________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૩૧
૧૯૨૬માં કસ્તુરભાઈ, ચીમનભાઈ અને નરોત્તમભાઈએ મળીને પિતાની ગતિમાં રૂપિયા છ લાખનું એક ટ્રસ્ટ કર્યું. એ વખતે ટ્રસ્ટ ઍક્ટ થયો નહોતો. ' એટલે તેની રકમ શેરોમાં રોકીને દર વર્ષે તેમાં ઉમેરો કરતા રહેવાનો નિયમ કર્યો. આ રકમ દસેક વર્ષમાં ત્રીસેક લાખ જેટલી થઈ. કસ્તૂરભાઈની ઇચ્છા આ રકમમાંથી અમદાવાદ ખાતે એન્જિનિયરિંગ કોલેજ સ્થાપવાની હતી. પરંતુ તેનો નિભાવ ખર્ચ આટલી રકમમાંથી નીકળે એમ નહોતું.
દરમ્યાનમાં મુંબઈ સરકારે અમદાવાદમાં એન્જિનિયરિંગ કોલેજ સ્થાપવાનો નિર્ણય કર્યો. તેને માટે એક કરોડ રૂપિયા ખર્ચ થાય તેમ હતું. લોર્ડ બ્રેબોર્ન ગવર્નર હતા. કસ્તૂરભાઈએ તેમની સમક્ષ એન્જિનિયરિંગ કોલેજ માટે પચીસ લાખ રૂપિયાનું દાન આપવાની તૈયારી બતાવી. ગવર્નરને આટલું મોટું દાન મળશે તેની કલ્પના નહોતી. તેથી તેમને તો બગાસું ખાતા પતાસું મળ્યા જેટલો આનંદ થયો. તેમણે કસ્તૂરભાઈને કહ્યું:
મિ. કસ્તૂરભાઈતમારી ઑફર માટે ખૂબ આભારી છું. હમણાં આ વાત બહાર પાડશો નહીં. હું આ કામ સારી રીતે પાર પડે તેવી ગોઠવણ કરી આપીશ.”
આટલી મોટી રકમની સખાવત મેળવી આપ્યાનો જશ લૉર્ડ બ્રેબોને લીધો અને કસ્તૂરભાઈએ ઘણા વખતની એક સદિચ્છા ફળ્યાનો સંતોષ લીધો. ૧૯૪પમાં અમદાવાદમાં એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના થઈ.
પછી તો લાલભાઈ દલપતભાઈ ચેરીટેબલ ટ્રસ્ટમાં રકમો ઉમેરાતી ગઈ અને નવી નવી યોજનાઓ અમલમાં મુકાતી ગઈ. *
કસ્તૂરભાઈએ તેમના પિતાની જેમ જૈન સમાજના અગ્રણી તરીકે અનેક અટપટો પ્રશ્નોના ઉકેલ માટે સમાજને દોરવણી આપી હતી. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની પ્રતિનિધિ સંસ્થા તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી. તેનું મુખ્ય કાર્ય જૈન તીર્થોનાં મંદિરોની સાચવણી તથા તેના અધિકારોનું રક્ષણ કરવાનું છે. ૧૯૨૬માં આ પેઢીના પ્રમુખ કસ્તૂરભાઈ મણિભાઈએ રાજીનામું આપતાં શ્રીસંઘે કસ્તૂરભાઈ લાલભાઈની તે પદ પર વરણી કરી, પેઢીના પ્રમુખ નગરશેઠ કુટુંબમાંથી જ થાય તેવું તેનું બંધારણ હતું.
એ વખતે પાલિતાણા રાજ્યમાં શત્રુંજય તીર્થે આવતા યાત્રાળુઓના જાનમાલના રખોપાના બદલામાં પેઢી રાજ્યને વાર્ષિક પંદર હજાર રૂપિયા આપતી
Scanned by CamScanner