________________
પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૩૩
તેમણે હરિજનપ્રવેશ સામે સખત વાંધો જાહેર કર્યો. પેઢીના બધા ટ્રસ્ટીઓ પણ તેમની વિરુદ્ધ પડ્યા.
કસ્તૂરભાઈએ કહ્યું: “હરિજનના ગયા પછી મંદિર ભલે તમે દુધથી ધોઈને સાફ કરાવો પણ ગાંધીજી અને સરદાર જેવા નેતાઓની પડખે રહ્યા પછી મારાથી હરિજનપ્રવેશ સામે વાંધો લેવાશે નહીં. તમને જો આ વાત મંજૂર ના હોય તો હું પેઢીના પ્રમુખપદેથી રાજીનામું આપવા તૈયાર છું.” - ઘણી રસાક્સી પછી એવું જાહેર કરવામાં આવ્યું કે જૈન રિવાજ મુજબ સ્વચ્છ થઈને આવનાર કોઈ પણ માણસ મંદિરમાં આવી શકે છે. કસ્તૂરભાઈની મધ્યમમાર્ગી નીતિએ વચલો રસ્તો કાઢયો હતો.
૧૯૨૮માં શ્વેતાંબર અને દિગંબર વચ્ચે તારંગા તીર્થ બાબત તકરાર ચાલતી હતી. તેમાં પોલિટિકલ એજન્ટ મિ. મીડે દરમ્યાનગીરી કરી અને બંને પક્ષોને મુંબઈ સેક્રેટરીએટમાં બોલાવી દલીલો સાંભળ્યા પછી સમાધાન સૂચવ્યું કે તારંગાની ચારે ટેકરીઓનો વહીવટ આ. કની પેઢી પાસે છે; તેને બદલે દિગંબરનાં મંદિર છે તે બે ટેકરીઓનો વહીવટ દિગંબર સંઘને સોંપવો અને
શ્વેતાંબર મંદિરમાં થઈને તેમનો રસ્તો હતો તે બંધ કરીને બંનેને અલગ કરવા. કસ્તૂરભાઈએ આ સમાધાન સ્વીકાર્યું. અમદાવાદ પાછા આવ્યા પછી વિજ્યનેમિસૂરિજીએ તેમને સમાધાન કરવા બદલ ઠપકો આપ્યો ત્યારે સ્પષ્ટ સંભળાવ્યું કે “આ. ક. પેઢીના પ્રતિનિધિઓએ જે નિર્ણય લીધો છે તે છેવટનો છે ને તેમાં કોઈ ફેરફાર થશે નહીં."
ટ્રસ્ટના વહીવટમાં પણ કસ્તૂરભાઈએ અનેક સુધારા દાખલ કર્યા હતા. પેઢીનો હિસાબ વહીવટી સમિતિના સભ્યોમાંથી કોઈક પોતાની ફુરસદે તપાસનું આને લીધે હિસાબોનું કામ ઢીલમાં પડતું. કસ્તૂરભાઈએ ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ પાસે દર વર્ષે હિસાબ તપાસાવવાની પ્રથા દાખલ કરી. અંદાજપત્ર તૈયાર કરીને તે પ્રમાણે ખર્ચ કરવાની પદ્ધતિ નહોતી તે તેમણે શરૂ કરાવી. મિટિંગો પ્રમુખની ઇચ્છા મુજબ બોલાવવામાં આવતી. તેને બદલે વર્ષ દરમ્યાન નિયમિત સમયઆંતરે અગાઉથી નિયત કરેલી તારીખે તે સમયે પેઢીની વહીવટી સમિતિની સભાઓ બોલાવવાનો નિયમ કર્યો.
પેઢીના પ્રમુખ થયા પછી કસ્તૂરભાઈએ સૌથી મોટું કામ કર્યું તે તીર્થોનાં
Scanned by CamScanner