SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમના અભિલાષી ૧૭૭ ભારતીય પરંપરા પ્રમાણે ઘડાયેલાં. અંબાલાલનાં બાળકો પાશ્ચાત્ય રંગે રંગાયેલાં. દરેક પોતાની ઇચ્છા મુજબ અનોખી રીતે ચાલે. સ્તરભાઈ સાર્વજનિક કામોને કર્તવ્યરૂપે અપનાવે. અંબાલાલનું એવાં પ્રમોમાં પ્રત્યક્ષ પડવાનું ખાસ વલણ નહીં. કસ્તૂરભાઈ લાની સાથે તીર્થના ઉદ્ધાર માટે હૃદય રેડીને કામ કરતા. અંબાલાલ ક્લાના પ્રેમી ખરા, પણ ધર્મનાં બાહ્ય વિધિવિધાનોમાં માને નહીં. કસ્તુરભાઈ આહારવિહારમાં મર્યાદા રાખનારા. અંબાલાલ મર્યાદામાં ખાસ માને નહીં. તેઓ રમતગમત, ઘોડેસવારી, બાગબગીચા, ખાનપાન ને આનંદપ્રમોદના શોખીન હતા. કસ્તૂરભાઈ સાદાઈના આગ્રહી. સમાજની વચ્ચે રહીને સહકાર ને સમજાવટથી કામ લેવાનું તેમને ફાવે. અંબાલાલ સમાજથી અલગ રહીને કેવળ બુદ્ધિપૂત ભૂમિકા પર વ્યવહાર કરતા. વ્યવહારકુશળ કસ્તૂરભાઈના પ્રમાણમાં અંબાલાલ અતડા સ્વભાવના લાગે. બંને મિત્રો રાષ્ટ્રપ્રેમી. બંનેએ રાષ્ટ્રહિતનાં કામોમાં મદદ કરી છે. બંનેને તેમના જમાનાના રાષ્ટ્રીય નેતાઓ સાથે ગાઢ સંબંધ હતો. સારાભાઈ કુટુંબના અમુક સભ્યોનો રાષ્ટ્રીય લડતમાં પ્રત્યક્ષ ફાળો રહેલો છે. કસ્તૂરભાઈ કોઈની સાથે અમુક મર્યાદાથી વિશેષ સ્નેહસંબંધ બાંધી શકેલ નહીં, ત્યારે સારાભાઈ કુટુંબ સાથે ગાંધીજીથી માંડીને અનેક નેતાઓનો નિકટ સંબંધ બંધાઈ ગયો હતો. જાહેર કામોમાં મતભેદ હોવા છતાં વ્યક્તિગત સંબંધો ખિલવવાની ને ટકાવી રાખવાની કુનેહ સારાભાઈ કુટુંબની ખાસિયત બની ગઈ છે. બીજી તરફ કસ્તૂરભાઈ સામે ચાલીને ભાગ્યે જ કોઈને મળવા જતા. આથી ગાંધીજીને પણ ૧૯૪૭ની આખરમાં કસ્તૂરભાઈ મળ્યા ત્યારે ટકોર કરવી પડેલી કે તમે આજકાલ બહુ મોંઘા થઈ ગયા છો તે મળતા જ નથી! ઉદ્યોગના સંચાલનમાં પણ બંનેની પદ્ધતિ પરસ્પર ભિન્ન દેખાય છે. કસ્તૂરભાઈ મેનેજિંગ એજન્સીના ચુસ્ત સમર્થક. અંબાલાલનું વલણ પ્રોફેશનલ મેનેજમેન્ટની પદ્ધતિ તરફ વિશેષ ઢળેલું. ઉદ્યોગની વૃદ્ધિ અને પ્રગતિ માટે આધુનિક યંત્રસામગ્રી અને પદ્ધતિનો બંનેએ ઉત્સાહભેર ઉપયોગ કરેલો છે. પણ કસ્તૂરભાઈ જૂની પરંપરાની સાથે નવી પદ્ધતિનો સમન્વય કરતા, ત્યારે અંબાલાલ કેવળ આધુનિકતાને અવલંબીને ચાલતા. કસ્તૂરભાઈ રાખ-રખાપતમાં માનનારા એટલે એક વાર નીમેલા માણસને બનતાં સુધી છેવટ લગી નભાવે. અંબાલાલ Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy