________________
વસ-ઉધોગનો વારસો ૨૩
મગનભાઈ કરમાં ખરીદીને તેને સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલ તરીકે વિકસાવી. ૧૮૯૫માં કસ્તૂરભાઈ મણિભાઈએ હઠીસિંગ મિલ સ્થાપી. સરદાર લાલભાઈ દલપતભાઈએ સરસપુર મિલની સ્થાપના કરી ત્યાં સુધીમાં મંગળદાસ ગિરધરદાસ અને બાલાભાઈ દામોદરદાસની આર્યોદય, મોતીલાલ હરિલાલની તેલિયા મિલ, ત્રિકમલાલ જમનાદાસની માણેકચોક મિલ, મોતીલાલ ઘેલાભાઈની ગુજરાત કૉટન, લલ્લુભાઈ રાયચંદની અમદાવાદ ન્યૂ સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલ વગેરે મળીને વીસેક મિલો સ્થપાઈ ચૂકી હતી, અને તેમાં સોળ હજાર જેટલા કારીગરો કામ કરતા હતા.
રણછોડલાલની અમદાવાદ સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલે પહેલાં સાત વર્ષ સરેરાશ સાત ટકા ડિવિડન્ડ વહેંચ્યું હતું. “રણછોડલાલ રેંટિયા'ના હુલામણા નામથી ઓળખાતા આ ઉદ્યોગના પિતા, પ્રજા અને રાજ્ય બન્ને તરફથી ઉત્તમ માન પામ્યા હતા. નવી મિલ નાખનારને તેમની હૂંફ અને પ્રેરણા અવશ્ય મળતાં. તેમની પછી મનસુખભાઈ ભગુભાઈ, મંગળદાસ ગિરધરદાસ અને કસ્તૂરભાઈ લાલભાઈ આ ઉદ્યોગના અગ્રણી હિતરક્ષક બન્યા હતા.
અમદાવાદના મિલ-ઉદ્યોગની ઊડીને આંખે વળગે તેવી વિશિષ્ટતા એ છે કે આટલી મોટી સંખ્યામાં મિલો હોવા છતાં તેમની વચ્ચે સ્પર્ધા કે હુંસાતુંસીનું તત્ત્વ નથી. બધા સંચાલકો પરસ્પર સહકારથી કામ કરે છે. આને લીધે બહારની હરીફાઈની સામે તેઓ ટકી શક્યા છે. વળી હાથવણાટ અને સૂતરની બજાર મળી હતી, તે તેમને બહારનાં તત્ત્વોની સામે સંયુક્તપણે ટકી રહેવા માટે પૂરતી હતી.
આ કાપડ-મિલોનો વહીવટ ઘણે અંશે જૂની શરાફી અને વેપારી પેઢીની ઢબે ચાલે છે. સંચાલકો મિલને ઘણું ખરું પરિવારના ટ્રસ્ટ તરીકે ગણે છે. કોર્પોરેટ મેનેજમેન્ટના કરતાં આ પ્રકારના વહીવટની વિશેષતા એ છે કે વહીવટદારો ઉદ્યોગના હિતને પોતાનું હિત સમજીને તેની સાથે એકાત્મતા સાધે છે. વહીવટની આ પ્રથા અમદાવાદના મિલ-ઉદ્યોગને અનોખી ભાત આપે છે. મેનેજિંગ એજન્ટ મિલના ભાગીદાર અને શે-હોલ્ડર ઉપરાંત તેના સેવક તરીકે પણ ફરજ બજાવતા. એજન્ટ પોતે પણ મિલના વહીવટ પર સીધી દેખરેખ રાખતા. જૂની પરંપરાના એજન્ટ કરકસરથી રહેતા. દિવસના પંદર કલાક કામ કરવું પડે તો કરે. મોટા પગારદાર મેનેજર નીમવા પોસાય નહીં એટલે એકાદ-બે સગાને હિસાબ-કિતાબ
Scanned by CamScanner