SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન રેખા ૨૦૩ ૧૯૪૪ : પૂર્વ આફ્રિકાના રૂ અંગે વાટાઘાટો, ૧૯૪૪ : અમદાવાદના કોમી હુલ્લડને શાંત કરવામાં બજાવેલી કામગીરી. ૧૯૪૫ : અમદાવાદમાં એન્જિનિયરિંગ કૉલેજની સ્થાપના અંગે મુંબઈના ગવર્નર લૉર્ડ બ્રેબોર્નની મુલાકાત. ૧૯૪૫ : સાથી રાજ્યોની કાપડ પરિષદમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કામગીરી. ૧૯૪૬ : અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાની પૂર્વતૈયારીરૂપે સવાપાંચસો એકર જમીન લીધી. ૧૯૪૬ : અમેરિકાની પ્રથમ મુલાકાત. પુત્રોને મળ્યા. સાઇનેમાઇડ કંપની સાથે વાટાઘાટો. અતુલ પ્રોડટ્સ લિ.ની સ્થાપના. ૧૯૪૬ : બ્રિટનના ટેક્સ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરર્સ સાથે વાટાઘાટો. ૧૯૪૭ : ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (પી. આર. એલ.)ની સ્થાપના. ૧૯૪૭ : દેલવાડાનાં દહેરાંનો જીર્ણોદ્ધાર કરવાનો આ. ક. પેઢીના ટ્રસ્ટીઓએ કરેલો નિર્ણય. ૧૯૪૭ : અમદાવાદ ટેક્સ્ટાઇલ રિસર્ચ ઍસોસિયેશન (અટીરા)ની સ્થાપના. ૧૯૪૮ : રૂની ખરીદી અંગે ભારત સરકાર વતી ઇજિપ્તની મુલાકાત. નિષ્ફળ વાટાઘાટો. ૧૯૪૮ : રૂની ખરીદી માટે ભારત સરકારના પ્રતિનિધિમંડળની આગેવાની લઈને કૅરોની મુલાકાત લીધી અને ભારત તથા બ્રિટન માટે ત્રણ લાખ ગાંસડી રૂનો સોદો કર્યો. ૧૯૪૮ : ગાંધી સ્મારક નિધિમાં પાંચ કરોડ રૂપિયા એકત્ર કરવા અંગેની સમિતિના અધ્યક્ષ. ૧૯૪૮ : એલ. ડી. એન્જિનિયરિગ કૉલેજ માટે રૂપિયા પચીસ લાખનું દાન. ૧૯૪૮ : ભારત સરકારે નીમેલી ખર્ચમાં કરકસર સૂચવવા માટેની સમિતિના અધ્યક્ષ. ૧૯૪૮ : બંદર પસંદગી સમિતિના અધ્યક્ષપદે. ૧૯૪૮ : ઇન્કમટેક્સ કમિશનર વૈશ્યની તપાસ. ષણમુખમ્ ચેટ્ટીનું રાજીનામું. ૧૯૪૯ : હરિજનના મંદિરપ્રવેશનો પ્રશ્ન ઉકેલ્યો. Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy