________________
ઘડતર
૨૯
વિશાળ સંયુક્ત કુટુંબ પર લાલભાઈ વડલાની માફક છવાઈ ગયેલા હતા. બધા જ સભ્યો પર તેમનો પ્રભાવ રહેતો. ઘરમાં લાલભાઈનો પડ્યો બોલ ઝિલાતો. તેમની ઇચ્છાવિરુદ્ધ પાંદડું પણ હાલી શકે નહીં! બધાં તેમનું માન સાચવે. બાળકો કે મોટેરાંમાંથી કોઈ તેમની સામે શું કે ચાં કરી શકે નહીં. બંને ભાઈઓ, મણિભાઈ અને જગાભાઈ, મોટાભાઈની અદબ જાળવીને, તેમણે દોરી આપેલી કાર્યરેખા અનુસાર મિલોનો વહીવટ કરતા. કુટુંબના મોભા પ્રમાણે લોજમર્યાદાનું પાલન થતું. “પિતાજી બેઠા હોય તે ઓરડામાંથી મારાં કાકીને પસાર થવું હોય તો દીવાલને ઘસાઈને સંકોડાઈને જાય”—એમ પિતાના રુઆબની વાત કરતાં કસ્તૂરભાઈ
| લાલભાઈ શેઠનો દેખાવ જાજરમાન હતો. શરીરનો બાંધો મધ્યમ, ઊંચાઈ ૫-૪", જે એ જમાનામાં સામાન્ય ગણાતી. ગોળ મુખાકૃતિ, પાણીદાર આંખો અને ગુજરાતી પાઘડી. એ દિવસોમાં બ્રિટિશ અધિકારીઓ સાથે મૈત્રીસંબંધ બાંધવો તે શ્રીમંત કુટુંબોનો સામાન્ય શિરસ્તો હતો. લાલભાઈને ઘણા ગોરા અધિકારીઓ સાથે ઘરોબો હતો. દિવાળીના તહેવારોમાં એવા ત્રીસ-ચાળીસ સ્નેહીઓને ત્યાં મીઠાઈના થાળ લાલભાઈ શેઠને ત્યાંથી જતા. તે મિત્રોના સંસર્ગથી અંગ્રેજીમાં છટાદાર વાતચીત કરવાની કુશળતા તેમણે કેળવી હતી.
પૈસાની બાબતમાં તેમનામાં ઘણી ચોકસાઈ હતી. સંતાનોને નિશાળમાં નાસ્તા માટે બે પૈસાથી વધુ રકમ મળતી નહીં. ઘરમાં તેમ જ બહારના વ્યવહારમાં વિનય, વિવેક, વ્યવસ્થા અને શિસ્તપાલનનો તેઓ ખાસ આગ્રહ રાખતા; બીજા પાસે પણ એની અપેક્ષા રાખતા. માતા પ્રત્યે અપાર ભક્તિ. પોતે કામમાં ગમે તેટલા ગળાબૂડ હોય, પણ માતાની આજ્ઞાનું ચીવટપૂર્વક પાલન કરે. રાત્રે માતાને વંદન કરીને તેમના પગ દાળ્યા વગર કદી સૂવા જતા નહીં. બાળકોને ધર્મ, નીતિ અને સદાચારના પાઠ પોતે પ્રત્યક્ષ આચરણ દ્વારા શીખવતા.
દલપતભાઈ શેઠે બાંધેલ પાનકોર નાકાના વંડીના મકાનમાં લાલભાઈ રહેતા. મકાન ભવ્ય હવેલી જેવું હતું. તેમાં બહોળા કુટુંબનો સમાવેશ થતો એટલું જ નહીં, નોકર-ચાકર, રસોઇયા વગેરેનો રસાલો પણ એમાં જ રહેતો. એના વિશાળ ભોજનખંડમાં ચાળીસ માણસો એક પંગતે જમવા બેસતા. એ જમાનામાં બે ઘોડાની બગી શ્રીમંતાઈનું પ્રતીક ગણાતી. લાલભાઈનાં બાળકો તેમાં બેસીને
Scanned by CamScanner