SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ પરંપરા અને પ્રગતિ નાના વેપારીથી માંડીને તાતા-બિરલા સુધીના સૌ ઉપર પડતું. તેમના જવાથી એક એવો શૂન્યાવકાશ ઊભો થયો છે, જે કદાચ કદી પુરાશે નહીં. અમદાવાદ સ્થપાયું તેની પહેલાંથી મહાજનની જે પરંપરા ચાલી આવતી હતી તેનો લગભગ છેલ્લો કહી શકાય તેવો સ્તંભ, કસ્તૂરભાઈના મૃત્યુ સાથે, તૂટી પડ્યો એમ કહી શકાય. - ઉદ્યોગક્ષેત્રે નૂતન યુગ પ્રવર્તાવનાર અગ્રણીઓમાં તેમની ગણના થતી. કલા, શિક્ષણ અને ઉદ્યોગ પરત્વે તેમની દૃષ્ટિ આધુનિકોને આંટી જાય એટલી પ્રગતિશીલ હતી. રાણપુર અને દેલવાડાનાં શિલ્પસ્થાપત્ય, અટીરા ને આઈ.આઈ.એમ. જેવી સંસ્થાઓ અને અતુલ જેવું બહુલક્ષી ઉદ્યોગ કેન્દ્ર તેમની પ્રગતિઅભિમુખ વિચારશ્રેણીનાં ચિરંજીવ સ્મારકો છે. - આઝાદીના સંગ્રામકાળ દરમ્યાન તેમણે રાષ્ટ્રીય નેતાઓને આપેલો સહકાર તેમની હિંમત અને દેશદાઝની ગવાહી પૂરે છે. અમદાવાદના વેપાર-ઉદ્યોગમાં જ નહીં, તેના સમગ્ર સાંસ્કૃતિક જીવનમાં કસ્તૂરભાઈ વ્યાપ્ત હતા. ગુજરાતમાં મહાજનની પરંપરાના પ્રતિનિધિ તરીકે તેમણે વેપારનો આદર્શ પૂરો પાડ્યો અને રેલ તથા દુષ્કાળ જેવાં સંકટોમાં રાહતકાર્યનું આયોજન કરીને સામાજિક સેવાનો પ્રત્યક્ષ દાખલો બેસાડ્યો. ભારતમાં વિદેશી પેઢીઓના સહકારથી તેમણે રંગ-રસાયણના ઉત્પાદનનો પ્રારંભ કર્યો અને અનોખી આવડતથી ભારતીય અર્થનીતિના આધારસ્તંભ બન્યા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર અને અર્થકારણની અનેક અટપટી આંટીઘૂંટીઓને બુદ્ધિપૂર્વક ઉકેલી બતાવનાર નિષ્ણાત અને વિચક્ષણ વિષ્ટિકાર તરીકે તેમણે નામના મેળવી હતી. આ બધાં કાર્યો તે તે ક્ષેત્રોના ઇતિહાસમાં વિશિષ્ટ નોંધ પામશે. પરંતુ તેમનું નામ અને કામ સુવર્ણાક્ષરે લખાશે તે તો કાપડ-ઉદ્યોગના ઇતિહાસમાં, પછી તે અમદાવાદનો હોય, ભારતનો હોય કે દુનિયાના કાપડ-ઉદ્યોગનો ઈતિહાસ હોય. તેમના જેવા બાહોશ અને સાહસિક ઉદ્યોગપતિઓ ભારતમાં નથી એમ . નહીં; ઉદ્યોગમાં ‘મોડર્નાઇઝેશન'ની હવા દૂકનારા પણ છે અને તેમની માફક પરંપરાને પૂજનારા પણ મળી આવશે. કરક્સરભર્યો વહીવટ કરનારા અનેક હશે; રાષ્ટ્રહિત જોઈને વ્યવહાર કરનારા પણ મળશે, સામાજિક જવાબદારીના ભાન સાથે દાનનો પ્રવાહ વહેવડાવનાર ધનપતિઓ પણ હશે; શિલ્પ સ્થાપત્યમાં Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy