________________
છેલ્લું દર્શન
ફળોમાં તેમને લાલ પેશીઓવાળી નારંગી (માલ્ટા ઑરેન્જ) અને હાફુસ કેરી બહુ ભાવે. મિત્રા તેમની રુચિના ખાદ્ય પદાર્થો મોકલે, કસ્તૂરભાઈ તેની નોંધ રાખે અને તેને વિશે પોતાનો અભિપ્રાય પણ અચૂક લખે.
ભોજન-સમારંભ યોજાય ત્યારે તેમાં પણ મહેમાનની રુચિની વાનગી પિરસાય તેનું ધ્યાન રાખે અને તે માટે અગાઉથી આયોજન કરે.
૧૯૬૧માં બ્રિટનના ડ્યુક ઑફ એડિનબરો ભારતની મુલાકાતે આવેલા. એ વખતે કસ્તૂરભાઈ ‘અટીરા’ના અધ્યક્ષ હતા. અટીરાને ઉપક્રમે ‘મૅનેજમેન્ટ કૉન્ફરન્સ' ભરવાની હતી. તેના અતિથિવિશેષ તરીકે યુકને નિમંત્રણ મોકલ્યું હતું. તે પ્રસંગે અધ્યક્ષ તરફથી ભોજન-સમારંભ યોજાયેલ. સો જેટલા આમંત્રિતો હતા. એ બધા એકસાથે ભોજન માટે બેસી શકે એટલી જગા નહોતી. શાહી અતિથિને ‘બુફે’ આપવામાં અવિવેક તો નહીં ગણાયને એવો પ્રશ્ન તેમને થયો. તેમણે દિલ્હી ખાતેના હાઈ કમિશનરને પૂછી જોયું. જવાબ મળ્યો : “વાંધો નથી. ‘બુફે’ આપી શકો છો.’”
પછી કસ્તૂરભાઈ બહારગામ ગયા. દરમ્યાનમાં તેમના પુત્રોએ શમિયાણો બંધાવીને ભોજનની બેઠકોની વ્યવસ્થા કરી દીધેલી, તે જોઈને પ્રસન્ન થયા. વાનગીઓ તૈયાર કરાવવામાં તેમણે અંગત રસ લીધેલો. નિરામિષની મર્યાદામાં રહીને વિવિધ ભારતીય વાનગીઓની સાથે અંગ્રેજી પદ્ધતિની વાનગીઓ તૈયાર કરવાની સૂચના આપેલી, જેથી મહેમાન ભૂખ્યા ન રહે અને રુચિ મુજબ સંતોષથી જમી શકે. તે પ્રમાણે વ્યવસ્થા થઈ અને શાહી મહેમાન આનંદથી જમી શકયા, તેથી તેમને ખૂબ સંતોષ થયેલો.
બીજે વર્ષે રાણી એલીઝાબેથ અમદાવાદ પધાર્યાં ત્યારે કસ્તૂરભાઈ સાબરમતી આશ્રમ ટ્રસ્ટના અધ્યક્ષ હતા. તેમણે આશ્રમને દ્વારે રાણીનું સ્વાગત કર્યું હતું. એ પ્રસંગે કોઈ પરદેશી ચીજને બદલે સો ટકા ભારતીય ચીજ હોય એવી વસ્તુ રાણીને ભેટ આપવાનો કસ્તૂરભાઈએ આગ્રહ રાખેલો. તે મુજબ એક અત્યંત કીમતી ‘રીંગ શાલ’ તેમને ભેટ આપી હતી. રાણીએ તે શાલ આનંદથી સ્વીકારી ને આભાર માન્યો. પછી ચાલવા લાગ્યાં એટલે યુકે તેમને પાછાં બોલાવીને કહ્યું : “ગયે વર્ષે હું આવ્યો ત્યારે આ મારા યજમાન હતા.” બંનેએ નીચાં નમીને કસ્તૂરભાઈનું અભિવાદન કર્યું.
3
૧૮૩
Scanned by CamScanner