________________
૬૨
પરંપરા અને પ્રગતિ
લાગણી વ્યક્ત કરી હતી.
સ્તૂરભાઈની પ્રતિષ્ઠા પીઢ અને વિચક્ષણ ઉદ્યોગપતિ તરીકે જામતી જતી હતી. કાપડ-ઉદ્યોગ મુશ્કેલીમાંથી પસાર થતો હતો છતાં અશોક અને રાયપુર મિલ તેમના દૂરંદેશી વહીવટને કારણે સારો નફો કરતી હતી. એટલે તેમણે ૧૯૨૮માં એક નવી મિલ પાંચ લાખ રૂપિયાની શેરમૂડીથી શરૂ કરી. તેમની ભાવના પોતાની ત્રણે બહેનોનાં કુટુંબને એક એક મિલની મૅનેજિંગ એજન્સી આપીને કાપડઉદ્યોગમાં સ્થિર કરવાની હતી. તે અનુસાર તેમણે નવી અરુણ મિલ્સ લિ.ની સ્થાપના કરીને તેનું સુકાન મોટાં બહેન ડાહીબહેનના પુત્રોને સોંપ્યું, જેની પેઢી હઠીસિંગના નામથી પ્રસિદ્ધ છે. એ જ રીતે ૧૯૩૨માં નૂતન મિલ શરૂ કરીને નાનાં બહેન કાન્તાબહેનના પતિ જગાભાઈ નાણાવટીને તેની મૅનેજિંગ એજન્સી આપેલી અને ૧૯૩૭માં ન્યૂ કોટન મિલ્સનો વહીવટ સંભાળીને બીજાં બહેનમાણેકબહેન–ના પુત્રોને તેની એજન્સી સેંપી હતી. આ ત્રણે મિલોની ‘લાલભાઈ ગૃપમાં ગણના થાય છે, પરંતુ તેના શરે પરના ડિવિડન્ડથી વિશેષ આર્થિક લાભ કસ્તૂરભાઈ-પરિવારને તેનાથી થતો નથી. કસ્તૂરભાઈની કુટુબવત્સલતાનું આ એક ઉજજવલ દૃષ્ટાંત ગણાય.
૧૯૨૯માં જિનીવા ખાતે ભરાનાર મજૂર પરિષદમાં મિલમાલિકોના પ્રતિનિધિ તરીકે હાજરી આપવા માટે કસ્તૂરભાઈને નિમંત્રણ મળ્યું હતું. પણમુખમ્ ચેટ્ટી તેમના સલાહકાર તરીકે જવાના હતા. બરાબર એ જ અરસામાં મોહિનાબાનો પગ ખસી જતાં પડી જવાથી સાથળના હાડકાને ઈજા પહોંચી હતી. મુંબઈથી ડો. દેશમુખને બોલાવીને તેમની સારવાર શરૂ કરી હતી. પગને પ્લાસ્ટરમાં મૂક્યો હતો. પરંતુ વેદના અસહ્ય થવાથી ડૉકટરના ગયા પછી પ્લાસ્ટર દૂર કરાવ્યું હતું. તાવ પણ રહેતો હતો. કસ્તૂરભાઈ જિનીવા જવા માટે નીકળ્યા ત્યારે તેમને માતાની તબિયતની ચિંતા હતી એટલે તેમણે નરોત્તમભાઈને કહેલું કે: “બાને તાવ ઊતર્યો કે નહીં તેના સમાચાર મને એડન મળે તે રીતે તાર કરજો.”એડન પહોંચ્યા ત્યાં સુધી તાર મળ્યો નહીં એટલે એડન ઊતરી ગયા ને પોરબંદરના સુપ્રસિદ્ધ શેઠ મેઘજી પેથરાજને ત્યાં રોકાયા. ‘પરિષદમાં જવાનું તો અનેક વાર થશે; પણ મા ચાલ્યાં જશે તો બીજી વાર જોવા નહીં મળે.–આવા આવા વિચાર આવતા હતા. મન રામાચાર જાણવા અધીરું થઈ ગયું હતું. ત્યાં તાર મળ્યો કે: “બાની તબિયત
Scanned by CamScanner