________________ પરિશિષ્ટ 3 217 કાસણી કરવી ઔપચારિક લેખે છે. (2) બીજી વાત છે માર્કેટીંગ પોલિસી. કંપનીની સાથે કામ કરનાર કોઈ પણ વેપારીને નુકસાન ન જાય તેવી સતત તકેદારી રાખવાની નીતિ આપણે અનુસર્યા છીએ. માલના બજારભાવો વધ્યા હોય છતાં ઓછા ભાવના સોદાઓનો હંમેશાં અમલ કર્યો છે અને ક્યારેય ટૂંકા ગાળાના લાભોથી ચલિત થયા નથી. આના કારણે અતુલની સાથે ધંધો કરનારા વેપારીઓનો અતુલે અચલિત વિશ્વાસ સંપાદન કર્યો છે. (3) અધિકારી વર્ગને પૂરતા પ્રમાણમાં સત્તા અને જવાબદારીઓ સોંપવામાં આવ્યાં છે અને મેનેજમેન્ટ હંમેશાં તેમને પડખે ઊભી રહી છે. આ નીતિને કારણે કંપનીને વિશ્વાસુ, પ્રામાણિક અને કાર્યદક્ષ અધિકારીઓ મળ્યા છે અને તેને લીધે તેઓએ કંપનીની નોકરીને જીવનપર્યંતની કારકિર્દી બનાવી છે. - બીજા ઉદ્યોગની સરખામણીએ ખાસ કરીને રંગરસાયણના ઉદ્યોગમાં કારીગરોનું સ્વાથ્ય અને વ્યવસાયજન્ય રોગ એ અગત્યનો પ્રશ્ન રહે છે. ૧૯૬૦-૬૧ની સાલમાં આપણે આપણા ડૉકટર દશરથ દેસાઈને આ ક્ષેત્રની ખાસ તાલીમ અર્થે વિદેશ મોકલેલા. તેને કારણે રસાયણિક ઉદ્યોગમાં કામ કરતા આપણા કારીગરોનું સ્વાથ્ય વ્યવસાયજન્ય રોગોની બાબતમાં સંતોષકારક રહ્યું છે. આજથી 15-20 વર્ષો પૂર્વે વ્યવસાયથી થતા રોગ અંગે હિંદુસ્તાનમાં ભાગ્યે જ કોઈ વહીવટદારોએ આવી કાળજી લીધી હશે. કામદાર અને કર્મચારીઓના લ્યાણમાં કંપનીનું કલ્યાણ રહેલું છે તે નીતિનું આ એક જવલંત ઉદાહરણ છે. ' હું મારું વક્તવ્ય પૂરું કર્યું તે પહેલાં બે અનિચ્છનીય પ્રસંગોનો ઉલ્લેખ કરે તે અસ્થાને નહિ લેખાય, પહેલો પ્રસંગ ૧૯૫૮ની સાલમાં બનેલો. પાંચ માસની હડતાલનો અને બીજો શેરહોલ્ડર સાહેબો સાથે ૧૯૭૩ની સાલમાં ડિવિડન્ડની બાબતમાં થયેલો મનદુ:ખનો પ્રસંગ. આ બંને પ્રસંગોમાં જે કોઈ કારીગરભાઈઓને કે શેરહોલ્ડરભાઈઓને કાંઈ દુ:ખ પહોંચ્યું હોય તે બદલ હું દિલગીર છું અને તેમની ક્ષમા ચાહું છું. મને આશા છે કે મને મળેલા સહકાર અને પ્રેમ સૌના તરફથી મારા અનુગામીઓને મળી રહેશે અને તેઓ છેલ્લાં પચીસ વર્ષ દરમ્યાન સ્થાપેલી ઉજજવળ પ્રણાલિકાઓ જાળવશે અને કંપની ઉત્તરોત્તર પ્રગતિ કરશે. Scanned by CamScanner