SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ શાન્તાનુકૂલ પવનો ગામ રહેતા વેપારીઓનો પ્રત્યક્ષ સંપર્ક સાધ્યો હતો. તે નિમિત્તે તેમણે દક્ષિણ ભારતનો પ્રવાસ ખેડચો હતો. દલાલ ઉપરાંત સાથે એક મદદનીશ રાખેલો જે રસોઈ પણ કરી દેતો. ધર્મશાળામાં ઊતરતા. કાપડની કઈ જાત કયા પ્રદેશમાં વિશેષ ચાલે તેમ છે, તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે કે કેમ, બજારમાં ક્યો માલ સ્પર્ધામાં છે, તેની સામે ટકી રહેવા માટે શું કરવું જોઈએ, માલ લેનાર વેપારીની પેઢીની તેના ગામમાં ને બજારમાં કેવી આબરૂ છે, તેને આપણા માલમાં વિશેષ રસ શી રીતે ઉત્પન્ન થઈ શકે વગેરે અનેક ઝીણી ઝીણી પણ મહત્ત્વની બાબતોનો તેઓ કયાસ કાઢી લેતા. કાપડબજારની રૂખ વિશેની તેમની જાણકારીનો પ્રભાવ સામા માણસ પર પડતો. વિશેષ તો તેમની સાદાઈ ને કરકસરભરી રહેણી તથા સહાનુભૂતિપૂર્ણ પ્રામાણિક વ્યવહારની અસર વેપારી પર એવી પડતી કે ઘણુંખરું તેની સાથે કાયમનો સંબંધ બંધાઈ જતો. આ પ્રવાસ દરમ્યાન વિવિધ પ્રદેશના લોકોની ખાસિયતો, જરૂરિયાતો અને વ્યાવસાયિક વિશિષ્ટતાઓ સમજવાની તેમને તક મળી. આ જુવાન ઉદ્યોગપતિએ ઊછરતી વયમાં દેશના વેપારઉદ્યોગની વાસ્તવિક સ્થિતિનું આ રીતે દર્શન કર્યું, તેણે તેમના ભવિષ્યનાં સાહસોના આયોજનમાં ખાતરનું કામ કર્યું હતું." બેત્રણ વર્ષમાં જ કસ્તૂરભાઈએ રાયપુર મિલને ભારતના નકશા પર મૂકી દીધી અને પોતે એક બાહોશ અને શક્તિશાળી ઉદ્યોગપતિ તરીકે અમદાવાદમાં આગળ આવ્યા. આ અરસામાં (૧૯૧૫) તેમનાં લગ્ન લેવાનું નક્કી થયું. એ જમાનો બાળલગ્નનો હતો. ખાનદાન કુટુંબનાં બાળકો તો ઘોડિયામાંથી ઝડપાતાં. કસ્તૂરભાઈનું સગપણ આઠ વર્ષની ઉંમરે અમદાવાદમાં ઝવેરાતનો વ્યવસાય કરતા તેમની જ ઓસવાળ જ્ઞાતિના શ્રી ચમનલાલ વાડીલાલ ઝવેરીનાં પુત્રી શારદાબહેન સાથે થયું હતું. તે વખતે શારદાબહેનની ઉંમર બે વર્ષની હતી.૧° કસ્તૂરભાઈની ઇચ્છા લગ્નની જવાબદારી ‘આટલી વહેલી’ લેવાની ન હતી, જોકે તેમની ઉંમર એકવીસ વર્ષની થઈ હતી તે એક રીતે જોતાં નાની ન ગણાય. પરંતુ ઉદ્યોગનાં નાનાંમોટાં કામ શીખવામાં તેમને આ વખતે એટલો રસ પડ્યો હતો કે બીજા કશાનો વિચાર આવતો જ નહીં. લગ્ન એટલે સંતાનની જવાબદારી. તે માટે તેમની તૈયારી નહોતી. વળી, ૧૯૧૪ના ડિસેમ્બર માસમાં તેમના મોટા બનેવી પુરુષોત્તમ Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy