________________
૧૬૮
પરંપરા અને પ્રગતિ
હતો ત્યારે મને સારા-નરસાની પસંદગીનું ભાન નહોતું. મારાં કપડાં માટે કાપડની પસંદગી બીજા કરતા. એટલું જ નહીં, મારાં કપડાં સીવવા આપતી વખતે કોટનો આવો કટ રાખો ને શર્ટનો આવો કૉલર સારો લાગશે એ પણ બીજા નક્કી કરતા. જાણે મને કશી ગમ જ ન હોય! આ સ્થિતિથી મને ચીડ ચડી. મારાં કપડાંની પસંદગી મેં જ કરવા માંડી. બીજાનાં કપડાં જોઈને મને કેવાં સારાં લાગશે તે મેં જ નક્કી કરવા માંડ્યું. બધી વસ્તુ માટે મેં એવું વલણ પ્રયત્નપૂર્વક કેળવ્યું.”
“પરંતુ સ્થાપત્ય ને શિલ્પની સૂઝ શી રીતે કેળવાઈ?”
“એ પણ કહું. મારે અમદાવાદમાં મકાન બાંધવું હતું. તેની ડિઝાઈન પસંદ કરવાની હતી. કોઈ આર્કિટેક્ટને કહ્યું હોય તો ડિઝાઇન તો દોરી આપે, પણ તે મારી પસંદગીની ડિઝાઇન નહીં બને એમ મને લાગ્યું. એટલે મેં જાતે જ ડિઝાઈન પસંદ કરવાનું નક્કી કર્યું. તે માટે હું મુંબઈ ગયો. મકાનોનું નિરીક્ષણ કરતો કરતો હું કાલબાદેવીથી મલબાર હિલ સુધી પગે ચાલતો ગયો. ત્યાંથી અલ્ટમોન્ટ રોડ ઉપર ઊતર્યો. રસ્તામાં મને જે મકાનોની ડિઝાઇન ગમી તેનાં સરનામાં નોંધી લીધાં. પછી તે મકાનોની ડિઝાઈન કરનારાનો સંપર્ક સાધ્યો. તે પરથી મેં મારા મકાનની ડિઝાઇન મનમાં તૈયાર કરી અને મારી સૂચના મુજબ તેની ડિઝાઇન તૈયાર કરાવી.”૨૪
કસ્તૂરભાઈએ ખીલવી છે તેવી કળાદૃષ્ટિ કેવળ પરિશ્રમ કે પ્રયત્નપૂર્વકના નિરીક્ષણથી ખિલવાતી નથી.સૌંદર્યપારખુ સૂઝરૂપે મનુષ્યની અંદર તેનાં બીજ પડયાં હોય છે. કસ્તૂરભાઈને સુંદર, ભવ્ય અને શ્રેષ્ઠને માટે કુદરતી પક્ષપાત છે. તેમની એ કલાપ્રીતિ પરિશ્રમ અને પ્રયત્નથી સંસ્કારાયેલી છે. કેટલાક શ્રીમંત શોખીનોને હોય છે તેમ, કલાકૃતિઓનાં દર્શન કે સંગ્રહ પૂરતી જ તેમનામાં તે મર્યાદિત નથી. શિલ્પ અને સ્થાપત્ય પૂરતી તો તેની નિર્માણપદ્ધતિ અને આકારસૌષ્ઠવ ઇત્યાદિ વિશિષ્ટતાઓની પરીક્ષા કરવા જેટલી તે કસાયેલી છે. કસ્તૂરભાઈ ઉદ્યોગપતિ ન હોત તો શિલ્પ-સ્થાપત્યની ઊંડી સમજ ને કદર ધરાવતા મર્મી ક્લાપરીક્ષક તરીકે કદાચ વિશેષ પ્રસિદ્ધિ પામ્યા હોત.
એક અમેરિકન અતિથિએ તેમને એક વાર પૂછયું: “તમે જીવનમાં કેટલી સફળતા મેળવી છે તેનો ક્યાસ કાઢો છે?”
“ના. એ અમેરિકન પદ્ધતિ છે. મારા જાહેર જીવનમાં ને વેપારઉદ્યોગમાં
Scanned by CamScanner