________________
૯૪
પરંપરા અને પ્રગતિ
સાઈનેમાઈડના મિ. મૂડી એ વખતે હાજર હતા. કસ્તૂરભાઈએ આ દરખાસત બાબત તેમને પૂછયું. તેમણે ઘસીને ના પાડી. કસ્તૂરભાઈએ મિ. પેમેનને કહ્યું: “અમેરિકન સાઈનેમાઈડના સહયોગથી અમે આ સાહસ શરૂ કર્યું છે એટલે એમની સંમતિ વિના હરીફ કંપનીને ભાગીદાર બનાવી શકીએ નહીં.”
સિડ મૂડી સ્વદેશ પાછા ફરતાં વચ્ચે લંડન ઊતર્યા ત્યારે પણ આઈ. સી. આઈ.ના અધ્યક્ષ સર એલેકઝાન્ડરે તેમને અનુલમાં ભાગીદાર થવા દેવા વિનંતી કરી, પણ મૂડી એકના બે ન થયા.
૧૯૫૪માં આઈ. સી. આઈ.એ ‘વાટ ડાઇઝનું ઉત્પાદન કરવા માટે અતુલના સહયોગની ફરી માગણી કરી. કસ્તૂરભાઈએ અમેરિકામાં ભણતા તેમના ભાણેજ બિપિનભાઈ મારફતે સિડ મૂડીને પુછાવ્યું. સિડ મૂડીએ આ વખતે સંમતિ આપી. તેને પરિણામે ૧૯૫૫માં અર્ધાઅર્ધ ભાગીદારીને ધોરણે અટીક લિ. નામની બીજી કંપનીની રચના થઈ.૧૧
શરૂઆતનાં ત્રણ વર્ષ અતુલને ઠીક ઠીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કાચા માલની આયાત ઉપર જકાત વધારે હતી ને તૈયાર માલની આયાત ઉપર ઓછી જકાત હતી. વળી તૈયાર રંગની આયાત થતી તેમાં વધુ કન્સેન્ટેશનવાળો માલ હોય તેને ડાઇલ્યુટ કરીને વેપારીઓ પોતાનાં લેબલ મારીને વેચતા. સરકાર છૂટથી રંગની આયાત કરવા દેતી હતી એ સૌથી મોટી મુશ્કેલી હતી. અતુલના રંગ બજારમાં મુકાયા એટલે પરદેશી કંપનીઓએરંગના ભાવ ઘટાડ્યા. કોંગો રેડ અને સફર બ્લેક જેવા રંગના ભાવ તો અર્ધા થઈ ગયા. અતુલે હિંમતભેર તેનો સામનો કર્યો. ખોટ ખાઈને પણ ભાવ ઘટાડીને બજારમાં વિદેશી કંપનીઓની સામે ટક્કર ઝીલી. અતુલની વિનંતીથી સરકારે ૧૯૫૪માં ટેરિફ કમિશન નીમ્યું. પરદેશી કંપનીઓની ઉશ્કેરણીથી દેશી વેપારીઓએ કમિશન સમક્ષ અતુલને રક્ષણ નહીં આપવા રજૂઆત કરી. અતુલે ફિનિષ્ઠ માલ ઉપરની જકાત વધારવા ને કાચા માલની આયાત ઉપર તે ઘટાડવા રજૂઆત કરી. છેવટે કાચા માલની આયાત ઉપર ઇમ્પોર્ટ ડયૂટી ઘટાડવામાં આવી. તેનાથી અતુલને જીવતદાન મળ્યું એટલું જ નહીં, રંગના બીજા દેશી ઉત્પાદકોના પગમાં પણ જોર આવ્યું.૧૨
અનુલનો વિસ્તાર થતો જતો હતો. ડાયરેક્ટ અને ઍસિડ રંગના પ્લાન્ટ સારા ચાલતા હતા. તેનો માલ વખણાતો હતો. સલ્ફર બ્લેકનો પ્લાન્ટ પૂરો ચાલતો
Scanned by CamScanner