SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વિસ્તરતી ક્ષિતિજો કાપડ ઉપરની આબકારી જકાત દૂર થયા પછી પણ મિલ-ઉદ્યોગની મુશ્કેલીઓ ઓછી થઈ નહોતી. બ્રિટન અને જાપાનનો માલ મોટા જથ્થામાં ભારતમાં આયાત થતો હતો તેની સરખામણીમાં દેશી મિલનું કાપડ ઊભું રહી શકતું નહોતું. એટલે મિલ-ઉદ્યોગને રક્ષણ આપવા માટે ઉદ્યોગપતિઓ તરફથી સરકાર સમક્ષ વારંવાર રજૂઆત થતી હતી. તેને પરિણામે હિંદી સરકારે તા. ૧૦ જૂન, ૧૯૨૬ના રોજ મિલ-ઉદ્યોગની સ્થિતિની તપાસ માટે સર કૅન્ક નોઈસના અધ્યક્ષપદે ટેરિફ કમિશનની નિમણૂક કરી હતી. તેમાં સુબ્બારાવ અને કૌલ હિંદી સભ્યો હતા. હિંદુસ્તાનમાં આ ઉદ્યોગ લાંબા વખતથી સ્થપાયેલો છે તે જોતાં, તેમ જ વાપરનાર સહિત તમામનાં હિતો લક્ષમાં લેતાં, તેને રક્ષણની જરૂર છે કે કેમ અને હોય તો કેવા સ્વરૂપે અને કેટલા સમય સુધી, એ અંગે કમિશને સરકારને ભલામણ કરવાની હતી. મુંબઈ તેમ જ અમદાવાદના મિલમાલિક મંડળોએ આ કમિશન સમક્ષ જુબાની આપતાં કાપડ-ઉદ્યોગની અવદશાનાં મુખ્ય ત્રણ કારણો રજૂ કર્યા હતાં: (૧) જાપાનના કાપડને આ દેશની તેમ જ પરદેશની બજારોનો અયોગ્ય લાભ મળ્યો છે. (૨) સરકારે હૂંડિયામણનો દર ૧ શિ.૪૫ થી વધારીને ૧ શિ. ૬ પે. કર્યો તેથી આ ઉદ્યોગને વધારાનો સાડાબાર ટકાનો ફટકો પડયો છે. (૩) સ્થાનિક તેમ જ રાજ્ય સરકારના કરના ભારણને લીધે તેમ જ મજૂરીના દરમાં થયેલ Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy