકાવવું હોય તો અમદાવાદના ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ સાથે ભાગીદારી કરવાથી લાભ થશે. મિલોનું પ્લાનિંગ, મશીનરીની સંભાળ અને ઊંચી ગુણવત્તાવાળા માલનો આગ્રહ વગેરે કસ્તૂરભાઈની વિશિષ્ટતાઓથી તે પ્રભાવિત થયા હતા.
યુદ્ધકાળમાં રંગની તંગીનો લાભ લેવાની દૃષ્ટિએ અમેરિકન સાઈનેમાઈડ કંપનીએ એક નાની ઑફિસ મુંબઈમાં રાખી હતી. તેની દેખરેખ મિ. લૉરેન્જ રાખતા. તેમણે ઉદ્યોગપતિ તરીકે કસ્તૂરભાઈનું નામ સાંભળેલું. તેઓ સ્વ. ભૂલાભાઈ દેસાઈને સારી રીતે ઓળખતા. ભૂલાભાઈએ પણ ભાગીદારી માટે કસ્તૂરભાઈનું નામ પસંદ કરવા સલાહ આપેલી. બીજી તરફ એ વખતના
Scanned by CamScanner
Page #112
--------------------------------------------------------------------------
________________
૯૦
પરંપરા અને પ્રગતિ
સ્વીટ્ઝર્લેન્ડ ખાતે ભારતના રાજદૂત તરીકે ભૂલાભાઈના પુત્ર ધીરુભાઈ હતા. તેમને કસ્તૂરભાઈ સાથે મૈત્રીસંબંધ હતો. તેમણે કસ્તૂરભાઈને કહ્યું કે અમેરિકન સાઈનેમાઈડ કંપનીને હિંદુસ્તાનમાં રંગનો ઉદ્યોગ સ્થાપવામાં રસ છે. અમેરિકન સાઈનેમાઈડ કંપની તરફથી તપાસ આવી ત્યારે મિ. લૉરેન્સે કસ્તૂરભાઈ સાથે ધંધો ગોઠવાય તો ઇષ્ટ છે એવો અભિપ્રાય આપ્યો.”
૧૯૪૬માં કસ્તૂરભાઈ અમેરિકા ગયા ત્યારે અમેરિકન સાઇનેમાઇડ કંપની સાથે રંગો બનાવવાની કંપની ઊભી કરવા માટે વાટાઘાટો ચલાવી. કંપનીના ઉપપ્રમુખ મિ. એસ. સી. મૂડીએ રંગરસાયણના ઉદ્યોગના ઉજજવળ ભાવિ વિશે તેમને વિગતે ખ્યાલ આપ્યો, અને રૉયલ્ટીને ધોરણે “નોહાઉ” આપવાની તૈયારી બતાવી. બંને વચ્ચે પ્રાથમિક સમજૂતી થઈ તેને આધારે કસ્તૂરભાઈએ ભારત સરકારની મંજૂરી મેળવીને એક નવી કંપની રજિસ્ટર કરાવી. તેનું નામ અતુલ પ્રોડકટ્સ લિ. રાખ્યું. પછી અતુલ અને અમેરિકન સાઇનેમાઇડની વચ્ચે કાયદેસર કોલકરાર થયા.
આ વખતે આખી દુનિયામાં રંગ બનાવવાનો ઉદ્યોગ ચાર કે પાંચ કંપનીઓ વચ્ચે વહેંચાયેલો હતો. બ્રિટિશ સામ્રાજ્યમાં ઈમ્પીરિયલ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ (આઈ. સી. આઈ.) એકલી જરંગ બનાવતી હતી. બીજા વિશ્વયુદ્ધના ગાળા સુધી અમેરિકન કંપનીઓને પરદેશી વેપારમાં રસ નહોતો. અમેરિકન સાઈનેમાઇડ કંપની અતુલ પ્રોડકટ્સ લિ.ને સ્વીકૃત પ્રણાલિકા તોડીને મદદ કરવા આગળ આવી, તેનાથી ઔદ્યોગિક સમાજમાં અતુલ પ્રત્યે ઈર્ષ્યામિશ્રિત કુતુહલની લાગણી ઊભી થઈ.
‘આ નવીન સાહસથી પરદેશી કંપનીને ખાસ જોખમ ન હતું, પણ કસ્તૂરભાઈએ તો મોટું જોખમ ખેડ્યું હતું. શરૂઆતનાં વર્ષોમાં ભારત સરકારનું વલણ પણ એવું ન હતું કે અતુલને કોઈ રક્ષણ મળે. રાસાયણિક કંપનીમાં પ્રાથમિક રોકાણ ઘણું મોટું જોઈએ અને નવો પ્લાન્ટ બેસાડી ઉત્પાદન શરૂ થાય તે પછી લાંબે ગાળે તેનું ફળ મળે છે. કસ્તૂરભાઈએ આજ સુધી અમદાવાદની પ્રથા મુજબ નાને પાયે ઉદ્યોગ શરૂ કરીને નાણાં મળતાં જાય તેમ વિસ્તાર કરવાની નીતિ અખત્યાર કરી હતી. એટલે આ ઉદ્યોગમાં તેઓ જરૂરી મોટી રકમ ખરચશે કે કેમ એનું કુતૂહલ પરદેશી કંપનીઓને હતું. ખરચે તો એક મોટી હરીફ કંપની
Scanned by CamScanner
Page #113
--------------------------------------------------------------------------
________________
Scanned by CamScanner
IN
અતુલ પ્રોડકટ્સ તથા સાઇનેમાઇડના સંયુક્ત સાહસ માટેની વાટાઘાટો માટે અમેરિકાની સાઇનેમાઇડ કંપનીની મુલાકાત દરમ્યાન (ડાબેથી જમણી બાજુ) શ્રી મૂડી, શ્રી બી. કે. મજુમદાર, શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, શ્રી સિદ્ધાર્થ કસ્તૂરભાઈ, શ્રી લોરેન્સ વગેરે. જુઓ પૃ. ૯૦
Page #114
--------------------------------------------------------------------------
________________
Scanned by CamScanner
૧૯૫૨માં અમેરિકામાં સાઇનેમાઇડ કંપનીની મુલાકાત દરમ્યાન શ્રી કસ્તૂરભાઈ, મીસીસ મૂડી અને મીસીસ લોરેન્સ સાથે
જઓ પૃ. ૯૬,
Page #115
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉધોગતીર્થ
૯૧
ઊભી થાયને ન ખરચે તો બીક રાખવાની જરૂર નથી એવી તેમની ગણતરી હતી.
કસ્તૂરભાઈએ મિ. મૂડીને સૌપ્રથમ આ નવા સાહસમાં થોડી પણ આર્થિક ભાગીદારી રાખવા કહ્યું. તેમણે પહેલાં તો એવો જવાબ આપ્યો કે “દેશની બહાર મૂડી રોકવાની અમારી નીતિ નથી.” પરંતુ કસ્તૂરભાઈએ દબાણ કરવાથી છેવટે અમેરિકન સાઈનેમાઈડ કંપની અતુલમાં દસ ટકા હિત રાખવા સંમત થઈ
એક કરોડ રૂપિયાની શેરહોલ્ડરોની મૂડીથી અતુલ પ્રોટ્સ લિ.ની શરૂઆત થઈ. પ્રાથમિક દોરવણી આપતાં મિ. મૂડીએ કસ્તૂરભાઈને કહેલું કે “રાસાયણિક ઉદ્યોગ એક મોટા વૃક્ષ જેવો છે. એક વસ્તુ બનાવો એટલે તેની સાથે સંકળાયેલી બીજી વસ્તુ બનાવવાની જરૂર પડે. તે બનાવો એટલે તેના અનુસંધાનવાળી ત્રીજી બનાવવી પડે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પહેલેથી જ ખૂબ વિશાળ જગા લઈ રાખવી જોઈએ. મેલાં પાણીના નિકાલ માટે અને મીઠા પાણીના પુરવઠા માટે પહેલેથી જ વિચાર કરી રાખવો પડશે.”
કસ્તૂરભાઈએ અનુભવી ઉદ્યોગપતિનું આ સૂચન બરાબર ધ્યાનમાં રાખ્યું.
૧૯૪રની ‘હિંદ છોડો' લડત વખતે શ્રી બી. કે. મજુમદાર મિલમાંથી છૂટા થઈને લડતમાં જોડાયા હતા. લડત પૂરી થયા પછી ખંડુભાઈ દેસાઈએ તેમને રાજકારણમાં પૂરેપૂરું ઝંપલાવવા નિમંત્ર્યા. તે પ્રમાણે સક્રિય રાજકારણમાં ભાગ લેવા સારુ તે વખતના ગુજરાતના નેતાઓ પાસે બી. કે.એ કામ માગ્યું ત્યારે કોઈ તેમને સ્પષ્ટ કામગીરી સોંપીને રાજકારણમાં પ્રવેશ આપવા તૈયાર નહોતું. છેવટે દાદાસાહેબ માવળંકરની સલાહ માનીને તેઓ પાછા કસ્તૂરભાઈ પાસે આવ્યા.
- કસ્તુરભાઈએ કારખાનું ઊભું કરવાથી માંડીને અતુલના સંચાલન અને વહીવટની તમામ જવાબદારી બી. કેને સોંપી. સિડ મૂડીના સૂચન મુજબ કારખાના માટે વિશાળ જગાની જરૂર હતી. છએક મહિના સુધી જુદાં જુદાં સ્થળો જોયા પછી તેમણે વલસાડથી સાત માઈલ દૂર પારનેરા ગામની નજીકની વેરાન જમીન પસંદ કરી. આ જગાનો લાભ એ હતો કે તેની નજીકમાં જ પાર નદી દરિયાને મળે છે. પથરાળ જમીન હોવાથી બંધ બાંધીને નદીનું પાણી રોકી શકાય તેમ હતું. બંધ બાંધ્યા પછી એક બાજુ મીઠું પાણી એકઠું થાય ને બીજી બાજુ મેલું પાણી દરિયાના ખારા પાણી સાથે ભળી જાય એવી વ્યવસ્થા થઈ શકે
Scanned by CamScanner
Page #116
--------------------------------------------------------------------------
________________
૯૨
પરંપરા અને પ્રગતિ
તેમ હતી. દરિયા તરફના ભાગમાં એવાં કોઈ ગામ નહોતાં કે જેમને કારખાનાનાં મેલાં પાણીથી અગવડમાં મુકાવું પડે.
સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ અને વિખ્યાત ઇજનેર સ્વ. ભાઈલાલભાઈ પટેલને આ જગા બતાવી. તેમણે બધી રીતે ચકાસીને જગાની પસંદગી પર સંમતિની મહોર મારી; એટલું જ નહીં, જરૂરી બંધ બંધાવી આપવાની જવાબદારી પણ લીધી. જમીન સંપાદન કરવા માટે સરકાર સાથે વાટાઘાટો ચલાવવામાં એક-દોઢ વર્ષ વીતી ગયું. ૧૯૪૯ની આખરમાં ૮૦૦ એકર જમીન મળી એટલે ૧૯૫૦ની શરૂઆતમાં અતુલના પ્લાન્ટનું બાંધકામ શરૂ થયું.
- પાર નદી પર બંધ બાંધીને કરોડ ગેલન પાણીનો સંચય ધરાવતી મોટી ટાંકી તૈયાર થતી હતી. કારખાના અને વસાહત માટે છૂટથી પાણી મળે તેવી વ્યવસ્થા થવાની હતી. રસાયણના ઉત્પાદનથી વાતાવરણ પ્રદૂષિત ન થવા પામે અને સુંદર નૈસર્ગિક પાર્શ્વભૂમિ ઊભી થાય તે માટે બસો જાતનાં એક લાખ જેટલાં વૃક્ષો વાવ્યાં. જોતજોતામાં સૂકી ઊખર ભૂમિ ઉપર લીલી કુંજાર વાડીઓ રચાઈ ગઈ. તેની વચ્ચે જંગી કારખાનાની ઇમારતો અને રમકડાં જેવાં રૂપર્ધા માનોની વસાહત ઊભી થઈ. ઔદ્યોગિક સંગઠન અને સૌંદર્યપોષક કાવ્યમય વાતાવરણ બી. કે.ની દૃષ્ટિમાં એકસાથે સમાઈ શકે છે તેનું મૂર્ત દૃષ્ટાન્ન અતુલ છે. યંત્ર અને માનવતાના સમન્વયની સાથે કલા અને ઉદ્યોગનો ઉત્તમ મેળ અતુલના આયોજન અને નિર્માણમાં જોવા મળે છે તેનું રહસ્ય કસ્તૂરભાઈ અને બી. કે.ના અંતમાં રહેલું છે.
- બ્રિટિશ લોકોના ખોટા પ્રચારને લીધે અમેરિકામાં એવી માન્યતા ઊભી થયેલી કે ભારત ઘણો પછાત દેશ છે અને તેમાં ઇજનેરો, કેમિસ્ટો કે બીજા ટેકનિકલ માણસો લગભગ છે જ નહીં અને તેથી ઉદ્યોગો માટે ટેકનિક્લ સહાય અને વસ્તુઓ માટે તેને પરદેશ પર આધાર રાખવો પડે છે. આ ભ્રમણાને વશ થઈને અમેરિકન સાઈનેમાઈડે શરૂઆતમાં વીસ ડાયરેકટ અને ઍસિડ રંગો એટલે કે કાચા રંગોના ઉત્પાદન માટે કોલકરાર ક્ય. આ રંગ ચડાવેલું કાપડ બ્લીચિંગ પાઉડરથી ધોવાય તો રંગ ઝાંખા પડે છે. તેથોલ કે વાટ જાતના રંગોમાં આવું બનતું નથી, પણ તે બનાવવા અઘરા હોય છે. અને તે રંગોની કિંમત પણ વધારે હોય છે. સફર બ્લેક નામનો બીજો રંગ પણ લીધો. કસ્તૂરભાઈને લાગ્યું કે આ
Scanned by CamScanner
Page #117
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉધોગતીર્થ
૯૩
રંગોના વેચાણમાંથી પૂરતો વકરો અને નફો નહીં થાય. એટલે તેમણે સિડ મૂડીને દબાણ કરીને કહ્યું કે “તમે થોડા ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ પણ આપો કે તેમાંથી બે પૈસા મળે અને અતુલને તેના રોકાણ ઉપર પ્રમાણસરનું વળતર મળે.”
વિચાર કરીને સિડ મૂડીએ જવાબ આપ્યો: “અમે ચીલાચાલુ અને સસ્તાં મિલ્ચરો કે બામો બનાવતા નથી અને તેમાં રસ પણ નથી. એવું બની શકે કે અમુક રોગો માટે અક્સીર નીવડેલી અમારી કેટલીક દવાઓ, જેની પેટન્ટો અમારી પાસે છે, તેની બનાવટનાં આગલાં લગભગ તમામ પગથિયાં અમે અહીં અમેરિકામાં બનાવીએ અને તમે તેની કાચા માલ તરીકે આયાત કરો ને છેલ્લું પગથિયું તમે કરો. શરત એ કે એ રીતે બનેલો માલ અનુલે બીજા કોઈને નહીં આપવાનો. અને કાચા માલ ઉપરની ખરાજાત સાથેના કુલ ખર્ચ ઉપર પંદર ટકા મહેનતાણા તરીકે લઈને એ ફિનિશ્ક માલ અમને સોંપવાનો.”માલની કિંમત વધારે હોવાથી અતુલને પંદર ટકા મહેનતાણા તરીકે મોટી રકમ મળે તેમ હતી. એટલે અતુલે એ શરતો કબૂલ રાખી. તેને પરિણામે એને સફાડાયાઝીન બનાવવાનો પ્લાન્ટ મળ્યો.
૧૯૫૨ના આરંભમાં કારખાનાનો એક પ્લાન્ટ તૈયાર થયેલો ને બીજાનું કામ ચાલતું હતું. બંધનું કામ પણ ચાલતું હતું. કારખાનાનું ઉદ્ઘાટન જવાહરલાલ નેહરુને વરદ હસ્તે માર્ચની ૧૭મી તારીખે ભારે દબદબા સાથે કરવામાં આવ્યું. આસપાસના પ્રદેશમાંથી અર્ધી લાખ જેટલા માણસો આ પ્રસંગે હાજરી આપવા ઊમટેલા. મુંબઈથી એક ખાસ ટ્રેન મહેમાનોને લઈને વલસાડ આવેલી. વલસાડ જિલ્લાની સો જેટલી સંસ્થાઓએ પુષ્પમાળાથી નેહરુનું સ્વાગત કરેલું. અતુલની
ભાવિ કારકિર્દીની શુભ આગાહી કરતો હોય તેમ ઉદ્ઘાટનનો પ્રસંગ ભવ્ય અને ઉજજવલ રીતે ઉજવાયો.° આવેલ અતિથિઓ ઉપર અતુલ એક મહાકાય કંપની બનવાની તૈયારી કરી રહેલ છે એવી સ્પષ્ટ છાપ પડી. આમંત્રિતોમાં આઈ. સી. આઈ.ના, સીબાના અને જર્મન કંપનીઓના પ્રતિનિધિઓ પણ હતા. તેમને લાગ્યું કે અતુલ સાથે દોસ્તી બાંધવા જેવું છે. ઉદ્ઘાટન પતી ગયા પછી આ કંપનીઓ તરફથી સહયોગ માટેની દરખાસ્તો આવવા લાગી. તેમાંથી અતુલનો વિકાસ થતો ગયો.
ઉદ્દઘાટન પ્રસંગે બ્રિટનની આઈ. સી. આઈ. કંપનીના મિ. પેમેન હાજર રહેલા. તેમણે અતુલની સાથે ભાગીદારી કરવાની માગણી કરી. અમેરિકન
Scanned by CamScanner
Page #118
--------------------------------------------------------------------------
________________
૯૪
પરંપરા અને પ્રગતિ
સાઈનેમાઈડના મિ. મૂડી એ વખતે હાજર હતા. કસ્તૂરભાઈએ આ દરખાસત બાબત તેમને પૂછયું. તેમણે ઘસીને ના પાડી. કસ્તૂરભાઈએ મિ. પેમેનને કહ્યું: “અમેરિકન સાઈનેમાઈડના સહયોગથી અમે આ સાહસ શરૂ કર્યું છે એટલે એમની સંમતિ વિના હરીફ કંપનીને ભાગીદાર બનાવી શકીએ નહીં.”
સિડ મૂડી સ્વદેશ પાછા ફરતાં વચ્ચે લંડન ઊતર્યા ત્યારે પણ આઈ. સી. આઈ.ના અધ્યક્ષ સર એલેકઝાન્ડરે તેમને અનુલમાં ભાગીદાર થવા દેવા વિનંતી કરી, પણ મૂડી એકના બે ન થયા.
૧૯૫૪માં આઈ. સી. આઈ.એ ‘વાટ ડાઇઝનું ઉત્પાદન કરવા માટે અતુલના સહયોગની ફરી માગણી કરી. કસ્તૂરભાઈએ અમેરિકામાં ભણતા તેમના ભાણેજ બિપિનભાઈ મારફતે સિડ મૂડીને પુછાવ્યું. સિડ મૂડીએ આ વખતે સંમતિ આપી. તેને પરિણામે ૧૯૫૫માં અર્ધાઅર્ધ ભાગીદારીને ધોરણે અટીક લિ. નામની બીજી કંપનીની રચના થઈ.૧૧
શરૂઆતનાં ત્રણ વર્ષ અતુલને ઠીક ઠીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કાચા માલની આયાત ઉપર જકાત વધારે હતી ને તૈયાર માલની આયાત ઉપર ઓછી જકાત હતી. વળી તૈયાર રંગની આયાત થતી તેમાં વધુ કન્સેન્ટેશનવાળો માલ હોય તેને ડાઇલ્યુટ કરીને વેપારીઓ પોતાનાં લેબલ મારીને વેચતા. સરકાર છૂટથી રંગની આયાત કરવા દેતી હતી એ સૌથી મોટી મુશ્કેલી હતી. અતુલના રંગ બજારમાં મુકાયા એટલે પરદેશી કંપનીઓએરંગના ભાવ ઘટાડ્યા. કોંગો રેડ અને સફર બ્લેક જેવા રંગના ભાવ તો અર્ધા થઈ ગયા. અતુલે હિંમતભેર તેનો સામનો કર્યો. ખોટ ખાઈને પણ ભાવ ઘટાડીને બજારમાં વિદેશી કંપનીઓની સામે ટક્કર ઝીલી. અતુલની વિનંતીથી સરકારે ૧૯૫૪માં ટેરિફ કમિશન નીમ્યું. પરદેશી કંપનીઓની ઉશ્કેરણીથી દેશી વેપારીઓએ કમિશન સમક્ષ અતુલને રક્ષણ નહીં આપવા રજૂઆત કરી. અતુલે ફિનિષ્ઠ માલ ઉપરની જકાત વધારવા ને કાચા માલની આયાત ઉપર તે ઘટાડવા રજૂઆત કરી. છેવટે કાચા માલની આયાત ઉપર ઇમ્પોર્ટ ડયૂટી ઘટાડવામાં આવી. તેનાથી અતુલને જીવતદાન મળ્યું એટલું જ નહીં, રંગના બીજા દેશી ઉત્પાદકોના પગમાં પણ જોર આવ્યું.૧૨
અનુલનો વિસ્તાર થતો જતો હતો. ડાયરેક્ટ અને ઍસિડ રંગના પ્લાન્ટ સારા ચાલતા હતા. તેનો માલ વખણાતો હતો. સલ્ફર બ્લેકનો પ્લાન્ટ પૂરો ચાલતો
Scanned by CamScanner
Page #119
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉધોગતીર્થ
૯૫
હતો. એટલું જ નહીં, તેની ક્ષમતા બેવડી કરવા માટે તજવીજ ચાલતી હતી. ૨મ્યાનમાં અમેરિકન સાઇનેમાઇડના મિ. કેસી અતુલની મુલાકાતે આવ્યા. તેમણે સલફાડાયાઝીનના પ્લાન્ટમાં થોડા સુધારાવધારા કરવાથી સફાથાઝોલ બનાવવાનું સૂચન કર્યું અને તે માટે સીબા કંપનીનો સહયોગ મેળવવા સલાહ આપી. સીબા કંપનીએ તેમાં રસ બતાવ્યો. પછી અમેરિકન સાઇનેમાઇડે ઓરિયોમાઇસીનને કાચા રૂપમાં આયાત કરીને તેને તૈયાર કરવા માટે નવો પ્લાન્ટ નાખવા સચન કર્યું. તે માલ તેની પેટાકંપની લેડરલીને અનુલ વેચે એવી વ્યવસ્થા થઈ. આનાથી અતુલને કેમિસ્ટોને ઓરિયોમાઇસીન જેવા કીમતી માલને કેવી તકેદારીથી વાપરવો તેની તાલીમ મળી. તે વખતે એક ઔસ ઓરિયોમાઇસીનની કિંમત એક ઔંસ સોના બરાબર હતી.૧૩
જર્મનીની બાયર કંપનીએ અતુલને કાચો માલ તૈયાર કરવામાં મદદ કરવાની તૈયારી બતાવી. બદલામાં એ કંપની ભારત સરકાર પાસે અમુક કાચા રંગ બનાવવાની પરવાનગી માગે તેનો અતુલે વિરોધ ન કરવો એવી શરત મૂકી. કસ્તૂરભાઈએ તેને નકારી કાઢી. આઈ. સી. આઈ. સાથે જેઇડગ્રીન નામના વાટ રંગ બનાવવા માટે સમજૂતી થઈ તેને પરિણામે આગળ જોયું તેમ અટીક લિ. અસ્તિત્વમાં આવી. મેનેજિંગ ડિરેક્ટરની પદ્ધતિએ તેનું સંચાલન થયું. તેમાં બંને કંપનીઓના સરખા ડિરેકટરો હતા અને ચેરમેન તરીકે કસ્તૂરભાઈ રહ્યાા. વખત જતાં આ કંપની અતુલ જેવડી મોટી બની. નોંધપાત્ર વસ્તુ એ છે કે આ વખતે કસ્તૂરભાઈએ મેનેજિંગ એજન્સીનો આગ્રહ નહીં રાખતાં મેનેજિંગ ડિરેકટર માટેની આઈ. સી. આઈ.ની દરખાસ્ત સ્વીકારી હતી.
અટીકનું કામ પાકા અને વાટ રંગો બનાવવાનું હતું. અતુલના કેમિસ્ટોએ તેના કરતાં ઊતરતી કક્ષાના નેથોલ રંગ બનાવવાનો પ્લાન્ટ તૈયાર કર્યો. તેની ડિઝાઇન સાઈનેમાઇડ કંપનીએ તપાસી આપી હતી. સીબા કંપનીએ તેને બરાબર ચલાવી આપે તેવા એક જર્મન કેમિસ્ટની મદદ આપી. આ પીઢ નિષ્ણાતની સેવાઓ અતુલે છ વર્ષ સુધી લીધેલી. તેમની સલાહસૂચનોથી અતુલના કેમિસ્ટો ધારું શીખી શકળ્યા,
નેથોલ રંગના ઉત્પાદનમાં જર્મન કેમિસ્ટની પદ્ધતિ અનુલના કેમિસ્ટોને સરળ અને સસ્તી લાગી, પરંતુ અમેરિકન સાઇનેમાઇડ કંપની પાસેથી તેની
Scanned by CamScanner
Page #120
--------------------------------------------------------------------------
________________
-
૯૯
પરંપરા અને પ્રગતિ
ફૉર્મ્યુલા મળેલી હોવાથી તેને રૉયલ્ટી આપવાનો કરાર હતો. આ રૉયલ્ટીની રકમ પંદર લાખ રૂપિયા જેટલી થતી હતી. એ અરસામાં મજુમદાર અમેરિકા જતા હતા. કસ્તુરભાઈએ તેમને કહ્યું: “અમેરિકન સાઇનેમાઇડ કંપનીના મિ. મૂડીને કહેજો કેનેથોલના ઉત્પાદન માટે અમે જર્મન પદ્ધતિ અપનાવવા માગીએ છીએ એટલે તમને આપવાની રૉયલ્ટીની રકમમાં છૂટછાટ મૂકો તો સારું.” રંગના વેપારમાં એકવાર ફોર્મ્યુલા આપીએટલે ફોર્મ્યુલા લેનાર રૉયલ્ટી આપવા બંધાયેલા હોય છે. મજુમદારને એમાં છૂટછાટ માગવી ઠીક લાગી નહીં. પછી વર્ષે કસ્તૂરભાઈ અમેરિકા ગયા ત્યારે સિડ મૂડીને તેમણે આ વાત કરી. તેમણે કહ્યું: “તેથોલ રંગના ઉત્પાદનમાં અમને જર્મન પદ્ધતિ વધુ અનુકૂળ પડે તેમ છે. આ સંજોગોમાં અમારે આપની કંપનીને આપવાની થતી રૉયલ્ટીની રકમમાં કંઈ છૂટછાટ મૂકી શકાશે?
“ફર્ગેટ અબાઉટ ઇટ” સિડમૂડીએ જવાબ આપ્યો. કસ્તૂરભાઈ સમજ્યા નહીં. તેમણે ફરીથી પૂછયું. મૂડી ફરીથી તે જ શબ્દો બોલ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે પંદર લાખ રૂપિયાની રોયલ્ટીની આખી જ રકમ છોડી દેવાનું તેઓ સ્વીકારે છે.
આ ઘટનાના સંદર્ભમાં કસ્તૂરભાઈ કહે છે: “પચાસ વર્ષની મારી કારકિર્દીમાં આટલો ઉદાર વર્તાવ બતાવનાર બીજો કોઈ મળ્યો નથી.૧૪
અતુલે વાટ રંગો આઈ. સી. આઈ.ની ભાગીદારીમાં બનાવવા માંડ્યા તે સીબાને પસંદ નહોતું. પરંતુ થોડા જ વખતમાં સીબા કંપનીના પ્રેસિડન્ટ મિ. કેવેલી અને વાઇસ પ્રેસિડન્ટ ડૉ. વિલ્હેમ સાથે કસ્તૂરભાઈને ગાઢ સંબંધ બંધાયો અને મનદુ:ખ દૂર થયું, એટલું જ નહીં, સીબાના સહયોગમાં અતુલ તેની અમુક દવાઓના ઉત્પાદન માટેના પ્લાન્ટ બેસાડ્યા. સ્કાઉપ રિએકશન નામના એક પ્લાન્ટનો ‘નોહાઉ” પણ સીબાએ અતુલને આપ્યો. તેની પ્રક્રિયા ઘણી જોખમકારક હોય છે. તેમાં સહેજ પણ બેદરકારી રાખે તો મોટો ધડાકો થાય. અતુલના કારીગરો તેની સંભાળ રાખવાનું સારી રીતે શીખી ગયા છે. એવો બીજો જોખમકારક પ્લાન્ટ પી. સી. એલ. થી પણ સીબાએ નાખી આપ્યો છે, જે તેથોલ રંગ બનાવવામાં વપરાય છે. આમ, અમેરિકન સાઇનેમાઇડ, આઈ. સી.આઈ.ને સીબા જેવી જગપ્રસિદ્ધ કંપનીઓનો સહયોગ સાધીને અતુલે બધી જાતના
Scanned by CamScanner
Page #121
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉધોગતીર્થ
૯૭.
રંગી અને કેટલીક મહત્ત્વની દવાઓનું ઉત્પાદન કરવા માંડયું હતું.'
આરંભનાં ત્રણ-ચાર વર્ષ દરમ્યાન અતુલે અતિશય નાણાંભીડ ભોગવી. શેરહોલ્ડરોની એક કરોડ રૂપિયાની મૂડીમાંથી કામ શરૂ થયું હતું પણ તેમાંથી મોટી રકમ તો પાણી, વીજળી, રસ્તા અને વસાહતના વિકાસમાં ખર્ચાઈ ગઈ હતી. શરૂઆતનાં વર્ષોમાં પૂરું ઉત્પાદન મળતું નહોતું. નાણાની અતિશય તંગી હતી. તે વખતે કસ્તૂરભાઈએ હિંમત કરીને રૂપિયા પચાસ લાખ પોતાની શરાફી પેઢી લાલભાઈ દલપતભાઈમાંથી કોઈ પણ પ્રકારની લેખિત બાંહેધરી વિના અતુલને
ધીર્યા. ૧૬
પણ એટલી રકમથી ખોટનો ખાડો પુરાય તેમ નહોતો. સદ્ભાગ્યે એ જ અરસામાં (૧૯૫૬) ભારત સરકારના ઉદ્યોગ પ્રધાન ટી.ટી. કૃષ્ણમાચારી અતુલની મુલાકાતે આવેલા. તેમને કારખાનાં બતાવ્યાં. પછી ભોજનના ટેબલ પર સૌની સાથે બેઠા. તેમણે કસ્તૂરભાઈને પ્રશ્ન કર્યો:
“આ કારખાનાનો વિસ્તાર કેમ કરતા નથી?”
તે માટે નાણાં જોઈએ. અમારી પાસે તેની સગવડ નથી.” કસ્તૂરભાઈએ જવાબ આપ્યો.
“દિલ્હી આવજો. આપણે વિચારીશું.” ટી. ટી. કે.એ કહ્યું.
કસ્તૂરભાઈ દિલ્હી ગયા. તે વખતે સર ચિન્તામણ દેશમુખ નાણામંત્રી હતા. ટી. ટી. કે. તેમની પાસે કસ્તૂરભાઈને લઈ ગયા. દેશમુખે તેમને નાણાં નિગમ જેવી સંસ્થા પાસે જવા સૂચવ્યું.
એ ત્યાં જઈ શકે તેમ નથી. ઘણી મોટી રકમની તેમને જરૂર છે. સરકારે જ તેમને લોન આપવી જોઈ એ.” ટી. ટી. કે.એ ભલામણ કરી.
કેટલા જોઈએ?” દેશમુખે પૂછયું. “ત્રણ કરોડ.” કસ્તૂરભાઈથી બોલાઈ ગયું.
સરકારે ફક્ત સાડા ચાર ટકાના વ્યાજે ત્રણ કરોડ રૂપિયાની લોન મંજૂર કરી. અગિયાર હપતે લોન પાછી ભરવાની. તેમાં પહેલા ચાર હપતા માફ. કસ્તૂરભાઈને પાછળથી વિચાર કરતાં લાગ્યું કે ત્રણ કરોડને બદલે વધુ મોટી રકમની માગણી કરી હોત તોપણ મળી જાત. આ લોન મળવાને કારણે અતુલ આર્થિક મુશ્કેલીમાંથી ઊગરી ગયું અને તેનો વિકાસ ઝડપી બની શક્યો.૧૭
Scanned by CamScanner
Page #122
--------------------------------------------------------------------------
________________
૯૮
પરંપરા અને પ્રગતિ
અતુલે પછી પાયાના પદાર્થોનું ઉત્પાદન પણ શરૂ કર્યું. રંગોની બનાવટમાં એક મુખ્ય શાખા મીઠ, કોસ્ટિક સોડા, ક્લોરિન, જાતજાતના ઍસિડો વગેરેની છે અને બીજી શાખા કોલટારમાંથી બનતી નેથેલીન, બેન્ઝિન વગેરેની છે. પહેલાં પહેલી શાખાનું કામ લીધું અને કૉસ્ટિકની સાથે કૉસ્ટિક પોટાશ, ક્લોરિન, હાઇડ્રોક્લોરિક ઍસિડ વગેરેનું ઉત્પાદન કરવા માંડ્યું. અતુલ સાઈટ ઉપરની અટીક, સીબાનુલ, લેડરલી (પાછળથી સાઈનેમાઈડ ઇન્ડિયા) વગેરે કંપનીઓને તે પાયાના પદાર્થો મળતા થઈ ગયા. પછી બીજી શાખાનું કામ હાથમાં લઈને બોન ઍસિડ તથા બીટા નેથોલનો પ્લાન્ટ બેસાડ્યો. પાકા રંગની બેઝીઝ બનાવવામાં સીબા કંપનીએ મદદ કરી. આ પ્લાન્ટોમાં રૂપિયા છ કરોડનું રોકાણ થઈ ગયું.
આઈ. સી. આઈ. કંપનીએ નવા કોલકરાર કરીને વાટ રંગોની સાથે પ્રોશિયન રંગોની ભાગીદારી પણ અતુલ સાથે કરી. અમેરિકન સાઈનેમાઈડ કંપનીએ અતુલના મૂળ રોકાણમાં પોતાના દસ ટકા શેર હતા તે વેચીને અતુલ પાસેથી લેડરલી માટેનું ભાડાનું મકાન લીધેલું તે ખરીદી લીધું. લેડરલીનું નામ બદલીને સાઈનેમાઈડ ઇન્ડિયા નામની નવી કંપની ઊભી કરી. આ કંપનીમાં અતુલને ૩૫ ટકા ભાગ મળ્યો. તેમણે ઓરિયોમાઈસીનના ફર્મેન્ટેશનનો એક બેઝિક પ્લાન્ટ મૂક્યો. તેમાંથી મેલાથિયોન નામની જંતુનાશક દવા બનાવી. સીબાએ અતુલ સાથે ભાગીદારી માગી તે પરથી સીબાનુલ નામની કંપની ઊભી થઈ જેમાં અતુલનો ૬૫ ટકા ભાગ અને સીબાનો ૩૫ ટકા ભાગ હતો. આ કંપનીએ ફોરમલડીહાઈડ પ્લાસ્ટિકનો પ્લાન્ટ નાખી આરલડાઇટ નામનો ગુંદર જેવો પદાર્થ બનાવવા માંડ્યો. સીબા ઇન્ડિયા નામની સીબાની ભારતમાં કંપની હતી તેમાં અતુલને દસ ટકા ભાગ આપ્યો.૧૮
આમ સામાન્ય રંગના કારખાનાથી શરૂ થયેલું અતુલ આજે મોટું ઔદ્યોગિક કેન્દ્ર બની ગયું છે. તેમાં અસંખ્ય રસાયણોનું ઉત્પાદન થાય છે. અતુલ અને તેની ભાગીદારીની કંપનીઓ મળીને ૧૯૭૯ની આખર સુધીમાં રૂા. ૭૦ કરોડ ઉપરાંતનું રોકાણ થયેલું છે તે બીજી જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓના કરતાં મોટું નથી, પરંતુ બીજી કંપનીઓ ફર્ટિલાઈઝર, ચન કે લોખંડ જેવી એક વસ્તુ લઈને બેઠેલી છે ત્યારે અતુલ સંખ્યાબંધ વસ્તુઓનું ઉત્પાદન કરે છે.
Scanned by CamScanner
Page #123
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉદ્યોગતીર્થ ૯૯
તેની વિશેષતા એ છે કે પરસ્પર જુદી દેખાતી વસ્તુઓ ઉત્પાદનમાં સળંગ શૃંખલારૂપે ગોઠવાઈ જાય છે. ત્રણ મોટી પરદેશી કંપનીઓને સાથે રાખીને કસ્તૂરભાઈએ વિવિધ દિશાઓમાં આગળ વધી શકે તેવા ઉદ્યોગનું કુનેહપૂર્વક આયોજન કર્યું છે તેમાં તેમની દીર્ધ દૃષ્ટિ, ધીરજ, પ્રામાણિકતા ને સાહસિકતા દેખાઈ આવે છે.
૧૯૫૫માં અતુલે સવા કરોડનું વેચાણ કરેલું તે ૧૯૭૬માં સાડી સુડતાળીસ કરોડ થયું હતું. શરૂઆત કરી ત્યારે કુલ રોકાણના પચાસ ટકાથી વધુ કિંમતનો માલ પરદેશથી આયાત કરવો પડતો. પછી આયાતનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું અને ઊલટ' પોતે વિદેશનાં પ્રથમ પંકિતનાં બજારોમાં માલ નિકાસ કરીને મોટી રકમનું હૂંડિયામણ રળવા લાગ્યા. ૧૯૬૫માં અતુલને ત્રણ લાખ રૂપિયાનું હૂંડિયામણ મળેલું તે ૧૯૭૨માં એક કરોડે અને ૧૯૭૬માં ત્રણ કરોડ અને વીસ લાખે પહોંચ્યું હતું. ૧૯૭૧ અને ૧૯૭૬માં કૅમેકસીલનું રંગ અને રંગની કાચી સામગ્રીની (ઇન્ટરમીડીએટ્સ)નિકાસ માટેનું પ્રથમ પારિતોષિક ને ૧૯૭૪માં તેનું દ્વિતીય પારિતોષિક અતુલને એનાયત થયેલું. ૧૯૭૪માં ‘આઈ. સી. એમ. એ.’ નું રસાયણની નિકાસ માટેનું પારિતોષિક પણ તેને મળ્યું હતું. ૧૯૫૫માં અતુલ પાંચ ટકા ડિવિડન્ડ વહેંચી શકેલું તે ૧૯૭૬માં વીસ ટકા થયું હતું. ચાર કરોડની કૅપિટલ પર બે કરોડના બોનસ શૅર આપ્યા હતા તે ગણીએ તો ડિવિડન્ડ ત્રીસ
1
ટકા થાય.
ઉત્તમ ગુણવત્તાવાળો માલ ઉત્પન્ન કરવાની અને તેને માટે સંશોધનની શ્રેષ્ઠ જોગવાઈ રાખવાની કસ્તૂરભાઈની નીતિને લીધે અતુલ સતત પ્રગતિ કરી શકેલ છે. યંત્રોને અદ્યતન સ્થિતિમાં રાખવાની કાળજી અને બુદ્ધિશાળી કર્મચારીઓને નવા નવા પ્રયોગ કરવા માટે મળતા પ્રોત્સાહનથી અતુલને ઊંચી ક્ષમતા ધરાવતા કેન્દ્ર તરીકે ભારતમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ સારી પ્રતિષ્ઠા મળેલી છે.
અતુલનું નયનરમ્ય ઉદ્યોગનગર ૪.૩૬ ચો.કિ.મી.ના વિસ્તારમાં વસેલું છે. તેની પશ્ચિમે રેલવે લાઇન છે ને પૂર્વે મુંબઈ તરફ જતો હાઈવે છે. દક્ષિણે પાર નદી વહે છે, જેના પર બે નાનકડા બંધ બાંધીને વિશાળ જળરાશિનો સંચય કરેલો છે. અતુલની વીજળીની જરૂરિયાત પૈકી નેવું ટકા જેટલી વીજળી રાજ્ય
Scanned by CamScanner
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પરંપરા અને પ્રગતિ
વિદ્યુત બોર્ડ તરફથી મળે છે ને બાકીની પોતે ઉત્પન્ન કરી લે છે. શરૂઆતમાં વિદેશી નિષ્ણાતોની મદદ લેવી પડતી પણ પછીથી બધા જ ભારતીય નિષ્ણાતોની સેવાઓ ઉપલબ્ધ થઈ છે. તે જ રીતે સ્થાનિક માણસો અને સામગ્રી અતુલમાં પ્રથમ પસંદગી પામે છે. આસપાસના દસ કિલોમીટર જેટલા વિસ્તારમાંથી આવતાં સાડા પાંચ હજાર જેટલા માણસોને અહીં કાયમી રોજી મળે છે. એટલી જ બીજી સંખ્યાને બાંધકામ તેમ જ વિકાસકાર્યોમાં ઉચ્ચક કામ મળે છે. આ પ્રદેશના લોકોને વધુમાં વધુ રોજી આપી શકાય તે હેતુથી આર્થિક તેમ જ ગુણવત્તાની દૃષ્ટિએ યંત્રનો ઉપયોગ ફાયદાકારક લાગે તેવાં કામોમાં પણ સ્થાનિક માણસોનો ઉપયોગ કરવાની નીતિ કંપનીએ અપનાવેલી છે.
અતુલની વસાહતમાં ૧૧૫૦ ઘર બાંધેલાં છે. કર્મચારીઓને વીજળી અને રહેઠાણ સસ્તા દરે અપાય છે. ચોવીસે ક્લાક પાણીની સગવડ છે. કંપનીની કેન્ટીનમાંથી સસ્તા દરે ભોજન પણ અપાય છે. પંચાયત દ્વારા રેડિયો તથા ટી.વી. જેવાં મનોરંજનનાં સાધનોની સુવિધા છે. ચાર હજાર પ્રેક્ષકો બેસી શકે તેવું સુંદર, ગ્રીક સ્થાપત્યનું સ્મરણ કરાવે તેવું ઓપન ઍર થિયેટર છે. ‘ઉલ્હાસ’ જિમખાના તથા ‘ઉદય’ને ‘મિ” કલબો દ્વારા રમતગમત ને જ્ઞાન-સંસ્કારની પ્રવૃત્તિઓ ચાલે છે. લગભગ બે હજાર બાળકો અતુલ તરફથી ચાલતી પૂર્વપ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભણે છે.
કારખાનામાં થતા રોગોના નિષ્ણાત દાક્તરની રાહબરી નીચે એક સુસજજ આરોગ્ય કેન્દ્ર ચાલે છે. આ પ્રદેશમાં ચાલતી સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં અતુલના અધિકારીઓ અને સંચાલકો સક્રિય રસ લે છે. વલસાડમાં કેલેજો ચલાવતી સંસ્થા નૂતન કેળવણી મંડળ–ની સ્થાપના અને પ્રગતિમાં
બી. કે. મજુમદાર અને સિદ્ધાર્થ કસ્તૂરભાઈનો મોટો ફાળો છે. અતુલના વૈજ્ઞાનિક નિષ્ણાતો જિલ્લામાં વિજ્ઞાનના અભ્યાસને પ્રોત્સાહન મળે તે માટે પ્રયત્ન કરે છે. વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગોનાં સાધનો તે વિસ્તારની શાળાઓને કોલેજોમાં અતુલ તરફથી વહેચાય છે. તે જ રીતે ખેતી માટે જરૂરી સાધનો, જમીનની ચકાસણી માટેનો સરંજામ વગેરે પણ ખેડૂતોને આપવામાં આવે છે. ૧૯
કુદરતી આફત વખતે પ્રદેશની પ્રજાની વહારે અનુલના સંચાલકો અને કાર્યકરો દોડી જાય છે. ગ્રામદત્તક યોજના, બીજસહાય યોજના વગેરે કલ્યાણ
Scanned by CamScanner
Page #125
--------------------------------------------------------------------------
________________
અભિનવ ઉધોગતીર્થ ૧૦૧
પ્રવૃત્તિઓમાં અતુલ મોખરે રહે છે.
બી.કે, સિદ્ધાર્થ અને સિદ્ધાર્થનાં પત્ની ડો. વિમળાબહેન આદિવાસી વિસ્તારમાં માનવપ્રેમી સહાયકો તરીકે સારી ચાહના પામેલ છે.
અતુલ કસ્તૂરભાઈની કારકિર્દીનું સર્વોચ્ચ શિખર છે. પ્રથમ પંક્તિના ઉત્પાદન કેન્દ્ર ઉપરાંત સંસ્કારકેન્દ્રની ગરજ પણ સારે છે તે એની વિશેષતા. ઉદ્યોગક્ષેત્રે નવપ્રસ્થાન દર્શાવતાં વિવિધ કેન્દ્રો આધુનિક ભારતે વિકસાવ્યાં છે તેમાં અતુલને માનભર્યું સ્થાન મળેલું છે. આ દૃષ્ટિએ તેને અભિનવ ઉદ્યોગ તીર્થ કહીએ તો ખોટું નથી.
ટીપ ૧. કમુ. ૨. KD, II, p. 10. ૩. રામુ.૪.KD, pp. 39–40. ૫.KD, p. 40. ૬. મમુ. ૭. KD, p. 39. ૮. મમુ. ૯. મમુ. ૧૦. KD, p. 53. ૧૧. KD, p. 53. ૧૨. મમુ. ૧૩. મમુ. ૧૪. KD, pp. 53–54. ૧૫. મમુ. ૧૬. મમુ. ૧૭. કમુ. ૧૮. મમુ. ૧૯, સિમુ.
Scanned by CamScanner
Page #126
--------------------------------------------------------------------------
________________
મજૂર અને માલિક
૧૯૧૮ની ઐતિહાસિક મજૂર લડત પછી ૧૯૨૦ના ફેબ્રુઆરીની ૨૫મી તારીખે મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી મજૂર મહાજન સંઘની રીતસર સ્થાપના થઈ. અમદાવાદ જેવા ઉદ્યોગપ્રધાન શહેરમાં મિલમાલિકો અને મજૂરો વચ્ચે અવારનવાર અનેક બાબતોમાં અને ખાસ કરીને વેતન અંગે મતભેદ ઊભો થવાના પ્રસંગો ઉપસ્થિત થતા રહે તે સ્વાભાવિક છે. આવે વખતે બંને પક્ષ એક એક વ્યક્તિને પંચ તરીકે પસંદ કરે અને પંચ જે ચુકાદો આપે તેને માથે ચડાવે. બે પંચ એકમત ન થાય તો ઉભયને માન્ય સરપંચને આખો મામલો સોંપાય ને તેનો ચુકાદો બંનેને બંધનકર્તા ગણાય. આવી સામાન્ય સમજૂતીથી બંને પક્ષનું કામ ચાલતું. તેને પરિણામે બીજાં શહેરોને મુકાબલે અમદાવાદમાં ઔદ્યોગિક શાંતિ ઠીક જળવાઈ રહી છે.
મહાજનની સ્થાપના થઈ તે જ વર્ષે મજૂરોએ પગારવધારાની માગણી કરેલી તેનો ન્યાય કરવા ગાંધીજી અને કસ્તૂરભાઈની વરણી થઈ હતી. બંનેએ મજૂરોની માગણી અંગે સહાનુભૂતિપૂર્ણ વિચારણા કરીને મજૂરોના વેતનમાં વધારો કરવા અંગે સમજૂતી સાધી હતી.
એ જ વર્ષમાં મિલોના થ્રૉસલ ખાતામાં કામ કરતા કારીગરોએ વેતન વધારવા તેમ જ કામના કલાક બારમાંથી દસ કરવા માટે માગણી મૂકી. તેને અંગે ગાંધીજી અને મંગળદાસ પંચ તરીકે નિમાયેલા. ગાંધીજીએ મજૂરોની માગણી
Scanned by CamScanner
Page #127
--------------------------------------------------------------------------
________________
મજૂર અને માલિક
૧૦૩
વાજબી ગણી પણ મંગળદાસ તેમની સાથે એકમત ન થયા. એટલું જ નહિ, Aવે સરપંચ માટેની દરખાસ્ત પણ નકારી કાઢી. આથી મજૂરોમાં રોષ વ્યાપ્યો. અનસૂયાબહેન સારાભાઈએ મજૂરોને શાંતિ જાળવવા સમજાવ્યા, પણ તેમની સલાહ અવગણીને તેમણે હડતાળ પાડી. અનસૂયાબહેન નારાજ થયાં અને રાજીનામું આપવા તૈયાર થયાં. મજૂરોને તેમની ભૂલ સમજાઈ. બીજી તરફ મંગળદાસ છે પણ પીગળ્યા અને તેમણે મજૂરોની માગણી સ્વીકારતો ચુકાદો આપ્યો.
૧૯૨૧માં મજૂરો ને માલિકો વચ્ચે બોનસ અંગે ઝઘડો ઊભો થયો. તે વખતે પણ મંગળદાસ અને ગાંધીજી સહમત થઈ શક્યા નહીં. ગાંધીજીએ મંગળદાસને મિલના નફામાં મજૂરના વાજબી હિસ્સારૂપે બોનસ આપવા સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ મંગળદાસ માન્યા નહીં. વાતાવરણ કલુષિત થતું જતું હતું. એ વખતે માલવીયજી મંગળદાસ શેઠને ત્યાં મહેમાન હતા. તેમનું દિલ આ ખેંચતાણથી દુ:ખ પામ્યું. તેમણે મંગળદાસ શેઠને સમાધાન કરવા સલાહ આપી. છેવટે બંને પક્ષે માલવીયજીને સરપંચ તરીકે ચુકાદો આપવા વીનવ્યા. માલવીયજીએ મજૂરોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
૧૯૨૨માં માલિકોએ મજૂરોના પગારમાં વીસ ટકાનો કાપ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો. તે વખતે પણ ઉભય પક્ષે તંગદિલી સર્જાઈ હતી. શેઠિયાઓએ વીસ ટકા કાપ જાહેર કર્યો એટલે મજૂરોએ હડતાળ પાડી. બંને પક્ષ મક્કમ હતા. હડતાળમાં મજૂરોને ઘણું સહન કરવું પડ્યું. ગાંધીજીએ અને અનસૂયાબહેને જોયું કે હડતાળ લાંબી ચાલતાં મજૂરોની હિંમત ભાંગી જશે. પગારમાં કાપ સ્વીકારીને કામે ચડી જવા ગાંધીજીએ તેમને સલાહ આપી. મજૂરો કામે ચડી ગયા. પણ તેને પરિણામે મજૂર મહાજનની સભ્યસંખ્યા ૨૫,૦૦૦માંથી ઘટીને ૧,૫૦૦ થઈ ગઈ. તેને વધારવા માટે ૧૯૨૯ સુધી મહાજનના કાર્યકર્તાઓને ખૂબ જહેમત ઉઠાવવી પડેલી. પગારકાપ ૨૦ ટકામાંથી ઘટાડીને માલિકોએ પાછળથી ૧૫ ટકા કર્યો હતો.
તેને અનુસરીને મુંબઈની મિલોએ ૧૯૨૫માં મજૂરોના વેતનમાં ઘટાડો કરવાનું જાહેર કર્યું. આ જાહેરાતનું ઘણું ગંભીર પરિણામ આવ્યું. મુંબઈની તમામ મિલોમાં હડતાળ પડી. મજર કે માલિક બેમાંથી એકે પક્ષ નમતું જોખવા તૈયાર ન હતો. હડતાળનું વાતાવરણ તૂટક તૂટક ત્રણ વર્ષ લગી રહ્યું. આટલી
Scanned by CamScanner
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૪ પરંપરા અને પ્રગતિ
લાંબી હડતાળ પડી તેનાથી વહેમાઈને મુંબઈના કેટલાક શેઠિયાઓ કહેવા લાગ્યા કે મુંબઈમાં આટલો લાંબો સમય હડતાળ ચાલુ રહે તે માટે અમદાવાદના મિલમાલિકો પૈસા ખર્ચે છે! કસ્તૂરભાઈએ આ જાણ્યું ત્યારે હસીને કહ્યું: “આનાથી વધારે મૂર્ખાઈભરેલો આક્ષેપ બીજો કયો હોઈ શકે?
- ૧૯૨૮માં અમદાવાદમાં પણ લગભગ એવો જ પ્રસંગ ઊભો થયો. મજૂરોએ મહાજનની મારફતે મિલમાલિકો પાસે વેતન-વધારાની માગણી મૂકી. ફરીથી ગાંધીજી અને મંગળદાસ પંચ તરીકે નિયુક્ત થયા. છેવટની ચર્ચા માટે મંગળદાસ શેઠ ગાંધીજી પાસે આશ્રમમાં ગયા. શંકરલાલ બેંકર પણ સાથે હતા. ગાંધીજી અને મંગળદાસ વચ્ચે વળી મડાગાંઠ પડી. ગાંધીજી આ ઝઘડો વાજબી રીતે પતે એમ ઇચ્છતા હતા પણ મંગળદાસ ટસના મસ થતા ન હતા. ગાંધીજીનો ઉકેલ તેમને માન્ય ન હતો; ન તો તેમનો ઉકેલ ગાંધીજીને માન્ય હતો. છેવટે કોઈ પણ નિર્ણય લીધા વિના સૌ ઊભા થયા ને ગાંધીજીના ખંડમાંથી બહાર આવ્યા. કસ્તૂરભાઈ થોડેક દૂર ઊભા હતા. તેમને બોલાવીને ગાંધીજીએ કહ્યું: “મંગળદાસને સમાધાન કરવા સમજાવો.” કસ્તૂરભાઈએ તેમને સમજાવવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. છેવટે સ્વ. દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીની સરપંચ તરીકે નિયુક્તિ થઈ. તેમણે આપેલા ચુકાદા પ્રમાણે ગાંધીજીએ સૂચવેલ ધોરણના કરતાં ઘણું વધારે મિલમાલિકોએ ચૂકવવું પડ્યું હતું.
૧૯૩૩-૩૪માં પગાર અંગેની ભાંજગડ હતી તે '૩૫માં સમજૂતી થતાં શમી ગયેલી. પણ બીજે વર્ષે માલિકોએ વેતનમાં ૨૦ ટકા કાપની દરખાસ્ત મૂકી. ગાંધીજી અને કસ્તૂરભાઈ પંચ હતા. ગાંધીજીએ વેતનકાપનો વિરોધ કર્યો. કસ્તૂરભાઈ વીસ ટકાથી દસ ટકા સુધી ઊતર્યા પણ ગાંધીજીને તે માન્ય નહોતું.
જસ્ટિસ મડગાંવકરને સરપંચ તરીકે કામ કરવા વિનંતી કરવામાં આવી. મડગાંવરે કાપને અયોગ્ય ઠરાવતો ચુકાદો આપતાં કહેલું કે “મિલ એજન્ટ કે મૂડીરોકનારના નફા માટે જીવતાજાગતા કારીગરને નિર્જીવ યંત્ર જેવો ગણવાનો, તેનો ઉપયોગ કરી લઈ ભંગારના ઢગલા પર ફેંકી દેવાનો અને સરકાર કે સ્થાનિક સંસ્થાઓ સંભાળે તો ઠીક, નહિ તો કંઈ નહિ, એવી વૃત્તિ રાખવાનો સમય ક્યારનોય ચાલ્યો ગયો છે.”૭
આ ઘટનાની કસ્તૂરભાઈ પર ઊંડી અસર થઈ. તેમણે માલિકોને આ
Scanned by CamScanner
Page #129
--------------------------------------------------------------------------
________________
midtzens,
नमाजो रागा मध्य
नहीं में रखी मदद तो छो तभी मन की कधी न्ते मन कसे कायन कर कापणाम साणे हत तो हु बzd qयाक ta), हथे आमाका लगानी नभा गुलबारी जार में माडलु छुने क्वाब मागु छु
माऊँ निबेधनता भारतून l शर्मीले पक्ष हुन गयो पसा संदभाग्ने कारण सगी आपण मनुतस्य कारभानता काया क naga nian तको हजकारनाम tal तक माठी विजनी टेलीन छते ni कालाय तस्म केक कायम कार्य मन नंपरंथ बढी तरलो taairi जा ) हाये से अवश्य पंसनी मावी वाप पडे वान पंदन वर्षकी सজती থকন स्थिति रही ना पानी पारी संघाती पटु Geet মवश, all arrznin मला का जातक को चयन) शक्राय तर तो कार्य
Intel Con
19124/35
Prehome. हिंदी.
મહાત્મા ગાંધીજીનો શ્રી કસ્તૂરભાઈ પરનો પત્ર
જુઓ પૂ. ૧૦૪
Scanned by CamScanner
Page #130
--------------------------------------------------------------------------
________________
ในเM : :
2- A A fance toolnica
järef ar main watej 18 A2-1 เย2, ..4 37 AAA+( เน 2. 22 3 ++เก 41 4. - 31 3 - 2h45 o Anh 94: MH 4: +น นtutd, M L (เนฯ 4)
น. 1, 2,644 1 11 2. 3 4 11- 3 - 31 ดวง เ ป 4 3, 314 - * 1-1 4 2 1 (' '
- 2 76 aouen,
ciu
સરદાર વલ્લભભાઈ પટેલનો શ્રી કસ્તૂરભાઈ પરનો પત્ર
જુઓ પૃ. ૧૧૭
Scanned by CamScanner
Page #131
--------------------------------------------------------------------------
________________
મજૂર અને માલિક
૧૦૫
ચુકાદા પ્રમાણે વર્તવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
૧૯૩૮ના માર્ચથી નોટિસ આપીને મિલમાલિક મંડળે પંચની પ્રથાનો અંત આણવાનો નિર્ણય કર્યો. ૧૯૩૯માં પંચની પ્રથાનો એમણે છડેચોક ભંગ કર્યો. આનો વિરોધ કરવા તા. ૨૫-૨-૩૯ના રોજ મજૂરોની સભા ભરાઈ. લડતની નોબત વાગી. પણ હિરદાસ અચરતલાલ અને અનસૂયાબહેન વચ્ચે છેલ્લી ઘડીએ સમાધાન થયું. બંને પક્ષે ઔદ્યોગિક અદાલતની લવાદી સ્વીકારી.
૧૯૫૮માં અતુલમાં ત્રણ મહિનાની હડતાળ પડી હતી. મજૂર મહાજન ત્યાં સુધી પહોંચેલું નહોતું. આરંભમાં એક તોફાની માણસને છૂટો કરેલો તેમાંથી મજૂર મહાજનના કાર્યકર્તાઓને વચ્ચે નાખીને સ્થાનિક આગેવાનોએ છૂટા કરેલા માણસને પાછો લેવાના મુદ્દા પર હડતાળ પડાવેલી. કસ્તૂરભાઈ પરદેશ જવાના હતા. તે નીકળ્યા તે વખતે હડતાળના ભણકારા વાગતા હતા. મજુમદારે તેમને પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો ત્યારે કસ્તૂરભાઈએ તેમને કહ્યું :
“કોઈ પણ ઉદ્યોગ પગભર થાય તે પહેલાં તેને આમાંથી એક વાર પસાર થવું પડે છે. દબાણને વશ થવું હોય તો મારી ના નથી.”
મજુમદારને માથે હડતાળનો સામનો કરવાનું આવ્યું. સરકાર પહેલાં વચ્ચે ના પડી. મામલો અદાલતે પહોંચ્યો. કોર્ટે અતુલની તરફેણમાં ચુકાદો આપ્યો. પણ આ લાંબા ગાળા દરમ્યાન ૮૫ ટકાથી ૯૦ ટકા માણસો હડતાળ પર હતા. તેમની જગાએ નવા બસો માણસોને લીધા. ભવિષ્યમાં નવા પ્લાન્ટમાં એમને સમાવી લેવાની ગણતરી હતી.
કસ્તૂરભાઈ પરદેશથી પાછા આવ્યા. મુંબઈ માણસ મોકલીને મજુમદારે તેમને સઘળી હકીકતથી વાકેફ કર્યા. ખંડુભાઈ તેમને મળ્યા. કસ્તૂરભાઈએ હડતાળ બિનશરતે પાછી ખેંચવાનું કહ્યું. ખંડુભાઈએ દરેકેદરેકને પાછા લેવા કહ્યું. કસ્તૂરભાઈએ કહ્યું: “તોફાની તત્ત્વોને લઈ શકાય નહીં.”
ખંડુભાઈએ જેમને કારણે ચિનગારી સળગી હતી તેમને માફી માગવા કહ્યું. તેમ થયું નહીં. નવા માણસો પર વગડામાં હુમલા થયા. તેમાં ત્રણ માણસો મૃત્યુ પામ્યા અને ડઝન જેટલાને ગંભીર ઈજાઓ થઈ. ખૂન થયા પછી જિલ્લાના પોલીસ વડાને ફોન કરવા છતાં આવ્યા નહીં. એટલે મજુમદારે તે વખતના મુંબઈના ખંતપ્રધાન યશવંતરાવ ચવાણ પર અંગત માણસ દ્વારા પત્ર મોકલ્યો.
Scanned by CamScanner
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૬ પરંપરા અને પ્રગતિ
તેમાં લખ્યું કે “કેરળની સામ્યવાદી સરકાર કરતાં કોંગ્રેસ સરકાર સારી શી રીતે કહી શકાય?”
તરત જ મુંબઈથી પોલીસ આવી. ડઝન જેટલા માણસોને ગિરફતાર ક્ય. હડતાળ બિનશરતે પાછી ખેંચવામાં આવી. ૪૦-૫૦ માણસ સિવાય બધા જ મજૂરોને કામ પર લીધા. ધીમે ધીમે રહી ગયેલામાંથી પણ મોટા ભાગનાને પાછા લીધા. હડતાળને કારણે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેગ્યુઈટી અને નોકરીના સાતત્યનો ભંગ થયેલો તે જોડી આપ્યો.
' અતુલની સ્થાપના થઈ ત્યારથી સ્થાનિક માણસોને જ કામ આપવાની નીતિ કસ્તૂરભાઈએ રાખેલી. હડતાળના પ્રસંગે થયેલું મનદુ:ખ થોડા વખતમાં જ બંને પક્ષે ભૂંસાઈ ગયું. વલસાડ જિલ્લાની આદિવાસી જનતા અને ગ્રામલોકોએ અતુલને પોતાના જ કારખાના તરીકે અપનાવ્યું છે ને અતુલના સંચાલકોએ તેમની સુખાકારીમાં પોતાનું શ્રેય જોયું છે. ૧૯૭૭માં કસ્તૂરભાઈ અતુલના ચેરમેનપદેથી નિવૃત્ત થયા, તે પ્રસંગે હડતાળનો નિર્દેશ કરતાં પશ્ચાત્તાપના ભાવ સાથે કારીગરભાઈઓને થયેલ દુઃખ બદલ દિલગીરી વ્યક્ત કરીને તેમની ક્ષમા ચાહી હતી.
મજૂરો પ્રત્યેના વર્તાવમાં કસ્તૂરભાઈનું વલણ હમેશાં મધ્યમમાર્ગી રહ્યું છે. મજૂરો સુખી હશે તો મિલનું ઉત્પાદન વધશે ને આપણે પણ સુખી થઈશું એવો ખ્યાલ મિલમાલિક તરીકે તેમના મનમાં હતો. આથી તેઓ મજૂરોના કલ્યાણની પ્રવૃત્તિમાં, પોતાની મર્યાદામાં રહીને પણ, સક્રિય રસ લેતા.
તેમણે રાયપુર મિલમાં મજૂરોનાં બાળકો માટે ‘બાલગૃહ રૂપિયા પચીસ હજારના ખર્ચે તૈયાર કરાવ્યું હતું. તેનું ઉદ્ઘાટન કરવા માટે ગાંધીજીને વિનંતી કરેલી. તેના અનુસંધાનમાં તા. ૨૬-૪-૨૮ના રોજ તેમણે ગાંધીજીને નીચે મુજબ પત્ર લખ્યો હતો: પૂજ્ય મહાત્માજી ૧૦
રાયપુર મિલની કેસ આપના શુભહસતે ઉઘાડવાનું મંગળવાર તા. ૧લી મે એ સાંજના સવા છ વાગતાં રાખ્યું છે. મને આશા છે કે તે વખત આપને અનુકૂળ આવશે. મારી મોટર આપને લેવા આમ ઉપર મંગળવારે સાંજના મોક્લીશ.
Scanned by CamScanner
Page #133
--------------------------------------------------------------------------
________________
મજૂર અને માલિક
૧૦૭
તે પ્રસંગે બે શબ્દ જે હું બોલવા ઇચ્છું છું તેની કૉપી પ્રથમથી આપના તરફ મોકલીશ.
લિ. સેવક
કસ્તૂરભાઈના વંદેમાતરમ્ તેનો જવાબ ગાંધીજીએ તે જ દિવસે નીચે મુજબ આપ્યો હતો:
સત્યાગ્રહાશ્રમ
સાબરમતી
. ૨૬-૪-૨૮ ભાઈશ્રી કસ્તૂરભાઈ,
તમારો કાગળ મળ્યો છે. હું મંગળવારને દિવસે સવા છ વાગ્યે પહોંચવા હાજર થવા તૈયાર થઈ રહીશ. તમારા ભાષણની રાહ જોઈશ.
મોહનદાસના વુિં. મા. ઉદ્ઘાટનના આગલે દિવસે કસ્તૂરભાઈનું ભાષણ પોતે વાંચી ગયા છે અને તેમાં કંઈ સુધારો સૂચવવા જેવું લાગતું નથી એવી ચિઠ્ઠી ગાંધીજીએ તેમને મોક્લી હતી.
ઉદ્ઘાટન પ્રસંગે કસ્તૂરભાઈએ મજૂરોના હિત માટે સગવડો આપવાનો ઉમળકો દર્શાવેલો ને લિવર બ્રધર્સે “પોર્ટ સનલાઈટની યોજના કરેલી તેવી યોજના ક્રવાનો મનસૂબો જાહેર કર્યો હતો. ગાંધીજીએ તે ઉગારો કસ્તૂરભાઈને અને અમદાવાદને શોભા આપે તેવા છે, એમ કહ્યું. વળી મુંબઈનો ‘ઉલ્કાપાત” અમદાવાદમાં નથી એમ કહીને કસ્તૂરભાઈએ તેનો યશ ગાંધીજીને આપેલો તે તેમણે શંકરલાલ અને અનસૂયાબહેનને આપ્યો ને અમદાવાદના માલિકોમાં ‘દયાભાવ છે એમ સ્વીકાર્યું. પણ, સાથે સાથે એવી ટકોર કરી કે “પોર્ટ સનલાઈટ’ આપણો આદર્શ નથી, ત્યાં પણ મજર અને માલિકના વિભાગો છે. આપણે તો એ ભેદ મિટાવીને મજૂર અને માલિક વચ્ચે પિતાપુત્ર જેવો સંબંધ સ્થાપવો છે અને છેવટે મજૂર મહાજનને કશું કરવાપણું રહે જ નહીં એવી આદર્શ સ્થિતિ લાવવાનો પ્રયત્ન મિલમાલિકોએ કરવાનો છે એમ કહ્યું?
આ પ્રસંગની કસ્તુરભાઈ ઉપર ઊંડી અસર થઈ. અલબત્ત, મજૂર અને માલિકના વિભાગ મિટાવે એવી ગાંધીજીની કલ્પનાથી વાસ્તવિક પરિસ્થિતિ
Scanned by CamScanner
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦૮ પરંપરા અને પ્રગતિ
ઘણી દૂર રહેલી છે. છતાં ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે એટલા ખાતર જ મજૂરો પ્રત્યે કૂણું વલણ રાખવું એ પૂરતું નથી; પરંતુ મજૂરને મિલ પ્રત્યે મમત્વ જાગે એ માટે તેના હિતની વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને તેને કાયમની આર્થિક નિશ્ચિતતા પ્રાપ્ત થાય એ દિશામાં પ્રયત્નો કરવાની પ્રેરણા તેમને આ પ્રસંગથી મળી. ગાંધીજીનું સ્વપ્નું તો તેમની નિકટતાનો દાવો કરનાર ઘનશ્યામદાસ બિરલા, અંબાલાલ સારાભાઈ કે કસ્તૂરભાઈએ ત્રણ ઉદ્યોગપતિમાંથી એકે સિદ્ધ કરી શકયા નથી. પરંતુ અન્યની અપેક્ષાએ મજૂરો પ્રત્યે માનવતાભર્યો વ્યવહાર કરવાનું વલણ તેમનામાં જોવા મળે છે એને ગાંધીજીના સાન્નિધ્યની પરોક્ષ અસર ગણી શકાય.
જૂની પરંપરા મુજબ પોતાના માણસો પ્રત્યે કુટુંબભાવ રાખવાનું વલણ કસ્તૂરભાઈમાં પ્રથમથી છે. મિલમાં કામ કરતા તમામ કર્મચારીઓનાં સુખદુ:ખમાં ભાગ લેવો, સારેમાઠે પ્રસંગે તેમને પડખે ઊભા રહેવું, એક વાર નોકરીમાં રાખ્યા પછી સામાન્ય રીતે છૂટો નહીં કરવો અને નિવૃત્તિ બાદ તેને આજીવિકા પૂરતું રક્ષણ મળે તેવી જોગવાઈ કરવી એ તેમના વહીવટની વિશિષ્ટતા છે. આત્મીયતા દર્શાવતી તેમની આ નીતિને કારણે કસ્તૂરભાઈને ત્યાં બીજાને મુકાબલે ઓછો પગાર મળતો હોવા છતાં ઘણા માણસો ત્યાં નોકરી કરવાનું વધુ પસંદ કરે છે. ટીપ
૧. અસાજી, પૃ. ૮૦.૨. ૭૫-૭૬. ૪. અસાજી, પૃ. ૭૮. ૭. અસાજી, પૃ. ૭૯-૮૦. ૧૧. ગાં, ૩૬, ૩૪૩,
૮.
અસાજી, પૃ. ૭૪-૭૬. ૫. KD, p.
9.
સાજી, ગુ. ૮૨.
૯.
૩. સાજી, મુ.
૬. KD, p. 14.
૧૦. કપ.
મમુ.
Scanned by CamScanner
Page #135
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રીય રંગપીઠ પર
ગાંધીજીએ સ્વદેશીની હિલચાલ શરૂ કરેલી તેના અંગરૂપે વિદેશી માલના બહિષ્કારનું આંદોલન પણ ચાલ્યું હતું. દેશમાં બ્રિટિશ કાપડ જેટલું હોય તેટલું કાં તો પરદેશ મોકલી દેવું અથવા તો બાળી દેવું એવો આદેશ તેમણે આપેલો. તેને પરિણામે દેશમાં ઠેરઠેર વિદેશી માલની હોળી થવા લાગી હતી.
આ રીતે પરદેશી કાપડનો નાશ થવાથી કાપડની ખેંચ ઊભી થાય તેનો લાભ મિલવાળા કાપડના ભાવ વધારીને ન ઉઠાવે તે જોવાનું હતું. આને માટે ચર્ચા કરવા સારુ ગાંધીજીએ કસ્તૂરભાઈને બોલાવ્યા. તેમણે કહ્યું:
વિદેશીનો બહિષ્કાર થાય તેને લીધે દેશી કાપડના ભાવ વધવા જોઈએ નહીં, પણ સ્થિર રહેવા જોઈએ.”
રૂ જો વાજબી ભાવે મળે અને તેના ભાવ સ્થિર રહે તો જ એ બની શકે. રૂના ભાવનો આધાર અમેરિકન રૂના ભાવ પર હોવાથી અહીંયાં દરરોજ રૂના . ભાવ બદલાતા રહે છે એટલે દેશી મિલના કાપડના ભાવ સ્થિર રાખવાનું મુશ્કેલ હોય છે.” કસ્તૂરભાઈએ સમજાવ્યું.
આ પ્રશ્ન અહીં જ અટક્યો. સદ્ભાગ્યે આ ગાળામાં મિલોના કાપડનો ભાવ ખાસ વધ્યો નહીં. એટલે દેશની મિલોના માલિકો પર તે અંગે અપવાદ આવતો અટક્યો.
અહીંથી વિદેશી કાપડને બીજા કોઈ દેશમાં નિકાસ કરી શકાય કે નહીં?”
Scanned by CamScanner
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પરંપરા અને પ્રગતિ
ગાંધીજીએ પૂછયું.
“પચાસ ટકા કાપડ નિકાસ થઈ શકે. કેમ કે ધોતી અને સાડીનો પહેરવેશ બીજા દેશોમાં હોતો નથી એટલે તે સિવાયનો બાકીના પચાસ ટકા જેટલો માલ જ પરદેશમાં ખપવાની આશા રાખી શકાય.”' કસ્તૂરભાઈએ કહ્યું.
ગાંધીજીને આ દલીલ જી નહીં. તેમણે વિદેશી માલના બહિષ્કારની ઝુંબેશ એવા જુસ્સાથી ઉઠાવી કે દોઢસો કરોડ વાર જેટલું બ્રિટિશ કાપડ અહીં આયાત થતું હતું તે ઘટીને એક જ વર્ષમાં ૩૩ કરોડ જેટલું થઈ ગયું! બ્રિટનને માટે આ જબરો આર્થિક ફટકો હતો. બ્રિટનને હંફાવવાનો આ એક મુખ્ય મોરચો હતો. એટલે રાજદ્વારી નેતાઓએ ખાદીનાં કપડાં વાપરવાનો જોરદાર પ્રચાર કર્યો.
આ પ્રવૃત્તિને અનુષંગે અમદાવાદના મિલમાલિકોએ સ્વદેશી સભાની રચના કરી. આ સભાના સભ્યોએ કેવળ ભારતમાં ઉત્પન્ન થયેલી વસ્તુઓ વાપરવાનું વ્રત લેવું પડતું. સ્વદેશી સૂતર અને સ્ટોર ઉપલબ્ધ હોય છતાં તેને સ્થાને વિદેશી વાપરે તેનો મોટો દંડ કરવાનું ઠરાવ્યું હતું.
કેટલીક મિલોમાં વિદેશી માલનો ઉપયોગ થતો માલૂમ પડતાં તેમનો દંડ પણ કરવામાં આવેલો. સ્વદેશી સભાને કોંગ્રેસની સ્વીકૃતિ પ્રાપ્ત થાય તે માટે કસ્તૂરભાઈ ઈંતેજાર હતા. અમદાવાદમાં સ્થપાયેલી આ સ્વદેશી સભામાં જોડાવા માટે મુંબઈના મિલમાલિકો ઘણા આતુર હતા; પરંતુ સ્તૂરભાઈએ સાવધાનીપૂર્વક તેમને દૂર રાખ્યા હતા. મુંબઈની અમુક મિલોના માલિકો બ્રિટિશ હતા અને તેમાં એકરાગનું વાતાવરણ ન હતું.
એ વખતે કોંગ્રેસના પ્રમુખ પંડિત મોતીલાલ નેહરુ હતા. સ્વદેશી સભા અંગે તેમને મળવા માટે કસ્તૂરભાઈ મુંબઈ ગયા. શંકરલાલ બેંકરને આની જાણ થતાં તેઓ પણ મુંબઈ ગયા.
કસ્તૂરભાઈએ સ્વદેશી સભાનો ઇતિહાસ આપ્યો અને કહયું: “ોંગ્રેસે સ્વદેશી સભાને માન્ય સંસ્થા તરીકે અપનાવવી જોઈએ.”
સ્વદેશી સભાના મોટા ભાગના સભ્યો મિલમાલિકો છે, એટલે જો તમે એને કેંગ્રેસની માન્ય સંસ્થા તરીકે સ્વીકૃતિ આપશો તો કેંગ્રેસે પુરસ્કારેલી ખાદી-પ્રવૃત્તિને હાનિ પહોંચશે.” શંકરલાલ બેંકરે મોતીલાલજીને કહ્યું. ગાંધીજી એ વખતે જેલમાં હતા.
Scanned by CamScanner
Page #137
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રીય રંગપીઠ પર ૧૧૧
બંનેને સાંભળ્યા બાદ મોતીલાલજીએ કસ્તૂરભાઈને કહ્યું: “તમે અમદાવાદમાં સ્થાપેલી સ્વદેશી સભાને કોંગ્રેસ વિધિસર સ્વીકૃતિ
આપશે.”
“અરે, અરે, આપ આ શું કરો છો? આપના આ પગલાથી ગાંધીજીને કેવું લાગશે તેનો તો વિચાર કરો.” શંકરલાલ બૅંકર અકળાઈને બોલ્યા. “કોંગ્રેસનો પ્રમુખ હું છું; ગાંધીજી નથી.” મોતીલાલજીએ હોઠ બીડીને જવાબ આપ્યો.
શંકરલાલની આંખમાં આંસુ હતાં.
પછીથી આ પ્રશ્ન અંગે ગાંધીજી અને મોતીલાલજી વચ્ચે લાંબો પત્રવ્યવહાર ચાલ્યો. કોંગ્રેસમાં પણ સ્વદેશી સભા વિશે લાંબી ચર્ચા ચાલી. સ્વદેશી સભાના ઓઠા નીચે કેટલીક મિલોએ જાડું કાપડ ઉત્પન્ન કરીને ખાદીને નામે વેચવાની ચેષ્ટા પણ કરી હતી. તેનાથી ગાંધીજીને ઘણું દુ:ખ થયું. છેવટે તેમણે વિદેશી માલના બહિષ્કારમાં ખાદીને અપનાવવાની વાત જ આગળ કરવાનો આગ્રહ રાખ્યો હતો.
૧૯૨૭ના જુલાઈમાં ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ભારે રેલ આવી હતી, જ્યાં દર વર્ષે સરેરાશ ત્રીસ ઇંચ વરસાદ થતો ત્યાં એક અઠવાડિયામાં જ બાંતેર ઈંચ વરસાદ પડચો. મકાનો, રસ્તા અને પાકને પુષ્કળ નુકસાન પહોંચ્યું હતું. એકલા અમદાવાદ શહેરમાં બે હજારથી વધુ ઘરો પડી ગયાં હતાં. હજારો લોકો ઘરબાર વગરના બની, માલમિલકત છોડીને, જાન બચાવવા પહે લૂગડે નીકળી પડ્યા હતા. મજૂર અને ગરીબ વર્ગના લત્તા તો પાણીમાં ડૂબી ગયા હતા. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયેલી તારાજીનો જોટો આગલાં પચાસ વર્ષમાં જડે તેમ નહોતો.
સરદાર વલ્લભભાઈ એ વખતે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. વરસાદની હેલીથી થતા નુકસાનનો વિચાર આવતાં અડધી રાતે તેઓ પોતાને ઘેરથી ચાલતા ચાલતા મ્યુનિસિપલ એન્જિનિયરને ઘેર પહોંચ્યા. તેમને જગાડીને તેમની દ્વારા કામદારોને એકત્ર કર્યા અને ભરાઈ ગયેલાં પાણીનો રસ્તો સાફ કરાવ્યો. ત્રણ દિવસ અને ત્રણ રાત ખડે પગે રહીને સરદારે શહેરમાં રાહતનું કામ સંગઠિત કર્યું.
Scanned by CamScanner
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પરંપરા અને પ્રગતિ
પરંતુ ખરું કામ ગામડાંઓને સહાય પહોંચાડવાનું હતું. અનાજ, કપડાં અને ઘર ઊભાં કરવાં માટે લાખો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાનું હતું. તેમણે કસ્તુરભાઈનો સંપર્ક સાધીને રાહતની યોજના ઘડી કાઢી.
“રાહતની ઝોળીમાં તમે કેટલા આપશો?” સરદારે કસ્તૂરભાઈને સીધો સવાલ કર્યો.
“મારા ભાઈઓ અને હું મળીને પચીસ હજાર આપીશું.” “કેટલી તારાજી થઈ છે તેનો ખ્યાલ છે?” વલ્લભભાઈએ પૂછયું. “છે તો ઘણી ગંભીર પરિસ્થિતિ.” “તમારે એક લાખ રૂપિયા આપવા પડશે.” “પહેલાં મંગળદાસ શેઠને મળીએ.” કસ્તુરભાઈએ કહ્યું.
બંને મંગળદાસ શેઠને ઘેર ગયા. સરદારે રેલથી થયેલ નુક્સાનનો ચિતાર આપ્યો અને કહ્યું: “તમારે દરેકે એકેક લાખ રૂપિયા આપવા પડશે. તમે, મફતલાલ શેઠ, અંબાલાલ સારાભાઈ અને કસ્તુરભાઈએ.”
મંગળદાસ શેઠે મગનું નામ મરી પાડ્યા વિના કહ્યું: “વિચાર કરી જોઉં. બે દિવસ પછી આવજો.”
પછીના સોમવારે બંને મિત્રો ફરીથી મંગળદાસને ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે વિગતે વિચાર કરી રાખ્યો હતો.
“જુઓ,” તેમણે કહ્યું, “અમે દરેક જણ પચીસ હજાર ફાળા તરીકે આપીએ અને પચાસ હજાર વ્યાજમુક્ત લોન તરીકે આપીએ. તેમાંથી બેઘર બનેલા લોકોને ઘર બાંધવા માટે લોન આપી શકાય.”
“ભલે.” સરદારને સંતોષ થયો.
“મફતલાલ શેઠની રકમ હું મેળવી આપીશ ને અંબાલાલ સારાભાઈ પાસેથી કસ્તૂરભાઈ ઉઘરાવી લે.” મંગળદાસે કહ્યું. અંબાલાલ શેઠ એ વખતે શિલોંગ હવા ખાવા માટે ગયા હતા.
કસ્તૂરભાઈના જેવો મંગળદાસ શેઠને ફાળો ઉઘરાવવાનો અનુભવ નહોતો. છતાં આ પ્રસંગે સરદાર અને કસ્તૂરભાઈની સાથે કેટલાક અગ્રગણ્ય ધનિકોને ત્યાં એ કામ માટે તેઓ ફર્યા હતા. '
શેઠશ્રી મોતીલાલ હીરાભાઈને ત્યાં એક સાંજે ત્રિપુટી પહોંચી. વયોવૃદ્ધ
Scanned by CamScanner
Page #139
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રીય રંગપીઠ પર ૧૧૩
શેઠે તેમને ઉમળકાભેર આવકાર આપ્યો. તેમના હાથમાં શેતરંજી હતી તે બતાવતાં બોલ્યા :
“આ શેતરંજી હમણાં જ ખરીદી. શી કિંમત હશે, કહો જોઈએ?” ઝીણી આંખ કરીને શેઠે કસ્તૂરભાઈને પૂછ્યું.
“ખબર નથી. પચાસ આપ્યા?” કસ્તૂરભાઈએ કહ્યું.
“અરે, પચાસ હોય ? પંદર આપ્યા.” ડોસાના મુખ પર વિજયનું સ્મિત
હતું.
વલ્લભભાઈ અને કસ્તૂરભાઈ તો તેમની વાતથી ડઘાઈ જ ગયા. તેમને થયું: પંદર રૂપિયાની શેતરંજી ખરીદનાર કેટલું આપવાના હતા? સરદારે રેલથી થયેલી ખરાબીની વિગતો આપીને આગમનનો હેતુ સમજાવ્યો. જરા પણ આનાકાની વગર મોતીલાલ શેઠે પંદર હજાર ફાળામાં અને પાંત્રીસ હજાર લોન તરીકે આપ્યા. સરદાર અને કસ્તૂરભાઈની ગણતરી ખોટી પડી. પોતાને માટે કરકસર કરનારનું હ્રદય દુખિયાંને માટે કેટલું ઉદાર થઈ શકે છે!
“આનું નામ માણસાઈ.” સરદાર બોલ્યા.
થોડા દિવસ પછી અંબાલાલ સારાભાઈ અમદાવાદ આવ્યા. કસ્તૂરભાઈએ તેમને વિગતવાર યોજના સમજાવી.
“મારે મારા મજૂરોને માટે મોટી રકમ આપવાની છે એટલે દિલગીર છું, તમે નક્કી કરેલી રકમ નહીં અપાય.” અંબાલાલ સારાભાઈએ કહ્યું.
તેમણે દસ હજાર રૂપિયા આપ્યા.
“He has always been unpredictable." કસ્તૂરભાઈ સ્વગત બોલ્યા.પ
દસ લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર થયું. તેને માટે સંકટ રાહત સમિતિની રચના કરવામાં આવી. તેના મંત્રી તરીકે દાદાસાહેબ માવળંકર અને કસ્તૂરભાઈ લાલભાઈ હતા. આ સિમિત તરફથી જેમની જમીન ધોવાઈ ગઈ હતી તેમને જમીન સરખી કરાવી આપીને બી વગેરેની જરૂરી સગવડ કરી આપવામાં આવી. મકાન માટેની લોનના કરારપત્ર તૈયાર કરીને દાદાસાહેબે ગામડાંમાં લોનની રકમો વહેંચવાની વ્યવસ્થા ઊભી કરી હતી. લોનનાં નાણાં દસ વર્ષ સુધી હપતે હપતે પાછાં મેળવવાનાં હતાં.
Scanned by CamScanner
Page #140
--------------------------------------------------------------------------
________________
પરંપરા અને પ્રગતિ
પ્રજાની પાસેથી રાહત માટેનું ભંડોળ એકઠું કરવાની સાથે સરદારે મુંબઈ સરકાર પાસેથી પણ તેના દુષ્કાળ રાહત નિધિમાંથી મદદ મેળવી હતી. તે વખતના નાણામંત્રી સર ચુનીલાલ મહેતા દ્વારા ગુજરાત-સૌરાષ્ટ્ર માટે તેમણે એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયા મંજૂર કરાવ્યા હતા. કસ્તૂરભાઈએ આ વખતે કસાયેલા કાર્યકર તરીકે સરદારની પડખે રહીને રાહતનાં વિવિધ કેન્દ્રોનું સંકલન સમર્થ રીતે કરી બતાવ્યું હતું.
૧૧૪
૧૯૨૭માં અમદાવાદ મ્યુનિસિપાલિટીની નવી ચૂંટણી થઈ. તેમાં અંબાલાલ સારાભાઈ તથા કસ્તૂરભાઈને સરકારે નિયુક્ત કર્યા. અંબાલાલ સારાભાઈએ અલગ પક્ષ ઊભો કરેલો તેમાં વકીલ દોલતરામ, મણિલાલ ચતુરભાઈ તથા ડૉ. ટંકારિયા વગેરે હતા. વલ્લભભાઈ પ્રમુખ હતા. તેમના ટેકેદારોમાંથી કેટલાક અંબાલાલને પક્ષે જતાં વલ્લભભાઈની બહુમતીને અસર થયેલી. મ્યુનિસિપાલિટીના ચીફ ઑફિસર ભગતના પ્રકરણમાં અંબાલાલ સારાભાઈ અને વલ્લભભાઈ વચ્ચે ઉગ્ર મતભેદ પ્રગટ થયો. આ વિવાદને કારણે ધર્મસંકટમાં મુકાયેલા કસ્તૂરભાઈએ બોર્ડના સભ્યપદેથી રાજીનામું આપ્યું. છેવટે એક વધુ મતથી મ્યુનિસિપાલિટીના ચીફ ઑફિસર તરીકે ભગતને રાખવાનો ઠરાવ પસાર થયો એટલે સરદારે પ્રમુખપદેથી રાજીનામું આપ્યું.
પહેલાં બારડોલી સત્યાગ્રહના ને પછી દેશભરના સ્વાતંત્ર્યયુદ્ધના સરદાર થવા માટે વલ્લભભાઈને વાસ્તે કદાચ એ ઈશ્વરી સંકેત હશે.
પંડિત મોતીલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ અને દાદાસાહેબ માવળંકર જેવા નેતાઓ સાથેના ગાઢ સંબંધને કારણે કસ્તૂરભાઈ રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં દિનપ્રતિદિન સક્રિય રસ લેતા જતા હતા. ગાંધીજીના પણ વિશ્વાસનું પાત્ર બની ગયા હતા. તા. ૨૦-૪-૨૮ના રોજ તેઓ કસ્તૂરભાઈને ઍન્ડ્રૂઝને અમેરિકા જવા માટેના ખર્ચનો પ્રબંધ કરવા સારુ પત્ર લખે છે. ટિળક સ્વરાજ ફંડનાં નાણાં મિલમાલિકોએ ભરેલાં તેના વહીવટમાં ‘મારી પણ સલાહ લેવી એવી શરત છે’ એમ કહીને ગાંધીજી તે નાણાંનો મજૂરોને માટે ઉપયોગ કરાવવા સારુ મિલમાલિકોની સભા ભરવા કસ્તૂરભાઈ, મંગળદાસ અને ગોરધનભાઈને સંયુક્ત રીતે સંબોધેલા તા. ૪-૩-૩૦ના પત્રમાં જણાવે છે. સાથે સાથે પોતાને ૧૧ માર્ચથી જેલપ્રયાણ કરવાનું બનવાનો સંભવ પણ નિર્દેશે છે. તા. ૭-૩-૩૦ના રોજ
Scanned by CamScanner
Page #141
--------------------------------------------------------------------------
________________
Ing der Kastinbhai.
RETREAT, SHAHIBAG.
AHMEDABAD.
25.3.28
Thanks. In the back
and
from the Nobrow by 4.30pm. fired to your
will
Lones.
So
Jon Smart Monlal war
શ્રી મોતીલાલ નેહરુને શ્રી કસ્તૂરભાઈ પરનો પત્ર જુઓ પૃ. ૧૧૪
Scanned by CamScanner
Page #142
--------------------------------------------------------------------------
________________
my dear Kaslundhar,
систему понад ля
لماء
Anand Bhawsan
20710
We have fixa 9.30
parbatly be more convenient to ровала
will
shall and auther
This also how will
all parte.
for therefer king come by 9.30? of sm with be in ample time. I
at 9.20 m
ля
car
a.m
for the.
શ્રી જવાહરલાલ નેહરુનો શ્રી કસ્તૂરભાઈ પરનો પત્ર
Jonhandel Malay
જુઓ પૃ. ૬૯
Scanned by CamScanner
Page #143
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રીય રંગપીઠ પર
૧૧૫
તરભાઈ તેના જવાબમાં પોતાને દિલ્હી જવાનું હોઈ સભા બે દિવસ મોડી રાખવા વિનંતી કરે છે.
પછી ગાંધીજી દાંડીકૂચ કરે છે. કસ્તૂરભાઈ ગાંધીજીને માર્ચના છેલ્લા . અઠવાડિયામાં નીચે મુજબ પત્ર લખે છે:
પૂજ્ય મહાત્માજી,
- અમદાવાદના લગભગ બધા જ મિલ એજન્ટોએ આપના પ્રત્યેનો પૂજ્યભાવ દર્શાવવા અને આપને વંદન કરવા તા. ૧લી એપ્રિલે સરત આવવા નક્કી કર્યું છે. અમારી ટ્રેન અત્રેથી સાત વાગ્યે ઊપડી અગિયાર વાગ્યે સુરત પહોંચશે. બપોરે બે અને ચાર વાગ્યાની વચ્ચે આપની પાસે છાપરાભાર આવી પહોંચીશું. તો આશા છે કે તે સમયે અમારી આપની પ્રત્યેની લાગણી પ્રદર્શિત કરવાની તક આપશો.
સેવક
કસ્તૂરભાઈનાં વંદન ગાંધીજી તા. ૩૧-૩-૩૦ના રોજ તેનો જવાબ લખે છે: ભાઈ કસ્તૂરભાઈ,૧૧
તમારા પત્રને સારુ આભારી થયો છું. સહુ ભાઈઓ જરૂર પધારશો. આપણે સુખદુ:ખની વાતો કરશું.
મોહનદાસના વં. મા. સ્પેશિયલ ટ્રેનમાં અમદાવાદના બધા જ મિલ એજન્ટો ગાંધીજીને મળવા ગયા તેની વિગતવાર નોંધ દેશ-પરદેશનાં અખબારોએ લીધી હતી. સ્વદેશી સભાએ અમદાવાદના વેપારીઓ પાસે પડેલું પરદેશી કાપડ લઈ લેવાનો ઠરાવ કરેલો તેનો અમલ કરવામાં વિલંબ થાય છે એ ભયંકર છે એમ મને લાગે છે એમ તા. ૩૦-૫-૩૧ના રોજ કસ્તુરભાઈ પરના પત્રમાં ગાંધીજી લખે છે અને તેનો ઝટ નિકાલ કરવા તેમને તેઓ આગ્રહપૂર્વક જણાવે છે.
બીજે જ દિવસે કસ્તુરભાઈ લખે છે કે “આ પ્રશ્નનો નિકાલ જેમ બને તેમ જલદી કરવા મારાથી બનતો પ્રયત્ન જરૂર કરીશ.” એ જ રીતે વિદેશી માલ પરદેશ મોકલવાની કંપનીમાં અમદાવાદ તરફથી બહુ થોડાં જ નામ ભરાયેલાં
Scanned by CamScanner
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પરંપરા અને પ્રગતિ
તે અંગે ગાંધીજી કસ્તુરભાઈને ફરિયાદ કરે છે અને તમારા શેર ભરાઈ ચુક્યા છે એ બસ નથી' એમ તા. ૨૬-૭-૩૧ના પત્રમાં લખીને તે અંગે સક્રિય થવા જણાવે છે.૧૨
ગાંધીજીના ઐતિહાસિક ઉપવાસ વખતે માતાની માંદગીને કારણે કસ્તુરભાઈ રૂબરૂ જઈ શકતા નથી. પરંતુ તા. ૨૬-૯-૩રના પત્ર દ્વારા તેમની તબિયતના સમાચાર પુછાવે છે કે હવે તો વડા પ્રધાન સત્વર નિર્ણય આપી દે અને આપે પારણું કર્યું છે તે જાણવા આતુરતા વ્યક્ત કરે છે. ગાંધીજી જેલમાંથી મોહિનાબાની તબિયતના સમાચાર પુછાવે છે ને પછી (૧૯-૧૨-૩રના રોજ) મોહિનાબાના અવસાન અંગે આશ્વાસનનો તાર કરે છે.૧૩
પછી ૧૯૩૪-૩૫-૩૬નાં વર્ષોમાં મજૂરોના પગારકાપ વિશે મિલમાલિક મંડળે કરેલા ઠરાવ અંગે બંને વચ્ચે લાંબો પત્રવ્યવહાર ચાલે છે. ગાંધીજીના અવસાન સુધી તેમનો કસ્તૂરભાઈ સાથે પત્રવ્યવહાર તેમ જ અવારનવાર રૂબરૂ મુલાકાતથી સંબંધ ચાલુ રહ્યો હતો.
દાંડીકૂચ પછી ગાંધીજી સત્યાગ્રહાશ્રમમાં પાછા આવેલા નહીં. પણ સત્યાગ્રહ પછી અમદાવાદ આવ્યા ત્યારે રણછોડલાલ શોધનના બંગલે ઊતર્યા હતા. તે વખતે તેમના જાણવામાં આવ્યું કે ત્રીસની લડત દરમ્યાન અમુક ટ્રસ્ટનાં નાણાં ખરચી નાખવામાં આવ્યાં છે. ટ્રસ્ટનાં નાણાં કસ્તૂરભાઈ પાસે રહેતાં હતાં. એટલે તેમણે કસ્તૂરભાઈને તાબડતોબ પત્ર લખીને બોલાવ્યા. એ વખતે કસ્તૂરભાઈ દક્ષિણના પ્રવાસમાં હતા. મલબાર કિનારા પરનાં સ્થળોએ પત્ની અને દલાલની સાથે બજારોનું નિરીક્ષણ કરતા ફરતા હતા. ગાંધીજીનો પત્ર આવતાં પ્રવાસ ટૂંકાવીને તેઓ અમદાવાદ પાછા ફર્યા. ગાંધીજીને મળવા ગયા કે તરત જ તેમણે પ્રશ્ન કર્યો:
“કોંગ્રેસની લડત દરમ્યાન ટ્રસ્ટનાં નાણાં ખર્ચાઈ ગયાં છે તે વાત સાચી?” “હા, જી.” /
“તમે જાણો છો ને કે ટ્રસ્ટનાં નાણાં જે હેતુ માટે ટ્રસ્ટ કર્યું હોય તેનાથી બીજા હેતુ માટે ન વાપરી શકાય?”
“હા, જી. મને દાદાસાહેબે કહ્યું એટલે નાણાં આપ્યાં. સત્યાગ્રહમાં જોડાયેલા માણસોનાં કુટુંબોની સંભાળ માટે કોંગ્રેસ તરફથી એ નાણાં વાપરવામાં
Scanned by CamScanner
Page #145
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રીય રંગપીઠ પર
૧૧૭
આવ્યાં છે. કોંગ્રેસ પાસે કશી મૂડી નથી એ તો આપ જાણો છો.” કસ્તુરભાઈએ
ખુલાસો કર્યો.
“એ ગમે તેમ હોય. ટ્રસ્ટનાં નાણાં તેને માટે ન વપરાય. તમારે એ નાણાં
ટ્રસ્ટમાં પાછાં મૂકી દેવાં પડશે.”
સ્તરભાઈ કે દાદાસાહેબની પાસે આનો કોઈ જવાબ નહોતો. દાદાસાહેબ બહારગામ હતા. તે આવ્યા કે તરત જ કસ્તૂરભાઈએ ખર્ચાયેલાં નાણાં ટ્રસ્ટમાં
ભરી દીધાં.૧૪
આ વર્ષો દરમ્યાન કસ્તૂરભાઈનું નામ રાષ્ટ્રીય નેતાઓ સાથે એટલું બધું બોલાતું હતું કે પરદેશી સરકારની કરડી નજર તેમના પર થયા વિના રહી નહીં. તેમની પાનકોર નાકા પરની પેઢી પર પોલીસે દરોડો પાડયો. એ જ દિવસોમાં દિલહીથી લાલા શ્રીરામનો ટેલિફોન દ્વારા સંદેશો આવ્યો કે “તમારી ધરપકડ થવાની વકી છે, તૈયાર રહેજો.”૧૫ પોલીસને કસ્તૂરભાઈની પેઢીમાંથી કશું વાંધાજનક સાહિત્ય મળ્યું નહીં એટલે તેમની સામે કશું થઈ શક્યું નહીં.
૧૯૪૨ના ઑગસ્ટની નવમી તારીખે મુંબઈના ગોવાલિયા ટેકના મેદાન પર ભરાયેલ કોંગ્રેસ મહાસમિતિએ વિદેશી સરકારને ખુલ્લો પડકાર કરતો ‘હિંદ છોડો'નો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. તે દિવસે કસ્તૂરભાઈ મુંબઈમાં હતા. મજૂર મહાજન સંઘના પ્રધાન મંત્રી ખંડુભાઈ દેસાઈ પણ ત્યાં હતા. બને તે જ રાત્રે ગુજરાત મેલમાં એક જ ડબ્બામાં મુસાફરી કરતા હતા. બીજે દિવસે નેતાઓની ધરપકડ થતાં દેશનું વાતાવરણ ઉગ્ર બનશે એ બંને જાણતા હતા. અમદાવાદમાં મિલમજૂરો હડતાળ પાડશે તો મામલો ગંભીર બનશે અને કોઈ એકાદ અગ્રણીને માથે સરકાર દોષ ઢોળશે એમ ચર્ચા કરતાં બંનેને લાગ્યું. એટલે નક્કી કર્યું કે મજૂરોને તેમના વતનમાં મોકલી દેવા, જેથી ન તો મિલોને માથે જવાબદારી આવે કે ન તો મજૂર મહાજનને માથે. સૌથી સારો, સલામત અને વ્યવહારુ રસ્તો અપનાવવાનું આમ આ બે અગ્રણીઓએ પ્રવાસ દરમ્યાન જ નક્કી કરી લીધું.
બીજે દિવસે સવારે કસ્તૂરભાઈ ઘેર પહોંચ્યા કે થોડી વારમાં અંબાલાલ સારાભાઈ તેમને મળવા આવ્યા. તેમણે કહ્યું:
“નેતાઓની ધરપકડના વિરોધમાં મજૂરો ત્રણ દિવસની હડતાળ
Scanned by CamScanner
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પરંપરા અને પ્રગતિ
પાડવાના છે.”
જુઓ તો ખરા, શું થાય છે તે.” “કેમ એમ કહો છો?” કસ્તૂરભાઈએ પોતે ખંડુભાઈ સાથે કરેલી મસલતથી તેમને વાકેફ કર્યા ૧૬
કારીગરો વતનમાં ચાલ્યા જતાં બધી જ મિલો આપોઆપ બંધ થઈ ગઈ. મજૂર અને માલિકનો આ પ્રકારનો સહકાર અભૂતપૂર્વ હતો. અમદાવાદની મિલોના એક લાખ કામદારોની આ ઐતિહાસિક હડતાળે દુનિયા આખીનું ધ્યાન ખેંચાયું. બીજા વિશ્વયુદ્ધ ચાલતું હતું. તેને માટે જરૂરી કાપડના ઉત્પાદનને ત્રણ માસ ચાલેલી આ હડતાળે મોટો ફટકો આપ્યો. કોઈ જાતની ધાંધલધમાલ વગર, લોહીનું એક બુંદ પણ પાડ્યા વગર, કોઈ એક વ્યક્તિને માથે જવાબદારી મૂક્યા વગર આટલી મોટી સંખ્યાના કારીગરોની હડતાળ આટલા લાંબા વખત સુધી પડે તે અમદાવાદમાં જ બની શકે. તેની પરંપરામાં પડેલી કોઠાસૂઝ અને વ્યવહારદક્ષતાનો એ વિજય હતો.
- ત્રણ માસને અંતે કસ્તૂરભાઈને લાગ્યું કે હવે વધુ વખત હડતાળ ખેંચાય તે યોગ્ય નથી; હડતાળનો ઉદ્દેશ પાર પડી ગયો છે, એટલે મજૂરોને હવે ક્યાં સુધી ભૂખે મરવા દેવા? ખંડુભાઈ જેલમાં હતા ત્યાંથી તેમની સંમતિ મગાવી લીધી. મિલો ખોલી નાખવાની જાહેરાત થઈ. સ્થાનિક કોંગ્રેસના કેટલાક કાર્યકરોને કસ્તૂરભાઈનું એ પગલું ગમ્યું નહીં. ચાર યુવતીઓને તેમણે તેમના શાહીબાગના નિવાસસ્થાને તેમના નિર્ણયના વિરોધરૂપે ઉપવાસ કરવા મોક્લી. કસ્તૂરભાઈ મક્કમ હતા. ઉપવાસ કરવા આવેલી બહેનોને તેમણે શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે માની નહીં. મિલો ઊઘડી ગઈ. તે પછી ચાર દિવસે કંટાળીને ચારે બહેનો ચાલી ગઈ.૧૭
પોતાની મર્યાદામાં રહીને પણ, રાષ્ટ્રીય રંગપીઠ પર ચાલતા સત્કાર્યને કસ્તૂરભાઈએ હિંમત, દઢતા અને ઊંડી કર્તવ્યબુદ્ધિથી પ્રોત્સાહન આપ્યું હતું, એટલું જ નહિ, તેને આગળ ધપાવવામાં સક્રિય પુરુષાર્થ પણ કર્યો હતો.
ટીપ ૧.KD, p. 11. ૨. KD, p. 19. ૩. આને અંગે ગાંધીજીએ કરેલાં લખાણો માટે જુઓ ગાંઅ, ૩૬, લેખક્રમાંક ૧૨૦, ૧૫૬, ૧૬૯, ૧૯૭,
Scanned by CamScanner
Page #147
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રીય રંગપીઠ પર ૧૧૯
૦૦, ૨૧૮, ૨૨૧, ૨૫૬, ૨૫૯, ૨૮૬, ૩૧૨. છેલ્લા લેખમાંના ગાંધીજીના કરા શબ્દો આ સંદર્ભમાં યાદ રાખવા જેવા છે: “હવે એ દેખીતી રીતે સ્પષ્ટ
ય છે કે મિલમાલિકો કોંગ્રેસ સાથે કંઈક સોદો કરવા માગતા હતા.
આ નિષ્ફળ ગયેલી વાટાઘાટોથી મને દુ:ખ થતું નથી. તેનાથી તો વાતાવરણ ચોખ્ખું થયું છે.” (તા. ૨૪-૪-૨૮ના રોજ જવાહરલાલ નેહરુને લખેલો પત્રો. ૪. સવ-૧, પૃ. ૩૭૧-૩૭૨. ૫. KD, pp. 12–13. ૬. સવ-૧, ૫.૩૭૧-૩૮૬. ૭. અદી, પૃ. ૪૪. ૮. સવ-૧, પૃ. ૩૬૬. તા. ૧૮-૪-૨૮ની જનરલ બોર્ડની સભામાં શેઠ અંબાલાલ સારાભાઈના નીચેના ઠરાવથી વલ્લભભાઈનું પ્રમુખ તરીકેનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું: “પ્રમુખનું રાજીનામું બહુ દિલગીરી સાથે સ્વીકારતાં બોર્ડ તેમને ખાતરી આપે છે કે બોર્ડનો વિશ્વાસ તેઓ ધરાવે છે. વળી પોતાની કારકિર્દી દરમિયાન આ મ્યુનિસિપાલિટીની
જે ભારે સેવાઓ તેમણે કરી છે તેની આ બોર્ડ કદર કરે છે.” ૯. કઅપ. ૧૦.કઅપ. ૧૧.કઅપ. ૧૨.કઅપ. ૧૩.કઅપ. ૧૪.KD, pp. 21-22. ૧૫.KD, p. 22. ૧૬. KD, pp. 32-33. ૧૭. KD, p. 33.
Scanned by CamScanner
Page #148
--------------------------------------------------------------------------
________________
સ્વરાજપ્રાપ્તિ પછી—
પીઢ ઉદ્યોગપતિ અને કુશળ વિષ્ટિકાર તરીકે સ્તૂરભાઈની ખ્યાતિ સ્વરાજ આવતાં પહેલાં દેશભરમાં ફેલાયેલી હતી. વાણિજ્ય અને ઉદ્યોગનાં ક્ષેત્રોની તેમની સિદ્ધિઓથી પ્રભાવિત થઈને વિદેશી હકૂમતે અનેક વખત અટપટા પ્રશ્નોના ઉકેલ માટે તેમની સેવાઓ માગી હતી તેમ, સ્વરાજ આવ્યા પછી પણ વિવિધ દેશો સાથેના આર્થિક ને ઔદ્યોગિક વ્યવહારોના સંદર્ભમાં અનેક પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ તેમને સોંપીને ભારત સરકારે તેમની શક્તિઓનો રાષ્ટ્રહિતાર્થે ઉપયોગ કર્યો હતો.
સ્વરાજપ્રાપ્તિ વખતે ભારતનું વિભાજન થવાને કારણે કરાંચી બંદર પાકિસ્તાનને ભાગે ગયું હતું. એટલે ઉત્તર ભારતને ઉપયોગી નીવડે એવું એક મોટું બંદર નક્કી કરવાની સ્વતંત્ર ભારતની સરકારને તાત્કાલિક જરૂર હતી. ડૉ. જહોન મથાઈ પરિવહન મંત્રી હતા. સરદાર વલ્લભભાઈ ગૃહમંત્રી હોવાથી આ વિષયમાં તેમની પણ સંમતિ જરૂરની હતી. ડો. મથાઈએ બંદર પસંદગી સમિતિના અધ્યક્ષપદ માટે નલિનીરંજન સરકાર, સર ચુનીલાલ મહેતા અને બીજા બે-ત્રણ અગ્રણીઓનાં નામ મૂક્યાં હતાં. સરદારે એ બધાં રદ કરીને કસ્તૂરભાઈ લાલભાઈનું નામ મૂક્યું. ડૉ. મથાઈ તેમને સારી પેઠે ઓળખતા હતા એટલે કસ્તૂરભાઈની નિયુક્તિ બંદર પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે થઈ. આ સમિતિએ પૂરતી તપાસ ર્યા પછી ભારત સરકારને બે બંદરો–એક કચ્છ ને
Scanned by CamScanner
Page #149
--------------------------------------------------------------------------
________________
Scanned by CamScanner
શ્રી કસ્તૂરભાઈ પશ્ચિમ વિભાગ બંદર સમિતિની બેઠકમાં
જુઓ પૃ. ૧૨૧
Page #150
--------------------------------------------------------------------------
________________
Scanned by CamScanner
શ્રી કસ્તૂરભાઈ ઇજિપ્તમાં કુટુંબ સાથે
Page #151
--------------------------------------------------------------------------
________________
સ્વરપ્રાપ્તિ પછી. ૧૨૧
સૌરાષ્ટ્રના કિનાશ પર ને બીજું મુંબઈ અને કોચીન વચ્ચે વિશે ભલામણ કરવાની હતી. કન્નૂરભાઈએ સમિતિના સભ્યોની યાદી પર નજર ફેરવી તો તેમાં સંરક્ષણ સેવાઓમાંથી કોઈ નહોતું. આ બાબત તેમણે સરદારનું અને ડૉ, માઈનું ધ્યાન દોર્યું એટલે મિતિ પર કમાન્ડર શંકરને મૂકવામાં આવ્યા, મિ, મૂર અને મિ, મિત્તરની નિષ્ણાત તરીકે નિયુક્તિ થઈ હતી.
સમિતિની પ્રારંભની બેઠક મુંબઈ ખાતે મળી, તેમાં કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી, બે નિષ્ણાતો બંદર તરીકે વિકાસ પામવાની શક્યતાવાળાં તમામ સ્થાનોની મુલાકાત લે અને સમિતિને પ્રત્યેકના ગુણદોષ વિશે વિગતે અહેવાલ આપે એવું ઠરાવવામાં આવ્યું. તે પ્રમાણે બંને નિષ્ણાતો છ મહિના દેશભરમાં ફર્યા ને સમિતિ સમક્ષ અહેવાલ પેશ કર્યા,
જાહેર જનતાનો અભિપ્રાય જાણવા સારુ વિવિધ સ્થળોએ જઈને જુબાનીઓ લેવાની હતી. એ ક્રમ મુજબ સમિતિએ ભાવનગરની મુલાકાત લીધી. ભાવનગર મુખ્ય બંદર તરીકે પસંદગી પામે તે માટે સ્વ. બળવંતરાય મહેતાની તીવ્ર ઇચ્છા હતી. તેમણે વિખ્યાત ઇજનેર શ્રી પંડ્યાને ખાસ વિમાન દ્રારા સમિતિ સમક્ષ જુબાની આપવા બેંગલોરથી બોલાવ્યા. ભાવનગર કાંપવાળું બંદર છે. ખંભાતના અખાતથી ભાવનગરની પેલી બાજુ બે માઇલ સુધી કાંપ જામેલો છે. ઊલટતપાસમાં આ હકીકત આગળ ધરીને શ્રી પંડ્યા પાસે કસ્તૂરભાઈએ કબૂલ કરાવ્યું કે ભાવનગર મોટા બંદર તરીકે કામ આપી શકે નહીં.
ભાવનગરથી સમિતિ જામનગર ગઈ. સમિતિના સભ્યો ત્યાં જામસાહેબના મહેમાન હતા. જામનગરની પડખે આવેલું સિક્કા મોટા બંદર તરીકે વિકસવાની ક્ષમતા ધરાવતું હતું. તેની પસંદગી રાષ્ટ્રીય બંદર તરીકે થાય એમ જામસાહેબ ઇચ્છતા હતા. પણ સિક્કાની મુશ્કેલી એક જ હતી. તેના કિનારા પાસેની જમીન દરિયાની સપાટીથી દસેક ફૂટ જેટલે નીચે ઊતરી ગયેલી હોવાથી મકાનો બાંધવા સાચુ પૂરણી કરવામાં મોટું ખર્ચ થાય તેમ હતું.
એ જોઈને સિમિત મોરબી નજીકનું નવલખી બંદર જોવા ગઈ. ત્યાંથી કંડલા પહોંચવા માટે ખાસ સ્ટીમલૉન્ચ તૈયાર હતી. ભાઈ પ્રતાપ અને બીજા કેટલાક સિંધી ગૃહસ્થો કચ્છના રાવ સાથે જમીનનો સોદો કરીને પાછા વળતા હતા. તેઓ સમિતિની સ્ટીમલૉન્ચમાં ચડયા. પણ કસ્તૂરભાઈએ તે અંગે વાંધો
Scanned by CamScanner
Page #152
--------------------------------------------------------------------------
________________
-
૧૨૨
પરંપરા અને પ્રગતિ
- -
-
- -
ઉઠાવતાં તેમને લૉન્ચમાંથી ઊતરી જવું પડયું.
બંદરની પસંદગી બાબત ચર્ચા કરવા સમિતિ મુંબઈમાં મળી. બધાં સ્થળોના ગુણદોષ તપાસ્યા પછી સર્વાનુમતે નક્કી થયું કે કંડલા બંદરને રાષ્ટ્રીય કક્ષાએ વિકસવા માટે ઘણી જ શક્યતા છે. પરંતુ કંડલા પાકિસ્તાનની નજીક હતું એટલે એ બાબત લશ્કરી સત્તાવાળાઓનો અભિપ્રાય મેળવવા કમાન્ડર શંક્રને વિનંતી કરવામાં આવી. કેટલાક દિવસ પછી સમિતિ ફરીથી મળી ત્યારે કમાન્ડર શંકરે નિવેદન કર્યું કે “લરની ત્રણે પાંખની કંડલા બંદરની પસંદગી બાબત સંપૂર્ણ સંમતિ છે. કેમ કે હાલના જમાનામાં આક્રમણ જ ઉત્તમ સંરક્ષણ મનાય છે. આ ઉપરથી સમિતિએ કંડલાને રાષ્ટ્રીય બંદર તરીકે વિકસાવવાની ભલામણ કરી.
કસ્તૂરભાઈએ સરદારને આ સ્થળની આસપાસની વીસ માઈલ જેટલી જમીનને આરક્ષિત જગા તરીકે જાહેર કરી દેવા વિનંતી કરી, જેથી તેના ઉપર સટ્ટો ખેલાય નહીં. સિંધુ સેટલમેન્ટ કોર્પોરેશને ૧૧,૦૦૦ એકર જમીન પ્રાપ્ત કરી લીધી હતી એની કસ્તૂરભાઈને એ વખતે ખબર નહોતી.
મુંબઈ અને કોચીનની વચ્ચે બીજા એક બંદરની પસંદગી કરવાની હતી. સમિતિએ તે માટે માલપી બંદર પસંદ કર્યું હતું.
સમિતિની ભલામણો મળ્યા પછી ભારત સરકારે લાગતાવળગતા પક્ષોની પરિષદ ન્યૂ દિલ્હી ખાતે બોલાવી અને તેમની સમક્ષ બંદર પસંદગી સમિતિને પોતે કરેલા નિર્ણયની યોગ્યતા સમજાવવાનું કહેવામાં આવ્યું. સમિતિએ તે પ્રમાણે કર્યું.
પછી કંડલા બંદરના વિકાસ માટે સમિતિ નીમવાનો પ્રશ્ન આવ્યો. સરદાર પટેલે તેના અધ્યક્ષ તરીકે પણ કસ્તૂરભાઈ જ કામ કરે એવો આગ્રહ રાખ્યો. બીજા સભ્યો તરીકે કુંવરજી ભાભા, ભવાનજી અરજણ ખીમજી, વેસ્ટર્ન રેલવેના પ્રતિનિધિ અને ભાઈ પ્રતાપ હતા. મિરર બંદરના વિકાસ કમિશનર તરીકે નીમાયા હતા.
થોડીક બેઠકો થઈ ગઈ તે પછી કસ્તુરભાઈએ સમિતિને કહયું કે સિંધુ સેટલમેન્ટ કોર્પોરેશને પ્રાપ્ત કરેલી જમીનમાંથી મોટો ભાગ તેમણે સરકારને પાછો સોંપી દેવો જોઈએ કેમ કે તેનું ખર્ચ ભારત સરકાર જ આપવાની હોવાથી સિંધુ
Scanned by CamScanner
Page #153
--------------------------------------------------------------------------
________________
સ્વરાજપ્રાપ્તિ પછી–
૧૨૩
કલમેન્ટ કોર્પોરેશન સરકારને ભોગે લાભ ખાટી જાય તે ઠીક નહીં. સમિતિના થીજ બધા સભ્યો કસ્તૂરભાઈના મંતવ્યથી વિરુદ્ધ હતા. એટલે કસ્તુરભાઈએ તાના મંતવ્યની અલગ નોંધ કરાવી. એક વર્ષ બાદ સમિતિના સર્વ સભ્યોને મજાયું કે કંડલા મુખ્ય બંદર તરીકે વિકસવાનું હશે તો તે સરકાર દ્વારા જ થશે. છેવટે સિંધુ સેટલમેન્ટ કોર્પોરેશને ભારત સરકારને આઠ હજાર એકર જમીન પાછી આપી.
બંદર બાંધવાનો કસ્તૂરભાઈને અનુભવ નહોતો. મિત્તરની સલાહથી બ્રિટિશ નૌકાદળના સલાહકાર તરીકે કામ કરતી બ્રિટિશ એન્જિનિયર પેઢીને એકામ સોંપવામાં આવ્યું. ત્યારબાદ મુંબઈ ખાતેના ડચ એલચી તરફથી કસ્તૂરભાઈ પર પત્ર આવ્યો. તેમાં તેમણે નવેસર બાંધેલું કર્કનું બંદર જોવા માટે નિમંત્રણ હતું. કસ્તૂરભાઈએ મિત્તરને તે જોવા જવા માટે કહ્યું. તે વખતે ગોપાલસ્વામી આયંગર પરિવહન મંત્રી હતા. તેમને તેમણે મિરને કંકર્કનું બંદર જોવા જવા દેવા માટે ભલામણ કરી. ગોપાલસ્વામીએ તેના ખર્ચ અંગે પ્રશ્ન ઉઠાવતાં કસ્તૂરભાઈએ લખ્યું કે “કરોડો રૂપિયાના ખર્ચે બંદર બાંધવાનું છે એટલે તેની ડિઝાઇન નક્કી કરવા માટે આટલું ખર્ચ થાય તે તદ્દન વાજબી ને જરૂરનું છે.” સરકારની મંજૂરી મળી એટલે મિત્તર બ્રિટન તેમ જ યુરોપના બીજા દેશોનાં બંદરો જોવા ગયા. તેમણે અનેક ઇજનેરી પેઢીઓનો સંપર્ક સાધ્યો. તે પરથી તેમને લાગ્યું કે બ્રિટિશ પેઢીની સલાહ પ્રમાણે ચાલવા કરતાં બંદરની ડિઝાઇન અંગે ટેન્ડર માગવામાં આવે તો વધુ લાભ થાય.
મિત્તરની સલાહ પ્રમાણે સમિતિએ બંદર બાંધવાના કામ માટે ટેન્ડર માગ્યાં. તેના જવાબમાં સાત ટેન્ડરો આવ્યાં, જેમાં ત્રણ કરોડ સાઠ લાખથી શરૂ કરીને સાત કરોડ પંદર લાખ સુધીનો ખર્ચ દર્શાવેલો હતો. ટેન્ડર પસંદ કરવા માટે સલાહકાર તરીકે જર્મન નૌકાદળના એક નિવૃત્ત સ્થપતિને વીસ હજાર રૂપિયાની ફીથી રોકવામાં આવેલો. પાંચ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાવાળું એક જર્મન પેઢીનું ટેન્ડર પસંદ કરવાની તેણે સલાહ આપી. ભારતીય ઇજનેરોની પણ એ જ સલાહ હતી. ભારત સરકારે ત્રણ ઇજનેરોની સમિતિ નીમી ને તેમનો અભિપ્રાય માગ્યો. તે સમિતિનો પણ જર્મન પેઢીની તરફેણમાં જ મત પડ્યો. છેવટે જર્મન પેઢીને ભારતીય પેઢીના સહયોગમાં કામ કરે તે શરતે બંદર બાંધવાનો
Scanned by CamScanner
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૨૪
પરંપરા અને પ્રગતિ
કોન્ટેક્ટ આપવામાં આવ્યો. નિશ્ચિત સમયમર્યાદામાં કામ પૂરું ન થાય તો ભારે દંડની પણ તેમાં જોગવાઈ રાખવામાં આવી હતી. નક્કી કરેલી સમય અને ખર્ચની મર્યાદામાં બંદરનું બાંધકામ પૂરું થયું તે કસ્તૂરભાઈને માટે મોટા સંતોષની વાત
હતી ૧
૧૯૪૮ના જાન્યુઆરીની ત્રીસમી તારીખે ગાંધીજીની હત્યા થઈ. રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે ગાંધી સ્મારક નિધિ માટે ફાળો એકત્ર કરવા માર્ચમાં અપીલ બહાર પાડી. તેને જોઈએ તેટલો ઉમળકાભર્યો જવાબ મળ્યો નહોતો. સરદાર બીમાર હોવાથી મે મહિનામાં મસૂરી આરામ માટે ગયેલા. ત્યાં તેમણે જે.આર.ડી. તાતા, ઘનશ્યામદાસ બિરલા, કસ્તૂરભાઈ અને બીજા એકબે ઉદ્યોગપતિઓને મળવા બોલાવ્યા. જવાહરલાલ નેહરુ પણ હતા. સરદારે કસ્તૂરભાઈને પૂછયું: “ગાંધી સ્મારક નિધિ માટે કેટલી રકમ એકઠી કરી શકશો?” કસ્તૂરભાઈએ બે કરોડ રૂપિયાનો અંદાજ મૂક્યો. ચર્ચાવિચારણાને અંતે ઉદ્યોગગૃહોમાંથી પાંચ કરોડ રૂપિયાનો ફાળો એકત્ર કરવાનું નક્કી થયું. એટલો જ ફાળો આમજનતામાંથી ઉઘરાવવાની ધારણા હતી. ઉદ્યોગગૃહો માટેની સમિતિના અધ્યક્ષ તરીકે કસ્તૂરભાઈને નીમ્યા. તેમણે ઉદ્યોગના કદ પ્રમાણે ફાળાનું ધોરણ નક્કી કરીને વિવિધ ઉદ્યોગો માટે અલગ પેટાસમિતિઓ નીમી. એક વર્ષથી ઓછા સમયમાં તેમણે પાંચ કરોડ અને ઓગણીસ લાખ રૂપિયા એકઠા કર્યા. ૧૯૪૯ના એપ્રિલમાં કસ્તૂરભાઈએ જવાહરલાલ નેહરુને ગાંધી સ્મારક નિધિ માટે પોણા પાંચ કરોડનો ચેક અર્પણ કર્યો. આમજનતામાંથી પણ ધારણા મુજબ પાંચ કરોડ એકત્ર થયા. ગાંધી સ્મારક નિધિના એક ટ્રસ્ટી તરીકે કસ્તૂરભાઈએ વર્ષો સુધી સેવાઓ આપી. 1 ઝીણી ગણતરી અને કરકસર કસ્તૂરભાઈના વહીવટની એક વિશિષ્ટતા હતી. સરદાર તેનાથી જ્ઞાત હતા. એટલે ૧૯૪૮માં મધ્યસ્થ સરકારનાં જુદાં જુદાં ખાતાંઓના ખર્ચાઓમાં ક્યાં કયાં કરકસર થઈ શકે તેમ છે તેની તપાસ કરીને ભલામણ કરવા માટે કસ્તૂરભાઈના અધ્યક્ષપદે એક કરકસર સમિતિની નિમણૂક ભારત સરકારે કરી. ૧૯૨૨માં આવી જ એક સમિતિ વિદેશી સરકારે લૉર્ડ ઇંચકેપના અધ્યક્ષપદે નીમી હતી. કસ્તૂરભાઈ ઉપરાંત શ્રી જયપાલસિંગ અને શ્રી એસ.કે. પાટીલ આ સમિતિના સભ્યો હતા. કસતૂરભાઈએ આ કામગીરી પૂરી ગંભીરતાથી ઉપાડી લીધી. “પૂર્વે કદી નહીં કરેલ તેટલા કામથી પૂરા સોળ
Scanned by CamScanner
Page #155
--------------------------------------------------------------------------
________________
સ્વરાજપ્રાપ્તિ પછી– ૧૨૫
માસ સુધી તેમણે આ સમિતિનું કામ કર્યું. પ્રત્યેક ખાતામાં થતા ખર્ચની વિગતો એકત્ર કરવી તે બહુ મોટું કામ હતું. વળી પ્રશ્નોત્તરી કાઢવાની, જુબાનીઓ એકત્રિત કરવાની અને પછી ભલામણો કરવાની રાબેતા મુજબની પદ્ધતિ અખત્યાર કરવાને બદલે તેમણે અનૌપચારિક રીતે પ્રત્યક્ષ માહિતી એકત્ર કરવાનું રાખ્યું હતું. સમિતિ પર એક ઑડિટ ખાતાના અધિકારી પણ હતા. તેમને જે તે ખાતામાં મોકલીને મેળવેલી માહિતી પરથી તેઓ ખાતાની વાસ્તવિક જરૂરિયાતો સમજવાનો પ્રયત્ન કરતા; તેમાં બગાડ ક્યાં ક્યાં થાય છે તે શોધી કાઢતા ને તે શી રીતે અટકાવી શકાય તેનો સૌ સભ્યો સાથે મળીને વિચાર કરતા. પછી ખાતાના સેક્રેટરીને બોલાવીને તેની સાથે ચર્ચાવિચારણા કરતા અને શકય હોય ત્યાં ખર્ચમાં કાપકૂપ કરવાનાં પોતાનાં સૂચનો તેને ગળે ઉતારવા પ્રયત્ન કરતા. તેમ કરતાં કોઈને પણ અન્યાય ન થઈ જાય તેની ખાસ તકેદારી રાખતા.
- સરકારી ખાતાંઓમાં કેવાં જંગી ખર્ચ, બિનજરૂરી હોવા છતાં નભાવવામાં આવે છે ને તેમાં કાપકૂપ કરવાની હિંમત વડા પ્રધાનમાં પણ નથી હોતી તેનો અનુભવ આ સમિતિની કામગીરી દરમ્યાન કસ્તૂરભાઈને થયો. આ તપાસ ચાલુ હતી ત્યારે વેપાર અને વાણિજ્ય મંત્રાલયમાં ૭,૦૦૦ કર્મચારીઓ કામ કરતા હતા. તે ઘટાડીને ૧,૧૦૦ કરવાની ભલામણ કસ્તૂરભાઈ સમિતિએ કરી હતી. લડાઈ પહેલાં એ ખાતામાં ૪૦૦ કર્મચારીઓ હતા. લડાઈ દરમ્યાન એ સંખ્યા ૭,૦૦૦ની થઈ હતી. ખરું જોતાં ૧૯૪૮માં કામનો બોજ ૨૫ ટકાથી વિશેષ વધ્યો ન હતો. છતાં સમિતિએ ૧૧૦૦ કર્મચારીઓ રાખવાની ભલામણ કરી હતી.
સમિતિના કાર્યક્ષેત્રમાં લંડન ખાતેની હાઈકમિશનરની કચેરીની તપાસ પણ આવતી હતી. તે વખતે હાઈકમિશનરની ઑફિસ ખાતે ૧૮ રોલ્સરોઈસ મોટરગાડીઓ હતી. તે ઘણી વધારે હતી. તે ઑફિસની તપાસ શરૂ કરતાં પહેલાં કસ્તૂરભાઈએ વડા પ્રધાનને પૂછયું : “હાઈકમિશનરની કચેરીની તપાસ આ સમિતિએ કરવાની છે ને? તે માટે એક પાર્ટી લંડન મોકલું ને?”
“કાંઈ જરૂર નથી.” જવાહરલાલે જવાબ આપ્યો. એટલે સમિતિએ હાઈકમિશનની તપાસ પડતી મૂકી. '
સખત પરિશ્રમ કરીને તેમણે સમિતિનો અત્યંત ઉપયોગી અને રસપ્રદ
Scanned by CamScanner
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પરંપરા અને પ્રગતિ
અહેવાલ તૈયાર કર્યો. પરંતુ ભારત સરકારે બીજા અનેક અહેવાલોની માફક આ સમિતિના અહેવાલને પણ અભરાઈ પર ચડાવી દીધો.
આ કડવા અનુભવ પછી કસ્તૂરભાઈએ નક્કી કર્યું કે “મારી ભલામણોનો અમલ થશે એવી ખાતરી ન થાય ત્યાં સુધી કોઈ પણ સરકારી સમિતિના અધ્યક્ષ કે સભ્ય તરીકેની જવાબદારી સ્વીકારવી નહીં.'
૧૯૫૦માં સરદાર પટેલે હૈદ્રાબાદ, મૈસૂર અને ત્રાવણકોર રાજ્યોએ વિવિધ ઉદ્યોગોને કરેલાં ધિરાણો અને અમુક યોજનાઓમાં (projects) કરેલાં રોકાણોની રકમ અંગે તપાસ કરવા એક વ્યક્તિની સમિતિ કસ્તૂરભાઈના અધ્યક્ષપદે નીમેલી. સ્વામિનાથન કરીને એક સેક્રેટરી સહિત જરૂરી સ્ટાફ સરકાર તરફથી તેમને આપવામાં આવેલો. હૈદ્રાબાદ અને મૈસૂર રાજ્ય તરફથી ચાળીસ જુદા જુદા ઉદ્યોગોમાં ધિરાણ થયેલાં. સેક્રેટરીએ તેને અંગેની વિગતો એકત્ર કરેલી. તે પછી કસ્તૂરભાઈએ પ્રત્યેક ઉદ્યોગગૃહની મુલાકાત લઈને પ્રત્યક્ષ તપાસ કરી હતી ને ત્રણે રાજ્યોના નાણામંત્રીઓને મળીને તેમને પોતાની ભલામણો સમજાવી. તેમની સંમતિ મળ્યા બાદ સરકારને તે ભલામણો મોક્લી હતી. તેમની બધી જ ભલામણોનો સરકારે પૂરેપૂરો અમલ કર્યો હતો.
૧૯૫૪માં સોવિયેટ યુનિયનની સરકારે ભારત સરકારને એક ઔદ્યોગિક પ્રતિનિધિમંડળ રશિયા મોકલવા માટે નિમંત્રણ મોકલ્યું. બ્રજમોહન બિરલા એ વખતે ભારતીય વેપારઉદ્યોગ મહામંડળના પ્રમુખ હતા. ભારત સરકારે તેમને ઉક્ત પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સ્વીકારવા વિનંતી કરી. એ દિવસોમાં એક એવી ખરીખોટી માન્યતા પ્રચલિત હતી કે રશિયા જઈ આવે તેને અમેરિકાની મુલાકાતની મંજૂરી મળે નહીં. બિરલાને અમેરિકા સાથે સારા વેપારી સંબંધો હતા. એટલે તેમણે રશિયા જવાની ના પાડી. આ સંજોગોમાં સરકારે કસ્તૂરભાઈને ઔદ્યોગિક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેવા વિનંતી કરી. એ વખતે કસ્તૂરભાઈનું સ્વાથ્ય નરમ હતું એટલે ભાઈઓ અને બહેનોએ સાથે સિદ્ધાર્થને લઈ જવા કહ્યું. દરમ્યાનમાં રશિયા ખાતેના ભારતીય એલચી કે. પી. એસ. મેનનનો સંદેશો આવ્યો કે ઑક્ટોબરથી રશિયામાં અતિશય ઠંડી પડે છે. આથી સપ્ટેમ્બરમાં જ જવાનું નક્કી કર્યું.
પંદર સભ્યોનું પ્રતિનિધિમંડળ હતું. તેમાં બે મહિલાઓ હતી, જે તેમના
Scanned by CamScanner
Page #157
--------------------------------------------------------------------------
________________
સ્વરાજપ્રાપ્તિ પછી– ૧૨૭
પતિની સાથે આવી હતી. સોવિયેટ સરકારે દોઢ મહિનો રહેવા સૂચવેલું, પણ
સ્તૂરભાઈએ લખ્યું: “અમે ચાર અઠવાડિયાથી વધુ વખત આપી શકીએ તેમ નથી.” પ્રતિનિધિમંડળ મૉસ્કો પહોંચ્યું કે તરત તેમનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો. સવારના નવથી મધરાત સુધીનો ભરચક કાર્યક્રમ ગોઠવાયો હતો. નવને ટકોરે બધા તૈયાર થઈને નીકળે ને અગાઉથી નક્કી કરેલા કારખાનાની મુલાકાતે ઊપડે ત્યાંથી સાડા બારે પાછા આવીને ભોજન લે. થોડો આરામ લઈને અઢી વાગ્યે ફરીથી નીકળી પડે તે સાંજે સાડા દસે પાછા આવે.
પછી તેમના માનમાં મનોરંજનનો કાર્યક્રમ હોય. ‘બાલે” અને “કોસાક નૃત્યોના અવનવા કાર્યક્રમો દરરોજ રાત્રે બતાવે. ભાગ્યે જ કોઈ સાંજ ખાલી ગઈ હશે.?
કારખાનાં જંગી હોય. કોઈમાં ૩૫,૦૦૦ કારીગરો હોય. તો કોઈમાં ૧૦,૦૦૦ કે ૨૦,૦૦૦. રશિયાની અર્થવ્યવસ્થા જોતાં કારખાનાં એકકેન્દ્રિત હોય તે સ્વાભાવિક છે.
ચાર-પાંચ દિવસ થયા એટલે કસ્તૂરભાઈએ રશિયાના સત્તામંડળને કહ્યું: ' “અમને જે કારખાનાં બતાવ્યાં તે બ્રિટિશ, જર્મન કે સ્વીસ બનાવટની યંત્રસામગ્રીવાળાં જનાં કારખાનાં છે. અમે અહીં આવ્યા છીએ તે રશિયાની આધુનિક યંત્રસામગ્રી અને તેનાથી ચાલતાં નવાં કારખાનાં જોવા માટે” આમ કહેવા છતાં તાશ્કેદની કાપડ મિલને બાદ કરતાં તેમની મુલાકાત દરમ્યાન એક પણ નવું કારખાનું ભારતના પ્રતિનિધિમંડળને બતાવવામાં આવ્યું નહોતું. તાશ્કેદની મિલનો મેનેજર કહેવા લાગ્યો કે “કાપડની મિલમાં ધૂળનો ત્રાસ ન નડે તેવી યંત્રસામગ્રી રશિયાએ બનાવી છે તેનો અમને ગર્વ છે.”
તેના જવાબમાં કસ્તૂરભાઈએ કહ્યું: “જૂનાં લેંકેશાયરનાં કારખાનાની બ્લોઇંગ અને કાર્ડિંગ રૂમો ધૂળથી ભરાયેલી રહેતી એ સાચું છે. પરંતુ ૧૯૫૪માં તમે જોશો કે બીજા વિશ્વયુદ્ધ પછી સ્થપાયેલ દરેક કારખાનામાં રૂમને ધૂળથી ખરડે નહીં ને ધૂળને દૂર કરે એવી યંત્રસામગ્રી વસાવવામાં આવતી હોય છે.”
(પ્રતિનિધિમંડળનું રશિયાએ ઉદારભાવે આતિથ્ય કર્યું હતું. તેમને એક ખાસ વિમાન આપવામાં આવેલું. સાથે ચાર દુભાષિયા હતા. મજૂરી, ઉત્પાદન કે મજૂરોને મળતી સવલતોને લગતા કોઈ પણ પ્રશ્નના ઉત્તર તત્કાળ મળી જતા.
Scanned by CamScanner
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પરંપરા અને પ્રગતિ
પરંતુ તેમને એક પણ નવું કારખાનું કે તેનો પ્લાન્ટ બતાવવામાં આવેલ નહીં.
કસ્તૂરભાઈ ત્યાંના જીવનધોરણ અંગે નેધ કરતાં કહે છે: “ક્રાતિ પછી સાડત્રીસ વર્ષે પણ પશ્ચિમ યુરોપના દેશો કરતાં આ દેશના જીવનધોરણનો આંક ઘણો નીચો છે."
સ્વરાજ આવ્યા પછી આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાની બીજી અનેક સમિતિઓ અને પ્રતિનિધિમંડળોનું તેમણે નેતૃત્વ લીધું હતું. ૧૯૫૨-૫૩માં સરકારે જાહેર બાંધકામ ખાતાની તપાસ માટેની સમિતિ તેમના અધ્યક્ષપદે નીમેલી. રંગનાથનું તે સમિતિના સભ્ય-સચિવ હતા. ૧૯૫૪માં તેમણે વિશ્વબૅન્કના પ્રતિનિધિમંડળને મુલાકાત આપેલી. હાલના તે બેન્કના ચેરમેન જ્યોર્જ વુડ્ઝ પર તેમનો સારો પ્રભાવ પડ્યો હતો.
૧૯૫૨માં લેંકેશાયરમાં આંતરરાષ્ટ્રીય કાપડ-ઉદ્યોગ પરિષદ ભરાવાની હતી. તેમાં મુંબઈ અને અમદાવાદના મિલમાલિક મંડળોએ કસ્તૂરભાઈના નેતૃત્વ નીચે પ્રતિનિધિમંડળ મોકલેલું. તેમની સાથે મુંબઈના નેવિલ વાડિયા, નાગપુરના ભૂતા અને બીજા એક-બે ઉદ્યોગપતિઓ હતા. પરિષદમાં અમેરિકાના અઢાર અને જાપાનના બાવીસ પ્રતિનિધિઓ હતા. ફ્રાન્સ, ઇટાલી, જર્મની, બેલ્જિયમ, હૉલૅન્ડ વગેરે બીજા દેશોના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા. બસ્ટનમાં મળેલી આ પરિષદમાં કસ્તૂરભાઈનો પ્રભાવ પ્રથમ પરિચયે જ એવો પડ્યો કે એક મહત્ત્વની સમિતિના અધ્યક્ષ તરીકે તેમની વરણી કરવામાં આવી. આ સમિતિએ દરેક દેશની નિકાસ વાસ્તવમાં કેટલી છે અને કેટલી થવાની શક્યતા છે તેની ગણતરી કરીને અમુક જથ્થાથી વધુ નિકાસ નહીં કરવાનું સ્વેચ્છાએ દરેક દેશ સ્વીકારવા તૈયાર થાય કે કેમ તેની વિચારણા કરીને અભિપ્રાય આપવાનો હતો. નેવિલ વાડિયા એ જ રીતે બીજી સમિતિ પર લેવાયા હતા. આમ, ભારતીય પ્રતિનિધિમંડળ નાનું હોવા છતાં પરિષદ પર તેની ઘણી સારી છાપ પડી હતી.
પરિષદમાં હાજરી આપીને કસ્તૂરભાઈ અમેરિકા ગયા. ત્યાં અમેરિકન પ્રતિનિધિમંડળના નેતાએ તેમનું ઉમળકાભેર આતિથ્ય કરેલું. તેમના માનમાં ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ ન્યૂયોર્ક ખાતે તેમણે ભોજન-સમારંભ ગોઠવ્યો હતો.
૧૯૫૩માં કસ્તૂરભાઈ પુત્ર સિદ્ધાર્થ અને ભત્રીજા આનંદ સાથે જાપાન ગયા ત્યારે બસ્ટનની પરિષદમાં સંબંધ બંધાયેલો તેને કારણે તેમને ઇચ્છા મુજબ
Scanned by CamScanner
Page #159
--------------------------------------------------------------------------
________________
સ્વરાજપૂમિ પછી–
૧૨૯
ધાં જ કારખાનાં જોવા મળ્યાં હતાં, એટલું જ નહીં, જાપાનના મિલમાલિકોએ 2માં ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યાંની સ્ટેટ બેન્કના ગવર્નરે તેમના માનમાં પોતાને છે. ભોજન સમારંભ યોજ્યો હતો. એક પછી એક શાકાહારી વાનગીઓ પીરસાતી જાય ને ગેઈશા કન્યા આગ્રહ કરતી જાય એમ જાપાની શૈલીનો એ સમારંભ સાંજના સાડા પાંચે શરૂ થયેલો તે રાતના દસ સુધી ચાલેલો”—એમ પોતે માણેલા આતિથ્યનું સ્મરણ કરતાં કસ્તૂરભાઈ કહે છે.
૧૯૬૩ અને ૧૯૬૪માં તેઓ બ્રિટનના બોર્ડ ઓફ ટ્રેડ તેમ જ લે કેશાયરના પ્રતિનિધિઓ સાથે સુતરાઉ કાપડની વિવિધ જાતોનું પ્રમાણ નક્કી કરવા (categorisation) અંગે વાટાઘાટો કરવા બે વાર ઇંગ્લેંડ ગયા હતા.
| નિવૃત્ત થયા પછી મિલના વહીવટમાં કે ઉદ્યોગમંડળોમાં તેઓ સક્રિય ભાગ લેતા નહીં તેમ છતાં ઉદ્યોગ સમક્ષ ઉપસ્થિત થતા પ્રશ્નોના ઉકેલ માટે દેશના અગ્રણીઓ આ પીઢ ઉદ્યોગપતિની સલાહ લેવાનું ચૂકતા નહીં.
ટીપ ૧. KD, pp. 43-47. ૨. KD, pp. 49-5૦. ૩. KD, pp. 47-49. ૪. KD, p. 49. ૫. KD, pp. 55-57. ૬. KD II, p. 2. ૭. KD II, p. 3. ૮. KD, pp. 51–53. ૯. KD II, pp. 3–4.
Scanned by CamScanner
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ
“આપે જીવનનું ધ્યેય શું નક્કી કરેલું? આજે તેને વિશે શું લાગે છે?”
એવું કોઈ ધ્યેય નક્કી કર્યું નહોતું, પણ મારે હાથે ચારેક વસ્તુઓ બને તો મને સંતોષ થાય એમ વિચાર્યું હતું.”
“એ ચારેક વસ્તુઓ કઈ હતી?”
એક તો જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર. બીજું, પ્રેમાભાઈ હોલ નવેસરથી અદ્યતન સ્થાપત્યમાં બંધાય છે. ત્રીજું, અમદાવાદમાં એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના અને ચોથું, જૂની હસ્તપ્રતોનું સંશોધન કરાવીને તેની સુરક્ષાની વ્યવસ્થા ઊભી કરવાનું. ઈશ્વરકૃપાએ એ ચારે વસ્તુઓ આજે સિદ્ધ થયેલી છે.”
વાતચીતને અંતે કસ્તૂરભાઈના મુખ પર સાત્ત્વિક આનંદ અને સંતોષની ઝલક આવી ગઈ.
જીવનનું કોઈ સ્પષ્ટ ધ્યેય ભલે તેમણે અગાઉથી નક્કી કર્યું ન હોય, પરંતુ સામાન્ય રીતે શ્રીમંતોમાં જોવા મળે છે તેવું લક્ષ્મીની છોળો વચ્ચે રહીને વૈભવી જીવન માણવાનું તો તેમનું વલણ નહોતું જ. કુળ પરંપરા, ઉછેર અને રાષ્ટ્રીય નેતાઓ સાથેના સંસર્ગે તેમનામાં સામાજિક જવાબદારીનું ભાન જગાડ્યું હતું. તેમાં કલાપ્રેમ અને ધર્મનિષ્ઠા ભળતાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તેમનો રસ સક્રિય થયો. તેને પરિણામે બંને ક્ષેત્રોમાં તેમનું મહત્ત્વનું યોગદાન જોવા મળે છે.
Scanned by CamScanner
Page #161
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૩૧
૧૯૨૬માં કસ્તુરભાઈ, ચીમનભાઈ અને નરોત્તમભાઈએ મળીને પિતાની ગતિમાં રૂપિયા છ લાખનું એક ટ્રસ્ટ કર્યું. એ વખતે ટ્રસ્ટ ઍક્ટ થયો નહોતો. ' એટલે તેની રકમ શેરોમાં રોકીને દર વર્ષે તેમાં ઉમેરો કરતા રહેવાનો નિયમ કર્યો. આ રકમ દસેક વર્ષમાં ત્રીસેક લાખ જેટલી થઈ. કસ્તૂરભાઈની ઇચ્છા આ રકમમાંથી અમદાવાદ ખાતે એન્જિનિયરિંગ કોલેજ સ્થાપવાની હતી. પરંતુ તેનો નિભાવ ખર્ચ આટલી રકમમાંથી નીકળે એમ નહોતું.
દરમ્યાનમાં મુંબઈ સરકારે અમદાવાદમાં એન્જિનિયરિંગ કોલેજ સ્થાપવાનો નિર્ણય કર્યો. તેને માટે એક કરોડ રૂપિયા ખર્ચ થાય તેમ હતું. લોર્ડ બ્રેબોર્ન ગવર્નર હતા. કસ્તૂરભાઈએ તેમની સમક્ષ એન્જિનિયરિંગ કોલેજ માટે પચીસ લાખ રૂપિયાનું દાન આપવાની તૈયારી બતાવી. ગવર્નરને આટલું મોટું દાન મળશે તેની કલ્પના નહોતી. તેથી તેમને તો બગાસું ખાતા પતાસું મળ્યા જેટલો આનંદ થયો. તેમણે કસ્તૂરભાઈને કહ્યું:
મિ. કસ્તૂરભાઈતમારી ઑફર માટે ખૂબ આભારી છું. હમણાં આ વાત બહાર પાડશો નહીં. હું આ કામ સારી રીતે પાર પડે તેવી ગોઠવણ કરી આપીશ.”
આટલી મોટી રકમની સખાવત મેળવી આપ્યાનો જશ લૉર્ડ બ્રેબોને લીધો અને કસ્તૂરભાઈએ ઘણા વખતની એક સદિચ્છા ફળ્યાનો સંતોષ લીધો. ૧૯૪પમાં અમદાવાદમાં એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના થઈ.
પછી તો લાલભાઈ દલપતભાઈ ચેરીટેબલ ટ્રસ્ટમાં રકમો ઉમેરાતી ગઈ અને નવી નવી યોજનાઓ અમલમાં મુકાતી ગઈ. *
કસ્તૂરભાઈએ તેમના પિતાની જેમ જૈન સમાજના અગ્રણી તરીકે અનેક અટપટો પ્રશ્નોના ઉકેલ માટે સમાજને દોરવણી આપી હતી. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની પ્રતિનિધિ સંસ્થા તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી. તેનું મુખ્ય કાર્ય જૈન તીર્થોનાં મંદિરોની સાચવણી તથા તેના અધિકારોનું રક્ષણ કરવાનું છે. ૧૯૨૬માં આ પેઢીના પ્રમુખ કસ્તૂરભાઈ મણિભાઈએ રાજીનામું આપતાં શ્રીસંઘે કસ્તૂરભાઈ લાલભાઈની તે પદ પર વરણી કરી, પેઢીના પ્રમુખ નગરશેઠ કુટુંબમાંથી જ થાય તેવું તેનું બંધારણ હતું.
એ વખતે પાલિતાણા રાજ્યમાં શત્રુંજય તીર્થે આવતા યાત્રાળુઓના જાનમાલના રખોપાના બદલામાં પેઢી રાજ્યને વાર્ષિક પંદર હજાર રૂપિયા આપતી
Scanned by CamScanner
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પરંપરા અને પ્રગતિ
હતી. આ બાબતનો ચાળીસ વર્ષનો કરાર ૧૮૮૬માં કરેલો તે ૧૯૨૬માં પૂરો થતાં નવેસર કરવાનો હતો. પાલિતાણા રાજ્ય હવે તે માટે દસગણી રકમ માગનું હતું. શ્રીસંઘે તે અંગે મુંબઈ સરકારને દરમ્યાનગીરી કરવા વિનંતી કરી. સરકારના પ્રતિનિધિ વૅટસને જૈન સંઘ પાલિતાણાના ઠાકોરને દસ વર્ષ સુધી એક લાખ રૂપિયા આપે અને પછી યાત્રાળુ દીઠ બે રૂપિયા આપે એવો ફેંસલો આપ્યો. જૈન સમાજે તેને અન્યાયી ફેંસલો ગણીને ફગાવી દીધો.
- નવા પ્રમુખ કસ્તૂરભાઈએ ગાંધીજીના સંસર્ગથી અહિંસક પ્રતિકારનો ચમત્કાર જોયો હતો. એટલે તેમણે તે રસ્તો અપનાવવાનું વિચાર્યું. શત્રુંજયની યાત્રાએ કોઈએ જવું નહીં એવો આદેશ પેઢી તરફથી તેમણે બહાર પાડ્યો. એક વર્ષથી વધુ સમય સુધી જૈન સમાજે આ આકરી શિક્ષા સ્વેચ્છાએ વહોરીને પાલિતાણાના ઠાકોર સામે અસહકારનું શસ્ત્ર-વાપર્યું. કસ્તૂરભાઈનાં પિતામહી ગંગામાએ વર્ષમાં બે વાર શત્રુંજયની યાત્રાએ જઈને દરેક વખતે રૂપિયા પાંચસો તીર્થમાં આપવાનો નિયમ કરેલો. તેમણે પણ આ વર્ષ દરમ્યાન યાત્રા ન કરી. (જોકે બે વખત રૂપિયા પાંચસો તો મોક્લી આપેલા.) છેવટે વાઇસરોય લોર્ડ રીડીંગ વચ્ચે પડયા. તેમણે રૂપિયા સાઠ હજારનું વર્ષાસન નક્કી કરાવી આપ્યું. તે રકમ નિયમિત ભરી શકાય તે માટે કસ્તૂરભાઈએ રૂપિયા આઠ લાખનું ભંડોળ એકત્ર કરાવ્યું હતું.
સ્વરાજ આવ્યા પછી દેશી રાજ્યોનું વિલીનીકરણ થવાનું હતું. તે વખતે પાલિતાણા દરબારે પેઢીના પ્રમુખ તથા ટ્રસ્ટીઓને બોલાવ્યા ને કહ્યું: “જો તમે ઊચક રકમ આપો તો વાર્ષિક કરનો કરાર કર્યો છે તે રદ કરું.” કસ્તૂરભાઈએ ના પાડી.
પછી સૌરાષ્ટ્રનું એકમ રચાયું ત્યારે મુખ્ય મંત્રી શ્રી ઢેબરભાઈએ કસ્તૂરભાઈને બોલાવીને કહ્યું: “અમે પાલિતાણાનો યાત્રાળુકર લેવાના નથી.” કસ્તૂરભાઈએ જૈન સંઘ વતી તેમનો આભાર માન્યો. - ૧૯૪૯માં હરિજનના મંદિર પ્રવેશનો પ્રશ્ન ઊભો થયો. આ બાબત જૈન સંઘ મૂંઝવણમાં હતો. ગાંધીજી અને સરદારના સંપર્કથી કસ્તુરભાઈ તે અંગે ઉદાર મત ધરાવતા થયા હતા. તેમણે જૈન મંદિરોમાં હરિજનપ્રવેશ સામે વાંધો લીધો નહીં, પરંતુ તે વાત સાધુવર્ગ અને શ્રાવકોને ગળે ઊતરે તેવી ન હતી.
Scanned by CamScanner
Page #163
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૩૩
તેમણે હરિજનપ્રવેશ સામે સખત વાંધો જાહેર કર્યો. પેઢીના બધા ટ્રસ્ટીઓ પણ તેમની વિરુદ્ધ પડ્યા.
કસ્તૂરભાઈએ કહ્યું: “હરિજનના ગયા પછી મંદિર ભલે તમે દુધથી ધોઈને સાફ કરાવો પણ ગાંધીજી અને સરદાર જેવા નેતાઓની પડખે રહ્યા પછી મારાથી હરિજનપ્રવેશ સામે વાંધો લેવાશે નહીં. તમને જો આ વાત મંજૂર ના હોય તો હું પેઢીના પ્રમુખપદેથી રાજીનામું આપવા તૈયાર છું.” - ઘણી રસાક્સી પછી એવું જાહેર કરવામાં આવ્યું કે જૈન રિવાજ મુજબ સ્વચ્છ થઈને આવનાર કોઈ પણ માણસ મંદિરમાં આવી શકે છે. કસ્તૂરભાઈની મધ્યમમાર્ગી નીતિએ વચલો રસ્તો કાઢયો હતો.
૧૯૨૮માં શ્વેતાંબર અને દિગંબર વચ્ચે તારંગા તીર્થ બાબત તકરાર ચાલતી હતી. તેમાં પોલિટિકલ એજન્ટ મિ. મીડે દરમ્યાનગીરી કરી અને બંને પક્ષોને મુંબઈ સેક્રેટરીએટમાં બોલાવી દલીલો સાંભળ્યા પછી સમાધાન સૂચવ્યું કે તારંગાની ચારે ટેકરીઓનો વહીવટ આ. કની પેઢી પાસે છે; તેને બદલે દિગંબરનાં મંદિર છે તે બે ટેકરીઓનો વહીવટ દિગંબર સંઘને સોંપવો અને
શ્વેતાંબર મંદિરમાં થઈને તેમનો રસ્તો હતો તે બંધ કરીને બંનેને અલગ કરવા. કસ્તૂરભાઈએ આ સમાધાન સ્વીકાર્યું. અમદાવાદ પાછા આવ્યા પછી વિજ્યનેમિસૂરિજીએ તેમને સમાધાન કરવા બદલ ઠપકો આપ્યો ત્યારે સ્પષ્ટ સંભળાવ્યું કે “આ. ક. પેઢીના પ્રતિનિધિઓએ જે નિર્ણય લીધો છે તે છેવટનો છે ને તેમાં કોઈ ફેરફાર થશે નહીં."
ટ્રસ્ટના વહીવટમાં પણ કસ્તૂરભાઈએ અનેક સુધારા દાખલ કર્યા હતા. પેઢીનો હિસાબ વહીવટી સમિતિના સભ્યોમાંથી કોઈક પોતાની ફુરસદે તપાસનું આને લીધે હિસાબોનું કામ ઢીલમાં પડતું. કસ્તૂરભાઈએ ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ પાસે દર વર્ષે હિસાબ તપાસાવવાની પ્રથા દાખલ કરી. અંદાજપત્ર તૈયાર કરીને તે પ્રમાણે ખર્ચ કરવાની પદ્ધતિ નહોતી તે તેમણે શરૂ કરાવી. મિટિંગો પ્રમુખની ઇચ્છા મુજબ બોલાવવામાં આવતી. તેને બદલે વર્ષ દરમ્યાન નિયમિત સમયઆંતરે અગાઉથી નિયત કરેલી તારીખે તે સમયે પેઢીની વહીવટી સમિતિની સભાઓ બોલાવવાનો નિયમ કર્યો.
પેઢીના પ્રમુખ થયા પછી કસ્તૂરભાઈએ સૌથી મોટું કામ કર્યું તે તીર્થોનાં
Scanned by CamScanner
Page #164
--------------------------------------------------------------------------
________________
પરંપરા અને પ્રગતિ
મંદિરોનો જીર્ણોદ્ધાર. પેઢી-હસ્તક ચાલતાં મંદિરો, ધર્મશાળા વગેરેના જીર્ણોદ્ધાર અંગે અગાઉથી ખર્ચનો અંદાજ માગીને કામ શરૂ કરાવવાની પદ્ધતિ નહોતી. કસ્તૂરભાઈએ જીર્ણોદ્ધાર માગતાં સ્થાનોનો વિગતવાર અભ્યાસ કરીને વ્યવસ્થિત પદ્ધતિએ તેનું કામ હાથ ધર્યું.
રાણકપુર, દેલવાડા, શત્રુંજય અને તારંગા તીર્થનાં મંદિરોનાં શિલ્પસ્થાપત્ય કળાની દૃષ્ટિએ જગપ્રસિદ્ધ હતાં. પરંતુ સદીઓના ઘસારાને કારણે તેમ જ કાળજીભરી જાળવણીને અભાવે તેમાંના કેટલાક ભાગો ખંડિત થઈ ગયા હતા. કસ્તૂરભાઈએ સૌપ્રથમ ૧૯૩૨માં રાણકપુરનાં મંદિરોના જીર્ણોદ્ધારનું કામ હાથ પર લીધું. એક અંગ્રેજ એન્જિનિયર મિ. બેટલી ભારતીય સ્થાપત્યમાં ઊંડો રસ ધરાવતા હતા. તેમને કસ્તૂરભાઈ રાણકપુર લઈ ગયા. સાથે બે મિસ્ત્રી હતા. મંદિરના ઘુમ્મટો અને છત પર હજારો ચામાચીડિયાં ચાંટેલાં હતાં. બાંધકામ છસો વર્ષ જૂનું હતું એટલે છતના પાટડામાં તિરાડો પણ પડી ગઈ હતી. ચાર દિવસ રોકાઈને કસ્તૂરભાઈએ ખંડિત ભાગોની વિગતે નોંધ કરાવી. મિ. બેટલીએ તેનો અહેવાલ તૈયાર કરીને પેઢીને સોંપ્યો. પછી સમારકામ શરૂ થયું. મૂળ શિલ્પોની ખૂબી જાળવીને અદ્દલ પ્રતિકૃતિઓ તૈયાર કરવાની કસ્તૂરભાઈએ કારીગરોને સૂચના આપી હતી. પરંતુ છ મહિના પછી તેઓ ગયા ત્યારે જોયું તો મંદિરની અંદર રહેલાં શિલ્પોની આબેહૂબ નકલ નવાં શિલ્પોમાં ઊતરતી નહોતી. તેમણે (અલબત્ત, પેઢીની વહીવટી સમિતિમાંના સાથીઓની સંમતિ લઈને) બધું જ કામ રદ કર્યું અને કારીગરોને મૂળની તાદૃશ પ્રતિકૃતિઓ તૈયાર કરવા કડક સૂચના આપી. કામ પૂરું થયા પછી મિ. બેટલીને એ રાણકપુર લઈ ગયા ને તેમનો અભિપ્રાય માગ્યો, ત્યારે તેમણે તેમને લખ્યું કે આનાથી વધુ સુંદર કામ બીજું કોઈ કરી શકયું ન હોત.
૧૩૪
ચારે બાજુ ટેકરીઓની વચ્ચે જંગલમાં બિસ્માર હાલતમાં ઉપેક્ષિત રહેલું રાણકપુર તીર્થ પુનરુદ્ધાર થતાં નવી જ રોનક ધારણ કરી રહ્યું. મંદિરના વિશાળ મંડપમાં પૂરતો પ્રકાશ આવી શકે તેવી તેની બાંધણી કોઈ પણ કલારસિકને આશ્ચર્ય પમાડે તેવી છે. જૂની કોતરણી જ્યાં જ્યાં ક્ષત થઈ હતી ત્યાં ત્યાં તેમાં ભળી જાય તેવી નવી કોતરણી અને ભાત કારીગરોએ ઉપસાવેલી છે. મંદિરનું અપ્રતિમ સ્થાપત્ય અને તેની આસપાસનો વિશાળ ચોક આખાયે પ્રદેશને પોતાની સુંદરતા
Scanned by CamScanner
Page #165
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૩૫
ને ભવ્યતાથી ભરી દે છે.
આ તીર્થનું નવનિર્માણ જોઈને રાજસ્થાનના કોઈ ભાવિક સજજનને ત્યાં ધર્મશાળા બંધાવવાનું મન થયું. દેરાસરની સામે ધર્મશાળા બાંધવાની તેમની ઇચ્છા હતી. તે માટે તેમણે તે જમાનામાં પચાસ હજાર રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ કસ્તૂરભાઈએ તેનો અસ્વીકાર કર્યો. મંદિરના સુંદર દેખાવને રૂંધે તેવું કશું વ્યવધાન ઊભું થાય તે તેમને મંજૂર નહોતું. આજે રાણકપુર માત્ર જૈનોનું જ નહિ પણ સર્વ ધર્મ અને દેશના પ્રવાસીઓને માટે ક્લાનું યાત્રાધામ બની રહ્યાં છે.
કસ્તૂરભાઈની કુદરતી ક્લાસૂઝે આ ચમત્કાર સર્યો હતો એમ કહી શકાય.
૧૯૪૬-૪૭માં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓએ આબુ ઉપર આવેલાં જગપ્રસિદ્ધ દેલવાડાનાં દહેરાંનો જીર્ણોદ્ધાર કરવાનું ઠરાવ્યું. આ તીર્થનો વહીવટ શિરોહીનું ટ્રસ્ટ કરતું હતું. કસ્તૂરભાઈએ તેમની સાથે શરત કરી કે આણંદજી કલ્યાણજી તરફથી જીર્ણોદ્ધાર થાય તેમાં તેમણે કોઈ ફેરફાર કરવો નહીં.
આ દહેરાંનો જીર્ણોદ્ધાર કરવો તે સહેલું કામ નહોતું. એમાં જે આરસ વપરાયો હતો તે કુળનો આરસ વપરાય તો જ મૂળની સાથે એકરૂપ થાય તેવી પ્રતિકૃતિઓ સર્જી શકાય તેમ હતું. કસ્તૂરભાઈ એ પ્રકારના આરસની તપાસ માટે મિસ્ત્રીઓની સાથે આસપાસમાં આવેલી આરસની ખાણો જોવા નીકળી પડ્યા. છેવટે અંબાજીની નજીક દાંતાના ડુંગરોમાં એ કુળનો આરસ મળી આવ્યો. તેમણે પરિચિત વ્યક્તિની મારફત દાંતા રાજ્યને આ આરસ ખોદીને લઈ જવા મંજૂરી આપવા માટે અરજી કરી. દાંતા રાજ્ય અરજી નામંજૂર કરી. કસ્તૂરભાઈએ નક્કી કર્યું હતું કે એ આરસ મળે તે પછી જ જીર્ણોદ્ધારનું કામ શરૂ કરવું. કામ મુલતવી રાખ્યું. દરમ્યાનમાં સ્વરોજ આવ્યું. થોડે વખતે મોરારજી દેસાઈ મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી થયા. કસ્તૂરભાઈ તેમને મળ્યા અને આબુ તીર્થના જીર્ણોદ્ધાર માટે જરૂરી આરસ લેવા માટે દાંતા રાજ્યની પરવાનગી બાબત વાત કરી. તેમણે કસ્તૂરભાઈને કહ્યું: “હું અંબાજી જવાનો છું તે વખતે પેઢીના મેનેજરને ત્યાં મોકલજો.”
Scanned by CamScanner
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પરંપરા અને પ્રગતિ
- મોરારજીભાઈ અંબાજીની મુલાકાતે ગયા ત્યારે પેઢીના મેનેજર નગીનદાસ તેમને મળ્યા અને દાંતાના ઠાકોરની રૂબરૂમાં આરસ માટે વાત કરી.
દાંતાના ઠાકોરે કહ્યું: “એ આરસની કરી મારી અંગત મિલકત છે. તેમાંથી કોઈને આરસ ખોદી જવાની અમે રજા આપવાના નથી.”
આ સાંભળીને મોરારજીભાઈએ નગીનદાસને કહ્યું: “તમે એ કરીમાંથી આરસ લેવાની વ્યવસ્થા કરો. જો કોઈ તમને રોકે તો તરત મને જાણ કરજો.”
આમ એક મુશ્કેલી દૂર થઈ. પછી જીર્ણોદ્ધારના ખર્ચનો અંદાજ સલાટોના આગેવાન અમૃતલાલ મિસ્ત્રી પાસે માગ્યો. તેમણે એક ઘનફૂટના પચાસ રૂપિયાના હિસાબે રૂપિયા ત્રેવીસ લાખના ખર્ચનો અંદાજ મૂક્યો. તેમાં અમુક નવાં દહેરાંના કામનો પણ સમાવેશ થતો હતો. કસ્તૂરભાઈએ તેમને કામ શરૂ કરવા કહ્યું...
- થોડા મહિના બાદ તેઓ કામ જોવા ગયા. દહેરાંની અંદર જે કલા કંડારેલી હતી તેને આ વીસમી સદીના કારીગરોએ નવા આરસમાં આબેહૂબ ઉતારી હતી.' કસ્તૂરભાઈને તે જોઈને સંતોષ થયો. પણ ખર્ચનો જે અંદાજ મૂક્યો હતો તે સચવાયો નહોતો. ઘનફૂટના પચાસને બદલે બસો રૂપિયા ખર્ચ થયું હતું! પણ તેમનો લાપ્રેમી આત્મા કામથી એટલો પ્રસન્ન થઈ ગયો હતો કે ખર્ચની તેમણે ચિંતા ન કરી.
તેમણે મિસ્ત્રીને ખભે હાથ મૂકીને કહ્યું: “ફિકર નહીં, કામ અવલ નંબરનું થવું જોઈએ. ખર્ચ થાય તેનો જરા પણ વાંધો નથી.”
ખર્ચને માટે ટ્રસ્ટીમંડળે રસ્તો કાઢ્યો. તેમણે ઠરાવ્યું કે, નવાં દહેરાં બાંધવાને બદલે જૂનાં તીર્થોનો જીર્ણોદ્ધાર કરવા પાછળ જરૂરી ખર્ચ કરીને ઉત્તમ
ક્લા-કારીગરીવાળું કામ કરાવવું. દેલવાડાનાં દહેરાંનું સમારકામ ચૌદ વરસ ચાલેલું અને તેની પાછળ ચૌદ લાખ રૂપિયાનું ખર્ચ થયું હતું. અવગુંઠન દૂર થતાં કોઈ અપ્સરાનું દિવ્ય સૌંદર્ય એકાએક પ્રત્યક્ષ થાય એવો ઉઠાવ શિલ્પ અને સ્થાપત્યના આ કળાભંડારને જીર્ણોદ્ધારથી મળ્યો છે. ૧૯૬રમાં આ કામ પૂરું થયું.
એ જ વર્ષમાં આણંદજી કલ્યાણજીના ટ્રસ્ટીઓએ શત્રુંજય, તારંગા અને ગિરનાર પરનાં જૈન તીર્થોનાં દહેરાંનું સમારકામ હાથ પર લેવાનો ઠરાવ કર્યો. શત્રુંજય તીર્થનું કામ હજુ ચાલુ જ છે અને બીજાં વીસેક વર્ષ ચાલશે તેવી ગણતરી છે. પર્વત પર ચડવું સરળ પડે તે માટે પગથિયાં કરવામાં આવ્યાં છે.
Scanned by CamScanner
Page #167
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૩૭
દાદાના દરબારની પાંચ પોળોનાં જૂનાં પ્રવેશદ્વારોને સ્થાને ભવ્ય, મનોહર અને કળામય દરવાજા॰' મૂકયા છે, જે પ્રવેશતાં જ હરકોઈને પ્રભાવિત કરી દે તેવા છે. સૌથી મહત્ત્વનો ફેરફાર તો મુખ્ય દેરાસરની કળાને ઢાંકી દેતી નાની નાની દેરીઓને દૂર કરી તે છે. તે સંકુચિત ધર્મભાવના પર કસ્તૂરભાઈની કળાદૃષ્ટિનો વિજય સૂચવે છે. મુખ્ય દેરાસરના ભવ્ય સ્થાપત્યને વિશાળ પરિપ્રેક્ષ્યમાં ઉઠાવ મળે તે રીતે કસ્તૂરભાઈએ આ ફેરફાર કરાવ્યો છે. તેમ કરતાં જૂની દેરીઓમાંથી સેંકડો પ્રતિમાઓને ખસેડી દેરીઓનો નાશ કરવાનું થતું હતું તેનાથી કેટલાક શ્રદ્ધાળુ જીવોને દુ:ખ થયું અને વિરોધ પણ પ્રગટ થયો. પરંતુ કસ્તૂરભાઈ ડગ્યા નહીં.૧૨ ટ્રસ્ટીઓનું પણ તેમને આ હિંમતભર્યા પગલામાં પૂરતું અનુમોદન હતું. સાચી ધર્મદૃષ્ટિ ખૂલતાં જીવનદર્શનની ક્ષિતિજોનો વિસ્તાર થાય છે તેવું જીર્ણોદ્ધાર પામી રહેલ આ ધર્મસ્થાનને જોનારને થાય છે. રાણકપુરની માફક અહીં પણ આપણને કસ્તૂરભાઈની સ્વપ્રયત્ને કેળવેલી કલાસૂઝનો હૃદયંગમ પરિચય થાય છે.
શત્રુંજયની તળેટીમાં સાંસ્કૃતિક સંગ્રહાલયની નાની પણ સુંદર ઇમારત ઊભી કરેલી છે. તેમાં શ્રીમતીબહેન ટાગોરે તૈયાર કરેલાં ભગવાન ઋષભદેવના જીવનનું દર્શન કરાવતાં છ મોટા કદનાં ચિત્રો મૂકેલાં છે. પ્રાચીન શિલ્પ-સ્થાપત્યના નમૂના દર્શાવતા પુરાવશેષો પણ ત્યાં સચવાયેલા છે.
સમગ્ર તીર્થમાં સ્વચ્છતા અને સુઘડતા સચવાય એવી વ્યવસ્થા ધ્યાન ખેંચે તેવી છે.
તારંગા તીર્થનો જીર્ણોદ્ધાર જુદી રીતનો હતો. કળામંદિર પર ચડેલા અણઘડ કળાના પોપડા દૂર કરવાના હતા. મંદિર પર સેંકડો વર્ષ દરમ્યાન થયેલ સમારકામ અને રંગકામે મૂળ કળાના વૈભવને ઢાંકી દીધો હતો અને કયાંક વિકૃત પણ કરી દીધો હતો. કસ્તૂરભાઈનું ધ્યાન તે તરફ જતાં તેમણે પ્રાચીન શિલ્પોને યથાતથ સ્વરૂપમાં અનાવૃત કરવાનો નિર્ણય કર્યો. પહેલાં અમુક શિલ્પકૃતિઓ ઉપરના પોપડા ઉખડાવ્યા તો તેમાંથી અદ્ભુત કોતરણીવાળી નમણી કળા ઊપસી આવી. તે જોઈને કલાકારને થાય તેવો આનંદ-રોમાંચ આ કલાપરીક્ષકને થયો. તેમણે પૂરતું ખર્ચ કરીને તારંગાના સમગ્ર સ્થાપત્યનો આ કલાસંતર્પક દૃષ્ટિએ જીર્ણોદ્ધાર કરાવ્યો.૧૩ આજે તારંગાનાં આ શિલ્પ-સ્થાપત્યો કળાપ્રેમી યાત્રિકોને માટે મુખ્ય આકર્ષણરૂપ બન્યાં છે તેનું કારણ જીર્ણોદ્ધારને પ્રતાપે તેમને પ્રાપ્ત
Scanned by CamScanner
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પરંપરા અને પ્રગતિ
થયેલો નવો અવતાર છે.
ગિરનાર અને કુંભારિયાનાં મંદિરોનો પુનરુદ્ધાર પણ મૂળ સ્થાનની સુંદરતા અને ભવ્યતાને પ્રગટ કરી બતાવે તે રીતે થયેલો છે. ધંધુકામાં બંધાયેલ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર અને અમદાવાદમાં શાંતિનાથની પોળમાં આવેલા શ્રી શાંતિનાથના દેરાસરના જીર્ણોદ્ધારને પણ કસ્તૂરભાઈની કળાદૃષ્ટિનો લાભ મળેલો છે.
કસ્તૂરભાઈએ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે પચાસ વર્ષ કામ કર્યું તે દરમ્યાન ટ્રસ્ટની આર્થિક સ્થિતિ તો સધ્ધર થઈ જ. પરંતુ તેનાં નાણાંનો વિનિયોગ ધર્મ અને કળાના રોચક સમન્વયરૂપ તીર્થોના જીર્ણોદ્ધારમાં કર્યો તે તેમનું એ ક્ષેત્રમાં મોટું પ્રદાન છે. નવાં મંદિરો બાંધવા કરતાં પ્રાચીન કળાનો સમુદ્ધાર થાય તે રીતે તેનું સમારકામ કરવા ઉપર તેમણે ભાર મૂક્યો તે કેટલું બધું વાજબી પગલું હતું ! પેઢીનાં વહીવટ અને વ્યવસ્થાનાં અંગોને પણ તેમણે વધુ ચેતનવાળાં બનાવ્યાં.
૧૯૬૨માં ભારત સરકારે દેશનાં ધાર્મિક ટ્રસ્ટોની કામગીરીની તપાસ માટે સર સી. પી. રામસ્વામી આયરના અધ્યક્ષપદે એક સમિતિ નીમી હતી. તેની સમક્ષ કસ્તૂરભાઈએ જુબાની આપેલી તે પરથી સમજાયેલી લોકહિતદૃષ્ટિ અને તે દૃષ્ટિએ ટ્રસ્ટનું સંચાલન કરવાની તેમની કુશળતાથી સમિતિ પ્રભાવિત થઈ હતી. પોતાના અહેવાલમાં તેનો નિર્દેશ કરીને સમિતિએ જૈન ટ્રસ્ટોની વ્યવસ્થાના નમૂના પર હિંદુ ટ્રસ્ટોએ વ્યવસ્થા ગોઠવવી જોઈએ એવી ભલામણ પણ કરી હતી.૧૪
જૈન ધર્મ અને સમાજ પ્રત્યે કસ્તૂરભાઈનું વલણ કંઈક અંશે મિતવાદી સુધારકનું રહ્યું છે. તેમના પિતા મહામંત્રી હતા તે જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના ઉપક્રમે ૧૯૨૫માં યોજવામાં આવેલ વિચાર-સંમેલનનું અધ્યક્ષપદ કસ્તૂરભાઈને આપવામાં આવેલું. તે સંમેલનમાં તેમણે કોન્ફરન્સના સમાજસેવાના કામમાં આવેલી ઢીલાશને દૂર કરીને જૈન સમાજને જાગ્રત કરવાનું કામ ઉપાડી લેવાનો અનુરોધ કોમના આગેવાનોને કર્યો હતો. જૈન સમાજની જાહેર પ્રવૃત્તિઓમાં કસ્તૂરભાઈનો પ્રથમ પ્રવેશ આ પ્રસંગથી થયેલો ગણાય છે. અત્યારપછી પણ એક-બે વખત તેઓ કોન્ફરન્સના અધિવેશનોમાં ઉપસ્થિત રહેલા, પરંતુ તેઓ કહે છે
Scanned by CamScanner
Page #169
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ
તેમ, સામાજિક કાર્યનો જોઈએ તેટલો ઉત્સાહ એના કાર્યકર્તાઓ દાખવી શકયા
નથી.
૧૩૯
૧૯૩૪-૩૫માં પર્વતિથિની ચર્ચાના પ્રસંગે જૈન સમાજમાં મોટો મતભેદ અને ક્લેશ ઊભો થયો હતો. તેનો મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવાનો તેમણે પ્રયત્ન કરેલો. પરંતુ જુદાં જુદાં જૂથોની ચુસ્ત એકાંગી દૃષ્ટિને કારણે સમાધાન થઈ શકયું નહોતું. જૈન સમાજના આચારવિચારમાં જડતા અને અશુદ્ધિ સાથે પરસ્પર એકતાનો અભાવ વધતો જતો હતો. તેના નિવારણનો વિચાર કરવા માટે કસ્તૂરભાઈએ ૧૯૬૩ના એપ્રિલમાં અમદાવાદ ખાતે અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણોપાસક શ્રીસંઘ સંમેલન બોલાવ્યું હતું. તેમાં તેમણે માર્મિક ટકોર કરતાં કહેલું કે “પાઘડીનો વળ હવે છેડે આવી ગયો છે. માટે જૈન સંઘની શુદ્ધિ અને એકતાની બાબતમાં જરાય ગલત રાખવા જેવી નથી.” જૈન પરંપરાના ઇતિહાસમાં સંઘની શુદ્ધિ અને એકતા માટે શ્રાવસંઘનું સંમેલન મળ્યું હોય એવો આ પહેલો જ પ્રસંગ હતો. સમાજને સુધારવાની કસ્તૂરભાઈની ઉત્કટ ભાવનાનું એ દૃષ્ટાંત છે. પરંતુ તેમની પ્રગતિ-અભિમુખ વિચારોણિ રૂઢિચુસ્ત સમાજને સ્વીકાર્ય નહોતી. કૉન્ફરન્સે સમાજના વ્યવહારમાં શુદ્ધિ અને એકતા સિદ્ધ થઈ શકે તેવા પ્રયત્નો કરવા એક શ્રીસંઘ સમિતિ નીમી હતી. તેને સ્થાનિક સંઘો કે સાધુઓનો સહકાર મળ્યો નહીં એટલે ચાર વર્ષને અંતે કસ્તૂરભાઈએ ‘ઘણા દુ:ખ સાથે’ તે સમિતિને સમેટી લીધી હતી.૧૬
જૈન સમાજની બહાર વિશાળ લોકહિતનાં કામોમાં તેમની પ્રતિભાને વિશેષ સફળતા મળેલી દેખાય છે. દુષ્કાળ અને રેલરાહતનાં કામોનો ઉલ્લેખ અગાઉ આવી ગયો છે. અમદાવાદમાં તેમણે શિક્ષણના વિકાસમાં દાખવેલો રસ તેનું બીજું સબળ દૃષ્ટાંત છે.
૧૯૨૯ના જાન્યુઆરીમાં ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ ફિન્ડલે શિરાઝે તેમની સાથે કરેલા વચનભંગના વિરોધમાં હડતાળ પાડી. તેને પરિણામે પ્રિન્સિપાલે કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને કૉલેજમાંથી બરતરફ કર્યા. તેનો પડઘો શહેરમાં એવો પડવો કે હડતાળ ને રાષ્ટ્રીય આંદોલન એકરૂપ બની ગયાં. દાદાસાહેબ માવળંકર ને આચાર્ય કૃપાલાની જેવા નેતાઓ વિદ્યાર્થીઓના રાહબર બન્યા, એટલું જ નહીં, ખુદ ગાંધીજીનાં આશીર્વાદ ને દોરવણીનો
Scanned by CamScanner
Page #170
--------------------------------------------------------------------------
________________
પરંપરા અને પ્રગતિ
લાભ પણ વિદ્યાર્થીઓની આ ઐતિહાસિક હડતાળને મળ્યો હતો.૧૭
આ સંજોગોમાં સ્વ. બલુભાઈ ઠાકોર અને સ્વ. જીવણલાલ દીવાન જેવા શહેરના અગ્રણી કેળવણીકારોને લાગ્યું કે અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણની બિનસરકારી સંસ્થાઓ સ્થાપવાની જરૂર છે. તે માટે તેમણે સાર્વજનિક કેળવણી મંડળ સ્થાપવાનો વિચાર સરદાર વલ્લભભાઈ અને દાદાસાહેબ માવળંકર સમક્ષ મૂકયો. બંને નેતાઓએ તે વિચારને વધાવી લીધો. કસ્તૂરભાઈને આર્ટ્સ કૉલેજ માટે રૂપિયા બે લાખ આપવા વિનંતી થઈ. એ વખતે વિદ્યાર્થીઓનો ઝોક વિનયન વિદ્યાશાખા પસંદ કરવા તરફ વિશેષ હતો. કસ્તૂરભાઈની ઇચ્છા આર્ટ્સ કૉલેજ માટે દાન આપવાની ન હતી. પરંતુ સરદાર અને દાદાસાહેબે કહ્યું કે, “તમે દાન નહીં આપો તો અહીં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ નીકળશે અને પછી અમદાવાદમાં તમે બીજી કૉલેજ કાઢી નહીં શકો.” આ દલીલની કસ્તૂરભાઈ પર અસર થઈ. તેમણે ને તેમના ભાઈઓએ મળીને આર્ટ્સ કૉલેજ માટે બે લાખ રૂપિયા
૧૮
આપ્યા.
૧૪
૧૯૩૫માં અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ. આનંદશંકર ધ્રુવની તેના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી. કસ્તૂરભાઈની સંચાલક સમિતિ (governing body)ના પ્રમુખ તરીકે પસંદગી થઈ. શેઠ અમૃતલાલ હરગોવનદાસે સાઠ હજાર રૂપિયા કૉમર્સ કૉલેજ માટે આપ્યા એટલે ૧૯૩૬માં કૉમર્સ કૉલેજ શરૂ થઈ. ૧૯૩૭માં એલ. ડી. આર્ટ્સ કૉલેજ શરૂ થઈ. નવીનચંદ્ર મફતલાલ તરફથી રૂપિયા સાત લાખ સાયન્સ કૉલેજ માટે અને રમણલાલ લલ્લુભાઈ તથા નરસીલાલ લલ્લુભાઈ તરફથી રૂપિયા ત્રણ લાખ ફાર્મસી કૉલેજ માટે મળતાં ૧૯૪૬માં સાયન્સ કૉલેજ અને ૧૯૪૭માં ફાર્મસી કૉલેજ શરૂ થઈ. ૧૯૫૨માં અચરતલાલ ગીરધરલાલ ટ્રસ્ટ તરફથી રૂપિયા ચાર લાખ મળતાં એજ્યુકેશન કૉલેજ તેમાં ઉમેરાઈ. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીને ૧૯૭૯ની આખર સુધીમાં મળેલ દાનનું કુલ ભંડોળ રૂ. ૧,૩૭,૪૨,૪૧૩ છે. તેમાં રૂ. ૬૦,૩૦,૧૫૦ કસ્તૂરભાઈ-પરિવાર અને ઉદ્યોગગૃહો તરફથી મળેલ છે.
અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના ગુજરાત યુનિવર્સિટીના આગમનની પૂર્વભૂમિકારૂપ હતી. સોસાયટીના જ કાર્યકર્તાઓએ બીજું એક ગુજરાત યુનિવર્સિટી માટેનું મંડળ સરદાર વલ્લભભાઈના અધ્યક્ષપદે સ્થાપ્યું.
Scanned by CamScanner
Page #171
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ
૧૯
તેને માટે અમદાવાદની પ્રજાએ સારો ઉત્સાહ દર્શાવ્યો ને થોડા વખતમાં જ ૪૪,૬૮,૨૦૦ રૂપિયાનું ભંડોળ એકત્ર થયું. અને તેમના વહીવટ નીચે ચાલતાં ઉદ્યોગગૃહો વધુ રકમનું દાન મળ્યું હતું.
તેમાં કસ્તુરભાઈ, તેમનું કુટુંબ તરફથી કુલ્લે રૂપિયા બાર લાખથી
૧૪૧
આચાર્ય આનંદશંકર ધ્રુવની રાહબરી નીચે ગુજરાત યુનિવર્સિટી મંડળે ગુજરાતની યુનિવર્સિટીની વિભાવના ઘડી કાઢી હતી. એલ. ડી. આર્ટ્સ કૉલેજને પહેલા દસકા દરમિયાન વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા મળતી નહોતી. આચાર્ય ધ્રુવનો આગ્રહ હતો કે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં બને તેટલા વધુ વૈકલ્પિક વિષયો આપવા. આને લીધે એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં પચીસેક વૈકલ્પિક વિષયો બી. એ. કક્ષાએ શીખવવામાં આવતા. તેને પરિણામે દર વર્ષે તે કૉલેજને આશરે ૪૦,૦૦૦ રૂપિયાની ખોટ પૂરવાની આવતી.૨૦ એક અધ્યાપક દીઠ ૮થી ૧૦ વિદ્યાર્થીનું પ્રમાણ બની ગયું, જે શૈક્ષણિક દૃષ્ટિએ આદર્શ પ્રમાણ ગણાવું જોઈએ. સાયન્સ અને કૉમર્સ કૉલેજને માટે એ વર્ષોમાં ખોટ પૂરવાનો પ્રશ્ન ઊભો થયો નહોતો. પાછળથી આર્ટ્સ કૉલેજની ખોટ ઓછી કરવા વિષયો ઓછા કરવાનું વલણ જાગ્યું હતું. પરંતુ યુનિવર્સિટીના કાયદા પ્રમાણે કોઈ અધ્યાપકને તે કારણે છૂટા કરી શકાય તેવી સ્થિતિ નહીં રહેવાથી એલ. ડી. આર્ટ્સ કૉલેજની વિષમ આર્થિક સ્થિતિ થોડેઘણે અંશે ચાલુ રહેલી છે. એજ્યુકેશન સોસાયટીએ તેના નિભાવમાં આવતી ખોટ પાછળ આજ સુધીમાં એકવીસ લાખ રૂપિયા અને એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટની ખોટ પાછળ બાવન લાખ રૂપિયા ખર્ચ્યા છે. આટલી જંગી રકમની જોગવાઈ કરવામાં દેખીતી રીતે જ મુખ્ય પ્રયત્ન કસ્તૂરભાઈનો રહેલો છે.
પોતે સંચાલક-મંડળના પ્રમુખ હોવા છતાં કસ્તૂરભાઈએ અધ્યાપકો કે આચાર્યોની નિયુક્તિમાં પોતાની સત્તા કે વગનો ઉપયોગ કર્યો નથી. સોસાયટીએ નીમેલી પાંચ વ્યક્તિઓની વરણી સમિતિ દ્વારા તદ્દન નિષ્પક્ષ ધોરણે ઉચ્ચતમ લાયકાત ધરાવનાર વ્યક્તિઓને જ પસંદ કરવાનો આગ્રહ તેઓ રાખતા આવ્યા છે. આને પરિણામે પ્રિન્સિપાલ તરીકે ડૉ. વી. કે. આર. વી. રાવ, પ્રો. બી. આર. શિનોય, પ્રો. ગુરુમુખ નિહાલસિંગ, પ્રો. એસ. વી. દેસાઈ અને ડૉ. કે. જી. નાયક જેવી ને પ્રોફેસર તરીકે પ્રો. રામાનારાયણ વિ. પાઠક, પ્રો. એફ. સી. દાવર, પંડિત
Scanned by CamScanner
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પરંપરા અને પ્રગતિ
બેચરદાસ દોશી અને પ્રો. આથવલે જેવી ખ્યાતનામ પ્રતિભાઓ પ્રાપ્ત થઈ શકી હતી. વર્ષો જતાં આ ધોરણ ઊતરતું ગયું છે. આ પરિસ્થિતિના ખુલાસારૂપે કસ્તુરભાઈ કહે છે કે દાક્તરો, વકીલો અને વહીવટી અમલદારોની પસંદગીમાં જે મુશ્કેલી નડે છે, તેવી જ મુશ્કેલી આજે અધ્યાપકોની પસંદગી પરત્વે પણ ઊભી થયેલી છે. વસ્તુત: બધાં જ ક્ષેત્રોમાં ધોરણો સ્થળતાં જવાથી પ્રતિભાની તંગી વરતાય છે. તેમ છતાં, ઉદ્યોગમાં જે ચીવટથી તેઓ ગુણવત્તા જાળવી શક્યા છે તેટલી ચીવટ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની કૉલેજના સંચાલનમાં તેઓ બતાવી શક્યા નથી એમ કહેવું પડશે.
ગુજરાત યુનિવર્સિટીનું કેમ્પસ ઊભું કરવામાં અમદાવાદ એજ્યુકેશન સોસાયટીનો મોટો હિસ્સો છે. પહેલાં તેને માટે સો એકર જમીન ખરીદવામાં આવી હતી. પછી સરકારની મદદથી બીજી પ૨૫ એકર જમીન ૭૦ લાખ રૂપિયા ખર્ચીને સંપાદન કરી હતી. તેની પાછળ કસ્તૂરભાઈની દીર્ઘદૃષ્ટિ હતી. યુનિવર્સિટીનું વિશાળ કેમ્પસ જોઈને પરદેશીઓ પણ પ્રભાવિત થયા હતા.
ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર આરંભથી જે રીતે ગોઠવાયું અને શુદ્ધ શૈક્ષણિક દૃષ્ટિને બદલે રાજદ્વારી દૃષ્ટિએ કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા તે અંગે કસ્તૂરભાઈને અસંતોષ છે. યુનિવર્સિટીના નીતિનિયમો બાબત પણ તેમને મતભેદ છે. આમ છતાં મકાનોનાં બાંધકામ અને સંશોધન આદિની પ્રવૃત્તિઓમાં તેમની સલાહ અને સહાય યુનિવર્સિટીને મળતી રહે છે.
છેલ્લાં ત્રીસ વર્ષમાં લાલભાઈ દલપતભાઈ પરિવાર ટ્રસ્ટ તરફથી પોણાત્રણ કરોડ રૂપિયા અને તેમને હસ્તક ચાલતાં ઉદ્યોગગૃહો તરફથી રૂપિયા ત્રણ કરોડ બાણું લાખની સખાવત થયેલી છે. તેમાં બધું મળીને આશરે દોઢ કરોડ રૂપિયાનું દાન કેળવણીની સંસ્થાઓને મળેલું છે તે બતાવે છે કે બીજા કોઈ પણ ક્ષેત્રના કરતાં શિક્ષણ પ્રત્યે તેમને વિશેષ દિલચસ્પી છે.
જો આમ ન હોત તો છેલ્લા ત્રણ દાયકામાં ભારતના કોઈ પણ મોટા શહેરને માટે અદેખાઈનો વિષય બને તેવી ઉત્તમ કોટિની સંસ્થાઓ સ્થાપવામાં કસ્તૂરભાઈનો સક્રિય પ્રયત્ન જોવા ન મળત. અટીરા, પી. આર. એલ., લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, સ્કૂલ ઑફ આર્કિટેકચર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન અને વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી
Scanned by CamScanner
Page #173
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૪૩.
સાયન્સ સેન્ટર અમદાવાદની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી સંસ્થાઓ છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી વિજ્ઞાન અને ટેકનોલૉજીના વિકાસ માટે દેશમાં જે નવી હવા ઉત્પન્ન થઈ તેના ફળરૂપે આમાંની વિજ્ઞાન-સંસ્થાઓ ઉદ્ભવી ગણાય. કસ્તુરભાઈ અને ડૉ. વિક્રમ સારાભાઈના સંયુક્ત સ્વપ્નની સિદ્ધિ એમાં જોવા મળે છે. પીઢ ઉદ્યોગપતિ અને જુવાન વિજ્ઞાનીની ઇચ્છા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિનિયોગ દ્વારા અમદાવાદની ઉદ્યોગ, કળા અને સંસ્કૃતિની સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ ઉપયોગી નીવડે એવું આયોજન કરવાની હતી. એકની પ્રયોગશીલતા અને બીજાની વ્યવહારકુશળતાના વિરલ સમન્વયથી એ સિદ્ધ થઈ શકયું છે.
૧૯૪૪માં ભારત સરકારે પમુખમ્ ચેટ્ટીના અધ્યક્ષપદે ઔદ્યોગિક સંશોધનને ઉત્તેજન આપવાના પ્રબંધ માટે એક સમિતિ નીમી હતી. તેની સમક્ષ અમદાવાદ મિલમાલિક મંડળે એવી રજૂઆત કરી હતી કે સરકાર જો જરૂરી આર્થિક સહાય આપે તો મંડળ તરફથી સહકારી ધોરણે કાપડ-ઉદ્યોગની સંશોધન સંસ્થા સ્થાપવામાં આવે. તેને સરકારની સંમતિ મળતાં ડિસેમ્બર ૧૯૪૭માં અમદાવાદ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિયેશન (અટીરા)ની સ્થાપના થઈ. તેને માટે અમદાવાદની ૭૧ મિલોએ મળીને બાવન લાખ રૂપિયા આપ્યા. તેની સામે સરકારે ૧૯ લાખની સહાય આપી અને તેના નિભાવખર્ચમાં વાર્ષિક દોઢલાખ રૂપિયાની મર્યાદામાં પ્રથમ પાંચ વર્ષ સુધી પચાસ ટકા અનુદાન આપવાની તૈયારી બતાવી.૨૧ - બ્રિટન અને યુરોપમાં ચાલતી ઔદ્યોગિક સંશોધન-સંસ્થાઓના નમૂના પર અટીરાનું બંધારણ કસ્તૂરભાઈ અને ડૉ. વિક્રમ સારાભાઈના સૂચનથી તૈયાર થયું. સંસ્થાની વ્યવસ્થાપક સમિતિમાં વિજ્ઞાનીઓને કો-ઑપ્ટ કરવાની જોગવાઈ અને બહુમતી સત્તા મિલમાલિકોના હાથમાં ન રહે તેવી રચના પણ તે બંને અગ્રણીઓએ સૂચવી હતી. વ્યવસ્થાપક સમિતિના પ્રથમ પ્રમુખ તરીકે ૧૯૪૭માં કસ્તૂરભાઈની વરણી થઈ. તે ૧૯૬૩ સુધી પ્રમુખ રહ્યા. આરંભકાળથી ૧૯૫૬ સુધી વિક્રમ સારાભાઈ ખંડસમયના માનાર્હ નિયામક તરીકે રહ્યા હતા. અટીરાની નીતિ ભારતભરમાંથી જવાન ને તેજસ્વી વિજ્ઞાનીઓને તથા સંશોધકોને પસંદ કરવાની રહી હતી. આ સંસ્થા શરૂઆતમાં એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના
Scanned by CamScanner
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પરંપરા અને પ્રગતિ
મકાનમાં કામ કરતી હતી. ૧૯૫૪માં તેનું એક લાખ ચો. ફૂટના વિસ્તારવાળું ભવ્ય મકાન બંધાયું, જેનું ઉદ્ઘાટન જવાહરલાલે કરેલું. છેલ્લા ત્રણ દાયકામાં અટીરાએ કાપડ-ઉદ્યોગનાં વિવિધ અંગો જેવાં કે કાપડની ગુણવત્તાની મર્યાદા, સૂતર, ઉત્પાદનક્ષમતા, રૂનો બગાડ, રેસાની ગુણવત્તાની ચકાસણી, રૂની નવી જાતોનું કાંતણ તેમ જ સૂતરની ખામીની વણાટ અને પોત પર થતી અસર વગેરે વિશે મહત્ત્વનું સંશોધન કરેલું છે. અટીરાના નિષ્ણાતોએ આ ઉદ્યોગને લગતાં લગભગ ૪૫૦ સાધનોનું સંશોધન કરેલ છે. બૉઈલરની ક્ષમતા અને ઘુમીડીફીકેશનની પ્રક્રિયામાં સુધારા સૂચવતી શોધો પણ આ રાષ્ટ્રીય સંસ્થામાં થયેલી છે. તેના સંચાલનમાં ડૉ. ભટનાગર અને ડૉ. ક્રિષ્નન પણ હતા. તેમણે સ્થાપેલી પ્રણાલિકા અનુસાર અટીરાનું સંચાલન વૈજ્ઞાનિકો દ્વારા થાય છે અને તેને મિલમાલિકો તથા સરકારનો ટેકો છે.
અટીરા સ્થપાઈ તેને બીજે વર્ષે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના થઈ હતી. છેક ૧૯૪૫માં સારાભાઈ પરિવાર તરફથી કર્મક્ષેત્ર એજ્યુકેશનલ ફાઉન્ડેશનની રચના કરવામાં આવેલી. આ ફાઉન્ડેશન ઉચ્ચ વૈજ્ઞાનિક સંશોધન સહિત શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાના હેતુથી સ્થપાયેલ. વિક્રમ કેમ્બ્રિજની ડૉકટરેટ લઈને આવ્યા પછી તરત જ તેમણે અમદાવાદમાં કૉસ્મિક કિરણો અને વાતાવરણીય ભૌતિકશાસ્ત્ર (એટમોસ્ફરિક ફિઝિકસ)ના અભ્યાસ માટેની ફિઝિકલ રિચર્સ લેબોરેટરી સ્થાપવાની હિલચાલ શરૂ કરી હતી. આ બાબત તેમણે કસ્તૂરભાઈ અને દાદાસાહેબ માવળંકર સાથે ચર્ચા કરી. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, દિલ્હીની કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રી ઍન્ડ રિસર્ચ (સી.એસ.આઈ.આર.) અને ભારત સરકારના અણુશક્તિ મંત્રાલયના સહકારથી પી. આર. એલ.ની સ્થાપના થઈ. કસ્તૂરભાઈએ આ સંસ્થાને મજબૂત કરવામાં ડૉ. સારાભાઈને સક્રિય સાથ આપ્યો. વિખ્યાત વૈજ્ઞાનિક ડો. કે. આર. રામનાથનને ભારત સરકારની સેવામાંથી નિવૃત્ત થયા કે તરત જ આ સંસ્થાના નિયામક તરીકે કસ્તૂરભાઈ અને વિક્રમ સારાભાઈ પ્રયત્ન કરીને લઈ આવ્યા. તેની સંચાલન સમિતિમાં અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, કર્મક્ષેત્ર એજ્યુકેશન ફાઉન્ડેશન, ભારત સરકારના અણુશક્તિ મંત્રાલયના પ્રતિનિધિ તેમ જ મુંબઈ સરકારના પ્રતિનિધિ બેસતા. કસ્તૂરભાઈ તેના પ્રથમ
Scanned by CamScanner
Page #175
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૪૫
શ થયા તે છેક ૧૯૭૬ સુધી એ પદે રહ્યા. છેવટ લગી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રતિનિધિ તરીકે તેઓ સંચાલન સમિતિના સભ્ય હતા.
પી. આર. એલ.નો વિસ્તાર ઉત્તરોત્તર વધતો ગયો છે. તેના મકાનનો શિલારોપણવિધિ ૧૯૫રમાં ડો. સી.વી. રામને કરેલો અને તેનું ઉદ્ઘાટન ૧૯૫૪માં જવાહરલાલે કરેલું. મકાન તૈયાર થયું ત્યાં સુધી સંસ્થાનું કામકાજ એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ચાલતું હતું. મકાનનો મોટો ભાગ સ્વાભાવિક રીતે જ પ્રયોગશાળાઓએ રોકેલો છે. કોમ્યુટર માટે અલગ જગા છે. ઉપરાંત અનુસ્નાતક વિદ્યાર્થીઓનાં છાત્રાલય, અધ્યાપકનિવાસ અને અતિથિગૃહ પણ બાંધેલ છે. આશરે ચાળીસ લાખ રૂપિયાની કિંમતનાં મકાનો આ સંસ્થાના કેમ્પસ પર બંધાયેલાં છે.
તેનું કાર્યક્ષેત્ર પણ હવે ઘણું મોટું થયું છે. કૉસ્મિક કિરણો ઉપરાંત આંતરગ્રહીય અવકાશ, ખગોળવિદ્યા, ભૂ-ચુંબકીય વિજ્ઞાન, ન્યૂક્લિયર અને પ્લાઝમા ફિઝિકસ, કૉસ્મોલૉજી ઓફ ફિઝિકસ, પુરાતત્ત્વ, જલવિજ્ઞાન, રિમોટ સેન્સિગ વગેરે વિધ્યોનું સંશોધન આ આંતરરાષ્ટ્રીય માન્યતા પામેલી સંસ્થામાં ચાલે છે. આજ સુધીમાં આશરે સો જેટલા વિદ્યાર્થીઓ પીએચ.ડી. કે એમ.એસસી.ની ઉપાધિ મેળવીને આ સંસ્થામાંથી બહાર પડેલ છે. પી. આર. એલ. દેશભરમાં તેના કાર્યથી એટલી પ્રસિદ્ધિ પામી છે કે ભારત સરકાર તેના નિભાવ માટે દર વર્ષે રૂપિયા પિસ્તાળીસ લાખ અનુદાન આપે છે.
એવી જ બીજી આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા અમદાવાદમાં સ્થપાઈ તે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ છે. ભારતમાં ઉદ્યોગનો વિકાસ થયો હોવા છતાં તેનું સંચાલન પરંપરાથી ઉદ્યોગપતિઓના કુટુંબ દ્વારા જ થતું હતું. સંચાલનની વ્યાવસાયિક કુશળતા ધરાવતા માણસો મળતા નથી એવી દલીલ થતી હતી. ભારત સરકારે એવી વ્યાવસાયિક કુશળતા વિકસે તેવો પ્રબંધ કરવાનું ઠરાવ્યું. ૧૯૫૯માં તેને માટે નિમાયેલ અભ્યાસ-નિષ્ણાત જ્યોર્જ ડબલ્યુ. રોબિન્સે સરકારને કલકત્તા અને અમદાવાદ ખાતે બિઝનેસ મેનેજમેન્ટનું શિક્ષણ આપે તેવી સંસ્થા સ્થાપવાની ભલામણ કરી.૨૩ અમદાવાદને બદલે આવી સંસ્થા મુંબઈમાં સ્થપાય તે માટે ચક્રો ગતિમાન થયેલાં. પરંતુ વિક્રમ સારાભાઈ અને કસ્તૂરભાઈના પ્રયત્નોથી તે સંસ્થા અમદાવાદને જ મળી. ભારત સરકારે તેનો
Scanned by CamScanner
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પરંપરા અને પ્રગતિ.
નિભાવખરી આપવાનું સ્વીકાર્યું. રાજ્ય સરકારે તેને માટે સો એકર જમીન આપી અને મકાન ઇત્યાદિના કેપિટલ ખર્ચની જવાબદારી મિલમાલિકોએ ઉપાડી લીધી. અધ્યાપકો, ગ્રંથાલય અને સાધનો માટે જરૂરી હૂંડિયામણની સહાય કૉર્ડ ફાઉન્ડેશને કરી. આ સંસ્થામાં ભારતના કોઈ પણ પ્રદેશમાંથી કેવળ ગુણવત્તાને ધોરણે તાલીમાર્થીઓ પસંદ કરવાના હતા. તેની સામે સ્થાનિક વિદ્યાર્થીઓને વધુ છૂટછાટ કે પ્રતિનિધિત્વ અપાવું જોઈએ એવો એક મત ઊભો થયેલો અને તે માટે રાજ્ય સરકારે પણ સંસ્થાને પાંસઠ એકર જમીન આપ્યા પછી વધુ આપવાની આનાકાની કરવા માંડેલી. પરંતુ કસ્તૂરભાઈ અને વિક્રમ સારાભાઈએ સંસ્થાની રાષ્ટ્રીય ભાત પૂરેપૂરી જાળવવાના તેના પ્રથમ નિયામક ડૉ. રવિ મથાઈના આગ્રહને પૂરેપૂરું અનુમોદન આપ્યું. છેવટે ઘનશ્યામભાઈ ઓઝા મુખ્ય મંત્રી હતા તે વખતે સંસ્થાને બાકીની પાંત્રીસ એકર જમીન પણ મળી હતી.૨૪ - ૧૯૬૨માં હાર્વર્ડ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના સહયોગથી આઈ. આઈ. એમ.નો શૈક્ષણિક કાર્યક્રમ શરૂ થયો. શક્તિશાળી જુવાનોને વિવિધ ક્ષેત્રોમાં વ્યવસ્થાપન અને તત્સંબંધી ક્ષેત્રોની તાલીમ આપવા ઉપરાંત નિર્ણયશક્તિ ખીલવવા, મેનેજરોની વહીવટી કુશળતા વિકસાવવા, વ્યવસ્થાપનને લગતાં ક્ષેત્રોમાં શિક્ષકો ને સંશોધકો તૈયાર કરવા, મૌલિક સંશોધન દ્વારા જ્ઞાનવિકાસ સાધી તેનો ગ્રંથપ્રકાશન દ્વારા પ્રસાર કરવા, નિષ્ણાત સલાહ પૂરી પાડીને વિવિધ સંસ્થાઓને વહીવટી પ્રશ્નો હલ કરવામાં સહાય કરવા અને આ બધા ઉદ્દેશો સિદ્ધ કરવામાં આ દેશની કે પરદેશની સંસ્થાઓનો સહયોગ સાધવા કે સહકાર આપવા અને જરૂર લાગે તો તેને માટે સંસ્થાઓ ઊભી કરવાનો ઉપક્રમ આઈ. આઈ. એમ.એ નક્કી કરેલા ઉદ્દેશોમાં સમાવેશ પામેલો છે.૨૫
- વસ્ત્રાપુરના એક વખતના નિર્જન વગડામાં આધુનિક સ્થાપત્યના આકર્ષક નમૂનારૂપ મકાનો આઈ. આઈ. એમ.ના કેમ્પસ ઉપર ઉઠાવ લેતાં જાય છે. છેલ્લા દોઢ દાયકામાં ભૌતિક સગવડો અને શૈક્ષણિક કાર્યક્રમની દૃષ્ટિએ આઈ. આઈ. એમ.એ સાધેલી પ્રગતિ જોઈને કોઈ પણ સંસ્થાને ઈર્ષ્યા આવે. ઉદ્યોગ અને કૃષિનાં ક્ષેત્રો માટેની વ્યવસ્થાપનનો તેનો અભ્યાસક્રમ સુસ્થિત બનીને સારી ચાહના પામ્યો છે. યુનિવર્સિટીના અધ્યાપકો માટેના અભ્યાસક્રમોએ
Scanned by CamScanner
Page #177
--------------------------------------------------------------------------
________________
Sિ
B
BEPERENCE BOOKS
RECENT ADDITIONS
Scanned by CamScanner
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટની મુલાકાતે શ્રી બાલકૃષ્ણ દોશી, શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને પ્રો. સેમ્યુઅલ પોલ
જુઓ પૃ. ૧૪૭
Page #178
--------------------------------------------------------------------------
________________
Scanned by CamScanner
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ મૅનેજમેન્ટ, અમદાવાદના પ્રથમ ડિરેકટર પ્રો. રવિ મથાઈ સાથે શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ.
જુઓ પૃ. ૧૪૭
Page #179
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૪૭
પણ ઠીક ઠીક આકર્ષણ જમાવ્યું છે. તાજેતરમાં દાખલ કરેલ સંશોધન-કાર્યક્રમ વ્યવસ્થાપન તાલીમને ઓર આગળ ધપાવી રહ્યો છે. મોટી વાત તો એ છે કે સંસ્થાને શિક્ષણ, સંશોધન અને નિષ્ણાત-સલાહ માટે ખ્યાતનામ અધ્યાપકો મળ્યા છે. આ વિષયમાં દેશભરમાં પ્રથમ પંક્તિનું ગણાય તેવું સમૃદ્ધ ગ્રંથાલય અને સમગ્ર એશિયામાં અજોડ ગણાય તેવું કોમ્યુટર સેન્ટર મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યા વિના રહેતાં નથી. પહેલાં દસ વર્ષમાં આઈ. આઈ. એમ.એ દ૨ તાલીમ કાર્યક્રમો યોજ્યા હતા. જેનો ૨,૧૬૭ સંસ્થાઓ અને ૩,૫૦૭ વ્યક્તિઓએ લાભ લીધો હતો, ૭૧ જેટલી સંશોધન-યોજનાઓ પાર પાડી હતી અને ૬૧ નિષ્ણાત સલાહ કાર્યક્રમો હાથ ધર્યા હતા. આ કાર્યક્રમોમાં ઉદ્યોગગૃહો તરફથી રૂ. ૮૦૦થી ૧,૦૦૦ના માસિક વેતન સાથે હજારેક ગ્રેજ્યુએટોને તાલીમ માટે મોકલવામાં આવેલ. આ સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે પહેલે વર્ષે ૭૪૭ અરજીઓ આવેલી. તેની સંખ્યા વધીને હવે લગભગ ૫,૦૦૦ જેટલી થઈ છે. પ્રથમ વર્ષે ૫૮ને પ્રવેશ આપેલો તે આંક હવે વધીને ૧૨૧ થયેલ છે.૨૬ આ પરથી સંસ્થાની સફળતા, ઉપયોગિતા અને લોકપ્રિયતાનો સ્પષ્ટ અંદાજ બંધાય તેમ છે.
કસ્તૂરભાઈ આ સંસ્થાની ગવનિંગ કાઉન્સિલના સભ્ય હતા. તેમને અધ્યક્ષપદ લેવા આગ્રહ થયો. પણ તેમણે તે લેવાની ના પાડી. સભ્યપદે રહીને તેમણે સંસ્થાનાં તમામ કાર્યોમાં કીમતી સલાહ અને સહાય આપ્યા કરી. સંસ્થાના મકાનની ડિઝાઇન વિખ્યાત સ્થપતિ પ્રો. લુઈ કાહને કરી હતી. બિલ્ડિંગ કમિટીના ચૅરમેન કસ્તૂરભાઈએ પોતાની આગવી સૂઝથી તેમાં અનેક સુધારા સૂચવેલા અને તે લુઈ કાને ખુશીથી માન્ય રાખેલા; કેમ કે તે કસ્તૂરભાઈને કુદરતી સૂઝવાળા સ્થપતિ’ ગણતા હતા.
સંસ્થાના પ્રથમ નિયામક ડૉ. રવિ મથાઈ સાથે કસ્તૂરભાઈને ગાઢ સંબંધ હતો. રવિ મથાઈના પિતા ડો. જહોન મથાઈ કસ્તૂરભાઈના મિત્ર હતા તે નાતાથી પણ રવિ મથાઈ તેમને વડીલ તરીકે માન આપતા. આઈ. આઈ. એમ. માટે ભંડોળ એકત્ર કરવામાં કસ્તૂરભાઈએ ઘણી મદદ કરેલી છે. ઉપરાંત સંસ્થાના વહીવટી પ્રશ્નોમાં તેઓ વ્યવહારુ અને સીધા ઉકેલ સૂચવતા તેનો રવિ મથાઈ હોંશે હોંશે સ્વીકાર કરતા. બંને વચ્ચે નિખાલસ વિચારવિનિમય થયા કરતો.
Scanned by CamScanner
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પરંપરા અને પ્રગતિ ,
રવિ મથાઈએ સ્વેચ્છાએ નિયામકપદેથી રાજીનામું આપ્યું ત્યારે કસ્તૂરભાઈએ તેમને ‘મૂર્ખાઈભરી' રીતે વર્તવા બદલ ઠપકો આપ્યો હતો.૨૦
આઈ. આઈ. એમ.ની રાષ્ટ્રીય પ્રતિભા અને તેના શિક્ષણનું ઊંચું ધોરણ જાળવી રાખવામાં સંસ્થાના અધ્યક્ષ અને અધ્યાપકોને કસ્તૂરભાઈનો સંપૂર્ણ ટેકો હતો, એટલું જ નહીં, અનેક પ્રસંગોએ કસ્તૂરભાઈએ તેમનો પક્ષ લઈને કોઈ પણ પ્રકારની વગ કે દબાણનો પ્રવેશ ન થવા પામે તે માટે તકેદારીભર્યું વલણ લીધું હતું. ગવનિંગ કાઉન્સિલની બધી સભાઓમાં તેઓ અવશ્ય હાજરી આપતા અને ઘણી વાર તો તેનું પ્રમુખપદ પણ લેતા. તે વખતે સભ્યોનાં વક્તવ્ય ધીરજથી સાંભળીને છેવટે પોતાનું વક્તવ્ય તેઓ અતિ સંક્ષેપમાં રજૂ કરતા. આવી સભાઓમાં શિક્ષકો ઘણો વખત લેતા. આથી સભા પૂરી થયા પછી તેઓ રવિ મથાઈને હળવી ફરિયાદ કરતા કે “શિક્ષકો બહુ બોલે છે. ૧૯૭૫માં આઈ. આઈ. એમ.ની ગવનિંગ કાઉન્સિલના સભ્યપદેથી નિવૃત્ત થયા ત્યારે કાઉન્સિલે કસ્તુરભાઈએ સંસ્થાની સ્થાપના અને પ્રગતિમાં આપેલા મૂલ્યવાન ફાળાની કદર કરીને તેમની પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવતો લાંબો ઠરાવ પસાર કર્યો હતો.૨૮ તેઓ નિવૃત્ત થયા તે પછી પણ સંસ્થાના કાર્યકરો મહત્ત્વના પ્રશ્નોમાં સલાહસૂચન મેળવવા તેમની પાસે દોડી જતા.
જૈન મંદિરોનો જીર્ણોદ્ધાર થયો તેમ જ અટીરા, પી. આર. એલ., આઈ. આઈ. એમ. અને વેપારી મહામંડળ જેવી સંસ્થાઓનાં મકાનો બંધાયાં તે પ્રસંગોએ કસ્તૂરભાઈએ ઉત્તમ કોટિના સ્થપતિની સૂઝ બતાવીને ઇમારતોની ડિઝાઇન તૈયાર કરાવી હતી. તેમને અમદાવાદમાં એક સ્થાપત્ય-કળાના શિક્ષણ માટેની સંસ્થાની જરૂર લાગતી હતી. ૧૯૫૫માં મિલમાલિક મંડળનું મકાન બંધાતું હતું તે નિમિત્તે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સ્થપતિ બાલકૃષ્ણ દોશીના સંપર્કમાં આવવાનું થયું. કૉન્ઝર ને લુઈ કાન જેવા જગપ્રસિદ્ધ સ્થપતિઓ સાથે કામ કરનાર દોશીના સ્થાપત્યકળા અંગેના અભિનવ વિચારો ને ખ્યાલોથી તેઓ પ્રભાવિત થયા. ડૉ. વિક્રમ સારાભાઈ બંનેને વધુ નિકટ લાવવામાં નિમિત્ત બન્યા હતા. અમદાવાદમાં પર્યાવરણીય આયોજન ને તંત્ર’ (એન્વાયરમેન્ટલ પ્લાનિંગ ઍન્ડ ટેકનોલૉજી)ના શિક્ષણ માટે પ્રબંધ કરવાની જરૂરિયાત તેમને ત્રણેને લાગી હતી.
Scanned by CamScanner
Page #181
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૪૯
અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ “સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલૉજીની સ્થાપના કરી હતી. તેના અંગરૂપે સૌપ્રથમ ૧૯૬રમાં ‘સ્કૂલ ઑફ આર્કિટેકચર’ શરૂ કરવામાં આવી. તેના કેમ્પસ માટે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ પાંચ એકર જમીન દાનરૂપે આપી. પછી ક્રમે ક્રમે તેમાં સ્કૂલ ઓફ પ્લાનિંગ, સ્કૂલ ફૉર એવાન્ડ સ્ટડી ઈન સ્ટ્રકચરલ એન્જિનિયરિંગ, વિઝયુઅલ આર્ટ સેન્ટરની સુવિધાવાળી સ્કૂલ ઓફ બિલ્ડિંગ કન્સ્ટ્રકશન અને સ્કૂલ ઓફ બિલ્ડિંગ સાયન્સ એન્ડ ટેકનોલૉજીનો ઉમેરો થતો ગયો.૨૮
સ્કૂલ ઓફ આર્કિટેક્ટરે એશિયાભરમાં એ વિષયની ઉત્તમ સંસ્થા તરીકે ખ્યાતિ મેળવી છે. તેમાં છ વર્ષનો પૂરા સમયનો ડિપ્લોમા અભ્યાસક્રમ શિખવાડાયા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે તેને સ્નાતકની સમકક્ષ ગણીને માન્યતા આપેલી છે. ભારત તેમ જ પરદેશની યુનિવર્સિટીઓએ પણ તેને માન્યતા આપેલી છે. દોશી અને તેમના સાથીઓએ તેના સંતુલિત અભ્યાસક્રમનું સુંદર આયોજન કરેલું છે. વર્કશોપ્સના સેમેસ્ટર માટે બહોળી પસંદગીને અવકાશ રહે તે રીતે તેમણે વિષયોનું વૈવિધ્ય રાખેલું છે. વ્યક્તિગત રસના ખાસ વિષયોના શિક્ષણનો પણ તેમાં પ્રબંધ છે. જરૂરી પ્રયોગશાળાઓ, વર્કશોપ અને ઉત્તમ ગ્રંથાલય સહિત તમામ ભૌતિક સુવિધાઓ સ્કૂલમાં ઉપલબ્ધ છે. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ તેના નિભાવમાં આજ દિન સુધીમાં ૧૧,૬૪,૦૦૦ રૂપિયાની ખોટ ભરપાઈ કરેલી છે. સ્કૂલ ઑફ આર્કિટેકચરના વાર્ષિક નિભાવખર્ચના પચાસ ટકા અને સ્કૂલ ઓફ પ્લાનિંગના વાર્ષિક નિભાવખર્ચના પચીસ ટકા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ ૧૯૭૬ સુધી ભોગવેલ છે. તે પછી સરકારે બંને સંસ્થાઓને નેવું ટકા ગ્રાન્ટ આપવાનું સ્વીકારેલ છે. ફૉર્ડ ફાઉન્ડેશન જેવી વિદેશી સંસ્થાઓ તરફથી પણ બંને સંસ્થાઓને આર્થિક સહાય મળે છે. સ્કૂલ ઓફ આર્કિટેક્ટરને ફૉર્ડ ફાઉન્ડેશને આશરે બે લાખ ડૉલરનું દાન આપેલું છે. શ્રી દોશીની પરદેશમાં જામેલી પ્રતિષ્ઠાને કારણે આ પ્રકારની આર્થિક સહાય મેળવવામાં સંસ્થાને સરળતા રહી છે.૩૦
ઉપર ઉલ્લેખેલ સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજીના અધ્યક્ષ હોવા છતાં કસ્તુરભાઈ તે સેન્ટરની વિવિધ સંસ્થાઓના રોજ-બ-રોજના કામકાજમાં માથું મારતા નહીં. એક વાર કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂક્યો પછી
Scanned by CamScanner
Page #182
--------------------------------------------------------------------------
________________
પરંપરા અને પ્રગતિ
તેના વહીવટમાં દખલ ન કરવાની તેમની નીતિ હતી, દોશી અને હસમુખ પટેલે કસ્તૂરભાઈનો એવો વિશ્વાસ સંપાદિત કરેલો કે સંસ્થા પર સંપૂર્ણ રીતે તેમનો જ કાબૂ હોય એવી છાપ ઊભી થતી. કસ્તૂરભાઈને દોશીમાં વિરલ નિષ્ઠા દેખાય અને દોશીને કસ્તૂરભાઈમાં આપસૂઝવાળા સ્થપતિ દેખાય. પ્રો, કાને કસ્તૂરભાઈની કળાનિપુણતા પર વારી જઈને તેમને ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિટેક્ટ્સ દ્વારા ડૉકટરેટ આપવાનું સૂચન કર્યું હતું.૧
૧૫૦
સ્કૂલ ઑફ અર્બન સ્ટડીઝ ઍન્ડ પ્લાનિંગની સ્થાપના ૧૯૭૨માં થઈ હતી. આ નવીન અભ્યાસક્રમવાળી સંસ્થાને રાજ્ય ને કેન્દ્ર સરકાર ઉપરાંત અમદાવાદ એજ્યુકેશન સોસાયટી તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે. સોસાયટીએ તેની પાછળ રૂપિયા ચાર લાખથી વધુ રકમ ખર્ચી છે, તેને કેન્દ્ર સરકાર તથા ફ્રૉર્ડ ફાઉન્ડેશન તરફથી પુસ્તકો અને મકાન માટેના અનાવર્તક ખર્ચ માટે પણ આર્થિક સહાય મળેલી છે.
આ સંસ્થાનું કાર્યક્ષેત્ર માનવ વસાહતો છે. સામાજિક અને આર્થિક વિકાસ સાથે તેને વિશેષ નિસ્બત છે. આખા દેશમાંથી વીસેક વિદ્યાર્થીઓને દર વર્ષે તેમાં પ્રવેશ મળે છે. અનુસ્નાતક અથવા વ્યાવસાયિક ડિગ્રી ધરાવતા આ તાલીમાર્થીઓને માસિક અઢીસો રૂપિયાનું નિર્વાહભથ્થું મળે છે. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ, સ્કૂલ ઑફ આર્કિટેક્ચર, આઈ.આઈ.એમ., નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑકયુપેશનલ હેલ્થ અને ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનના સમાજશાસ્ત્ર વિભાગના સહકારમાં આ સ્કૂલનો મોટા ભાગનો કાર્યક્રમ ચાલે છે.૩૨
કસ્તૂરભાઈની પ્રિય આકાંક્ષા પાર પાડનારી બીજી એક સંસ્થા યુનિવર્સિટી કૅમ્પસ પર છેલ્લા બે-અઢી દાયકાથી ઊભી છે તે આગબોટ ઘાટના અનોખા સ્થાપત્યથી જુદું તરી આવતું લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર છે. ૧૯૫૫માં તેની સ્થાપના થયેલી. તેનું વિશાળ ઉદ્યાન ધરાવતું રૂપકડું મકાન ૧૯૬૩માં બંધાયેલું અને તેનું ઉદ્ઘાટન પણ જવાહરલાલે કર્યું હતું.
મુનિશ્રી પુણ્યવિજયજીએ આ સંસ્થાને ૧૦,૦૦૦ હસ્તપ્રતો અને ૭,૦૦૦ પુસ્તકોની અત્યંત મૂલ્યવાન ભેટ આપેલી. આજે સંસ્થા પાસે ૪૫,૦૦૦ જેટલી હસ્તપ્રતો એકત્ર થયેલી છે. સંસ્કૃત, પાલિ, જૂની ગુજરાતી અને જૂની
Scanned by CamScanner
Page #183
--------------------------------------------------------------------------
________________
ALLI
Scanned by CamScanner
રાયપુર મિલમાં મજૂરોનાં બાળકો માટેના બાલગૃહનું મહાત્મા ગાંધીજીએ ઉદ્ઘાટન કર્યું તે પ્રસંગે
આવકારપ્રવચન કરતા શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ
જુઓ પૃ. ૧૦૭
Page #184
--------------------------------------------------------------------------
________________
Scanned by CamScanner
શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી જવાહરલાલ નેહરુ, તે વખતના ગુજરાતના મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજ મહેતા અને રાજ્યપાલશ્રી મહેંદીનવાઝ જંગ સાથે થી ભાઈ લાલભાઈ. જઓ ૫.
970
Page #185
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન તી અને આધુનિક સંસ્થાઓ ૧૫૧
હિંદી ભાષામાં ભારતીય સંસ્કૃતિ, ધર્મ-તત્વજ્ઞાન, જ્યોતિષ, વ્યાકરણ, છંદ, ભાષા છે. વિવિધ વિષયોનાં સોથી સાતસો વર્ષ જૂનાં પુસ્તકોની એ હસ્તપ્રતો છે. તેમાંથી દસ હજાર જેટલી પ્રતોની યાદી કેન્દ્ર સરકારની આર્થિક સહાયથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આજ સુધીમાં સંસ્થા તરફથી પચાસેક સંશોધનગ્રંથો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને ૨,૦૦૦ કીમતી હસ્તપ્રતોની માઈક્રોફિલ્મ ઉતારી છે.૩૩
સંસ્થાનું મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક સંગ્રહાલય છે. કસ્તૂરભાઈ અને તેમનાં કુટુંબીજનો તરફથી ભેટ મળેલી સંખ્યાબંધ પુરાવસ્તુઓ તેમાં સંગ્રહેલી છે. સુંદર ચિત્રો, શિલ્પો, વસ્ત્રો, આભૂષણો, ગૃહશોભાની વસ્તુઓ, પોથીઓ અને છેક બારમી સદીની ચિત્રયુક્ત હસ્તપ્રતો મળીને આશરે ચારસો નમૂનાઓ આ સંગ્રહાલયમાં મૂકેલા છે. તેની મુલાકાત લેનાર હરકોઈને તેમાં પ્રાચીન ભારતીય જીવન અને સંસ્કૃતિની મોહક ઝલક જોવા મળે છે.
સંસ્થામાં મૂકેલી સામગ્રીની મદદથી અને અધ્યાપકોના માર્ગદર્શનથી પીએચ.ડી.ની પદવી માટેનું સંશોધનાર્ય વિદ્યાર્થીઓ ચલાવે છે. તેને માટે ગુજરાત યુનિવર્સિટીની માન્યતા સંસ્થાને મળેલી છે. આરંભકાળથી જ ડૉ. દલસુખભાઈ માલવણિયા જેવા પ્રશસ્ત વિદ્વાન નિયામક તરીકે પ્રાપ્ત થયા તે ઉત્તમ સુયોગ ગણાય. નિવૃત્ત થયા પછી પણ ડો. માલવણિયા પોતાનો કીમતી સમય આપીને સંસ્થામાં ચાલતા સંશોધનકાર્યને સહાય કરી રહ્યા છે. નાનકડા પણ સન્નિષ્ઠ અધ્યાપકવૃંદે સંસ્થાને સ્વાધ્યાય અને સંશોધનથી ગુંજતા વિદ્યાકેન્દ્ર તરીકે પ્રતિષ્ઠિત કરેલી છે.
મકાનના સાડાછ લાખ સહિત રૂપિયા બાવીસ લાખનો કુલ ખર્ચ આ સંસ્થાની સ્થાપનામાં થયેલો છે. તે કસ્તૂરભાઈ અને તેમનાં કુટુંબીજનોએ જ ઉપાડેલ છે. નિભાવખર્ચ મોહિનાબા ટ્રસ્ટ તરફથી મળે છે. સંશોધનની મેઈ ખાસ યોજના માટે ભારત સરકાર તરફથી અનુદાન મળે તે સિવાય બહારથી બીજી કોઈ મદદ સંસ્થાને મળતી નથી. જૂની હસ્તપ્રતોને પુરાવસ્તુઓને સુરક્ષિત રાખીને તેના સંશોધનની વ્યવસ્થા કરવાની કસ્તૂરભાઈની ભાવના આ સંસ્થા દ્વારા ઉત્તમ સ્વરૂપમાં સિદ્ધ થઈ રહી છે.
છેલ્લે પ્રેમાભાઈ હોલની વાત કરીએ. જૂનો પ્રેમાભાઈ હૉલ અમદાવાદની
Scanned by CamScanner
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૫ર
પરંપરા અને પ્રગતિ
છેલ્લાં સો વર્ષની સંસ્કૃતિનો સાક્ષી હતો. શહેરમાં ચાલતી નાનીમોટી સાહિત્યને સંસ્કૃતિની પ્રવૃત્તિઓ તે હોલમાં જ થતી. કસ્તૂરભાઈની ક્લાદૃષ્ટિને તેની જૂની બાંધણી ખૂંચતી હતી. વળી બેઠકો અને સગવડો વધારવાની જરૂરિયાત પણ ઊભી થઈ હતી. એટલે તેમણે પ્રેમાભાઈ હોલનો કાયાકલ્પ કરાવવાની યોજના કરી, બાલકૃષ્ણ દોશીની રાહબરી નીચે સાત વર્ષ સુધી તેનું નવસંસ્કરણ ચાલ્યું. કુલ રૂપિયા ૫૫,૭૦,૦૦૦ના ખર્ચે ૯૭૫ બેઠકોવાળો નવો પ્રેમાભાઈ હોલ તૈયાર થયો છે. તેમાં કસ્તૂરભાઈ-પરિવાર અને લાલભાઈ ગ્રૂપનાં ઉદ્યોગગૃહોએ મળીને કુલ રૂ. ૩૨,૧૫,૦૦૦નું દાન આપેલ છે. ખરું જોતાં બાંધકામમાં એટલો લાંબો સમય લાગ્યો કે દાનની રકમનું વ્યાજ વૃદ્ધિ પામતાં તેમાં ખાસ્સી રકમ ઉમેરાઈ હતી. જેમ જનો પ્રેમાભાઈ હોલ પરંપરાપ્રિય અમદાવાદની સંસ્કૃતિનું પ્રતીક હતો તેમ તેનું નૂતન સ્વરૂપ આધુનિક અમદાવાદની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ ધરાવે છે.
તીર્થોનો જીર્ણોદ્ધાર અને આધુનિક યુગને અનુરૂપ સંસ્થાઓની સ્થાપના કરનાર કસ્તૂરભાઈ ભવિષ્યના ઇતિહાસકારને પરંપરા અને આધુનિકતાનો વિરલ સમન્વય સાધી બતાવનાર અમદાવાદની સંસ્કૃતિના સમર્થ પ્રતિનિધિરૂપ દેખાશે.
ટીપ
૧. કમુ. ૨. KD II, p. 2, શૈક્લા, પૃ. ૩૬. ૩. KD, p. 17. ૪. કોલા, પૃ. ૩૩; KD I, p. 5. કમુ. ૫. KD II, p. 2. ૬. KD II, pp. 5-6. ૭. KD II, p. 6. ૮. કોલા, પૃ. ૩૧. ૯. KD II, pp. 6-7. ૧૦. KD II, p. 7. ૧૧. શૈક્લા, પૃ. ૨૮. ૧૨. શ્રેલા, પૃ. ૨૮. ૧૩. KD II, p. 7. ૧૪. એકલા, પૃ. ૩૩. ૧૫. કોકલા, પૃ. ૨૯-૩૦. ૧૬. શુક્લા, પૃ. ૩૪-૩૫. ૧૭. ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયામાં આ બનાવને વિશે લેખો લખીને તેનું તારતમ્ય પ્રજા સમક્ષ મૂકીને પ્રજાને તે આંદોલન ઉપાડી લેવા અનુરોધ કર્યો હતો. જુઓ તેમના નીચેના શબ્દો: “ગુજરાત કોલેજ અંગે હું નિષ્પક્ષપણે જે નિર્ણય પર આવી શક્યો છું તે જોતાં, હડતાળ માટે વિદ્યાર્થીઓ પાસે પૂરતું કારણ હતું એમ મારાથી કહ્યા વિના રહી શકાય તેમ નથી...જો વિદ્યાર્થીઓ મક્કમ રહે તો હડતાળનું
Scanned by CamScanner
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૫૩
એક જ પરિણામ આવે અને તે એ કે અપમાનજનક નોટિસ પાછી ખેંચી લેવામાં આવે અને વિદ્યાર્થીઓને કાંઈ પણ શિક્ષા કરવામાં નહીં આવે એવું પાર્ક વચન આપવામાં આવે. ખરેખર તો કોલેજ માટે અન્ય પ્રિન્સિપાલ નીમવા એ સરકાર માટે સૌથી વધારે ઉચિત પગલું ગણાશે. સરકારી કોલેજોમાં જે વિદ્યાર્થીઓ અમુક ચોક્કસ વિચાર ધરાવતા હોય, ને સરકારને અણગમતાં રાજકીય સભા-સંમેલનોમાં ભાગ લેતા હોય તેમની ઉપર ખૂબ જાસૂસી રાખવામાં આવે છે અને તેમને સતાવવામાં આવે છે. આવી અયોગ્ય દખલગીરી બંધ કરી દેવાનો સમય પાકી ગયો છે. પરદેશી સત્તા નીચે કણસતા હિંદ જેવા દેશમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રની મુક્તિ માટેની ચળવળમાં ભાગ લેતાં રોકી શકાય તેમ નથી...એટલે અમદાવાદના વિદ્યાર્થીઓની હડતાળથી ઊભો થયેલો પ્રશ્ન અત્યંત મહત્ત્વનો છે અને વિદ્યાર્થીઓ બીજી શૈક્ષણિક સંસ્થાઓની તેમ જ સામાન્ય પ્રજાની સહાનુભૂતિને અને ટેકાને પાત્ર છે.. મૂળ અંગ્રેજી: ‘યંગ ઇન્ડિયા', ૨૪-૧-૧૯૨૯) ગાંઅ, ૩૮, પૃ. ૩૭૧-૩૭૨). ૧૮. KD, p. 30. ૧૯. જમુ. ૨૦. કમુ. ૨૧. KL, pp. 59–60. ૨૨. KL, p. 61. ૨૩. KL, p. 65. ૨૪. KL, p. 66. ૨૫. KL, pp. 66–67. ૨૬.KL, p. 67. ૨૭. KL, p. 69. ૨૮. KL, pp. 69-70. ૨૯. KL, p. 72. ૩૦.KL, p. 73. ૩૧. KI, p. 74. ૩૨. KL, p. 74. ૩૩. KL, p. 75. ૩૪. KL, p. 76.
Scanned by CamScanner
Page #188
--------------------------------------------------------------------------
________________
ઉત્તમના અભિલાષી
૧૯૨૮ના અરસાની વાત છે. કસ્તૂરભાઈનાં સાસુ લીલીબહેનને ક્ષય થયેલો. હવાફેર માટે નાસિક રાખ્યાં હતાં. તેમની સાથે શારદાબહેન ગયાં હતાં. કસ્તૂરભાઈ કામપ્રસંગે મુંબઈ ગયેલા. ત્યાંથી નાસિક જવાનો વિચાર કર્યો. તેમના સાળા સુરુભાઈ સાથે મુંબઈથી સાંજની ગાડીમાં નીકળ્યા. રાત્રો નાસિક સ્ટેશને ઊતર્યા. ત્યાંથી ગામમાં જવા માટે ભાડાની ટેસી કરી. રસ્તે બિલકુલ અંધારું હતું અને ટેસીની બત્તી ઘણી ઝાંખી હતી. સામેથી મોટરસાઇકલ આવતી હતી. તેના પર એક પુરુષ, સ્ત્રી અને બાળક બેઠેલાં. ટેકસી તેની સાથે અથડાઈને ઊંધી વળી ગઈ. કસ્તૂરભાઈ અને સુરુભાઈ હૂડ નીચે આવી ગયા. સદ્ભાગ્યે સામાન્ય ઈજાથી વિશેષ નુકસાન ન થયું, પણ મોટરસાઇકલ પરનાં ત્રણે વીસ ફૂટ દૂર ફેંકાઈ ગયાં હતાં. કસ્તૂરભાઈ ઉતાવળમાં હતા. બીજી ટેસી કરીને લીલીબહેનની તબિયત જોઈને તે જ રારો મુંબઈ પાછા ફર્યા. તેમનાં સાસુને એકાદ મહિના પછી મુંબઈ લાવ્યા અને ત્યાં જ તેમનું અવસાન થયું.
એ વર્ષના ઉનાળામાં કસ્તૂરભાઈએ સહકુટુંબ યુરોપયાત્રા કરી હતી. બે બહેનો-ડાહીબહેન અને લીલીબહેન–અને પત્ની શારદાબહેન સાથે હતાં. ચુસ્ત શાકાહારી હોવાને લીધે સાથે રસોઈયો પણ લીધેલો. પી. ઍન્ડ ઓ. સ્ટીમરમાં નીકળ્યા. ડેક ઉપર નૃત્યનો કાર્યક્રમ ચાલે. તે જોવા સૌ ખુલ્લામાં ડેક પર બેસતાં. તેને લીધે શારદાબહેનને શરદી લાગી ગઈ. પૅરીસ પહોંચતાં તો સખત તાવ
Scanned by CamScanner
Page #189
--------------------------------------------------------------------------
________________
ઉત્તમના અભિવાળી ૧૧૫
ચડવો. એક અઠવાડિયું ઇન્જન લીધાં. તે પછી તાવ તો ઊતર્યો, પણ એક ઇજેશન પાકતાં બીજાં બે અઠવાડિયાં સુધી હેરાન થયા. યુરોપ ફરીને બ્રેિમ્બરમાં પાછાં પેરીસ આવ્યાં ત્યારે સમાચાર મળ્યા કે તેમનો અગિયાર માસનો ત્રીજો પત્ર હદયની બીમારીમાં મૃત્યુ પામ્યો હતો. મોહિનાબા પાસે તેને રાખ્યો હતો. શારદાબહેનની એ પહેલી યુરોપની મુસાફરી હતી, કસ્તૂરભાઈની બીજી. બંનેને માટે આ પ્રવાસ શોક અને ઉગ કરાવનાર નીવડ્યો.
૧૯૩૨ના આરંભમાં એક દિવસ નરોત્તમભાઈ કસ્તુરભાઈ પાસે આવ્યા અને બોલ્યા: “ભાઈ, આપણા ત્રણેનું કુટુંબ વિસ્તરતું જાય છે. હવે મઝિયારો વહેંચી લઈએ.”
કસ્તૂરભાઈ ચમક્યા. તેમણે કહ્યું: “નરુભાઈ, એની શી ઉતાવળ છે? વહેંચીશું એનો વખત આવશે ત્યારે”
“ના. હમણાં જ વહેંચી લઈએ.” “પણ બા હજુ માંદાં છે ને આપણે જુદા થઈએ એ સારું કહેવાય?”
“એમાં શું? દુનિયામાં એમ થતું આવ્યું છે. મિલકતની વહેંચણી કરી લઈએ.”
એ વાત ત્યાં અટકી. નટુભાઈ ગયા. પણ કસ્તૂરભાઈનું ચિત્ત ચકડોળે ચડ્યું. તેમની નજર સમક્ષ બે દાયકા પહેલાનો પ્રસંગ ખડો થયો. લાલભાઈ શેઠ પર આ જ રીતે તેમના ભાઈઓએ મઝિયારો વહેંચવાનું દબાણ કરેલું. તે વખતે તેમનાં મા પણ જીવતાં હતાં. ગંગામા અને ભાઈશં% સોલિસિટર મધ્યસ્થી હતાં. મિલકત વહેંચાઈ તેમાં રહેવાના મકાન બાબત પિતાનું દિલ દુખાયેલું. ગંગામાએ મણિભાઈ ને જગાભાઈને સમજાવવા પ્રયત્ન કરેલો; પણ બેમાંથી એકે માનેલા નહીં. કલેશ થયેલો. મા રડેલાં અને છેવટે કડવો ઘૂંટડો ગળે ઉતારતાં પિતા હૃદયરોગના હુમલાનો ભોગ બન્યા હતા.
આ આખા બનાવના કસ્તૂરભાઈ સાક્ષી હતા. જુદા થવાના નટુભાઈના આગ્રહે કસ્તૂરભાઈને વિચાર કરતા કરી મૂક્યા. શું ફરી પાછો લેશકારક પ્રસંગ ઊભો થશે ને ઇતિહાસનું પુનરાવર્તન થશે?
સિંહ જેમ ચાળ પરનું હિમબિંદુ ખંખેરી નાખે તેમ કસ્તૂરભાઈએ આ નબળો વિચાર ખંખેરી નાખ્યો. નટુભાઈ લીધેલી રઢ છોડશે નહીં તેનો તેમને
Scanned by CamScanner
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૫૬ પરંપરા અને પ્રગતિ
નાનપણથી અનુભવ હતો. એટલે વાસ્તવિકતા સ્વીકારી લીધી અને કડવાશ ઊભી ન થાય તે રીતે મિલકતની વહેંચણી કરવાનો નિશ્ચય કર્યો.
સૌપ્રથમ તમામ બાપીકી મિલકતની યાદી કરીને દરેકની સામે કિંમત અંદાજીને લખી. પછી તે યાદી બંને ભાઈઓને બતાવી. પરસ્પર સંમતિથી તેમાં જરૂરી સુધારા કર્યા. પછી તેના ત્રણ ભાગ કર્યા. સરખી કિંમત થાય તે રીતે દરેક ભાગની મિલકત ગોઠવી ને ત્રણ અલગ યાદીઓ બનાવી.
આટલું થયા પછી તેમણે મોટાભાઈને કહ્યું: “નરુભાઈ સૌથી નાના છે માટે ત્રણમાંથી પહેલી પસંદગી તેમને આપીએ.”
મોટાભાઈ સંમત થયા. નરુભાઈએ એક ભાગની યાદી ઉપાડી લીધી. પછી બીજી પસંદગી મોટાભાઈને આપી અને છેવટ રહેલો ભાગ પોતે લીધો. આમ, લાખ્ખો રૂપિયાની મિલકતની વહેંચણી કોઈને વચ્ચે રાખ્યા વગર કે કોઈ પ્રકારની કડવાશ ઊભી કર્યા વગર થઈ શકી તેનો જશ કસ્તૂરભાઈને મળ્યો. મિલકતના વિભાજન સાથે કાયમને માટે મન જુદાં થવાનો ફ્લેશકારક પ્રસંગ નિવારી શકાયો તેથી ત્રણે ભાઈઓ તથા માતાને ઘણો આનંદ થયો.
આ ઘટના પછી થોડા મહિનામાં મોહિનાબાનું કૅન્સરના વ્યાધિથી અવસાન થયું. લાલભાઈ શેઠની ઓચિંતી વિદાય પછી પુત્રોની સાથે વીસ વર્ષ લગી તેમણે ઘર અને મિલકતના વહીવટનો ભાર ઉપાડ્યો હતો. તેઓ સ્વભાવે અત્યંત સૌમ્ય અને શીળાં હતાં. શેઠાણી હરકુંવરની ઉમદા ખાનદાની તેમનામાં ઊતરી હતી. અવસાનના દિવસ સુધી ઘરનો હિસાબ તેમણે ચીવટપૂર્વક લખ્યો હતો. તેમની ચીવટ ને ચોકસાઈ કસ્તૂરભાઈને વારસામાં મળી હતી. ભર્યુંભાદર્યું કુટુંબ મૂકીને ૬૩ વર્ષની પકવ વયે તેમણે વિદાય લીધી હતી.૪ છતાં કુટુંબમાં વહેતી વાત્સલ્યની સરવાણી એકાએક લુપ્ત થઈ હોય એવો અનુભવ પરિવારનાં સૌ સભ્યોને લાંબા વખત સુધી થયાં કર્યો.
૧૯૩૪માં કસ્તૂરભાઈને ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે જિનીવા લેબર કૉન્ફરન્સમાં જવાનું હતું. તે વખતે કુટુંબ સાથે ફરીથી યુરોપયાત્રા કરવાનું બન્યું. અનુક્રમે અગિયાર ને નવ વર્ષના બે પુત્રો, બહેન લીલીબહેન તથા ભત્રીજી મનોરમા આટલાંને લઈને તેઓ ઊપડયા. પ્રથમ વિયેનાના એક સ્રીરોગનિષ્ણાત પાસે શારદાબહેને સારવાર લેવાની હતી. તે સારવાર ચાલુ થયા
Scanned by CamScanner
Page #191
--------------------------------------------------------------------------
________________
ઉત્તમના અભિલાષી ૧૫૭
પછી કસ્તૂરભાઈ જિનીવા ગયા. કુટુંબ હોટેલ બ્રિસ્ટોલમાં વિયેના ખાતે રહ્યું. જિનીવા કોન્ફરન્સ પૂરી થયા પછી બધાં યુરોપમાં ફરીને ભારત પાછાં આવ્યાં."
કસ્તુરભાઈને જમીનમાં નાણાં રોકવાનો શોખ. ક્લકત્તામાં તેમણે જમીન ખરીદી હતી. ૧૯૪૧માં મુંબઈમાં ભૂલાભાઈ રોડ પર ગામડિયા હિલ વિસ્તારમાં આવેલો જમીનનો એક પ્લૉટ તેમની આંખમાં વસી ગયો. અમદાવાદ શારદાબહેનને ફોન કરીને પૂછયું: “મુંબઈમાં સસ્તામાં સારો પ્લૉટ મળે છે, ખરીદીશું?”
“મુંબઈમાં જમીનની શી જરૂર છે?” “મારી ઇચ્છા મકાન બાંધવાની છે. પ્લૉટ સારો છે.” “જેવી તમારી ઈચ્છા, લો.”
કસ્તૂરભાઈએ પ્લૉટ લીધો ને તે પર મકાન બાંધ્યું. ૧૯૪રના માર્ચમાં તેનો ક્બજો પણ મળી ગયો.
અંબાલાલ સારાભાઈએ મરીન લાઇન્સ પર મકાન રાખેલું તે વેચી દીધું હતું. ૧૯૪રના ઑગસ્ટમાં તેમના પુત્ર સુહૃદ સફાના ઈજેક્ષનની પ્રતિક્રિયાને કારણે લ્યુકેમિયાની બીમારીમાં પટાયેલ. તેમને મુંબઈમાં મલબાર હિલ પર રાખેલા. પણ મકાન અનુકૂળ નહોતું. કસ્તૂરભાઈએ તેમને પોતાના મકાનમાં રાખવા કહ્યું. સુહૃદનાં લગ્ન કસ્તૂરભાઈની ભત્રીજી મનોરમા સાથે થયેલાં. ક્લકત્તાથી ડૉ. બી. સી. રૉય સુહૃદની સારવાર માટે ખાસ આવેલા. પરંતુ રોગ અસાધ્ય હતો. ૧૭મી ઓકટોબર ૧૯૪રના રોજ સ્તૂરભાઈના મકાનમાં સુહૃદનું અવસાન થયું.
પુત્રોનાં ઉછેર અને કેળવણી માટે કસ્તૂરભાઈએ ઘણી કાળજી રાખી હતી. નાનપણથી શરીર સુદૃઢ રાખવા બને નિયમિત વ્યાયામ કરે એવો તેમનો આગ્રહ હતો. તેમના ભણતર ઉપર પણ તેમની દેખરેખ રહેતી. ૧૯૪૪માં સિદ્ધાર્થભાઈ બી.એસસી. પાસ થયા. તે વખતે શ્રેણિકભાઈ ઇન્ટર સાયન્સમાં હતા. પિતાની ઇચ્છા બંનેને અમેરિકા મોક્લીને ત્યાં ધંધાને ઉપયોગી શિક્ષણ અપાવવાની હતી. બંને માટે એમ.આઈ.ટી.માં પ્રવેશ મેળવી રાખ્યો હતો. પાછળથી શ્રેણિકભાઈએ તે સંસ્થામાં કેમીક્લ એન્જિનિયરિંગમાં બી.એસ. થયા પછી હાર્વર્ડમાંથી એમ.બી.એ.ની ડિગ્રી લીધી હતી. સિદ્ધાર્થભાઈને એમ.આઈ.ટી. છોડવી પડેલી. તે ન્યૂયૉર્કની બ્રુકલીન પોલિટેકનીકમાંથી કેમીક્ષા
Scanned by CamScanner
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પરંપરા અને પ્રગતિ
એન્જિનિયરિંગમાં એમ.એસ. થયા હતા.
એમને ભણવા મોકલતી વખતે યુદ્ધ ચાલતું હતું એટલે અમેરિકા મોક્લવાની મુશ્કેલી હતી. તેમણે ઘનશ્યામદાસ બિરલાને વાત કરી કે બંને પુત્રોને અમેરિકા વધુ અભ્યાસ માટે મોક્લવા છે. બિરલાજી હસ્યા ને કહે:
“આપણે ઉદ્યોગપતિઓને છોકરાને પરદેશમાં ભણાવવાની શી જરૂર? આપણી ગાદી પર જ એ બેસવાના છે ને?”
કસ્તૂરભાઈ તેમની સાથે સંમત થયા નહીં. તેમણે કહ્યું: “યોગ્ય તાલીમ અને શિક્ષણ વગર ધંધા પર ધ્યાન શી રીતે આપશે? જમાનો એવો આવે છે કે દરેકે પોતાની લાયકાત અને શક્તિને આધારે જ જીવવું પડશે.”
બ્રજમોહન બિરલાએ સિદ્ધાર્થ અને શ્રેણિકને અમેરિકા મોક્લવાનો પ્રબંધ કરી આપ્યો. હિંદુસ્તાન મોટર્સના તાલીમાર્થીઓ તરીકે તેમને બિરલા તરફથી સ્પોન્સર કરવામાં આવ્યા. ૧૯૪૪ના ઑકટોબરમાં લશ્કરી વિમાનમાં તેમને અમેરિકા મોકલવાની ખાનગી ગોઠવણ થઈ. પણ પછી આ વાત બહાર પડી ગઈ. દિલ્હીની વડી ધારાસભામાં તેને અંગે પ્રશ્નો પણ પુછાયા હતા.9
પુત્રો વિદાય થયા પછી માતાને તેમની ચિંતા થઈ. લડાઈનો વખત છે તે સહીસલામત પહોંચશે કે નહીં તેની તેમના મનમાં અવઢવ થતી હતી. બંને દીકરાને એક જ વિમાનમાં એકસાથે મોકલ્યા તે ખોટું કર્યું એમ શારદાબહેને કહ્યું ત્યારે કસ્તૂરભાઈને પણ ઘડીભર લાગ્યું કે આટલું મોટું જોખમ ન ખેડયું હોત તો સારું થાત. દરરોજ નિશ્ચિતપણે સૂનાર કસ્તૂરભાઈને તે રાત્રે ઊંઘ ન આવી. •
લડાઈના દિવસો હોવાથી બંને ભાઈઓને બોસ્ટન પહોંચતાં પણ ઠીક ઠીક વિલંબ થયો. સહીસલામત પહોંચ્યાનો તાર મળ્યો તે પછી જ માતાપિતાના જીવ હેઠા બેઠા.
બે વર્ષ બાદ (૧૯૪૬) સાઇનેમાઇડ કંપની સાથે વાટાઘાટ કરવા કસ્તૂરભાઈને અમેરિકા જવાનું થયું. તે વખતે શારદાબહેન પણ સાથે હતાં. આ તેમની અમેરિકાની પહેલી મુસાફરી હતી. લડાઈનો વખત હતો એટલે ન્યૂયોર્કના એરપોર્ટ પર ટેકસી મળતી ન હતી. એક લશ્કરી અમલદારને વિનંતી કરતાં તેણે તેમને ટેકસી મેળવી આપી. વૉલ્ટર ઍસ્ટોરિયા હોટેલ પર પહોંચ્યા. ટેકસી ચલાવનાર પચીસ-ત્રીસ વર્ષની યુવતી હતી. કસ્તૂરભાઈએ બક્ષિસ આપવા માંડી પણ તેણે
Scanned by CamScanner
Page #193
--------------------------------------------------------------------------
________________
ઉત્તમના અભિલાષી ૧૫૯
લીધી નહીં. સલામ કરીને વિદાય થઈ. પછી હોટેલમાં પેઠા. હોટેલ એટલી વિશાળ હતી કે ક્યાં જવું ને કોને પૂછવું તેની સમજ પડી નહીં. મૂંઝાઈને ઊભા રહ્યા. પછી એક પોર્ટરને પૂછયું:
“મારે બસ્ટન જવું છે.”
“નજીકમાં જ સ્ટેશન છે, રેલવેમાં જાઓ.”ટેકસી કરીને કસ્તુરભાઈ અને શારદાબહેન નજીકના સ્ટેશને પહોંચ્યાં. તેમને ટ્રેનની પ્રથમ વર્ગની ટિકિટ મળી નહીં, નીચલા વર્ગની ટિકિટ લીધી. પોર્ટરે પ્લેટફોર્મ પર મળવાનું કહેલું તે પ્રમાણે મળ્યો. ફરી પાછી મુશ્કેલી થઈ. સિદ્ધાર્થ-શ્રેણિકને સંદેશો મોકલવાનો હતો. બાજુમાં ઊભેલા સજજનને પૂછયું:
“મારે તાર કરવો છે.”
પેલાએ કહ્યું: “ફિર નહીં. વેસ્ટર્ન યુનિયનનો માણસ આવશે તેને સંદેશો લખી આપજો.”
કસ્તુરભાઈએ કાગળ પર સંદેશો લખી આપ્યો કે અમે અમુક ટ્રેનમાં - આવીએ છીએ. સાથે એક ડૉલરની નોટ આપી..
પેલાએ કહ્યું: “તતાળીસ સેન્ટ થશે.” સત્તાવન સેન્ટ પાછા આપ્યા, પણ લીધેલા પૈસાની પહોંચ આપી નહોતી તેનું ત્રીસ વર્ષ પછી પણ આ પ્રસંગ વર્ણવતી વખતે કસ્તૂરભાઈને વિસ્મરણ થયું નહોતું.
બોસ્ટન સ્ટેશને ઊતર્યા. પ્લેટફોર્મ પર કોઈ દેખાયું નહીં. લિફટમાં ઉપર પહોંચ્યાં. ત્યાં તો “પપ્પા, પપ્પા” એવો અવાજ સાંભળ્યો. બંને પુત્રો મળ્યા. પુત્રોનું મિલન થતાં માતાના હરખનો પાર ન હતો. આનંદવાર્તા કરતાં કરતાં બોસ્ટન હોટેલ પર પહોંચ્યાં. પુત્રો સાથે એક દિવસ ગાળીને પતિ પત્ની ન્યૂયોર્ક પાછાં આવ્યાં ને સાઈનેમાઈડ કંપની સાથે વાટાઘાટો ચલાવી, જેનો નિર્દેશ અગાઉ આવી ગયો છે.
નવમી ફેબ્રુઆરી, ૧૯૫૦નો દિવસ. શારદાબહેન એકાએક બીમાર થઈ ગયાં. કસ્તૂરભાઈ મુંબઈ હતા. ત્યાંથી કંડલા બંદર સમિતિની સભામાં હાજરી આપવા ભૂજ જવાના હતા. ત્યાં શારદાબહેનની માંદગી અંગે નરોત્તમભાઈને ફોન આવ્યો એટલે અમદાવાદ આવ્યા. પેટમાં સખત દુ:ખાવો થતો હતો. દાક્તરો નિદાન કરી શકતા ન હતા. શુક્રવાર, તા. ૧૦મીએ બપોર પછી ઑપરેશન
Scanned by CamScanner
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પરંપરા અને પ્રગતિ
કરવાનું નક્કી કર્યું. ડૉ. મોતીભાઈ પટેલના દવાખાનામાં દાખલ ક્યાં. ડો. પટેલે ઑપરેશન કર્યું. અગાઉનાં ઓપરેશનોને કારણે આંતરડામાં અમુક પદાર્થોના ગાંઠા જામી ગયા હતા એમ ડૉક્ટરે કહ્યું. ઑપરેશનને લીધે પુષ્કળ લોહી વહી ગયું હતું તેને પરિણામે મંગળવાર, તા. ૧૪મી ફેબ્રુઆરીની સવારે તેમનું અવસાન થયું. ૧૦
કસ્તૂરભાઈના માથે આભ તૂટી પડ્યું હોય તેવું લાગ્યું.જિંદગીમાં આજ સુધી આવો આક્રો ઘા સહન કરવાનો આવ્યો ન હતો. પાંત્રીસ વર્ષના સહવાસે જીવન જે ભર્યુંભર્યું બન્યું હતું તે એક જ વ્યક્તિના જતાં જાણે લુખ્ખું વેરાન બની ગયું. સંયમી અને દૃઢ મનોબળવાળા કસ્તૂરભાઈ પત્નીના વિયોગની કલ્પનામાત્રથી ધ્રૂજી ઊઠયા. પ્રવૃત્તિમય જીવનમાં પરોક્ષ રહીને રસ પૂરનાર પત્નીના મૃત્યુનો ઘા લાંબા વખત સુધી રુઝાયો નહીં. - સાઈનેમાઈડ કંપનીના પ્રતિનિધિઓ ન્યૂયોર્કથી આવેલા. તેમણે હોટેલમાં ભોજન-સમારંભ ગોઠવેલો. શારદાબહેનના અવસાનને એકાદ-બે માસ થયેલા. કસ્તૂરભાઈ આવા સમારંભોમાં હાજરી આપતા ન હતા. પરંતુ પરદેશી મહેમાનો પ્રત્યે અવિવેક ન થાય તે માટે એમાં હાજરી આપવા ગયેલા. તે વખતે હૃદયમાં પત્નીના સ્મરણથી એવો ડૂમો ભરાઈ આવ્યો કે બધાની વચ્ચે ખુલ્લેખુલ્લું રડી પડાયું હતું.૧૧
આ દુઃખના દિવસોમાં ધર્મના ગ્રંથોની સાથે કવિશ્રી નરસિંહરાવ દિવેટિયાના “સ્મરણસંહિતા' કાવ્યના વાચનથી તેમને આશ્વાસન મળતું હતું.૧૨ છેલ્લાં ત્રીસ વર્ષથી કસ્તૂરભાઈ દીવાળી અમદાવાદમાં રહીને ઊજવતા નહીં પણ પંદરેક દિવસ કોઈ તીર્થસ્થાન કે એકાન્ત સ્થળમાં જઈને આત્મચિંતન કરતા.
- ૧૯૪૮ની શરૂઆતમાં અમદાવાદ ખાતે બી. એલ. વૈશ્ય કરીને ઇન્કમટેકસ કમિશનર હતા. તેમણે અંબાલાલ સારાભાઈ પર કાળાં બજાર અને એવી બીજી ગેરરીતિઓ કરવાનો આક્ષેપ કરતી નોટિસ મોકલી ને ત્રણ કરોડનો દંડ ફટકાર્યો હતો. એ વખતે મુખમ્ ચેટ્ટી નાણામંત્રી હતા. કસ્તૂરભાઈને તેમની સાથે સારો સંબંધ હતો. તેમણે ચેટ્ટીને મળીને કહ્યું કે અંબાલાલ સારાભાઈ જેવા ચોખ્ખા ને પ્રામાણિક સજજન પર ઇન્કમટેક્સ અધિકારી આવો અઘટિત આરોપ મૂકે અને તેમના પ્રત્યે તોછડું વર્તન બતાવે તે ઘણું ખરાબ કહેવાય.
Scanned by CamScanner
Page #195
--------------------------------------------------------------------------
________________
ઉત્તમના અભિલાષી ૧૬૧
યમુખ ચેટ્ટીએ તે અધિકારીને સસ્પેન્ડ ક્ય. પણ તેમના એ પગલા સામે મુલકી ખાતાએ વિરોધ કરતાં વૈશ્યને ફરી નોકરીમાં લેવા પડ્યા.
તેનું પરિણામ એ આવ્યું કે તે અધિકારીએ કસ્તૂરભાઈ અને તેમના વહીવટ નીચેની પેઢીઓ પર પણ અપ્રામાણિક વ્યવહારનો આરોપ મૂક્યો. પરમખમ જાણતા હતા કે આ ખોટો આક્ષેપ હતો એટલે તેમણે યાદીમાંથી કસ્તૂરભાઈ સહિત પાંચેક ઉદ્યોગપતિઓ તથા તેમની પેઢીઓનાં નામ દૂર કર્યા. આ વાતની બીજા મંત્રીઓને ખબર પડતાં ઊહાપોહ થયો. સૌએ માન્યું કે નાણામંત્રીએ કસ્તૂરભાઈ પ્રત્યે પક્ષપાત દર્શાવ્યો છે. આને કારણે પણમુખમ્ ચેટ્ટીને રાજીનામું આપવાની ફરજ પડી.
કસ્તૂરભાઈ, તેમના ભાઈઓ તથા તેમની પેઢીઓ સામે તપાસ શરૂ થઈ. તે લગભગ દસ વર્ષ ચાલી. સરકારી તપાસમાં શંકાસ્પદ વ્યવહાર ગણાય તેવી
એક પણ બાબત શોધી શકાઈ નહીં. તેમના બંગલામાં વાવેલ શાકભાજી વેચાયાનો હિસાબ પણ ચોપડામાં ચોખ્ખો દર્શાવેલો હતો. આખરે તપાસ પડતી મૂકવી પડી. દસ વર્ષ લગી તેમને અને તેમની પેઢીઓને બિનજરૂરી હેરાનગતિ પહોંચી, પણ તેને માટે સરકારની પાસે દિલગીરીનો એક શબ્દ પણ નહોતો એવી કસ્તૂરભાઈની ફરિયાદ છે.૧૩
તમામ પ્રકારના વ્યવહાર અને હિસાબમાં તેમણે પ્રામાણિકતાનો આગ્રહ હમેશાં રાખેલો છે. મળાં બજાર કે લાંચરુશવતનો આશ્રય ગમે તેવા કપરા સંજોગો હોય તોપણ ન લેવો એ તેમનો નિયમ હતો. અતુલ માટે અમુક કાચા માલની જરૂર હતી. તે માલ અમુક રકમ ગેરકાયદેસર ખર્યા વગર મળે તેમ ન હતો. તેમણે એને માટે અતુલનાં અમુક ખાતાં કેટલોક સમય બંધ રહેવા દીધાં, પણ ગેરરીતિનો આશ્રય લીધો નહીં.' દસ વર્ષ સુધી ઈન્કમટેકસ ખાતા તરફથી તપાસ ચાલી તોપણ તેમના પેટનું પાણી હાલ્યું નહીં. એટલું જ નહીં, એ દરમ્યાન સરકાર તરફથી વિવિધ સમિતિઓમાં કામ કરવાનું આવ્યું તે પણ સ્વીકાર્યું. તેનું એક કારણ એ કે પોતાનો વ્યવહાર ને હિસાબ ચોખ્ખો છે એવો તેમને દૃઢ આત્મવિશ્વાસ હતો.
જાહેર હિતના કામમાં સ્વાર્થ સાધવાની ચેષ્ટા તેમણે કદી કરી નથી. ભારત સરકાર તરફથી રૂની ખરીદી માટે ઇજિસ ગયા ત્યારે તેમને અંબાલાલ સારાભાઈએ
Scanned by CamScanner
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પરંપરા અને પ્રગતિ
સલાહ આપેલી કે “જોજો હો, ઈજિપ્ત રૂ પકવતો દેશ છે. તમે સરકારી ડેલિગેશન લઈને જાઓ છો. તમારે માટે એક પણ ગાંસડી ખરીદશો નહીં. નહીં તો તમારી ઉપર ટીકાની ઝડી વરસશે.”
કસ્તૂરભાઈએ જવાબ આપ્યો: “તમારી વાત સાચી છે. હું એવું કદી
ન કરું.”૧૫
એવો જ તેમનો ચોખ્ખો વ્યવહાર ધાર્મિક અને બીજાં ટ્રસ્ટોના વહીવટમાં હતો. ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતાં સારાભાઈ ડાહ્યાભાઈ જેવા સ્નેહી કે પ્રતાપ- ' સિંગ જેવા નિકટના સગાની સામે કાયદેસર પગલાં લેતાં તે અચકાયા નથી.
અમદાવાદમાં ૧૯૪૪માં કોમી હુલ્લડ થયું ત્યારે તેમણે દર્શાવેલી હિંમત અને દૃઢતા કોઈ પણ લોકનેતાને જેબ આપે તેવી હતી. પોતે તાજા જ પરદેશથી આવેલા. અમદાવાદના કલેકટર બર્વેએ સલાહ માટે બોલાવ્યા. મહોરમના તહેવારમાં મુસ્લિમોને તાજિયા કાઢવા માટે પરવાનગી આપવાનો પ્રશ્ન હતો. બુઝર્ગ કેંગ્રેસી આગેવાન લાલાકાકા પણ હાજર હતા. કસ્તૂરભાઈને કલેકટરે પૂછયું : “તમારો શો અભિપ્રાય છે?”
“તમે તાજિયા કાઢવાની પરવાનગી આપવાના છો ને?” કસ્તૂરભાઈએ પૂછયું.
આપવી પડશે.” *
“તો એવી શરત મૂકી કે નક્કી કરેલો રસ્તો છોડીને બીજે રસ્તે જશે તો દેખો ત્યાંથી ઠાર કોનો હુકમ અપાશે.” કસ્તૂરભાઈએ ઠંડે કલેજે સલાહ આપી.
લાલાકાકાને નવાઈ લાગી. એક જૈન ઊઠીને આવી હડહડતી હિંસાની સલાહ આપે છે!
લેકટરે કસ્તૂરભાઈને પોતાને ઘેર બોલાવ્યા. તેમની સાથે વિગતે ચર્ચા કરી ને પછી હુકમ આપ્યો કે જે લોકો નિયમ વિરુદ્ધ વર્તશે તેમને ઠાર કરવામાં આવશે.
બીજે જ દિવસે હુલ્લડ થયું. કસ્તૂરભાઈ મુંબઈ ગયેલા. પછીને દિવસે પાછા આવ્યા ત્યારે મ્યુનિસિપલ પ્રમુખે તેમને બોલાવ્યા અને કહ્યું: “આપણે હુલ્લડગ્રસ્ત વિસ્તારોમાં ફરીને લોકોને દુકાનો ખોલી નાખવા કહીએ.”
“ભલે, ચાલો.” કસ્તૂરભાઈએ કહ્યું.
Scanned by CamScanner
Page #197
--------------------------------------------------------------------------
________________
ઉત્તમના અભિવાણી ૧૬૩
પ્રમુખશ્રીમે રક્ષણ માટે સાથે પોલીસ રાખવાનું સૂચન ક્યું ત્યારે કસ્તૂરભાઈએલિઈને કહ્યું: “શી નાખી દીધાની વાત કરો છો? જો આપણે પોલીસના Dળ નીચે જઈને વેપારીઓને દુકાન ઉપાડવાની સલાહ આપીશું તો કોણ માનવાનું હતું? પોલીસને સાથે રાખીએ તો આપણો જવાનો હેતુ જ માર્યો જવાનો.”
છેવટે તોનગ્રસ્ત વિસ્તારમાં પોલીસને લીધા વિના તેઓ ર્યા. જોખમ તો હતું જ. છતાં નિર્ભીક થઈને ર્યા ને વેપારીઓને દુકાનો ઉઘાડી નાખવા સમજવી શક્યા. ૧૬
પરદેશી કંપનીઓ સાથે વેપારની વાટાઘાટ કરવામાં પણ તેમણે કદી નબળાઈ કે ઢીલાશ બતાવી નથી. ઈજિપ્તના રૂના સોદા અંગેની વાટાઘાટો તથા લેંકેશાયરના પ્રતિનિધિઓ સાથેની મંત્રણાઓના પ્રસંગો આપણે જોઈ ગયા છએ. વળી એ પણ જોયું કે બ્રિટનની આઈ.સી.આઈ. કંપનીની અતુલ સાથે સહયોગ કરવાની વિનંતીનો તેમણે અસ્વીકાર કરેલો; સાઈનેમાઈડ કંપનીની સંમતિ મળી તે પછી જ આઈ.સી.આઈ.ની ભાગીદારી માટે તેઓ તૈયાર થયેલા.
તે અંગે વાટાઘાટો કરવા માટે તેમને આઈ.સી.આઈ. કંપનીએ લંડન બોલાવેલા. કસ્તૂરભાઈ એક્વા ગયેલા. સાથે સેકેટરીને પણ લીધેલ નહીં. સામે પક્ષે આઈ.સી.આઈ.ના ચાર ડિરેક્ટરો બેઠેલા. સાથે સેક્રેટરી અને સ્ટેનોગ્રાફર પણ ખરા. કસ્તૂરભાઈને ક્ષણભર તો લાગ્યું કે મારી સામે આ છ ‘બાઘડા' છે ને હું અહીં એક્લો!ક્યાંક ચૂક કરી બેસીશ તો મારું ધ્યાન દોરનાર અહીં કોઈ નથી! પણ એ વખતે જરાય હિંમત ગુમાવ્યા વગર મંત્રણા ચલાવવા તૈયાર થયા. હિંમત મર્દા તો મદદે ખુદ! તરત અમદાવાદી વણિકની ચતુરાઈ મદદે આવી. તેમણે મંત્રણાની પદ્ધતિ નક્કી કરતાં સામા પક્ષને સૂચવ્યું:
“આપણે મંત્રણાઓ દ્વારા જે નક્ત કરીએ તેની તમારા સેક્રેટરી અને સ્ટેનોગ્રાફર નોંધ કરે તે નોંધ મને મોક્લતા જાઓ એટલે હું તે જોઈને જરૂર પડે ત્યાં સુધારતો જાઉં જેથી આપણા નિર્ણયોને આખરી ઓપ મળે.”
સામે પક્ષે તેનો સ્વીકાર કર્યો. દસ-બાર દિવસ મંત્રણાઓ ચાલી. અને આ પદ્ધતિ અપનાવવાથી તેમને આઈ.સી.આઈ. સાથેની મંત્રણાઓમાં ધારી સફળતા મળી. સ્વદેશ પાછા ફર્યા પછી અંબાલાલ સારાભાઈએ તેમને પૂછયું:
Scanned by CamScanner
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૬૪
પરંપરા અને પ્રગતિ
સામે પક્ષે ચાર બાઘડા તેમના સ્ટાફ સાથે બેઠેલા, તેની સામે તમે એક્લા શી રીતે ટક્કર ઝીલી શક્યા?” પોતે અપનાવેલી પદ્ધતિ કસ્તૂરભાઈએ કહી ત્યારે અંબાલાલ તેમની ચતુરાઈ પર ફિદા થઈ ગયા. આમ છતાં નોંધવું જોઈએ કે આવી મહત્ત્વની મંત્રણા વખતે તેમણે એકાદ-બે સાથીઓને સાથે રાખવા જોઈતા હતા.
મંત્રણાઓનો મુખ્ય વિષય મેનેજિંગ એજન્સી હતો. કસ્તૂરભાઈ મૅનેજિંગ એજન્સીના પક્કા તરફદાર. આઈ.સી.આઈ.ના ડિરેકટરોને તે માન્ય નહોતું. તેમણે મેનેજિંગ ડિરેક્ટર દ્રારા અતુલનો વહીવટ થાય તેવો આગ્રહ રાખ્યો. કસ્તૂરભાઈની યોજના મેનેજિંગ એજન્સી ચાલુ રાખવાની હતી એટલે તે કબૂલ થયા નહીં. મંત્રણામાં મડાગાંઠ પડી. છેવટે બંને પક્ષે મળીને વચલો માર્ગ કાળ્યો: બે મેનેજિંગ ડિરેક્ટરો વહીવટ કરે, ને મેનેજિંગ એજન્સી પણ અમુક વિભાગોનો વહીવટ કરે. આ રીતે સમાધાન થવાથી તેમને એટલો આનંદ થયો કે તેની ઉજવણી રૂપે તેમણે આઈ.સી.આઈ.ના ડિરેકટરોને પોતાની હોટેલમાં બોલાવીને શેમ્પન પાયો!
પરંતુ ભારત આવ્યા પછી બીજી મુશ્કેલી ઊભી થઈ. ભારતીય કંપની ધારા પ્રમાણે મેનેજિંગ એજન્સી અને મેનેજિંગ ડિરેકટરશિપ એમ બે પદ્ધતિએ વહીવટ ચલાવી શકાય તેમ નહોતું. બેમાંથી કોઈ એક જ પદ્ધતિ અખત્યાર થઈ શકે. આઈ.સી.આઈ. સાથે પોતે કરેલ કરારની કસ્તૂરભાઈએ નાણામંત્રીને જાણ કરી. આ બ્રિટિશ કંપની સાથેના કરારથી દેશને દસ કરોડ રૂપિયાનું હૂંડિયામણ મળે તેમ હતું, જે ૧૯૫૯માં ભારતને માટે નાનોસૂનો લાભ ન હતો. નાણામંત્રી મોરારજી દેસાઈએ તેમને મૅનેજિંગ એજન્સીની પદ્ધતિ તજી દેવા ઘણું કહયું પણ કસ્તૂરભાઈ મક્કમ હતા. તેમણે કહ્યું:
“કોઈ પણ સંજોગોમાં હું મેનેજિંગ એજન્સી જતી કરી શકું તેમ નથી.”૧૮
એક જોતાં કસ્તૂરભાઈની વાત સાચી હતી. એમની નવ કંપનીઓમાં એ વખતે મૅનેજિંગ એજન્સીની પ્રથા હતી. હવે એકલી અતુલમાં તે પ્રથાને તજીને પ્રોફેશનલ મેનેજમેન્ટનો આશ્રય લેવાનું તેમને માટે શક્ય નહોતું. કેમ કે કુટુંબની ત્રણે શાખાઓને એ રીતે તેમાં સમાવી શકાય તેમ નહોતું.
Scanned by CamScanner
Page #199
--------------------------------------------------------------------------
________________
ઉત્તમના અભિલાષી ૧૬૫
પરિવારના સૌ મુખ્ય સભ્યોને બધાં એકમોમાં મૂકવા પડે તેમ હતું. એટલે કોઈ એક એકમમાં અપવાદ થઈ શકે તેમ નહોતો.
છેવટે આઈ.સી.આઈ. સાથેનો કરાર રદ થયો. આટલી મહેનત કર્યા પછી કરાર રદ કરવો પડ્યો તેથી તેમને સહેજ પણ દુ:ખ થયું નહીં. ઊલટું, આઈ. સી.આઈ.ની મદદ વિના અતુલ ઘણી પ્રગતિ કરીને દેશની એક ઉત્તમ ઔદ્યોગિક સંસ્થા તરીકે પ્રતિષ્ઠા જમાવી શક્યું તેનું તેમને ગૌરવ છે. ઈઝઅનિષ્ટની પસંદગીમાં માણસને તેનાથી ઊંચી કોઈક અદૃશ્ય શક્તિ પ્રેરતી હોય છે એમ કસ્તૂરભાઈ શ્રદ્ધાપૂર્વક માનતા.
કોઈ પણ ઉદ્યોગની સફળતાના પાયામાં નિષ્ઠા, પ્રામાણિકતા અને ખંતભરી મહેનત જરૂરનાં છે. કસ્તૂરભાઈ આ ગુણોના દૃષ્ટાંતરૂપે દિલ્હીના વિખ્યાત ઉદ્યોગપતિ સર શ્રીરામે સીવવાના સંચાનો ઉદ્યોગ કેવી રીતે ખીલવ્યો તેની વાત કરે છે. ૧૯૩૭માં તેમણે સીવવાના સંચા ઉત્પન્ન કરવાનું કારખાનું નાખ્યું ત્યારે સિંગર કંપનીનો સીવવાના સંચા પૂરા પાડવાનો ઈજારો દુનિયાના બધા જ દેશોમાં હતો. લાલા શ્રીરામે હિંમત કરીને તેનો ઉદ્યોગ શરૂ કર્યો. પહેલે વર્ષે પાંચ લાખ રૂપિયાની ખોટ આવી. બીજે વર્ષે દસ લાખની. એમ કરતાં ચૌદ વર્ષ લગી ખોટ ખાધા કરી. છતાં નાહિંમત થયા નહીં. એક મશીન ઉત્પન્ન કરતાં શરૂઆતમાં ૧૪૭ કલાક થતા હતા તેમાં સુધારો કરતાં તેત્રીસ ક્લાક સુધી લાવ્યા. ચૌદ વર્ષે “ઉષા” મશીનની પ્રતિષ્ઠા બંધાઈ અને તેમને એના ધંધામાં પાંચ લાખ, દસ લાખ, પંદર લાખ એમ વધુ ને વધુ નફો થતો ગયો.“લાલા શ્રીરામના ગયા પછી એ કંપની મુશ્કેલીમાં આવેલી, પરંતુ તે જુદી વાત થઈ. ખંત, મહેનત અને નિષ્ઠાથી ગમે તેવું મુશ્કેલ કામ આસાન બની શકે છે એવી કસ્તૂરભાઈની શ્રદ્ધા હતી. પોતે સ્થાપેલી મિલોમાં પોતાનું રોકાણ તો દસ કે વીસ ટકા જેટલું જ હોય છે, પણ તેની પાછળ પોતે ખર્ચેલ શ્રમ અને દાખવેલ નિષ્ઠાના ફળ રૂપે જ સિદ્ધિ મળે છે એમ તેમનું દૃઢ મંતવ્ય હતું.
ભારત સરકારની કરવેરા નીતિ એવી છે કે આ દેશમાં વધારે સંપત્તિવાળા બનવા કરતાં ગરીબ રહેવું વધુ હિતકર છે.” કસ્તૂરભાઈએ એક અમેરિકન મુલાકાતીને એક વાર કહેલું.
“એમ હોય તો તમે નવી નવી કંપનીઓ શા માટે સ્થાપો છો?”
Scanned by CamScanner
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૯
પરંપરા અને પ્રગતિ
ન “રાષ્ટ્રના ઉદ્યોગના વિકાસ માટે રાષ્ટ્રીય સંપત્તિ વધારવા માટે. આજે અમે બારથી પંદર કંપનીઓ ચલાવીએ છીએ અને બધી સારી ચાલે છે. છતાં નવી કંપની કાઢીએ છીએ તે સંપત્તિનો ઢગલો કરવા માટે નથી. આ દેશનો કરવેરા ધારો અમને એમ કરવા દે તેમ નથી. પરંતુ દેશની સંપત્તિમાં તેનાથી જરૂર વધારો થાય છે. અતુલનો જ દાખલો લો. તેમાં એક લાખ વૃક્ષો વાવ્યાં છે. કદાચ દેશમાં કોઈ એક ઔદ્યોગિક વિસ્તારમાં આટલી મોટી વૃક્ષરાજિ ઊભી થઈ નહીં હોય. દર અઠવાડિયે કારીગરો અને કામદારોને મનોરંજન પૂરું પાડતું તેનું વિશાળ ઓપન એર થિયેટર જુઓ કે દર પખવાડિયે પ્રત્યેક કામદારના સ્વાધ્યની તપાસ કરનાર નિષ્ણાત ડૉક્ટરની સુવિધાવાળું આરોગ્યકેન્દ્ર જુઓ કે વિવિધ ડિઝાઈનના એક હજાર જેટલા નિવાસો છે તે જુઓ.
આ બધું જોતાં તમને લાગશે કે સંપત્તિ એકત્ર કરવા કરતાં કંઈક ઊંચો રાષ્ટ્રીય હિતનો ઉદ્દેશ અહીં કામ કરે છે.”
આમ, ભારત સરકારની કરવેરાની નીતિ પ્રત્યે રોષ હોવા છતાં રાષ્ટ્રભક્તિ ને સાહસિકતા તેમને દેશના ઔદ્યોગિક વિકાસને આગળ ધપાવે તેવાં નવાં. સાહસો કરવા પ્રેરે છે. આઝાદી આવ્યા પછી વેપારઉદ્યોગને થયેલા ફાયદાની તેઓ કદર કરે છે. પહેલાં કોઈ માલ બહારથી આયાત કરવો હોય તો બ્રિટનની સામે જ નજર કરવી પડતી; હવે જરૂરી માલની ઉત્તમ જાત ખરીદવા માટે આખા જગતનું બજાર ખુલ્લું થયું છે; વિદેશી ઉદ્યોગગૃહોના સહકારમાં કામ કરવાની તક ખુલ્લી થઈ છે; એટલું જ નહીં, વિદેશીઓ સાથે તંદુરસ્ત સ્પર્ધામાં ઊતરી શકે તેવી બૌદ્ધિક કુશળતા દેખાડવાના પ્રસંગો પણ પ્રાપ્ત થયા છે: એમ સ્વાતંત્ર્યપ્રાપ્તિના અનેક ફાયદાનું તેઓ પૃથક્કરણ કરી બતાવે છે. બેન્કના રાષ્ટ્રીયકરણથી સાધનહીન ખેડૂતો અને નાના ઉદ્યોગ શરૂ કરનારાને ધિરાણની
સગવડ થઈ તે, બીજા ગેરફાયદાની સામે, દેશને માટે મોટા ફાયદારૂપ છે એમ * તેઓ પ્રામાણિકપણે માને છે. વેપાર, ઉદ્યોગ અને સમગ્ર અર્થકારણમાં નવી દૃષ્ટિ અને નવો અભિગમ આઝાદી પછી જ ખીલતાં થયાં છે એમ તેમણે અનેક પ્રસંગે કહ્યું છે.૨૧
વિદેશી ઉદ્યોગગૃહ સાથે સહકારમાં કામ કરવું હોય તો તમે કઈ બાબતો ધ્યાનમાં રાખો છો?”—એક વાર એક સંવાદદાતાએ તેમને પૂછયું.
Scanned by CamScanner
Page #201
--------------------------------------------------------------------------
________________
ઉત્તમના અભિલાથી ૧૬૭.
ત્રણ બાબતો: પહેલું તો એ કે તમે કોની સાથે સહકાર સાધવા માગો છો. એટલે કે તે કંપનીની સધ્ધરતા, પ્રતિષ્ઠા વગેરે કેવાં છે તે જોવું. બીજું, તેની પાછળ પ્રયોજન શું છે? તે કંપની પાસેથી નવા સાહસ માટે કહ્યું “નો હાઉ મળે છે તે. અને ત્રીજું, એ ‘નોટાઉને અમલમાં મૂકવા માટે શી વ્યવસ્થા થઈ શકે તેમ છે તેનો વિચાર કરવાનો. તમારા ટેકનિશિયનને તેને માટે છ-બાર મહિના તાલીમ માટે તેમની પાસે પરદેશ મોકલવાની જરૂર પડે અને તેમાં સફળતા ન મળે તો તેમના ટેકનિશિયનને અહીં બોલાવવો પડે અને તેની મદદથી મશીન ચલાવવાનું આપણો ટેકનિશિયન શીખે. તેમ છતાં કોઈ મુશ્કેલી ઊભી થાય તો મશીનરીમાં જરૂરી ફેરફાર કરાવવો પડે. આમ વિદેશી કંપની સાથે કામ પાડવામાં બહુ તકેદારી રાખવી પડે છે.”૧૨
“એમાંથી છેવટનું પરિણામ તમારી નજર સામે શું હોય છે?
“ોષ્ઠ કોટિનું ઉત્પાદન. બધે જ ઉત્તમ—best ની પસંદગી એ જ મારું નિશાન રહેલું છે. પછી તે મારે માટે કપડું ખરીદતો હોઉં કે મિલને માટે મશીનરી; તીર્થના જીર્ણોદ્ધારનું કામ હોય કે સંસ્થાની સ્થાપનાનું. મારા સ્વભાવમાં જ “સેકન્ડ બેસ્ટ’ પસંદ કરવાનું વલણ નથી. કામ કરવામાં પણ ઉત્તમનો જ હું ચાહક રહ્યો છું. કોઈ કહે કે તમે ફર્સ્ટ ક્લાસ કામ કર્યું તો મને સંતોષ થાય. પણ “મધ્યમ કોટીનું, “ઠીકઠીક', “ચાલશે” એવા શબ્દો સાંભળીને મને નિરાશા આવે છે, ચીડ ચડે છે.૨૩
કસ્તૂરભાઈ હમેશાં ઉત્તમના અભિલાષી રહ્યા છે. જેમ સારી ગુણવત્તાવાળું કાપડ મધું હોય પણ સરવાળે લાંબું ચાલે તેથી સસ્તું પડે છે તેવું જ શક્તિશાળી માણસથી માંડીને જીવનના દરેક ક્ષેત્રમાં કરવાની આવતી પસંદગી પરત્વે તેમનું વલણ રહેલું છે. તેમની ઉદ્યોગપતિ તરીકેની સફળતાના મૂળમાં બૌદ્ધિક કુશળતા, ખંત, શ્રમ, નિષ્ઠા આદિ ગુણોની સાથે ઊંચું નિશાન અને તેને વળગી રહેવાની દૃઢતા પણ છે.
તમે આટલા મોટા ઉદ્યોગપતિ છો, તેની સાથે શિલ્પસ્થાપત્યની કલામાં ઊંડી સૂઝ ધરાવો છો તેના મૂળમાં કયું પ્રેરક બળ છે એ કહી શકશો?” આ લખનારે એક વાર તેમને પૂછયું.
“જુઓ, તેમાં પણ ખંત અને નિષ્ઠાથી પ્રયત્ન કરવાની મારી ટેવ છે. નાનો
Scanned by CamScanner
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પરંપરા અને પ્રગતિ
હતો ત્યારે મને સારા-નરસાની પસંદગીનું ભાન નહોતું. મારાં કપડાં માટે કાપડની પસંદગી બીજા કરતા. એટલું જ નહીં, મારાં કપડાં સીવવા આપતી વખતે કોટનો આવો કટ રાખો ને શર્ટનો આવો કૉલર સારો લાગશે એ પણ બીજા નક્કી કરતા. જાણે મને કશી ગમ જ ન હોય! આ સ્થિતિથી મને ચીડ ચડી. મારાં કપડાંની પસંદગી મેં જ કરવા માંડી. બીજાનાં કપડાં જોઈને મને કેવાં સારાં લાગશે તે મેં જ નક્કી કરવા માંડ્યું. બધી વસ્તુ માટે મેં એવું વલણ પ્રયત્નપૂર્વક કેળવ્યું.”
“પરંતુ સ્થાપત્ય ને શિલ્પની સૂઝ શી રીતે કેળવાઈ?”
“એ પણ કહું. મારે અમદાવાદમાં મકાન બાંધવું હતું. તેની ડિઝાઈન પસંદ કરવાની હતી. કોઈ આર્કિટેક્ટને કહ્યું હોય તો ડિઝાઇન તો દોરી આપે, પણ તે મારી પસંદગીની ડિઝાઇન નહીં બને એમ મને લાગ્યું. એટલે મેં જાતે જ ડિઝાઈન પસંદ કરવાનું નક્કી કર્યું. તે માટે હું મુંબઈ ગયો. મકાનોનું નિરીક્ષણ કરતો કરતો હું કાલબાદેવીથી મલબાર હિલ સુધી પગે ચાલતો ગયો. ત્યાંથી અલ્ટમોન્ટ રોડ ઉપર ઊતર્યો. રસ્તામાં મને જે મકાનોની ડિઝાઇન ગમી તેનાં સરનામાં નોંધી લીધાં. પછી તે મકાનોની ડિઝાઈન કરનારાનો સંપર્ક સાધ્યો. તે પરથી મેં મારા મકાનની ડિઝાઇન મનમાં તૈયાર કરી અને મારી સૂચના મુજબ તેની ડિઝાઇન તૈયાર કરાવી.”૨૪
કસ્તૂરભાઈએ ખીલવી છે તેવી કળાદૃષ્ટિ કેવળ પરિશ્રમ કે પ્રયત્નપૂર્વકના નિરીક્ષણથી ખિલવાતી નથી.સૌંદર્યપારખુ સૂઝરૂપે મનુષ્યની અંદર તેનાં બીજ પડયાં હોય છે. કસ્તૂરભાઈને સુંદર, ભવ્ય અને શ્રેષ્ઠને માટે કુદરતી પક્ષપાત છે. તેમની એ કલાપ્રીતિ પરિશ્રમ અને પ્રયત્નથી સંસ્કારાયેલી છે. કેટલાક શ્રીમંત શોખીનોને હોય છે તેમ, કલાકૃતિઓનાં દર્શન કે સંગ્રહ પૂરતી જ તેમનામાં તે મર્યાદિત નથી. શિલ્પ અને સ્થાપત્ય પૂરતી તો તેની નિર્માણપદ્ધતિ અને આકારસૌષ્ઠવ ઇત્યાદિ વિશિષ્ટતાઓની પરીક્ષા કરવા જેટલી તે કસાયેલી છે. કસ્તૂરભાઈ ઉદ્યોગપતિ ન હોત તો શિલ્પ-સ્થાપત્યની ઊંડી સમજ ને કદર ધરાવતા મર્મી ક્લાપરીક્ષક તરીકે કદાચ વિશેષ પ્રસિદ્ધિ પામ્યા હોત.
એક અમેરિકન અતિથિએ તેમને એક વાર પૂછયું: “તમે જીવનમાં કેટલી સફળતા મેળવી છે તેનો ક્યાસ કાઢો છે?”
“ના. એ અમેરિકન પદ્ધતિ છે. મારા જાહેર જીવનમાં ને વેપારઉદ્યોગમાં
Scanned by CamScanner
Page #203
--------------------------------------------------------------------------
________________
ઉત્તમના અભિલાષી ૧૬૯
મને ઠીક ઠીક સફળતા મળી છે તેનો મને ખ્યાલ છે. પરંતુ તેને વિશે વિચાર કરવા બેઠો નથી. જે ઉદ્દેશો રાખ્યા તે પાર પડ્યા એટલે થયું એવો સંતોષ અનુભવું છું. તેથી વિશેષ કાંઈ નહીં.”
આ વાત એક રીતે સાચી છે. પોતાને અંગત રીતે મળેલી સફળતાનું માપ કાઢવા એ કદી બેઠા નથી. કદાચ ભારતીય સંસ્કૃતિકે પ્રકૃતિનું એ લક્ષણ છે. પરંતુ તેમના ઉદ્યોગસંકુલની પ્રગતિનો આંક તેમની નજર બહાર રહેતો નથી. અમદાવાદની બધી મિલોનો કુલ નફો થાય તેના પચીસ ટકા જેટલો નફો તેમના ઉદ્યોગસંકુલનો હોય છે. નવા ઉદ્યોગો માટે જેમ તેમની દૃષ્ટિ ફરતી રહે છે તેમ દર વર્ષે નવાં નવાં સામાજિક ને સાંસ્કૃતિક મહત્ત્વનાં કામો માટે દાન આપવાનો ઉત્સાહ પણ એટલો જ વધતો જાય છે. દર વર્ષે સરેરાશ બાર લાખ રૂપિયા તેમના સંકુલ તરફથી દાન અપાય છે, એમ તેમણે ૧૯૭૩માં કહેલું તે પછી તે રકમ ઉત્તરોત્તર વધતી ગઈ છે. ૧૯૭૮ અને ૧૯૭૯માં આ વાર્ષિક દાનની રકમ બાસઠ લાખ સુધી પહોંચી છે. વિવિધ રાષ્ટ્રીય હિતનાં કામોમાં પોતાનાં સમય અને શક્તિના યોગદાન ઉપરાંત ધનનું પ્રદાન કરીને પણ તેઓ સમાજ અને દેશ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યાનો સંતોષ લે છે.
“આવતી કાલે જ તમારું અવસાન થવાનું હોય તો............ અમેરિકન મુલાકાતીએ પ્રશ્ન કર્યો.
“મને આનંદ થશે.” અટ્ટહાસ્ય કરતાં કસ્તૂરભાઈ બોલ્યા. “પણ પછી શું?” “પછી શું થશે તેની મને જરાય ચિંતા નથી.” તમારું શું થશે તેવો વિચાર આવે છે ખરો?” “હું પુનર્જન્મમાં માનું છું.” “એટલે?”
જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે ઈશ્વર જેવું કાંઈ નથી. હું ઈશ્વરની સ્થિતિ પર્યન્ત પહોંચી શકું છું. તેનો અર્થ એ થયો કે મારે મારું ચારિત્ર્ય એટલું ઊંચે લઈ જવું જોઈએ કે એ પદને માટે હું ક્રમે ક્રમે પાત્ર થતો જાઉં. આ વિચાર માટે મને ખૂબ માન છે, ગૌરવ છે.”
“તે સ્થિતિએ શી રીતે પહોંચાય?”
Scanned by CamScanner
Page #204
--------------------------------------------------------------------------
________________
પરંપરા અને પ્રગતિ
“તે પણ અમારા ધર્મમાં બતાવ્યું છે. સત્ય બોલવું, ધનનો પરિગ્રહ ન રાખવો, હિંસા ન કરવી, વગેરે. આ સિદ્ધાંતો મને પ્રિય છે. જૈન ધર્મ જે સિદ્ધાંતો કહ્યા છે તેનાથી ઊંચા સિદ્ધાંતો બીજે ભાગ્યે જ જોવા મળશે.”
૧૭૦
“જૈન ધર્મ એટલે શું?”
“ખરું પૂછો તો જૈન ધર્મ તે ધર્મ નથી, જીવન જીવવાની એક રીત છે, જેનું અનુસરણ કરવાથી આ જીવનમાં જ ઉચ્ચ આધ્યાત્મિક કોટિએ પહેોંચી શકાય છે.”
“જૈન ધર્મમાં ધનનો સંચય ન કરવાનું કહ્યું છે ખરું?”
“ના. તેમાં એવું કહ્યું છે કે નક્કી કરેલી મર્યાદાથી અધિક સંપત્તિ ન રાખવી.” અપરિગ્રહનો અર્થ અલ્પ પરિગ્રહ કરીને સમજાવવાનો તેમણે પ્રયત્ન કર્યો !
“તમે એનું વ્રત લીધું છે ખરી?”
“ના. પોતે મેળવેલ ધનનો અમુક ભાગ સાર્વજનિક કલ્યાણ અર્થે ખર્ચવો એવો મારો નિયમ છે ખરો.”૨૭
કરકસર કસ્તૂરભાઈના સ્વભાવનું આગળપડતું લક્ષણ છે. એક પૈસાનો પણ દુર્વ્યય થાય તે તેમને ગમતું નથી. જરૂર ઊભી થાય તો લાખ્ખો રૂપિયા ખર્ચી શકાય. પણ બિન-ઉત્પાદક ને બિનજરૂરી ખર્ચ ન કરવું એવો તેમનો આગ્રહ હોય છે. તેમની મિલોમાં બીજી સમકક્ષ મિલોના કરતાં માણસોને પગાર ઓછો અપાય છે, પણ કોઈના કામમાં દખલ હોતી નથી અને લાયકાત પ્રમાણે આગળ વધવાનો અવકાશ હોય છે. એક વાર નીમ્યા પછી માણસને છૂટો ન કરવો એવી . તેમની નીતિ છે. આથી સ્થિર રહીને કામ કરવાની વૃત્તિવાળો માણસ તેમના સંકુલમાં આગળ વધી શકે છે.
લાંચરુશવત અને શોષણખોરીના તેઓ કટ્ટર વિરોધી છે. પોતાના માણસોને તેઓ કહે છે: “અણઆવડતને કારણે મને નુકસાન થશે તે સહન થશે, પણ મારી આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરશો તે સહન નહીં કરું.”
૨૮
નાની કે મોટી બાબતમાં કોઈ તેમને છેતરી જાય તે તેમને અસહ્ય થઈ પડે છે. કોઈએ એક કિલો ગ્રામ દ્રાક્ષ ભેટ મોકલી હોય પણ ઘેર જોખતાં સો ગ્રામ ઓછી નીકળે તો સામા માણસને પત્ર લખે કે તમે દ્રાક્ષની ખરીદીમાં છેતરાઈ
Scanned by CamScanner
Page #205
--------------------------------------------------------------------------
________________
'
S
*
--
છે. જેને તેણે | |
Scanned by CamScanner
શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના પંચોતેરમે વર્ષે અમૃત મહોત્સવ ઉજવાયેલો તે પ્રસંગે ગુજરાત વેપારી મહામંડળે યોજેલ સમારંભમાં (ડાબેથી જમણી બાજુ) શ્રી ઉમાશંકર જોશી, શ્રી નરોત્તમભાઈ ઝવેરી, શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ, શ્રી વિક્રમ સારાભાઈ,
| શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, શ્રી અમૃતલાલ હરગોવનદાસ, (પાછળ) શ્રી રવિશંકર મહારાજ વગેરે
Page #206
--------------------------------------------------------------------------
________________
Scanned by CamScanner
શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પંચોતેરમે વર્ષે અમૃત મહોત્સવ ઉજવાયો તે પ્રસંગે ત્યારના રાજયપાલ શ્રીમન્નારાયણ, શ્રીમતી મદાલસાબહેન
તથા શ્રી બી. એમ. બિરલા વગેરે સાથે; જ્યારે પાલીતાણા ધર્મક્ષેત્રની પ્રતિકૃતિ શ્રી કસ્તૂરભાઈને અર્પણ થયેલી.
Page #207
--------------------------------------------------------------------------
________________
ઉત્તમના અભિલાષી ૧૭૧
23 ક નથી. ઈલાયચી પાંચસો ગ્રામ ખરીદી હોય તો તેના દાણા ગણી કાઢે અને દરરોજ કેટલા દાણા વપરાય છે તે પૂછીને અમુક દિવસ સુધી તે ચાલવી જોઈએ એવો હિસાબ કાઢે. પોતાનાં કપડાંની વ્યવસ્થિત ગણતરી રાખે. કોટ. ખમીસ, ધોતિયું, ટોપીએમ દરેક કપડાને નંબર આપે અને દરેકની વપરાશની ટા બાંધે. કોટનો કૉલર ફાટી ગયો હોય ને શ્રેણિકભાઈ કહે છે: “પપ્પા. હવે આ કોટ કાઢી નાખો.” તો જવાબ મળે કે “૩૧મી ડિસેમ્બર સુધી ચલાવવાનો
છે.૨૯
ઘરના વહીવટમાં પણ સક્રિય રસ લે. ઘરઉપયોગની ખરીદીને વપરાશનો અને બરાબર ખ્યાલ હોય. તેથી ખર્ચ પર પણ તેમની સતત નજર રહે. ઘેર વીસેક 'ઢોર રાખેલાં છે. ગાયભેંસને માટે કેટલો ચારો જોઈશે ને ક્યાંથી સારો ને સસ્તો ચારો મળશે તેની નાની નાની વિગતો પણ તેઓ જ સૂચવે.૩૦
હિસાબમાં અતિશય ઝીણવટ અને ચોકસાઈ રાખે. એક વાર બી. કે. મજુમદાર સાથે લંડન ગયેલા. હોટેલમાં બન્ને અલગ અલગ રૂમમાં રહે. એક રાત્રે તુરભાઈએ બી. કે.ના રૂમ પર ટકોરા માર્યા. બી. કે.એ બારણું ખોલ્યું. શેઠને જોઈને ધ્રાસકો પડ્યો: તબિયત બગડી કે શું? ત્યાં તો શેઠે કહ્યું : “મજુમદાર, એક મુશ્કેલી ઊભી થઈ છે.”
“શું થયું?” “આજનો હિસાબ મળતો નથી.” “કેટલી ભૂલ આવે છે? “છ પેન્સની. ક્યાં વાપર્યા તેનો ખ્યાલ આવતો નથી.” “કંઈ વાંધો નહીં. એ મોટી વાત નથી.” “એ ચાલે નહીં.” “તો શું કરીશું?”
“તમે છ પેન્સ મને આપી દો તો હિસાબ મળી રહે. પછી યાદ આવશે તો એજસ્ટ કરી લઈશું.”
મજુમદારે હસીને છ પેન્સ આપ્યા. હિસાબ મળી રહ્યો તે પછી જ કસ્તૂરભાઈને ઊંઘ આવી.૩૧
એક પણ પૈસો હિસાબમાં લખાયા વિના ન રહેવા પામે એવી જૂના
Scanned by CamScanner
Page #208
--------------------------------------------------------------------------
________________
પરંપરા અને પ્રગતિ
વખતની વણિકપ્રકૃતિ તેમનામાં જોવા મળે છે. બીજાના પૈસા સાચવવાની ચીવટ પણ એટલી જ. શૅરહોલ્ડરોનાં નાણાં પોતે ટ્રસ્ટી તરીકે સાચવે. ઉદ્યોગ માટે ૉર કાઢીને મૂડી ઊભી કરે પણ તેની પાઈએ પાઈ પાછી આપવાની ચોખ્ખી દાનત. ડિવિડન્ડ જાહેર કરવામાં પણ એક વર્ષે આપ્યું હોય તેનાથી બૌજે વર્ષે ઓછું ડિવિડન્ડ આપીએ તો આબરૂ ઘટે એવી તેમની માન્યતા. તેથી દર વર્ષે ડિવિડન્ડ વધતું જાય એ રીતે જ ગોઠવે. જે વર્ષે ડિવિડન્ડ ન અપાયું હોય કે મિલે ખોટ કરી હોય તે વર્ષે પોતે કમિશન કે મહેનતાણું ન લે એવી અમદાવાદના મિલમાલિકોમાં પ્રથા ઊભી કરવામાં કસ્તૂરભાઈનો ફાળો નોંધપાત્ર છે.
૧૯૨
જિંદગીભર નિષ્ઠાપૂર્વક સેવા આપનાર માણસોને નિવૃત્તિમાં શાંતિથી ગુજારો થઈ શકે એવું નિવૃત્તિવેતન આપવાની જોગવાઈ તેમણે તેમના ઉદ્યોગસંકુલમાં કરેલી છે. અશોક મિલ, અરવિંદ મિલ અને અતુલનાં કારખાનાં ઊભાં કરનાર એન્જિનિયર મીનોચોર બાબીકોન આજે છ્યાશી વર્ષના છે. તેમને અતુલમાં બંગલો, ગાડી અને પાંચસો રૂપિયા નિવૃત્તિવેતન આપે છે. એ જ રીતે તેમના જમણા હાથ સમા બી. કે. મજુમદારને તેમનો મોભો સચવાય તે રીતે સગવડો આપેલી છે. એ તો ઠીક, પણ નાના કારકુનને પણ નિવૃત્તિમાં કે અવસાન પછી કુટુંબના નિર્વાહમાં મદદરૂપ થાય તેવો પ્રબંધ કસ્તૂરભાઈના ઉદ્યોગગૃહમાં છે. કર્મચારીઓનાં બાળકોના અભ્યાસનું ખર્ચ પણ મિલમાંથી મળે તેવી વ્યવસ્થા છે. કર્મચારીઓને લગ્ન, મરણ ને માંદગી જેવા પ્રસંગોએ શેઠ તરફથી આર્થિક મદદ મળે એટલું જ નહીં, સારે-માઠે પ્રસંગે શેઠની હાજરી પણ હોય.
પગારની બાબતમાં શરૂઆતમાં ચીકાશ બતાવનાર શેઠ પોતાના માણસોને બીજી સગવડો આપીને તેમની સાથે આત્મીય સંબંધ બાંધી દે છે. કસ્તૂરભાઈની આ ઉદારતાએ હાથ નીચેના માણસોનો પ્રેમ જીતી આપ્યો હતો.
મિલનો નાનામાં નાનો માણસ તેમને સીધો મળી શકે. તેમની ઑફિસનાં બારણાં હમેશાં ઉઘાડાં હોય. એક વાર મિલના જૉબરે છએક મજૂરોને કામદાર યુનિયનમાં જોડાવા બદલ બરતરફ કર્યા. છએ માણસો કસ્તૂરભાઈ પાસે ધા નાખતા આવ્યા. કસ્તૂરભાઈએ જૉબરને બોલાવીને તેમને પાછા લેવાનું કહ્યું. કોઈ મુશ્કેલી ઊભી થાય તો પચાસ કે સો માણસો સાથે વ્યક્તિગત પતાવટ કરવાનું ફાવે નહીં; પણ યુનિયન સાથે તે બાબત ચર્ચા કરવી વધુ સરળ ને હિતકર થઈ
Scanned by CamScanner
Page #209
--------------------------------------------------------------------------
________________
ઉત્તમના અભિલાષી ૧૭૩
-
પડે એટલે મજૂરો યુનિયનમાં જોડાય તે ઈચ્છવાજોગ છે એમ તેમનું કહેવું હતું.૩૨
ધનના જેટલો જ સમયને તેઓ કીમતી ગણતા. નિયમિતતા તેમના દૈનિક કમમાં વણાઈ ગયેલી. સવારમાં સમયસર મિલની ઑફિસે પહોંચે ને બારને ટકોરે અચૂક ઘેર જવા નીકળે. ગમે તેવું મહત્ત્વનું કામ હોય પણ તે નિશ્ચિત સમયમર્યાદામાં પૂરું કરવાનો આગ્રહ રાખે. તેમની સમયપાલનની ટેવથી મુલાકાતીઓ ટેવાઈ ગયા હોવાથી તે પ્રમાણે જ તેમને મળવાનું કે ચર્ચા કરવાનું ગોઠવાય. પોણાબારે કોઈને મળવાનો સમય આપે નહીં. પરોઢિયે પાંચ વાગ્યે ઊઠવાનો નિયમ અચૂક પળાય. બપોરે એક્થી બેની વચ્ચે આરામ લે. કદાચ લાંબું ઝોકું આવી જાય તો નોકરને સૂચના આપી રાખેલી હોય કે અઢી વાગ્યા સુધી પોતે ઊઠ્યા ન હોય તો બારણે ટકોરા મારે. ચાર વાગ્યે મિટિંગ હોય તો બરાબર ચારને ટકોરે સભાખંડમાં સ્તૂરભાઈનો પ્રવેશ હોય. કોઈને ઘડિયાળનો સમય મેળવવો હોય તો કસ્તૂરભાઈના આગમન પરથી મેળવી શકે એટલી તેમની સમયપાલનની ચોક્સાઈ હતી.૩૩
કહેવત છે કે હોમરને પણ કોઈ વાર ઝોકું આવી જાય ને ભૂલ કરી બેસે. કસ્તૂરભાઈની ચોક્સાઈ કહેવતરૂપ બની ગઈ હતી. પણ એક વાર એમનીય ગંભીર સ્મૃતિચૂક થઈ ગયેલી. સરદાર વલ્લભભાઈ સાથે તેમને ગાઢ મૈત્રીસંબંધ હતો તે અગાઉ કહેવાઈ ગયું છે. એક વાર સરદારને ઘેર જમવા નોતર્યા. સરદાર નક્કી કરેલ સમયે તેમને ત્યાં પહોંચ્યા. કસ્તૂરભાઈ તો જમી પરવારીને નિરાંતે બેઠેલા. સરદાર સાથે ક્લાકેક વાતો કરી. પણ જમવાની તૈયારીની કોઈ હિલચાલ સરદારને દેખાઈ નહીં તેમ કસ્તૂરભાઈએ તેની વાત પણ ઉચ્ચારી નહીં, એટલે સરદાર તો વાત પૂરી થતાં ઘેર ગયા. બીજે દિવસે કસ્તૂરભાઈ મળ્યા ત્યારે સરદારે તેમની લાક્ષણિક ઢબે મજાકમાં કહ્યું: “તમે વાણિયા ખરા છો! બીજાને જમવા નોતરીને ભૂખ્યા રાખો!” કસ્તૂરભાઈને ત્યારે જ યાદ આવ્યું કે સરદારનેં જમવાનું નોતરું આપેલું. તેમણે તરત માફી માગી. સરદારના ખડખડાટ હાસ્યમાં કસ્તૂરભાઈના શબ્દો બી ગયા.
શબ્દની કરકસર તે એમની બીજી નેધપાત્ર ખાસિયત. તેઓ બહુ જ ઓછાબોલા હતા. સામે ચાલીને કોઈની સાથે વાત કરવાની ટેવ નહીં. કોઈ પૂછે તેનો જવાબ પણ બની શકે તેટલા ઓછા શબ્દોમાં આપે. કોઈ સભાનું પ્રમુખ
Scanned by CamScanner
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પરંપરા અને પ્રગતિ
સ્થાન લીધું હોય તો બીજા બોલે તે શાંતિથી સાંભળ્યા કરે. પણ જો કોઈ વિષયાંતર કરીને ચર્ચાને બીજે પાટે ચડાવવાનો પ્રયત્ન કરે તો તરત તેને રોકે, ટપારેને મુદ્દાસર વક્તવ્યનો આગ્રહ રાખે. ચર્ચાને અંતે ટૂંકમાં સમાપન કરે.
ગમે તેટલો મહત્ત્વનો પ્રશ્ન હોય, પણ કોઈ પૂછે નહીં ત્યાં સુધી કસ્તૂરભાઈ જવાબ આપે નહીં. ચર્ચા ચાલતી હોય તેમાં પણ ચર્ચા કરનાર સામેથી કરભાઈનો અભિપ્રાય પૂછે તો જ બોલે. એક વાર અમદાવાદમાં અમેરિકાના એલચી આવેલા. નાગરિકોની સભાને તે સંબોધવાના હતા. રાજ્યપાલ અધ્યક્ષ હતા. હજારેક માણસો એકત્ર થયેલા. રાજદૂતનું ભાષણ પૂરું થયું. પછી અધ્યક્ષ સભામાંથી કોઈને પ્રશ્નો પૂછવા હોય તો પૂછે એમ જાહેર કર્યું. કોઈ પ્રશ્ન પૂછવા ઊભું થયું નહીં. રાજ્યપાલે કસ્તૂરભાઈને કહ્યું:
“કસ્તૂરભાઈ, તમે કેમ સવાલ પૂછતા નથી? એટલે તેમણે ઊભા થઈને પૂછયું:
“આ દેશ સ્વતંત્ર થયો તે પછી દસ-બાર વર્ષ સુધી અમેરિકા કે દુનિયાનો કોઈ દેશ ભારતમાં મૂડીરોકાણ કરીને જુદા જુદા ઉદ્યોગોમાં ભાગીદારી કરવા આગળ ન આવ્યો ને છેલ્લાં પાંચેક વર્ષથી જ આવે છે તેનું શું કારણ?”
વક્તાને ઉદ્યોગનો અનુભવ કે ખ્યાલ નહોતો એટલે જવાબ આપી શક્યા નહીં. છેવટે કસ્તૂરભાઈએ જ કહ્યું: - “અમેરિકા, ફ્રાન્સ, જર્મની, હોલેન્ડ, ઇટાલી વગેરે દેશોને રફતે રફતે સમજાયું હશે કે આ દેશને સ્થિર સરકાર છે ને મોટી વસ્તી છે એટલે આપણા ઉદ્યોગને આગળ વધવાની સારી તક છે.૩૪
ઓછું બોલવાની ટેવને લીધે તેમના સ્વભાવમાં અતડાપણું આવ્યું હતું. અંગત મૈત્રી કહી શકાય તેવો સંબંધ તેઓ ભાગ્યે જ કોઈની સાથે મેળવી શક્યા હશે.
કુટુંબના સૌ સભ્યો સાંજે સાથે બેસીને જમે, જમ્યા પછી મિત્રો સાથે બે કલાક બ્રિજ રમવાનો કસ્તૂરભાઈનો કાર્યક્રમ હોય. બાળકો સાથે આનંદગમ્મત પણ ચાલે. પરંતુ જેની સમક્ષ હૃદય ખોલીને વાત કરી શકાય તેવી વ્યક્તિની ખોટ તેમને કોઈ વાર સાલી હોવી જોઈએ. વાચન-મનનની ટેવને કારણે એક પણ મિનિટ નવરા બેસવાનું ભાગ્યે જ બને છે એમ તેઓ કહેતા. છતાં સ્વભાવની મર્યાદા
Scanned by CamScanner
Page #211
--------------------------------------------------------------------------
________________
ઉત્તમના અભિલાષી ૧૭૫
અને અત્યંત પ્રવૃત્તિશીલ જીવનને કારણે અગાઉ નહીં લાગી હોય તેવી એક્લતાનો અનુભવ નિવૃત્તિમાં તેમને કોઈ વાર થયો તો હશે જ.
કદંબવત્સલતાનો લાલભાઈનો ગુણ કસ્તૂરભાઈમાં પણ ઊતર્યો હતો. સાદારી વખતે કાકાઓએ એક લાખ રૂપિયાની મદદ માગેલી તે તેમણે આપેલી નહીં. પરંતુ પછીથી બંને કાકાઓને દર મહિને હજાર હજાર રૂપિયા આપવાનું સ્વીકાર્યું હતું. ૧૯૨૩થી ૧૯૩૬ સુધી દર વર્ષે દરેક કાકાને બાર હજાર રૂપિયા તેમણે નિભાવખર્ચ તરીકે આપ્યા હતા. તેમનાં સંતાનો માટે નવી કંપની શરૂ કરીને તેમને પગભર કર્યા છે. એ જ રીતે ત્રણે બહેનોનાં કુટુંબને પણ જુદા જદા ઉદ્યોગોમાં ભાગીદારી આપી છે. આજે લાલભાઈ ગ્રૂપના સંકુલનો વહીવટ અલગ અલગ એકમરૂપે ચાલતો હોવા છતાં લાલભાઈ પરિવારના ચૌદ નબીરાઓ નીતિના પ્રશ્નો સાથે બેસીને ચર્ચે છે ને સમાન ધોરણે ઘણું ખરું બધાં એકમોનો વહીવટ ચલાવે છે. આટલા મોટા પરિવારમાં સુમેળ અને સંવાદિતા જળવાઈ શકી છે તેના પાયામાં કસ્તૂરભાઈની ઉદાર અને વત્સલ નીતિ છે.
નિવૃત્ત થયા પછી રૂની ખરીદી સિવાય મિલના કોઈ કામમાં તેઓ સક્રિય રસ લેતા નહીં. પરંતુ કોઈ અટપટો પ્રશ્ન ઊભો થયો હોય ને સિદ્ધાર્થભાઈ, કોણિકભાઈ ને અરવિંદભાઈ ક્લાકો સુધી વિચારવિમર્શ કર્યા પછી કસ્તૂરભાઈ પાસે સલાહ માટે જાય તો તેમને મૂંઝવતા પ્રશ્નને ઉકેલ બે જ મિનિટમાં મળી જતો. તેમની બુદ્ધિ ત્વરિત વિચાર કરીને એટલી જ ત્વરિત ગતિએ નિર્ણય લઈ શકતી તે કસ્તૂરભાઈની એક મોટી વિશિષ્ટતા હતી.
સામ્યવાદ નહીં તો સામ્યવાદી સ્પર્શવાળી રાજનીતિ આ દેશમાં આવશે એવું કસ્તૂરભાઈને ઘણું વહેલું સમજાયું હતું. તે સંજોગોમાં દૃઢ મનોબળ ને ગૌરવથી જીવી શકે એવી તાલીમ પોતાના બંને પુત્રોને આપવાની વેતરણ તેમણે કરી હતી. બંને પુત્રો વ્યવસાયને ઉપયોગી થાય તેવી અલગ અલગ શાખાઓનું શિક્ષણ મેળવે એવી તેમની ઇચ્છા હતી. એ પ્રમાણે સિદ્ધાર્થભાઈએ ટેકનોલૉજી અને શ્રેણિકભાઈએ બિઝનેસ એમિનિસ્ટ્રેશનના વિષયમાં અમેરિકામાં શિક્ષણ લીધું હતું. બંને પુત્રોને માતાપિતા માટે અપાર પ્રેમ અને માન. “નરુકાકા'ને રમતગમતનો ઘણો શોખ. એટલે પરિવારના કિશોરોમાં નરુભાઈ બહુ પ્રિય થઈ પડેલા. લાલભાઈની માફક કસ્તુરભાઈ શિસ્તના આગ્રહી હોવાથી સૌના પર
Scanned by CamScanner
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પરંપરા અને પ્રગતિ
તેમનો કડપ રહેતો. પુત્રો સુશીલ, વિનયી, પ્રામાણિક અને બુદ્ધિશાળી નીવડ્યા તેનો કસ્તૂરભાઈને મોટો સંતોષ હતો.
૧૯૧૮માં ગાંધીજીએ મજૂર લડત અંગે ઉપવાસ કર્યા તે પ્રસંગથી કસ્તૂરભાઈને અંબાલાલ સારાભાઈના સંપર્કમાં આવવાનું થયેલું. તે પછી બંને વચ્ચેનો સંબંધ ઉત્તરોત્તર ગાઢ થતો ગયો હતો. કસ્તૂરભાઈની બુદ્ધિશક્તિ, સૂઝ, સમજાવટ અને ધંધાની કુશળતાએ અંબાલાલને તેમના તરફ આકર્ષા હશે. મિલમાલિક મંડળનાં કામ અંગે બંનેને વારંવાર મળવાનું અને ઉદ્યોગના પ્રશ્નોમાં પરસ્પર વિચારવિનિમય કરવાનું બનતું. બંનેની મિલો ઉત્તમ કક્ષાનું ઉત્પાદન કરતી હતી. અગ્રણી ઉદ્યોગપતિ તરીકે બંનેને દેશભરમાં ખ્યાતિ મળેલી હતી. વળી બને શાહીબાગમાં પડોશી. અંબાલાલ કસ્તૂરભાઈના કરતાં ચાર વર્ષે મોટા. એટલે કસ્તૂરભાઈ તેમને મુરબ્બી ગણે. દરરોજ સવારે કસ્તૂરભાઈ તૈયાર થઈને મિલમાં જવા નીકળે ત્યારે અંબાલાલને ત્યાં ડોકિયું કરીને જાય. ધંધાની નાનીમોટી બાબતોમાં અંબાલાલ અને કસ્તૂરભાઈ લગભગ દરરોજ વિચારવિમર્શ કરે. બંને વચ્ચે ઠીક ઠીક નિકટનો ગણાય તેવો મૈત્રીસંબંધ હતો.
બંને વચ્ચે દેખાઈ આવે એવી ભિન્નતા પણ હતી. કસ્તૂરભાઈ એકંદરે જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાયને માન આપીને ચાલે. અંબાલાલ એ બધાંનો વિદ્રોહ કરે. . જ્ઞાતિના રિવાજો તેમને ગૂંગળાવનારા લાગતા. જૈન મંદિરમાં હરિજનપ્રવેશના પ્રશ્ન વખતે કસ્તૂરભાઈનું વલણ મધ્યમમાર્ગી બન્યું હતું. અંબાલાલ ખુલ્લંખુલ્લા હરિજન-ઉદ્ધારના આગ્રહી હતા. તે બાબત ગાંધીજીને તેમણે અણીને વખતે મદદ કરેલી અને હરિજનવાસમાં તેમની સાથે ભોજન પણ લીધેલું. કસ્તૂરભાઈ મર્યાદિત પ્રમાણમાં જનતાને અપનાવે. અંબાલાલ આધુનિકતાના ચુસ્ત હિમાયતી. એ જમાનામાં પત્નીને નામ દઈને બોલાવવાનો રિવાજ નહીં, ત્યારે અંબાલાલને ત્યાં ‘ડિયર’ને ‘ડાલિંગ” સંબોધનો થતાં તેમની જીવનપદ્ધતિ પર ઊંડા પાશ્ચાત્ય સંસ્કાર હતા. બાળકોના ઉછેર માટે અંગ્રેજ નર્સ રાખવામાં આવતી. આજે પ્રચલિત “પપ્પા, મમ્મી' સંબોધનનો આરંભ ગુજરાતમાં અંબાલાલના ઘેરથી થયો એમ કહેવાય છે.૩૭ કસ્તૂરભાઈ વ્યક્તિના કરતાં સમાજનું મહત્ત્વ વધુ આંકે અંબાલાલ વ્યક્તિવાદી હતા. વ્યક્તિ સ્વાતંત્ર્ય, વ્યક્તિગૌરવ અને વ્યક્તિવિકાસના તે પુરસ્કર્તા હતા. કસ્તૂરભાઈનાં બાળકોનાં સંસ્કાર, વર્તાવને રીતભાત એકંદરે
Scanned by CamScanner
Page #213
--------------------------------------------------------------------------
________________
ઉત્તમના અભિલાષી ૧૭૭
ભારતીય પરંપરા પ્રમાણે ઘડાયેલાં. અંબાલાલનાં બાળકો પાશ્ચાત્ય રંગે રંગાયેલાં. દરેક પોતાની ઇચ્છા મુજબ અનોખી રીતે ચાલે.
સ્તરભાઈ સાર્વજનિક કામોને કર્તવ્યરૂપે અપનાવે. અંબાલાલનું એવાં પ્રમોમાં પ્રત્યક્ષ પડવાનું ખાસ વલણ નહીં. કસ્તૂરભાઈ લાની સાથે તીર્થના ઉદ્ધાર માટે હૃદય રેડીને કામ કરતા. અંબાલાલ ક્લાના પ્રેમી ખરા, પણ ધર્મનાં બાહ્ય વિધિવિધાનોમાં માને નહીં. કસ્તુરભાઈ આહારવિહારમાં મર્યાદા રાખનારા. અંબાલાલ મર્યાદામાં ખાસ માને નહીં. તેઓ રમતગમત, ઘોડેસવારી, બાગબગીચા, ખાનપાન ને આનંદપ્રમોદના શોખીન હતા. કસ્તૂરભાઈ સાદાઈના આગ્રહી. સમાજની વચ્ચે રહીને સહકાર ને સમજાવટથી કામ લેવાનું તેમને ફાવે. અંબાલાલ સમાજથી અલગ રહીને કેવળ બુદ્ધિપૂત ભૂમિકા પર વ્યવહાર કરતા. વ્યવહારકુશળ કસ્તૂરભાઈના પ્રમાણમાં અંબાલાલ અતડા સ્વભાવના લાગે.
બંને મિત્રો રાષ્ટ્રપ્રેમી. બંનેએ રાષ્ટ્રહિતનાં કામોમાં મદદ કરી છે. બંનેને તેમના જમાનાના રાષ્ટ્રીય નેતાઓ સાથે ગાઢ સંબંધ હતો. સારાભાઈ કુટુંબના અમુક સભ્યોનો રાષ્ટ્રીય લડતમાં પ્રત્યક્ષ ફાળો રહેલો છે. કસ્તૂરભાઈ કોઈની સાથે અમુક મર્યાદાથી વિશેષ સ્નેહસંબંધ બાંધી શકેલ નહીં, ત્યારે સારાભાઈ કુટુંબ સાથે ગાંધીજીથી માંડીને અનેક નેતાઓનો નિકટ સંબંધ બંધાઈ ગયો હતો. જાહેર કામોમાં મતભેદ હોવા છતાં વ્યક્તિગત સંબંધો ખિલવવાની ને ટકાવી રાખવાની કુનેહ સારાભાઈ કુટુંબની ખાસિયત બની ગઈ છે. બીજી તરફ કસ્તૂરભાઈ સામે ચાલીને ભાગ્યે જ કોઈને મળવા જતા. આથી ગાંધીજીને પણ ૧૯૪૭ની આખરમાં કસ્તૂરભાઈ મળ્યા ત્યારે ટકોર કરવી પડેલી કે તમે આજકાલ બહુ મોંઘા થઈ ગયા છો તે મળતા જ નથી!
ઉદ્યોગના સંચાલનમાં પણ બંનેની પદ્ધતિ પરસ્પર ભિન્ન દેખાય છે. કસ્તૂરભાઈ મેનેજિંગ એજન્સીના ચુસ્ત સમર્થક. અંબાલાલનું વલણ પ્રોફેશનલ મેનેજમેન્ટની પદ્ધતિ તરફ વિશેષ ઢળેલું. ઉદ્યોગની વૃદ્ધિ અને પ્રગતિ માટે આધુનિક યંત્રસામગ્રી અને પદ્ધતિનો બંનેએ ઉત્સાહભેર ઉપયોગ કરેલો છે. પણ કસ્તૂરભાઈ જૂની પરંપરાની સાથે નવી પદ્ધતિનો સમન્વય કરતા, ત્યારે અંબાલાલ કેવળ આધુનિકતાને અવલંબીને ચાલતા. કસ્તૂરભાઈ રાખ-રખાપતમાં માનનારા એટલે એક વાર નીમેલા માણસને બનતાં સુધી છેવટ લગી નભાવે. અંબાલાલ
Scanned by CamScanner
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પરંપરા અને પ્રગતિ
ન પસંદ પડે તેને એક મિનિટ પણ ઊભો ન રહેવા દે. બંને ઉત્તમના અભિલાષી. પણ કસ્તૂરભાઈ સ્થાનિક નિષ્ણાત મળે તેનાથી સંતોષ માને, ત્યારે અંબાલાલ ગમે ત્યાંથી કોષ્ઠ નિષ્ણાત શોધી લાવે. કસ્તૂરભાઈના કરતાં અંબાલાલ ઉદ્યોગમાંથી વહેલા નિવૃત્ત થયેલા. ગૌતમને ચેરમેનપદે મૂક્યા પછી પૂરેપૂરું સુકાન ગૌતમના હાથમાં સોંપી દીધેલું. કસ્તૂરભાઈ મોડે સુધી ચેરમેનપદે રહીને નિવૃત્ત થયા પછી પણ પુત્રોને સલાહ અને માર્ગદર્શન આપતા રહેલા.
'કસ્તૂરભાઈ કરકસરના હિમાયતી, ત્યારે અંબાલાલનો હાથ ઘણો છૂટો. કસ્તૂરભાઈને મુકાબલે અંબાલાલનો વૈભવ ઘણો મોટો. નાનકડા રજવાડાની માફક તેમની મિલકતનો વહીવટ ચાલે. પ્રમાણમાં ઓછી સંપત્તિ ધરાવતા કસ્તૂરભાઈનાં દાન અંબાલાલની તુલનાએ ઘણાં વિપુલ. કસ્તૂરભાઈમાં સામાજિક જવાબદારીનું ભાન સવિશેષ ધ્યાન ખેંચે તેવું; તેથી અમદાવાદના વિકાસમાં તેમનો ફાળો, આગળ જોયું તેમ, સ્મરણીય બન્યો છે. પોતે એક ઉમદા ખાનદાનના પ્રતિનિધિ છે એવું ભાન કસ્તૂરભાઈમાં સતત રહેવું અને તેથી પરંપરાપ્રાપ્ત પ્રતિષ્ઠાનો ખ્યાલ ભૂલી શકેવા નહીં. અંબાલાલ સુધારક માનસ એવા ખ્યાલથી દોરાનું નહીં. એક સંયમ અને શિષ્ટતાના પ્રેમી, તો બીજા મુક્તતા અને પ્રયોગશીલતાના ઉપાસક. એક રીતે કહીએ તો અમદાવાદની સંસ્કૃતિના બે છેડા આ બે મિત્રોએ સાચવ્યા હતા.
કસ્તૂરભાઈની નિષ્ફળતા અને નબળાઈઓનો પણ નિર્દેશ કરવો જોઈએ. તેમણે ગુજરાત ટ્રાન્સપોર્ટ કંપની સ્થાપેલી તે નિષ્ફળ જતાં ફડચામાં લઈ જવી પડી હતી. પોતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેવી પ્રોફેશનલ મેનેજમેન્ટની સંસ્થાનાં સ્થાપના ને સંચાલનમાં સક્રિય રસ લેતા હોવા છતાં તેના સિદ્ધાંતનો પોતાના ઉદ્યોગસંકુલમાં અમલ કર્યો નથી. કુટુંબ દ્વારા જ ઉદ્યોગનું સંચાલન ગોઠવવાનું સ્થિતિચુસ્ત વલણ અન્યથા પ્રગતિશીલ પદ્ધતિના પુરસ્કર્તા હોવા છતાં તેઓ તજી શકેલા નહીં. ૧૯૭૦થી મેનેજિંગ એજન્સીની પ્રથા કાયદેસર નાબૂદ થઈ ત્યારે પણ પોતાના પરિવારના સભ્યોને જ જુદાં જુદાં એકમોના મેનેજિંગ ડિરેક્ટર પદે મૂક્યા હતા. બી. કે. મજુમદાર જેવા સમર્થ સાથીને નવો ધારો અમલમાં આવ્યો તે પછી છેલ્લાં થોડાં વર્ષોમાં અતુલના એક મેનેજિંગ ડિરેક્ટર તરીકે મૂકીને તેઓ તેમની સેવાઓની યોગ્ય કદર કરી શક્યા
Scanned by CamScanner
Page #215
--------------------------------------------------------------------------
________________
ઉત્તમના અભિલાષી ૧૭૯
હોત. આમ બનવાને બદલે મજુમદાર અતુલના જનરલ મૅનેજર તરીકે જ નિવૃત્ત થયા તે અન્યથા ઉદાર અને ન્યાયપૂર્ણ દેખાતા તેમના વર્તાવની નબળી કડીને છતી કરે છે. આજે પણ તેમના ઉદ્યોગગૃહમાં રચવામાં આવતી મૅનેજમૅન્ટની વિવિધ સમિતિઓમાં પ્રોફેશનલ મૅનેજરને સ્થાન નથી. આધુનિકોને આ બધું સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું લાગવા સંભવ છે.
તાતા, બિરલા, મફતલાલ કે લાલા શ્રીરામ જેવાં બીજાં ઉદ્યોગગૃહોની તુલનાએ કસ્તૂરભાઈનું ગ્રૂપ પાછળ કેમ એવો પ્રશ્ન છેવટે થાય. તેનો એક જવાબ ઉપર દર્શાવેલ પરંપરાપ્રિય માનસમાં રહેલો છે. બીજું, પોતે સ્વીકારેલી મર્યાદામાં રહીને તેઓ ધંધો કરતા. વધુ મોટી ફાળ ભરવા માટે વધુ નાણાં જોઈએ, તે ધાર્યું હોત તો ઊભાં કરી શકયા હોત, પરંતુ પછેડી પ્રમાણે સોડ તાણવાની તેમની નીતિ હતી. ધંધો બહોળો થાય તે પ્રમાણે લોનનું વ્યાજ અને ડિવિડન્ડ આપવાનું થાય અને કર વધુ આપવો પડે તે ગણતરી પણ ખરી. હિસાબ અતિશય ચોખ્ખો રાખવાની ચીવટ હોવાથી પૈસા કરતાં પ્રતિષ્ઠાને કસ્તૂરભાઈએ વિશેષ મહત્ત્વ આપ્યું છે. મિલનો સામાન અંગત ઉપયોગ માટે ન વાપરે. અનુલમાં સિદ્ધાર્થભાઈ વહીવટ શીખવા માટે રહ્યા તે દસ વર્ષ મકાનના ભાડાના માસિક પાંચસો રૂપિયા સહિત પોતાનો બધો જ ખર્ચ પોતે ભોગવેલો. બીજા ઉદ્યોગપતિ ભાગ્યે જ એવો છોછ રાખે. ગુજરાતી અને રાજસ્થાની વેપારીની મનોવૃત્તિ
આ બાબતમાં તદ્દન ભિન્ન છે. રામેશ્વરદાસ બિરલા સટ્ટો કરતા અને સટ્ટાની કમાણી ધર્માદામાં વાપરી દઈએ છીએ, ઘરમાં રાખતા નથી, એમ કહે. દેશના ભાગલા પડ્યા ત્યારે પંજાબમાં બિરલાની મિલ હતી. તેને ટકાવવા માટે તેનો મૅનેજર મુસલમાન થઈ ગયેલો. ચાર-પાંચ વર્ષે ભારતમાં આવ્યો ત્યારે બિરલાએ તેને કહ્યું: “એમાં શું? શુદ્ધિ કરાવીને તમને હિંદુ બનાવી દઈશું.”જ પોતે રહેતા હોય તે બંગલો ઘરાકના મનમાં વસી ગયો હોય ને તેનાં નાણાં સારાં ઊપજતાં લાગે તો મારવાડી ઉદ્યોગપતિ બંગલો વેચી દેવા તૈયાર થઈ જાય. તેમાં તેને ‘બીજા શું કહેશે’ કે ‘આબરૂને બટ્ટો લાગશે' એવો વિચાર સુદ્ધાં આવશે નહીં.
ગુજરાતમાં એવું સામાન્ય રીતે બનતું નથી. કસ્તૂરભાઈ પૈસા પૈસાનો હિસાબ ગણે ખરા, પરંતુ આબરૂનો ખ્યાલ તેમના મનમાં સર્વોપરી રહેતો. દેશભક્તિની ભાવનાથી પ્રેરાઈને તેમણે રાષ્ટ્રીય લડતને માટે ઘણી મોટી રકમ આપી હતી. તેમના
Scanned by CamScanner
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૮૦
પરંપરા અને પ્રગતિ
સુદી જીવનમાં ભૌતિક લાભની સામે નૈતિક મૂલ્યોનું પલ્લું હમેશાં નમતું રહેલું છે. પોતે સ્વીકારેલી મર્યાદાની અંદર રહી, કુનેહભરી સમજાવટથી સૌને સાથે રાખીને આગળ ધપવાની નીતિ અમદાવાદની છે. ખરું જોતાં જૂની મહાજન પદ્ધતિની એ ખાસિયત છે. મસ્કતી માર્કેટનેમિલ વચ્ચે ઝઘડો થાય તો કોર્ટમાં જવાને બદલે લવાદ દ્વારા જ નિર્ણય લેવાય એવી સમજૂતી છેક ૧૯૨થી ચાલી આવે છે. કસ્તૂરભાઈ આ પરંપરાના પ્રતિનિધિ તરીકે વર્યા છે ને બીજાને એ પ્રમાણે વર્તવા પ્રેરેલ છે.
એક જમાનામાં એમ કહેવાતું કે કાપડ-ઉદ્યોગની નાનીમોટી ખાંચ બે જ જણા જાણે છે. એક મુંબઈની સેંચુરી મિલના નેસ વાડિયા ને બીજા કસ્તૂરભાઈ. તેમની ઝીણી ને ચકોર નજરમાંથી નાની વિગત પણ ભાગ્યે જ છટકી શકતી.
સ્મૃતિ એટલી સતેજ કે દસ વર્ષ પહેલાં જોયેલા ચોપડાની બધી વિગતો કહે. તેમની પાસે જઠું બોલવાની ભાગ્યે જ કોઈ હિંમત કરે. કોઈ સંસ્થાની સભામાં જાય તો અગાઉથી કામકાજની વિગતોનો અભ્યાસ કરી રાખે. કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં વિગતોમાં ઊતરીને તેની ચકાસણી કરી લે, તે પછી જ તેઓ હા-ના-નો જવાબ આપે. એક લેખકે કહયું છે તેમ, કસ્તુરભાઈ વેપારી આલમને માટે એક દીવાદાંડી સમાન છે.૪૧
અમદાવાદમાં તેમના કરતાં અધિક સંપત્તિવાળા ધનિકો હશે, ગુજરાતમાં તેમના કરતાં વધુ પ્રગતિશીલ ઉદ્યોગપતિઓ મળી આવશે. ભારતમાં તેમના ઉદ્યોગસંકુલનો ક્રમ ઠીક ઠીક પાછળ આવતો હશે, પરંતુ નૈતિક મૂલ્યો જાળવીને,લોકહિતની ચિંતા રાખનાર રાષ્ટ્રપ્રેમી ઉદ્યોગપતિઓમાં તેઓ અગ્રસ્થાનના અધિકારી છે.
ટીપ. ૧. KD, pp. 14-15. ૨. KD, p. 15. ૩. KD, pp. 19-20. ૪. KD, p. 20. ૫. KD, p. 26. ૬. KD, p. 34. ૭. KD, p. 38. ૮. કમુ. ૯. કમુ. ૧૦. KD, p. 53. ૧૧. કમુ. ૧૨. શ્રેમ. ૧૩.KD II, -1-2. ૧૪. કમુ. ૧૫. કમુ. ૧૬. કમુ. ૧૭. કમુ. ૧૮. કમુ. ૧૯. કમુ. ૨૦. કમુ. ૨૧. કમુ. ૨૨. કમુ. ૨૩. કમુ. ૨૪. કમુ. ૨૫. કમુ. ૨૬. કમુ. ૨૭. કમુ. ૨૮. કમુ. ૨૯. એમ. ૩૦. કમુ. ૩૧. મમુ ૩૨. કમુ. ૩૩. કમુ. ૩૪. કમુ. ૩૫. કમુ. ૩૬. અદી, પૂ. ૧૯, ૩૭. અદી, પૃ. ૨૦. ૩૮. અદી, ૫. ૧૩. ૩૯. અદી,
Scanned by CamScanner
Page #217
--------------------------------------------------------------------------
________________
ઉત્તમના અભિલાષી ૧૮૧
પૃ.૪૮. ૪૦. મમુ. ૪૧. તેના સમર્થનમાં જુઓ શ્રી હસમુખ પારેખના નીચેના
શબ્દો:
“આપણા દેશમાં છેલ્લાં પચાસથી પણ વધુ વર્ષો દરમ્યાન વેપારી આલમમાં વધુ જવલન્ત ઉદાહરણરૂપ કોઈ હોય તો તે શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ કહી શકાય. આ પૂર્વે મેં પાંચ અગ્રણી ઉદ્યોગપતિઓની વિશિષ્ટતાઓ વિશે થોડુંક લખ્યું છે. શ્રી કસ્તૂરભાઈ પણ એ જ કોટિમાં સ્થાન પામી શકે એવા મહાપુરુષ છે... શુદ્ધ વ્યાપારી જગતના આદર્શો જેટલા મેં કસ્તૂરભાઈમાં જોયા છે તેટલા બીજી કોઈ વ્યક્તિમાં જોયા નથી. મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે વેપારક્ષેત્રની સર્વોચ્ચ પ્રણાલીઓ અથવા પરંપરાઓ સહુથી વિશેષ પ્રમાણમાં કોઈએ પણ અપનાવી હોય તો તે શ્રી કસ્તૂરભાઈએ અપનાવી છે. ઉચ્ચ ભાવનાઓ, નીડરતા, વેપારી આલમની તેમ જ સમાજની સેવા માટેની તત્પરતા અને તે દિશામાં સતત પ્રયાસો, કાળાં બજાર પ્રત્યે ધૃણા, જીવનમાં અત્યંત સાદાઈનો આગ્રહ, નાણાંનો જરા જેટલો પણ દુર્વ્યય ન થાય એ બાબતની તીવ્ર સભાનતા, મૂડીવાદમાં માનવા છતાં મૂડીનો દુર્વ્યય ન કરે એ તરફ લક્ષ્મ, મૂડીવાદ અને ટ્રસ્ટીશિપ એટલે કે વાલીપણાની ભાવના, બંનેનો સમન્વય, આ સર્વ સિદ્ધાંતો એમણે પોતાના સુદીર્ધા જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યા છે. વ્યાપારઉદ્યોગ ઉપરાંત જાહેર જીવનમાં જાતમહેનતથી જે કાર્યસિદ્ધિ એમણે મેળવી છે તે ખરેખર અજોડ અને અપ્રતિમ છે.... વાણી, વિચાર અને આચારની બાબતમાં સચ્ચાઈ, સચોટતા, કર્તવ્યપરાયણતા, આ બધા મહત્તાસૂચક ગુણો એમના
વ્યક્તિત્વમાં એવા ગૂંથાઈવણાઈ ગયા છે કે હું એમને વેપારી આલમ માટે વેપારના ક્ષેત્ર પૂરતી એક દીવાદાંડી તરીકે લેખું છું. આજે સમાજમાં વેપારીની પ્રતિષ્ઠા ઘટી છે. એની વૃત્તિ ઊજળી લેખાતી નથી. એનો વિનિપાત થયો છે. આ પરિસ્થિતિમાં વેપારી આલમ પોતાની પ્રતિષ્ઠાની સંસ્થાપના કરવા અને વધારવા ઇચ્છે તેમ જ પોતાની ઉન્નતિ ઝંખે તો તે શ્રી કસ્તૂરભાઈ જેવું વ્યક્તિત્વ અને પ્રતિભા ધરાવતા અનેક પુરુષો પાકે તો જ બની શકે.”
(હીવપ, પૃ. ૭૬-૭૭)
Scanned by CamScanner
Page #218
--------------------------------------------------------------------------
________________
છેલ્લું દર્શન
કસ્તૂરભાઈ સ્વાદિષ્ટ ભોજનના રિસયા હતા. દેશપરદેશની જાતજાતની વાનગીઓ તૈયાર કરાવે ને રુચિ મુજબ મિત પ્રમાણમાં આનંદથી આરોગે. તેમને મધ બહુ ભાવે. ત્રેવીસ જાતનાં મધ એકઠાં કરેલાં. જે દેશમાં જાય તે દેશનું ઉત્તમ ગણાતું મધ અવશ્ય ખરીદે. મિત્રો અને સગાંસ્નેહીઓ પણ જાણે કે કસ્તૂરભાઈને મધ પ્રિય છે, એટલે તેમને ઉત્તમ જાતનું મધ ભેટ મોક્લે. મધમાખીઓને મારીને તૈયાર કરેલું મધ તેમને ન ખપે. માખીઓએ એકત્ર કરેલું, મધપૂડાનું અહિંસક મધ લેવાનો જ જ્યાં જાય ત્યાં આગ્રહ રાખે. દરરોજ સવારે પોણા સાત વાગ્યે નાસ્તામાં ખાખરા સાથે મધ લેવાનો નિયમ રાખેલો.
અહિંસાની મર્યાદામાં રહી તેઓ વિવિધ દેશોની વાનગીઓ પસંદ કરતા. ચીનનો કૉર્ન (મકાઈ) સૂપ, ઇટાલીની કેનેલોની અને સ્વિટ્ઝર્લૅન્ડની ફોર્ની (ચીઝ) તેમની પ્રિય વાનગીઓ હતી. બંગાળી મીઠાઈ અને ગુજરાતની જલેબી એમને ખાસ પસંદ. થૂલાનું ઢોકળું પણ ભાવે. ચીઝના પણ એટલા જ શોખીન. સવારના નાસ્તામાં ખાખરાની સાથે ચીઝ-ટોસ્ટ પણ હોય. બપોરના ભોજનમાં બે ફુલકાં રોટલી, બેત્રણ શાક અને દાળભાત. સાંજે બે પૂરી, શાક અને એકાદ ફરસાણ. છેલ્લાં વર્ષોમાં સાંજે ભાત ખાતા નહીં.
દિવસમાં બે વાર જમ્યા પછી પાન ખાવાની ટેવ. તેમને માટે કલકત્તા અને મદ્રાસથી પાન આવે. એક પણ પાન બગડે નહીં તે માટે જાતે માવજત કરે.
Scanned by CamScanner
Page #219
--------------------------------------------------------------------------
________________
બ્રિટનનાં રાણી એલીઝાબેથની ગાંધી આશ્રમ, અમદાવાદની મુલાકાત દરમ્યાન શ્રી કસ્તુરભાઈ આવકાર આપે છે. વચ્ચે ત્યારના રાજ્યપાલ શ્રી મહેંદી નવાઝ જંગ
જુઓ પૃ. ૧૮૩
Scanned by CamScanner
Page #220
--------------------------------------------------------------------------
________________
उपासवामदिर
|
ૌ ન જરની છે જેથી વંદના
सुन सा करने का उनी स्थाबले कमलाले गरे प्रियरान किये ये जगन की माने पालामकों
रती पचन होती है और एकत्याल र जोगवटर पदमप्लोमा
ના રોજ = જમો ગs an at
# PE'S
UPASANAMANDER THE PLACE CONSECRATCO FOR MORNING AND EVENING PLACES CF 785 INMATES OF THE ASRAM WINCE THE MALLOWES VOICE OF NNY A SORMEN ANDE STAL LINGEHS A SHICH ALOR. KLAND. STIAN SCLE-CIASTKASON. DESERVED THE NAME OF
SATYAGGANASHER
Scanned by CamScanner
બ્રિટનનાં રાણી એલીઝાબેથને ગાંધી આશ્રમ, અમદાવાદમાં ઉપાસના મંદિર બતાવતા શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, સાથે સ્વ. પરીક્ષિતલાલ મજમુદાર અને શ્રી રવિશંકર મહારાજ
જુઓ પૃ. ૧૮૩
Page #221
--------------------------------------------------------------------------
________________
છેલ્લું દર્શન
ફળોમાં તેમને લાલ પેશીઓવાળી નારંગી (માલ્ટા ઑરેન્જ) અને હાફુસ કેરી બહુ ભાવે. મિત્રા તેમની રુચિના ખાદ્ય પદાર્થો મોકલે, કસ્તૂરભાઈ તેની નોંધ રાખે અને તેને વિશે પોતાનો અભિપ્રાય પણ અચૂક લખે.
ભોજન-સમારંભ યોજાય ત્યારે તેમાં પણ મહેમાનની રુચિની વાનગી પિરસાય તેનું ધ્યાન રાખે અને તે માટે અગાઉથી આયોજન કરે.
૧૯૬૧માં બ્રિટનના ડ્યુક ઑફ એડિનબરો ભારતની મુલાકાતે આવેલા. એ વખતે કસ્તૂરભાઈ ‘અટીરા’ના અધ્યક્ષ હતા. અટીરાને ઉપક્રમે ‘મૅનેજમેન્ટ કૉન્ફરન્સ' ભરવાની હતી. તેના અતિથિવિશેષ તરીકે યુકને નિમંત્રણ મોકલ્યું હતું. તે પ્રસંગે અધ્યક્ષ તરફથી ભોજન-સમારંભ યોજાયેલ. સો જેટલા આમંત્રિતો હતા. એ બધા એકસાથે ભોજન માટે બેસી શકે એટલી જગા નહોતી. શાહી અતિથિને ‘બુફે’ આપવામાં અવિવેક તો નહીં ગણાયને એવો પ્રશ્ન તેમને થયો. તેમણે દિલ્હી ખાતેના હાઈ કમિશનરને પૂછી જોયું. જવાબ મળ્યો : “વાંધો નથી. ‘બુફે’ આપી શકો છો.’”
પછી કસ્તૂરભાઈ બહારગામ ગયા. દરમ્યાનમાં તેમના પુત્રોએ શમિયાણો બંધાવીને ભોજનની બેઠકોની વ્યવસ્થા કરી દીધેલી, તે જોઈને પ્રસન્ન થયા. વાનગીઓ તૈયાર કરાવવામાં તેમણે અંગત રસ લીધેલો. નિરામિષની મર્યાદામાં રહીને વિવિધ ભારતીય વાનગીઓની સાથે અંગ્રેજી પદ્ધતિની વાનગીઓ તૈયાર કરવાની સૂચના આપેલી, જેથી મહેમાન ભૂખ્યા ન રહે અને રુચિ મુજબ સંતોષથી જમી શકે. તે પ્રમાણે વ્યવસ્થા થઈ અને શાહી મહેમાન આનંદથી જમી શકયા, તેથી તેમને ખૂબ સંતોષ થયેલો.
બીજે વર્ષે રાણી એલીઝાબેથ અમદાવાદ પધાર્યાં ત્યારે કસ્તૂરભાઈ સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અધ્યક્ષ હતા. તેમણે આશ્રમને દ્વારે રાણીનું સ્વાગત કર્યું હતું. એ પ્રસંગે કોઈ પરદેશી ચીજને બદલે સો ટકા ભારતીય ચીજ હોય એવી વસ્તુ રાણીને ભેટ આપવાનો કસ્તૂરભાઈએ આગ્રહ રાખેલો. તે મુજબ એક અત્યંત કીમતી ‘રીંગ શાલ’ તેમને ભેટ આપી હતી. રાણીએ તે શાલ આનંદથી સ્વીકારી ને આભાર માન્યો. પછી ચાલવા લાગ્યાં એટલે યુકે તેમને પાછાં બોલાવીને કહ્યું : “ગયે વર્ષે હું આવ્યો ત્યારે આ મારા યજમાન હતા.” બંનેએ નીચાં નમીને કસ્તૂરભાઈનું અભિવાદન કર્યું.
3
૧૮૩
Scanned by CamScanner
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૮૪ પરંપરા અને પ્રગતિ
“તમે જ્યોતિષમાં ખૂબ શ્રદ્ધા ધરાવો છો એમ મેં સાંભળ્યું છે. શ એ સાચું છે? એક વાર એક અમેરિકન અતિથિએ તેમને પૂછયું.
હા. હું દર વર્ષે મારી કુંડળી પરથી વર્ષફળ wાવું છું. એક વાર એક જ્યોતિષીએ મારી જન્મપત્રિકા વાંચીને કહેલું કે આ વર્ષે તમે મિલમાલિક મંડળના પ્રમુખપદેથી રાજીનામું આપીને છૂટા થશો. મને આશ્ચર્ય થયું, કેમ કે હું એ વખતે એ મંડળના પ્રમુખપદે હતો જ નહીં. પણ પછી બન્યું એવું કે અમદાવાદ મિલમાલિક મંડળનું પ્રમુખપદ ખાલી પડયું. કોઈ એ જવાબદારી લેવા તૈયાર ન હતું. તે સ્વીકારવા મારા પર ભારે દબાણ આવ્યું, છતાં હું તે માટે સંમત થયો નહીં. છેવટે ચિઠ્ઠી નાખીને હું અને બીજા એક ગૃહસ્થ એ બેમાંથી એકે થવું એમ સૂચવવામાં આવ્યું. ચિઠ્ઠી ઉપાડી તેમાં મારું નામ આવ્યું એટલે મારે અમદાવાદ મિલમાલિક મંડળના પ્રમુખ થવું પડ્યું. પછી બેત્રણ મહિને એક એવો પ્રસંગ બન્યો કે મારે અને કારોબારીના સભ્યોને મતભેદ થયો. અમુક બાબતમાં લવાદીનો આશ્રય લેવાનું સભ્યોનું સૂચન હતું. મને તે માન્ય નહોતું, તેથી તત્કાળ મેં રાજીનામું આપેલું. આમ, જે વસ્તુની મને કલ્પનાયે નહોતી તે બની. તે વિશે જન્મકુંડળી જોઈને આગાહી કરવામાં આવી ને તે સાચી ઠરી તેનાથી મને આશ્ચર્ય થયેલું.” કસ્તૂરભાઈએ વિગતે વાત કરતાં કહ્યું.
પછી જરા થોભીને વાત આગળ ચલાવતાં બોલ્યા:
“હવે બીજો એનાથી જરા જુદો દાખલો આપું. એક વાર એક જ્યોતિષીએ મને કહ્યું કે તમારે પરદેશ જવાનું થશે. તમે જાઓ ખરા; પણ ચોથી ઓક્ટોબરને દિવસે વિમાનમાં મુસાફરી ન કરશો. એટલી તકેદારી રાખજો. મેં કહ્યું: “બહુ સારું.’ પણ બન્યું એવું કે ચોથી ઑક્ટોબરે જ મારે મુસાફરી કરવાની આવી. ટિકિટ લીધી. વિમાનમાં બેઠો, વિમાન ઊયું. પછી એકાએક મને જ્યોતિષીએ કહેલી વાત યાદ આવી. મેં મુસાફરી ચાલુ રાખી. કશું અનિષ્ટ બન્યું નહીં.”
“તે ઉપરથી તમે શું તારવ્યું?”
“મેં એ તારવ્યું કે જ્યોતિષ પર આંધળી શ્રદ્ધા ન રાખવી. હું માનું છું કે માણસના જીવન ઉપર ગ્રહોની અસર થાય છે. ગ્રહોની કઈ સ્થિતિમાં તમારો જન્મ થયો છે એ મહત્ત્વનું છે. જો એ વખતે ગ્રહો સારા હોય તો તમને સફળતા મળે ને સારું થાય એમ હું માનું છું. પછી એમ બને ખરું કે જ્યોતિષીએ કરેલી
Scanned by CamScanner
Page #223
--------------------------------------------------------------------------
________________
છેલ્લું દર્શન ૧૮૫
આગાહીમાંથી કેટલુંક સાચું પડે ને કેટલુંક ખોટું પણ પડે. તે આગાહી કરનારની નિષ્ફળતા ગણાય, જ્યોતિષની નહીં. બદલાતા ગ્રહોની સ્થિતિ વિશે અવારનવાર જાણતા રહેવામાં મને રસ પડે છે. ભારતમાં ઘણા લોકોને જ્યોતિષમાં શ્રદ્ધા છે.” કસ્તૂરભાઈએ કહ્યું.'
તેમના એક સ્નેહી જ્યોતિષ સારું જાણે. દર બુધવારે બંને મિત્રો મળે ને નાનીમોટી અનેક બાબતોની ચર્ચા કરે. ૧૯૭૯ના ડિસેમ્બરના એક બુધવારે બંને મિત્રો વાતે ચડેલા. તેમાં નરોત્તમભાઈની વાત નીકળી. પાંચેક વર્ષ પહેલાં જ તેમનું અવસાન થયેલું. નાના ભાઈનું સ્મરણ થતાં ઘડીભર કસ્તૂરભાઈ ભૂતકાળમાં સરી પડ્યા. નાનપણમાં જે ભાઈની સાથે રમતા, લડતા, ઝઘડતા એ ભાઈએ જિંદગીભર કેટલો બધો પ્રેમ રેડ્યો હતો! મિલકતના વિભાજનનો પ્રસંગ પુન: નજર સમક્ષ ખડો થયો! જુદા થયા, પણ જુદાઈ ન રાખી એ નરુભાઈની મોટાઈનો મોટાભાઈ આજે વિચાર કરતા હતા. ઘરનો, કુટુંબનો અને ઉદ્યોગનો કેટલો મોટો ભાર નરુભાઈએ વહન કરેલો તેની અનેકવિધ વિગતો કસ્તૂરભાઈના ચિત્તપટ પર ઊપસી આવતી હતી. તેમને થયું, મારી સફળતામાં નરુભાઈનો કેટલો મોટો હિસ્સો હતો! પડદા પાછળ રહીને તેમણે કેટલું બધું કામ કર્યું હતું. મિલની અને વ્યવહારની નાનીમોટી ગૂંચો ઉકેલતા રહીને તેમને જાહેર પ્રવૃત્તિઓ માટે સગવડ કરી આપનાર નરુભાઈનું મૂક સ્વાર્પણ કસ્તૂરભાઈની આંખ ભીંજવી ગયું.
શો વિચાર કરો છો?” પેલા મિત્રે લાંબા વખત સુધી ગંભીર મૌન ધારણ કરી રહેલા કસ્તૂરભાઈને કહ્યું.
નભાઈનો. છેલ્લે છેલ્લે ખૂબ રિલાયા.” આ શબ્દો જીભ પર આવ્યા તે ગળી જઈને કસ્તૂરભાઈ બોલ્યા: “મારું મૃત્યુ કેવી રીતે થશે? લાંબી માંદગી ભોગવવાની આવશે કે એકાએક ચપટી વગાડતાં બત્તી બુઝાઈ જાય એમ થશે? તમારું જ્યોતિષ શું કહે છે?”
“તમે એમ એકાએક જવાના નથી. માંદગી લાંબી ચાલશે.” જ્યોતિષીએ ગંભીર બનીને કહ્યું.
“એ ઠીક નહીં. કોઈને તક્લીફ પડે નહીં ને એકાએક આંખ મીંચાઈ જાય એવું મોત સારું.” તેમણે ધીમે ધીમે ગણગણતાં કહ્યું.
Scanned by CamScanner
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૮૯૬
પરંપરા અને પ્રગતિ
“હમણાં કોઈ ચિંતાનું કારણ દેખાતું નથી. તમારી તબિયત સારી છે ને ?”
મિત્રે કહ્યું.
“પ્રભુની કૃપા છે.” હાથ ઊંચો કરીને કસ્તૂરભાઈ બોલ્યા.૫
તાજેતરમાં ગુજરાત રાજ્ય સ્થાપિત ' ઔદ્યોગિક મૂડીરોકાણ નિગમ (જી.આઈ.આઈ.સી.)ના સહકારમાં લાલભાઈ ગ્રૂપે ગુજરાત ઍરોમેટિક્સ નામની કંપની ઊભી કરેલી. તેમાં લાલભાઈ ગ્રૂપના પ્રતિનિધિ તરીકે શ્રેણિકભાઈ હતા. એ કંપનીનો પ્લાન્ટ અંક્લેશ્વર નજીક નાખેલો છે. તે પ્લાન્ટ જોવાની કસ્તૂરભાઈની ઈચ્છા હતી. દરમ્યાન ભરૂચમાં જૂનું દેરાસર બદલીને નવું દેરાસર બાંધવાનું હતું તે અંગે સલાહ લેવા સારુ ત્યાંના જૈન મંડળે તેમને ભરૂચ આવવા વિનંતી કરી હતી. તેને ધ્યાનમાં રાખીને ભરૂચ-અંકલેશ્વર-અતુલ-મુંબઈનો પ્રવાસ ગોઠવ્યો.
તારીખ છઠ્ઠી જાન્યુઆરી, ૧૯૮૦ના રોજ સવારે ગુજરાત એક્સપ્રેસમાં કસ્તૂરભાઈ અને શ્રેણિકભાઈ ભરૂચ જવા નીકળ્યા. દસ વાગ્યે ભરૂચ પહોંચ્યા. દેરાસર જોયું અને નવા દેરાસરનાં બાંધકામ તથા શિલ્પ વગેરે અંગે શ્રીસંઘને જરૂરી સૂચના આપી. ત્યાંથી સભાસ્થાને ગયા. ત્યાં સીડી ચડવાની હતી. શ્રામપૂર્વક ચડ્યા. ભાષણ કર્યું. ત્યાંથી નીકળ્યા ત્યારે થાકી ગયેલા લાગતા હતા. જમ્યા. પછી અંકલેશ્વરના અતિથિગૃહમાં આરામ કર્યો. કલાકેક નિદ્રા લીધા પછી તાજગી આવી.
ગુજરાત ઍરોમેટિક્સના આખા વિસ્તારમાં મોટરમાં ફર્યા. મોટરમાંથી ઊતરીને પ્લાન્ટ જોયો. તેમની આ મુલાકાતના સ્મરણમાં શ્રેણિકભાઈએ તેમને હસ્તે ઝાડના બે છોડ રોપાવ્યા.
“શ્રેણિક, ખૂબ જ સરસ પ્લાન્ટ છે. મને ગમ્યો.” નારિયેળનું પાણી પીતાં પીતાં કસ્તૂરભાઈએ કહ્યું.
“પપ્પા, તમને પ્લાન્ટ ગમ્યો તેથી મને ખૂબ આનંદ થયો.” પિતાની શાબાશીભરી શુભેચ્છાથી પુત્રને કેટલો પોરસ ચડતો હતો !
કસ્તૂરભાઈને લેવા માટે અતુલથી મોટર આવી હતી. તેમાં તે અતુલ ગયા ને શ્રેણિકભાઈ વળતી ટ્રેનમાં અમદાવાદ પાછા આવ્યા.
બીજે દિવસે બપોરની ટ્રેનમાં અતુલથી મુંબઈ પહોંચ્યા. મુંબઈનું મકાન
Scanned by CamScanner
Page #225
--------------------------------------------------------------------------
________________
છેલ્લું દર્શન ૧૮૭
ઊંચી પ્લીન્થ ઉપર છે. એટલે પગથિયાં ચડતાં હાંફી ગયા. તરત ખુરશીમાં બેસી ગયા. ઉધરસ આવતી હતી. પુત્રવધૂ વિમળાબહેનને ચિંતા થઈ. ડૉક્ટરને બોલાવવા તૈયાર થયાં પણ કસ્તૂરભાઈએ ઘસીને ના પાડી. “મને ખાસ કશી તકલીફ નથી. સારું છે.”—એમ બોલ્યા.
બુધવારે સવારે શ્રેણિકભાઈ મુંબઈ આવ્યા. તેમને વિમળાબહેને ફરિયાદ કરી: “પપ્પા માનતા નથી પણ તેમને ઠીક નથી, ડૉક્ટરને બોલાવવા જ જોઈએ.” વિમળાબહેન પોતે એફ.આર.સી.એસ.ની ડિગ્રી ધરાવતાં ડૉક્ટર છે.
મુંબઈના હૃદયરોગના નિષ્ણાત સુપ્રસિદ્ધ ડૉ. વી. વી. શાહની મુલાકાત નક્કી કરી. તે પહેલાં સવારે કસ્તૂરભાઈએ સાડા દસ, સવા અગિયાર અને બાર વાગ્યે ત્રણ કંપનીઓની સભામાં હાજરી આપી. એ તેમની છેલ્લી કામગીરી.
ઘેર ગયા. જમીને સૂતા. બપોર પછી ડૉ. વી. વી. શાહે તપાસ્યા. લોહીનું દબાણ ઘણું ઊંચું હતું અને નાડી અનિયમિત ચાલતી હતી. ડૉક્ટરે પંદર દિવસ પથારીમાં સૂઈ રહેવાની સલાહ આપી.
“મને એક વાર અમદાવાદ ભેગો કરો. પછી ત્યાં આરામ લઈશ.” કસ્તૂરભાઈએ કહ્યું.
તેમની નાજુક તબિયત જોઈને ડૉક્ટરે પ્રવાસનું જોખમ નહીં લેવાની સલાહ આપી. કુટુંબીઓએ પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે તો અમદાવાદ જવાની રઢ લીધી હતી.
“તમે મને અહીં રાખશો, પણ મારા મનને શાંતિ નહીં હોય તો તબિયત શી રીતે સુધરવાની છે? તમને કહું ? અમદાવાદ જઈશ એટલે તબિયત આપોઆપ સારી થઈ જશે.” કસ્તૂરભાઈ કહેતા હતા.
અમદાવાદ સાથે તેમણે એવું અંદ્વૈત સાધ્યું હતું કે છેલ્લા દિવસો અમદાવાદમાં ગાળવાની તેમને તીવ્ર ઇચ્છા હતી. તેમની બેચેની જોઈને ડૉક્ટરે છેવટે અમદાવાદ જવાની સંમતિ આપી. તેથી વેદનામાં પણ તેમના મુખ પર આનંદ દેખાતો હતો.
ઘેરથી સ્ટેશને ઍમ્બ્યુલન્સ ગાડીમાં લઈ ગયા. સાથે ડૉક્ટર રાખવાનું સૂચન પણ તેમણે નકાર્યું હતું.
વડીલની માંદગીના સમાચારથી આખું કુટુંબ બેચેન થઈ ગયું હતું. ત્રણે
Scanned by CamScanner
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પરંપરા અને પ્રગતિ
ભાઈઓનો આખો પરિવાર અમદાવાદ સ્ટેશને આવ્યો હતો. વહીલ ચૅરમાં બેસાડીને તેમને મોટર સુધી લઈ ગયા.
સવારે નવ વાગ્યે ડૉ. સુમન્ત શાહ આવ્યા. ડો. શાહ તેમના રહી, મિત્ર અને અંગત તબીબ હતા. તેમણે કાર્ડિયોગ્રામ લીધો, ઍકસ-રે માં જોયું. ઝીણવટથી આખું શરીર તપાસ્યું અને કહ્યું:
“બે વર્ષથી હદય પહોળું થઈ ગયું છે તે ડૉ. વી. વી. શાહ જાણતા નહોતા એટલે તેમણે હલનચલનની મના કરેલી. પણ બ્લડ પ્રેશર વધારે છે ને નાડી અનિયમિત ચાલે છે એટલે સૂઈ રહેવું પડશે.” - બીજે દિવસે કસ્તૂરભાઈ અકળાઈને કહે: “ડોકટર કહે છે કે વાંચવાનું નહીં, પત્તાં રમવાનાં નહીં, તો પછી માણસ કરે શું? મૅડ કરી દે એવું કામ છે.”
ડોકટરે વાંચવાની રજા આપી એટલે કહે: “I am absolutely normal.” (હું તદ્દન સાજો છું.)
બેત્રણ દિવસ સારા ગયા. તબિયતમાં સુધારો દેખાયો. લોહીનું દબાણ ૨૦૦/૧૧૦ હતું તે હવે ૧૬૦/૯૫ થયું. તેમનું સામાન્ય દબાણ ૧૪૫૨ રહેતું હતું. સિદ્ધાર્થભાઈને ખબર પડતાં તેમણે ફોનથી આવવાની ઇચ્છા દર્શાવી. તારીખ ચૌદમીએ તેમનો પુત્ર સુનિલ અમેરિકા જવાનો હતો એટલે તેને મૂકવા મુંબઈ જવાનું હતું. કસ્તૂરભાઈએ કહેવડાવ્યું કે મારી તબિયત સારી છે, દોડી આવવાની જરૂર નથી. અઢારમી તારીખે સવારે આઈ.આઈ.એમ.માં મિટિંગ હતી એટલે સત્તરમીએ સાંજે સિદ્ધાર્થભાઈ અમદાવાદ આવ્યા.
અઢારમી તારીખે સવારે બંને ભાઈઓ આઈ.આઈ.એમ.માં ગયેલા. સભા ચાલતી હતી ત્યાં ઘેરથી ફોન આવ્યો. પન્નાબહેને ફોન પર કહ્યું: “પપ્પાની સ્પીચ બંધ થઈ ગઈ છે.” બંને ભાઈઓ ઘેર પહોંચ્યા. ડોક્ટર હાજર હતા. પછી સાંભળવાનું પણ બંધ થઈ ગયું. કસ્તૂરભાઈએ ડોકટરને લખીને પૂછયું: “કેમ આવું થાય છે?”
લોહીનો નાનો ગઠ્ઠો (clot) થયો છે તે શરીરમાં ફરે છે. લોહી પાતળું કરવાની જરૂર છે.” ડોક્ટરે જવાબમાં લખ્યું.
લોહી ત્રણચાર વખત લીધું. દવા, ઇન્જન વગેરે ઉપચાર ચાલુ હતા. થાક વધતો જતો હતો. ઊંઘવાની ઇચ્છા થતી હતી. શાંતિથી ઊંડયા.
Scanned by CamScanner
Page #227
--------------------------------------------------------------------------
________________
છે દર્શન
૧૮૯
પછી ઠીક લાગતાં ટપાલ મંગાવી. આવેલ કાગળોનો નિકાલ કરવાની ચીવટ એટલી બધી રાખતા કે એક પણ પત્ર ઉત્તર આપ્યા વગરનો રહેતો નહીં. તે દિવસે પણ તેમણે પત્રોના જવાબ અંગે સૂચના આપી. ડૉકટરને પણ આશા બંધાઈ.
ઓગણીસમીએ સવારે જીભ અને કાન કામ કરતાં થયેલાં. પણ કોઈની સાથે બોલવાનું ગમતું નહોતું. ઊંઘમાં પડ્યા રહ્યા. સિદ્ધાર્થભાઈની બે પુત્રીઓને બોલાવી લીધી હતી. આખો પરિવાર દાદાજીની આસપાસ એકત્ર થયો હતો.
દિલહીથી ઘનશ્યામદાસ બિરલા તથા બ્રજમોહન બિરલાની ખબર પૂછતો ફોન આવ્યો. શ્રેણિકભાઈએ જવાબ આપ્યો: “તબિયત સુધરી રહી છે. ચિંતા કરવા જેવું નથી.” બ્રજમોહન બિરલાએ કહ્યું: “હું સાંજે ફરીથી ફોન કરીશ.” - સાંજે ઉત્સાહ દેખાતો હતો. સાત વાગ્યે પોતાની પ્રિય વાનગી એસ્પેરેગસ ટોસ્ટ જમ્યા. પછી સૌને કહ્યું: “જમી લો.” લગભગ સાડા સાતે સિદ્ધાર્થભાઈ, શ્રેણિકભાઈ અને પરિવારના સભ્યો જમવા બેઠા. કસ્તૂરભાઈની પાસે નોકર અને નર્સ હતાં.
પોણા આઠ વાગ્યે નોકરે ભોજનખંડમાં દોડતા આવીને કહ્યું: “પપ્પા બેભાન થઈ ગયા છે, જલદી ચાલો.” વિમળાબહેન દોડતા ગયાં. નાડી જોઈ તો મંદ પડી ગઈ હતી. રવિવાર હતો. ડોક્ટરને માટે માણસોને દોડાવ્યા, ફોન કર્યા. વિમળાબહેને ઑકિસજન આપવા માંડ્યો, પગે ને છાતીએ મસાજ કરવા માંડ્યું. હવા પંપ કરવા માંડી. પણ બધું વ્યર્થ. “આહ એમ ધીમો અવાજ થયો ને પ્રાણ નીકળી ગયા. ડોક્ટર આવ્યા, પણ અવસાનની જાહેરાતથી વિશેષ કરવાપણું
રહ્યું નહોતું.
બરાબર સવાઆઠ વાગ્યે બિરલાજીનો ફોન રણક્યો. પૂછયું: “કસ્તૂરભાઈજીકી તબિયત કૈસી હૈ?” જવાબમાં અવસાનના સમાચાર મળતાં તેમને આશ્ચર્ય સાથે આઘાત થયો.
શહેરમાં વીજળીવેગે શોકસમાચાર ફેલાઈ ગયા. સ્વજનો, સ્નેહીઓ, સહકાર્યકર્તાઓ, પત્રકારો, અગ્રણી વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ, સામાજિક કાર્યકરો ને રાજકીય નેતાઓ કસ્તૂરભાઈને નિવાસસ્થાને ઊભરાવા લાગ્યા.
Scanned by CamScanner
Page #228
--------------------------------------------------------------------------
________________
१५० પરંપરા અને પ્રગતિ
કુટુંબ શોમાં ડૂબી ગયું હતું. પિતૃભક્ત પુત્રો પિતાની ઇચ્છા મુજબ અંતિમ યાત્રા ગોઠવવાનો વિચાર કરતા હતા. સિદ્ધાર્થભાઈ, શ્રેણિકભાઈ, અરવિંદભાઈ વગેરે આપ્તમંડળ એકત્ર થયું.
એક વાર કસ્તૂરભાઈ ને શ્રેણિકભાઈ સાથે મિલમાં જતા હતા ત્યાં કોઈકની સ્મશાનયાત્રા નજરે પડતાં કસ્તૂરભાઈએ કહેલું: “મારા અવસાન વખતે કોઈ કીમતી શાલ-દુશાલા ઓઢાડશો નહીં. અરવિંદની સફેદ ચાદર બસ થશે.” પછી. જરા અટકીને બોલેલા : “અને જો, શ્રેણિક, બીજું એ કે મારા શરીર ઉપર ફૂલ મૂકશો નહીં. ફૂલ તો દેવને ચડે.” ત્યારે શ્રેણિકભાઈએ કહેલું કે: “પપ્પા, તમે શાલનું કહ્યું તે સમજી શકાય તેમ છે અને તે અમારા હાથની વાત છે. પણ અનેક માણસો ભાવભરી અંજિલ અર્પવા ફૂલ લઈને આવે તેમને કેમ રોકવા?” આ સાંભળીને કસ્તૂરભાઈ મૌન રહેલા.૭
શ્રેણિકભાઈને આ પ્રસંગ યાદ આવ્યો. પિતાની ઇચ્છા મુજબ તેમને સફેદ ચાદર ઓઢાડી. પુષ્પોની અંજલિ રોકવાનું તેમને માટે શકય નહોતું. કસ્તૂરભાઈનો ભવ્ય ને પડછંદ દેહ મઘમઘતાં ગુલાબથી ઢંકાઈ ગયો હતો.
આનાથી વધારે મોટો પ્રશ્ન હજુ ઉકેલવાનો બાકી હતો. કસ્તૂરભાઈ માનતા કે માણસ મૃત્યુ પામે તેને લીધે દેશનું ઉત્પાદન અટકવું ન જોઈએ. ખરી અંજલિ તો તેની ભાવના મુજબનું કામ કરીને આપવી જોઈએ. તેમણે સ્પષ્ટ સૂચના આપેલી કે મારા અવસાનના શોકમાં એકે મિલ બંધ રહેવી ન જોઈએ.
લાલભાઈ ગ્રૂપની નવે મિલોના મૅનેજરોને શેઠની આ ઇચ્છા પ્રમાણે સોમવારે મિલો ચાલુ રાખવાની સૂચના અપાઈ. મૅનેજરોએ કહ્યું: “અમે કારીગરોને શેઠની આ ઈચ્છાની વાત કરીશું; પણ માનશે નહીં.”
બીજે દિવસે જ્યારે મજૂરોને એમ કહેવામાં આવ્યું કે શેઠની ઇચ્છા દેશના ઉત્પાદનને નુકસાન ન પહોંચે એટલા માટે મિલો ચાલુ રાખવાની હતી, ત્યારે શેઠ પ્રત્યેના માનથી પ્રેરાઈને, તેમની અદબ જાળવીને મજૂરો કામ પર ચડી ગયા હતા. એકાદ ઠેકાણે એકાદ પાળીને બાદ કરતાં નવે એકમોમાં કામ ચાલુ રહ્યું હતું. મજૂરોને એ દિવસે પગાર મળ્યો એટલી જ રકમ—સાતઆઠ લાખ રૂપિયા— મજૂર કલ્યાણ ભંડોળમાં આપવાનું શેઠના કુટુંબે વિચાર્યું. આખા અમદાવાદમાં જેમના શોકમાં હડતાળ હતી તેમની જ મિલો એ દિવસે ચાલી તે એક અપૂર્વ
.
Scanned by CamScanner
Page #229
--------------------------------------------------------------------------
________________
Scanned by CamScanner
સ્વ. કસ્તુરભાઈના પાર્થિવ દેહને અંતિમ ખંજલિ અર્પતાં રાજ્યપાલ વીમતી શારદા મુકg
pપનો ?
Page #230
--------------------------------------------------------------------------
________________
Scanned by CamScanner
છેલ્લું દર્શન
જુઓ પૃ. ૧૯૦
Page #231
--------------------------------------------------------------------------
________________
છેલ્લું દર્શન ૧૯૧
અને અભિનંદનીય ઘટના ગણાય! દેશના કોઈ નેતાના અવસાન વખતે નહોતું બન્યું તે કસ્તૂરભાઈના અવસાન વખતે બન્યું.
સોમવારે સવારે શાહીબાગમાં માનવ મહેરામણ ઊમટ્યો. સમાજના બધા થરના લોકો દેશના આ મહાન સપૂતને અંજલિ અર્પવા એકત્ર થયા હતા. તેમાં રાજ્યપાલશ્રી હતાં, પ્રધાનો હતા, સરકારી અધિકારીઓ હતા, રાજકીય નેતાઓને સમાજસેવકો હતા, આચાર્યો અને અધ્યાપકો હતા, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ હતા, તેમ મુનીમો અને મજૂરો પણ હતા. અમદાવાદે તેનો સાચો સ્વજન ગુમાવ્યાનો શોક ચારેકોર દેખાતો હતો. ભારતના કોઈ ઉદ્યોગપતિને સામાન્ય જનતા તરફથી આટલું માન ને આટલી ચાહના ભાગ્યે જ મળ્યાં હશે.
અંતિમ સંસ્કાર વખતે શહેરના અગ્રણીઓએ કસ્તૂરભાઈની અનેકવિધ સેવાઓને બિરદાવતાં પ્રવચનો ક્ય. આકાશવાણી ઉપરથી અંજલિઓ અપાઈ. શોકસભાઓમાં શોક પ્રદર્શિત કરતા ઠરાવો થયા. દેશમાંથી તેમ જ પરદેશમાંથી સિદ્ધાર્થભાઈ અને શ્રેણિકભાઈ ઉપર આશ્વાસનના પત્રો અને તારોનો વરસાદ વરસ્યો.
ભારતનાં પ્રધાન મંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કસ્તૂરભાઈના અવસાન અંગે ઊંડા દુ:ખની લાગણી વ્યકત કરતાં દેશના ઔદ્યોગિક વિકાસમાં તેમણે આપેલા ગતિશીલ ફાળાની અને તેમની ઉદાર દાનશીલતાની પ્રશંસા કરી.
| વિખ્યાત ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાએ આ પ્રસંગે શોકસંદેશો મોકલતાં જણાવ્યું કે “કસ્તૂરભાઈના અવસાનથી રાષ્ટ્રની સંસ્થારૂપ મારા આજીવન મિત્ર અદૃશ્ય થયા છે. તેમને પગલે ચાલીને તેમની પરંપરાને આગળ ધપાવો.”
કસ્તૂરભાઈના ગાઢ મિત્ર ને પ્રસિદ્ધ ઉદ્યોગપતિ બ્રજમોહન બિરલાએ કસ્તૂરભાઈના અવસાનને કારણે પોતાને પડેલી અંગત ખોટ ઉપરાંત સમગ્ર વેપારી કોમને પડેલી ખોટનો નિર્દેશ કરીને કહ્યું કે: “તેમના જેવા વારંવાર જન્મતા નથી. તેમનું વ્યકિતત્વ ભવ્ય હતું. વેપારી સમુદાયને માટે તેઓ એક મોટું બળ હતા. તેઓ હમેશાં સાચા ધ્યેયની પડખે ઊભા રહેતા.”૧૦
કસ્તૂરભાઈને પૂજ્ય ગણતા શ્રી કે. કે. બિરલાએ દેશના ઉદ્યોગીકરણ, દીનદુખિયાંની રાહતને જૈન તીર્થોના પુનરુદ્ધારનો ઉલ્લેખ કરીને તેમની સેવાઓને અંજલિ આપી.૧૧
Scanned by CamScanner
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પરંપરા અને પ્રગતિ
એક જાપાની પેઢીના અધ્યક્ષ નોબોરુ કોયાસુએ, પોતે તેમની સાથે ગાળેલા સમય દરમ્યાન કસ્તૂરભાઈએ આપેલ શિખામણ અને માર્ગદર્શન અનુસા વર્તવાનું પોતાનું જીવનધ્યેય વ્યકત કર્યું અને તેમની મહાનુભાવિતાને ભાવભરી અંજલિ આપી.૧૨
મુંબઈના મશહુર ઉદ્યોગપતિ નેવિલ વાડિયાએ આ પ્રસંગે શ્રેણિકભાઈ પર મોક્લેલો પત્ર કસ્તૂરભાઈના વ્યક્તિત્વનો દ્યોતક છે, શ્રી વાડિયા લખે છે:
“તમારા પ્રિય પિતાજીના એકાએક થયેલ અવસાનના સમાચાર આજે સવારે છાપામાં વાંચતાં ભારે આઘાત થયો. ગઈ ૯મી તારીખે સવારે તેમણે અમારી બોર્ડની મિટિંગમાં હાજરી આપી ત્યારે તો એ સાજાસારા દેખાતા હતા, અને તેમનું મન પણ હમેશની માફક જાગ્રત અને સ્પષ્ટ વિચાર કરી
શકતું હતું. - ખાસ કરીને બસ્ટન પરિષદમાં સાથે હતા ત્યારથી તેઓ અને હું ઉત્તમ મિત્રો બન્યા હતા. ઇંગ્લંડના કોટન બોર્ડ સાથેની વાટાઘાટો વખતે અમે સાથે કામ કરેલું. ભારતના પ્રતિનિધિમંડળમાં અમે છ જણ જ હતા. છતાં સૌમાં તેમનું વ્યક્તિત્વ નિરાળું તરી આવતું. જ્યાં જતા ત્યાં તેમને ઉચ્ચ કોટિનું માન મળતું.
તેઓ સીધા, સરળ ને નિખાલસ સ્વભાવના હતા. પોતાના અભિપ્રાય દૃઢપણે અને જરાય ખચકાટ વગર રજૂ કરતા. પોતે તેમની સાથે ક્યાં ઊભા છે તેની દરેકને ખબર હોય. એથીયે વિશેષ, એમની સલાહ હમેશાં સંગીન હોય ને ખૂબ મદદરૂપ નીવડે.
ખરેખર મને તેમની ભારે મોટી ખોટ પડશે. તમારા સૌના જીવનમાં તેમના જવાથી કેટલો મોટો શૂન્યાવકાશ ઊભો થશે તેનો ખ્યાલ કરી શકું છું.૧૩
તાતા ઇન્ડસ્ટ્રીઝ લિ.ના અધ્યક્ષ શ્રી જે.આર.ડી. તાતા શ્રી સિદ્ધાર્થભાઈ પરના ટૂંકા પત્રમાં કસ્તૂરભાઈની મહાનુભાવિતાને માર્મિક રીતે ઉપસાવી આપે છે. થોડાંક વાક્યો જ જોઈએ:
“ઘણા દાયકાઓથી મને તેમનો પરિચય છે. જેનાં શબ્દ અને સહાય પર હમેશાં આધાર રાખી શકાય તેવા મિત્ર તરીકે જ નહીં પરંતુ દુર્ભાગ્ય
Scanned by CamScanner
Page #233
--------------------------------------------------------------------------
________________
છેશું ન ૧૯૩
ચાર ભારતમાં વિરલ જ જોવા મળતા સદાચાર અને પ્રામાણિકતાના ગુણો સાથે ઉચ્ચ કોટિની કાર્યદક્ષતા ધરાવતા સજજન તરીકે તેમને માટે મને હમેશાં ઘણામાં ઘણી માનને પ્રશંસાનો ભાવ રહેલો છે. બેજ અઠવાડિયાં પહેલાં કુટુંબનિયોજન પ્રતિષ્ઠાનના અધ્યક્ષ તરીકે મેં કરેલી અપીલનો તેમણે ઘણી જ ઉદારતાથી જવાબ વાળેલો તેને માટે ઊંડી આભારની લાગણી થાય છે. ખરેખર તેઓ મહાન પુરુષ હતા. વેપાર ને ઉદ્યોગના અગ્રણી નેતા તરીકે તેમની ખોટ બહુ જ સાલશે.૧૪
મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ શ્રી હસમુખભાઈ પારેખે કસ્તૂરભાઈને યુગપુરુષ તરીકે બિરદાવતાં લખ્યું કે:
“શ્રી કસ્તૂરભાઈના નિધનથી આપણા નભમાંથી કોઈ તારો ખરી પડ્યો હોય એવું લાગે છે. એમનું ભવ્ય વ્યકિતત્વ, એમની અનેકસિદ્ધિઓ, એમની લાક્ષણિકતા, એમની અડગતા, એમની સરળતા અને બીજું કેટલુંયે આજે યાદ આવે છે. વીસમી સદીના વ્યાપારી જગતમાં આપણા દેશમાં એમનું સ્થાન અનોખું રહ્યું છે. સમાજમાં વેપારીઓનું સ્થાન જો કોઈએ શોભાવ્યું હોય, દીપાવ્યું હોય તો તે એમણે જ. વ્યાપારી અને માનવતા વચ્ચે ઐક્ય હોવું જરૂરી છે, એ ભારતની સૈકાઓની પ્રણાલિકાનું જો કોઈએ જતન કર્યું હોય તો તે શ્રી કસ્તૂરભાઈએ જ.
તમારા કુટુંબમાં, અમદાવાદમાં, દેશમાં એમની ખોટ પુરાય એમ નથી. યુગપુરુષની જગા કોણ પૂરી શકે? પરંતુ આપણા બધાના દિલમાં એ એક દીવો પ્રગટાવી ગયા તેનું તેજ આપણને માર્ગ અને દિશા આપશે જ...૧૫
ધી ઇન્ડિયન કૉટન મિલ્સ ફેડરેશનના અધ્યક્ષ શ્રી જે. પી. ગોએન્કા કસ્તૂરભાઈએ છ દાયકા સુધી કાપડ-ઉદ્યોગના વિકાસ માટે આપેલ સહાય ને માર્ગદર્શનનો ઉલ્લેખ કરીને ફેડરેશનના સ્થાપક પ્રમુખ તરીકે તેમણે કરેલી સેવાઓને અંજલિ આપે છે.૧૬
કસ્તૂરભાઈનું અવસાન થયું તે અરસામાં પશ્ચિમ ઑસ્ટ્રેલિયાથી આવેલ ડૉ. કે. સોમર્સ તેમને અમદાવાદમાં મળેલા અને પાલિતાણા તથા રાણકપુરનાં તીર્થોની મુલાકાત માટે ડૉ. સોમર્સને કસ્તુરભાઈએ અનુકૂળતા કરી આપેલી એટલું જ નહીં, પણ તેમને તેઓ રાણકપુરમાં મળવાના હતા. તેમ બની શકયું
Scanned by CamScanner
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પરંપરા અને પ્રગતિ
નહીં અને ઓચિંતા અવસાનના સમાચાર વાંચવામાં આવ્યા તેથી પોતાને થયેલું દુ:ખ ડૉ. સોમર્સ શ્રેણિકભાઈ પરના પત્રમાં વર્ણવે છે.૧૭
- શ્રી રામકૃષ્ણ બજાજ સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં જમનાલાલજી સાથેના કસ્તૂરભાઈના સંબંધની યાદ આપીને તેમને અંજલિ આપતાં કહે છે:
“તેમનું વ્યક્તિત્વ બહુમુખ હતું. દેશની આર્થિક પ્રગતિમાં તેમણે આપેલ મહત્વના ફાળા ઉપરાંત શિક્ષણ ને સંસ્કૃતિને લગતી અન્ય પ્રવૃત્તિઓમાં પણ તેમને ઊંડો રસ હતો. તેમનું જીવન પ્રેરણાનો સ્ત્રોત હતો. તેઓ ભારતના ઉદ્યોગીકરણનો પાયો નાખનાર સમર્થ મહાનુભાવો અને અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક છે. તેમના અવસાનથી વેપારી વર્ગને તેમ જ સમગ્ર સમાજને નેતૃત્વ પૂરું પાડનાર એક મહાન શક્તિશાળી પ્રતિભાની ખોટ પડી છે.”૧૮
આ ઉપરાંત, સિબા-ગેઇગીના ડિરેક્ટર ડો. પોલ રહાઈનર, સર માઇકેલ પહેમ, ગૉડફ્રે ડેવીસ, હન્ડ્રીઝ ઍન્ડ ગ્લાસગો લિ.ના અધ્યક્ષ એમ્બ્રોઝ કોંગ્રીવ, આઈ.સી.આઈ.ના મિ. બ્રાયન રોબિન્સન, મિ. સીરીલ પિટ્સ તેમ જ મિ. જેક એઇશ્કન, જાપાનની નિશિન સ્પિનિંગ કં. લિ.ના સલાહકાર તેકેશી સકુરદા વગેરે વિદેશી મિત્રો અને સહકાર્યકરોના ઉષ્માભર્યા આશ્વાસનપત્રો કસ્તૂરભાઈએ તેમના પર પાડેલા પ્રભાવ અને તેમનામાં જગાડેલા અહોભાવના નિદર્શક છે.
ગુજરાત વેપારી મહામંડળ, અમદાવાદ મિલમાલિક મંડળ, ગુજરાત વિદ્યાસભા, ગુજરાત યુનિવર્સિટી અને અમદાવાદની કૂડીબંધ શિક્ષણસંસ્થાઓ,
અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, અમદાવાદનો સક્લસંઘ, જૈન વિશા ઓસવાળ સમાજ વગેરે ધર્મસંસ્થાઓ તેમ જ ગુજરાતભરની અન્ય નાનીમોટી સંસ્થાઓએ શોકઠરાવો કરીને આ મહાન ગુજરાતીને નિવાપાંજલિ અપી હતી.
ઉપરાંત જાણીતી ને અજાણી અનેક વ્યક્તિઓએ ગદ્ય અને પદ્યમાં કસ્તૂરભાઈ પ્રત્યેનાં પોતાનાં પ્રેમ અને માન વ્યકત કરતા પત્રો લખ્યા છે.
વર્તમાનપત્રોએ પણ કસ્તૂરભાઈની વેપાર-ઉદ્યોગ, શિક્ષણ, ક્લા, સંસ્કૃતિ આદિ ક્ષેત્રોની સેવાઓને બિરદાવતા લેખો લખેલા, તેમાં અમદાવાદના દૈનિક
Scanned by CamScanner
Page #235
--------------------------------------------------------------------------
________________
છેલ્લું દર્શન ૧૫
પત્ર ગુજરાત સમાચારે આપેલી અંજલિ વિશેષ ધ્યાન ખેંચે છે. તેમાંના કેટલાક અંશો જોઈએ:
“ગુજરાતના વેપાર-ઉદ્યોગના કબીરવડ સમા શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનો આજે દેહાંત થતાં હિંદુસ્તાનના ઔદ્યોગિક નકશામાં ગુજરાતનું નામ મઢી દેનારી એક ખીંટી ખરી પડી છે...શ્રી કસ્તૂરભાઈ માત્ર ઉદ્યોગપતિ નહોતા, માત્ર મહાજન નહોતા, માત્ર ધનવાન નહોતા, મહાત્મા ગાંધીના ગુજરાતની કૂખને ઉજાળનારા અને સરદાર પટેલ જેવા પનોતા પુત્રોની પરંપરાના એક પાણીદાર મણકા સમા હતા. એ તો ગુજરાતના ગરવા પરાક્રમ-પુરુષોની પેઢીના એક ખમતીધર મોભી હતા. એમના જવાથી ઘડીક ગુજરાત રાંક બન્યાની લાગણી જન્મવી સ્વાભાવિક છે. પણ શ્રી કસ્તૂરભાઈએ ગુજરાતને એટલું બધું આપ્યું છે કે ગુજરાત કદી રાંક બની શકે નહીં. કચ્છના એક વારના નિર્જન કાંઠે કંડલા મહાબંદરનાં ધ્વજધારી વહાણો પર શ્રી કસ્તૂરભાઈનું નામ અદૃશ્યથી લખાયેલું વંચાશે. ઔદ્યોગિક વૈજ્ઞાનિક સંસ્થા અટીરાની બારાખડીના પ્રથમ અક્ષર રૂપે એ હમેશાં યાદ રહેશે. પાલિતાણા અને રાણકપુરનાં પ્રાચીન જૈન તીર્થધામોના જૂના પાયામાં નવું પોલાદ પૂરનારા એક શ્રદ્ધાપુરુષ તરીકે તેઓ યાદદાસ્તનું અમીટ નિશાન બની રહેશે. ગુજરાતની કેટલીક આદર્શ ઉચ્ચ શિક્ષણસંસ્થાઓના દ્રા અને પ્રહરી તરીકે તેમનું નામ હમેશાં યાદ રહેશે.... મૃત્યુની હદ કોઈ મિટાવી શક્યું નથી. પણ પોતાની પાછળ ઝળાંહળાં હસ્તીના તેજપુંજ પાથરનારા કેટલાક આત્મદીપ સંસારમાં સદીએ સદીએ પ્રગટતા રહે છે. એવા માનવદીપોમાં એકનું નામ કસ્તૂરભાઈ હતું તેમ તવારીખને નોંધ્યા વિના છૂટકો નહીં થાય.”૧૯
ક્યાશી વર્ષની પકવ વયે કસ્તૂરભાઈએ ચિરવિદાય લીધી હતી. છતાં તેમના અવસાનના સમાચાર દેશ આખાએ એક આંચકા સાથે ઝીલ્યા હતા. વેપાર અને ઉદ્યોગમાં સંપ, સહકાર અને સંગઠનની ઊંચી ભાવના આ “મહાજનના મહાજને” ઉપસાવી આપી હતી. આ ક્ષેત્રોમાં તેમણે સ્વાચરણ દ્વારા નીતિ અને પ્રામાણિકતાનાં મૂલ્યોની આણ વર્તાવી હતી. તેમના બોલનું વજન માણેક્યોકના
Scanned by CamScanner
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પરંપરા અને પ્રગતિ
નાના વેપારીથી માંડીને તાતા-બિરલા સુધીના સૌ ઉપર પડતું. તેમના જવાથી એક એવો શૂન્યાવકાશ ઊભો થયો છે, જે કદાચ કદી પુરાશે નહીં. અમદાવાદ સ્થપાયું તેની પહેલાંથી મહાજનની જે પરંપરા ચાલી આવતી હતી તેનો લગભગ છેલ્લો કહી શકાય તેવો સ્તંભ, કસ્તૂરભાઈના મૃત્યુ સાથે, તૂટી પડ્યો એમ કહી શકાય. - ઉદ્યોગક્ષેત્રે નૂતન યુગ પ્રવર્તાવનાર અગ્રણીઓમાં તેમની ગણના થતી. કલા, શિક્ષણ અને ઉદ્યોગ પરત્વે તેમની દૃષ્ટિ આધુનિકોને આંટી જાય એટલી પ્રગતિશીલ હતી. રાણપુર અને દેલવાડાનાં શિલ્પસ્થાપત્ય, અટીરા ને આઈ.આઈ.એમ. જેવી સંસ્થાઓ અને અતુલ જેવું બહુલક્ષી ઉદ્યોગ કેન્દ્ર તેમની પ્રગતિઅભિમુખ વિચારશ્રેણીનાં ચિરંજીવ સ્મારકો છે. - આઝાદીના સંગ્રામકાળ દરમ્યાન તેમણે રાષ્ટ્રીય નેતાઓને આપેલો સહકાર તેમની હિંમત અને દેશદાઝની ગવાહી પૂરે છે.
અમદાવાદના વેપાર-ઉદ્યોગમાં જ નહીં, તેના સમગ્ર સાંસ્કૃતિક જીવનમાં કસ્તૂરભાઈ વ્યાપ્ત હતા. ગુજરાતમાં મહાજનની પરંપરાના પ્રતિનિધિ તરીકે તેમણે વેપારનો આદર્શ પૂરો પાડ્યો અને રેલ તથા દુષ્કાળ જેવાં સંકટોમાં રાહતકાર્યનું આયોજન કરીને સામાજિક સેવાનો પ્રત્યક્ષ દાખલો બેસાડ્યો. ભારતમાં વિદેશી પેઢીઓના સહકારથી તેમણે રંગ-રસાયણના ઉત્પાદનનો પ્રારંભ કર્યો અને અનોખી આવડતથી ભારતીય અર્થનીતિના આધારસ્તંભ બન્યા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર અને અર્થકારણની અનેક અટપટી આંટીઘૂંટીઓને બુદ્ધિપૂર્વક ઉકેલી બતાવનાર નિષ્ણાત અને વિચક્ષણ વિષ્ટિકાર તરીકે તેમણે નામના મેળવી હતી. આ બધાં કાર્યો તે તે ક્ષેત્રોના ઇતિહાસમાં વિશિષ્ટ નોંધ પામશે. પરંતુ તેમનું નામ અને કામ સુવર્ણાક્ષરે લખાશે તે તો કાપડ-ઉદ્યોગના ઇતિહાસમાં, પછી તે અમદાવાદનો હોય, ભારતનો હોય કે દુનિયાના કાપડ-ઉદ્યોગનો ઈતિહાસ હોય.
તેમના જેવા બાહોશ અને સાહસિક ઉદ્યોગપતિઓ ભારતમાં નથી એમ . નહીં; ઉદ્યોગમાં ‘મોડર્નાઇઝેશન'ની હવા દૂકનારા પણ છે અને તેમની માફક પરંપરાને પૂજનારા પણ મળી આવશે. કરક્સરભર્યો વહીવટ કરનારા અનેક હશે; રાષ્ટ્રહિત જોઈને વ્યવહાર કરનારા પણ મળશે, સામાજિક જવાબદારીના ભાન સાથે દાનનો પ્રવાહ વહેવડાવનાર ધનપતિઓ પણ હશે; શિલ્પ સ્થાપત્યમાં
Scanned by CamScanner
Page #237
--------------------------------------------------------------------------
________________
છેલ્લું દર્શન ૧૭.
રસ અને સુઝ ધરાવનાર પણ નીકળશે; અને સાદાઈ ને નમ્રતાની મૂર્તિઓ પણ જોવા મળશે. પરંતુ એ બધા ગુણોને પોતામાં સમાવીને સત્ય, ન્યાય અને સદાચારને તે સૌની ઉપર સ્થાપી બતાવનાર શાહસોદાગર તો કસ્તૂરભાઈ એક જ હતા. તેમનું આગમન એક ઘટના હતી. તેનાથી વિશેષ મહત્ત્વની ઘટના તેમની વિદાય બની. વીસમી સદીના આઠ દાયકા પર વિસ્તરેલી તેમના આયુષની લીલા સંકેલાઈ તેની સાથે જાણે કે એક આખા યુગની સમાપ્તિ થઈ ગઈ!
૧. એમ. ૨.KD p. 8. ૩.KD p. 8. ૪. KD p. 32-34. ૫. મુ. ૬. શ્રેમ. ૭. હેમુ. ૮. શ્રેમ. ૯. 8. ઉપર તા. ૨૨-૧-૮૦ના રોજ મોકલેલા તારમાંથી. ૧૦. છે. અને સિ. ઉપર તા. ૨૧-૧-૮૦ના રોજ પાઠવેલા તારમાંથી. ૧૧. છે. અને સિ. ઉપર તા. ૨૧-૧-૮૦ના રોજ પાઠવેલા તારમાંથી. ૧૨. સિ. પર તા. ૨૧-૧-૮૦ના રોજ પાઠવેલા તારમાંથી. ૧૩. . પર તા. ૨૧-૧-૮ન્ના રોજ લખેલ અંગ્રેજી પત્રમાંથી. ૧૪. સિ. પર તા. ૩૦-૧-૮૦ના રોજ લખેલ અંગ્રેજી પત્રમાંથી. ૧૫. સિ.ને. પર તા. ૨૧-૧-૮૦ના રોજ લખેલા પત્રમાંથી. ૧૬. તા. ૨૯-૧-૮૦ના રોજ કરેલ અંગ્રેજી ઠરાવ તા. ૩૦-૧-૮ના રોજ છે. પર ર્મોકલ્યો તેમાંથી. ૧૭. તા. ૪-૨-૮૦ના રોજ શ્રે. પર લખેલ અંગ્રેજી પત્રમાંથી. ૧૮. તા. ૨૫-૧-૮૦ના રોજ સિ. પર લખેલ અંગ્રેજી પત્રમાંથી. ૧૯. તા. ૨૧-૧-૮૦ના “ગુજરાત સમાચાર'ના તંત્રી લેખમાંથી.
Scanned by CamScanner
Page #238
--------------------------------------------------------------------------
________________
જીવનરેખા
૧૮૪, ડિસેંબર, ૧૯ : કસ્તૂરભાઈનો જન્મ. ૧૮૯૬ : લાલભાઈ શેઠે સરસપુર મિલની સ્થાપના કરી. ૧૯૦૨ : કસ્તૂરભાઈનું શારદાબહેન સાથે સગપણ. ૧૯૦૫ : લાલભાઈ શેઠે રાયપુર મિલની સ્થાપના કરી. ૧૯૧૧ : લાલભાઈ શેઠની વડીલોપાર્જિત મિલકતનું વિભાજન. ૧૯૧૧ : કસ્તૂરભાઈ મૅટ્રિક્યુલેશન પરીક્ષામાં પાસ થયા. ૧૯૧૨, જાન્યુઆરી : ગુજરાત કોલેજમાં દાખલ થયા. ૧૯૧૨, જૂન, ૫ : લાલભાઈ શેઠનું અવસાન. ૧૯૧૨, ઑગસ્ટ : કસ્તૂરભાઈ કોલેજ છોડીને રાયપુર મિલમાં જોડાયા. ૧૯૧૩ : ઘેર શિક્ષક રાખી અંગ્રેજી શીખ્યા. ૧૯૧૪: રાયપુર મિલમાં શાળખાનું શરૂ કર્યું. મિલને સારો નફો થયો. ૧૯૧૪, ડિસેંબર : પુરુષોત્તમભાઈ હઠીસિંગનું અવસાન. ૧૯૧૫, મે : શારદાબહેન સાથે લગ્ન. ૧૯૧૫, મે, ૨૫ : ગાંધીજીએ અમદાવાદમાં સત્યાગ્રહાશ્રમ સ્થાપ્યો. ૧૯૧૭ : અમદાવાદમાં પ્લેગ. મજૂરોની તંગી. મજૂરોના વેતનમાં નેવું ટકાનો
વધારો. ૧૯૧૮ : અમદાવાદમાં મિલમાલિકોનું સંગઠન અંબાલાલ સારાભાઈએ કર્યું.
Scanned by CamScanner
Page #239
--------------------------------------------------------------------------
________________
જીવન રેખા ૧૯૯
મજૂરોના વેતનમાં કાપ. મજૂરોની એકવીસ દિવસની હડતાળ. ગાંધીજીના ઉપવાસ. સમાધાન. લવાદી સિદ્ધાન્તનો સ્વીકાર.
મંત્રણાઓમાં કસ્તૂરભાઈનો હિસ્સો. ૧૯૧૮ : ગુજરાતમાં દુષ્કાળ રાહત સમિતિના એક મંત્રી તરીકે કસ્તૂરભાઈની
સક્રિય કામગીરી. ૧૯૧૮ : મિલના વહીવટ અંગે કસ્તૂરભાઈએ કરેલા કેટલાક નિયમો. ૧૯૨૦, ફેબ્રુઆરી, ૨૫ : મજૂર મહાજન સંઘની સ્થાપના. ૧૯૨૦ : મજૂરોના પગારવધારા બાબત ગાંધીજી સાથે સમાધાન. ૧૯૨૦ : નરુભાઈ સાથે યુરોપની પ્રથમ મુસાફરી. પરદેશી ચલણમાં નાણાના
રોકાણથી નુકસાન. ૧૯૨૧ : સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ
બન્યા. તેમના કહેવાથી કસ્તૂરભાઈ તથા તેમના ભાઈઓએ યુ. પ્રાથમિક શાળા માટે રૂપિયા પચાસ હજારનું દાન આપ્યું. તેનાથી
દાનના પ્રવાહના શ્રીગણેશ. ૧૯૨૧ : અમદાવાદમાં મજૂરો અને માલિકો વચ્ચે બોનસ અંગે ઝઘડો.
માલવીયજીની મધ્યસ્થી. ૧૯૨૧, ડિસેંબર : અમદાવાદમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન.
મોતીલાલ નેહરુ સાથે સંબંધ. રાષ્ટ્રભક્તિનું સિંચન. ૧૯૨૨ : અશોક મિલ ચાલુ થઈ. ૧૯૨૨ : પગારકાપને કારણે અમદાવાદના મિલમજૂરોની હડતાળ. ૧૯૨૨, માર્ચ, ૧૮ : અમદાવાદની સેશન્સ કોર્ટમાં ગાંધીજી સામે ચાલેલા
ઐતિહાસિક મુકદ્મામાં કસ્તૂરભાઈની હાજરી. ૧૯૨૨, ડિસેંબર : વડી ધારાસભામાં મિલમાલિક મંડળના પ્રતિનિધિ તરીકે
ચૂંટાયા. ૧૯૨૩ : પગારઘટાડાને કારણે મજૂર હડતાળ. ૧૯૨૩ : કાકાઓની આર્થિક બેહાલી. સરસપુર મિલ ફડચામાં. કસ્તૂરભાઈ
વહીવટદાર નિમાયા. ૧૯૨૩ : સ્વરાજ પક્ષની સ્થાપના, અમદાવાદ તથા મુંબઈના મિલમાલિકોએ
Scanned by CamScanner
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૦૦
પરંપરા અને પ્રગતિ
પક્ષને પાંચ લાખ રૂપિયા આપ્યા. ૧૯૨૪, સપ્ટેબર : કસ્તૂરભાઈએ કાપડ પરની આબકારી જકાત રદ કરવા
અંગે વડી ધારાસભામાં ઠરાવ મૂક્યો. ૧૯૨૪ : શાંતિનિકેતન માટે ફાળો ઉઘરાવી આપ્યો. ૧૯૨૫ : જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ યોજેલ વિચારસંમેલનના પ્રમુખપદે. ૧૯૨૫, ડિસેંબર, ૧ : વાઇસરૉયે આબકારી જકાત રદ કરતો વટહુકમ બહાર
પાડ્યો.. ૧૯૨૬, મા : વડી ધારાસભામાં આબકારી જકાત રદ કરતો ધારો પસાર થયો. ૧૯૨૬ : સવાયા સ્વરાજિસ્ટ' તરીકે મોતીલાલ નેહરુએ કસ્તૂરભાઈને
ઓળખાવ્યા. ૧૯૨૬, જૂન, ૨૬ : પ્રથમ ટેરિફ કમિશનની નિમણૂક. ૧૯૨૬ : અમદાવાદ મિલમાલિક મંડળ વતી પ્રથમ ટેરિફ કમિશન સમક્ષ
- જુબાની. ૧૯૨૫-૧૯૨૭ : મુંબઈમાં વારંવાર પડેલી મિલ હડતાલ. ૧૯૨૬ : આણંદજી કલ્યાણજીની પેઢીના કસ્તૂરભાઈ પ્રમુખ બન્યા. શત્રુંજય
યાત્રાવેરાનું પ્રકરણ. ૧૯૨૬ : પિતાની સ્મૃતિમાં ત્રણ ભાઈઓએ રૂપિયા છ લાખનું ટ્રસ્ટ કર્યું. ૧૯૨૭, જુલાઈ : ગુજરાતમાં રેલસંકટ, કસ્તૂરભાઈએ કરેલું રાહતકાર્ય. ૧૯૨૭ : અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કસ્તૂરભાઈ સરકારનિયુક્ત સભ્ય. ૧૯૨૮ : કસ્તૂરભાઈનું અ. મ્યુ.ના સભ્યપદેથી રાજીનામું. ૧૯૨૮ : સરદારનું અ. મ્યુ.ના પ્રમુખપદેથી રાજીનામું. ૧૯૨૮: સ્વદેશી સભાની સ્થાપના અને કામગીરી. ગ્રેસ સાથેની નિષ્ફળ
- વાટાઘાટો. ૧૯૨૮, મે, ૧ : રાયપુર મિલમાં ગાંધીજીને હસ્તે કેસનું ઉદ્ઘાટન. ૧૯૨૮: મજૂરોની વેતનવધારાની માગણી અંગે ગાંધીજી અને મંગળદાસના
- પંચનો ચુકાદો. ૧૯૨૮ : યુરોપની બીજી મુસાફરી. શારદાબહેનની માંદગી. ૧૯૨૮ : સાસુની માંદગી. નાસિકની મુસાફરી. અકસ્માત. બચાવ..
Scanned by CamScanner
Page #241
--------------------------------------------------------------------------
________________
જીવન-રેખા
૨૦૧
૧૯૨૮ : અરુણ મિલની સ્થાપના. ૧૯૨૮ : તારંગા તીર્થ અંગે દિગંબરો સાથે સમાધાન. ૧૯૨૯, જાન્યુઆરી : ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓની હડતાલ. ૧૯૨૯ : જિનીવા મજૂર પરિષદમાં મજૂરોના પ્રતિનિધિ તરીકે હાજરી. ૧૯૨૯ : માતાને હાડભંગ. ૧૯૩૦, માર્ચ, ૧૧ : ગાંધીજીની દાંડીકુચ. ૧૯૩૦, એપ્રિલ, ૧ : અમદાવાદના મિલમાલિકો ગાંધીજીને મળવા સ્પેશ્યલ
ટ્રેઈન કરીને સૂરત ગયા. ૧૯૩૧ : અરવિંદ મિલની સ્થાપના. ૧૯૩૨ : ટ્રસ્ટનાં નાણાં અંગે ગાંધીજીની શીખ. ૧૯૩૨ : બી. કે. મજુમદાર મળ્યા. ૧૯૩૨ : મઝિયારી મિલકતનું વિભાજન. ૧૯૩૨ : મોહિનાબાનું અવસાન. ૧૯૩૨ : નૂતન મિલની સ્થાપના. ૧૯૩૩ : સિમલામાં ત્રિપક્ષી પરિષદ. ૧૯૩૩ : પાનકોર નાકાની પેઢી પર દરોડો. ૧૯૩૩ : કૃષ્ણા અને રાજા હઠીસિંગનાં લગ્ન. ૧૯૩૩ : રાણકપુરનો જીર્ણોદ્ધાર. ૧૯૩૪ : પર્વતિથિની ચર્ચા પ્રસંગે ઊભા થયેલ મતભેદમાં મધ્યસ્થી. ૧૯૩૪ : જિનીવા મજુર પરિષદમાં ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ
તરીકે હાજરી. કુટુંબ સાથે યુરોપનો પ્રવાસ. ૧૯૩૪ : અખિલ ભારતીય વેપારઉદ્યોગ મહામંડળના અધ્યક્ષ થયા. અમદાવાદ
'મિલમાલિક મંડળના પ્રમુખ બન્યા. ૧૯૩૫, મે, ૧૫ : અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સ્થાપી. ૧૯૩૫, સપ્ટેબર : બીજા ટેરિફ કમિશનની નિમણૂક. તેની સમક્ષ જુબાની. ૧૯૩૬ : મિલમાલિકોએ વેતનકાપની જાહેરાત કરતાં ગાંધીજી અને કસ્તૂરભાઈના
પંચ વચ્ચે મતભેદ ઊભો થતાં જસ્ટિસ મડગાંવકરની નિમણૂક અને તેમનો ચુકાદો.
Scanned by CamScanner
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૦૨
પરંપરા અને પ્રગતિ
૧૯૩૬ : ભારત અને બ્રિટન વચ્ચેના વેપાર અંગેની સમિતિ પર નિમણુક ૧૯૩૬, જૂન, ૨૫ : ટેરિફ કમિશનનો રિપોર્ટ. ૧૯૭ : ઈંગ્લેંડમાં ચાર માસનું રોકાણ. ૧૯૩૭ : અનિલ સ્ટાર્ચ મેન્યુફેક્યરીંગ કંપનીની સ્થાપના. ૧૯૩૭ : લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજ શરૂ થઈ. ૧૯૩૭ : ન્યૂ કૉટન મિલની સ્થાપના. ૧૯૩૭ : રિઝર્વ બેંકના ડિરેકટર તરીકે વરણી. ૧૯૩૮ : રિઝર્વ બેંકના ગવર્નર તરીકે પ્રથમ હિંદી સર ચિતામણ દેશમુખની
કસ્તૂરભાઈના પ્રયત્નથી નિમણૂક ૧૯૩૮ : સારાભાઈ ડાહ્યાભાઈ ઠગાઈ પ્રકરણ. ૧૯૩૮ : પંચની પ્રથાનો અંત લાવવા અમદાવાદના મિલમાલિકોએ આપેલી
નોટિસ. ૧૯૩૯ : મિલમાલિકોએ પંચપ્રથાનો ભંગ કર્યો. છેવટે સમાધાન. ૧૯૪૧ : મુંબઈમાં પ્લૉટ લઈ મકાન બાંધ્યું. ૧૯૪૨, ઑગસ્ટ, ૯: ‘હિંદ છોડો’નું એલાન. અમદાવાદની મિલોની
ઐતિહાસિક હડતાળ. ૧૯૪૨, ઑગસ્ટ, ૧૭ : મુંબઈના મકાનમાં સુહૃદ સારાભાઈનું અવસાન. ૧૯૪૩: “કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસરના સભ્ય.
તેની નાણાં સમિતિના અધ્યક્ષ. ૧૯૪૩: રિઝર્વ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભામાં મકાનના પ્લાન
બનાવવાનું ભારતીય પેઢીને સોંપવાનો આગ્રહ કર્યો. ૧૯૪૩: ઇજિપ્તમાં ખરીદેલ રૂના પ્રશ્નનો વાટાઘાટથી ઉકેલ. દરિયાઈ વિમાનની
મુસાફરીમાં અપમાનજનક અનુભવ. ૧૯૪૪ : ગુજરાત વિશ્વવિદ્યાલય મંડળની સ્થાપના. ૧૪: નીલા પ્રોડકટ્સની સ્થાપના. ૧૯૪: બન્ને પુત્રોને અમેરિકા વધુ અભ્યાસ માટે મોકલ્યા. ૧૯૪ : hકત્તામાં બેંગાલ ટેકસ્ટાઇલ ઍસોસિયેશનની સ્થાપના કરીને
અંકુશિત કાપડની વહેંચણીની યોજના કરી.
Scanned by CamScanner
Page #243
--------------------------------------------------------------------------
________________
જીવન રેખા
૨૦૩
૧૯૪૪ : પૂર્વ આફ્રિકાના રૂ અંગે વાટાઘાટો,
૧૯૪૪ : અમદાવાદના કોમી હુલ્લડને શાંત કરવામાં બજાવેલી કામગીરી. ૧૯૪૫ : અમદાવાદમાં એન્જિનિયરિંગ કૉલેજની સ્થાપના અંગે મુંબઈના ગવર્નર લૉર્ડ બ્રેબોર્નની મુલાકાત.
૧૯૪૫ : સાથી રાજ્યોની કાપડ પરિષદમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કામગીરી.
૧૯૪૬ : અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાની પૂર્વતૈયારીરૂપે સવાપાંચસો એકર જમીન લીધી. ૧૯૪૬ : અમેરિકાની પ્રથમ મુલાકાત. પુત્રોને મળ્યા. સાઇનેમાઇડ કંપની સાથે વાટાઘાટો. અતુલ પ્રોડટ્સ લિ.ની સ્થાપના.
૧૯૪૬ : બ્રિટનના ટેક્સ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરર્સ સાથે વાટાઘાટો. ૧૯૪૭ : ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (પી. આર. એલ.)ની સ્થાપના. ૧૯૪૭ : દેલવાડાનાં દહેરાંનો જીર્ણોદ્ધાર કરવાનો આ. ક. પેઢીના ટ્રસ્ટીઓએ કરેલો નિર્ણય.
૧૯૪૭ : અમદાવાદ ટેક્સ્ટાઇલ રિસર્ચ ઍસોસિયેશન (અટીરા)ની સ્થાપના. ૧૯૪૮ : રૂની ખરીદી અંગે ભારત સરકાર વતી ઇજિપ્તની મુલાકાત. નિષ્ફળ વાટાઘાટો.
૧૯૪૮ : રૂની ખરીદી માટે ભારત સરકારના પ્રતિનિધિમંડળની આગેવાની લઈને કૅરોની મુલાકાત લીધી અને ભારત તથા બ્રિટન માટે ત્રણ લાખ ગાંસડી રૂનો સોદો કર્યો.
૧૯૪૮ : ગાંધી સ્મારક નિધિમાં પાંચ કરોડ રૂપિયા એકત્ર કરવા અંગેની સમિતિના અધ્યક્ષ.
૧૯૪૮ : એલ. ડી. એન્જિનિયરિગ કૉલેજ માટે રૂપિયા પચીસ લાખનું દાન. ૧૯૪૮ : ભારત સરકારે નીમેલી ખર્ચમાં કરકસર સૂચવવા માટેની સમિતિના
અધ્યક્ષ.
૧૯૪૮ : બંદર પસંદગી સમિતિના અધ્યક્ષપદે.
૧૯૪૮ : ઇન્કમટેક્સ કમિશનર વૈશ્યની તપાસ. ષણમુખમ્ ચેટ્ટીનું રાજીનામું. ૧૯૪૯ : હરિજનના મંદિરપ્રવેશનો પ્રશ્ન ઉકેલ્યો.
Scanned by CamScanner
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પરંપરા અને પ્રગતિ
૧૯૪૯ : અતુલ માટે જમીન ખરીદી. ૧૯૫૦ : અતુલના પ્લાન્ટનું બાંધકામ શરૂ થયું. ૧૯૫૦ : પત્નીનું અવસાન. ૧૯૫૦ : હૈદરાબાદ, મૈસુર અને ત્રાવણકોર રાજ્યોએ કરેલાં ધીરાણી અને
રોકાણોની રકમ અંગેની તપાસ સમિતિના અધ્યક્ષ. ૧૯૫૨ : લેંકેશાયર ખાતે આંતરરાષ્ટ્રીય સુતરાઉ કાપડ ઉદ્યોગ પરિષદમાં ભારતના
પ્રતિનિધિમંડળના નેતા તરીકે, ૧૯૫૨, માર્ચ, ૧૭ : અતુલના કારખાનાનું જવાહરલાલે ઉદ્ઘાટન કર્યું. ૧લાર : સાઈનેમાઈડ કંપનીએ પંદર લાખ રૂપિયાની રૉયલ્ટી જતી કરી. ૧૯૫૨ : ભારત સરકારના જાહેર બાંધકામ ખાતાની તપાસ સમિતિના અધ્યક્ષપદે. ૧૯૫ર : ન્યૂયોર્કમાં ફેડરલ રિઝર્વ બેંક ખાતે સન્માન સમારંભ. ૧૯૫૩ : જાપાનની મુલાકાત, સન્માન. ૧૯૫૩ : આઇ. સી. આઇ. સાથેનો કરાર મૅનેજિંગ એજન્સીના મુદ્દા પર
ભાંગી પડ્યો. ૧૯૫૪ : ભારતના ઔદ્યોગિક પ્રતિનિધિમંડળના નેતા તરીકે રશિયાની મુલાકાત. ૧૯૫૪ : ભારત આવેલ વિશ્વબેંકના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત. ૧૯૫૪ : અતુલની માગણીથી સરકારે ટેરિફ કમિશન નીમ્યું. ૧૯૫૫ : અટીક લિ.ની સ્થાપના. ૧૯૫૫ : પવાઈની આઈ. ટી. આઇ.ના ચૅરમેનપદે. ૧૯૫૫ : લા. દ. સાંસ્કૃતિક વિદ્યામંદિરની સ્થાપના. ૧૯૫૬ : ટી.ટી. કે. અતુલની મુલાકાતે. અતુલને રૂપિયા ત્રણ કરોડની લોન મળી. ૧૯૫૮ : અતુલમાં મજૂરોની ત્રણ માસની હડતાળ. ૧૯૬૧ : ડયુક ઑફ એડિનબરોની ભારતની મુલાકાત. મિલમાલિક મંડળના
પ્રમુખ તરીકે કસ્તૂરભાઈએ કરેલું સ્વાગત. ૧૯૬૨ : ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટની સ્થાપના. ૧૯૯૨ : રાણી એલીઝાબેથના માનમાં ભોજન-સમારંભ. ૧૯૦૨ : ધાર્મિક ટ્રસ્ટોની કામગીરીની તપાસ માટેના પંચ સમક્ષ જુબાની. ૧૯૬૨ : સ્કૂલ ઑફ આર્કિટેકચરની સ્થાપના.
Scanned by CamScanner
Page #245
--------------------------------------------------------------------------
________________
જીવન-રેખા ૨૦૫
૧૯૬૩ : તારંગા તીર્થના જીર્ણોદ્ધારનો પ્રારંભ.
૧૯૬૩ : સંઘની શુદ્ધિ ને એકતા માટે અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણોપાસક શ્રી સંઘ સંમેલન અમદાવાદમાં બોલાવ્યું. ૧૯૬૩ : લેંકેશાયરના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટ કરવા ઇંગ્લેંડ ગયા. ૧૯૭૨ : સ્કૂલ ઑફ અર્બન સ્ટડીઝ ઍન્ડ પ્લાનીંગની સ્થાપના. ૧૯૭૫ : ધંધામાંથી તેમ જાહેર જીવનમાંથી નિવૃત્ત. ૧૯૭૭ : અતુલના ચૅરમેનપદેથી નિવૃત્ત. ૧૯૮૦, જાન્યુઆરી, ૨૦ : અવસાન.
Scanned by CamScanner
Page #246
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
તા.૮ સપ્ટેમ્બર ૧૯૭૮ના રોજ એ. ડી. શ્રોફ મેમોરિયલ ટ્રસ્ટ પ્રકાશિત કસ્તૂરભાઈના અંગ્રેજી જીવનચરિત્રના વિમોચનવિધિ પ્રસંગે પુસ્તકનું વિમોચન
ર્યા પછી ગુજરાત રાજ્યના તે વખતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલે કરેલું પ્રવચન, કસ્તૂરભાઈના વ્યક્તિત્વ ને પુરુષાર્થનું યથાર્થ મૂલ્યાંકન કરતું હોઈ, અહીં ઉધૂત કરેલું છે.].
બહુમુખી પ્રતિભા એ. ડી. શ્રોફ ટ્રસ્ટનું એક ધ્યેય નવી પેઢી સમક્ષ આધુનિક ભારતના અર્થતંત્રના ઘડવૈયાઓનાં પ્રેરક જીવનચરિત્રો રજૂ કરવાનું છે. યોગાનુયોગ સૌથી પહેલું જ જીવનચરિત્ર એક અનેકવિધ પ્રતિભા ધરાવતા ગુજરાતના શ્રેષ્ઠિવર્યનું રજૂ થાય છે. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એક સફળ વેપારી અને ઉદ્યોગપતિ છે. એટલા જ માટે એમનું જીવન નવી પેઢીને માટે પ્રેરક અને અનુકરણીય બને છે એમ નથી, પણ આ જીવન અનેક દિશાઓમાં સિદ્ધિઓથી ભર્યુંભર્યું છે તેથી અનેક રીતે પ્રેરક બન્યું છે.
કાપડ-ઉદ્યોગમાં ભારતના માન્ચેસ્ટરનું બિરુદ અમદાવાદ પામ્યું છે. કસ્તૂરભાઈના ગ્રુપની મિલોનો એમાં નોંધપાત્ર ફાળો છે. એ ઉદ્યોગ વિકસાવવામાં અને એના આધુનિકરણમાં એમનો ફાળો છે. અમદાવાદ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિયેશન (અટીરા) ભારતભરમાં કાપડ-ઉદ્યોગ માટે અજોડ સંસ્થા છે. શેઠશ્રી કસ્તૂરભાઈ આ ઉદ્યોગને વિક્સાવીને અટકી ગયા નથી. દૂર દૂર વલસાડ પાસે અતુલનું રાસાયણિક રંગો વગેરેનું એક અદ્યતન નવા પ્રકારનું સંકુલ ઔદ્યોગિક રીતે અણવિકસિત એવા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એમણે વિકસાવ્યું છે.
ગુજરાતમાં ખાનગી ક્ષેત્રે ટ્રાન્સપોર્ટનું સ્ટેટ ટ્રાન્સપોર્ટની સ્થાપના પહેલાં ગુજરાત ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા આયોજન, વહાણવટાનો વિકાસ,
Scanned by CamScanner
Page #247
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
૨૦૭
વીમા ક્ષેત્રે, બંદરોનો વિકાસ વગેરેમાં એમને રસ રહ્યો છે.
ભારતના ભાગલા થયા પછી કરાંચી બંદરને બદલે નવું અદ્યતન બંદર પશ્ચિમ કિનારે વિકસાવવાનો યશ પણ એમને ફાળે જાય છે. ભારત સરકારે નીમેલી બંદરીય વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે કંડલા બંદરની પસંદગી અને વિકાસ એમને આભારી છે.
વેપાર-ઉદ્યોગના વિકાસમાં જેમ એમણે ઊંડી સમજ અને રસનો પરિચય આપ્યો છે તેમ શિલ્પ, સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પણ એમનું આકર્ષણ ઓછું નથી. ગાંધી આશ્રમનું આધુનિકરણ, સંગ્રહાલયનું સર્જન, આણંદજી કલ્યાણજી પેઢીના સંચાલક તરીકે ભારતનાં પ્રાચીન જૈન મંદિરોની જાળવણી અને દૃષ્ટિપૂર્ણ વિકાસ, લાલભાઈ દલપતભાઈ પુરાતત્વ વિદ્યામંદિરનું નિર્માણ અને સંવર્ધન વગેરે એમને આભારી છે.
આધુનિક શિક્ષણમાં ગુજરાત કદમ મિલાવી શકે એ માટે અમદાવાદ કેળવણી મંડળની સ્થાપના, વિનયન અને ઇજનેરી કોલેજ માટે ઉદાર સખાવતો, ભાવિમાં જન્મનાર યુનિવર્સિટી માટે વિશાળ જમીનનું સંપાદન કે જેને કારણે યુનિવર્સિટીને આજે પણ નવી નવી દિશાઓમાં પ્રસ્થાન કરવામાં અનુકૂળતા રહે છે તે અને આધુનિક અનેકવિધ સંસ્થાઓનું નિર્માણ એમને આભારી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અટીરા, ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી, ઇન્ડિયન ડિઝાઈન્સ ઇન્સ્ટિટ્યૂટ વગેરે જેવાં ભારતનાં અદ્વિતીય સંસ્થા-સર્જનો એમને આભારી છે.
ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ જેમ નવાં સાહસોને આભારી છે તેમ ઔદ્યોગિક શાંતિને આભારી છે. રાષ્ટ્રપિતા ગાંધીજીના સંપર્કમાં શરૂથી શેઠશ્રી કસ્તૂરભાઈ, અંબાલાલ સારાભાઈ વગેરે આવ્યા હતા. એમની દોરવણીથી માલિક-મજૂરનો સંઘર્ષ ટાળી સમજૂતીથી પ્રગતિ કરવાની પદ્ધતિ એ સૌએ સ્વીકારી. પરિણામે દેશના બીજા ભાગો કરતાં અમદાવાદમાં ઉત્પાદનમાં વિક્ષેપ ઓછો પડે છે. અને પ્રમાણમાં સારાં વેતનો મજૂરો મેળવી શકે છે. વળી ધારાસભાના સભ્યપદે ચુંટાયા તો કાપડઉદ્યોગ ઉપર ભારતના હિત વિરુદ્ધની નંખાયેલી સાડાત્રણ ટકાની આબકારી જકાત દૂર કરાવવાનું શ્રેય એમણે મેળવ્યું હતું.
ગુજરાતમાં વેપારી મહામંડળની સ્થાપના અને સંચાલન ભારતમાં
Scanned by CamScanner
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પરંપરા અને પ્રગતિ
અન્યત્ર બને છે એના કરતાં વિશિષ્ટ ભાતનાં બન્યાં, વેપાર અને ઉદ્યનું %િ જાળવવું, એમના નોને વાચા આપવી એ તો શી કોઇ કરે છે, પણ શ્રી કરભાઈ અને શ્રી અમૃતવા રબોવનદાશની દીવાળી હળ આ મંડળ ગુજરાતના વિકાસના નોને પ્રાધાન્ય આપવાની પ્રણાલિકા પા), નર્મદા યોજના, રાઓ, બંદરો, વહાણવટુ, ઘરી કેમીકલ સંકુલ, રિફાઇનરી, શયદળ, વગેરે માં ગુજરાત વેપારી મહામંડળ રશ હૈ, હ્યું છે એ એમાં અાવેલી પ્રણાધિકાને આભારી છે,
રાદાશ્રી વલ્લભભાઈ પટેલ અને દાદાસાહેબ માવળકરના નિક સાથીના નાતે એમણે, શરદાશ્રીએ જેમ ૧૯૨૭ના રે સંકટમાં વાળા આર્યો હતો તેમ, ગુજરાતમાં મહાગુજરાત સંકટ નિવાબ રસ્ટની સ્થાપના અને સંચાલન કરીને કુશ્તી આફતોમાં ગૃmતને પડખે ઊભા રહેવાનું સ્વીકાર્યું. દુષ્કાળ, પાણીની અછત, શ્રેરીની નિભાવ, વાવાઝોડું, અતિવૃષ્ટિ વગેરેમાં રાહત પહોંચવામાં આગળનો ભાગ લેવાની પ્રણાલિકા એમણે ઊભી કરી, આજે પણ એ પ્રાણાધિકા જળવાઈ રહી છે.
આજ શરદાર દ્વારા ભવન પણ શ્રી કસ્તૂરભાઈ શેની છીણી નજર અને દૂછીનું જન છે, - આખા સમાજના હિતનું જે ચિંતન કરે તે મહાજન ગણાય, કોઈ નાગરિક ભૂળી ન શકે એવું આથોજન મહાજન કરે, એ રીતે શ્રી કસ્તુરભાઈ મહાજન હા, ગુ ના શવાંગી વિકાસનું શરૂ ચિંતન એમણે કરેલું છે તેથી આ મહાજન શૌને માટે પ્રેક એવું સ્વી, દીર્ઘજીવન જીવ્યા છે, એમના અનુછીય ચિત્ર પ્રકાશન કરીને એ, ય, શ્રીફ ટ્રસ્ટે શુભારંભ કર્યો છે, શેઠશ્રી કસ્તૂરબાઈને ઉત્તમ આરોગ્ય શા દીધું ઇચ્છી એમના આ પ્રેરક જીવનવ્યક્તિનું વિમોશન છે.
Scanned by CamScanner
Page #249
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨
[શુક્રવાર, તા. ૮ સપ્ટેંબર ૧૯૭૮ના રોજ કસ્તૂરભાઈનું અંગ્રેજી જીવનચરિત્ર પ્રગટ થયું તેના વિમોચન પ્રસંગે તેમણે કરેલું પ્રવચન અહીં મૂકયું છે. લાં... . . . બી મજલને અંતે કોઈ મુસાફર કાપેલા પંથ પર દૃષ્ટિ કરે ને યાત્રાનો મથિતાર્થ કાઢે તેમ, કસ્તૂરભાઈ જીવનના સુદીર્ઘ પટ પર દૃષ્ટિપાત કરીને રાષ્ટ્રિય જાગૃતિના સમયને ગૌરવભેર યાદ કરે છે. સહપાન્થોના સદ્ભાવ ને સહકારનો ઉમળકાભેર ઋણ સ્વીકાર કરે છે અને અંતે વર્તમાન વિષમતામાંથી બહાર આવવા માટે નવી પેઢીને સહકાર અને સમજાવટનો માર્ગ અપનાવવાની સોનેરી શીખ આપે છે.]
પ્રમુખશ્રી જયકૃષ્ણભાઈ, ગુજરાત રાજ્યના પંતપ્રધાન શ્રી બાબુભાઈ પટેલ, ભાઈઓ તથા બહેનો,
સદ્ગત અરદેશર શ્રોફ મારા મિત્ર હતા. તેમની સાથેનો મારો સંબંધ ૪૦ વર્ષ પર્યંતનો હતો. તેમના સ્મરણાર્થે સ્થાપવામાં આવેલ એ. ડી. શ્રોફ મેમોરિયલ ટ્રસ્ટને મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને ટ્રસ્ટકાર્યને સફળતા ઇચ્છું છું. આ ટ્રસ્ટ ઔદ્યોગિક ક્ષેત્રે શિક્ષણકાર્ય કરે છે. આજે આ ટ્રસ્ટ યુવાનો માટે મારું જીવનચરિત્ર પ્રસિદ્ધ કરે છે તે પ્રસંગે બોલતાં સંકોચ અનુભવું છું. સૌનો સદ્ભાવ જોઉં છું સાંભળું છું અને મને લાગે છે કે મારે બોલવું જોઈએ—કાંઈક કહેવું જોઈએ.
હું શું કહ્યું?
મારા જીવનને લગતું આ પુસ્તક બહાર પડે છે, ત્યારે ઘણી જાતની લાગણીઓ જાગે છે. મને અપાયેલું આ પુસ્તક લેતાં અનેક વિચારો મનમાં આવે છે. પહેલો વિચાર મારા જીવનને અંગે આવે છે અને ત્યા૨ે પ્રેમ અને શુભેચ્છાઓ આપનારાં સહુના ૠણનો સ્વીકાર કરું છું.
આપણા જીવનમાં સૌથી પહેલું ઋણ માતાપિતા પ્રત્યેનું હોય છે. મારી
Scanned by CamScanner
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પરંપરા અને પ્રગતિ
બાના સ્નેહ વિના અને મારા પિતાએ શીખવેલી શિસ્ત વિના મારું જીવન આટલું સુખદ ન બન્યું હોત. મારા ભાઈઓ ચીમનભાઈ તથા નરોત્તમભાઈ, મારી બહેનો, મારાં પત્ની અને અન્ય કુટુંબીજનોનો પ્રેમ મને મળ્યો છે. એમણે મને જે આપ્યું છે તેનાથી મારુ જીવન ધન્ય બન્યું છે.
મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ તથા દાદાસાહેબ માવળંકર સાથે મને કામ કરવાની તક મળી. તેમનાં માર્ગદર્શન, પ્રેરણા અને સ્નેહ મળ્યાં તેને હું મારું અહોભાગ્ય માનું છું.
મારા જીવનમાં લોકહિતનાં કાર્યોમાં અને ઔદ્યોગિક ક્ષેત્રે અનેક મહાનુભાવોનાં માર્ગદર્શન અને સાથસહકાર મને મળ્યાં છે, કોનાં નામ યાદ કરું અને કોનાં બોલું? સર્વશ્રી પુરષોત્તમ હઠીસિંગ, ચંદુલાલ લલ્લુભાઈ, અંબાલાલ સારાભાઈ, ઘનશ્યામદાસ બિરલા, લાલા શ્રીરામ, વિક્રમ સારાભાઈ, રવિશંકર મહારાજ, બી. કે. મજુમદાર, ચન્દ્રપ્રસાદ દેસાઈ જેવા સહુને કૃતજ્ઞતાની ઊંડી લાગણી સાથે આજે સંભાર છું.
આ ઉંમરે હવે વિચાર કરું છું ત્યારે લાગે છે કે સારુ એવું લાંબું કહી શકાય તેવું જીવન જીવ્યો છું. સુખદુ:ખના સારાનરસા અનેક પ્રસંગોમાંથી પસાર થયો છું. પરિસ્થિતિ કેટલીકવાર વિષમ બની જાય છે. આવી વિષમ પરિસ્થિતિમાં ટકી રહેવા માટેઅનેકોના સહકાર અને સાથ મળ્યા છે. સાથ આપનાર સૌનો હું દેવાદાર છું. દેશસેવકો, ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, ગુજરાતના—ખાસ કરીને અમદાવાદના નગરજનો, જીવનના અનેક પ્રસંગોમાં મારી સાથે અમારા પરિવારની સાથે રહ્યા છે. કામ કરવાની મારી એક રીત છે. આ રીતથી કેટલીકવાર બીજાને માઠું લાગી જાય એવું પણ બને છે, એ હું જાણું છું. મારા સાથીદારોએ મને સારી રીતે કામ કરવા દીધું છે, કરી આપ્યું છે અને ઉમંગથી કામમાં પૂરો સહકાર આપ્યો છે. આવા સાથીદારો મળ્યા એ મારું સદ્ભાગ્ય છે. આજે હું તે બધા માટે પ્રેમની લાગણી અનુભવું છું. ગેરસમજ થાય તેવા પ્રસંગોએ પણ મારા તરફના સદ્ભાવ અને આદરને કારણે મને ખોટી રીતે ન સમજ્યા એ માટે હું ખરેખર ઋણી છું.
આ દેશના સંક્રાંતિકાળની વેળાએ જીવવાનો અને દેશનાં કાર્યોમાં ભાગ લેવાનો અવસર સાંપડ્યો એ પણ એક મોટું સદ્ભાગ્ય હતું. રાષ્ટ્રનું સ્વપ્ન મૂર્તિમંત બને એવું તો હજારો વર્ષોમાં કવચિત્ જ બનતું હોય છે.
Scanned by CamScanner
Page #251
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨
૨૧૧
મારું અને મારી આ પેઢીના સૌનું સદ્ભાગ્ય હતું કે રાષ્ટ્રના સ્વપ્નને, સ્વાધીનતાના સ્વપ્નને સિદ્ધ થતું અમો નજરોનજર નિહાળવા ભાગ્યશાળી બન્યા. આ બહુ મોટી ઘટના છે. લાગે છે કે એક અદ્ભુત પ્રસંગ છે.
આ જૂનાં વીતેલાં વર્ષોને યાદ કરું છું અને નજીકનાં વર્ષોનો વિચાર કરું છું ત્યારે ખિન્નતા અનુભવું છું. તાજેતરનાં વર્ષોમાં આવું બધું આ દેશમાં કેમ બન્યું, કેવી રીતે બની શકયું એમ પૂછવાનું મન થઈ આવે છે. પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું કે હવે કદીય આ દેશમાં આવું ન-બને.
પણ માત્ર પ્રાર્થનાથી જ કાર્ય પૂરું થતું નથી. આ દેશમાં કોઈ કારમી કમનસીબી કદીય ઊતરી ન પડે એવું ખરેખર ઇચ્છતા હોઈએ તો આપણે સહુએ કાંઈક કરવું પડશે. અત્યારની પરિસ્થિતિમાંથી આગળ આવવું હોય, પાર ઊતરવું હોય તો સહુએ સાથે મળીને કામ કરવું પડશે. જીવનના અનુભવમાંથી શીખ્યો છું કે સર્વના સહકારથી અને સમજાવટથી જ સારું પરિણામ આવે છે. અમદાવાદમાં —ગુજરાતમાં તો મહાજનની—વ્યાપારી મહાજનની અને મજૂર મહાજનની— પરંપરા છે, અને ટકી રહી છે. મહાજન એટલે જ સહકાર અને સમજાવટ. આપણે સહકાર સમજાવટની આપણી પરંપરા બરાબર જાળવીએ. સમગ્ર દેશ આગળ તેનો નમૂનો મૂકીએ જેનાથી પ્રેરણા મળે. આમ થશે તો મને લાગે છે કે ઊજળા દિવસો ઊગી નીકળશે. સમાજમાં અને જીવનમાં, રાજકારણમાં અને ઉદ્યોગમાં, વ્યાપારમાં અને વ્યવહારમાં આજે સહકાર અને સમજાવટની જરૂર છે. રાજપુરુષો, ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, કામદારો અને ગ્રાહકો સૌનાં હિત સામસામાં નથી. સામસામાં અથડાવામાં પણ નથી. સૌનાં હિત સૌના સહકારમાં જ છે, સૌની સમજાવટમાં છે. આપણે આ ભાવના સમજવાની છે, સાકાર કરી બતાવવાની છે.
જીવનમાં લાંબાં વર્ષો જીવ્યા પછી અને સુખદુ:ખના અનેક પ્રસંગોમાંથી પસાર થયા પછી મારી આ અનુભવની વાણી છે. આશા રાખું છું કે મારા ધર્મનાં, સમાજનાં, રાજ્યનાં અને દેશનાં સહુ ભાઈબહેનો અને સ્વજનો આ સાંભળે, સમજે અને આચરણમાં મૂકે.
જીવનનાં વિવિધ ક્ષેત્રોમાંથી તમે સૌ આવ્યા છો. તમે મને સાંભળ્યો અને મારા પ્રત્યે જે સદ્ભાવ બતાવ્યો છે તે બદલ હું તમારા સર્વનો અંત:કરણપૂર્વક આભાર માનું છું.
Scanned by CamScanner
Page #252
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩
[૧૯૭૭માં કસ્તૂરભાઈ અતુલ લિ.ના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા ત્યારે તેમણે લૅરહોલ્ડરો સમક્ષ રજૂ કરેલું વક્તવ્ય અહીં મુદ્રિત કરવાનું કારણ એ કે અતુલની સ્થાપનાથી પોતે નિવૃત્ત થયા ત્યાં સુધીમાં અતુલે સાધેલા વિકાસની ટૂંકી પણ સંકલિત રૂપરેખા અહીં ઉપલબ્ધ થાય છે. તે સાથે કાપડ-ઉદ્યોગના અનુભવમાંથી કાઢેલા તારણનો પોતે અહીં કેવી સફળ રીતે વિનિયોગ કર્યો હતો તે સમજાય છે. છેવટના શબ્દો કંપનીના કર્મચારીઓ પ્રત્યેની કુટુંબના વડીલના જેવી વત્સલતાનો સ્પર્શ કરાવી જાય છે.]
અતુલ પ્રોડકટ્સ લિ.ના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા ત્યારે શ્રી કસ્તૂરભાઈએ આપેલું પ્રવચન:
મારે આ નિવેદન પૂરું કરતાં પહેલાં તમોને જણાવવા માંગું છું કે મેં તમારી કંપનીના અધ્યક્ષપદેથી નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય નિવૃત્ત થવાના મારા કાર્યક્રમ અનુસાર છે.
સને ૧૯૪૭માં આ કંપનીની સ્થાપના થઈ ત્યારથી તેના અધ્યક્ષ તરીકે હું તેના વહીવટ સાથે સંકળાયેલો છું. અધ્યક્ષ તરીકેની જવાબદારીઓ અદા કરવા મેં યથાશક્તિ પ્રયત્ન કર્યા છે. અધ્યક્ષ તરીકે મને તમો સૌને અવારનવાર મળવાની અને તમારા મંતવ્યો સમજવાની તક મળી છે.
૧૯૪૭ની સાલમાં અતુલની કંપની તરીકે સ્થાપના કરેલ. કારખાનું ૧૫ની સાલમાં શરૂ ક. ૧૧૨૫ એકર જમીન ઉપર પથરાયેલા અતુલ પ્રમાણે છે:
થાળી કંપનીઓની શરૂઆત અને આજની સ્થિતિ નીચે
Scanned by CamScanner
Page #253
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩
૨૧૩
આરંભમાં રૂ. ૧,૦૦,૦૦,૦૦૦ રૂ. ૨૪,૬૩,૪૩૩
મૂડી ઉત્પાદન પ્રો : ડાઇઝ
૧૯૭૬ને અંતે રૂ. ૪,૨,૦૦,૦૦૦ રૂ. ૩૦,૪૯,૩૩,૩૦૭
ડાયરેકટ ડાઇઝ, ઍસિડ ડાઈઝ અને સલ્ફર બ્લેક
ડાઇઝ ઇન્ટર–
ફાર્માસ્યુટીકલ્સ સફાડાયેઝાઈન અને
સફાથીયાઝોલ ફાર્માસ્યુટીકલ્સ ઇન્ટરમીડીયેટ્સ પેસ્ટીસાઈડ બેઝીક ઇનઓરગેનીક
ડાયરેક્ટ ડાઇઝ, ઍસિડ ડાઇઝ, નેથોલ્સ, બેઝીન્સ, સડાઇઝ, ડીસ્પર્સ ડાઇઝ, પીગેટ્સ,
ઓપ્ટીકલ બ્રાઇટનર્સ. એચ. એસિડ, ગમ્મા ઍસિડ, ચીકાગો ઍસિડ, બેટા નેથોલ અને બીજા ઘણા ઇન્ટરમીડીયે. કવીનીઓકો ક્લોર, નીકેથમાઇડ, મેનેડીયોન સેકેરીન વગેરે. મેશ્યલ ડાયકલોરો એસીટેટ ઇત્યાદિ. ૨, ૪-ડી. સક્યુરીક ઍસિડ, ઓલીમસ, ક્લોરોસલ્ફોનીક ઍસિડ, કૉસ્ટિક સોડા, કૉસ્ટિક પોટાસ. સોડીયમ સલ્ફાઈડ, ક્લોરિન, હાઇડ્રોક્લોરિક ઍસિડ, ફૉસ્ફરસ ટ્રીક્લોરાઈડ વગેરે. રૂ.૪૭,૯૫,૧૧,૦૯૭ રૂ. ૩,૪૬,૦૦,૦૦૦ રૂ. ૨૫,૩૩,૪૦,૭૭૮ (ગ્રોસ) રૂ. ૪૨૫,૨૨,૭૨૯ (નેટ)
રૂ. ૧૭,૮૪,૬૯૬
વિચાણ: નિકાસ: અસ્કયામતો:
રૂ. ૧,૬૦,૪૫,૯૭૨
નફો:
રોકાણ:
બીજી કંપનીઓમાં
- રૂ. ૨,૪૦,૦૭૧
રૂ. ૩,૩૭,૯૬,૦૧૦
Scanned by CamScanner
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પરંપરા અને પ્રગતિ
આરંભમાં
૧૯૭૬ને અંતે
રોજગારી:
અતુલમાં
૨૬૪૦ ૧
૩૩૭
૨૮૪૦ બીજી કંપનીઓમાં:
આજથી ૨૫ વર્ષ પહેલાં આ ૧૧૨૫ એકરની મોટાભાગની જમીન ઉપર માત્ર ઘાસ ઊગતું હતું. પીવાના અને ખેતીના પાણીની અછત હતી. આજુબાજુના વિસ્તારમાં રોજગારીની તકો ઘણી જૂજ હતી. આદિવાસી પ્રદેશમાં આવેલ આ વિસ્તારમાં સામાજિક જીવન પણ ક્ષુબ્ધ હતું. એ જગ્યાએ પાર નદી ઉપર એક બંધ બાંધી ૨૧ કરોડગેલન પાણી માય એવો બંધ બનાવી ૧ લાખ કરતાં પણ વિશેષ વૃક્ષોથી થયેલી વનરાજિ, રહેવાના નાનામોટા, સુંદર અને નજીવા ભાડે આપેલા વસવાટો, બાલમંદિરથી માંડી અનુસ્નાતક સુધીનું શિક્ષણ આપતી સંસ્થાઓ, દવાખાનાં, બૅન્ક, પોલીસ સ્ટેશન, સારા રસ્તાઓ, વાહન વ્યવહાર, અતુલનું રેલવે સ્ટેશન, કૂવાઓમાં જળવાઇ રહેતી પાણીની સપાટી, કુલ્લે ૫૫૦૦ માણસોને મળેલી રોજગારી અને તેને કારણે, વિકસેલા નાનામોટા બીજા ઉદ્યોગો અને સર્વિસીસ, ૨૫ વર્ષમાં થયેલું આ મોટું સામાજિક પરિવર્તન છે. સ્ત્રીઓને પણ મળેલી રોજગારીની તકોને કારણે આર્થિક સ્વતંત્રતાના કારણે, તેમનો સામાજિક મોભો અને જીવન આમૂલ બદલાઈ ગયું છે. ટુંકાણમાં કહીએ તો જંગલમાં મંગલની સ્થાપના થઈ છે.
અતુલની થયેલી પ્રગતિ આથી વિશેષ થઈ શકી હોત કે કેમ તે અંગે જુદા જુદા અભિપ્રાયો શક્ય છે. આ વિવાદમાં નહિ ઊતરતાં જે કાંઈ પ્રગતિ થઈ છે તેમાં કેટલીક વ્યક્તિઓ, સંસ્થાઓ, નિર્ણયો અને નીતિઓનો ફાળો સીમાસ્તંભ સમાન છે. તેમને આજે યાદ કરી હું ઋણમુક્ત થવા માગું છું. હું સ્વર્ગસ્થ શ્રી ધીરજલાલ ભૂલાભાઈ દેસાઈને અંજલિ આપું છું.
તે અમેરિકન સાઈનેમાઈડ નામની મોટી ઔદ્યોગિક કંપનીને હિંદુસ્તાનમાં ઉદ્યોગ સ્થાપવામાં રસ છે એવો પ્રસ્તાવ લાવેલા. મને યાદ છે કે અમેરિકન સાઈનેમાઈડના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી એસ. સી. મૂડીએ આર્ષદ્રષ્ટાની વાણીમાં મને જણાવ્યું કે રંગરસાયણના ઉદ્યોગના વિકાસને કોઈ સીમા હોતી નથી. માટે આ
Scanned by CamScanner
Page #255
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩
૨૧૫
• ઉદ્યોગની સ્થાપના કરતી વખતે ખૂબ વિશાળ જગા, રોજના બે થી ત્રણ કરોડ ગેલન પાણીની સુવિધા અને તેટલા જ પ્રમાણમાં ગંદા પાણીનો નિકાલ થઈ શકે તેવી શક્યતાઓને નજરમાં રાખીને જગ્યાની પસંદગી કરજો. શ્રી મૂડીની આવી દૂરંદેશી દૃષ્ટિને કારણે જ અતુલનું આટલા પ્રમાણમાં આયોજન કરેલું. અતુલના વિકાસનો યશ તેમના ફાળે જાય છે.
- ભૂતપૂર્વ જનરલ મેનેજર શ્રી બી. કે. મજુમદારનો ફાળો અતુલની સ્થાપનાથી તેના આજદિન સુધીના વિકાસમાં અનન્ય રહ્યો છે. તેમણે જમીનની મોજણી સંપાદન કરી સાથે કારખાનું સ્થાપના દિવસરાત કાર્ય કર્યું. તેમણે તેમની બધી જ રાજકીય, શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ અને અમદાવાદ શહેરનો વસવાટ છોડ્યો. તેમણે વલસાડને તેમનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું. જંગલને મંગલ બનાવવામાં અને બીજી ઔદ્યોગિક, સામાજિક અને શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવામાં તેમનો સવિશેષ ફાળો છે.
૧૯૫૩માં હિંદી સરકારના વાણિજ્ય મંત્રી સદ્ગત શ્રી ટી. ટી. કૃષ્ણમાચારી અતુલનું કારખાનું જોવા આવ્યા. તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. તેમણે મને પૂછયું કે શા માટે તમે અતુલનું મોટા પાયા ઉપર વિસ્તૃતિકરણ કરતા નથી? મેં જવાબ આપ્યો કે મારી પાસે તે માટે નાણાં નથી. તેમણે સૂચન કર્યું કે મારે તેમને દિલહીમાં મળવું. તે વખતે શ્રી સી. ડી. દેશમુખ નાણાંપ્રધાન હતા. તેઓ પણ મને સારી રીતે ઓળખતા હતા. તેમણે મને પૂછયું કે અતુલના વિસ્તૃતિકરણ માટે કેટલાં નાણાંની જરૂર છે. મેં ત્રણ કરોડ રૂપિયાનો અંદાજ જણાવ્યો. હિંદી સરકારે અતુલને ૪ ટકાના વ્યાજે ૧૧ વર્ષની મુદતની ત્રણ કરોડ રૂપિયાની લોન આપી. મને પાછળથી વિચાર આવ્યો કે મેં પાંચ કરોડ માગ્યા હોત તો મને મળ્યા હોત. અતુલના વિકાસમાં હિંદ સરકારનો, શ્રી કૃષ્ણમાચારી તથા શ્રી દેશમુખનો મોટો ફાળો છે. આવી મોટી લોન આ શરતે ન મળી હોત તો અતુલનો ટૂંકા સમયમાં જેટલો વિકાસ થયો તેટલો ન થયો હોત.
અતુલ બોર્ડના ડિરેકટર સાહેબો, તેનો અધિકારી વર્ગ, સ્ટાફ તથા કારીગરભાઈઓએ અતુલને તેમનું પોતાનું કારખાનું ગયું છે અને તેના વિકાસમાં સાથ આપ્યો છે. તેમની શાણી સલાહ, કાર્યદક્ષ, સહૃદયી અને સન્ત પરિશ્રમભરી સેવાઓ અનુલ માટે ગૌરવનો વિષય છે. તેમનો ફાળો નાનોસૂનો
Scanned by CamScanner
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૧૬
પરંપરા અને પ્રગતિ
નથી. એ જ પ્રમાણે શેરહોલ્ડર સાહેબોએ હંમેશાં કંપનીના વહીવટમાં વિશ્વાસ મૂક્યો છે. જ્યારે જ્યારે વહીવટદારોએ નવી મૂડી બહાર પાડવાના નિર્ણયો કર્યા ત્યારે ત્યારે તેને સહર્ષ વધાવી લીધા અને ભરણું હંમેશાં છલકાવી દીધેલું. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, નાણાંકીય નિગમો તથા અન્ય બેન્કો પણ ડિબેન્ચર અન્ડર રાઈટ કરીને તથા અન્ય નાણાંકીય સવલતો પૂરી પાડીને અતુલના વિકાસમાં સહાયરૂપ થયા છે.
કંપનીના વહીવટમાં તેના ડિસ્ટ્રીબ્યુટરોએ ઘણો યશસ્વી ભાગ ભજવ્યો છે. મોટા ભાગના ડિસ્ટ્રીબ્યુટરો અતુલની મેનેજમેન્ટ સાથે શરૂઆતથી જ ગાઢપણે સંકળાયેલા છે. તેમની સાથેના સંબંધો કૌટુંબિક કક્ષાએ અને સુમધુર રહ્યા છે. તેઓ પણ અતુલની મહત્ત્વની સિદ્ધિના ભાગીદારો છે.
" વિદેશી સહયોગીઓ સાથેના આપણા સંબંધો મીઠા અને સૌજન્યભર્યા રહ્યા છે. અતુલનું કામકાજ અમેરિકન સાઈનેમાઈડના સહયોગથી શરૂ થયું. સીબા જોડે પણ શરૂઆતથી જ સહયોગ હતો. ત્યારબાદ ઇંગ્લેંડની આઈ.સી.આઇ. કંપની તરફથી આપણને દરખાસ્ત મળી કે આપણે તેમની ભાગીદારીમાં વેટ રંગો બનાવવા જોઈએ. શરૂઆતમાં અમેરિકન સાઇને માઇડની અનિચ્છા હોઈ આપણે આગળ વધ્યા નહિ. પરંતુ પાછળથી સાઈનેમાઈડે સંમતિ આપતાં આપણે આઈ.સી.આઈ. જોડેની ભાગીદારીમાં અટીકની સ્થાપના કરી. સીબા જોડે સહયોગમાં સીબાનુલ સ્થપાયું. આ બાબતમાં આઇ.સી.આઈ.ના સર માઈકેલ કલેફામનો એને સીબાના ડો. રોબર્ટ કપેલીનો ફાળો નોંધપાત્ર છે. આ ત્રણે વિદેશી કંપનીઓ જોડેના સંબંધો ઉત્તરોત્તર વધુ ગાઢ થતા રહ્યા છે. આનું કારણ એ છે કે આપણે ધંધાના વિસ્તૃતિકરણ કરતાં આપણા સંબંધો તરફ વધારે ધ્યાન આપીએ છીએ.
કાપડ ઉદ્યોગના અનુભવમાંથી અમો ત્રણ નીતિ વિષયક તારણો પર આવેલા: (૧) માલની કિંમત કરતાં તેની ગુણવત્તા (quality) અને તે પણ એકધારી ગુણવત્તા એ વધારે અગત્યની ચીજ છે. માલ સારો હશે તો ભાવ મળવાનો જ છે. અતુલે તેના માલની ગુણવત્તા સાતત્યપણે જાળવી રાખી છે. તે કારણે અતુલના માલોની મંદીના વખતમાં પણ દેશવિદેશમાં સારી માંગ રહેલી છે. તેના દેશપરદેશના વાપરનારાઓ અતુલના માલની લેબોરેટરીમાં
Scanned by CamScanner
Page #257
--------------------------------------------------------------------------
________________ પરિશિષ્ટ 3 217 કાસણી કરવી ઔપચારિક લેખે છે. (2) બીજી વાત છે માર્કેટીંગ પોલિસી. કંપનીની સાથે કામ કરનાર કોઈ પણ વેપારીને નુકસાન ન જાય તેવી સતત તકેદારી રાખવાની નીતિ આપણે અનુસર્યા છીએ. માલના બજારભાવો વધ્યા હોય છતાં ઓછા ભાવના સોદાઓનો હંમેશાં અમલ કર્યો છે અને ક્યારેય ટૂંકા ગાળાના લાભોથી ચલિત થયા નથી. આના કારણે અતુલની સાથે ધંધો કરનારા વેપારીઓનો અતુલે અચલિત વિશ્વાસ સંપાદન કર્યો છે. (3) અધિકારી વર્ગને પૂરતા પ્રમાણમાં સત્તા અને જવાબદારીઓ સોંપવામાં આવ્યાં છે અને મેનેજમેન્ટ હંમેશાં તેમને પડખે ઊભી રહી છે. આ નીતિને કારણે કંપનીને વિશ્વાસુ, પ્રામાણિક અને કાર્યદક્ષ અધિકારીઓ મળ્યા છે અને તેને લીધે તેઓએ કંપનીની નોકરીને જીવનપર્યંતની કારકિર્દી બનાવી છે. - બીજા ઉદ્યોગની સરખામણીએ ખાસ કરીને રંગરસાયણના ઉદ્યોગમાં કારીગરોનું સ્વાથ્ય અને વ્યવસાયજન્ય રોગ એ અગત્યનો પ્રશ્ન રહે છે. ૧૯૬૦-૬૧ની સાલમાં આપણે આપણા ડૉકટર દશરથ દેસાઈને આ ક્ષેત્રની ખાસ તાલીમ અર્થે વિદેશ મોકલેલા. તેને કારણે રસાયણિક ઉદ્યોગમાં કામ કરતા આપણા કારીગરોનું સ્વાથ્ય વ્યવસાયજન્ય રોગોની બાબતમાં સંતોષકારક રહ્યું છે. આજથી 15-20 વર્ષો પૂર્વે વ્યવસાયથી થતા રોગ અંગે હિંદુસ્તાનમાં ભાગ્યે જ કોઈ વહીવટદારોએ આવી કાળજી લીધી હશે. કામદાર અને કર્મચારીઓના લ્યાણમાં કંપનીનું કલ્યાણ રહેલું છે તે નીતિનું આ એક જવલંત ઉદાહરણ છે. ' હું મારું વક્તવ્ય પૂરું કર્યું તે પહેલાં બે અનિચ્છનીય પ્રસંગોનો ઉલ્લેખ કરે તે અસ્થાને નહિ લેખાય, પહેલો પ્રસંગ ૧૯૫૮ની સાલમાં બનેલો. પાંચ માસની હડતાલનો અને બીજો શેરહોલ્ડર સાહેબો સાથે ૧૯૭૩ની સાલમાં ડિવિડન્ડની બાબતમાં થયેલો મનદુ:ખનો પ્રસંગ. આ બંને પ્રસંગોમાં જે કોઈ કારીગરભાઈઓને કે શેરહોલ્ડરભાઈઓને કાંઈ દુ:ખ પહોંચ્યું હોય તે બદલ હું દિલગીર છું અને તેમની ક્ષમા ચાહું છું. મને આશા છે કે મને મળેલા સહકાર અને પ્રેમ સૌના તરફથી મારા અનુગામીઓને મળી રહેશે અને તેઓ છેલ્લાં પચીસ વર્ષ દરમ્યાન સ્થાપેલી ઉજજવળ પ્રણાલિકાઓ જાળવશે અને કંપની ઉત્તરોત્તર પ્રગતિ કરશે. Scanned by CamScanner