________________
પરિશિષ્ટ ૧
૨૦૭
વીમા ક્ષેત્રે, બંદરોનો વિકાસ વગેરેમાં એમને રસ રહ્યો છે.
ભારતના ભાગલા થયા પછી કરાંચી બંદરને બદલે નવું અદ્યતન બંદર પશ્ચિમ કિનારે વિકસાવવાનો યશ પણ એમને ફાળે જાય છે. ભારત સરકારે નીમેલી બંદરીય વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે કંડલા બંદરની પસંદગી અને વિકાસ એમને આભારી છે.
વેપાર-ઉદ્યોગના વિકાસમાં જેમ એમણે ઊંડી સમજ અને રસનો પરિચય આપ્યો છે તેમ શિલ્પ, સ્થાપત્ય અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પણ એમનું આકર્ષણ ઓછું નથી. ગાંધી આશ્રમનું આધુનિકરણ, સંગ્રહાલયનું સર્જન, આણંદજી કલ્યાણજી પેઢીના સંચાલક તરીકે ભારતનાં પ્રાચીન જૈન મંદિરોની જાળવણી અને દૃષ્ટિપૂર્ણ વિકાસ, લાલભાઈ દલપતભાઈ પુરાતત્વ વિદ્યામંદિરનું નિર્માણ અને સંવર્ધન વગેરે એમને આભારી છે.
આધુનિક શિક્ષણમાં ગુજરાત કદમ મિલાવી શકે એ માટે અમદાવાદ કેળવણી મંડળની સ્થાપના, વિનયન અને ઇજનેરી કોલેજ માટે ઉદાર સખાવતો, ભાવિમાં જન્મનાર યુનિવર્સિટી માટે વિશાળ જમીનનું સંપાદન કે જેને કારણે યુનિવર્સિટીને આજે પણ નવી નવી દિશાઓમાં પ્રસ્થાન કરવામાં અનુકૂળતા રહે છે તે અને આધુનિક અનેકવિધ સંસ્થાઓનું નિર્માણ એમને આભારી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અટીરા, ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી, ઇન્ડિયન ડિઝાઈન્સ ઇન્સ્ટિટ્યૂટ વગેરે જેવાં ભારતનાં અદ્વિતીય સંસ્થા-સર્જનો એમને આભારી છે.
ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ જેમ નવાં સાહસોને આભારી છે તેમ ઔદ્યોગિક શાંતિને આભારી છે. રાષ્ટ્રપિતા ગાંધીજીના સંપર્કમાં શરૂથી શેઠશ્રી કસ્તૂરભાઈ, અંબાલાલ સારાભાઈ વગેરે આવ્યા હતા. એમની દોરવણીથી માલિક-મજૂરનો સંઘર્ષ ટાળી સમજૂતીથી પ્રગતિ કરવાની પદ્ધતિ એ સૌએ સ્વીકારી. પરિણામે દેશના બીજા ભાગો કરતાં અમદાવાદમાં ઉત્પાદનમાં વિક્ષેપ ઓછો પડે છે. અને પ્રમાણમાં સારાં વેતનો મજૂરો મેળવી શકે છે. વળી ધારાસભાના સભ્યપદે ચુંટાયા તો કાપડઉદ્યોગ ઉપર ભારતના હિત વિરુદ્ધની નંખાયેલી સાડાત્રણ ટકાની આબકારી જકાત દૂર કરાવવાનું શ્રેય એમણે મેળવ્યું હતું.
ગુજરાતમાં વેપારી મહામંડળની સ્થાપના અને સંચાલન ભારતમાં
Scanned by CamScanner