________________
છેલ્લું દર્શન ૧૮૭
ઊંચી પ્લીન્થ ઉપર છે. એટલે પગથિયાં ચડતાં હાંફી ગયા. તરત ખુરશીમાં બેસી ગયા. ઉધરસ આવતી હતી. પુત્રવધૂ વિમળાબહેનને ચિંતા થઈ. ડૉક્ટરને બોલાવવા તૈયાર થયાં પણ કસ્તૂરભાઈએ ઘસીને ના પાડી. “મને ખાસ કશી તકલીફ નથી. સારું છે.”—એમ બોલ્યા.
બુધવારે સવારે શ્રેણિકભાઈ મુંબઈ આવ્યા. તેમને વિમળાબહેને ફરિયાદ કરી: “પપ્પા માનતા નથી પણ તેમને ઠીક નથી, ડૉક્ટરને બોલાવવા જ જોઈએ.” વિમળાબહેન પોતે એફ.આર.સી.એસ.ની ડિગ્રી ધરાવતાં ડૉક્ટર છે.
મુંબઈના હૃદયરોગના નિષ્ણાત સુપ્રસિદ્ધ ડૉ. વી. વી. શાહની મુલાકાત નક્કી કરી. તે પહેલાં સવારે કસ્તૂરભાઈએ સાડા દસ, સવા અગિયાર અને બાર વાગ્યે ત્રણ કંપનીઓની સભામાં હાજરી આપી. એ તેમની છેલ્લી કામગીરી.
ઘેર ગયા. જમીને સૂતા. બપોર પછી ડૉ. વી. વી. શાહે તપાસ્યા. લોહીનું દબાણ ઘણું ઊંચું હતું અને નાડી અનિયમિત ચાલતી હતી. ડૉક્ટરે પંદર દિવસ પથારીમાં સૂઈ રહેવાની સલાહ આપી.
“મને એક વાર અમદાવાદ ભેગો કરો. પછી ત્યાં આરામ લઈશ.” કસ્તૂરભાઈએ કહ્યું.
તેમની નાજુક તબિયત જોઈને ડૉક્ટરે પ્રવાસનું જોખમ નહીં લેવાની સલાહ આપી. કુટુંબીઓએ પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે તો અમદાવાદ જવાની રઢ લીધી હતી.
“તમે મને અહીં રાખશો, પણ મારા મનને શાંતિ નહીં હોય તો તબિયત શી રીતે સુધરવાની છે? તમને કહું ? અમદાવાદ જઈશ એટલે તબિયત આપોઆપ સારી થઈ જશે.” કસ્તૂરભાઈ કહેતા હતા.
અમદાવાદ સાથે તેમણે એવું અંદ્વૈત સાધ્યું હતું કે છેલ્લા દિવસો અમદાવાદમાં ગાળવાની તેમને તીવ્ર ઇચ્છા હતી. તેમની બેચેની જોઈને ડૉક્ટરે છેવટે અમદાવાદ જવાની સંમતિ આપી. તેથી વેદનામાં પણ તેમના મુખ પર આનંદ દેખાતો હતો.
ઘેરથી સ્ટેશને ઍમ્બ્યુલન્સ ગાડીમાં લઈ ગયા. સાથે ડૉક્ટર રાખવાનું સૂચન પણ તેમણે નકાર્યું હતું.
વડીલની માંદગીના સમાચારથી આખું કુટુંબ બેચેન થઈ ગયું હતું. ત્રણે
Scanned by CamScanner