SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરપ્રાપ્તિ પછી. ૧૨૧ સૌરાષ્ટ્રના કિનાશ પર ને બીજું મુંબઈ અને કોચીન વચ્ચે વિશે ભલામણ કરવાની હતી. કન્નૂરભાઈએ સમિતિના સભ્યોની યાદી પર નજર ફેરવી તો તેમાં સંરક્ષણ સેવાઓમાંથી કોઈ નહોતું. આ બાબત તેમણે સરદારનું અને ડૉ, માઈનું ધ્યાન દોર્યું એટલે મિતિ પર કમાન્ડર શંકરને મૂકવામાં આવ્યા, મિ, મૂર અને મિ, મિત્તરની નિષ્ણાત તરીકે નિયુક્તિ થઈ હતી. સમિતિની પ્રારંભની બેઠક મુંબઈ ખાતે મળી, તેમાં કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી, બે નિષ્ણાતો બંદર તરીકે વિકાસ પામવાની શક્યતાવાળાં તમામ સ્થાનોની મુલાકાત લે અને સમિતિને પ્રત્યેકના ગુણદોષ વિશે વિગતે અહેવાલ આપે એવું ઠરાવવામાં આવ્યું. તે પ્રમાણે બંને નિષ્ણાતો છ મહિના દેશભરમાં ફર્યા ને સમિતિ સમક્ષ અહેવાલ પેશ કર્યા, જાહેર જનતાનો અભિપ્રાય જાણવા સારુ વિવિધ સ્થળોએ જઈને જુબાનીઓ લેવાની હતી. એ ક્રમ મુજબ સમિતિએ ભાવનગરની મુલાકાત લીધી. ભાવનગર મુખ્ય બંદર તરીકે પસંદગી પામે તે માટે સ્વ. બળવંતરાય મહેતાની તીવ્ર ઇચ્છા હતી. તેમણે વિખ્યાત ઇજનેર શ્રી પંડ્યાને ખાસ વિમાન દ્રારા સમિતિ સમક્ષ જુબાની આપવા બેંગલોરથી બોલાવ્યા. ભાવનગર કાંપવાળું બંદર છે. ખંભાતના અખાતથી ભાવનગરની પેલી બાજુ બે માઇલ સુધી કાંપ જામેલો છે. ઊલટતપાસમાં આ હકીકત આગળ ધરીને શ્રી પંડ્યા પાસે કસ્તૂરભાઈએ કબૂલ કરાવ્યું કે ભાવનગર મોટા બંદર તરીકે કામ આપી શકે નહીં. ભાવનગરથી સમિતિ જામનગર ગઈ. સમિતિના સભ્યો ત્યાં જામસાહેબના મહેમાન હતા. જામનગરની પડખે આવેલું સિક્કા મોટા બંદર તરીકે વિકસવાની ક્ષમતા ધરાવતું હતું. તેની પસંદગી રાષ્ટ્રીય બંદર તરીકે થાય એમ જામસાહેબ ઇચ્છતા હતા. પણ સિક્કાની મુશ્કેલી એક જ હતી. તેના કિનારા પાસેની જમીન દરિયાની સપાટીથી દસેક ફૂટ જેટલે નીચે ઊતરી ગયેલી હોવાથી મકાનો બાંધવા સાચુ પૂરણી કરવામાં મોટું ખર્ચ થાય તેમ હતું. એ જોઈને સિમિત મોરબી નજીકનું નવલખી બંદર જોવા ગઈ. ત્યાંથી કંડલા પહોંચવા માટે ખાસ સ્ટીમલૉન્ચ તૈયાર હતી. ભાઈ પ્રતાપ અને બીજા કેટલાક સિંધી ગૃહસ્થો કચ્છના રાવ સાથે જમીનનો સોદો કરીને પાછા વળતા હતા. તેઓ સમિતિની સ્ટીમલૉન્ચમાં ચડયા. પણ કસ્તૂરભાઈએ તે અંગે વાંધો Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy