________________
ઉત્તમના અભિલાષી ૧૮૧
પૃ.૪૮. ૪૦. મમુ. ૪૧. તેના સમર્થનમાં જુઓ શ્રી હસમુખ પારેખના નીચેના
શબ્દો:
“આપણા દેશમાં છેલ્લાં પચાસથી પણ વધુ વર્ષો દરમ્યાન વેપારી આલમમાં વધુ જવલન્ત ઉદાહરણરૂપ કોઈ હોય તો તે શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ કહી શકાય. આ પૂર્વે મેં પાંચ અગ્રણી ઉદ્યોગપતિઓની વિશિષ્ટતાઓ વિશે થોડુંક લખ્યું છે. શ્રી કસ્તૂરભાઈ પણ એ જ કોટિમાં સ્થાન પામી શકે એવા મહાપુરુષ છે... શુદ્ધ વ્યાપારી જગતના આદર્શો જેટલા મેં કસ્તૂરભાઈમાં જોયા છે તેટલા બીજી કોઈ વ્યક્તિમાં જોયા નથી. મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે વેપારક્ષેત્રની સર્વોચ્ચ પ્રણાલીઓ અથવા પરંપરાઓ સહુથી વિશેષ પ્રમાણમાં કોઈએ પણ અપનાવી હોય તો તે શ્રી કસ્તૂરભાઈએ અપનાવી છે. ઉચ્ચ ભાવનાઓ, નીડરતા, વેપારી આલમની તેમ જ સમાજની સેવા માટેની તત્પરતા અને તે દિશામાં સતત પ્રયાસો, કાળાં બજાર પ્રત્યે ધૃણા, જીવનમાં અત્યંત સાદાઈનો આગ્રહ, નાણાંનો જરા જેટલો પણ દુર્વ્યય ન થાય એ બાબતની તીવ્ર સભાનતા, મૂડીવાદમાં માનવા છતાં મૂડીનો દુર્વ્યય ન કરે એ તરફ લક્ષ્મ, મૂડીવાદ અને ટ્રસ્ટીશિપ એટલે કે વાલીપણાની ભાવના, બંનેનો સમન્વય, આ સર્વ સિદ્ધાંતો એમણે પોતાના સુદીર્ધા જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યા છે. વ્યાપારઉદ્યોગ ઉપરાંત જાહેર જીવનમાં જાતમહેનતથી જે કાર્યસિદ્ધિ એમણે મેળવી છે તે ખરેખર અજોડ અને અપ્રતિમ છે.... વાણી, વિચાર અને આચારની બાબતમાં સચ્ચાઈ, સચોટતા, કર્તવ્યપરાયણતા, આ બધા મહત્તાસૂચક ગુણો એમના
વ્યક્તિત્વમાં એવા ગૂંથાઈવણાઈ ગયા છે કે હું એમને વેપારી આલમ માટે વેપારના ક્ષેત્ર પૂરતી એક દીવાદાંડી તરીકે લેખું છું. આજે સમાજમાં વેપારીની પ્રતિષ્ઠા ઘટી છે. એની વૃત્તિ ઊજળી લેખાતી નથી. એનો વિનિપાત થયો છે. આ પરિસ્થિતિમાં વેપારી આલમ પોતાની પ્રતિષ્ઠાની સંસ્થાપના કરવા અને વધારવા ઇચ્છે તેમ જ પોતાની ઉન્નતિ ઝંખે તો તે શ્રી કસ્તૂરભાઈ જેવું વ્યક્તિત્વ અને પ્રતિભા ધરાવતા અનેક પુરુષો પાકે તો જ બની શકે.”
(હીવપ, પૃ. ૭૬-૭૭)
Scanned by CamScanner