SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉદ્યોગતીર્થ ૮૭ જોઈએ. ભારત સરકારે તેને ઑસ્ટ્રેલિયા ખાતેથી છોડાવીને પાછો બોલાવ્યો. તેણે આવીને જોયું કે મશીનરી ઇટાલીના બંદરે પડી હોવા છતાં કસ્તૂરભાઈએ પોતાની પાસેના આલેખો પરથી પ્લાન્ટ ઊભો કર્યો હતો અને સ્ટાર્ચ ફૅક્ટરી ચાલુ કરી હતી. પરિવાર હસ્તક ચાલતી મિલોનો મોટો નફો જોઈને ૧૯૪૩-૪૪ના અરસામાં તેમને વિચાર આવ્યો કે એકાદ કારખાનું દેશી રાજ્યમાં નાખીએ તો સરકારને ‘એક્સેસ પ્રૉફિટ ટૅક્સ' ભરવો પડે છે તેમાંથી અમુક રકમ બચાવી શકાય. વડોદરા ખાતે નીલા પ્રોડક્ટ્સ નામની કંપની શરૂ કરી. અનિલ સ્ટાર્ચમાં ઉત્પન્ન થતો સ્ટાર્ચ આ કંપનીને વેચવામાં આવે તો તેણે કરેલા નફા ઉપર ‘એક્સેસ પ્રૉફિટ ટૅસ’ ભરવો ન પડે એવી તેમની ગણતરી હતી. બીજી કંપનીઓની જેમ નીલા પ્રોડકટ્સે તેનાં નાનાં નાનાં પૅકેટ બનાવીને છૂટક વેચવાં એવી ગોઠવણ હતી. વહીવટ કરનારાઓએ એક ડગલું આગળ જઈને વિચાર્યું કે વડોદરા ખાતે નીલા પ્રોડક્ટ્સ આ પૅકેટો તૈયાર કરે તેને બદલે અનિલ સ્ટાર્ચમાં જ પૅકેટ તૈયાર થાય ને ત્યાંથી જ બારોબાર વેપારીઓ ઉપર મોકલી આપવામાં આવે તો શો ફેર પડવાનો હતો? પણ આ નાનકડી શિથિલતાએ મુશ્કેલી ઊભી કરી. કોઈકે આની બાતમી સત્તાવાળાઓને આપી હશે. એટલે એક દિવસ એકાએક પચાસ પોલીસોની ટુકડીએ અનિલ સ્ટાર્ચ પર દરોડો પાડયો. કસ્તૂરભાઈ બહારગામ હતા. વહીવટદારોને આ બનાવથી ઊંડો આઘાત થયો. પાછળથી માહિતી મળી કે ટેક્સ્ટાઇલ કમિશનરની ઑફિસની સૂચનાથી આ પગલું લેવાયું હતું. કસ્તૂરભાઈ પ્રવાસેથી પાછા આવ્યા કે તરત સ્ટોર વિભાગના વડા સર જ્હૉન ગ્રીવ્ઝને મળ્યા અને બનેલી હકીકતનું વાસ્તવિક બયાન આપ્યું. છેવટે કશા નુકસાન વગર આખો મામલો સમેટી લેવામાં આવ્યો. ૧૯૪૪માં કાપડ પર અંકુશ હતો. બંગાળમાં કાપડના ભાવ આસમાને ચડેલા. એ વખતે ફઝલુલ હકનું પ્રધાનમંડળ સત્તા ઉપર હતું. સુહરાવર્દી પુરવઠા ખાતાના પ્રધાન હતા. લાલભાઈ ગ્રૂપની મિલોના કાપડની એક જૂની ને મુખ્ય વિતરક પેઢી ગિરધારીલાલ રામનારાયણના શ્રી રામનારાયણ શેઠ બંગાળની ટેક્સ્ટાઇલ ઍડવાઇઝરી કમિટીમાં હતા. કમિટીના અધ્યક્ષ એસ. સી. રાય હતા. અંકુશિત કાપડની છૂટક વહેંચણી અંગે વેપારીઓ અને સરકાર વચ્ચે મતભેદ Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy