SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ પરંપરા અને પ્રગતિ (૪) જે તે વિભાગનું સંચાલન નિષ્ણાતને સોંપવું. તેને પોતાની બુદ્ધિશક્તિનો મુક્તતાથી વિનિયોગ કરવાની છૂટ આપવી. - રાયપુર મિલમાં એકધારી ઊંચી ગુણવત્તાવાળું કાપડનું ઉત્પાદન થવા લાગ્યું તેથી તેની નામના દેશભરમાં થઈ. એકવાર અમુક જાતનું કાપડ વખણાયા પછી તેની ગુણવત્તા સતત જળવાઈ રહેતી નથી. ઊંચી જાતના તાણાની સાથે હલકો વાણો વાપરવાનું વલણ કેટલીક મિલોમાં જોવા મળે છે. ૧૯૧૩થી ૧૯૩૮ સુધીનાં પચીસ વર્ષ દરમ્યાન રાયપુર મિલે એક જ જાતનો તાણો અને વાણો કાંતવા અને વણવાનો નિયમ રાખ્યો હતો. તેને લીધે તેનું કાપડ એટલું બધું વખણાયું ને વેચાયું કે દેશમાં સૌથી વધુ નફો કરનાર મિલોમાં તેની ગણના થઈ. “આથી હું એમ માનતો થયો કે કોઈ પણ ઉદ્યોગપતિએ ઉત્પાદનની કક્ષા ઉપર ખૂબ જ ભાર મૂકવો જોઈએ”—એમ કસ્તૂરભાઈએ પોતાના અનુભવો વર્ણવતાં કહેલું છે. અનુભવ વધતો ગયો તેમ મિલનો વહીવટ સ્વચ્છ અને કરકસરભર્યો બનતો ગયો. પ્રામાણિકતાને પાયામાં રાખીને આર્થિક વ્યવહાર અને નફાની ગણતરી કરવાની નીતિ તેમણે અપનાવી. શેરહોલ્ડરોના હિતનું પૂરેપૂરું જતન થાય એની તકેદારી તેમણે પહેલેથી જ રાખવા માંડી. શેરહોલ્ડરોની મૂડીનું ટ્રસ્ટની માફક જતન કરીને તેમાંથી વધુમાં વધુ નફો ઉત્પન્ન કરીને તેનો લાભ તેમને કરી આપવો એ પોતાના હિતની વાત છે એમ મિલમાલિક તરીકે તેમણે પહેલેથી વિચાર્યું હતું. તેમની આ ઉદાર અને વ્યવહારુ નીતિના ફળરૂપે રાયપુર મિલના એક હજાર રૂપિયાના શેરના બદલામાં આજ સુધીમાં એક લાખ રૂપિયા કરતાં પણ વધુ વળતર શેરહોલ્ડરોને મળી શક્યું છે. તેમણે જોયું કે આ વ્યવસાયમાં બીજા નિકટના સાથીદારો તે વેપારીઓ છે, જેમની મારફતે મિલમાં ઉત્પન્ન થયેલો માલ વેચાય છે; આ વેપારીઓ બે પૈસા કમાશે અને સંતુષ્ટ થશે તો તેથી મિલને ફાયદો થશે.માત્ર માગ અને પુરવઠાની સ્થળ ગણતરીથી ચાલવાને બદલે તેમાં તેમણે માનવીય સ્તરનો મનોવૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો. તેને પરિણામે અમદાવાદમાં તેમ જ અન્યત્ર તેમના એજન્ટ તરીકે કામ કરતા વેપારીઓની ચાહના તેઓ કમાઈ શક્યા છે. ૧૯૧૬-૧૭ના ગાળામાં પોતાની મિલનો માલ વેચવા માટે તેમણે બહાર Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy