________________
પરંપરા અને પ્રગતિ
છે. વેપાર-ઉદ્યોગના વિકાસ સાથે શહેરની વસ્તી વધતી જતી હતી. રહેઠાણની સમસ્યા ઊભી થઈ. તેને હલ કરવા માટે સહકારી ધોરણે ગૃહમંડળીઓ ઊભી કરવામાં આવી. છેલ્લા ચાર દાયકામાં તેની યોજના અમદાવાદમાં એટલા વિસ્તૃત ને વ્યવસ્થિત ધોરણે મૂર્ત રૂપ પામી છે કે દેશભરમાં એનો જોટો જડવો મુશ્કેલ છે.
શહેરની જરૂરિયાતો વધતી ગઈ તેમ તેમ તેના અગ્રણીઓએ અનેક નવીન સાહસરૂપ પ્રવૃત્તિઓનું આયોજન કરવા માંડયું. સમયનાં વહેણ સાથે કદમ મિલાવીને આગળ વધવાનો એ તરીકો હતો. ગુજરાત કૉલેજની ઐતિહાસિક હડતાળમાંથી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીનું વિદ્યાવૃક્ષ ઊભું થયું. અને તેમાંથી ગુજરાત યુનિવર્સિટી માટેનું કૅમ્પસ તૈયાર થયું. જસ્ટિસ એમ. સી. ચાગલા મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા ત્યારે એક વાર અમદાવાદની મુલાકાતે આવેલા. તે વખતે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીનો વિસ્તાર જોઈને તેઓ અહોભાવપૂર્વક એ મતલબનું બોલેલા કે, “યુનિવર્સિટી માટે તમે આટલું વિશાળ કૅમ્પસ અગાઉથી તૈયાર કર્યું છે તેની મને ખબર જ નહોતી. એની જાહેરાત તમે કેમ કોઈ ઠેકાણે કરી નથી?” ત્યારે શેઠ અમૃતલાલ હરગોવનદાસે સાચા અમદાવાદીને શોભે એવો જવાબ આપેલો. તેમણે કહેલું : “સાહેબ, અમે અમદાવાદના લોકો બાંધી મૂઠી લાખની રાખવામાં માનીએ. બહાર દેખાડો કરવાનો સ્વભાવ નહીં.” ભારતભરમાં કદાચ એવું એકે શહેર નહીં હોય જેના અગ્રણીઓએ આપસૂઝથી ભાવિ વિકાસને લક્ષમાં રાખીને યુનિવર્સિટીના વિશાળ કૅમ્પસ માટે લાખ્ખો રૂપિયાનું ભંડોળ એકત્ર કરીને અગાઉથી તૈયારી કરી રાખી હોય !
૧૦
નજીકના ભૂતકાળની વાત કરીએ તો, કોઈ પણ શહેરને ઈર્ષા આવે તેવી, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી આધુનિક સંસ્થાઓ સ્થાપવાનો જશ પણ અમદાવાદે લીધો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન અને ફિઝીકલ રિસર્ચ લૅબોરેટરીની સ્થાપના સરકારના પ્રયત્ન કે આયોજનથી નહીં, પરંતુ અમદાવાદના ભાવિ હિતને નજરમાં રાખીને તેના બૌદ્ધિક અને વિદ્યાકીય વિકાસનું સ્વપ્નું સેવનાર ડૉ. વિક્રમ સારાભાઈ અને કસ્તૂરભાઈ લાલભાઈને પ્રતાપે થઈ શકી છે. આ સંસ્થાઓની અસાધારણ ગુણવત્તાવાળી કામગીરીને કારણે ભારત સરકારે તેને અનુદાન આપવાનું સ્વીકાર્યું
Scanned by CamScanner