SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પરંપરા અને પ્રગતિ નથી. એ જ પ્રમાણે શેરહોલ્ડર સાહેબોએ હંમેશાં કંપનીના વહીવટમાં વિશ્વાસ મૂક્યો છે. જ્યારે જ્યારે વહીવટદારોએ નવી મૂડી બહાર પાડવાના નિર્ણયો કર્યા ત્યારે ત્યારે તેને સહર્ષ વધાવી લીધા અને ભરણું હંમેશાં છલકાવી દીધેલું. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, નાણાંકીય નિગમો તથા અન્ય બેન્કો પણ ડિબેન્ચર અન્ડર રાઈટ કરીને તથા અન્ય નાણાંકીય સવલતો પૂરી પાડીને અતુલના વિકાસમાં સહાયરૂપ થયા છે. કંપનીના વહીવટમાં તેના ડિસ્ટ્રીબ્યુટરોએ ઘણો યશસ્વી ભાગ ભજવ્યો છે. મોટા ભાગના ડિસ્ટ્રીબ્યુટરો અતુલની મેનેજમેન્ટ સાથે શરૂઆતથી જ ગાઢપણે સંકળાયેલા છે. તેમની સાથેના સંબંધો કૌટુંબિક કક્ષાએ અને સુમધુર રહ્યા છે. તેઓ પણ અતુલની મહત્ત્વની સિદ્ધિના ભાગીદારો છે. " વિદેશી સહયોગીઓ સાથેના આપણા સંબંધો મીઠા અને સૌજન્યભર્યા રહ્યા છે. અતુલનું કામકાજ અમેરિકન સાઈનેમાઈડના સહયોગથી શરૂ થયું. સીબા જોડે પણ શરૂઆતથી જ સહયોગ હતો. ત્યારબાદ ઇંગ્લેંડની આઈ.સી.આઇ. કંપની તરફથી આપણને દરખાસ્ત મળી કે આપણે તેમની ભાગીદારીમાં વેટ રંગો બનાવવા જોઈએ. શરૂઆતમાં અમેરિકન સાઇને માઇડની અનિચ્છા હોઈ આપણે આગળ વધ્યા નહિ. પરંતુ પાછળથી સાઈનેમાઈડે સંમતિ આપતાં આપણે આઈ.સી.આઈ. જોડેની ભાગીદારીમાં અટીકની સ્થાપના કરી. સીબા જોડે સહયોગમાં સીબાનુલ સ્થપાયું. આ બાબતમાં આઇ.સી.આઈ.ના સર માઈકેલ કલેફામનો એને સીબાના ડો. રોબર્ટ કપેલીનો ફાળો નોંધપાત્ર છે. આ ત્રણે વિદેશી કંપનીઓ જોડેના સંબંધો ઉત્તરોત્તર વધુ ગાઢ થતા રહ્યા છે. આનું કારણ એ છે કે આપણે ધંધાના વિસ્તૃતિકરણ કરતાં આપણા સંબંધો તરફ વધારે ધ્યાન આપીએ છીએ. કાપડ ઉદ્યોગના અનુભવમાંથી અમો ત્રણ નીતિ વિષયક તારણો પર આવેલા: (૧) માલની કિંમત કરતાં તેની ગુણવત્તા (quality) અને તે પણ એકધારી ગુણવત્તા એ વધારે અગત્યની ચીજ છે. માલ સારો હશે તો ભાવ મળવાનો જ છે. અતુલે તેના માલની ગુણવત્તા સાતત્યપણે જાળવી રાખી છે. તે કારણે અતુલના માલોની મંદીના વખતમાં પણ દેશવિદેશમાં સારી માંગ રહેલી છે. તેના દેશપરદેશના વાપરનારાઓ અતુલના માલની લેબોરેટરીમાં Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy