________________
ઉત્તમના અભિલાષી ૧૭૩
-
પડે એટલે મજૂરો યુનિયનમાં જોડાય તે ઈચ્છવાજોગ છે એમ તેમનું કહેવું હતું.૩૨
ધનના જેટલો જ સમયને તેઓ કીમતી ગણતા. નિયમિતતા તેમના દૈનિક કમમાં વણાઈ ગયેલી. સવારમાં સમયસર મિલની ઑફિસે પહોંચે ને બારને ટકોરે અચૂક ઘેર જવા નીકળે. ગમે તેવું મહત્ત્વનું કામ હોય પણ તે નિશ્ચિત સમયમર્યાદામાં પૂરું કરવાનો આગ્રહ રાખે. તેમની સમયપાલનની ટેવથી મુલાકાતીઓ ટેવાઈ ગયા હોવાથી તે પ્રમાણે જ તેમને મળવાનું કે ચર્ચા કરવાનું ગોઠવાય. પોણાબારે કોઈને મળવાનો સમય આપે નહીં. પરોઢિયે પાંચ વાગ્યે ઊઠવાનો નિયમ અચૂક પળાય. બપોરે એક્થી બેની વચ્ચે આરામ લે. કદાચ લાંબું ઝોકું આવી જાય તો નોકરને સૂચના આપી રાખેલી હોય કે અઢી વાગ્યા સુધી પોતે ઊઠ્યા ન હોય તો બારણે ટકોરા મારે. ચાર વાગ્યે મિટિંગ હોય તો બરાબર ચારને ટકોરે સભાખંડમાં સ્તૂરભાઈનો પ્રવેશ હોય. કોઈને ઘડિયાળનો સમય મેળવવો હોય તો કસ્તૂરભાઈના આગમન પરથી મેળવી શકે એટલી તેમની સમયપાલનની ચોક્સાઈ હતી.૩૩
કહેવત છે કે હોમરને પણ કોઈ વાર ઝોકું આવી જાય ને ભૂલ કરી બેસે. કસ્તૂરભાઈની ચોક્સાઈ કહેવતરૂપ બની ગઈ હતી. પણ એક વાર એમનીય ગંભીર સ્મૃતિચૂક થઈ ગયેલી. સરદાર વલ્લભભાઈ સાથે તેમને ગાઢ મૈત્રીસંબંધ હતો તે અગાઉ કહેવાઈ ગયું છે. એક વાર સરદારને ઘેર જમવા નોતર્યા. સરદાર નક્કી કરેલ સમયે તેમને ત્યાં પહોંચ્યા. કસ્તૂરભાઈ તો જમી પરવારીને નિરાંતે બેઠેલા. સરદાર સાથે ક્લાકેક વાતો કરી. પણ જમવાની તૈયારીની કોઈ હિલચાલ સરદારને દેખાઈ નહીં તેમ કસ્તૂરભાઈએ તેની વાત પણ ઉચ્ચારી નહીં, એટલે સરદાર તો વાત પૂરી થતાં ઘેર ગયા. બીજે દિવસે કસ્તૂરભાઈ મળ્યા ત્યારે સરદારે તેમની લાક્ષણિક ઢબે મજાકમાં કહ્યું: “તમે વાણિયા ખરા છો! બીજાને જમવા નોતરીને ભૂખ્યા રાખો!” કસ્તૂરભાઈને ત્યારે જ યાદ આવ્યું કે સરદારનેં જમવાનું નોતરું આપેલું. તેમણે તરત માફી માગી. સરદારના ખડખડાટ હાસ્યમાં કસ્તૂરભાઈના શબ્દો બી ગયા.
શબ્દની કરકસર તે એમની બીજી નેધપાત્ર ખાસિયત. તેઓ બહુ જ ઓછાબોલા હતા. સામે ચાલીને કોઈની સાથે વાત કરવાની ટેવ નહીં. કોઈ પૂછે તેનો જવાબ પણ બની શકે તેટલા ઓછા શબ્દોમાં આપે. કોઈ સભાનું પ્રમુખ
Scanned by CamScanner