________________
પરિશિષ્ટ ૨
[શુક્રવાર, તા. ૮ સપ્ટેંબર ૧૯૭૮ના રોજ કસ્તૂરભાઈનું અંગ્રેજી જીવનચરિત્ર પ્રગટ થયું તેના વિમોચન પ્રસંગે તેમણે કરેલું પ્રવચન અહીં મૂકયું છે. લાં... . . . બી મજલને અંતે કોઈ મુસાફર કાપેલા પંથ પર દૃષ્ટિ કરે ને યાત્રાનો મથિતાર્થ કાઢે તેમ, કસ્તૂરભાઈ જીવનના સુદીર્ઘ પટ પર દૃષ્ટિપાત કરીને રાષ્ટ્રિય જાગૃતિના સમયને ગૌરવભેર યાદ કરે છે. સહપાન્થોના સદ્ભાવ ને સહકારનો ઉમળકાભેર ઋણ સ્વીકાર કરે છે અને અંતે વર્તમાન વિષમતામાંથી બહાર આવવા માટે નવી પેઢીને સહકાર અને સમજાવટનો માર્ગ અપનાવવાની સોનેરી શીખ આપે છે.]
પ્રમુખશ્રી જયકૃષ્ણભાઈ, ગુજરાત રાજ્યના પંતપ્રધાન શ્રી બાબુભાઈ પટેલ, ભાઈઓ તથા બહેનો,
સદ્ગત અરદેશર શ્રોફ મારા મિત્ર હતા. તેમની સાથેનો મારો સંબંધ ૪૦ વર્ષ પર્યંતનો હતો. તેમના સ્મરણાર્થે સ્થાપવામાં આવેલ એ. ડી. શ્રોફ મેમોરિયલ ટ્રસ્ટને મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને ટ્રસ્ટકાર્યને સફળતા ઇચ્છું છું. આ ટ્રસ્ટ ઔદ્યોગિક ક્ષેત્રે શિક્ષણકાર્ય કરે છે. આજે આ ટ્રસ્ટ યુવાનો માટે મારું જીવનચરિત્ર પ્રસિદ્ધ કરે છે તે પ્રસંગે બોલતાં સંકોચ અનુભવું છું. સૌનો સદ્ભાવ જોઉં છું સાંભળું છું અને મને લાગે છે કે મારે બોલવું જોઈએ—કાંઈક કહેવું જોઈએ.
હું શું કહ્યું?
મારા જીવનને લગતું આ પુસ્તક બહાર પડે છે, ત્યારે ઘણી જાતની લાગણીઓ જાગે છે. મને અપાયેલું આ પુસ્તક લેતાં અનેક વિચારો મનમાં આવે છે. પહેલો વિચાર મારા જીવનને અંગે આવે છે અને ત્યા૨ે પ્રેમ અને શુભેચ્છાઓ આપનારાં સહુના ૠણનો સ્વીકાર કરું છું.
આપણા જીવનમાં સૌથી પહેલું ઋણ માતાપિતા પ્રત્યેનું હોય છે. મારી
Scanned by CamScanner