Book Title: Parampara Ane Pragati
Author(s): Dhirubhai Thakar
Publisher: Vakil Fafer and Simons Limited

View full book text
Previous | Next

Page 255
________________ પરિશિષ્ટ ૩ ૨૧૫ • ઉદ્યોગની સ્થાપના કરતી વખતે ખૂબ વિશાળ જગા, રોજના બે થી ત્રણ કરોડ ગેલન પાણીની સુવિધા અને તેટલા જ પ્રમાણમાં ગંદા પાણીનો નિકાલ થઈ શકે તેવી શક્યતાઓને નજરમાં રાખીને જગ્યાની પસંદગી કરજો. શ્રી મૂડીની આવી દૂરંદેશી દૃષ્ટિને કારણે જ અતુલનું આટલા પ્રમાણમાં આયોજન કરેલું. અતુલના વિકાસનો યશ તેમના ફાળે જાય છે. - ભૂતપૂર્વ જનરલ મેનેજર શ્રી બી. કે. મજુમદારનો ફાળો અતુલની સ્થાપનાથી તેના આજદિન સુધીના વિકાસમાં અનન્ય રહ્યો છે. તેમણે જમીનની મોજણી સંપાદન કરી સાથે કારખાનું સ્થાપના દિવસરાત કાર્ય કર્યું. તેમણે તેમની બધી જ રાજકીય, શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ અને અમદાવાદ શહેરનો વસવાટ છોડ્યો. તેમણે વલસાડને તેમનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું. જંગલને મંગલ બનાવવામાં અને બીજી ઔદ્યોગિક, સામાજિક અને શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવામાં તેમનો સવિશેષ ફાળો છે. ૧૯૫૩માં હિંદી સરકારના વાણિજ્ય મંત્રી સદ્ગત શ્રી ટી. ટી. કૃષ્ણમાચારી અતુલનું કારખાનું જોવા આવ્યા. તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. તેમણે મને પૂછયું કે શા માટે તમે અતુલનું મોટા પાયા ઉપર વિસ્તૃતિકરણ કરતા નથી? મેં જવાબ આપ્યો કે મારી પાસે તે માટે નાણાં નથી. તેમણે સૂચન કર્યું કે મારે તેમને દિલહીમાં મળવું. તે વખતે શ્રી સી. ડી. દેશમુખ નાણાંપ્રધાન હતા. તેઓ પણ મને સારી રીતે ઓળખતા હતા. તેમણે મને પૂછયું કે અતુલના વિસ્તૃતિકરણ માટે કેટલાં નાણાંની જરૂર છે. મેં ત્રણ કરોડ રૂપિયાનો અંદાજ જણાવ્યો. હિંદી સરકારે અતુલને ૪ ટકાના વ્યાજે ૧૧ વર્ષની મુદતની ત્રણ કરોડ રૂપિયાની લોન આપી. મને પાછળથી વિચાર આવ્યો કે મેં પાંચ કરોડ માગ્યા હોત તો મને મળ્યા હોત. અતુલના વિકાસમાં હિંદ સરકારનો, શ્રી કૃષ્ણમાચારી તથા શ્રી દેશમુખનો મોટો ફાળો છે. આવી મોટી લોન આ શરતે ન મળી હોત તો અતુલનો ટૂંકા સમયમાં જેટલો વિકાસ થયો તેટલો ન થયો હોત. અતુલ બોર્ડના ડિરેકટર સાહેબો, તેનો અધિકારી વર્ગ, સ્ટાફ તથા કારીગરભાઈઓએ અતુલને તેમનું પોતાનું કારખાનું ગયું છે અને તેના વિકાસમાં સાથ આપ્યો છે. તેમની શાણી સલાહ, કાર્યદક્ષ, સહૃદયી અને સન્ત પરિશ્રમભરી સેવાઓ અનુલ માટે ગૌરવનો વિષય છે. તેમનો ફાળો નાનોસૂનો Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257