________________
છેલ્લું દર્શન ૧૮૫
આગાહીમાંથી કેટલુંક સાચું પડે ને કેટલુંક ખોટું પણ પડે. તે આગાહી કરનારની નિષ્ફળતા ગણાય, જ્યોતિષની નહીં. બદલાતા ગ્રહોની સ્થિતિ વિશે અવારનવાર જાણતા રહેવામાં મને રસ પડે છે. ભારતમાં ઘણા લોકોને જ્યોતિષમાં શ્રદ્ધા છે.” કસ્તૂરભાઈએ કહ્યું.'
તેમના એક સ્નેહી જ્યોતિષ સારું જાણે. દર બુધવારે બંને મિત્રો મળે ને નાનીમોટી અનેક બાબતોની ચર્ચા કરે. ૧૯૭૯ના ડિસેમ્બરના એક બુધવારે બંને મિત્રો વાતે ચડેલા. તેમાં નરોત્તમભાઈની વાત નીકળી. પાંચેક વર્ષ પહેલાં જ તેમનું અવસાન થયેલું. નાના ભાઈનું સ્મરણ થતાં ઘડીભર કસ્તૂરભાઈ ભૂતકાળમાં સરી પડ્યા. નાનપણમાં જે ભાઈની સાથે રમતા, લડતા, ઝઘડતા એ ભાઈએ જિંદગીભર કેટલો બધો પ્રેમ રેડ્યો હતો! મિલકતના વિભાજનનો પ્રસંગ પુન: નજર સમક્ષ ખડો થયો! જુદા થયા, પણ જુદાઈ ન રાખી એ નરુભાઈની મોટાઈનો મોટાભાઈ આજે વિચાર કરતા હતા. ઘરનો, કુટુંબનો અને ઉદ્યોગનો કેટલો મોટો ભાર નરુભાઈએ વહન કરેલો તેની અનેકવિધ વિગતો કસ્તૂરભાઈના ચિત્તપટ પર ઊપસી આવતી હતી. તેમને થયું, મારી સફળતામાં નરુભાઈનો કેટલો મોટો હિસ્સો હતો! પડદા પાછળ રહીને તેમણે કેટલું બધું કામ કર્યું હતું. મિલની અને વ્યવહારની નાનીમોટી ગૂંચો ઉકેલતા રહીને તેમને જાહેર પ્રવૃત્તિઓ માટે સગવડ કરી આપનાર નરુભાઈનું મૂક સ્વાર્પણ કસ્તૂરભાઈની આંખ ભીંજવી ગયું.
શો વિચાર કરો છો?” પેલા મિત્રે લાંબા વખત સુધી ગંભીર મૌન ધારણ કરી રહેલા કસ્તૂરભાઈને કહ્યું.
નભાઈનો. છેલ્લે છેલ્લે ખૂબ રિલાયા.” આ શબ્દો જીભ પર આવ્યા તે ગળી જઈને કસ્તૂરભાઈ બોલ્યા: “મારું મૃત્યુ કેવી રીતે થશે? લાંબી માંદગી ભોગવવાની આવશે કે એકાએક ચપટી વગાડતાં બત્તી બુઝાઈ જાય એમ થશે? તમારું જ્યોતિષ શું કહે છે?”
“તમે એમ એકાએક જવાના નથી. માંદગી લાંબી ચાલશે.” જ્યોતિષીએ ગંભીર બનીને કહ્યું.
“એ ઠીક નહીં. કોઈને તક્લીફ પડે નહીં ને એકાએક આંખ મીંચાઈ જાય એવું મોત સારું.” તેમણે ધીમે ધીમે ગણગણતાં કહ્યું.
Scanned by CamScanner